વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: એપ્રિલ 2017

પાછલી ઉંમરનો પ્રેમ ……. નવીન બેન્કર/પ્રસન્ન દાંપત્યની કવિતા — સુરેશ દલાલ

     વિનોદ ભાઈને હાથની તકલીફ હોવાના કારણે, તેમણે બનાવેલ ડ્રાફ્ટ આજથી આંતરે દિવસે પ્રગટ કરવામાં આવશે.-સુરેશ જાની ,સહ સંપાદક 

લગ્નના ૫૦ વર્ષ બાદ-શ્રી નવીનભાઈ બેન્કર અને કોકિલાબહેન

પાછલી ઉંમરનો પ્રેમ  –   નવીન બેન્કર

      ૭૫ વર્ષની ઉંમરે, શરીરમાંથી સેક્સ સુકાઇ જાય  છે- પુરૂષના કિસ્સામાં પ્રોસ્ટેટના પ્રોબ્લેમ્સ થયા પછી અને સ્ત્રીની બાબતમાં મેનોપોઝમાં બધું સુકાઇ જાય અને કુદરત  ‘પ્રવેશબંધી’  ફરમાવી દે ત્યારબાદ- એક તથાકતિત દિવ્ય પ્રેમ , એકબીજાના અવલંબન પર આધારિત ઉષ્માસંબંધ આપોઆપ પ્રગટે છે- અંગ્રેજીમાં જેને શેરીંગ એન્ડ કેરીંગ કહે છે તેવો. એકબીજાનો ખ્યાલ રાખવો, ધ્યાન આપવું , દરેક પ્રવૃત્તિ સાથે કરવી  એવો પ્રેમ- ૭૫ પછી હવે સાથે જીવવાના વર્ષો બહુ ઓછા રહ્યા છે  અને બાકીનો સમય મુઠ્ઠીમાં જકડી રાખવાનો છે ,ચાહ ની દરેક ચુસ્કીમાંથી મજાની અપેક્ષા રહે છે.  વીતી ગયેલી દરેક સાંજ ગમગીનીની એક કસક મૂકી જાય છે. જિન્દગીનું કોષ્ટક દરેકે પોતાની આવશ્યકતા પ્રમાણે ગોઠવી લેવું પડે છે. ‘મારા અવસાન પછી એનું આવું ધ્યાન કોણ રાખશે’ એવી ચિંતા થયા કરવી એનું જ નામ પ્રેમ હશે ? સામા પાત્રને જરાક ઠોકર વાગે તો એની ઠેસ આપણને લાગવી, ઉંઘમાં સામું પાત્ર પાસુ ફેરવે કે ઉધરસ ખાય તો આપોઆપ એના વાંસા પર હાથ ફેરવી લેવાની ઇચ્છા થાય એને જ પ્રેમ કહેતા હશે ? પત્ની ઢાલગરવાડમાં ખરીદી કરવા એકલી જાય તો એને પાનકોરનાકાની ફુટપાથો પર કોઇનો ધક્કો વાગશે અને એ પડી જશે એની ચિંતા કરીને એને એકલી ના જવા દેવાનો આગ્રહ કરવાને ‘પ્રેમ’ કહેતા હશે ? પત્નીને પ્લેનમાં ૧૬ કલાક બેસતાં તકલીફ થશે એનો ખ્યાલ કરીને ગજા ઉપરવટ જઈને પણ બિઝનેસ ક્લાસની ટીકીટ લઈ લેવાને ‘પ્રેમ’ કહેવાય ખરો ? કોઇને ત્યાં સત્સંગનો કાર્યક્રમ હોય ત્યાં પત્નીને સોફામાં કે ખુરશીમાં બેસવાની જગ્યા નહીં મળે અને ટેબલ પર મહાપ્રસાદ નહીં મુકાય તો પતરાળુ હાથમાં પકડીને ખાતાં એને તકલીફ પડશે એની ચિંતા કરીને  સત્સંગમાં જવાનું ટાળી દેવામાં ‘પ્રેમ ‘ જ છલકાતો હશે ?
        આ ઉંમરે શરીરનું તો કોઇ આકર્ષણ રહેતું જ નથી હોતું. તો પછી આ લાગણીને જ પ્રેમ કહેવાય ?
       આપના પ્રતિભાવો આવકાર્ય છે.
નવીન બેન્કર   ૧૫ એપ્રિલ ૨૦૧૭

With Love & Regards, 

NAVIN  BANKER   713-818-4239   ( Cell)

My Blog :navinbanker.gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ

જગતકાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

પ્રસન્ન દાંપત્યની કવિતા — સુરેશ દલાલ

 

સ્વ.સુરેશ દલાલ અને એમનાં ધર્મપત્ની શુશીલા દલાલ

કમાલ કરે છે,એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.
પ્રસન્ન દાંપત્યની કવિતા — સુરેશ દલાલ

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.
ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?
નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.
કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.
ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.
સુરેશ દલાલ

           Dilip Joshi & Disha Vakani recites Suresh Dalal Dosa Dosi Poetry
Dilip Joshi & Disha Vakani Recites Suresh Dalal Poetry in an event hosted by Image Publications on 11th October 2012 in memory of renowned Gujarati poet Sureshbhai Dalalપ્રેમ   કરવો એટલે બે માણસોએ એકમેક સાથે વૃદ્ધ થવા સંમત થવું તે… “A true relationship is two imperfect people refusing to give up on each other.”સુરેશ દલાલના થોડાં પ્રસન્ન દાંપત્યના કાવ્યો અને સાથે માણો એમના જ અવાજમાં આવાં એક કાવ્યનું પઠન… કમાલ કરે છે,એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.
પ્રસન્ન દાંપત્યની કવિતા — સુરેશ દલાલ
http://www.e-shabda.com/blog/kamal-kare-chhe-suresh-dalal/
પ્રસન્ન દાંપત્યની કવિતા — સુરેશ દલાલ
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મુકાવ,
કોકના લગનમાં જઈએ તો લાગે

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મુકાવ,
કોકના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય આવું સહિયારું;
ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પહેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઊપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;
સોનલ કમળ અને રુપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

http://www.e-shabda.com/blog/wp-content/uploads/2014/10/Dosae-Dosine.mp4?_=1

1047-ચિંતા જનક સમાચાર

       આજે જાણીને દુઃખ થયું કે, આપણા મિત્ર શ્રી. વિનોદ પટેલને ડાબા હાથ પર ઘણો દુખાવો અઠવાડિયાથી રહેતો હતો. ટેસ્ટ કરાવ્યા બાદ સધિયારો મળ્યો છે કે, એ કોઈ ‘સ્ટ્રોક’ના કારણે નથી. પણ એમને આરામ લેવાની અને હાથને વધારે પડતી મહેનત કરાવવાથી દૂર રહેવાની સલાહ ડોક્ટરોએ આપી છે.

     આપણે સૌ પ્રાર્થના કરીએ કે, વિનોદ ભાઈ જલદી જલદી સાજા નરવા થઈ જાય.

 

1046-પ્રાણજીવન મહેતા Pranjivan Mehta

ગુજરાતી પ્રતિભા પરિચય

pm6‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’ 

ગાંધીજી

     During my last trip to Europe I saw a great deal of Mr. Gandhi. From year to year (I have known him intimately for over twenty years) I have found him getting more and more selfless. He is now leading almost an ascetic sort of life–not the life of an ordinary ascetic that we usually see but that of a great Mahatma and the one idea that engrosses his mind is his motherland.

(તેમના સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલી પત્રમાંથી )

શ્રી, ઉર્વીશ કોઠારીના બ્લોગ પર સરસ લેખ

–    ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખ

‘The better India’ માંથી મળેલ મૂળ માહિતી

ફેસબુક પરથી મળેલ એક સરસ રિપોર્ટ 

    ‘You may not perhaps be knowing for whom I wrote ‘Hind Swaraj’. The person is no more and hence there is no harm in disclosing his…

View original post 979 more words

1045-ચાલો લ્હાણ કરીએ – (10)લ્હાણી- ‘ કલ હો ના હો ‘-હેમા પટેલ

"બેઠક" Bethak

કરણ જોહરની એક ખુબજ સરસ ફિલ્મ ‘કલ હો ના હો’ નુ એક અતિ સુંદર ગીત જે જાવેદ અખ્તરે લખ્યુ છે, સોનુ નિગમના સુરીલા સ્વરમાં ગવાયુ છે. જે આપણા હ્રદયને સ્પર્ષી જાય છે. ગીતના શબ્દોમાં સુખી જીવનનો સંદેશ છુપાયેલો છે.

हर घडी बदल रही है रूप जींदगी, छांव है कभी, कभी है घुप जींदगी

हर पल यहां जी भर जीयो, जो है समा,  कल हो ना हो

चाहे जो तुम्हे पुरे दिलसे,  मिलता है वो मुश्कीलसे

चाहे जो कोई कही है, बस वोही सबसे हसी है

उस हाथ को तुम थाम लो, वो महेरबां कल हो ना हो

पलकोके लेके साये पास कोई जो आए

लाख संभालो पागल दिलको, दिल घडकते जाए

पर सोच लो ईस पल है जो, वो दास्ता कल हो ना हो.

આ ફિલ્મનો હીરો શારૂખખાનને કેન્સરની બિમારી છે, તે જાણે છે તેની પાસે હવે બહુ સમય નથી છતાં પણ તેનુ દર્દ છુપાવીને હસતાં હસતાં જીંદગી જીવે છે.પોતે…

View original post 644 more words

( 1044 ) સ્વ. સુરેશ દલાલનાં ઘડપણ અને મૃત્યુ વિષય પરનાં કેટલાંક અછાંદસ કાવ્યો

 Dr.Suresh Dalal

ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ,પ્રખર સાહિત્યકાર,જાણીતા નિબંધકાર, સંપાદક અને આજીવન અક્ષરના ઉપાસક ડો સુરેશ દલાલનું નામ ગુજરાતીભાષીઓને માટે અજાણ્યું નથી.તા.૧૦મી ઓગસ્ટ,૨૦૧૨ના રોજ જન્માષ્ટમીના પવિત્ર દિવસે મુંબઇ ખાતે તેઓના નિવાસ સ્થાને હૃદય બંધ પડી જવાથી ડો.સુરેશ દલાલનું અવસાન થયું હતું.એ વખતે એમની વય ૮૦ વર્ષની હતી.

ડો.સુરેશ દલાલે એમનાં ૮૦ વર્ષના સક્રિય જીવન દરમ્યાન ઘણા વિષયો ઉપર એમની આગવી શૈલીમાં પુષ્કળ દિલચસ્પ અને લોક પ્રિય કાવ્યોનું સર્જન કર્યું હતું.આ કાવ્યોમાં ડોસા-ડોસી કાવ્યો જેવો હળવો વિષય પકડીને કે મૃત્યુ જેવા ગંભીર વિષય ઉપર પણ એમની કલમ ચલાવી હતી.

“મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મુકીએ છીએ

એ પહેલાં

હૃદય પર પથ્થર મુકવો પડે છે.”

–સુરેશ દલાલ

જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એ વ્યક્તિના જીવનનો અંત આવી જાય છે,જીવન પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. કોઈ સ્વજનના મૃત્યુ બાદ એના શબ પર ફૂલ મુકવાનું કામ નજીકના સંબંધી માટે સહેલું હોતું નથી. હૃદય ઉપર પથ્થર મુકીને એટલે કે ફૂલ મુકનાર હૃદયને કઠીન બનાવીને જ ફૂલ મુકવાનું કાર્ય કરતો હોય છે.

જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે.એક વખત જે શરીર મિત્ર જેવું હતું અને માગ્યું કામ કરી આપતું હતું એ શરીર ઘડપણમાં નબળું પડે છે, અનેક રોગોનું ઘર બની જાય છે.જાણે કે એ મિત્ર મટીને વેરી એટલે કે દુશ્મન બની જાય છે.એક વખતનો શરીરનો અમૃત કુંભ અંતે ઝેરી બને છે.જીવનમાં જે મનોરથો હતા એ ઘડપણના દાવાનળમાં વધેરાઈ જાય છે.એક વખત દોડતા પગ હવે ઢીલા પડી જાય , આંખે ઝાંખપ આવી જાય છે વિગેરે અનેક ફેરફારો વિષે એમનાં નીચેનાં અછાંદસ કાવ્યોમાં એમના વિચારો ડો.સુરેશ દલાલે રજુ કર્યા છે.

મૃત્યુ અગાઉ ડો.દલાલની તબિયત ઘણો વખત માટે નાદુરસ્ત રહી હતી.જીવનની ઢળતી ઉંમરે એમણે ઘડપણ અને મૃત્યુ જેવા ગંભીર વિષય પર એમના મનોમંથનમાંથી જન્મેલ અછાંદસ કાવ્યો રચ્યાં એમાંથી મને ગમેલ કેટલાંક ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત કાવ્યો આજની પોસ્ટમાં નીચે રજુ કરેલ છે.

કાવ્ય..૧.

દોસ્ત જેવું શરીર મારું વીફરે વેરી થઇને.
અમૃતનો એક કુંભ અંતે પ્રકટે ઝેરી થઈને.

તનોમંથન ને મનોમંથન
કે મંથનનું એક ગામ
દુકાળને અતિવૃષ્ટિથી
આ જીવન થયું બદનામ.

દાવાનળમાં મનોરથોને સાવ વધેરી દઈને
દોસ્ત જેવું શરીર મારું વીફરે વેરી થઈને.

પગ અટક્યા છે, આંખે ઝાંખપ
કાનને અવાજ ના ઉકલે
થાક થાકની ધાક શરીરમાં
પેઠી તે નહીં નીકળે.

ઉભો થઈશ કે નહીં : ખાટલો આ ખંખેરી દઈને ?
દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઇ ને.

કાવ્ય.૨

આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે : હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને સ્પર્શ નથી વરતાતો.

સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા, લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કંઈ કશું નહિ, વહી ગયેલી વય.

પંખી ઉડ્યું જાય ને પછી કંપે જરી ડાળી……

કાવ્ય-૩

દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
ક્યારેક ક્યારેક અહીં ઉગે છે ચંદ્ર પૂર્ણ, મધુરો.

આમ ને આમ આ શૈશવ વીત્યું
ને વહી ગયું આ યૌવન,
વનપ્રવેશની પાછળ પાછળ
ધસી આવતું ઘડપણ.

સ્વાદ બધોયે ચાખી લીધો : ખાટો, મીઠો, તૂરો.
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.

હવે બારણાં પાછળ ક્યાંક તો
લપાઈ બેઠું મરણ,
એણે માટે એકસરખા છે
વાઘ હોય કે હરણ.

ઝંખો, ઝૂરો, કરો કંઈ પણ : પણ મરણનો માર્ગ શૂરો,
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.

ઉપર મુજબનાં ઘડપણ અને મૃત્યુ જેવા ગંભીર વિષય વિશેનાં કાવ્યો ડો.સુરેશ દલાલે રચ્યાં હતાં તો એમની બીમારી વચ્ચે પણ મસ્તીના મિજાજ સાથે જીવનની સકારાત્મક બાજુને રજુ કરતાં જીવન પ્રેરક કાવ્યોમાંથી બે કાવ્યો કાવ્ય નીચે પ્રસ્તુત છે.

કાવ્ય-૪ મરણ તો આવે ત્યારે વાત

મરણ તો આવે ત્યારે વાત
અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત.

ખીલવાનો આનંદ હોય છે,
ખરવાની કોઈ યાદ નથી.
સુગંધ જેવો ભીનો ભીનો
વરદાન સમો વરસાદ નથી.

સોના જેવો દિવસ, રૂપા જેવી રાત
મરણ તો આવે ત્યારે વાત

હરતા રહેવું, ફરતા રહેવું
ઝરણાની જેમ વહેતા રહેવું
મહેફિલને મનભરીને માણી
જલસા જલસા કહેતા રહેવું

જીવન અને મરણની વચ્ચે નહીં પ્રશ્નો, પંચાત.
મરણ તો આવે ત્યારે વાત.

કાવ્ય -૫ આપણી રીતે રહેવું

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક:
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

–ડો.સુરેશ દલાલ

( 1043 ) સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૫મી પુણ્યતિથીએ સ્મરણાંજલિ

આજે ભલે નથી નજર સામે,તમે ઓ દિવ્યાત્મા,
સ્મૃતિ મૂર્તિ તમારી બિરાજે અમ હૃદય મંદિરમાં

આજે ૧૪ મી એપ્રિલ ,૨૦૧૭  એ મારાં ધર્મ પત્ની સ્વ. કુસુમ વી. પટેલ ની ૨૫મી પુણ્યતિથીનો દિવસ છે.

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,
ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ ,પાનખર બની ખરી ગયાં !

આજના આ દિવસે મારી આ રચનાથી સ્વ. કુસુમને શ્રધાંજલિ આપું છું.

તૂટેલી પરિવાર સાંકળ

એ ગોઝારા દિને અમોને ક્યાં ખબર હતી કે ,
પ્રભુ તમારા નામનો સાદ પાડી બોલાવી લેશે.

એ દિવસે પ્રભુએ જ્યારે તમોને બોલાવી લીધાં,
કેટલાં બધાં સ્મરણો પાછળ મૂકીને તમે ગયાં!

તમોને ગુમાવીને હૃદય ભંગ થયાં પરિવાર જનો,
તમારા જતાં જાણે એક શૂન્યાવકાશ રચાઈ ગયો.

પરીવાર સાંકળ તૂટી ગઈ છે તમારા વિદાય થતાં,
તો પણ લાગ્યા કરે,તમે છો અહીં જ આસપાસમાં.

પ્રભુ જ્યારે એક દિવસ અમોને પણ બોલાવી લેશે,
તૂટેલી એ પરીવાર સાંકળ પાછી ફરી સંધાઈ જશે.

વિનોદ પટેલ,૪-૧૫-૨૦૧૭

 “કુસુમાંજલિ “ -ઈ બુક

આ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી એમની ૨૩મી પુણ્યતિથીએ મારાં કાવ્યો ,વાર્તાઓ ,ચિંતન લેખો ,ભજનાવલિ,સ્વ.કુસુમબેનની જીવન ઝરમર વિગેરે સાહિત્ય સામગ્રીનો નો સમાવિષ્ટ કરી “કુસુમાંજલિ ” નામની એક ઈ-પુસ્તક પ્રતિલિપિના સહકારથી પ્રકાશિત કરવામાં આવી હતી.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આ ઈ-બુક વાંચી શકાશે.

(પ્રકાશન-તારીખ – ૧૪મી એપ્રિલ ૨૦૧૫)

The song is ended …. but the melody lingers ……

-Irving Berlin

 શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં

ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું.

કોની લાગી રહી છે બીક બિન કારણ તને.

કોઈ તને મારી નાખશે એવી બીક છે તને?

આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.

ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે

જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે

જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે

બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં

ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?

વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન.

શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું.

શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે,

શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો

ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો

જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં.

દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું

તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે

જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું.

ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું

ખાલી હાથે જ વિદાય થવાનો છે તું.

જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું

થાશે એ બીજાનું આવતી કાલે અને પછી.

બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો

સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે.

જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને

જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું.

ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે.

પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે

માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે.

એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ

બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં.

મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા

ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા

એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી.

આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં

અને “તું” છે એમ કહે છે,એ તારો દેહ કદી નથી.

દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી

દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી.

કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી “તું” કોણ છું ?

સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને

અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે.

પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે

શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે.

જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ

જો પછી કેવી સદાને માટે—-

આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .

અંગ્રેજીમાંથી અનુવાદ  – વિનોદ પટે