તારીખ ૮ મી માર્ચ ૨૦૧૮ ની આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની પોસ્ટના અનુસંધાનમાં આજની આ પોસ્ટમાં એક એવી યુવાન મહિલાનો પરિચય કરાવ્યો છે કે જેણે બાળપણમાં થયેલ એક અકસ્માતમાં બે હાથ ગુમાવ્યા હતા.આમ છતાં એના મનોબળની મદદથી એ સુપરવુમન તરીકે પાંખાઈ.આ જીંદાદિલ યુવતીનું નામ છે ડો.માલવિકા ઐયર.
લોકોને પ્રેરણા આપનારી માલવિકા અંગે બહુ થોડા લોકો જાણકારી ધરાવે છે કે તે એક એવા આધાતમાંથી ઉગરી છે કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. પરંતુ માલવિકાએ આ દૂર્ધટનાને તેના મન પર હાવી થવા દીધી નથી.
ડો.માલવિકા ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર, દીવ્યાંગોના હક્ક માટે લડનારી એક્ટીવીસ્ટ અને સોશ્યલ વર્કમાં પીએચડીની સાથે એક ફેશન મોડલ તરીકે પણ જાણીતી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિએ માલવિકા ઐયરને “ નારી શક્તિ પુરસ્કાર “ આપીને સન્માનિત કરી હતી જે એ પ્રસંગના નીચેના વિડીયોમાં જોઈ શકાય છે !
President Ramnath Kovindh presented the Nari Shakti Puraskar to Dr Malvika Iyer rights activist
મિત્ર શ્રી પ્રવીણ પટેલે મારા ફેસબુક પેજ ”મોતી ચારો ‘ માં માલવિકા ઐયર વિષે જે વિશેષ માહિતી આપી છે એ નીચે સાભાર પ્રસ્તુત છે.
માલવિકા ઐયર તામિલનાડુમાં જન્મી હતી પણ તેનો પરિવાર રાજસ્થાન,બિકાનેરમાં રહેતો હતો.
મે ૨૦૦૨ ના વરસે એક ડાયનામાઈટ ફાટવાના કારણે માલવિકાએ તેના બન્ને હાથના કાંડા ગુમાવ્યા હતા તેમજ તેના પગ પર ગંભીર ઈજાઓ થઈ હોવાથી તે વાંકાચુકા થઈ ગયા હતા !૧૮ મહિના હોસ્પિટલની સારવાર મેળવી ખભા ઘોડીના સહારે ચાલતી થઈ હતી !
લહિયાની મદદથી માલવિકાએ જ્યારે એસએસસીની પરીક્ષા આપી અને બોર્ડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો ત્યારે રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામે માલવિકાને રાષ્ટ્રપતિ ભવન પર નિમંત્રણ આપી એનું સન્માન આપ્યું હતું !
ત્યારપછી માલવિકાએ દિલ્હીની સ્ટેફન કોલેજમાંથી સામાજિક કાર્યોના વિષય પર માસ્ટરની ડીગ્રી મેળવી હતી !પછી ૨૦૧૨માં મદ્રાસની કોલેજમાંથી સામાજીક કાર્યો પર થિસીસ લખી પીએચડી મેળવી હતી !આ થિસિસ માટે માલવિકાને સર્વ શ્રેષ્ઠ થિસીસ માટે આપવામાં આવતો રોલિંગ કપ એવોર્ડ પણ મળ્યો હતો !
માલવિકાએ વિશ્વભરની સ્કુલો,કોલેજો,યુનિવર્સિટીઓ વિગેરે જગાઓ પર મોટીવેશનલ લેકચર આપ્યા છે !ડો.માલવિકા દિવ્યાંગ લોકો માટે સામાજીક કાર્યો કરતી રહે છે !
ગત વરસે united નેશન્સએ ડો.માલવિકાને વ્યક્તવ્ય આપવાનું નિમંત્રણ આપ્યું હતું !તેમજ વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં પણ વ્યક્તવ્ય આપ્યું હતું !
બાળપણમાં હાથના કાંડા ગુમાવી,પગમાં ખોડ વેઠી માલવિકાએ નિરાશ થવાના બદલે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી ડોકરેટની ડિગ્રી મેળવી,સતત કામ કરતા રહીને જે નારી શક્તિ દર્શાવી છે તે દેશની તમામ મહિલા તેમજ દિવ્યાંગો માટે પ્રેરણારુપ છે !
દરેકને પ્રશ્ન થાય કે માલવિકાએ તેની થિસીસ કે વ્યક્તવ્ય કેવી રીતે લખતી હશે તે સૌ માટે માલવિકા આ જવાબ આપે છે !
”To everyone who’s been curious as to how I type, do you see that bone protruding from my right hand?
That’s my one and only extraordinary finger. I even typed my Ph.D. thesis with it 🙂
ડો. માલવિકા ઐયરને શાબાશી તેમજ ધન્યવાદ પાઠવવા જ જોઈએ !
નીચેના વિડીયોમાં ડો. માલવિકા ઐયર TEDx ની એક સભામાં એના જીવનની પ્રેરક વાતો કહેતી જોઈ /સાંભળી શકાશે.
”The only Disability in life is a bad attitude ” | Malvika Iyer | TEDxIIMKozhikode
આ વિડીયોમાં ડો. માલવિકા ઐયરના જીવનની સફળતા ની કથા અંગ્રેજીમાં આલેખવામાં આવી છે એ એના ચિત્રો સાથે વાંચી શકાશે .
Motivational Success Story of Double Amputee Malvika Iyer – What’s Your Excuse ?
ખૂબ ખૂબ ધન્યવાદ માલવિકાને.
LikeLike
અહીં આપણી ભાષામાં વાંચવાની ઓર મઝા આવી.
LikeLike