વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1043 ) સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૫મી પુણ્યતિથીએ સ્મરણાંજલિ

આજે ભલે નથી નજર સામે,તમે ઓ દિવ્યાત્મા,
સ્મૃતિ મૂર્તિ તમારી બિરાજે અમ હૃદય મંદિરમાં

આજે ૧૪ મી એપ્રિલ ,૨૦૧૭  એ મારાં ધર્મ પત્ની સ્વ. કુસુમ વી. પટેલ ની ૨૫મી પુણ્યતિથીનો દિવસ છે.

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,
ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ ,પાનખર બની ખરી ગયાં !

આજના આ દિવસે મારી આ રચનાથી સ્વ. કુસુમને શ્રધાંજલિ આપું છું.

તૂટેલી પરિવાર સાંકળ

એ ગોઝારા દિને અમોને ક્યાં ખબર હતી કે ,
પ્રભુ તમારા નામનો સાદ પાડી બોલાવી લેશે.

એ દિવસે પ્રભુએ જ્યારે તમોને બોલાવી લીધાં,
કેટલાં બધાં સ્મરણો પાછળ મૂકીને તમે ગયાં!

તમોને ગુમાવીને હૃદય ભંગ થયાં પરિવાર જનો,
તમારા જતાં જાણે એક શૂન્યાવકાશ રચાઈ ગયો.

પરીવાર સાંકળ તૂટી ગઈ છે તમારા વિદાય થતાં,
તો પણ લાગ્યા કરે,તમે છો અહીં જ આસપાસમાં.

પ્રભુ જ્યારે એક દિવસ અમોને પણ બોલાવી લેશે,
તૂટેલી એ પરીવાર સાંકળ પાછી ફરી સંધાઈ જશે.

વિનોદ પટેલ,૪-૧૫-૨૦૧૭

 “કુસુમાંજલિ “ -ઈ બુક

આ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી એમની ૨૩મી પુણ્યતિથીએ મારાં કાવ્યો ,વાર્તાઓ ,ચિંતન લેખો ,ભજનાવલિ,સ્વ.કુસુમબેનની જીવન ઝરમર વિગેરે સાહિત્ય સામગ્રીનો નો સમાવિષ્ટ કરી “કુસુમાંજલિ ” નામની એક ઈ-પુસ્તક પ્રતિલિપિના સહકારથી પ્રકાશિત કરવામાં આવી હતી.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આ ઈ-બુક વાંચી શકાશે.

(પ્રકાશન-તારીખ – ૧૪મી એપ્રિલ ૨૦૧૫)

The song is ended …. but the melody lingers ……

-Irving Berlin

 શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં

ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું.

કોની લાગી રહી છે બીક બિન કારણ તને.

કોઈ તને મારી નાખશે એવી બીક છે તને?

આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.

ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે

જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે

જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે

બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં

ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?

વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન.

શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું.

શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે,

શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો

ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો

જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં.

દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું

તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે

જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું.

ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું

ખાલી હાથે જ વિદાય થવાનો છે તું.

જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું

થાશે એ બીજાનું આવતી કાલે અને પછી.

બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો

સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે.

જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને

જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું.

ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે.

પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે

માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે.

એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ

બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં.

મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા

ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા

એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી.

આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં

અને “તું” છે એમ કહે છે,એ તારો દેહ કદી નથી.

દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી

દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી.

કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી “તું” કોણ છું ?

સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને

અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે.

પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે

શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે.

જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ

જો પછી કેવી સદાને માટે—-

આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .

અંગ્રેજીમાંથી અનુવાદ  – વિનોદ પટે

16 responses to “( 1043 ) સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૫મી પુણ્યતિથીએ સ્મરણાંજલિ

 1. smdave1940 એપ્રિલ 14, 2017 પર 1:27 એ એમ (AM)

  ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.

  Like

 2. jugalkishor એપ્રિલ 14, 2017 પર 1:46 એ એમ (AM)

  વીતે વર્ષો, જાણે પળ પળ સમો આગળ ધસે,
  પળો વીતે, જાણે અહીં જ અહીં આત્મા તવ વસે !
  અધુરા આયુષ્યે તવ ગમન હૈયે નવ વસે,
  રહ્યું જે આયુષ્ય – અમ સહુ કને તે નવ ખસે !

  વીત્યાં વર્ષો તેમાં સ્મરણ તવ સાદ્યાંત વરસે,
  રહ્યાં વર્ષો તેમાં સ્મરણ તવ આધાર બનશે !

  Like

 3. pravinshastri એપ્રિલ 14, 2017 પર 4:16 એ એમ (AM)

  અશ્રુ સર્યા હૃદયમાંથી; , આંખ માત્ર ભીની જ રહી. આપની સમ્ર્ણાંજલિ સાથે મારી પણ શાંતિ પ્રાર્થના.

  Like

 4. chaman એપ્રિલ 14, 2017 પર 9:02 એ એમ (AM)

  આવો ભઈ હરખા આપણ બેઉ સરખા! કાશ, કુસુમભાભી તમારી સાહિત્યિક પ્રગતિ જોઈ શકતા હોત તો એમને તમારાથી છૂટા પડવાનું દુ;ખ ઓછુ થતે! અવિનાશ એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના.-‘ચમન’

  Like

 5. Anila Patel એપ્રિલ 15, 2017 પર 12:23 એ એમ (AM)

  Sv. Kusumben-ne hardik shaddhanli.
  Khot koi koini poori nathi shaktu, jatsya hi dhruvo mrutyu e svikarvij rahyu.
  Ishvar emana aatmane shanti arpe.

  Like

 6. pragnaju એપ્રિલ 19, 2017 પર 3:25 પી એમ(PM)

  સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૫મી પુણ્યતિથીએ અમારી સ્મરણાંજલિ

  Like

  • pragnaju એપ્રિલ 19, 2017 પર 3:43 પી એમ(PM)

   ૧૪મી એપ્રિલ – ભારતભરમાં આ દિવસને પણ ‘ફાયર સર્વિસ ડે’ તરીકે ઉજવણી થાય અને મુંબઇ ડોકયાર્ડમાં ભાગ વિસ્ફોટની વિનાશક ઘટનામાં શહિદ થયેલ જવાનો ઉપરાંત દેશની તમામ ફાયર સર્વિસમાં વર્ષ દરમિયાન પોતાની જાનની પરવાહ કર્યા વિના અન્યની જાન બચાવતા દેશના ફાયરના જવાનોને પણ આ દિવસે બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવે છે, તેમજ લોકો આગ-અકસ્માત વિશે વિશેષ જાણકારી મેળવે અને સાવચેતી માટે પુરતા પ્રયત્નો કરે તે માટે વિવિધ કાર્યક્રમો તમામ ફાયર સર્વિસીઝ દ્વારા લોકજાગૃતિ અને લોકશિક્ષણના કાર્યક્રમો કરવામાં આવે છે.
   ચિ પરેશ બીઇ ફાયર એન્જી તેથી આ દિવસનું અમારે બધાને મહત્વનું…
   અમદાવાદ મા ફાયર ઓફીસર તરીકે હતો ત્યારે અમારે અમારા મિત્રોને ત્યા નારણપુરા જવાનું થતુ…
   ૧૯૯૨મા ત્યારે કુસુમબેનને વિદાય…! હરિને ગમ્યું તે ખરું

   Like

  • Vinod R. Patel એપ્રિલ 19, 2017 પર 5:08 પી એમ(PM)

   આપની સદભાવના માટે ખુબ આભાર

   Like

 7. P. K. Davda એપ્રિલ 24, 2017 પર 7:04 એ એમ (AM)

  ૨૫ વરસની તો હું કલ્પના પણ નથી કરી શકતો. બે વરસમાં જ હું પાંગળૉ થઈ ગયો છું. જીવનમાં આનાથી મોટી સજા બીજી કોઈ હોઈ જ ન શકે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: