ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
1078- ગુજરાતીઓ અને એમની ખાસિયતો ….
સાભાર-સૌજન્ય .. શ્રી રમેશ તન્ના – ફેસ બુક ..
ગુજરાતીઓ ખાવા ઉપરાંત બીજું શું શું ખાય છે..??

ગુજરાતી પ્રજા ખાવાની શોખીન છે. ડાયનિંગ હોલની ગુજરાતી થાળીની 24-25 વાનગીઓ જોઈને જ કોઈને પણ ખ્યાલ આવી જાય કે ગુજરાતીઓ જમવાને કેટલી ગંભીરતાથી લે છે ! ગુજરાતીઓનો ખાણી પ્રેમ જોઈને ઘણાને એવું થતું હશે કે ગુજરાતીઓ જીવવા માટે નથી ખાતા, ખાવા માટે જીવે છે.
કોઈ જમાનામાં માત્ર શુદ્ધ શાકાહારી જમતા ગુજરાતીઓ 1000 વર્ષથી ખાતા હોય તે રીતે નોનવેજ ખાતા થઈ ગયા છે. ગુજરાતીઓ કોઈ પણ પ્રદેશની વાનગીઓ ખાઈ લે છે, પણ “પંજાબી” તો એટલું બધું ખાય છે કે ખુદ પંજાબીઓ પણ આટલી પંજાબી વાનગીઓ નહીં ખાતા હોય.
ગુજરાતીઓનું ખાવાનું વિશ્વ વૈવિધ્યસભર છે. એક ઝલક જોઈએઃ
ગુજરાતીઓ માત્ર ખાવાનું જ ખાય છે, એવું નથી બીજું ઘણું ખાય છે. વિશ્વની સાૈથી વધુ રૃપિયા ખાતી પ્રજામાં ગુજરાતીઓ આગલી હરોળમાં આવે. ગુજરાતીઓને રૂપિયા ખાતાં આવડે અને ખવડાવતાં પણ આવડે. કોઈ બહુ ટણી કરતું હોય તો તેના રૂપિયા ખાઈ જવામાં ગુજરાતીઓ મોડુંં ના કરે. ગુજરાતીઓની હોજરી જ એવી છે કે તેમાં કોઈ પણ પ્રકારે ખાધેલા રૂપિયા પચી જાય.
અત્યાર સુધી ગુજરાતીઓએ સાૈથી વધુ શું ખાધું હશે એ સવાલના જવાબમાં રૃપિયાની સ્પર્ધા કોણ કરી શકે.. ?? સમ. ગુજરાતીઓ સમ ખાવામાં ભારે શૂરા. જોકે હવે સમ ખાવાનું થોડું ઘટ્યું છે બાકી પહેલાં તો લોકો વાતે વાતે સમ ખાતા. કૂળદેવી, ઈષ્ટદેવ, માતાપિતા, પતિ કે પત્ની એમ સાૈથી વધુ આદરણીય કે પ્રિય હોય તેના સમ પહેલાં ખવાતા.
“સમ”ની જેમ જ ગુજરાતીઓ ગમ ખાવા માટે પણ જાણીતા. ગુજરાતીઓ જતું કરનારા છે. ગુજરાતીઓ તરત જ ગમ ખાઈ જાય. જે ગમ ખાય, તે મમ ખાય.
ગુજરાતીઓને ભાવ સાથે ખૂબ ફાવે. એ ભાવ કીંમતના રૃપમાં હોય અને હૃદયના ભાવના રૃપમાં હાૈ હોય. કેટલાક ગુજરાતીઓ થોડાક સફળ થાય એટલે તરત જ ભાવ ખાવા માંડે. માંડ માંડ બોલે. જોકે ભાવ ખાવાનો પરવાનો અને ઈજારો તો મોટાભાગે છોકરીઓ પાસે હોય છે.
ગુજરાતીઓનો ઈગો આઈસ્ક્રીમ જેવો. તરત ઓગળી જાય. ગુજરાતીઓને પોતાના સ્વાર્થ માટે માથું નમાવતાં વાર ના લાગે અને જો કોઈ માથાકૂટ કરે તો તેનું માથું ખાઈ જાય. (માથું ખાવાથી કામ ના પતે તો લોહી પણ પી લે હોં..)
ગુજરાતીઓ આળસ ખાય. જીવન સફરમાં થાક લાગે તો થાક પણ ખાઈ લે. કોઈ કસરત કરવાની શીખામણ આપે તો હીંચકા ખાઈને સંતોષ માને. કોઈની વાતમાં રસ ના પડે તો ગુજરાતીઓ બગાસું ખાઈને પોતાના સ્પષ્ટ અભિપ્રાય આપી દે. ગુજરાતીઓ આંટો ખાય અને ફેરો પણ ખાય.
કોઈ યાદ કરતું હોય તો ગુજરાતીઓ નિરાંતે હેડકી ખાય. અરવિંદ કેજરીવાલની વાત કરતાં કરતાં ગુજરાતીઓ ખાંસી કે ઉધરસ ખાય. ગુજરાતીઓ કેરીનો રસ પીએ છે કે ખાય છે એ હજી નક્કી કરી શકાયું નથી.
ગુજરાતીઓ એક વસ્તુ એવી ખાય છે કે જે વિશ્વમાં ભાગ્યે જ કોઈ પ્રજા ખાતી હશે. તેનું નામ છે ખોંખારો. પોતાની હાજરીની નોંધ લેવડાવવા નિર્દોષ રીતે જે ખવાય તે જૈન ખોંખારો અને બહાદુરી અને મર્દાની રીતે ખવાય તે રેગ્યુલર ખોંખારો. ઈતિહાસના જાણીતા ખોંખારા પર પીએચડી થાય એટલા ખોંખારા ગુજરાતીઓએ ખાધા છે. ગાંધીજીના અહિંસક અને જૈન ખોંખારાએ અંગ્રેજોને ભગાડ્યા તો સરદારના મર્દાના ખોંખારાઓએ અનેકને સીધાદોર કરી નાખ્યા. ગુજરાતીઓ હવે મોદીના પરાક્રમી ખોંખારાની રાહ જુએ છે..
કેટલાક ગુજરાતીઓ એટલા બધા માવા ખાય છે કે પછી કાં તો ખાવાનું મન થાય એટલી ભૂખ લાગતી નથી અને કાં તો ખાવા માટે મોં ખૂલતું નથી. ગુજરાતીઓ તમાકું પણ ખાય અને સમય આવે ઘા પણ ખાય.
ગુજરાતીઓ સાહસિક પ્રજા છે. સાહસિક માત્ર ઠોકરને પાત્ર. સફળતા સુધી પહોંચવા જેટલી ઠોકરો ગુજરાતીોએ ખાધી હશે એટલી ઠોકરો વિશ્વની બીજી કોઈ પ્રજાએ નહીં જ ખાધી હોય. ખરેખર તો ગુજરાતીઓની અપ્રતિમ અને વૈશ્વિક સફળતાનો ઈતિહાસ તેણે ઠોકરોને ઠોકરે ચડાવીને મેળવેલી સિદ્ધિઓનો ઈતિહાસ છે.
By Ramesh Tanna
—————————————–
સૌજન્ય – સાભાર .. શ્રી અનીલકુમાર ચૌહાણ-ફેસ બુક
અલ્યા આવ તને ગુજરાત બતાવું….
જ્યાં ઠેપાડાને ગજવું નૈ,
તોય જગત આખાનો વેપાર કરતો એક જણ બતાવું,
ભાણાં આખામાં છો વાડકી ને પોંચ ચમચી……..,
હોય કઢી તોય જોડ્યે આખો છાશ્યનો ગ્લાસ બતાવું……
જુની સંસ્કૃતિની વાત નૈ કર ભઈલા…
હાલ તને ઘેર ઘેર એક બે વરહ જુના અથાણાંની જાર બતાવું…..
તમારી તો ઢીંચક પુજા…. અલ્યા હાહરીના
ઓયકણ આય કોકવાર તન સિંહ હાંથે
સેલ્ફી લેતી ચારણ કન્યા બતાવું…….
ઠાંકણીં મ પોંણી લૈન ડુબ્યો આખો દેશ…
પણ એક અડધી ચા ને ચાર ઠાંકણીમાં ભરી
ચામાં ડુબતા ચાર જણ બતાવું……
ઢોકળાં, હાડવો, ફાફડા અને ગાંઠીયા અવે જુના થયા….
હાલ તને કાજુકારેલાં, પાતરાંતૂરીયાં નાં શાક બતલાવું…..
આખી રાતોના જશનની વાત જવા દે ભઈલા…..
ભર બપોરે વૈસાખમાં રોડ પર નાચતા વર ધોડા બતાવું…..
તું વેવારની વાતના કર મારી હારે…
ભરાઈ ગયા પહેલાં છલકાઈ જવાની
તને નવી ગુજરાતી રીત બતાલાવું…..
— શ્રી અનીલકુમાર ચૌહાણ
અમદાવાદથી પ્રગટ થતા માસિક ‘ધરતી’ના જુન ૨૦૧૧ ના અંકમાં પ્રસિદ્ધ ગુજરાતીઓ વિશેનો મારો એક લેખ નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.
Like this:
Like Loading...
Related
Very “ramuji” article on Gujaratis. Thanks.
LikeLike
સરસ..
LikeLike
સરસ..
મનસુખલાલ ગાંધી
Los Angeles, CA
U.S.A.
________________________________
LikeLike
ખાઉ–ધરા ગુજરાતીઓની સરસ વાતો ! આભાર.
LikeLike
ગુજરાતી ગબડે તો આખું મારકેટ ગબડાવે
યાદ કરો હર્ષદ મહેતા ને શેર બજાર
LikeLike
Thanks for sharing a good writeup.
ધન્ય ધન્ય ગરવી ગુજરાત….રમેશ પટેલ(આકાશદીપ)
જૂનો જોગી ગિરનાર
સાવજ શૌર્યે લલકાર
સાગર સરિતાને કાંઠે મંગલ પ્રભાત
ધન્ય ધન્ય ગરવી ગુજરાત
કચ્છ-કલા કોયલના રાગ
જન મન દીઠા રળિયાત
‘સિધ્ધ હેમ’ની ગજ સવારી.. સિધ્ધરાજી શાન
ધન્ય ધન્ય ગરવી ગુજરાત
નર્મદા તાપી દર્શન
હરિત ખેતર પાવન
મહિ સાબરના સંગે લહેરાતી ભાત
ધન્ય ધન્ય ગરવી ગુજરાત
આઝાદીની રણહાક
શ્વેત-ક્રાન્તિની દહાડ
અખંડ ભારતના ઘડવૈયા લાલ
ધન્ય ધન્ય ગરવી ગુજરાત
મેળે ગરબે ગુજરાત
હૈયે શામળ ને માત
વટ વચન વ્યવહારે… ઊડે ગુલાલ
ધન્ય ધન્ય ગરવી ગુજરાત
અહિંસા આદર સન્માન
સંસ્કાર સૌરભ બલિદાન
વિશ્વવંદ્ય ગાંધી તું.. વિશ્વે મિરાત
ધન્ય ધન્ય ગરવી ગુજરાત
જેનું હૈયું ગુજરાત
એનું આંગણું અમાપ
દૂધમાં ભળતી સાકરની જાત
ધન્ય ધન્ય ગરવી ગુજરાત
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
ખાઉ થોડું બગાડું ઝાઝું,
તોય વહાલ કરે રુપાળું
* રોટલો ખવરાવવો = રોટલો અભડાવવો = અડધો રોટલો ખાવો = અડધો ભાંગીને ખાવો= રોટલા ચોર = રોટલાની ચોરી કરનાર નહિ, બોલીમા પણ આ વાત
સફળતા સુધી પહોંચવા જેટલી ઠોકરો ગુજરાતીોએ ખાધી હશે એટલી ઠોકરો વિશ્વની બીજી કોઈ પ્રજાએ નહીં જ ખાધી હોય. વાત ખાવાની મુખ્ય
રમુજી વાત આનંદ
LikeLike
સરસ ઓળખ આપી છે…..
LikeLike