બાળપણથી ગણિતમાં રસ હોવાથી તે વિષય પર જ્ઞાન એકત્રિત કરતા રહીને ગણિત પર નંબર થિયેરી પર લેખ લખે છે,જે મેથેમેટિક્સના ગેઝેટમાં પ્રકાશિત થતાં તેઓને વધુ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનીવર્સીટી એડમીશન આપે છે !
અચાનક પિતાનું અવસાન થતાં અને વિદેશ ભણવા જવાની આર્થીક પરિસ્થિતિ ન હોવાથી,આનંદકુમાર કેમ્બ્રિજ જઈ શકતા નથી !
તેઓ દિવસે પોતાનો ગણિત અભ્યાસ ચાલુ રાખે છે અને સાથે સાથે પોતાની માતા સાથે પાપડ વેચવાનું કામ કરતા રહે છે !
પુસ્તકો ખરીદ કરવાની સ્થિતિ ના હોવાથી,દર અઠવાડિયે બનારસ જઈને ત્યાંની લાયબ્રેરીમાં રહેલા ગણિતના ગ્રંથોનો અભ્યાસ કરે છે ! ૧૯૯૨ માં આનંદકુમાર રૂ.૫૦૦ના ભાડાની રૂમમાં રામાનુજમ ઇન્સ્ટીટ્યુટ નામથી ગણિતના ક્લાસ ખોલે છે !
૨૦૦૦ની સાલમાં આનંદકુમાર પાસે એક ગરીબ પણ તેજસ્વી વિધાર્થી આઈઆઈટીની ટ્રેનીગ લેવા આવે છે પણ પોતાની પાસે કોઈ રકમ નહિ હોવાથી મફત શિક્ષા આપવા કાકલુદી કરે છે,તેની વિનંતીઓ આનંદકુમારનું દિલ ઝંઝોળી નાખે છે !
બીજા વર્ષે આનંદકુમાર એની ખુબ જાણીતી બનેલ સુપર ૩૦ની સ્કીમ દાખલ કરે છે !
આ સ્કીમ અન્વયે આનંદકુમાર દર વરસે ૩૦ ગરીબ પણ તેજસ્વી વિધાર્થીઓ પસંદ કરીને તેઓને આઈઆઈટીની પ્રવેશ પરિક્ષા સફળતા પૂર્વક પાસ થવાનું કોચિંગ તદન મફતમાં આપે છે ! આ અંગે થતો ખર્ચ આનંદકુમાર પોતાના ગણિતના ક્લાસની આવકમાંથી કાઢે છે ! આજ સુધી આનંદ્કુમારે ૩૬૦ વિધાર્થીને મફત કોચિંગ આપ્યું છે,તે પૈકી લગભગ ૩૦૮ વિધાર્થી આઇઆઇટી માં પ્રવેશ મેળવી ચુક્યા છે ! આજે આનંદકુમાર પાસે રૂપિયાનો ઢગલો ખડકીને કોચિંગ મેળવવા ઘણા ધનવાન સંતાનો આવે છે પરંતુ દર વરસે આનંદકુમાર ફક્ત ૩૦ તેજસ્વી ગરીબ વિધાર્થી શોધીને તેને જ શિક્ષા આપે છે !
૨૦૦૯ માં ડીસ્કવરી ચેનલએ આનંદકુમાર પર એક કલાકનો પ્રોગ્રામ પ્રસારિત કર્યો હતો ! લિમ્કા બુક,ટાઈમ્સ મેગેઝીન વિગેરે આનંદકુમારની પ્રશંસા કરી છે !
અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાએ પોતાના અંગત પ્રતિનિધિ રશ્દ હુસેનને પટના મોકલીને આનંદકુમારનું સન્માન કર્યું હતું!
બ્રિટન એક મેગેઝીને વિશ્વના ૨૦ શ્રેષ્ઠ શિક્ષકના લીસ્ટમાં આનંદકુમારનું નામ સામેલ કર્યું છે,બિહાર અને મધ્ય પ્રદેશની સરકારે આનંદકુમારને એવોર્ડ આપ્યા છે !બેંક ઓફ બરોડા – મુબઈએ પણ એક એવોર્ડ આપ્યો છે !
આવા સંનિષ્ઠ શિક્ષકને આનંદકુમારને હજુ સરકારી પદ્મશ્રી મળ્યો નથી,એ એક આશ્ચર્ય છે.
આનંદ કુમાર અને શિક્ષણ ક્ષેત્રે એના મિશનરી કાર્યને સલામ…
સાભાર -શ્રી પ્રવીણ પટેલ,
નીચેના આ વિડીયોમાં આનંદ કુમાર અને એના સુપર-૩૦ મિશન વિષે ઘણી માહિતી જાણવા મળશે.
વાચકોના પ્રતિભાવ