વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓગસ્ટ 2017

1092- ઈમિગ્રેશન અને અમેરિકા…… શ્રી હરનિશ જાની

ગુજરાત મિત્ર,સુરત અખબારના તારીખ ૧૬મી ઓગસ્ટ ૨૦૧૭ ના અંકમાં ” ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કોલમમાં પ્રસિદ્ધ શ્રી હરનીશ જાનીનો લેખ,સાભાર પ્રસ્તુત છે .

ઈમિગ્રેશન અને અમેરિકા..હરનીશ જાની 

‘ટ્રમ્પસાહેબ ઈમીગ્રેશન ઓછું કરવાના મુડમાં કેમ છે?’

ટ્રમ્પ સાહેબ જે વાત ઈલેક્શન પહેલાં કરતા હતા .તે વાત હવે અમલમાં મુકવાના છે. વાત છે ઈમિગ્રેશન ઓછું કરવાની. અમેરિકનો ખુશ છે. તેમના જોબ તેમનાથી વધુ હોશિયાર ઈમિગ્રન્ટસ્ લઈ લેતા હતા. તે હવે તેમના માટે રહેશે. હાલ દર વરસે દસ લાખ ઈમિગ્રંટસ્ આખી દુનિયામાંથી અમેરિકા આવે છે. હવે પછીના દસ વરસમાં ધીમે ધીમે તે સંખ્યા ઘટીને પાંચ લાખ થશે. અને આ પાંચ લાખમાં ભણેલા અને કોઈ હુન્નર જાણકાર લોકોને જ લેવામાં આવશે. અભણ અને સિનીયોરોને નહીં, જે ગવર્મેંટના વેલફેર ચેક ,કોઈ પણ જાતનુ કામ કર્યા સિવાય, લેતા થઈ જાય છે. 

૧૯૬૫ પછી ઈમિગ્રેશનની નીતિ હતી. તેમાં ભણેલા કે અભણ ઈમિગ્રંટસ્ કાયદાઓ પ્રમાણે આવતા હતા. આમાં ભારતીયોએ ચિંતા કરવા જેવું નથી. જો તમારા લોહી– સંબંધવાળા સગા અમેરિકામાં રહેતા હોય તેને માટે કોઈ બંધી નથી. એટલે કે ભારતીય મૂળના અમેરિકન સિટીઝન પોતાના મા બાપ, બાળકો અને ભાઈ બ્હેનને સ્પોન્સર કરીને ગ્રિન કાર્ડ અપાવી શકે છે. તે ચાલુ રહેશે. પણ નવા ઈમિગ્રંટસ્ ને બરાબર ચકાસીને લેવામાં આવશે. મતલબ કે અમેરિકાને મજૂરોની જરૂર નથી કે નથી જરુર એવા લોકોની કે જે કામ કર્યા સિવાય વેલફેરના ચેક લેવા માંડે. એટલે ભવિષ્યમાં એવું બની શકે કે જે વિદ્યાર્થીઓને ભણવા માટે અમેરિકા આવવું હોય તેને માટે દરવાજા ખુલી ગયા છે. કારણ કે ભારતનો કોટા ઓછો થઈ ગયો પણ અભણ અને સિનીયરોને લેવામાં નહીં આવે તો એમાં યંગ છોકરા છોકરીઓને તે લાભ મળશે. 

ટ્રમ્પસાહેબની વાતમાં વજુદ છે. સેકન્ડ વર્લ્ડ વોર પહેલાં અમેરિકામાં યુરોપના ગોરા લોકો ઈમિગ્રન્ટ તરીકે આવતા હતા. તેમનો રંગ ગોરો હતો. અને ધર્મ અમેરિકનોના જેવો જ હતો. અને તે લોકોને ઈંગ્લિશ નહોતુ આવડતું પણ ધીમે ધીમે તેમણે ભાષા શીખી લીધી. કોઈએ પણ અમેરિકનોને ઈંગ્લિશની સાથે ઈટાલિયન કે ફ્રેંચમાં એરપોર્ટના સાઈન બોર્ડ કે ગવર્મેંટના ફોર્મ બનાવવાની ઝુંબેશ નથી ઉપાડી, અને તે અમેરિકન કલ્ચરમાં ભળી ગયા.આથી અમેરિકાને “મેલ્ટીંગ પોટ” કહેવાય છે. આજે સ્પેનિશ બોલતા મેક્સિકન અને બીજા લેટિન અમેરિકાના દેશોએ અમેરિકામાં ફરજિયાત સ્પેનિશ ઘુસાડ્યું છે. સ્કુલોમાં બધા વિષય સ્પનિશમાં શિખવાઠવાની માંગણી છે. એટલું ઓછું હોય તેમ એડિસન ન્યૂ જર્સીની સ્કુલોમાં ગુજરાતી શિખવાડોની ઝુંબેશ ચાલુ થઈ છે. પછી બંગાળી અને તામિલની વાતો થશે, પછી અમેરિકનોને ઈમિગ્રંટસ્ ગમે ખરા? આપણું કલ્ચર ? જ્યાં ત્યાં પાન ખાઈને થુંકવાનું અને મોટે મોટેથી વાતો કરી ઘોંઘાટ કરવાનું.

૧૯૮૬માં એડિસનના ઓક ટ્રી રોડ પર તુટી ગયેલા મકાનો સાથે ભેંકાર સ્લમ એરિયા હતો. ઈમિગ્રંટસ્ નો આભાર કે આજે ત્યાં સેંકડો સ્ટોર્સનું બજાર થઈ ગયું છે. ઈમિગ્રંટસ્ જોબ લાવ્યા અને ઈકોનોમીને બચાવી. જ્યારે અભણ મેક્સિકનો અને બીજી પ્રજા રેસ્ટોરાં અને હોસ્પિટલોમાં મજુરીના કામ કરવા લાગી. શરુઆતમાં અમેરિકન લોકોને ગ્રિનકાર્ડની ખબર જ નહોતી. તમારી પાસે સોશિયલ સિક્યુરીટી નંબર હોય તો નોકરી મળી જતી. અને સોશિયલ સિક્યુરીટીની આફિસમાં જાવ તો ત્યાં તે નંબર મળી જતો. ૭૦ના દાયકાના પાછળના ભાગમાં અમેરિકન લોકો ગ્રિનકાર્ડ ચેક કરતા થયા. અને સોશિયલ સિક્યુરીટીવાળા પણ વિઝા ચેક કરતા થયા.

૧૯૬૫ના કાયદાથી દુનિયા આખીના લોકો અમેરિકા આવતા ગયા છે. જો ભારતીય ઈમિગ્રંટસ્ ની વાત કરું તો શરુઆતના વરસોમાં સ્ટુડન્ટસ્ આવતા હતા. તેમને માન મળતું હતું. ૧૯૬૯ના વરસે વિલીયમ્સબર્ગ ,વર્જિનીયાની કોલેજમાં હતો ત્યારે થેન્કસ્ ગિવીંગને દિવસે મને અને બીજા સ્ટુડન્ટ ગાંધીને ડિનરના બે બે ત્રણ ત્રણ આમંત્રણ આવ્યા હતા. લોકો ડિનરમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ્ હોય તો સારું. એમ માનતા હતા.લોકો ફોરેન સ્ટુડન્ટને માન આપતા.

આજે ન્યૂ જર્સીની રટગર્સ યુનિ.ને હું પ્રેમથી ગુજરાત યુનિ. કહું છું. ત્યારે સાડી પહેરેલ ભારતીય સ્ત્રીને અને ફેંટાવાળા સરદાજીને જો કોઈ અમેરિકન જોતા તો તેમને રસ્તામાં જ ઉભા રાખી તેમના ફોટા પાડતા. આજે અમેરિકનો સરદારજીઓને ગોળી મારે છે. તેમને ખબર જ નથી કે તાલિબાન કોણ અને સરદારજી કોણ. આજે એક નહીં પણ સેંકડો સાડી પહેરેલ સ્ત્રીઓ શેરી ગરબા ગાય છે. મોડી રાત સુધી અવાજ કરી અને સામાન્ય અમેરિકનને સુવા નથી દેતા. તે તેમને ક્યાંથી ગમે? 

ગોરા કે કાળા અમેરિકનોમાં હાલ બેકારી પ્રવર્તે છે. ઈમિગ્રેશનના આ નવા કાયદા મુખ્યત્વે મેક્સિકનોને આવતા અટકાવવા માટે બન્યા છે. મુસ્લીમોને અટકાવવાના બધા પ્રયત્નો સુપ્રિમ કોર્ટની મહેરબાનીથી નિષ્ફળ ગયા છે. હવે વાત મુશ્લીમની કરો તો અમેરિકનો મુશ્લીમ અને ઈન્ડિયન વચ્ચેનો ભેદ ક્યાંથી સમજવાના છે? અને આમ જોઈએ તો જરાય ભેદ નથી. માનવું અઘરું છે પણ એવા મેક્સિકનો છે જે રહે છે મેક્સિકોમાં પણ જોબ કરવા અપડાઉન કરે છે. મતલબ કે છુપી રીતે આવે જાય છે.  અમેરિકનો બોર્ડર પર વોલ બાંધે તો મેક્સિકનો ટનલો બાંધશે.

જે ભારતીયો વરસોથી ટેક્ષ ભરીને અહીં જીવે છે . તેઓને પણ, કદી કામ ન કર્યું હોય અને મફતમાં વેલફેરના લાભ લેતા હોય એવા ઈમિગ્રંટસ્ ક્યાંથી ગમે?

છેલ્લી વાત–

મારી બાયપાસ સર્જરી પછી મને રૂમમાં લાવવામાં આવ્યો. ત્યાં મેં જોયું કે ટેબલ પર એક ફૂલદાનીમાં મોટો ગુલદસ્તો મુક્યો હતો. જોઈને આશ્ચર્ય થયું, મેં નર્સને કહ્યું કે, મારા માટે ફુલ? મારા ગુજરાતી મિત્ર તો ન મોકલે. તો નર્સ બોલી , “હોસ્પિટલની બાજુમાં આવેલા ફ્યુનરલ હોમવાળા હ્રદય રોગના દર્દીઓને ગુડ લક માટે મોકલે છે. સાથે એમનું બિઝનેસ કાર્ડ પણ મુક્યું છે.”

-Harnish Jani
E mail- harnishjani5@gmail.com

Image may contain: 1 person, standing

Photo Guj Sahitya Parishad

Source- http://gujaratmitra.in/Portals/6/Supplements/drp12.pdf

 

1091 – ‘સાચું સુખ’ વહેંચવાનું શ્રી કિશોર દડિયાનું અભિયાન ..

આજે સવારે મારા ફેસ બુક પેજ ‘મોતીચારો’ પર શ્રી કિશોર હરીભાઈ દડિયાએ મુકેલ પોસ્ટએ મારું ધ્યાન આકર્ષિત કર્યું .એમની વેબ સાઈટ, ફેસ બુક ની મુલાકાત લેતાં ટૂંકા લેખો મારફતે એમનું વિના મુલ્યે સુખ વહેંચવાનું અભિયાન મને ગમી ગયું.

એમની વેબ સાઈટ પરથી એમના આભાર સાથે સીનીયર સીટીઝન વિશેનો એક ટૂંકો લેખ નીચે પ્રસ્તુત છે.

આવા બીજા અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં લખેલા એમના ટૂંકા લેખો એમની વેબ સાઈટની  લીંક http://www.poemforpeace.com/

પર ક્લિક કરીને વાંચી શકાશે.

ભરૂચ ટી.વી. પર શ્રી કીશોર દડિયા સાથેનો ‘સાચું સુખ’ વિષય પરનો ઈન્ટરવ્યું ..
Kishor Dadia, TV Interview, Bharuch TV, Aavo Maliye program, Interview by Rushi Dave, Sachu Sukh

શ્રી કિશોર દડિયા ફેસ બુક પર ..

https://www.facebook.com/kishor.dadia.5

શ્રી કિશોરભાઈ દડિયા કૃત ”સાચું – સુખ ”પુસ્તક ઈ- બુક સ્વરૂપમાં નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચી શકાશે .

1090 – જન્માષ્ટમી પ્રસંગે મનમોહક શ્રી કૃષ્ણ સાથે શબ્દાનુસંધાન ….

 

હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાસ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવે છે.

વર્ષ ૨૦૧૫માં  જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગુજરાત સ્ટેટ સંગીત નાટક અકાદમીએ એક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું .

આ પ્રસંગે શ્રી જય વસાવડા, શ્રી ભાગ્યેશ જહા ,શાહબુદ્દીન રાઠોડ અને શ્રી યોગેશ ગઢવીએ શ્રી કૃષ્ણ ઉપર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું એના યુ-ટ્યુબ વિડીયો નીચે પ્રસ્તુત છે. પ્રોગ્રામનું સંચાલન શ્રી  દીપક અંતાણીએ કર્યું હતું. 

ચાલો આજની પોસ્ટમાં વિડીયોના  દ્રશ્ય -શ્રાવ્ય  માધ્યમ દ્વારા આ જ્ન્માસ્ટમી ૨૦૧૭ પર્વ પ્રસંગે મનમોહક શ્રી કૃષ્ણ સાથે શબ્દાનુંસંધાન સાધીએ.

Jay Vasavda on KRISHNA

Shahbuddin Rathod speaking about KRISHNA

Speech of Bhagyesh Jha on KRISHNA

Yogesh Gadhavi on KRISHNA

Krishna – A Most Beautiful Song… Wonderful Composition on Lord Krishna

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા વિષે અગાઉની  વિનોદ વિહારની પોસ્ટ નંબર ૭૬ ની મુલાકાત લઈને આ પર્વની અંગેની વિવિધ માહિતી,ગીતા સાર , ભજનના વિડીયો વિગેરે સાથે માણો .  

1089 – પ્રાર્થનાનો જવાબ …

 પ્રાર્થનાનો જવાબ …

ફાર્મસીમાં દવા લેવા ગયેલી એક યુવતીએ ,
પાર્ક કરેલી એની કાર પાસે આવીને જોયું કે ,
ઉતાવળમાં કારની કી તો કારમાં જ રહી ગઈ છે,
અને કાર તો લોક થઇ ગઈ છે !હવે શું કરવું !

નિરાશ યુવતીએ કાર નજીક નજર કરી તો જોયું,
એક જુનું કાટ ખાધેલું હેન્ગર ત્યાં નીચે પડ્યું છે .
હેન્ગર તરફ જોતી એ યુવતી મનમાં બોલી ઉઠી ;
હેન્ગર છે પણ એ વાપરવાનું તો મને આવડતું નથી !

યુવતી શિર ઝુકાવી મનમાં પ્રાર્થના કરવા લાગી ;
”હે પ્રભુ મને જલ્દી કોઈ મદદ મોકલી આપ તો,
હું ઘેર જઇ શકું ,માંદી દીકરીને દવા આપી શકું !

પાંચ મીનીટમાં જ ત્યાં મોટર સાઈકલ પર સવાર
એક દાઢીધારી જૂનાં કપડાં પહેરેલા માણસે
એની કાર નજીક આવીને મોટર સાઈકલ ઉભી રાખી .
યુવતીને પૂછ્યું કે હું એને કોઈ મદદ કરી શકું ?

યુવતીએ કહ્યું :
”જરૂર, ઘેર મારી દીકરી બીમાર છે,
મારે દવા સાથે જલ્દી ઘેર પહોંચવાનું છે,
કારની ચાવીઓ કારમાં રહી ગઈ છે અને કાર લોક છે
તમને આ હેન્ગરથી કાર ખોલવાનું ફાવશે ?
દાઢીધારી માણસે કહ્યું ,હા મને જરૂર આવડશે”

આમ કહી,એ કારના બારણા નજીક ગયો,
હેન્ગરના તારથી થોડી સેકન્ડોમાં જ કારનું બારણું ખુલી ગયું !

આભારવશ યુવતી આ માણસને બાથમાં લઇ
આંખમાં આંસુઓ સાથે બોલી ઉઠી,
” હે ભગવાન, તારો ખુબ આભાર કે
તેં આવા સજ્જનને મને મદદ કરવા માટે મોકલી આપ્યો.”

દાઢીધારી માણસ યુવતીની આ પ્રાર્થના સાંભળી બોલ્યો ;
”અરે બેન, હું એવો કોઈ સજ્જન માણસ નથી.
હજુ ગઈ કાલે જ હું જેલમાંથી છૂટીને આવ્યો છું.
કારની ચોરી કરવા બદલ હું જેલમાં કેદી હતો.”

યુવતી આ માણસને ફરી ગળે લગાવી રડતી આંખે બોલી ઉઠી ;

” હે પ્રભુ ,તારો ફરી આભાર,તેં મારા માટે મદદ જ નહિ
પણ એક પ્રોફેશનલ માણસને એને માટે મોકલી આપ્યો.”

પ્રભુ તું ખરેખર મહાન અને કૃપાલુ છે.
કોને ક્યારે અને કેવી મદદ કરવી એ તું બરાબર જાણે છે !

(અંગ્રેજી પરથી ભાવાનુવાદ … વિનોદ પટેલ )

1088 – ભારતની સ્વતંત્રતાની ૭૧મી વર્ષગાંઠ ઉપર સહુને અભિનંદન અને શુભ કામનાઓ

ભારતની સ્વતંત્રતાની ૭૧મી વર્ષગાંઠ ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્ર જોગ સંદેશ-ગુજરાતીમાં 

રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં લાગેલા મારા પ્રિય દેશવાસીઓ,

સ્વતંત્રતાના ૭૦ વર્ષ પૂરા થવાના અવસર પર આપ સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતીકાલે દેશ સ્વતંત્રતાની ૭૧મી વર્ષગાંઠ મનાવવા જઈ રહ્યો છે. આ વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર હું આપ સહુને હાર્દિક અભિનંદન આપું છું.   

૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણો દેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યો હતો. સાર્વભૌમત્વ પ્રાપ્ત કરવાની સાથોસાથ તે જ દિવસે દેશની નિયતિ નિર્ધારિત કરવા માટેની જવાબદારી પણ બ્રિટિશ સરકારના હાથોમાંથી આપણી- ભારતવાસીઓ પાસે આવી ગઈ હતી. કેટલાક લોકોએ આ પ્રક્રિયાને ‘સત્તાનું હસ્તાંતરણ’ પણ કહ્યું હતું.    

પરંતુ હકીકતમાં એ કેવળ સત્તાનું હસ્તાંતરણ નહોતું. તે એક બહુ મોટા અને વ્યાપક પરિવર્તનની ઘડી હતી. તે આપણા સમગ્ર દેશના સપનાઓ સાકાર થવાની પળ હતી – એવા સપના જે આપણા પૂર્વજો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ જોયા હતા. હવે આપણે એક નવા રાષ્ટ્રની કલ્પના કરવા અને તેને સાકાર કરવા સ્વતંત્ર હતા.

  •       આપણા માટે એ સમજવું બહુ જરૂરી છે કે સ્વતંત્ર ભારતનું તેમનું સપનું, આપણા ગામડા, ગરીબ અને દેશના સમગ્ર વિકાસનું સપનું હતું. 

  •       સ્વતંત્રતા માટે આપણે એ બધા અગણિત સ્વતંત્રતા સેનાનીઓના ઋણી છીએ જેમણે તેના માટે બલિદાનો આપ્યા હતા.

  •       કિત્તૂરની રાણી ચેન્નમા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ભારત છોડો આંદોલનની શહીદ માતંગિની હાઝરા જેવી વીરાંગનાઓના અનેક ઉદાહરણ છે.

      માતંગિની હાઝરા લગભગ ૭૦ વર્ષના વૃદ્ધા હતા. બંગાળના તામલુકમાં એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરતી વખતે બ્રિટીશ પોલીસે તેમને ગોળી મારી દીધી હતી. ‘વંદે માતરમ્’ તેમના હોઠોમાંથી નીકળેલા છેલ્લા શબ્દો હતા અને ભારતની સ્વતંત્રતા, તેમના હૃદયમાં વસેલી અંતિમ ઈચ્છા.

દેશ માટે પ્રાણની આહૂતિ આપનારા સરદાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં તથા બિરસા મુંડા જેવા હજારો સ્વતંત્રતા સેનાનીઓને આપણે ક્યારેય ભૂલી ન શકીએ.

સ્વતંત્રતાની લડાઈની શરૂઆતથી જ આપણે સૌભાગ્યશાળી રહ્યા કે દેશને માર્ગ દેખાડનારા અનેક મહાપુરુષો અને ક્રાંતિકારીઓના આપણને આશીર્વાદ મળ્યા.

મહાત્મા ગાંધીએ સમાજ અને રાષ્ટ્રના ચરિત્ર નિર્માણ પર ભાર આપ્યો હતો. ગાંધીજીએ જે સિદ્ધાંતોને અપનાવવાની વાત કરી હતી, તે આપણા માટે આજે પણ પ્રાસંગિક છે.  

રાષ્ટ્રવ્યાપી સુધાર અને સંઘર્ષના આ અભિયાનમાં ગાંધીજી એકલા નહોતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે જ્યારે ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’નું આહ્વાન કર્યું તો હજારો-લાખો ભારતવાસીઓએ તેમના નેતૃત્વમાં સ્વતંત્રતાની લડાઈ લડતા-લડતા પોતાનું બધું જ ન્યોચ્છાવર કરી દીધું.

નહેરુજીએ આપણને શિખવાડ્યું કે ભારતનો સદીઓ જૂનો વારસો અને તેની પરંપરાઓ, જેના પર આજે પણ આપણને ગર્વ છે, તેમનો ટૅક્નૉલૉજી સાથે તાલમેલ શક્ય છે અને તે પરંપરાઓ આધુનિક સમાજના નિર્માણના પ્રયાસોમાં સહાયક બની શકે છે.     

સરદાર પટેલે આપણને રાષ્ટ્રીય એકતા અને અખંડતાના મહત્વ પ્રત્યે જાગ્રત કર્યા, સાથે જ તેમણે એ પણ સમજાવ્યું કે અનુશાસનયુક્ત રાષ્ટ્રીય ચરિત્ર શું હોય છે. 

બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણની મર્યાદામાં રહીને કામ કરવાનું તથા ‘કાયદાના શાસન’ની અનિવાર્યતાના વિષયમાં સમજાવ્યું. સાથે જ તેમણે શિક્ષણના પાયારૂપ મહત્વ પર પણ ભાર આપ્યો.

મારા પ્રિય દેશવાસીઓ,

મારા બાળપણમાં મેં જોયેલી ગામડાઓની એક પરંપરા આજે પણ મને યાદ છે. જ્યારે કોઈ પરિવારમાં દીકરીના લગ્ન થતા હતા તો ગામડાનો દરેક પરિવાર પોતપોતાની જવાબદારી વહેંચી લેતો હતો અને લગ્નના આયોજનમાં સહયોગ કરતો હતો. જાતિ કે સમુદાય કોઈ પણ હોય, તે દીકરી તે સમયે એક પરિવારની જ દીકરી નહીં, પરંતુ સમગ્ર ગામની દીકરી ગણાતી હતી. પરંતુ આજે મોટા શહેરોમાં સ્થિતિ બિલકુલ અલગ છે. ઘણા લોકોને વર્ષો સુધી એ પણ ખબર નથી હોતી કે તેમની પડોશમાં કોણ રહે છે. આથી ગામડું હોય કે શહેર, આજે સમાજમાં એ જ પોતીકાપણા અને ભાગીદારીની ભાવનાને પુન: જગાવવાની આવશ્યકતા છે. તેનાથી આપણને એકબીજાની ભાવનાઓને સમજવા અને તેમનું સન્માન કરવામાં તથા એક સંતુલિત, સંવેદનશીલ અને સુખી સમાજનું નિર્માણ કરવામાં મદદ મળશે.

સરકારે ‘સ્વચ્છ ભારત’  ‘ખુલ્લામાં શૌચથી મુક્ત’ કરાવવો- એ આપણામાંના દરેકની જવાબદારી છે.  ‘બેટી બચાવો, બેટી ભણાવો’ અભિયાનને તાકાત આપી રહી છે પરંતુ આપણી દીકરીઓ સાથે ભેદભાવ ન થાય અને તેઓ વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવું – એ આપણામાંના દરેકની જવાબદારી છે.

પ્રિય દેશવાસીઓ,

ઇ.સ. ૨૦૨૨માં આપણો દેશ તેની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા કરશે. ત્યાં સુધીમાં ‘ન્યૂ ઇન્ડિયા’ માટે કેટલાંક મહત્વપૂર્ણ લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો આપણો ‘રાષ્ટ્રીય સંકલ્પ’ છે.

જ્યારે આપણે ‘ન્યૂ ઇન્ડિયા’ની વાત કરીએ છીએ તો આપણા બધા માટે તેનો અર્થ શું થાય છે? કેટલાક તો ખૂબ જ સ્પષ્ટ માપદંડ છે જેમ કે – દરેક પરિવાર માટે ઘર, માગ મુજબ વીજળી, વધુ સારા રસ્તાઓ અને સંદેશાવ્યવહારના માધ્યમો, આધુનિક રેલવે નેટવર્ક, ઝડપી અને સતત વિકાસ.

‘ન્યૂ ઇન્ડિયા’થી એ અભિપ્રેત છે કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળ જઈએ. ત્યારે જ આપણે આવા ‘ન્યૂ ઇન્ડિયા’નું નિર્માણ કરી શકીશું જેના પર આપણે બધા ગર્વ કરી શકીએ. એવું ‘ન્યૂ ઇન્ડિયા’ જ્યાં પ્રત્યેક ભારતીય પોતાની ક્ષમતાઓનો પૂરી રીતે વિકાસ અને ઉપયોગ કરવામાં એ રીતે સક્ષમ થાય કે જેથી દરેક ભારતવાસી સુખી થાય. એક એવું ‘ન્યૂ ઇન્ડિયા’ બને જ્યાં દરેક વ્યક્તિની પૂરી ક્ષમતા બહાર આવી શકે અને તે સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનું યોગદાન આપી શકે.

નોટબંધીના સમયે જે રીતે આપે અસીમ ધૈર્યનો પરિચય આપતા કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીનું સમર્થન કર્યું તે એક જવાબદાર અને સંવેદનશીલ સમાજનું જ પ્રતિબિંબ છે. નોટબંધીપછીથી દેશમાં પ્રમાણિકતાની પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું છે. પ્રમાણિકતાની આ ભાવના દિવસે ને દિવસે વધુ મજબૂત બને તે માટે આપણે સતત પ્રયાસ કરતો રહેવો પડશે.   

મારા પ્રિય દેશવાસીઓ, 

આધુનિક ટૅક્નૉલૉજીનો વધુમાં વધુ ઉપયોગ કરવાની આવશ્યકતા છે. આપણે આપણા દેશવાસીઓને સશક્ત બનાવવા માટે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવો જ પડશે, જેથી એક જ પેઢી દરમિયાન ગરીબીનું નિર્મૂલન કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. ‘ન્યૂ ઇન્ડિયા’માં ગરીબી માટે કોઈ અવકાશ નથી.

પ્રધાનમંત્રીની એક અપીલ પર, એક કરોડથી વધુ પરિવારોએ પોતાની ઈચ્છાથી એલ. પી. જી. પર મળનારી સબસિડી ત્યાગી દીધી. આ પરિવારોએ આવું એટલા માટે કર્યું કે જેથી એક ગરીબ પરિવારને રસોઈ માટે ગેસ સિલિન્ડર મળી શકે અને તે પરિવારની દીકરી-વહુ ચૂલાના ધૂમાડાથી થતી આંખ અને ફેફસાંની બીમારીઓથી બચી શકે.  

અઢી હજાર વર્ષ પહેલાં, ગૌતમ બુદ્ધે કહ્યું હતું, ‘અપ્પ દીપો ભવ… અર્થાત્ પોતાના દીપક સ્વયં બનો… ’ જો આપણે તેમના ઉપદેશને અપનાવીને આગળ વધીશું તો આપણે બધા મળીને સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ઉમટેલા જુસ્સા અને ઉમંગની ભાવના સાથે સવા સો કરોડ દીપક બની શકીએ; આવા દીપક જ્યારે એક સાથ પ્રગટશે તો સૂર્યપ્રકાશ સમાન તે અજવાળું સુસંસ્કૃત અને વિકસિત ભારતના માર્ગને દેદીપ્યમાન કરશે.  

હું ફરી એક વાર આપ સહુને દેશની સ્વતંત્રતાની એકોતેરમી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.        

જય હિંદ

વંદે માતરમ્

Source..https://www.khabarchhe.com/news_views/politics/a-massege-from-president-of-india

President Ram Nath Kovind’s Speech in Hindi ,
हिंदुस्तान को दुनिया में सबसे शक्तिशाली बनाने का समय

આજથી ૭૦ વર્ષ પહેલાં ૧૯૪૭ માં ભારતને આઝાદી પ્રાપ્ત થઇ એ વખતે શું બન્યું હતું એની વાત નીચેના રંગીન વિડીયોમાં સરસ રીતે રજુ કરેલ છે.

1947 Indian Independence rare color video

ભારતની સ્વતંત્રતાની ૭૧મી વર્ષગાંઠ ઉપર સહુને

અભિનંદન અને શુભ કામનાઓ

1087 – બચ્ચાંને આવી પાંખ ….વાર્તા …

બચ્ચાંને આવી પાંખ

 

          સવાર-સવારમાં ઉઠીને નીચે આવી, તો બાપ-બેટીની મહેફીલ જામેલી. “પપ્પા, લઈ લો ને આ એક પુડો”.

          “ના બેટા, હવે નહીં. હવે પહેલાં જેવું થોડું ખાઈ શકાય છે? અમે હવે બુઢ્ઢાં થયાં”.

          “જાવ, તમારી સાથે નહીં બોલું. પાછી એની એ ગન્દી વાત “. ચીત્રા ગાલ ફુલાવતાં બોલી. તે વખતે જાણે ફરી એ મારી નાનકી ચીત્રુ બની ગયેલી.

          “આટલી વહેલી શું કામ ઉઠી છું? નાસ્તો તો હું જ બનાવી દેત” અને એમની તરફ ફરીને બોલી, “દીકરી ચાર દીવસ માટે આવી છે, તેનેય તમે આરામ કરવા નથી દેતા”?

          “પણ મમ્મી….ઈ…..ઈ હવે સાસરે મને વહેલા ઉઠવાની ટેવ પડી ગઈ છે”.

          “હા…..અહીં તો મહારાણી આઠ પહેલાં પથારી બહાર પગ નહોતાં મુકતાં. સાસુએ ખરી ગૃહીણી બનાવી દીધી છે”!

          ત્યાં શીરીશ આવી પહોંચ્યો:

          “અમારા બહેનબા હવે એકદમ સમજદાર થઈ ગયાં છે, હોં ! એ તો સોટી વાગે ચમચમ ને વીદ્યા આવે રમઝમ. સાસુ હાથમાં ધોકો લેતાં હશે ને”!

          “જા, જા, ચીબાવલા” ચીત્રા એનો કાન પકડતાં બોલી અને ભાઈબહેને આખા ઘરમાં ધમાચકડી મચાવી દીધી. પહેલાં તો એમની ધમાલથી મારો પારો સાતમે આસમાને ચડી જતો, પણ હવે હું એવું જ જોવા તલસી રહી છું!

          પણ આવું કેટલા દીવસ? એના સસરાનો કાગળ આવી ગયો કે વહુને જલદી મોકલો તો સારું, અશોકને જરા ગોઠતું નથી. મને તો એવો ગુસ્સો આવ્યો. ઘરમાં બીજા માણસો છે કે નહીં? પણ વધારે ગુસ્સો તો ચીત્રુ ઉપર આવ્યો. ઘરે જવાની વાત થતાં જ એનો ચહેરો કેવો ખીલુંખીલું થઈ ઉઠેલો!

 

          જુઓને, અહીં આવી છે પણ મારી પાસે પગવાળીને બેસે છે જ ક્યાં? પડોશમાં જઈ-જઈને નવી નવી વાનગી શીખે છે. ખબર નહીં ક્યાં-ક્યાંથી સ્વેટરના નમુના ભેળા કરી લાવી છે. દીયરની ફરમાઈશ છે કે ભાભી સ્વેટર એવું ગુંથી આપજો કે કૉલેજમાં બધાં જોઈ જ રહે. નાની નણન્દ માટે ગીતો ઉતારે છે. સાસુ માટે શ્રીનાથજીની છબી મોતીથી ભરી રહી છે. બસ ચાર-પાંચ મહીનામાં તો મારી ચીત્રુ હવે મારી રહી જ નથી કે શું?

 

          અને આજે એ પાછીયે જતી રહી. જતી વખતે મને વળગીને ડુસકે- ડુસ્કે રોઈ. કંઈ કેટલીયે વાર સુધી હું વીચારતી રહી કે એનું આ ચોધાર આંસુએ રડવું સાચું કે ઘરે જવાની વાત આવતાં ખીલું ખીલું થઈ ઉઠેલો ચહેરો સાચો?

 

          છેવટે એના લગ્નના ફોટાઓનું આલ્બમ લઈને બેઠી. મને પુષ્પાકાકી યાદ આવ્યાં. બન્ને દીકરીઓ પોતપોતાને ઘેર. એક દીકરો પરણીને ઈન્ગલેન્ડ રહે છે. બીજો અમેરીકામાં ભણે છે. અહીં રહ્યાં બે જ જણ. જ્યારે મળવા જાઉં ત્યારે દીકરાઓના ફોનની જ વાત કરે. “જો, અમેરીકાથી આ ફોટા આવ્યા છે… ઈન્ગલેન્ડથી રમુએ આ મોકલ્યું છે….એની વહુ ત્યાં કાંઈક નૉકરી પણ કરે છે… ” જ્યારે જાવ ત્યારે બસ, આ જ વાત. મારે પણ હવે શું ચીત્રુનું આલ્બમ જ જોવાનું?

 

          મનને હળવું કરવા હું મન્દીરે ગઈ. ત્યાં ઢળતી સાંજના ઝાંખા અજવાળામાં એક આકૃતી પરીચીત જેવી લાગી. “અરે, શીરીશ તું? તું આજે ભગવાનને દર્શન આપવા ક્યાંથી આવ્યો”?

 

          “એ… તો…એ… તો…” એ જરા થોથવાયો. “એ… તો…આ જોને, રેણુની જીદને કારણે આવવું પડ્યું….એ બડી ભગત છે…” ત્યાં તો મન્દીરના પગથીયાં ઉતરતી એક છોકરી હાથમાં પ્રસાદ સાથે સામે આવી ઉભી. શીરીશે પરીચય કરાવ્યો ત્યારે એ લજ્જાથી લાલ-લાલ થઈ ઉઠી અને મને પગે લાગી. શીરીશ આંખને ઈશારે એને વારતો હતો પણ રેણુ બોલી ગઈ : “મમ્મી, એ તો ગયે અઠવાડીયે આમને અકસ્માત થતાં થતાં રહી ગયેલો ને એટલે મન્દીરે લાવેલી. મમ્મી, એમને કહો ને કે સ્કુટરને સ્કુટરની જેમ ચલાવે, એરોપ્લેનની જેમ નહીં”.

“અકસ્માત? ક્યારે? મને તો ખબર જ નથી ને”

          “અરે મમ્મી, એ નકામી ગભરાઈ જાય છે”.

 

          હા, તે દીવસે મને નવું ગ્નાન થયું. મારા શીરીશ માટે નકામું ગભરાઈ જનારું બીજું પણ કોઈ છે. ઘેર જઈને મેં રેણુ વીશે વીશેશ જાણવાની કોશીશ કરી, તો શરમાઈને શીરીશ બીજા ઓરડામાં ચાલી ગયો, અને એણે ધીરેથી બારણું વાસી દીધું.

 

          ક્યાંય સુધી હું એ બન્ધ બારણાને જોઈ રહી. મારી ને ચીત્રુવચ્ચે આવો જ એક દરવાજો ઉભો થઈ ગયો છે. હવે શું આ રેણુ પણ બારણાની જેમ મારી અને શીરીશની વચ્ચે આવીને ઉભશે? મારું મન ઘડીભર ખીન્ન ખીન્ન થઈ ગયું.

 

          પરન્તુ એકાએક હું જોરજોરથી હસી પડી. મને મારા જુવાનીના દીવસો યાદ આવી ગયા. શું હું પણ પાંખો આવતાં નવો માળો બાંધવા નહોતી નીકળી પડી?

 

(શ્રી માલતી જોશીની મરાઠી વાર્તાને આધારે)..    (વી.ફુ. 9 પાનાં 15-16)

 

સાભાર — શ્રી વિક્રમ દલાલ-એમના ઈ-મેલમાંથી 

=================================

ઉપરની વાર્તાના વિષયની પૂર્તિ કરતી અગાઉ આ બ્લોગમાં પોસ્ટ થયેલ મારી એક અછાંદસ રચના …

ઉજડેલો પંખીનો માળો !

bird,s nest

 કોઈ એક છેવાડાના ગામમાં,

વૃક્ષ નીચે ખાટલામાં સુતેલ,

એકલો અટૂલો નિવૃત વૃદ્ધ જન  ,

નીરખી રહ્યો ઉંચી નજર કરી ,

વૃક્ષની ડાળે રચેલ પંખીના માળાને.

માળો જોઈ વિચારે ચડ્યો કે ,

તિનકા તિનકા ગોઠવી દિનરાત,

કેવો મજાનો રચ્યો છે આ માળો

બે મહેનતુ પંખી યુગલે ! 

ચણ વીણી લાવી ચાંચમાં એમની,

જાતે ભૂખ્યા રહીને પણ પોષ્યાં ,

કેવાં એમનાં વ્હાલાં બચ્ચાંઓને ,

ઠંડી, ગરમી કે વરસાદમાં પણ

પાંખો ફેલાવી કેવું જતન કર્યું હતું એમનું હેતથી !

કેવાં ખુશ થયાં હતાં જોઈ એમને મોટાં ,

પણ આ શિશુ પંખીડાં મોટાં થઇ ગયાં ,

એમની પાંખો મજબુત થઇ ગઈ ,

જોત જોતામાં તો ઉડી ગયાં એક દિન,

અને ખુબ મહેનતે રચેલો એમનો ,

આ સુંદર પંખી માળો ઉજડી ગયો !

વૃક્ષ નીચે સુતેલ વિચાર મગ્ન વૃદ્ધ ,

ઊંડો નિસાસો નાખી, કહી રહ્યો  એના મનને,

પંખીડાં મારાં પણ ઉડી ગયાં છે વિદેશે ,

પોત પોતાનો આગવો માળો રચવાને,

પેલાં પંખીઓની જેમ મારો પણ ,

માળો જોત જોતામાં કેવો ઉજડી ગયો !

રહી ગયાં માત્ર હું ને મારી વેદનાઓ,

અને મારાં પંખીડાંની એ હરી ભરી યાદો ,

ઓ મારાં ઉડી ગયેલ પંખીડાંઓ ,

સુખેથી ચણજો, રહેજો ,તમારા રચેલ માળામાં,

આશીર્વાદ આપી રહ્યો  છે તમને આજે,  

ખાટલે સુતેલ આ એકલો અટૂલો તમારો ,

શરીરે હવે નબળો પડેલો વૃદ્ધ બાપ !

વિનોદ પટેલ,૮-૮-૨૦૧૫