ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
1141-મારો ૮૨ મો જન્મ દિવસ અને થોડું પ્રાસંગિક ચિંતન ….
આજે ૧૫ મી જાન્યુઆરી ૨૦૧૮.મારો ૮૨ મો જન્મ દિવસ.
જુદા જુદા મુકામો બદલતી ભાતીગર જીવન યાત્રાનાં ૮૧ વર્ષ પૂરાં કરીને આજે જ્યારે હું ૮૨ મા વર્ષમાં પ્રવેશ કરું છું ત્યારે મારા મનમાં જે વિચારો ઉમટી રહ્યા છે એને આજની જન્મ દિવસની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું.
જિંદગીની મુસાફરી માટેની માણસના શરીર અને આત્માની ગાડી જન્મ નામના સ્ટેશનેથી ઉપડે છે અને ઉમરના જુદા જુદા તબક્કે વિવિધ અનુભવો કરાવતી છેવટે વૃદ્ધાવસ્થા-મૃત્યુના અંતિમ પડાવના સ્ટેશને આવીને અટકી જાય છે.
૧૯૩૭ ના જાન્યુઆરીમાં એ વખતે વિદેશ ગણાતા રંગુન,બ્રહ્મ દેશમાં જન્મ પછી શરુ થયેલ મારી જીવન યાત્રાનો રથ વતન ડાંગરવા,કડી,અમદાવાદ-કઠવાડા-વડોદરા,અમદાવાદની ૫૮ વર્ષની લાંબી મજલ કાપી છેલ્લા ૨૩ વર્ષથી અમેરિકામાં,સાન ડિયેગોમાં આવીને છેલ્લા પડાવે આવીને અટક્યો છે.ભાવિની ભીતરમાં શું છે એ તો સમય જ નક્કી કરશે.
શારીરીક રીતે હાલ થોડી તકલીફો હોવા છતાં હજી કાર્યરત રહેવાય છે એને હું એક પ્રભુની કૃપા માનું છું.જે કોઈ પણ પરિસ્થિતિ આવી પડે એની સાથે સમજુતી કરી લેવાની ટેવ અને વિપત્તિ ને પણ સંપત્તિ ગણી મજબુત મનોબળથી આગળ વધી દરેક પળને આનંદથી માણવાના ધ્યેય સાથે જીવવા માટે હું ટેવાયો છું.શારીરીક મર્યાદાઓ હોવા છતાં આનંદથી સમય પસાર કરી,આ બ્લોગની રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા સૌને વિનોદ વિહાર કરાવી શકું છું એનો મને આનંદ અને સંતોષ છે.
જન્મ દિવસ,ઉત્તરાયણ અને અમદાવાદ નો સુમેળ
આ કેવો કુદરતી સંજોગ કહેવાય કે મારો જન્મ દિવસ ૧૫ મી જાન્યુઆરી,ઉત્તરાયણ પછીના જ દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે આવે છે.આ દિવસોને ભારતમાં લોકો રંગબેરંગી પતંગો ચગાવીને ખુબ ઉત્સાહ અને આનંદથી ઉજવે છે.ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફ ગમન.૧૪ મી જાન્યુઆરીથી સૂર્યને મકર રાશિમાં પ્રવેશ કરવાનો સંક્રાત કાળ છે, એટલે આ પર્વને મકરસંક્રાંતિ નું પર્વ પણ કહેવાય છે.
આજે યાદ આવે છે અમદાવાદમાં ઉજવેલી ઉત્તરાયણના એ દિવસો જ્યારે બે દિવસો સવારથી સાંજ સુધી બંગલાના ધાબે ચડી પતંગોતસવ સાથે ઊંધિયું,જલેબી,તલની ચીકી, બોર, જામફળ વી. ખાઈને સવારથી ઉત્તરાયણ અને જન્મ દિવસની ઉજવણી સહકુટુંબ આનંદ અને ઉત્સાહથી કરતા હતા.

અમદાવાદમાં પતંગની મોજ લેતી મારી એક તસ્વીર
ઉત્તરાયણમાં આકાશમાં ચડેલા અનેક પતંગોની હરીફાઈ વચ્ચે આપણા પતંગને અસ્થિર હવામાનમાં સ્થિર રાખી એને ટકાવી રાખવાનો સંદેશ આપણા જીવનને પણ એટલો જ લાગુ પડે છે.જીવનના અસ્થિર સંજોગો વચ્ચે પણ બાવડાના બળે આપણા મનોબળના પતંગને ટકાવી રાખવાનો છે.
હે પ્રભુ મારા જીવન પતંગની દોર તારા હાથમાં છે.મારા પતંગને સ્થિર રાખી એને ટકાવી રાખજે.પ્રભુ પ્રત્યે મને અપાર શ્રધ્ધા છે જે મારી આ રચનામાં વ્યક્ત થાય છે.
મારી શ્રધ્ધા !
જીવનમાં એવું કોઈ કામ કે એવો કોઈ પ્રશ્ન એવો કઠિન નથી
જેને હું ને મારો ઈશ્વર બન્ને ભેગા મળીને ઉકેલી ના શકીએ .
ભગવાનની કૃપા અને મનમાં જો હોય પુરુષાર્થની ભાવના
ગમે એવું મુશ્કેલ કામ સરળ બની જાય,એમાં નવાઈ ના !
મારા દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,
કર ગ્રહી,માર્ગદર્શક બની, એ જ મને સદા દોરી રહ્યો,
જીવન માર્ગ મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો
એ માર્ગના દરેક પગલે મારી સાથે ,પ્રભુ મારો ચાલી રહ્યો.
ઘણું લઇ લીધું છે તો ઘણું પ્રભુએ જીવનમાં આપ્યું પણ છે ,
ત્રણ પેઠીની લીલીવાડી નજરે જોવાનું સુખ શું ઓછું છે !
મારા ૭૯મા જન્મ દિવસે જીવન-ફલક પર એક નજર કરી જે આત્મ મંથન અને ચિંતન કરેલું એને

આભાર દર્શન
અમેરિકામાં હાલ નિવૃતિ કાળમાં મારી જીવન સંધ્યાના દિવસોને રસિક અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં પ્રિય સંતાનો,સ્નેહી-કુટુંબીજનો,મુરબ્બીઓ, મિત્રો,બ્લોગર મિત્રો સહીત,સૌનો આજે મારા ૮૨ મા જન્મ દિવસે હૃદયથી આભાર માનું છું.આપ સૌના પ્રેમ અને લાગણીને એક પ્રભુ કૃપા માનું છું.
શ્રધાંજલિ
ઉપર જેમના ફોટાઓ મુક્યા છે એ મારી જીવન કથાનાં પ્રિય પાત્રો મારા પિતા સ્વ. રેવાભાઈ ,ધર્મપત્ની સ્વ.કુસુમ અને માતા સ્વ.શાંતાબેન મારા જીવનમાં મારી સાથે રહ્યાં ત્યાં સુધી મને ભરપુર જૈવન્ય પૂરું પાડ્યું છે. આજે આ દિવ્ય આત્માઓ પ્રભુના ધામમાં બિરાજે છે અને મારા પર જાણે કે આશીર્વાદ વરસાવી રહ્યાં હોય એમ સદૈવ મને લાગ્યા કરે છે.
આ ત્રણ સ્વર્ગસ્થ દિવ્ય આત્માઓને મારા જન્મ દિને યાદ કરી આ શબ્દોથી એમને નત મસ્તકે હાર્દિક અંજલિ આપું છું.
આવ્યાં હતાં આ ત્રિપુટી આત્માઓ,મુજ જીવનમાં,
પ્રેમ વર્ષા કરી,હૃદયે વસી,સ્વર્ગે છે સિધાવી ગયાં,
અગણિત ઉપકારો છે એમના મારા જીવન ઉપર,
આજે જન્મ દિને એમને યાદ કરૂ સાદર નમન કરી.
વિનોદ પટેલ
૧૪ મી જાન્યુઆરી,૨૦૧૮
૮૨મો જન્મ દિવસ
Like this:
Like Loading...
Related
Abhinandan …. Vinodbhai OR Martin Luther King?- Anand Rao
LikeLike
હર પરિસ્થિતિને પોતિકી ગણી , પરગજુ સ્વભાવથી સૌના ઉર મા ખુશી છલકાવનાર આ . શ્રી વિનોદભાઈએ સૌને સ્વજન બનાવી દીધા છે…જન્મદિને તંદુરસ્તી સહ વિનોદ વિહાર વિહરતો રહે એવી અંતરથી શુભેચ્છા
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Happy Birthday…
LikeLike
આદરણીય વિનોદભાઈ,
જન્મદિનની હાર્દિક શુભ કામનાઓ!
આપ આ ઉંમરે કર્તવ્યશીલ રહીને સૌને પ્રેરણા તો આપો જ છો, તે સાથે મારા જેવા સૌ સહયાત્રીઓના કામને પણ મોકળા મને બિરદાવતા રહો છો તે કેવી સરસ વાત! વિનોદભાઈ! તેમાં આપની મોટપ છે. અન્યને ઉદાર દિલે પ્રોત્સાહન આપવું તે મોટા દિલની વાત છે. આપની સૌજન્યશીલતા હૃદયને સ્પર્શી જાય છે.
આવનારાં વર્ષો આપના જીવન યજ્ઞને વિશેષ અર્થ અર્પે તેવી શુભેચ્છાઓ.
આપની જીવનયાત્રા મંગલમય હો તે પ્રાર્થના. . . . .. હરીશ દવે
LikeLike
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિનોદભાઇ.
LikeLike
Happy birthday to you bhai
LikeLike
આદર્ણીય વડિલ મિત્રને જન્મદિનના હાર્દિક વધામણાં. આપનું આરોગ્ય હંમેશા ક્ષેમ કુશળ રહે એ જ પ્રભુ પ્રાર્થના. આપનો પ્રેમાળ પ્રતિભાવ જ કંઈક વિચારવા લખવા પ્રેરે છે.
LikeLike
HAPPY BIRTH DAY
LikeLike
અમારા પ્રેરણામુર્તિને જન્મદિનના હાર્દિક વધામણાં
LikeLike
vinod bhai ,
read with full interest your journey in India and now last inning in America- and keeping busy and making people happy by vinod vihar in spite of odds – making it even.
great inspiration we have to take from you.
wish you very peaceful – healthy and happy life ahead.May God Bless.
LikeLike
HBD once again.
LikeLike