વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1037 ) એપ્રિલ-રાષ્ટ્રીય કવિતા માસ- National Poetry Month / મારી બે અંગ્રેજી કવિતાઓ

Poems are a form of music, and language just happens to be our instrument—language and breath.”
—Terrance Hayes,
Academy of American Poets Chancellor (2017– )

અમેરિકા અને કેનેડામાં આખો એપ્રિલ મહિનો નેશનલ પોએટ્રી મન્થ National Poetry Month  તરીકે ૧૯૯૬ થી ઉજવવામાં આવે છે.આ ઉજવણીની વ્યવસ્થા એકેડેમી ઓફ અમેરિકન પોએટ્સ Academy of American Poets દ્વારા થાય છે. ઉજવણીનો હેતુ કવિતાના પ્રચાર, પ્રસાર, સર્જન અને સંવર્ધનનો છે.આ સંસ્થાની વેબ સાઈટ https://www.poets.org/ છે જેના પર એની પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી છે.

અંગ્રેજી કવિતાઓને પ્રોત્સાહિત કરતી એક બીજી સંસ્થા Poetry .com છે. તેઓ ઉગતા કવિઓ માટે હરીફાઈઓ યોજે છે .એની વેબ સાઈટ http://www.poetry.com/ છે.

કવિતા,કાવ્ય કે પદ્ય એટલે શું ? 

काव्य, कविता या पद्य

કવિતાને કાવ્ય કે પદ્ય પણ કહેવામાં આવે છે.કવિતા,કાવ્ય કે પદ્ય શું છે એ હિન્દી વિકિપીડીયાની આ લીંક પર  ખુબ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે.

મારી બે અંગ્રેજી કવિતાઓ

સપ્ટેમ્બર ૨૦૧૧થી મેં આ વિનોદ વિહાર બ્લોગ શરુ કર્યો એ અગાઉ નિવૃત્તિની નવરાશમાં કોઈ કોઈ વાર અંગ્રેજીમાં કાવ્યોની રચના  માટે મેં હાથ અજમાવેલો.૨૦૦૮ માં મારું એક અંગ્રેજી કાવ્ય Train of life ને The International Library of Poetry ની વેબ સાઈટ www.poetry.com માં The International Who’s Who in Poetry માં મોકલ્યું હતું.

મારા આશ્ચર્ય વચ્ચે આ કાવ્યને poetry.COM તરફથી નીચે મુજબનો Editor’s Choice Award પ્રાપ્ત થયો હતો.

આ અંગ્રેજી કાવ્ય Train of life નીચે પ્રસ્તુત છે.

Train of life

Looking out of window of a speeding train,
My eager eyes see all things far and near,
Green trees, fields, flowers and flowing river ,
My mind contemplating on nature’s gifts.
Enjoying cool soothing breeze from out side,
When sleep took over me, I did not know.
When train stopped at my destination station,
I got down and headed towards my sweet home.
My mind all the time in contemplating mood,
Thought,is it not true,the journey of our life,
Is also like the journey of the train I just had?
When destination station of death arrives,
Do we not too get down from train of life ,
And heading towards holy home of God?
– Vinod Patel , March 4,2008

૨૦૦૬ માં લખેલું એક બીજું અંગ્રેજી કાવ્ય Lost Paradise મારી નોટબુકમાં છે એ નીચે પ્રસ્તુત છે.

આ કાવ્ય રચનામાં પોતાની પત્નીને ગુમાવનાર અને એના મૃત શરીરની બાજુમાં ઉભેલા અંદરથી રડી રહેલા એક પતિના હૃદયના ભાવ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

Lost Paradise

On that day when my dear wife passed away,
I stood still very near her lifeless cold body,
My misty eyes riveted on her closed eyes,
And her serene,still beautiful looking face,
Which now no longer be admired ever again!

A trail of  memories unfolded in my mind,
As if mind’s eyes are seeing movie on screen.
On the day she gave birth to our first child,
What a boundless joy and bliss we had felt!
We basked in our jointly created paradise !

My world will now be changed  profoundly.  
Like a kite just  cut off  from its strings,
I too did not know which direction I will go,
Suddenly found me  roaming in wilderness.

With heavy heart, head bowed,hands folded,
I prayed God to  take her to His Holy Abode,
May her soul rest in peace she well deserved,
Yes,on that fateful and tragic day,

My beautiful paradise was lost for ever !

Vinod Patel ..9-27-2006

આ પોસ્ટની શરૂઆતમાં જણાવ્યું એમ આ એપ્રિલ મહિનો એ કવિતાઓ માટેનો મહિનો છે.આ એપ્રિલ મહિનામાં મારાં અથવા તો અન્ય કવિઓનાં મને ગમતાં કાવ્યો વિનોદ વિહારમાં મુકવા વિચાર છે.

–વિનોદ પટેલ 

 

 

5 responses to “( 1037 ) એપ્રિલ-રાષ્ટ્રીય કવિતા માસ- National Poetry Month / મારી બે અંગ્રેજી કવિતાઓ

  1. vimala એપ્રિલ 5, 2017 પર 12:36 પી એમ(PM)

    આપના કાવ્યો માણવાની રાહમાં છીએ.

    Like

  2. હરીશ દવે (Harish Dave) એપ્રિલ 5, 2017 પર 10:35 પી એમ(PM)

    સુંદર કૃતિઓ. અંદર કાંઈક હલચલ કરી શકે તેવાં કાવ્યો.
    માત્ર ‘નાઇસ” કે “ગુડ” કહીને છૂટી પડાય તેમ નથી, વિનોદભાઈ!
    અંગ્રેજી ભાષામાં જે શબ્દપ્રયોગો સાથે આપે કાવ્યરચના કરી છે, તે કાબિલે-તારીફ છે. જીવન સાચે જ એક મુસાફરી છે… આ સત્ય આપણે સૌ જાણીએ છીએ, પણ તેને શબ્દગૂંથણી કરી આપે જે રીતે મૂક્યું છે તે વિચાર જગાવે છે.
    પ્રિય પાત્રની વિદાય કલ્પનાતીત ઘટના હોય છે. આ ઘટનાના મનોભાવો આપના કાવ્યમાં શબ્દચિત્ર રૂપે ઊભરે છે અને જેની પાસે ધડકતું હૃદય છે તેનો એક ખૂણો ભીંજવી જાય છે.

    આપનું કાવ્યહૃદય હજી ઘણું ઘણું કહી શકે તેમ છે. આપ કાવ્ય-સરિતા અસ્ખલિત વહેતી રાખો. વિનોદભાઈ! મિત્રભાવે હું આગ્રહ કરું છું.

    Like

  3. હરીશ દવે (Harish Dave) એપ્રિલ 5, 2017 પર 11:17 પી એમ(PM)

    વિનોદભાઈ! આપ પાસે અભિવ્યક્તિ છે, સર્જનશીલતા છે.
    આપ આપને સર્જકશક્તિને મુક્ત મને વહેવા દો તો સાહિત્યને આપની સેવાનો કેટલો મોટો લાભ મળે!

    ગુજરાતી ભાષામાં સૌ બ્લૉગર્સ મિત્રો ભારે ઉત્સાહથી ગુજરાતી નેટ જગતને વિકસાવી રહ્યા છે. આ ગુજરાતી ભાષાના ગૌરવની વાત છે. તેમની ધગશને સલામ!
    ઘણા બધાં બ્લૉગની મુલાકાત લીધાં પછી મેં નોંધ્યું છે કે ગુજરાતી નેટ જગતમાં સર્જકોની કમી નથી. ઘણાં બધાં બ્લૉગર્સની સર્જનશક્તિ પ્રશંસનીય છે. કેટલાંક તો બહુ જ સુંદર રીતે ગદ્ય -પદ્ય બ્લૉગ્સ પ્રકાશિત કરી રહ્યાં છે. પોતાની કૃતિઓ પણ મૂકે છે, યા તો ખૂણે ખાંચરેથી વાંચેલ-મેળવેલ જ્ઞાન- માહિતીને પોતાના શબ્દોમાં ઢાળીને અદના ગુજરાતી માટે પીરસે છે. કેવું સરસ! આમાં નવયુવાનથી માંડી સિનિયર સિટિઝન પણ છે. તે સૌને અભિનંદન.
    વર્ડપ્રેસનું રિ-બ્લૉગિંગ ફીચર ઉપયોગી તો છે જ, કે જે થકી ઓછા જાણીતા લેખ પ્રકાશમાં આવે છે. સારી કૃતિઓ યોગ્ય હેતુથી પુન: પ્રસિદ્ધિમાં આવે તે ક્યારેક જરૂરી બની શકે. પણ તેનો દુષ્પ્રભાવ ગુજરાતી બ્લૉગિંગમાં સર્જનશીલતાની ઓટ રૂપે પ્રગટ થઈ રહ્યો છે. આ દુ:ખદ છે.
    તેનું મહત્ત્વ હવે બ્લૉગે બ્લૉગે દેખાય છે. આ પ્રવાહ રોકાય તે માટે કોપી-પેસ્ટ કે રિ-બ્લૉગિંગ મર્યાદિત કરી નવસર્જનની પ્રેરણા જરૂરી છે. આપ સમા સર્જકો પાસેથી આ પ્રેરણા મળીશકે તેમ છે.
    જે બ્લૉગર મિત્રો સર્જન કરી શકે છે તે સૌ શક્ય હોય ત્યાં સુધી સ્વરચિત કૃતિ/ સર્જન અથવા તો કાંઈક જાણ્યું-કાંઈક અજાણ્યું શોધી-વાંચીને ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં વસેલ ગુજરાતી સુધી પહોંચાડવાની ભેખ લે તો ગુજરાતની મોટી સેવા થશે. ગુજરાતનાં ગામડાં સુધી ઇંટરનેટ પહોંચ્યું છે, પણ અંગ્રેજી ભાષાની સાઇટ્સ કે અંગ્રેજી લેખ સમજવા પચાવવાનું તેમના માટે શક્ય નથી. આપણે આ સૌને ઉત્તમ કૃતિઓ – જ્ઞાન-માહિતી સભર લેખ પીરસવાના છે.
    વિનોદભાઈ! આપની અંગ્રેજી ભાષાની કૃતિઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. આપે જો પ્રકાશિત ન કરી હોત તો અમને કોઈને આપની સર્જનશીલતાનો આવો પરિચય ન થયો હોત!
    આપણે સૌ આવી ઉદાત્ત ભાવનાથી કામ કરતા રહીશું તો ગુજરાતી ભાષાને નવી ઊંચાઈ પર મૂકી શકીશું .
    ફરી આપને અભિનંદન!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: