વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1100 -મિરેકલ બોય ! …. દિવ્યાંગ ઉત્તમ મારૂની દિલસ્પર્શી સત્ય કથા

 પંગુમ લંઘયતે ગિરિમ….

આજની પોસ્ટમાં પ્રસ્તુત નામ પ્રમાણે જ ગુણ ધરાવનાર દિવ્યાંગ બાળક ઉત્તમ મારૂની સત્ય કથા અન્ય દિવ્યાંગ કે સબળ બાળકો માટે ખુબ જ પ્રેરણારૂપ છે.

બે આંખે અંધ ઉત્તમ મારૂને શ્રીમદ ભગવદ ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ છે.એ એક સારો ગાયક, તબલાવાદક અને સંગીતના બધા રાગોનો જાણકાર છે.

ભારત સરકાર તરફથી એને એની આશ્ચર્યજનક સિધ્ધિઓ માટે રાષ્ટ્રપતીના હસ્તે  ”બાલશ્રી એવોર્ડ ” આપવામાં આવ્યો છે.

આજે ૫મી સપ્ટેમ્બર ૨૦૧૭ એ શિક્ષક દિવસ છે.બાળકોને જો બાળપણથી જ કુટુંબીજનો અને શિક્ષકો તરફથી પ્રેમ અને માર્ગ દર્શન મળે તો તેઓ કેવી પ્રગતિ સાધી શકે એને માટે બાળક ઉત્તમના વિકાસનો ગ્રાફ એક ઉત્તમ ઉદાહરણ છે.

દિવ્યાંગ ઉત્તમ મારૂની આ સત્ય કથા વાંચ્યા પછી ઈશ્વર કૃપાનો આ જાણીતો સંસ્કૃત પ્રાર્થનાનો શ્લોક યાદ આવી ગયો.

मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥

વિનોદ પટેલ

મિરેકલ બોય ! …. નામે ને કામે …ઉત્તમ મારૂ

એક વખત અચુક વાંચજો – રૂવાટા ઉભા કરી નાખે તેવી રાજકોટની સત્યઘટના

લેખક …શ્રી શૈલેષ સગપરીયા

થોડી લાંબી વાત છે પણ વાંચજો જરૂર.

થોડા વર્ષો પહેલા રાજકોટના એક નર્સિંગ હોમમાં એક પ્રસુતાએ દિકરાને જન્મ આપ્યો. પરિવારમાં નવા સભ્યનું આગમન થયુ એટલે દાદીએ ફોન જોડીને દાદાજીને આ ખુશખબર આપ્યા. દાદા પણ પૌત્ર જન્મના સમાચાર મળતા ખુબ આનંદીત થયા.

થોડી વારમાં બાળકના દાદીએ ફરીથી દાદાને ફોન કર્યો. આ વખતે દાદીનો અવાજ ખુબ ભારે હતો. એમણે દુ:ખી હદયે એમના પતિને વાત કરતા કહ્યુ, “ભગવાને આપણને પૌત્ર આપ્યો પણ એને હોઠ, નાક, તાળવું કે આંખો કંઇ જ નથી. હવે આપણે શું કરીશું ?” દાદાએ પત્નિને સાંત્વના આપીને ભગવાન પર ભરોસો રાખવા કહ્યુ.

થોડા દિવસ પછી હોસ્પીટલમાંથી આ ખોડખાપણવાળા બાળકને ઘરે લાવવામાં આવ્યો. જુદા-જુદા ડોકટરોએ જુદા-જુદા અભિપ્રાયો આપ્યા. એક ડોકટરે તો એમ પણ કહ્યુ કે આ બાળકને ઇન્જેકશન આપીને શાંત કરી દઇએ કારણકે જો જીવશે તો તમે પણ દુ:ખી થશો અને બાળક પણ દુ:ખી થશે.

બાળકના દાદાએ પરિવારના બધા સભ્યોને ભેગા કરીને કહ્યુ, “જુઓ, આવડી મોટી દુનિયામાં આવો છોકરો ભગવાને આપણને જ કેમ આપ્યો ? ભગવાનને આપણા પર કેટલો મોટો વિશ્વાસ હશે કે હું આ છોકરાને જે ઘરે મોકલું છું ત્યાં બધા એને સાચવશે. ભગવાને આપણા પરિવાર પર મુકેલા વિશ્વાસને આપણે તુટવા નથી દેવો. આપણે બધા સભ્યો એની થોડી થોડી જવાબદારી વહેંચી લઇએ અને એને મોટો કરીએ.”

આ છોકરા પર એક પછી એક 8થી વધુ ઓપરેશન થયા. બાળકના દાદાએ એને પગભર કરવા માટે શાળામાં દાખલ કર્યો. શરૂઆતમાં તો કોઇ શાળા એને સ્વિકારવા તૈયાર ન થઇ પછી એક શાળામાં એને એડમીશન મળ્યુ અને આ છોકરો ભણવામાં બીજા બાળકો કરતા પણ ધીમે ધીમે આગળ નીકળી ગયો અને શાળામાં પ્રથમ નંબર લાવતો થયો. ત્યાર પછીતો દાદાજીએ બાળકને ઓર્ગન, તબલા, બ્રેઇલ લીપી, કમ્પ્યુટર શીખવાડ્યા અને છોકરો બધામાં પાવરધો થયો.

દાદાને ઇચ્છા કે પૌત્ર સારો ગાયક બને એટલે એને ગાયકીના વર્ગોમાં મોકલવાની શરૂઆત કરી.તાળવું ન હોવા છતા ખુબ સારા ગાયન દ્વારા આ છોકરાએ એના કલાગુરુને પ્રભાવિત કર્યા અને કલાગુરુએ આ છોકરાની ગાયકીનો એક પ્રોગ્રામ રાજકોટના હેમુ ગઢવી હોલમાં કર્યો. ઉભા રહેવાની પણ જગ્યા ન મળે એવી જનમેદની વચ્ચે એકથી એક ચઢીયાતા ગીતો ગાઇને એણે બધાના દીલ જીતી લીધા.

આ છોકરાનું નામ છે ઉત્તમ મારુ અને એને તૈયાર કરનાર એના દાદાજી કુવરજીભાઇ મારુ. આજે આ છોકરાને 80થી વધુ ગીતો યાદ છે અનેક શ્લોકો અને પ્રશ્નોના જવાબો એને મોઢે છે. દુનિયા અને ભારતની સામાન્ય જ્ઞાનની અદભૂત સમજ ધરાવે છે.

મિત્રો, તમારા સંતાનને ક્યારેય સામાન્ય નહી સમજતા. જો તમે એને યોગ્ય વાતાવરણ પુરુ પાડો તો એ ખીલ્યા વગર રહે જ નહી. બાળકોના વિકાસ માટે જરૂર હોય છે કુવરજીભાઇ જેવા સમર્પણભાવની અને થોડી ધીરજની.

સૌજન્ય http://www.justgujjuthings.com/2017/08/physically-challenged-boy-true-story.html

તારીખ ૭ મી ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ જ્ઞાન જ્યોત વિદ્યાલય સુરતના સ્મૃતિ ભવનમાં ૧૦ થી ૧૨ વર્ગના વિદ્યાર્થીઓ તથા અન્ય ભાવકોની હાજરીમાં ” હમ હોંગે કામિયાબ ” કાર્યક્રમમાં ઉત્તમ મારૂ .વક્તા હતા ડે.ડીરેક્ટર શ્રી શૈલેશભાઈ સગપરીયા.

દિવ્યાંગ ઉત્તમ મારૂ અને એના દાદા કુંવરજીભાઈ સાથે સ્પીક બિન્દાસના શ્રી દેવાંગ વિભાકરે લીધેલ ઇન્ટરવ્યુ

Interview of Uttam Maru Published on May 18, 2012

નીચેની યુ-ટ્યુબની  Uttam Maru ચેનલ ની લીંક પર ક્લિક કરી વન્ડર બોય ઉત્તમ મારું ના અનેક સંગીતના પ્રોગ્રામ સાંભળી શકાશે અને  એના વિષેની અન્ય માહિતી મેળવી શકાશે.

https://www.youtube.com/results?search_query=uttam+maru+rajkot

4 responses to “1100 -મિરેકલ બોય ! …. દિવ્યાંગ ઉત્તમ મારૂની દિલસ્પર્શી સત્ય કથા

  1. mera tufan સપ્ટેમ્બર 5, 2017 પર 5:45 પી એમ(PM)

    Salute to Uttam Maru and all his supportive family members. Wish Uttam achieves more every day to show the world.

    Like

  2. સુરેશ જાની સપ્ટેમ્બર 7, 2017 પર 11:23 એ એમ (AM)

    બહુ રત્ના વસુંધરા.
    આ સમાચાર મારા મિત્ર શ્રી. અતુલ ભટ્ટ ને મોકલીશ.

    Like

  3. સુરેશ સપ્ટેમ્બર 7, 2017 પર 11:28 એ એમ (AM)

    Reblogged this on સૂરસાધના and commented:

    આપણી નાની નાની મુશ્કેલીઓ પણ આપણે સહન કરી શકતા નથી. પણ કોઈકના માથે હિમાયલ ટૂટી પડે, તો પણ તેઓ તેને સ્વીકારી શકે છે; આફતમાંથી આવડત કેળવી શકે છે.
    આનું સરસ ઉદાહરણ વિનોદ ભાઈએ આપેલ આ સુ – સમાચારમાં છે.

    Like

  4. અતુલ ભટ્ટ સપ્ટેમ્બર 7, 2017 પર 9:39 પી એમ(PM)

    વિશ્વના દરેક માતાપિતાને હર ક્ષણ આવા દીવ્યાંગોની મારફત પ્રેરણા આપવાનું કામ મારા જેવા સીનર સીટીઝનોનું છે ચાલો તો અમને સૌને સવ્યવસાઈક બનાવી વિશ્વમાં આત્મસંમાનિત જનતા શીખવાડીએ … જોઈ શું રહ્યા છો જોડાઈ જાવ🌹🙏🏻

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: