• Home
  • અનુક્રમણિકા
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ
  • મનપસંદ વિભાગો
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ

વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મુખ્ય પૃષ્ઠ

1063- અર્વાચિંતનમ્ -શું ખાવું? શું પીવું?……..શ્રી પરેશ વ્યાસ                                                                                             

5 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on જૂન 9, 2017

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ નિરવ રવે માં એમના સુપુત્ર જાણીતા કોલમ લેખક શ્રી પરેશ વ્યાસ લિખિત સામાન્ય આરોગ્યને લગતો આ લેખ અને એમાં રજુ થયેલા વિચારો મને ગમ્યા .આ બન્ને વિદ્વાન મા-દીકરાના આભાર સાથે વિ.વિમાં એને સહર્ષ રી-બ્લોગ કરું છું.વાચકોને એ ગમશે અને ઉપયોગી જણાશે.-વિનોદ પટેલ             

                     અર્વાચિંતનમ્ -શું ખાવું? શું પીવું?    

                                     પરેશ વ્યાસ   

                                                                                       શું ખાવું? શું પીવું?

Paresh Vyas

વજન વધે છે. કસરત કરવાનાં કામચલાઉ અભરખા ગ્રીષ્મની ગરમી સાથે બાષ્પીભવન થઇ જાય છે. ઉપવાસ કરાય? કોને ખબર? અમે કાંઈ ના ખાઈએ તો ય વજન રાજાનાં કુંવરની માફક રાતે ના વધે એટલું દિવસે અને દિવસે ના વધે એટલું રાતે વધે છે. દુનિયાનાં લોક  લબાલબ ખાય પણ એને કાંઈ ના થાય. અને અમે….? શું સાલી જિંદગી છે? અકબર અલાહાબાદી એવું કહી ગયા’તા કે હમ આહ ભી કરતે હૈ તો હી જાતે હૈ બદનામ, વો કત્લ ભી કરે તો ચર્ચા નહીં હોતા. અમે જરા ખાઇએ, પીએ કે વજન વધી જાય. અમે ચર્ચાઇ જઇએ. વગોવાઇ જઇએ. કરવું શું? કોઈ કહે કે ગ્રીન ટી પીવો. એનાં પોલીફેનોલ્સ અને કેફેઈન શરીરની ચરબી બાળે છે. ગ્રીન ટી એટલે દૂધ અને ખાંડ વિનાની ચા. એ તો કઈ રીતે પીવાય? રગડા જેવી કડક મીઠી ચા પીનારાં છ કરોડ ગુજરાતીઓને એ ભાવે કઇ રીતે?

આહારશાસ્ત્રી એલી ક્રીગારે ‘વોશિંગ્ટન પોસ્ટ’ અખબારનાં માધ્યમથી તાજેતરમાં કહ્યું કે લીલી ચા, લાલ મરચું, આખા ધાન અને પ્રોટીન આપણા શરીરનું મેટાબોલિઝમ (ચયાપચય ક્રિયા) વધારે છે. કેલોરી બળી જાય. ચરબી જામે નહીં. માટે મેટાબોલિઝમ વધે એવું ખાઓ પીઓ તો સારું. પણ આ પૂર્ણ સત્ય નથી. માત્ર એની પર આધાર ન રાખી શકાય. ત્રણ કપ ગ્રીન ટી પીઓ તો કેલોરી બળે પણ કેટલી? એક શિંગદાણા જેટલી. લો બોલો… ભારતીય આહારશાસ્ત્રી ઋજુતા દિવેકર તો કહે છે કે લીલી ચા તમને પાતળા કરે તેવી જાહેરાત ભ્રામક છે.

ગ્રીન ટી, વ્હાઇટ ટી, ઊલુંગ ટી, બ્લેક ટીમાં કોઇ ફેર નથી. ઋજુતાનાં કહેવા મુજબ આપણી જીભની સ્વાદગ્રંથિને જે ચા ન ભાવે એ ન પીવી જોઇએ. ઋજુતા તો ઘી ખાવાની ય ભલામણ કરે છે. ઋજુતાની વાત માનવી જોઇએ કારણ કે કરીના કપૂર અને અનંત અંબાણી પણ એની વાત માને છે.

એલી ક્રીગાર કે ઋજુતા દિવેકર, બન્ને માને છે કે કસરતનો કોઇ વિકલ્પ નથી. અથવા એમ કહીએ કે નિયમિત કસરતનો કોઇ વિકલ્પ નથી. ઋજુતા નામ પ્રમાણે ઋજુ છે એટલે વધારે પડતી નહીં પણ ત્રણ દિવસે એક વાર નિયમિત કસરત કરવા ભલામણ કરે છે. બન્ને અહારશાસ્ત્રીઓ ફાસ્ટફૂડનાં પ્રબળ વિરોધી છે. પણ અમને ઋજુતા ગમે છે કારણ કે એ વરસાદી માહોલમાં ગરમ ભજીયા કે સમોસા ખાવાને ક્રાઇમ ગણતા નથી. જો ભી મન મારકે સમોસા નહીં ખાતા હૈ ઉસકો હાર્ટએટેક આને કે ચાન્સીસ જ્યાદા હૈ! એવું એ છડે ચોક કહે છે.

સમોસા આજકાલ એરફ્રાય કરેલાં મળે છે. એવા સમોસા ફ્લાઇંગ કિસ જેવા હોય. ફ્લાઇંગ કિસમાં તે વળી શી મઝા આવે? ખરેખરા હોઠ એકાકાર થાય એવા આવેગાત્મક ચુંબનમાં જે મઝા હોય એવી મઝા ફ્લાઇંગ કિસમાં નથી. હા, તેલમાં તળેલા સમોસા આરોગવાથી રીઅલ કિસની ફીલ ચોક્કસ મળે. આ વાત ઋજુતાએ પોતે કહી છે. એ એમ પણ કહે છે કે કોઇ પણ પેક થયેલાં ખાદ્ય પદાર્થો જેવા કે બિસ્કિટ્સ, ચિપ્સ, ઓટ્સ, નૂડલ્સ વગેરે ક્યારેય ખાવા નહીં. તેલની વાત કરીએ તો ઓલિવ ઓઇલ સારું અને શીંગતેલ નઠારું, એવું જરાય નથી. તેલ ફિલ્ટર્ડ હોવું જોઇએ, રીફાઇન્ડ ન હોવું જોઇએ. રીફાઇન્ડ તેલ નુકસાન કરે.

કોઇ કહે કે રોજ આટલા લીટર પાણી તો પીવું જ જોઇએ. અરે ભાઇ! એવું કાંઇ નથી. પેશાબ પીળો ન થાય એટલું પાણી પીવું. તંઇ શું?આપણે શું કરવું? બજારમાંથી કાંઇ રેડીમેડ પેક્ડ ફૂડ લાવવું નહીં. તેલ રીફાઇન્ડ હોય એ ન ચાલે. ઘી ખાઇ શકાય. કસરત કરતા રહેવાય. પેઇડ કે અનપેઇડ સલાહકારોનો કોઇ તંત નથી. તમે તમારા શરીરને જેટલું જાણો એટલું બીજું કોઇ જાણે નહીં. કોઇની વાત માનવી નહીં. ડોક્ટર્સને સાંભળવા પણ કરવું એ જે તમને ઠીક લાગે. ડોક્ટર્સ તો એવું કહે કે સ્વાદમાં સારું લાગે તે સઘળું થૂંકી નાંખો. એવું તે કાંઇ થોડું હોય? પણ…ઓછું ખાવું, તાજું ખાવું, ઘરનું ખાવું, ભાવે તેવું ખાવું, ભારતીય ખાણું ખાવું.. 

સાભાર .. niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક

Share this:

  • Twitter
  • Email
  • LinkedIn
  • Facebook
  • WhatsApp

Like this:

Like Loading...

Related

આરોગ્ય, ચિંતન લેખ, પરેશ વ્યાસ, રીબ્લોગ આરોગ્ય, પરેશ વ્યાસ, રી-બ્લોગ
← 1062 – મોબાઇલ ….. કડવું છે પણ સત્ય છે. 1064- આજે યામિની ગૌરાંગ વ્યાસ ના ૫૮મા વર્ષના પ્રવેશે…. →

5 responses to “1063- અર્વાચિંતનમ્ -શું ખાવું? શું પીવું?……..શ્રી પરેશ વ્યાસ                                                                                             ”

  1. vimala જૂન 9, 2017 પર 11:01 એ એમ (AM)

    પેઇડ કે અનપેઇડ સલાહકારોને વણસુણ્યા કરીને  શ્રી પરેશભાઈની આ વાતો વ્યવહારિક માનીને ચાલવાનું મને તો ગમે. 
    બહુ સરસ લેખ ગમ્યો,મજા આવી.. વિદ્વાન મા-દીકરા સાથે વડિલ વિનોદભાઈનો ખુબ-ખુબ આભાર.

    LikeLike

    જવાબ આપો
  2. Mera Tufan જૂન 9, 2017 પર 5:58 પી એમ(PM)

    ઓછું ખાવું, તાજું ખાવું, ઘરનું ખાવું, ભાવે તેવું ખાવું, ભારતીય ખાણું ખાવું..

    LikeLike

    જવાબ આપો
  3. pravinshastri જૂન 10, 2017 પર 7:54 એ એમ (AM)

    સ્વાદમાં સારું લાગતું હોય, ભાવતું હોય, જેને જોતાં જ મોમાં રસાસ્વાદ ટપકવા માંડતો હોય એ બધું જ પ્રેમ પૂર્વક આરોગવામાં આ શાસ્ત્રી માને છે. કોઈ ન્યુટ્રિશિયનનું ડહાપણ એ માનતો નથી. દરેક માનવીનું મેટાબોલિઝમ તેના ડીએનઍની જેમ અલગ હોવાનું. હવે બીજા પંચોતેર કે પંચ્યાસી નથી મળવાના. જલસા કર જલસા.

    LikeLike

    જવાબ આપો
    • Vinod R. Patel જૂન 10, 2017 પર 8:52 એ એમ (AM)

      તમારી વાત આ લેખના લેખકની વાતની પુરતી કરે છે. ચાર્વાક મુની પણ કહી ગયા છે – અલ્યા દેવું કરીને પણ ઘી પી .

      LikeLike

      જવાબ આપો
  4. દીપક જૂન 23, 2017 પર 1:29 એ એમ (AM)

    સાવ સાચી વાત છે. ફેસબુક, વોટ્સેપ અને ન્યૂઝ-મિડીયા દ્વારા વાતનું વતેસર થતું રહે છે. મને કહો કયા પિત્ઝા તમને મસાલા ઢોસાથી ટેસ્ટી લાગે છે? ટેસ્ટતો જાણે સમજ્યા પણ મસાલા ઢોસા પચવામાં પિત્ઝા કરતા સરળ કે નહીં? કેલેરી ઓછી કે નહીં? સંભારમાંથી કેટલું પ્રોટીન-વિટામન મળી રહે કે નહીં?
    ઘરનું ખાવાનું રોજ રોજ ખવાતું હોવાથી કંટાળી જવાતું હોય તો અડોસ-પડોસ, સગા-સબંધીને ત્યાં જમી આવવાનો પ્રોગ્રામ બનાવવો! નક્કી…ટેસ્ટ બદલાશે, બાળકોને મજા પડશે, પ્રેમ વધશે અને પૈસા પણ બચશે.

    LikeLike

    જવાબ આપો

પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. ( Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. ( Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. ( Log Out /  બદલો )

રદ

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

RSS feed

RSS આજનો સુવિચાર

  • Alexander Pope
    "Never find fault with the absent."
  • Anton Chekhov
    "To advise is not to compel."
  • Baltasar Gracian
    "Dreams will get you nowhere, a good kick in the pants will take you a long way."

જનની – જનકને પ્રણામ

સ્વ. ધર્મપત્નીની યાદમાં ઈ-પુસ્તક

ફેસબુક પર વિનોદ પટેલ !

ઈ-વિદ્યાલય

ગુજરાતી ભાષાને નવલું નજરાણું

‘બની આઝાદ’ – ઈ બુક

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..

  • 1,301,284 મુલાકાતીઓ

નવી વાચન પ્રસાદી ..

  • વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
  • ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
  • સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
  • જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
  • ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
  • સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
  • Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
  • 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020

વાચકોના પ્રતિભાવ

અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે….
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ…
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ …
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા

વિભાગો

Follow by Email

Email address...
Submit

Join 375 other followers

પ્રકીર્ણ

  • રજિસ્ટર
  • લોગ ઇન
  • Entries feed
  • Comments feed
  • WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com

પૃષ્ઠો

  • અનુક્રમણિકા
  • ગુજરાતી બ્લૉગ્સ/સાઈટ્સઃ
  • ગુજરાતી ભાષાનાં પ્રચલિત પુસ્તકોની લીંક …
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ
  • મનપસંદ વિભાગો
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 375 other followers

મહિનાવાર પોસ્ટ સંગ્રહ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 375 other followers
જૂન 2017
રવિ સોમ મંગળ બુધ ગુરુ F શનિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
« મે   જુલાઈ »

અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 375 other followers
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com

Follow Us

↑ Top Blog at WordPress.com.
  • Follow Following
    • વિનોદ વિહાર
    • Join 375 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • વિનોદ વિહાર
    • કસ્ટમાઇઝ
    • Follow Following
    • Sign up
    • લોગ ઇન
    • Copy shortlink
    • Report this content
    • View post in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...
 

    %d bloggers like this: