વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 4, 2018

1196- चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा…અઝીઝ નાઝાની એક મશહુર કવાલી , રસ દર્શન … વિનોદ પટેલ

મશહુર કવ્વાલ અઝીઝ નાઝા Aziz Naza ની એક પ્રખ્યાત પ્રેરણાદાયી કવ્વાલી- ગઝલના શબ્દો તથા એનો કરેલો મારો રસાસ્વાદ નીચે પ્રસ્તુત છે.

Lyrics —

हुए नामवर … बेनिशां कैसे कैसे …
ज़मीं खा गयी … नौजवान कैसे कैसे …

आज जवानी पर इतरानेवाले कल पछतायेगा – ३
चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा – २
ढल जायेगा ढल जायेगा – २

तू यहाँ मुसाफ़िर है ये सराये फ़ानी है
चार रोज की मेहमां तेरी ज़िन्दगानी है
ज़र ज़मीं ज़र ज़ेवर कुछ ना साथ जायेगा
खाली हाथ आया है खाली हाथ जायेगा

जानकर भी अन्जाना बन रहा है दीवाने
अपनी उम्र ए फ़ानी पर तन रहा है दीवाने

किस कदर तू खोया है इस जहान के मेले मे
तु खुदा को भूला है फंसके इस झमेले मे
आज तक ये देखा है पानेवाले खोता है
ज़िन्दगी को जो समझा ज़िन्दगी पे रोता है
मिटनेवाली दुनिया का ऐतबार करता है
क्या समझ के तू आखिर इसे प्यार करता है
अपनी अपनी फ़िक्रों में

जो भी है वो उलझा है – २
ज़िन्दगी हक़ीकत में
क्या है कौन समझा है – २
आज समझले …
आज समझले कल ये मौका हाथ न तेरे आयेगा
ओ गफ़लत की नींद में सोनेवाले धोखा खायेगा
चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा – २
ढल जायेगा ढल जायेगा – २

मौत ने ज़माने को ये समा दिखा डाला
कैसे कैसे रुस्तम को खाक में मिला डाला
याद रख सिकन्दर के हौसले तो आली थे
जब गया था दुनिया से दोनो हाथ खाली थे
अब ना वो हलाकू है और ना उसके साथी हैं

जंग जो न कोरस है और न उसके हाथी हैं
कल जो तनके चलते थे अपनी शान-ओ-शौकत पर
शमा तक नही जलती आज उनकी तुरबत पर
अदना हो या आला हो
सबको लौट जाना है – २
मुफ़्हिलिसों का अन्धर का
कब्र ही ठिकाना है – २

जैसी करनी …
जैसी करनी वैसी भरनी आज किया कल पायेगा
सरको उठाकर चलनेवाले एक दिन ठोकर खायेगा
चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा – २
ढल जायेगा ढल जायेगा – २

मौत सबको आनी है कौन इससे छूटा है
तू फ़ना नही होगा ये खयाल झूठा है
साँस टूटते ही सब रिश्ते टूट जायेंगे
बाप माँ बहन बीवी बच्चे छूट जायेंगे
तेरे जितने हैं भाई वक़तका चलन देंगे

छीनकर तेरी दौलत दोही गज़ कफ़न देंगे

जिनको अपना कहता है सब ये तेरे साथी हैं
कब्र है तेरी मंज़िल और ये बराती हैं
ला के कब्र में तुझको मुरदा बक डालेंगे
अपने हाथोंसे तेरे मुँह पे खाक डालेंगे
तेरी सारी उल्फ़त को खाक में मिला देंगे
तेरे चाहनेवाले कल तुझे भुला देंगे
इस लिये ये कहता हूँ खूब सोचले दिल में
क्यूँ फंसाये बैठा है जान अपनी मुश्किल में
कर गुनाहों पे तौबा
आके बस सम्भल जायें – २
दम का क्या भरोसा है
जाने कब निकल जाये – २

मुट्ठी बाँधके आनेवाले …
मुट्ठी बाँधके आनेवाले हाथ पसारे जायेगा
धन दौलत जागीर से तूने क्या पाया क्या पायेगा
चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा – ४

ઉપરોક્ત કવાલીનું રસ દર્શન ….  વિનોદ પટેલ  

આ પ્રેરક કવાલીમાં માણસના જીવનની ક્ષણ ભંગુરતા તથા માનવીય સંબંધોની વાત માનવીને ઉદ્દેશીને કહેવામાં આવી છે.

કોઈ માણસ ભલે ખુબ જ પ્રખ્યાત હોય, એના નામના સમાજમાં ડંકા પડતા હોય પરંતુ જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે એનું નામ કે નિશાન એના મૃત્યુ સાથે જ નાશ પામે છે.યુવાનીનો ગર્વ રાખનાર ભલ ભલા યુવાનો આજે કબરોમાં પોઢી ગયા છે,જાણે કે જમીન એમને ખાઈ ગઈ ના હોય !

સૂર્યોદય વખતનો રમણીય સૂર્ય દિવસ દરમ્યાન બરાબર એનું રૂપ બતાવી સાંજે આથમીને વિદાય થઇ જાય છે એમ જ જે લોકો એમની યુવાની પર ગર્વ કરે છે એ લોકો સૂર્યની માફક  ઘડપણ પછી મૃત્યુ પામી વિદાય થવાના છે એ નક્કી જ છે.

આ દુનિયા એક મુસાફર ખાનું -ધર્મશાળા છે અને એમાં તું એક મુસાફર છે.એમાં તારી જિંદગી ચાર દિવસ માટેના મહેમાન જેવી જ છે.તું જ્યારે મૃત્યુ પામીશ ત્યારે તારી માલ મિલકત, જર,જમીન કે જોરુ તારી સાથે આવવાનાં નથી. ખાલી હાથે જ તું આવ્યો હતો અને ખાલી હાથે જ તું એક દિવસ વિદાય લેવાનો છે. તો એ બધી ચીજો માટે તું શાનો ગર્વ કરે છે.અરે મુર્ખ, તું આ જાણે છે છતાં અજાણ બનવાનો ઢોંગ કરે છે.તારી આ નાશવંત જિંદગી પર શાનો છાતી કાઢીને ફરી રહ્યો છે.આ મૂર્ખાઈ નથી તો શું છે !

 જિંદગીના આ મેળામાં તું ખોવાઈ ગયો છે.આ બધા તારા જમેલાઓમાં તું ફસાઈ ગયો છે અને જેને યાદ રાખવા જોઈએ એ ભગવાનને તું ભૂલી ગયો છે.

આજ સુધી તો એવું જોયું છે કે જેણે મેળવ્યું છે એ સદા સાથે રહેવાનું નથી.આ નાશવંત દુનિયા નો વિશ્વાસ કરવા જેવો નથી.શું સમજીને એને તું આખર સુધી પ્રેમ કરે છે એ સમજાતું નથી.

જે લોકો એમની ચિંતાઓમાં ઉલઝાઈ ગયા છે એવા લોકો હકીકતમાં જિંદગી શું છે એ કોણ સમજ્યું છે ! તું આજે જ એને બરાબર સમજી લે પછી આવો કાલે મોકો નહિ આવે.ગફલતથી જે લોકો આળસ કરી સુતા રહેશે એ લોકો છેતરાઈ જવાના છે.ચઢતો સુરજ જેમ ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે એમ જિંદગીનું પણ એવું જ છે. એક દિવસ એ પણ ક્ષીણ થવાની જ છે. 

દુનિયાને મૃત્યુએ એ બતાવી આપ્યું છે કે ભલ ભલા મોટા રુસ્તમ પણ મૃત્યુની ઝપટમાં આવીને રાખ થઇ ગયા છે.સિકન્દરને યાદ કર એનું શું થયું.આખી દુનિયાને જીતવાના ઈરાદાથી નીકળેલો સિકંદર પણ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જવું પડ્યું હતું.હવે ક્યાં ગયું એનું જોરદાર લશ્કર, એ કોરસ , એ હાથી અને એના સાથી લડવૈયાઓ. કોઈ જ રહ્યું છે ખરું !

ગઈ કાલે જે લોકો એમની શાન અને ખ્યાતી પર છાતી કાઢીને ચાલતા હતા એ લોકોના પાળીયાઓ ઉપર કોઈ દીવો પણ કરતું નથી.કોઈ રંક હોય કે કોઈ રાય બધાને એક દિવસ આવ્યા હતા એમ ચાલી જવાનું છે.મોટા રુસ્તમો માટે પણ કબર એજ એમનું એક આખરી
ઠેકાણું છે.

જેવું કર્મ કર્યું હશે એવું જ એનું ફળ મળવાનું છે.આજે સારું કર્મ કર્યું હશે તો કાલે વહેલા માંડા  સારું ફળ મળવાનું જ છે.ગર્વથી માથું ઊંચું રાખીને ચાલનાર માણસો એક દિવસ ઠોકર ખાવાના  જ છે.યાદ રાખો, સવારનો ઉગેલો પૂર્ણ સુરજ ધીરે ધીરે સાંજે ઢળી જવાનો છે.

બધાને ત્યાં મૃત્યુ એક દિવસ વહેલું કે મોડું આવવાનું જ છે.એનાથી કોઈનો છુટકારો થવાનો નથી. તું ફના થવાનો નથી એવો જો તારો ખ્યાલ હોય તો એ તદ્દન ખોટો છે.તારો શ્વાસ ચાલ્યો જતાંની સાથે જ તારા બધા સંબંધો કપાઈ જવાના છે.મા,બાપ,બહેન,પત્ની, બાળકો,ભાઈ, ભોજાઈ વિગેરે સંબંધીઓ તારી બધી મિલકત વહેંચી લેશે અને તને તો ફક્ત બે ગજ જમીન 
કફન માટે જ આપવાના છે.

તારા જીવનની આખરી મંઝીલ તારી કબર સુધી જ છે.તું જેને તું પોતાના માને છે અને એ બધા જેમને તારા સાથી તરીકે ગણતો હતો એ તારી કબર સુધી જ એક બરાતીની જેમ આવવાના છે. તને એક મડદું ગણીને કબરમાં સુવડાવી એમના હાથોથી જ તારા એક દિવસના સુંદર મોઢા પર માટી નાખીને તારા મડદાને દાટી દેશે.આખી જિંદગીથી સાચવેલી તારી કાયાને માટીમાં મેળવી દેશે.તને જે લોકો આજે ચાહતા હતા એ બધા કાલે તને ભૂલી જશે.

 એટલા માટે હું કહું છે તારા દિલ અને દિમાગમાં બરાબર વિચારી લે. તારી જાતને કેમ મુશ્કેલીઓમાં ફસાવીને તું બેઠો છે.ખરાબ કામો-દુષ્કર્મો કરવાનું છોડી દે.તારી જાતને સંભાળી લે.આ શ્વાસ ક્યારે ચાલ્યો જશે એનો શું ભરોંસો. બંધ મુઠીથી આવ્યા હતા અને હાથ પસારીને ખાલી મૂઠીથી જવાના છીએ.તારી એ બધી ધન દોલત,માલ મિલકત મેળવીને આખરે તને શું મળ્યું એનો કદી વિચાર કર્યો છે ખરો !

યાદ રાખ સવારનો ચઢતો સુરજ સાંજે વિદાય લેવાનો જ છે. એવું જ તારી જિંદગીનું છે.તારું જીવન નાશવંત છે.

આ પ્રેરણાદાયી ગઝલને મશહુર કવ્વાલ અઝીઝ નાઝા અને સાથીઓના  સુર સંગીત સાથે માણો