વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 18, 2018

1156 – અમેરિકામાં રહીને ભારતના કરોડો દીવ્યાંગો માટેના પ્રશ્નો અંગે સતત કાર્યરત દીવ્યાંગ શ્રી પ્રણવ દેસાઈ સાથેનો ઈન્ટરવ્યુ ….. શ્રી આનંદરાવ લિંગાયત

An Indian American tech professional Pranav Desai,is a founder of NGO-Voice of Accessible India (VoSAP).
Mr.Desai,a polio survivor,has been appointed as Advisor to the ‘Accessible India’ campaign launched by Prime Minister Narendra Modi to make transport, public spaces and information and communication technology accessible to differently-abled people in India.

શ્રી પ્રણવ દેસાઈ અમેરિકામાં રહીને પોતાના માદરે વતન ભારતના સાત કરોડ દિવ્યાંગ (Differently Able) લોકો માટે જરૂરી સુવિધાઓ માટે અને એમના સશક્તિણ માટે ઘણા વર્ષોથી એક મિશનરીની જેમ ખુબ જ ઉત્સાહથી કામ કરી રહ્યા છે.તેઓ VOICE OF SAP- Specially Abled People ના સ્થાપક મેમ્બર છે.લોકોને આ સંસ્થાને સાથ અને સહકાર આપવા માટે અમેરિકામાં રહી વૈશ્વિક ધોરણે એક અભિનંદનીય અભિયાન ચલાવી રહ્યા છે. 

મારી જેમ તેઓ પણ ચાર વર્ષની ઉંમરે પોલીયો-બાળ લકવાનો શિકાર બન્યા હતા જેના લીધે એમના બે પગ પોલીયોગ્રસ્ત અને કમજોર બની  ગયા છે.જીવનભર માટે દિવ્યાંગ બન્યા હોવા છતાં મજબુત મનોબળ અને આંતરિક શક્તિઓને વિકસાવીને એમના જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.હાલ તેઓ લોસ એન્જેલસમાં એક જાપાનીઝ કંપની NTT-Nippon Telegraph and Telephone -માં વાઈસ પ્રેસીડન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.તેઓ અમદાવાદના વતની છે.

ભારતના દીવ્યાંગો માટે ચીંતા કરતા શ્રી પ્રણવ દેસાઈ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે વર્ષોથી સંપર્કમાં છે.હાલ તેઓ ભારત સરકારના દીવ્યાંગો માટેની બાબતો માટેના માનદ સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે.

લોસ એન્જેલસમાં રહેતા સાહિત્ય પ્રેમી અને સમાજ સેવક ૮૭ વર્ષના મારા મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતએ તાંજેતરમાં ભારતમાં દિવ્યાંગ (handicap નહી પણ Specially Abled People)વ્યક્તિઓના પ્રશ્નોના નિવારણ અને એમના સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ રહેતા શ્રી પ્રણવ દેસાઈ સાથે સાક્ષાત્કાર- interview કર્યો હતો .

વિનોદ વિહારના વાચકોને શ્રી પ્રણવ દેસાઈનો  અને દીવ્યાંગો માટેના એમના મિશનનો પરિચય કરાવવા માટે આજની પોસ્ટમાં આ ઈન્ટરવ્યુ નીચે પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

આ ઈન્ટરવ્યુ ઈ-મેલમાં મને મોકલવા માટે શ્રી આનંદરાવ લિંગાયતનો હું ખુબ આભારી છું.

 

નીચેની લીંક પર ક્લિક કરીને એ ખુબ જ સુંદર ઈન્ટરવ્યુ વાંચી શકાશે.

 

શ્રી પ્રણવ દેસાઈ સાથેનો ઈન્ટરવ્યું ….શ્રી આનંદરાવ લિંગાયત 

 શ્રી પ્રણવ દેસાઈની વેબ સાઈટની નીચેની લીંક પર ક્લિક કરીને વધુ વિગતે માહિતી મેળવી શકાશે.

https://voiceofsap.com/

નીચેના વિડીયોમાંથી પણ ભારતના કરોડો દીવ્યાંગો માટે સતત મિશનરી ભાવનાથી જે ઉત્સાહથી શ્રી પ્રણવ દેસાઈ કાર્ય કરી રહ્યા છે એનો વધુ પરિચય થશે.

આ વિડીયોમાં તમે શ્રી પ્રણવ દેસાઈને એમના દીવ્યાંગો માટેના એમના કાર્યક્ષેત્રનો પરિચય કરાવતા જોઈ શકશો.

VOICE OF SAP-Voice of Specially Abled People – Video for people to join the cause

Pranav Desai with Vikas Nangia, Community Round up Show at TV Asia- ઈન્ટરવ્યું 

Vision 2020 Shri Pranav Desai Vision 2020 for the Specially Abled

Voice Of SAP Welcomes Modiji at Silicon Valley

Pranav Desai, Founder of VoSAP talks about how Silicon Valley community of Indian origin can tap into Assistive Technology related “untapped” business opportunities under Digital India initiative and help millions of Specially Abled People.

એમની વેબ સાઈટની નીચેની લીંક પર બીજા  ઘણા વિડીયો જોઈ શકાશે.

https://voiceofsap.com/videos/

 

ભારતના કરોડો દીવ્યાંગો માટે આશા દીપક બનેલા દિવ્યાંગ શ્રી પ્રણવ દેસાઈને એમની સેવા ભાવના અને વિકલાંગોના ઉત્કર્ષ માટે  ઉત્તમ પ્રકારના કાર્ય માટે હાર્દિક અભિનંદન અને એમના આ મિશનની સફળતા માટે અનેક શુભેચ્છાઓ.

–વિનોદ પટેલ