વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 1035 ) જિંદગી એક મુસાફરી છે ખુબ મજાની…

આ જિંદગીની બસમાં આપણે સૌ મુસાફરો છીએ.આ બસમાં સૌ મુસાફરોએ એની નિશ્ચિત સફર કરવાની હોય છે અને ઉતરવાનું સ્થળ આવે એટલે એમાંથી ઉતરી જવાનું છે.આ ટૂંકી મુસાફરીમાં શુલ્લક બાબતો માટે દલીલો કરવી શું કામ ? કોઈ મુસાફર આપની સાથે જો બરાબર વર્તન ના કરે તો એને ક્ષમા આપી ભૂલી જવું જોઈએ.નાની બાબતો માટે ખોટા ઝગડા ઉભા કરવા માટે આ જીવનની મુસાફરી ખુબ ટૂંકી છે.

આવી Forgiveness ની વાત કહેતી એક અંગ્રેજીમાં બોધકથા સાન ડીએગો નિવાસી મારાં સ્નેહી મિત્ર શ્રીમતી ગોપીબેન રાંદેરીએ એમના ઈ-મેલમાં મોકલી એ મને ગમી ગઈ. એમના આભાર સાથે એને નીચે પ્રસ્તુત છે.

Forgiveness

A young lady sat in a bus. At the next stop a loud and grumpy old lady came and sat by her. She squeezed into the seat and bumped her with her numerous bags.

The person sitting on the other side of the young lady got upset, asked her why she did not speak up and say something.

The young lady responded with a smile:

“It is not necessary to be rude or argue over something so insignificant, the journey together is so short. I get off at the next stop.”

This response deserves to be written in golden letters:

*”It is not necessary to argue over something so insignificant, our journey together is so short”*

If each one of us realized that our time here is so short; that to darken it with quarrels, futile arguments, not forgiving others, discontentment and a fault finding attitude would be a waste of time and energy.

Did someone break your heart?
*Be calm, the journey is so short.*

Did someone betray, bully, cheat or humiliate you?
*Be calm, forgive, the journey is so short.*

Whatever troubles anyone brings us, let us remember that our journey together is so short.

*No one knows the duration of this journey. No one knows when their stop will come. Our journey together is so short.*

Let us cherish friends and family. Let us be respectful, kind and forgiving to each other. Let us be filled with gratitude and gladness.

If I have ever hurt you, I ask for your forgiveness. If you have ever hurt me, you already have my forgiveness.

*After all, our journey together is so short!*

આ અંગ્રેજી બોધ કથાએ મને અંદાઝ ફિલ્મમાં કિશોર કુમાર એ ગાએલ ગીત ज़िंदगी एक सफ़र है सुहाना ની યાદ તાજી કરાવી દીધી.

આ હિન્દી ગીત, એનો ગુજરાતીમાં કરેલ અનુવાદ વિડીઓ સાથે નીચે પ્રસ્તુત છે.

ज़िंदगी एक सफ़र है सुहाना
यहाँ कल क्या हो किसने जाना ) – २

हँसते गाते जहाँ से गुज़र
दुनिया की तू परवाह न कर ) – २
मुस्कुराते हुए दिन बिताना
यहाँ कल क्या हो किसने जाना
हाँ ज़िंदगी एक सफ़र …

मौत आनी है आएगी इक दिन
जान जानी है जाएगी इक दिन ) – २
ऐसी बातों से क्या घबराना
यहाँ कल क्या हो किसने जाना
हाँ ज़िंदगी एक सफ़र …

चाँद तारों से चलना है आगे
आसमानों से बढ़ना है आगे – २
पीछे रह जाएगा ये ज़माना
यहाँ कल क्या हो किसने जाना
हाँ ज़िंदगी एक सफ़र …

ज़िंदगी एक सफ़र है सुहाना
यहाँ कल क्या हो किसने जाना ) – २

ગીતનો ગુજરાતીમાં અનુવાદ
(આ ગુજરાતી ગીતને હિન્દી ગીતની જેમ ગાઈ શકાશે )

જિંદગી એક મુસાફરી છે ખુબ મજાની,
એમાં કાલે શું થવાનું છે કોણે જાણ્યું ?

હસી ગાઈને તું થા એમાંથી પસાર,
દુનિયાની તું કશી પરવા ના કર
હસતા રહીને તારો દિવસ વિતાવ,
કેમ કે કાલે શું થશે એ કોણે જાણ્યું ?

મરણ તો આવવાનું જ છે એક દિવસ
જીવ ચાલ્યો જવાનો જ છે એક દિવસ
તો શા માટે આવી વાતોથી ગભરાવાનું
અહી કાલે શું થવાનું એ કોણે જાણ્યું ?

ચન્દ્ર-તારાઓને વટાવી જવાનું છે તારે,
આકાશથીએ આગળ વધવાનું છે તારે,
પાછળ જ રહી જવાની છે ફાની દુનિયા,
અહી કાલે શું થવાનું એ કોણે જાણ્યું ?

જિંદગી એક મુસાફરી છે ખુબ મજાની,
એમાં કાલે શું થવાનું એ કોણે જાણ્યું ?

અનુવાદ… વિનોદ પટેલ, ૩-૩૦-૨૦૧૭

Zindagi ek safar hai suhana
Movie: Andaaz,Singer: Kishore Kumar
Music Director: Shankar, Jaikishan
Lyricist: Shailendra Singh

આવી જ મતલબની અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરેલ મારી અછાંદસ રચના “ટર્મિનસ” નીચે ફરી પ્રસ્તુત છે.

ટર્મિનસ

ધસમસતી રેલ ગાડીની બારીમાંથી
નજરે પડી રહ્યાં અવનવાં દ્રશ્યો,
લીલી વનરાજી,મકાનો અને માનવો,
સૌ સૌની ધૂનમાં જ વ્યસ્ત,
દોડી રહ્યાં રોજી રોટી કમાવાના ચક્કરમાં.
રેલ ડબાની અંદર જનસમૂહ વચ્ચે,
અવનવા વિચારોમાં ખોવાયો હતો ત્યાં,
બારીમાંથી આવતી ઠંડા પવનની અસરે,
ક્યારે ઝોકે ચડી ગયો,કંઇ જ ખબર ન પડી!
બાજુ બેઠેલ સાથીએ ઢંઢોળી કહ્યું :
“ ઉઠ, મિત્ર આપણું ટર્મિનસ આવી ગયું !
આપણી આ જિંદગીની ગાડીમાં પણ ,
કરેલ જીવન પ્રવાસને અંતે,
ટર્મિનસ સ્ટેશન આવતાં આપણે પણ,
રંગબેરંગી દ્રશ્યોની વણઝારમાંથી પસાર થઈને,
ગાડીમાંથી ઉતરી જ જવું પડે છે,
આગલા પ્રવાસ માટે !
અને નવા પ્રવાસીને જગા આપવા માટે !
સ્ટેશને સ્ટેશને ,
પ્રવાસીઓ ગાડીમાં ચડતા જ રહેવાના,
પ્રવાસીઓ ઉતરતા જ રહેવાના,
સંસારની ગાડી નિરંતર ચાલતી જ રહેવાની.

–વિનોદ પટેલ

4 responses to “( 1035 ) જિંદગી એક મુસાફરી છે ખુબ મજાની…

  1. pragnaju એપ્રિલ 3, 2017 પર 12:49 પી એમ(PM)

    હસી ગાઈને તું થા એમાંથી પસાર,
    દુનિયાની તું કશી પરવા ના કર
    હસતા રહીને તારો દિવસ વિતાવ,
    કેમ કે કાલે શું થશે એ કોણે જાણ્યું ?
    સુંદર સંદેશ

  2. હરીશ દવે (Harish Dave) માર્ચ 30, 2017 પર 7:11 પી એમ(PM)

    કેવી સમજવા જેવી વાત!
    વિનોદભાઈ! આપે લખેલ ગીત પરથી મને તલત મહેમૂદજીનું ગીત યાદ આવે છે, જે બહુ ઓછા લોકો જાણે છે. 1954ની ફિલ્મ લકીરેં નું આ ગીતના શબ્દો સાંભળવા જેવા છે:

    દિલકી ધડકનપે ગા, ઉમ્રભર મુસ્કરા
    પ્યારકો જીત લે, જીંદગી હાર જા! … દિલકી…

    ગીતની આખરી પંક્તિઓ છે:
    ચાર દિનકી હૈ યે જિંદગાની તેરી
    યાદ રહ જાય જીવન કહાની તેરી
    સબકે હોઠોં પે નાચ ફસાના તેરા … દિલકી ધડકન સે ગા …

    આવા વિચારો જગતમાં ફેલાય તો દ્દુનિયા સ્વર્ગ બની જાય!

  3. deejay35(USA) માર્ચ 30, 2017 પર 5:45 પી એમ(PM)

    ખૂબ સરસ વાત કરી છે. પણ જીવન માટે સંઘર્ષ કરી રહેલા માનવ માટે શક્ય છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: