વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: મે 2018

1203-વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં…આલેખનઃ રમેશ તન્ના ….સ્મરણાંજલિ -૩

વિનોદ ભટ્ટના અવસાન બાદ ઘણા લેખકોએ એમને અંજલિ રૂપે એમના વિષે જુદા જુદા સમાચાર માધ્યમોમાં લખ્યું છે.જાણીતા લેખક શ્રી રમેશ તન્નાએ એમના ફેસ બુક પેજ  પોઝિટિવ મિડિયા માટે વિનોદ ભટ્ટની જ શૈલીમાં એક લેખ” વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં” લખ્યો છે અને એ રીતે એમના માનીતા હાસ્ય લેખકને અનોખી રીતે અંજલિ આપી છે.

શ્રી રમેશભાઈ ના આભાર સાથે વિનોદ વિહારની આજની શ્રધાંજલિ પોસ્ટમાં આ લેખ નીચે પ્રસ્તુત છે.આ લેખ પછી સ્વ.વિનોદ ભટ્ટ વિષેના બીજા બે લેખોની પી.ડી.એફ.પણ જરૂરથી વાંચશો.

વિનોદ પટેલ  

વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં…આલેખનઃ રમેશ તન્ના

Vinod Bhatt-jyotindra-bakhul -tarak

ગઈ કાલે યમરાજ પોતે વિનોદ ભટ્ટને લેવા આવ્યા. તેમના નિવાસસ્થાને પહોંચ્યા. મનોમન બોલ્યાઘોર કળિયુગમાં આ માણસ ધર્મયુગમાં રહે છે. કમાલનો માણસ લાગે છે !

વિનોદભટ્ટ તો જવા તૈયાર જ હતા. યમરાજાએ ધર્મયુગ કોલોની બહાર પાડો પાર્ક કરેલો. બન્ને ચાલતા ચાલતા સોસાયટીના ઝાંપે આવ્યા.

વિનોદ ભટ્ટ સોસાયટીના મુખ્ય ઝાંપે પાછા ફરીને ઊભા રહ્યા. પોતાનું ઘરસોસાયટીની શેરીઅન્ય બંગલાઓ જોતા રહ્યા. 

યમરાજા બોલ્યાઃ રહેવું છે હજી થોડાં વર્ષ ?

નાભઇલા નાહવે બહું થયુંકૈલાસ ગઇહમણાં નલિની ગઇ,તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવેબકુલ ત્રિપાઠીતારક મહેતાનેય મળવું છે. અને જો યમરાજભાઈઅહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. પછી વિનોદભાઇ કહે,” ચાલો,તમતમારે… આપણે રેડી છીએ.”

યમરાજા કહેઊભા રહોમાવો ખાઇ લઉં.

 “હાએ પહેલું હો.. માવો ખાધા વિના વાહન ના ચલાવી શકાયતો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે. બાય ધ વેહમણાં સૌરાષ્ટ્ર બાજુ કામ બહું રહેતું લાગે છે.”

યમરાજા આંખો પહોળી કરીને કહેઅરેતમને કેવી રીતે ખબર પડી.

” ખબર તો પડી જ જાય ને. આ માવાની લત ત્યાંથી જ લાગેઅને તમારા દાંત પણ લાલ થઇ ગયા છે. આ તમારા પાડાને નથી ખવડાવતા ને ! “

યમરાજા હસી પડ્યાનાનાપાડો તો નિર્વ્યસની છે. લીલા ઘાસ વિના બીજું કશું ખાતો નથી. વિનોદભાઈ કહેઅમારા દેશના રાજકારણમાં દાખલ કરી દોબધુ ખાતો થઈ જશે.

એયને પછી તો વિનોદ ભટ્ટ પાડા પરયમરાજાની પાછળ બેસીને પહોંચ્ચા યમલોકમાં. યમરાજાએ વિનોદ ભટ્ટને ચિત્રગુપ્તને  સોંપતાં કહ્યું- આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.

*

 ચિત્રગુપ્તે મોટો ચોપડો કાઢ્યો.

 પૂછ્યુંનામ ?

 “વિનોદ”

 “કેવા ? “

 “એવા રે અમે એવા”

 “એમ નહીંજ્ઞાતિએ કેવા ?”

 ” અહીં પણ લોકશાહી છેઅહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “

 “ભાઇઆખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ67,583 છે.”

 “વિનોદ ભટ્ટ હસીને કહે છેહવે 67,582 થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”

        ચિત્રગુપ્તે ચોપડો ફંફોસવા માંડ્યો.

        બોલ્યો,” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”

          “વધારે લખાઇ ગયું છેઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”

        ચિત્રગુપ્ત થોડો અકડાયોવિનોદભાઇજે ઓછું કે વધુ નહીં,પણ ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વેતમે તો લોકોને બહુ હસાવ્યા છે.”

 “વિનોદ ભટ્ટે ચિત્રગુપ્તના ખભા પર હાથ મૂકીને કહ્યુંજો દોસ્તલખવાનું કામ આપણુંહસવાનું કામ વાચકોનું.”

        ચિત્રગુપ્ત ગળગળો થઇ ગયાઃ સાહેબમેં પણ તમને બહુ વાંચ્યા છે.

આંખ મીંચકારીને વિનોદભાઈ કહે તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.

સાહેબતમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.

અચ્છા તો તું ગુણવંત શાહને પણ વાંચે છે એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરતો. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો તેમને તકલીફ પડે.

      સાહેબઆ બધુ તમારે ઉપરયમરાજાને કહેવું પડે. હું તો હિસાબનો માણસ. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો. ચિત્રગુપ્ત (પોતાના) નાક પર આંગળી મૂકીને કહે છે હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.

ચિત્રગુપ્તને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે વિનોદભાઇ કહેતમે યારહજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.

        ચિત્રગુપ્તે ચશ્માં સરખાં કરતાં કહ્યું,”જીવભાઈએ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છેપણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશેઆપણે ખોટી મહેનત કરવી.”

        વિનોદ ભટ્ટ હસતાં હસતાં કહે,”એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…

ચિત્રગુપ્ત હસતાં હસતાં કહે,” નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”

        વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી?

          “નાઅહીં અકાદમી-પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”

          “તો ભઇલાત્યાં લઇ લે. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તોદિવ્યભાસ્કરમાંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”

          “તમે કહેતા હોય તોતેમને અહીં બોલાવી લઇએ.”

          “નાના. “

        બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રગુપ્ત પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,”તમને જ્યોતિન્દ્ર દવે વગેરે યાદ કરે છેજાઓસ્વર્ગલોકમાં સિધાવો.”

*

ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે,લતાઓ અને વનલતાઓઅનેક પ્રકારના છોડનાનાં-નાનાં પ્રકારનાં પુષ્પોફૂલ-ઝાડથી વાતાવરણ છલકાઇ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છેતેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છેતારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે.

          “આવોવિનોદ આવો,” જ્યોતિન્દ્ર દવેએ વિનોદ ભટ્ટને આવકાર્યા.

         બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. વિનોદ ભટ્ કહે છે.

          ” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છેવિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”

નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ અમને હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” જ્યોતિન્દ્ર દવે બોલ્યા.

 “વિનોદતમે બહું સૂકાઇ ગયા લાગો  છો ? ” બકુલ ત્રિપાઠીએ વિનોદભાઇના દેહ પર નજર કરતાં કહ્યું.

          “બકુલભાઇસૂકાઇ ગયો એટલે તો અહીં આવ્યોનહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”

વચ્ચે થોડી વધી હતીપણ પછી તમે અહીં આવવાના હતા એટલે ઓછી કરી નાખી.. બકુલ ત્રિપાઠીએ હસતાં હસતાં જવાબ આપ્યો.

તારક મહેતાએ વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી કહ્યું,” સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”

          “તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે અહીં તો પરમેનેન્ટ મજા નથી હોતી ?”

પહેલા એવું હતુંપણ ટીવીનાં કનેકન્શન લીધા પછી સ્થિતિ બદલાઇ છે.”જ્યોતિન્દ્રભાઇ બોલ્યા.

તારક મહેતા કહેબોરીસાગર કેમ છે ?

          “એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. ડોક્ટર રમેશ કાપડિયાએ શીખવાડેલું શવાસન દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં 30-35 વર્ષ અહીં આવે તેમ લાગતું નથી!” વિનોદભાઇએ જવાબ આપ્યો.

એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ. જ્યોતિન્દ્ર બોલ્યા. પછી કહેજોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખઅશોક દવેશાહબુદીન રાઠોડનિરંજન ત્રિવેદીલલિત લાડઉર્વિશ કોઠારીઅક્ષય અંતાણીડો. નલિની ગણાત્રાજગદીશ ત્રિવેદીમંગલ દેસાઈ આ બધા લખી રહ્યા છે.

જ્યોતિન્દ્ર દવે બોલ્યાતમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું 78એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા 87માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી 77મેં આવ્યા. મધુસુધન પારેખ 85 વર્ષે હજી જામેલા છેઆમ તો રતિલાલ બોરીસાગરને 80 થઇ ગયાં છે;પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.

” નાનાબધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાયથોડાને ત્યાં પણ રહેવા દો” બકુલ ત્રિપાઠી બોલ્યા.

ત્યાં  એક છોકરો દોડતો-દોડતો આવ્યોવિનોદ ભટ્ટ કોઈ કૈલાસબહેન અને નલિનીબહેન તમને યાદ કરે છે.

વિનોદ ભટ્ટ ઊભા થાય છેઉતાવળે પગલે જતાં જતાં બોલે છેઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.

—————————— —————————–

પોઝિટિવ મિડિયા માટે આલેખન.. રમેશ તન્ના 9824034475.

(નલિનીબહેન અને વિનોદભાઈની આ તસવીર, વિનોદભાઈના જન્મદિવસે, 14મી જાન્યુઆરી, 2018ના રોજ, અમદાવાદમાં તેમના નિવાસસ્થાનના આંગણામાં, આલાપ તન્નાએ લીધી હતી. આ વર્ષે આપણે આ બન્નેને ગુમાવ્યાં.)

સ્વ.વિનોદ ભટ્ટ વિશેના બીજા શ્રધાંજલિ લેખોની પી.ડી.એફ. …

૧. “કલમમાં વેદના ઘૂંટાઈને આવે ત્યારે લેખનનો સંતોષ થાય”
વિનોદ ભટ્ટ સાથેની મુલાકાતના અંશો…..
(મુલાકાત રમેશ તન્ના અને અનિતા તન્ના) /હાસ્ય લેખક વિનોદ ભટ્ટ ને શબ્દાંજલિ.

૨ વિનોદ ભટ્ટની મૃત્યુ વિશેની વાતમાં પણ ભરપૂર ‘વિનોદ’ હતો….24 મે 2018..સૌજન્ય …www.bbc.com/gujarati

ઉપરના લેખોની પી.ડી.એફ. વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

Vinod Bhatt –  Tribute Articles

1202 – સ્વ. વિનોદ ભટ્ટ અને એમનું હાસ્ય ….વીડીયો દર્શન…. સ્મરણાંજલિ …ભાગ-૨…

તારીખ ૨૭મી મે, ૨૦૧૮ ના દિવ્ય ભાસ્કર ના છેલ્લા પાને ” રસરંગ” વિભાગમાં સ્વ.વિનોદ ભટ્ટના જીવન અને એમના હાસ્ય સાહિત્ય  વિષે સરસ માહિતી પ્રગટ કરવામાં આવી છે.

આની લીંક સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલી છે એને એમના અને સુ.શ્રી કોકિલા રાવળના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

VINOD BHATT-DB LAST PAGE 1 _of-RasRang-2018-05-27_1

VINOD BHATT-DB LAST PAGE 2 _of-RasRang-2018-05-27_2

સ્વ. વિનોદ ભટ્ટ અને એમના હાસ્યનું દર્શન કરાવતા કેટલાક વિડીયોનું દર્શન …. સ્મરણાંજલિ …

સ્વ. વિનોદ ભટ્ટના નિધનના દુખદ સમાચાર અને શ્રધાંજલિ વિશેની આ અગાઉની પોસ્ટ ના અંતે  જણાવ્યા પ્રમાણે આજની પોસ્ટમાં એમના વિષે યુ-ટ્યુબ ચેનલોમાં અનેક વિડીયોમાંથી ચયન કરી કેટલાક મારી પસંદગીના વિડીયો નીચે મુક્યા છે.

વિનોદ ભટ્ટને અનેક સાંસ્કૃતિક સમારંભોમાં આમંત્રિત કરવામાં આવતા હતા અને જીવનના છેલ્લા સમય સુધી એમણે હાજરી આપીને શ્રોતાઓને ભરપુર આનંદ કરાવ્યો હતો એ આ વિડીયોમાંથી જોઈ શકાશે.આ વિડીયોમાં હાસ્ય અને કટાક્ષ તો છે જ પણ ગુજરાતી ભાષાને મરતી બચાવવા માટેના એમના દિલની વ્યથા પણ જોઈ શકાશે.આ રીતે આ વિડીયોમાં સ્વ. વિનોદ ભટ્ટના જીવનના વિવિધ પાસાંઓનો પરિચય હસતાં અને હસાવતાં એમણે આપણને કરાવ્યો છે.

૧.Veteran Gujarati author, humorist Vinod Bhatt’s speech at Gujarati Sahitya Parishad

૨. Well-known Gujarati umorist Vinod Bhatt/વિનોદ ભટ્ટ in conversation with Urvish Kothari/ઉર્વીશ કોઠારી reg. future of Gujarati Language/ ગુજરાતી ભાષા.Aug 6, 2009 – Uploaded by urvish kothari

૩.A Humorous Speech By Vinod Bhatt On ”Tame Yaad Aavya” At Dahilaxmi Library, Nadiad…1:30:03..Jul 6, 2016 – Uploaded by SahityaPremi

આ વિડીયોમાં વિનોદ ભટ્ટ એ વખતના મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલને ગુજરાતી ભાષાને બચાવવાની દિલથી વિનંતી કરે છે.

૪.. Veteran humourist, Gujarati author Vinod Bhatt’s request to Gujarat Chief Minister.

૫… Laughing with Vinod Bhatt-on humour
Jan 11, 2016 – Uploaded by Funny Videos

૬..વિનોદ ભટ્ટ …બિન્દ્રા ઠક્કર ,પ્રતિલિપિ સાથેનો ઈન્ટરવ્યુ 

૭..વિનોદ ભટ્ટ …જ્ઞાન ગંગા … પુસ્તક મેળા વખતે .. ઈન્ટરવ્યું..

૮..4/5/2017 : Gyanganga : Gujarati Classic : Vinod Bhatt

1201 – ગુજરાતી ભાષાના લોકપ્રિય હાસ્ય લેખક સ્વ.વિનોદ ભટ્ટને હાર્દિક શ્રધાંજલિ ….

ગુજરાત અને ગુજરાતી ભાષાના લોક લાડીલા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં બુધવાર, તારીખ ૨૩ મી મે, ૨૦૧૮ ના રોજ દુખદ નિધન થયાના માઠા સમાચારથી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વિનોદ ભટ્ટ છેલ્લાં કેટલાક સમયથી બીમાર હતા. બુધવારે 11.05 વાગ્યે વિનોદ ભટ્ટએ અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે સાડા ચાર વાગ્યે તેમની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે નિકળી હતી, બેન્ડવાજાએ રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન વગાડીને ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. વિનોદ ભટ્ટના દેહનું દાન એલ જી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

આપણા આ જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુખદ અવસાનથી ગુજરાત અને ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડશે.

પ્રભુ તેમના આત્મા ને શાંતી આપે … ઓમ શાંતી … શાંતી…શાંતી…🌺🙏🌺

સ્વ. વિનોદ ભટ્ટની જીવન ઝરમર અને એમના હાસ્ય સાહિત્ય નો પરિચય…વિવિધ સ્રોતમાંથી સંકલન કરીને … સદગત આત્માને શ્રધાંજલિ રૂપે …આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ 

૧. એકયુરેટ એકેડેમી રાજકોટ ના સૌજન્યથી સ્વ.વિનોદ ભટ્ટ વિશેનો વિડીયો …

૨.વિનોદ ભટ્ટ …સૌજન્ય-ચિત્રલેખા…

                                                    અંતિમ દર્શન
વિનોદ ભટ્ટના અવસાનના એક દિવસ પહેલાંની તસ્વીર

વિનોદ ભટ્ટ …સૌજન્ય-ચિત્રલેખા

૩..વિનોદ ભટ્ટ, Vinod Bhatt.. સૌજન્ય .ગુજરાતી પ્રતિભા પરિચય

૪..ABP Asmita ગુજરાત ની વેબ સાઈટ પર વિનોદ ભટ્ટનો સચિત્ર પરિચય.

૫.Vinod Bhatt વિકિપીડિયા ..અંગ્રેજી

૬. સાભાર- શ્રી ઉત્તમભાઈ ગજ્જર

તારીખ ૨૦મી મે ૨૦૧૮ ની ‘દીવ્ય ભાસ્કર’ની રવીવારીય પુર્તિ ‘રસરંગ’માં પ્રકાશીત થયેલ વિનોદ ભટ્ટ નો છેલ્લો હાસ્ય લેખ  નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/20052018/19RASRANG-PG6-0.PDF

૭ શ્રી અંકિત ત્રિવેદીની સુંદર શબ્દોમાં સ્વ. વિનોદ ભટ્ટ ને આદરાંજલિ …

  • હાસ્ય ને પણ ખડખડાટ હસાવી શકે એવી વિરલ હસ્તી મુ.શ્રી વિનોદ ભટ્ટ પરમેશ્વરના હાસ્ય દરબારમાં સામેલ થઈ ગયા.

    આદરાંજલી.   …..            અંકિત ત્રિવેદી. 

    કેટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતા ! કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે…! કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે. કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે. કેટલાક લખે ત્યારે કોરા કાગળનું અકાળે મોત થયેલું લાગે ! કેટલાક લખે ત્યારે કાગળનો મોક્ષ થઈ જાય… વળી, કેટલાક કાગળની નારણબલી કરતાં હોય એમ લખે…! અને કેટલાક કાગળને અશોકનાં શિલાલેખ જેવી શાશ્વતી સમયનાં અક્ષરોને ઉકેલીને આપે…! એમની ભાષા સમાજનું દૂરબીન લાગે..!

    વિનોદ ભટ્ટ આમાંનું એક નામ…! નામ પ્રમાણેના ગુણો અને અટક પ્રમાણેનું બ્રાહ્મણપણું…! જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી જાણ્યું છે. અત્યારે હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખે…! (એમને જમણા હાથમાં દૂ:ખાવાને કારણે ખરેખર ડાબા હાથથી લખે છે.) એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટ્લે એમનાં અક્ષર ના વંચાય..! એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં…! 

    સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમે છે. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. પુષ્કળ કાર્યક્રમો એમની સાથે કર્યા છે… અમદાવાદથી અમેરિકા સુધી… એવું કહેવું હોય તો કહી શકાય કે સંગીતના કાર્યક્રમો સહુથી વધારે પુરુસોત્તમ ઊપાધ્યાય જોડે કર્યા છે અને એ પછી સાહિત્યના કાર્યક્રમોમાં સુરેશ દલાલ પછી વિનોદ ભટ્ટ જ આવે…! 

    એકવાર મેં એમને અમસ્તાં જ પૂછેલું કે, ‘ વિ.જ.ભ. ( વિનોદચંદ્ર જશવંતલાલ ભટ્ટ – આખું નામ એમનું આ છે પરંતુ એમના મતે એમના સસરા પછી વિ.જ.ભ.ના નામે હું એકલો જ બોલાવું છું. ) હું તમારા દરેક કાર્યક્રમમાં આવું છું. તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતા  ?’

    એમણે કહ્યું : ‘એક વાત સાંભળી લે. તું મારા બેસણામાં આવે એનો મતલબ એવો નહીં કે મારે પણ તારા બેસણામાં આવવાનું…!’ 

    આટલો બે-ધબકારા વચ્ચેનાં અંતર વગરનો સહજ હાસ્ય સભર જવાબ કોણ આપી શકે ? 

    એટ્લે જ વિનોદ ભટ્ટ કહી શકે છે કે ‘મને મૃત્યુની બીક લાગે છે કારણ કે મને જીવનની પડી છે.’ માંદગી એમને માટે અવારનવાર આવતી એકાદશી જેવી છે. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતા મહેમાનની જેમ આવે અને ઘરધણી બનીને રોકાઈ પણ જાય…! તો ય એમનો તોર એવો ને એવો અકબંધ…! જેટલું જીવ્યા છે – અને જીવે છે એનું ગુમાન વિવેકી લાગે…!

    જિંદગી એટલી બધી વ્હાલી જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઇ વ્હાલી ! આ દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી નહીં હોય એમ માનીને મીઠાઇ ઉપર જીભને ઝંપલાવી…! અને માંદા પડ્યા તો ય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો… વિનોદ ભટ્ટ માને બધાનું (યોગ્યતા અનુસાર ) પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે…! સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું… આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે. જાણે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે…! 

    હાસ્યની ઊપાસના કરનારા આ સાધક જીવને ક્યારેય ઉદાસ થતાં નથી જોયા ! ગુસ્સે થતાં જોયા છે. એ ગુસ્સો ક્ષણવારનો હોય પણ વાજબી હોય. એમના ગમા અને અણગમા સ્પષ્ટ છે. એ પોતે જ કહે છે કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તેનો સ્હેજ પણ અફસોસ નથી…! મૃત્યુને થોડાં સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો છે. એટ્લે જીવવામાં રસ વધારે પડે છે. એમની પત્નીના હાથ નીચે ભણેલા ડોક્ટરો પર એમને વધારે વિશ્વાસ છે, કારણકે એ પોતે પણ એમની પત્નીને ‘માસ્તર’ કહીને જ સંબોધે છે… 

    આટઆટલાં પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટ્લે વિનોદ ભટ્ટ…! એમને યાદ એટ્લે કર્યા કે આ લેખ એ વાંચે અને નવી પેઢીના લેખકો-વાચકો એમનામાંથી માત્ર ને માત્ર હસતાં શીખે…! નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે… બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠા હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઈકમાં ગુણવંત શાહને એમ કહે કે “ ગુણવંતભાઈ હું બોલું છું તો બોર નથી થતા ને ?” ગુણવંત શાહ ‘ના’ પાડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે કે, ‘ જો બોર થતા હોવ તો જામફળ લાવીએ…!’ ત્વરીત હાસ્યનો તરવરાટ વિનોદ ભટ્ટનો વિશેષ છે… ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે…

    ઓન ધ બીટ્સ 

    “ઘણા પુરુષોને એવી પત્ની જોઈએ છે કે ઘર રખ્ખું, રૂપાળી હોય, કરકસરિયણ હોય અને ફક્કડ રસોઇયણ હોય… કમભાગ્યે કાયદો એક કરતાં વધારે પત્ની કરવાની છૂટ આપતો નથી…” -વિનોદ ભટ્ટ.

    Laughing with Vinod Bhatt- Best Comedy-You Tube 

    વિવિધ આયોજિત પ્રોગ્રામોમાં હાસ્યની છોળો ઉછાળતા સ્વ. વિનોદ ભટ્ટના આવા બીજા you-tube વિડીયો આ પછીની શ્રધાંજલિ પોસ્ટમાં જોઈ/સાંભળી શકશો.

1200 – સૌ સીનીયરોએ અપનાવવા જેવી એક વૃદ્ધની સલાહ ..એક પ્રેરક સત્ય ઘટના.

મારા લોસ એન્જેલસમાં રહેતા મિત્ર શ્રી વલ્લભભાઈ ભક્તાએ એમના આજના વોટ્સેપ સંદેશમાં હિન્દીમાં એક પ્રેરક સત્ય ઘટનાત્મક વાર્તા મને વાંચવા મોકલી છે.

મને એ ખુબ ગમી ગઈ.એમના આભાર સાથે વિનોદ વિહારના વાચકોને માટે આજની પોસ્ટમાં શેર કરું છું.

આ સત્ય કથાનો મધ્યવર્તી વિચાર એ છે કે વૃદ્ધાવસ્થામાં બીજાની મદદ પર બહુ આધાર રાખવાની ટેવ ત્યજી બને એટલું પોતાનું કામ જાતે કરી લેવાની ટેવ પાડવી હિતાવહ છે.

નીચે હિન્દીમાં પ્રસ્તુત આ સત્ય ઘટના વાંચીને સૌ સીનીયર ભાઈ-બહેનોએ આ વાર્તાના વૃદ્ધ સજ્જનની આ શિખામણ એમના જીવનમાં ઉતારવા જેવી છે.

“जब तक हो सके,
आत्मनिर्भर रहो।”
अपना काम,
जहाँ तक संभव हो,
स्वयम् ही करो।”

વિનોદ પટેલ

અપના હાથ, જગન્નાથ …! ….. (સત્ય ઘટના)

कल दिल्ली से गोवा की उड़ान में एक सज्जन मिले।
साथ में उनकी पत्नि भी थीं।

सज्जन की उम्र करीब 80 साल रही होगी। मैंने पूछा नहीं लेकिन उनकी पत्नी भी 75 पार ही रही होंगी।

उम्र के सहज प्रभाव को छोड़ दें, तो दोनों करीब करीब फिट थे।

पत्नी खिड़की की ओर बैठी थींसज्जन बीच में और
मै सबसे किनारे वाली सीट पर थी।

उड़ान भरने के साथ ही पत्नी ने कुछ खाने का सामान निकाला और पति की ओर किया। पति कांपते हाथों से धीरे-धीरे खाने लगे।

फिर फ्लाइट में जब भोजन सर्व होना शुरू हुआ तो उन लोगों ने राजमा-चावल का ऑर्डर किया।

दोनों बहुत आराम से राजमा-चावल खाते रहे। मैंने पता नहीं क्यों पास्ता ऑर्डर कर दिया था। खैर, मेरे साथ अक्सर ऐसा होता है कि मैं जो ऑर्डर करती हूं, मुझे लगता है कि सामने वाले ने मुझसे बेहतर ऑर्डर किया है।

अब बारी थी कोल्ड ड्रिंक की।

पीने में मैंने कोक का ऑर्डर दिया था।

अपने कैन के ढक्कन को मैंने खोला और धीरे-धीरे पीने लगा।

उन सज्जन ने कोई जूस लिया था।

खाना खाने के बाद जब उन्होंने जूस की बोतल के ढक्कन को खोलना शुरू किया तो ढक्कन खुले ही नहीं।

सज्जन कांपते हाथों से उसे खोलने की कोशिश कर रहे थे।
मैं लगातार उनकी ओर देख रही थी। मुझे लगा कि ढक्कन खोलने में उन्हें मुश्किल आ रही है तो मैंने शिष्टाचार हेतु कहा कि लाइए…” मैं खोल देती हूं।”

सज्जन ने मेरी ओर देखा, फिर मुस्कुराते हुए कहने लगे कि…

“बेटा ढक्कन तो मुझे ही खोलना होगा।

मैंने कुछ पूछा नहीं,लेकिन वाल भरी निगाहों से उनकी ओर देखा।

यह देख, सज्जन ने आगे कहा

बेटाजी, आज तो आप खोल देंगे।

लेकिन अगली बार..? कौन खोलेगा.?

इसलिए मुझे खुद खोलना आना चाहिए।

पत्नी भी पति की ओर देख रही थीं।

जूस की बोतल का ढक्कन उनसे अभी भी नहीं खुला था।

पर पति लगे रहे और बहुत बार कोशिश कर के उन्होंने ढक्कन खोल ही दिया।

दोनों आराम से जूस पी रहे थे।

मुझे दिल्ली से गोवा की इस उड़ान में
ज़िंदगी का एक सबक मिला।

सज्जन ने मुझे बताया कि उन्होंने..ये नियम बना रखा है,

कि अपना हर काम वो खुद करेंगे।

घर में बच्चे हैं,
भरा पूरा परिवार है।

सब साथ ही रहते हैं। पर अपनी रोज़ की ज़रूरत के लिये
वे सिर्फ पत्नी की मदद ही लेते हैं, बाकी किसी की नहीं।

वो दोनों एक दूसरे की ज़रूरतों को समझते हैं

सज्जन ने मुझसे कहा कि जितना संभव हो, अपना काम खुद करना चाहिए।

एक बार अगर काम करना छोड़ दूंगा, दूसरों पर निर्भर हुआ तो समझो बेटा कि बिस्तर पर ही पड़ जाऊंगा।

फिर मन हमेशा यही कहेगा कि ये काम इससे करा लूं,
वो काम उससे।

फिर तो चलने के लिए भी दूसरों का सहारा लेना पड़ेगा।

अभी चलने में पांव कांपते हैं, खाने में भी हाथ कांपते हैं, पर जब तक आत्मनिर्भर रह सको, रहना चाहिए।

हम गोवा जा रहे हैं,दो दिन वहीं रहेंगे।

हम महीने में एक दो बार ऐसे ही घूमने निकल जाते हैं।

बेटे-बहू कहते हैं कि अकेले मुश्किल होगी,

पर उन्हें कौन समझाए कि मुश्किल तो तब होगी
जब हम घूमना-फिरना बंद करके खुद को घर में कैद कर लेंगे।

पूरी ज़िंदगी खूब काम किया। अब सब बेटों को दे कर अपने लिए महीने के पैसे तय कर रखे हैं।

और हम दोनों उसी में आराम से घूमते हैं।

जहां जाना होता है एजेंट टिकट बुक करा देते हैं। घर पर टैक्सी आ जाती है। वापिसी में एयरपोर्ट पर भी टैक्सी ही आ जाती है।

होटल में कोई तकलीफ होनी नहीं है।

स्वास्थ्य, उम्रनुसार, एकदम ठीक है।

कभी-कभी जूस की बोतल ही नहीं खुलती।पर थोड़ा दम लगाओ,

मेरी तो आखेँ ही खुल की खुली रह गई।

मैंने तय किया था कि इस बार की उड़ान में लैपटॉप पर एक पूरी फिल्म देख लूंगी।

पर यहां तो मैंने जीवन की फिल्म ही देख ली।

एक वो फिल्म जिसमें जीवन जीने का संदेश छिपा था।

“जब तक हो सके,
आत्मनिर्भर रहो।”
अपना काम,
जहाँ तक संभव हो,
स्वयम् ही करो।

सत्य है शिव है सुंदर है

લેખક- અજ્ઞાત

न कजरे की धार न मोतियों के हार फिर भी कितनी सुन्दर हो।

One Old Age Poem

Now I Lay Me Down to Sleep

If the mattress is hard, but not excessively hard,
If the comforter is not too heavy or light,
If the bottom sheet has been tucked in real tight,
If the temperature in the room isn’t hot or freezing,
If the neighbour’s cat isn’t mating in the front yard,
If the neighbour’s kid isn’t playing his acoustic guitar,
If the car alarm doesn’t go off in the neighbour’s car,
If my husband is not grinding his teeth or wheezing,
If the blackout curtains are keeping the room dim,
If I don’t get a cramp or a sinus attack,
If I manage to push my ten thousand anxieties back,
If I don’t think I hear a burglar quietly creeping,
If two – thirds of the bed is not occupied by him,
If at four in the morning the telephone doesn’t ring,
If the paper is delivered gently and no birds sing,
I might actually – I just might – do a little sleeping..

— Mrs. Meena Murdeshwar …From e-mail

1199 -મધર્સ ડે … માતૃ સ્મૃતિ … માતૃ વંદના …

દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે જન્મ દાત્રી માતા અને એના ઉપકારોને યાદ કરી એનું બહુમાન અને સન્માન કરવાના હેતુથી મધર્સ ડે-માતૃ દિન ઉજવવામાં આવે છે.

આજે ૧૩ મી મે ૨૦૧૮ નો રવિવારનો દિવસ મધર્સ ડે – Mother’s Day છે.એની વિગતે માહિતી વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

મા માત્ર એક જ અક્ષરનો શબ્દ છે પરંતુ આ શબ્દમાં રહેલા ભાવોનું વર્ણન  કરવા શબ્દો ઓછા પડે.કેટલાએ લેખકો, કવિઓ અને મહાન પુરુષોએ માની મહત્તા વિષે એમના કાવ્યો,લેખો અને પુસ્તકોમાં મન મુકીને ગાયુ છે કે લખ્યું છે.

શીતળતા પામવાને ,માનવી તું દોટ કાં મુકે ?
જે માની ગોદમાં છે,તે હિમાલયમાં નથી હોતી.
— કવિ મેહુલ

કહેવાય છે કે ઈશ્વર બધે હાજર રહી શકતો નથી એટલે એણે માતાનું સર્જન કર્યું.

મારા જીવનમાં મારાં સ્વ.માતુશ્રી શાંતાબેન મારા જન્મથી માંડી એમના જીવનના અંત સુધી મારી સાથે જ મારી નજર સામે રહ્યાં હતાં. એમના તરફથી મને જે અપાર પ્રેમ અને આશિષ પ્રાપ્ત થયાં છે એ કદી ભૂલી શકાય એમ નથી.

માતૃ સ્મૃતિ 

( મોટા અક્ષરે વાંચવા નીચેના ચિત્ર પર ક્લિક કરશો.)

માતૃ સ્મૃતિ (બે જૂની યાદગાર તસ્વીરો )

મારી માતાની સ્મૃતિમાં એમના રંગુન, બર્માના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતી બહું જૂની બે યાદગાર તસ્વીરો નીચે મૂકી છે.

પ્રથમ તસ્વીરમાં મારાં માતુશ્રી શાંતાબેન -ઉભેલાં – અને એમનાં મોટીબેન હીરાબેન -ખુરશીમાં બેઠેલાં જણાય છે .  (Rangoon,Burma-1935-1936)

બીજી તસ્વીરમાં મારા નાના ભગવાનદાસ સાથે બેઠેલાં મારા માતા શાંતાબેન,નાની,મારાં માસી હીરાબેન છે .(રંગુન ,બર્મા ..1920-21 )

માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની જીવન ઝરમર

”અય મા ,તેરી સુરત સે અલગ , ભગવાનકી સુરત ક્યા હોગી !”

મારાં માતાનો જન્મ રંગુનમાં થયો હતો .મારો જન્મ પણ રંગુનમાં થયો હતો.ઉપરની બન્ને તસ્વીરો મારા નાના ભગવાનદાસની રંગુનમાં જાહોજલાલી હતી,એ વખતની છે.બ્રહ્મ દેશનાં ત્રણ મોટાં શહેરો-રંગુન, મોન્ડલે અને બસીનમાં એમની પેઢીઓ  ધમધોકાર રીતે ચાલતી હતી.જાપાને બર્મા ઉપર બોમ્મારો કર્યો ત્યારે બધી મિલકત ત્યાં છોડીને આખું કુટુંબ જીવ બચાવીને વતનના ગામ ડાંગરવામાં આવી ગયું હતું.

આ વખતે મારી ઉંમર ફક્ત ચાર વર્ષની હતી.મારા કમનશીબે ,થોડા વખત પછી ગામમાં ચાલતા પોલીઓના વાયરસમાં  હું સપડાઈ ગયો હતો.પોલીયોની રસી તો એ પછી ઘણા વર્ષો પછી શોધાઈ હતી.મારી પોલીયોની બીમારીમાં અને એ પછી માતાના મૃત્યું પર્યંત મને માતાનો જે પ્રેમ મળ્યો હતો એનું વર્ણન કરવા મારા માટે શબ્દો બહુ ઓછા પડે એમ છે.

મધર્સ ડે નિમિત્તે મારાં સ્વ. માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની પ્રેરક સચિત્ર જીવન ઝરમર નીચેની ખાસ તૈયાર કરેલ પી.ડી.એફ. ફાઈલની લિંક ઉપર ક્લિક કરીને વાંચશો .

માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની જીવન ઝરમર-માતૃ સ્મૃતિ

માતૃ વંદના… પી.ડી.એફ. ( સૌજન્ય/સાભાર … શ્રી પુરણ ગાંડલીયા)

કવિ અનીલ ચાવડાની એક પ્રસંગોચિત ગઝલ

ગઝલ – અનિલ ચાવડા

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

આવાં બીજાં માતૃ ગીતો ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત નીચેની પી.ડી.એફ. ફાઈલમાંથી માણો. 

માતૃ વંદના 

1198- તમારા પતિને વિધુર બનતાં શીખવાડો…યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક

તમારા પતિને વિધુર બનતાં શીખવાડો

કોઈ પણ કારણસર પત્નીની ગેરહાજરીમાં પતિ સવારની એક કપ ચા કે એક સાફ-સ્વચ્છ ટુવાલ માટે પુત્રવધૂ કે દીકરી પાસે આજીજી કરતો થઈ જાય એવી સ્થિતિ ન આવે એ જોવાની જવાબદારી સ્ત્રીની હોવી જોઈએ

યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક

 

ગુજરાતી કોલમિસ્ટ જગતના રાજા કહી શકાય એવા કોલમિસ્ટ અને લેખક તેમ જ અમારા વડીલ ચંદ્રકાંત બક્ષીએ વર્ષો પહેલાં તમારી પત્નીને વિધવા બનતાં શીખવાડો એવો એક લેખ લખ્યો હતો. હજુ પણ અનેક કુટુંબોમાં સ્ત્રીઓને એ જાણ નથી હોતી કે પતિ કે પરિવાર પાસે કેટલી મિલકત છે, કઈ બેન્કમાં કેટલા રૂપિયા છે, ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલા શેર્સ છે કે કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે કે આપવાના છે એવી કોઈ માહિતી હોતી નથી. મોટા ભાગે પુરુષો પત્નીઓને કહી દેતા હોય છે કે ‘હું બેઠો છુંને પછી તારે શું ચિંતા’ પણ અચાનક આ બેઠેલો પુરુષ ચત્તોપાટ થઈ જાય છે. અકસ્માત કે હાર્ટ-એટેક કે એવી કોઈ બીમારી પર સવાર થઈને મોત ત્રાટકે છે ત્યારે આ બધા હિસાબો આપવા-લેવાનો સમય રહેતો નથી. અબજોપતિઓની પત્નીઓ પોતાના પતિની કે પોતાની માલિકીની સંપત્તિ હોવા છતાં આ બધા અંગે અજાણ હોવાને કારણે ઓશિયાળું અને બિચારું જીવન જીવતી હોય છે. તમારી પત્નીને તમારું એક નંબરનું અને બે નંબરનું ખાતું શું છે એની જાણકારી હોવી જોઈએ એવી શીખ ગુજરાતી વાચકોને આપવામાં આવી હતી.

આ મુંબઈ શહેરમાં પણ એવી મહિલાઓ છે જેઓ ક્યારેય બેન્કમાં સુધ્ધાં ગઈ નથી. તેમના કિચન, ટેલિવિઝન સિરિયલ અને લગ્ન, મરણ કે સીમંતના પ્રસંગો સિવાયની પણ એક દુનિયા છે એની તેમને ખબર નથી. આ મહિલાઓનો પતિ અચાનક ફટાકડાની જેમ ફૂટી જાય કે પછી કોઈ લલના સાથે લીલા કરવા ચાલ્યો જાય તો તેની સ્થિતિ દયનીય થઈ જાય છે. અલબત્ત, આના માટે ફક્ત પુરુષ નહીં પણ તે મહિલા પોતે પણ જવાબદાર હોય છે એવું અમે પણ ચોક્કસપણે માનીએ છીએ.

ખેર, આ વિષય પર ચંદ્રકાંત બક્ષીથી માંડીને અન્ય લેખકો લખી ચૂક્યા છે પણ જેમ પત્નીને વિધવા બનતાં શીખવવું જરૂરી છે એટલું જ પતિને વિધુર બનતાં શીખવવું જરૂરી નથી?

અમારા પ્રિય કવિ ગુલઝારની એક બહુ જ હૃદયસ્પર્શી કવિતા છે:

બુઢિયા, તેરે સાથ મૈંને, જીને કી હર શૈ બાંટી હૈ!

દાના પાની, કપડા લત્તા, નીંદે ઔર જગરાતે સારે,

ઔલાદોં કે જનને સે બસને તક, ઔર બિછડને તક!

ઉમ્ર કા હર હિસ્સા બાંટા હૈ…

તેરે સાથ જુદાઈ બાંટી, રૂઠ, સુલહ, તન્હાઈ ભી,

સારી કારસ્તાનિયાં બાંટી, ઝૂઠ ભી ઔર સચ્ચાઈ ભી,

મેરે દર્દ સહે હૈ તૂને,

તેરી સારી પીડે મેરે પોરોં સે ગુઝરી હૈ,

સાથ જિયે હૈં…

સાથ મરેં યે કૈસે મુમકિન હો સકતા હૈ?

દોનોં મેં સે એક કો ઇક દિન,

દૂજે કો શમ્શાન પે છોડ કે

તન્હા વાપસ લૌટના હોગા!!

આપણને ગમે કે ન ગમે, આપણે એના માટે તૈયાર હોઈએ કે ન હોઈએ, સંબંધો પ્રેમભર્યા હોય કે કંકાસથી છલોછલ પણ હકીકત તો એ જ છે કે બહુ થોડા અપવાદો બાદ કરતાં પતિ-પત્નીનું એકસાથે મૃત્યુ થયું હોય એવું ભાગ્યે જ બને છે. કવિ ગુલઝારે લખ્યું છે એમ જિંદગીના દરેક તબક્કે સાથ નિભાવ્યો હોય પણ બેમાંથી એક જણે બીજાને સ્મશાનમાં ચિતા પર ચડાવીને ઘરે એકલા પાછા ફરવાનું હોય છે. આ એકલતા ભયાનક હોય છે એ ખરું પણ દરકે પરિણીત વ્યક્તિએ પોતાનો જીવનસાથી ગુમાવવાની એ કારમી પીડાનો ક્યારેક તો સામનો કરવો જ પડતો હોય છે.

સંવેદનાના સ્તર પર બંનેએ, પછી તે પતિ હોય કે પત્ની, જીવનસાથીની ગેરહાજરીમાં જીવવા માટે આગોતરી તૈયારી કરવાની હોય જ છે, પણ બાહ્યજગતમાંય આ તૈયારી કરવી પડતી હોય છે.

પતિનું મૃત્યુ થાય તો પત્નીને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે કે પછી દુનિયાદારીનું વ્યવહારુ જ્ઞાન ન હોવાને કારણે મુશ્કેલી અનુભવવી પડતી હોય એવા અનેક કિસ્સાઓ છે, પરંતુ પત્ની મૃત્યુ ન પામી હોય પણ બે-ચાર દિવસ બહારગામ ગઈ હોય કે બીમારીમાં પટકાઈ હોય તોય રઘવાયા થઈ જતા અને મા વિનાના બાળક જેવા પતિઓને અમે જોયા છે, કારણ કે આ પતિદેવોને પત્નીની ગેરહાજરીમાં એક કપ ચાના કે બે ટાઈમ ભોજનના ય સાંસા પડે છે. એ માટે કાં તો તેમણે હોટેલનો કે પછી કોઈ સગાં-સંબંધીઓનો આશરો લેવો પડે છે. એક યુવાન અને યુવતીનાં લગ્ન થયાં. લગ્નના બીજા દિવસે પતિ પથારીમાંથી ઊઠ્યો અને બાથરૂમમાં ગયો તો બાથરૂમમાં તેના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડીને તૈયાર હતી. તેનો ટુવાલ બાથરૂમમાં ટીંગાડી દેવામાં આવ્યો હતો. કપડાંને ઈસ્ત્રી કરીને મૂકવામાં આવ્યા હતા. રૂમાલ, મોજાં બધું જ તૈયાર કરીને મૂકવામાં આવ્યું હતું. પતિએ તરત જ બૂમ પાડીને પત્નીને બોલાવી. પત્ની દોડીને આવી એવું માનીને કે તેણે જે બધું ગોઠવી રાખ્યુ હતું એ જોઈને પતિ ખુશખુશાલ થઈ ગયો હશે પણ તેને બદલે પતિના ચહેરા પર નારાજગી હતી. પતિએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આજે તો આ બધું કર્યું પણ હવેથી આ બધું કરવાની જરૂર નથી. પત્નીના ચહેરા પરનો રંગ ઊડી ગયેલો જોઈને તેણે તેને બાજુમાં બેસાડીને સમજાવી કે જો, આજે તેં મારા ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડવાથી માંડીને મારી જરૂરતની બધી જ ચીજવસ્તુઓ ગોઠવીને મૂકી છે. આવું તું કાયમ કરી શકીશ નહીં અને કરીશ તોય થોડા વખત પછી આનો તને બોજ લાગવા માંડશે. ત્યાં સુધીમાં મને બધું જ હાથમાં મળે એવી આદત પડી ગઈ હશે. ટૂંકમાં, આવી વ્યવસ્થા લાંબો સમય ચાલશે નહીં અને ચાલશે તોય એમાં કંટાળો પ્રવેશશે. આ સિવાય પણ હું તારા પર એટલા હદે નિર્ભર થવા નથી ઈચ્છતો કે મારું પોતાનું કામ કરવા માટે પણ મને તારી જરૂર પડે. માટે મહેરબાની કરીને મને મારાં કામ જાતે કરી લેવા દે. તું મારા જીવનમાં નહોતી ત્યારે પણ હું બ્રશ કરતો હતો અને નહાઈને જાતે જ તૈયાર થઈ જતો હતો.

કોણ જાણે કેમ પણ આપણે ત્યાં પ્રેમની વ્યાખ્યા એકબીજા પર નિર્ભર હોવું એવી થઈ ગઈ છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય, લાગણી હોય કે ફોર ધેટ મેટર કોઈ પણ સંબંધોમાં પરસ્પર એકબીજા માટે સ્નેહ હોય એ સારી બાબત છે પણ પતિ-પત્નીના સંબંધોમાં એકબીજા માટેનો સ્નેહ કે દોસ્તી કરતાં વધુ એકબીજા પરની નિર્ભરતા પ્રવેશી જાય છે. પતિ-પત્ની પ્રેમી મટીને એકબીજાની જરૂરિયાત પૂરી કરનારા મશીન જેવા થઈ જાય છે. કેટલીય પત્નીઓને એવું કહેતાં સાંભળી છે કે મને તો અમુક જગ્યાએ ફરવા કે કોઈને મળવા જવું છે પણ કેવી રીતે જઈએ, કારણ કે હું જો થોડા દિવસ ન હોઉં તો મારા પતિ કે છોકરાઓ ભૂખ્યા રહે, ઘરનો કારભાર કોણ ચલાવે? મૃત્યુ તો બહુ દૂરની વાત છે પણ પત્ની કે ઘરની મુખ્ય મહિલાની ગેરહાજરીમાં ઘર નામની આ ફેક્ટરી સદંતર ખોટકાઈ જતી હોય છે. દાંપત્યજીવનનાં શરૂઆતનાં વર્ષોને બાદ કરતાં પછી ધીમે-ધીમે પતિ-પત્ની વચ્ચે પ્રણયને બદલે પરસ્પર ગુલામી પ્રવેશ કરી જાય છે. જ્યાં ગુલામી હોય, અસલામતીની ભાવના હોય ત્યાં પ્રેમ ક્યાંથી પાંગરી શકે!

જ્યાં હિંદુસ્તાની પ્રથા અનુસાર પતિ કમાતો હોય અને પત્ની ઘર સાચવતી હોય એ સંજોગોમાં મિલકત, સંપત્તિ અને અન્ય જરૂરી બાબતો અંગે પત્નીને વાકેફ રાખવી અને અચાનક એક્ઝિટ કરવાનો વારો આવે તો પત્ની અને બાળકો દર-દરની ઠોકર ખાતાં ન ફરે એટલી રીતે પત્નીને સજ્જ કરવાની જવાબદારી પતિની ગણી શકાય. એ જ રીતે પત્ની બીમાર થાય કે કોઈ પણ કારણસર ગેરહાજર હોય કે પછી અણધારી વિદાય લઈ લે તો પતિ સવારની એક કપ ચા કે એક સાફ-સ્વચ્છ ટુવાલ માટે પુત્રવધૂ કે દીકરી પાસે આજીજી કરતો થઈ જાય એવી સ્થિતિ ન આવે એ જોવાની જવાબદારી સ્ત્રીની હોવી જોઈએ.

આજુબાજુ નજર કરશો તો ખ્યાલમાં આવશે કે આજની નારી આત્મનિર્ભર બની છે. કાં તો પોતે કમાય છે અથવા જો ન કમાતી હોય તો પણ પતિના કામકાજ કે વ્યવસાય અંગે વાકેફ છે પણ એની સરખામણીમાં મોટા ભાગના પુરુષો હજુ પણ પોતાની રોજબરોજની જરૂરિયાતો માટે પત્ની કે પછી મા અથવા ઘરની જ કોઈ મહિલા સદસ્ય પર નિર્ભર છે. પુરુષોની આ સ્થિતિ માટે જેટલા પુરુષો જવાબદાર છે એટલી જ કદાચ તેમના જીવનમાં રહેલી સ્ત્રીઓ પણ જવાબદાર છે. ઘણા ખરા કિસ્સાઓમાં સ્ત્રીઓ પણ પોતાના પતિઓને કે પુત્રોને પોતાના પર નિર્ભર રાખવા ઇચ્છતી હોય છે. મારા હસબંડને તો મારા વિના ચાલે જ નહીં. તેમને તો પેન્ટ અને શર્ટનું મેચિંગ કરતાં પણ ન આવડે. ઘરમાં ચા-સાકરના ડબ્બા ક્યાં છે એની પણ તેને ખબર ન હોય એવું ઘણી મહિલાઓ પોરસાઈને કહેતી હોય છે. આમાં પ્રેમ કરતાંય વધારે માલિકીપણાનો ભાવ વધુ દેખાય છે.

પરિપક્વ સંબંધોમાં એકબીજા પર નિર્ભર નહીં પણ એકબીજાને આત્મનિર્ભર બનાવવા તરફનો ઝોક વધુ હોય છે. એકબીજાનો સાથ-સંગાથ ગમવો એ જુદી વાત છે અને એકબીજા માટે વ્યસન બની જવું એ જુદી વાત છે. જો સંબંધોમાં પૂરતી મોકળાશ ન હોય તો સંબંધો પણ વ્યસન બની જતા હોય છે. એવા વ્યસન જેને આપણે ધિક્કારીએ છીએ પણ છોડી શકતા નથી. સંબંધોમાં જ્યારે આપણે મુક્તતા નથી અનુભવતા કે એકબીજાના પગમાં બેડી બની જઈએ છીએ ત્યારે એનો ભાર લાગવા માંડે છે. એક સામાજિક વ્યવસ્થા અને સગવડતા માટે બંનેના કાર્યક્ષેત્ર જુદા હોય અને બંને પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવતા હોય એ નિશ્ર્ચિતપણે પ્રશંસનીય બાબત છે પણ એકબીજા વિના લૂલા-લંગડા કે અપંગ થઈ ગયા હોવાનો ભાવ આવતો હોય તો એને પ્રેમ તો ન જ કહી શકાય.

સૌજન્ય/સાભાર –

http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=109862