વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 3, 2018

1150- કાવ્ય-સાહિત્ય રસિકોમાં પ્રિય કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતની ચિર વિદાય… ભાવાંજલિ

                            પ્રોફ. નિરંજન ભગત – મે ૧૮ ૧૯૨૬ –  ફેબ્રુઆરી ૧, ૨૦૧૮

 ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને ભગતસાહેબના નામથી પ્રખ્યાત એવા વરિષ્ઠ કવિ નિરંજન ભગતનું ગુરુવાર, તારીખ ૧લી  ફેબ્રુઆરી ૨૦૧૮ નાં રોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. ટૂંકી માંદગી બાદ ૯૨ વર્ષની વયે તેમણે ગુરુવારે છેલ્લો શ્વાસ લીધો હતો. 

ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને ‘હું તો બસ ફરવા આવ્યો છું’ જેવી કાવ્યરચનાઓથી ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા સ્વ.ભગત સાહેબના  જીવન અને સાહિત્ય ક્ષેત્રે એમણે કરેલ પ્રદાનની શ્રી ભવેન કચ્છી દ્વારા અપાએલ માહિતી વાંચવા અને ઓડિયો સાંભળવા અહી ક્લિક કરો.

ચિત્રલેખામાં પરિચય ..

ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા નિરંજનભાઈએ ‘ચિત્રલેખા’ને ગયા વર્ષે (29 મેએ) વિસ્તૃત મુલાકાત આપી હતી.

વરિષ્ઠ સંવાદદાતા મહેશ શાહે ખાસ તૈયાર કરેલો પરિચય લેખ  વાંચવા માટે  આ લીંક પર ક્લિક કરશો .   http://chitralekha.com/niranjanbhagat.pdf

સ્વ.ઉમાશંકર જોશી અને સુંદરમની કક્ષાના કવિ અને સાહિત્યકાર આદરણીય નિરંજન ભગત સાહેબને  હાર્દિક શ્રદ્ધાંજલિ

ગુજરાતી સાહિત્યકાર….નિરંજન ભગત