વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 16, 2017

1089 – પ્રાર્થનાનો જવાબ …

 પ્રાર્થનાનો જવાબ …

ફાર્મસીમાં દવા લેવા ગયેલી એક યુવતીએ ,
પાર્ક કરેલી એની કાર પાસે આવીને જોયું કે ,
ઉતાવળમાં કારની કી તો કારમાં જ રહી ગઈ છે,
અને કાર તો લોક થઇ ગઈ છે !હવે શું કરવું !

નિરાશ યુવતીએ કાર નજીક નજર કરી તો જોયું,
એક જુનું કાટ ખાધેલું હેન્ગર ત્યાં નીચે પડ્યું છે .
હેન્ગર તરફ જોતી એ યુવતી મનમાં બોલી ઉઠી ;
હેન્ગર છે પણ એ વાપરવાનું તો મને આવડતું નથી !

યુવતી શિર ઝુકાવી મનમાં પ્રાર્થના કરવા લાગી ;
”હે પ્રભુ મને જલ્દી કોઈ મદદ મોકલી આપ તો,
હું ઘેર જઇ શકું ,માંદી દીકરીને દવા આપી શકું !

પાંચ મીનીટમાં જ ત્યાં મોટર સાઈકલ પર સવાર
એક દાઢીધારી જૂનાં કપડાં પહેરેલા માણસે
એની કાર નજીક આવીને મોટર સાઈકલ ઉભી રાખી .
યુવતીને પૂછ્યું કે હું એને કોઈ મદદ કરી શકું ?

યુવતીએ કહ્યું :
”જરૂર, ઘેર મારી દીકરી બીમાર છે,
મારે દવા સાથે જલ્દી ઘેર પહોંચવાનું છે,
કારની ચાવીઓ કારમાં રહી ગઈ છે અને કાર લોક છે
તમને આ હેન્ગરથી કાર ખોલવાનું ફાવશે ?
દાઢીધારી માણસે કહ્યું ,હા મને જરૂર આવડશે”

આમ કહી,એ કારના બારણા નજીક ગયો,
હેન્ગરના તારથી થોડી સેકન્ડોમાં જ કારનું બારણું ખુલી ગયું !

આભારવશ યુવતી આ માણસને બાથમાં લઇ
આંખમાં આંસુઓ સાથે બોલી ઉઠી,
” હે ભગવાન, તારો ખુબ આભાર કે
તેં આવા સજ્જનને મને મદદ કરવા માટે મોકલી આપ્યો.”

દાઢીધારી માણસ યુવતીની આ પ્રાર્થના સાંભળી બોલ્યો ;
”અરે બેન, હું એવો કોઈ સજ્જન માણસ નથી.
હજુ ગઈ કાલે જ હું જેલમાંથી છૂટીને આવ્યો છું.
કારની ચોરી કરવા બદલ હું જેલમાં કેદી હતો.”

યુવતી આ માણસને ફરી ગળે લગાવી રડતી આંખે બોલી ઉઠી ;

” હે પ્રભુ ,તારો ફરી આભાર,તેં મારા માટે મદદ જ નહિ
પણ એક પ્રોફેશનલ માણસને એને માટે મોકલી આપ્યો.”

પ્રભુ તું ખરેખર મહાન અને કૃપાલુ છે.
કોને ક્યારે અને કેવી મદદ કરવી એ તું બરાબર જાણે છે !

(અંગ્રેજી પરથી ભાવાનુવાદ … વિનોદ પટેલ )