વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1221- ભૂતપૂર્વ PM, ‘ભારત રત્ન’ વાજપેયી (93)નું નિધન-હાર્દિક શ્રધાંજલિ

टूटे मन से कोई बड़ा नहीं होता,

टूटे मन से कोई खड़ा नहीं होता।

जलना होगा, गलना होगा !

कदम मिलाकर चलना होगा !

Atal Bihari Bajpai 

August 16,2018-નવી દિલ્હી

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું આજે અહીં નિધન થયું છે. એ 93 વર્ષના હતા. એમણે અહીં AIIMS હોસ્પિટલમાં આજે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.

વાજપેયી બે મહિનાથી પણ વધારે સમયથી હોસ્પિટલમાં કિડનીમાં ચેપ ઉપરાંત યુરિનરી તકલીફ, છાતીમાં કફનો ભરાવો થવા જેવી તકલીફો માટે સારવાર હેઠળ હતા. એઈમ્સ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં વાજપેયીના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા.

વાજપેયીના પાર્થિવ દેહને આજે સાંજે AIIMS હોસ્પિટલમાંથી એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે એ આવતીકાલે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર આવતીકાલે દિલ્હીમાં યમુના નદીના કિનારે કરવામાં આવશે.

વાજપેયીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન આજે રાતે 9.30 વાગ્યાથી એમના નિવાસસ્થાને રાખવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ભાજપના મુખ્યાલયમાં અંતિમ દર્શન કરી શકાશે. બપોરે 1 વાગ્યાથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વાજપેયીના માનમાં કેન્દ્ર સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

નાદુરસ્ત તબિયતને કારણે વાજપેયી એક દાયકાથી પણ વધારે સમયથી જાહેર જીવનથી દૂર રહ્યા હતા. એમને ડાયાબિટીસની બીમારી હતી. છેલ્લા 36 કલાક દરમિયાન એમની તબિયતમાં વધારે બગાડો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેલ્લા બે દિવસમાં બે વાર એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

વાજપેયીનો જન્મ 1924ની 25 ડિસેંબરે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. એમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી એક સ્કૂલ શિક્ષક હતા.

ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંના એક, વાજપેયી 1996થી 1999 વચ્ચે ત્રણ વાર વડા પ્રધાન બન્યા હતા. પહેલી વાર, 1996માં એ વડા પ્રધાન બન્યા હતા, પણ એમની સરકાર માત્ર 13 દિવસ જ ચાલી હતી. 1998માં એ બીજી વાર વડા પ્રધાન બન્યા હતા. ત્યારે એમની સરકાર 13 મહિના ચાલી હતી. 1999માં એ ફરી વડા પ્રધાન બન્યા હતા અને પાંચ વર્ષની મુદત એમણે પૂરી કરી હતી.

પાંચ વર્ષની મુદત પૂરી કરનાર એ પહેલા બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા.

વાજપેયી વિશે એવું કહેવાય છે એ ભારતીય રાજકારણના અજાત શત્રુ હતા. એમને કોઈ રાજકીય શત્રુઓ નહોતા.

વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને એમની પર ચારેબાજુએથી શ્રદ્ધાંજલિનો વરસાદ વરસી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં વાજપેયીના નિધનને એક યુગના અંત તરીકે ઓળખાવ્યું છે અને કહ્યું છે કે દરેક ભારતીય તથા ભાજપ કાર્યકર્તા વાજપેયીના દ્રષ્ટિકોણ પ્રમાણે જીવનમાં આગળ વધવાનું ચાલુ રાખશે.

Atal- Modi

મોદીએ અનેક ટ્વીટ્સ દ્વારા પોતાની શબ્દાંજલિ એમને અર્પણ કરી છે.

Narendra Modi-1
@narendramodi
मैं नि:शब्द हूं, शून्य में हूं, लेकिन भावनाओं का ज्वार उमड़ रहा है।

हम सभी के श्रद्धेय अटल जी हमारे बीच नहीं रहे। अपने जीवन का प्रत्येक पल उन्होंने राष्ट्र को समर्पित कर दिया था। उनका जाना, एक युग का अंत है।

Narendra Modi-2
@narendramodi
लेकिन वो हमें कहकर गए हैं-
“मौत की उमर क्या है? दो पल भी नहीं,
ज़िन्दगी सिलसिला, आज कल की नहीं
मैं जी भर जिया, मैं मन से मरूं,
लौटकर आऊँगा, कूच से क्यों डरूं?”

Narendra Modi-3
@narendramodi
अटल जी आज हमारे बीच में नहीं रहे, लेकिन उनकी प्रेरणा, उनका मार्गदर्शन, हर भारतीय को, हर भाजपा कार्यकर्ता को हमेशा मिलता रहेगा। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे और उनके हर स्नेही को ये दुःख सहन करने की शक्ति दे। ओम शांति !
Narendra Modi-4
@narendramodi
India grieves the demise of our beloved Atal Ji.
His passing away marks the end of an era. He lived for the nation and served it assiduously for decades. My thoughts are with his family, BJP Karyakartas and millions of admirers in this hour of sadness. Om Shanti.

Narendra Modi-5
@narendramodi
It was Atal Ji’s exemplary leadership that set the foundations for a strong, prosperous and inclusive India in the 21st century. His futuristic policies across various sectors touched the lives of each and every citizen of India.

Narendra Modi-6
@narendramodi
Atal Ji’s passing away is a personal and irreplaceable loss for me. I have countless fond memories with him. He was an inspiration to Karyakartas like me. I will particularly remember his sharp intellect and outstanding wit.

પોતાના આદરણીય નેતા વાજપેયીના નિધન અંગે ભારતીય જનતા પક્ષે કરેલું ટ્વીટ…
ओजस्वी वक्ता, जनकवि व अपने व्यक्तित्व और कृतित्व से मां भारती को विश्व में गौरवान्वित करने वाले भारतीय राजनीति के शिखर पुरुष महान जननेता श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को अश्रुपूर्ण श्रद्धांजलि।
https://twitter.com/twitter/statuses/1030066306790223872

સૌજન્ય – ચિત્રલેખા

http://chitralekha.com/news/national/atal-bihari-vajpayee-passes-away-delhi/

अटल बिहारी वाजपेयी पहले ग़ैरकाग्रेसी प्रधानमंत्री थे, जिन्होंने अपना पाँच साल का कार्यकाल बिना किसी समस्या के पूरा किया. मशहूर पत्रकार किंगशुक नाग ने हाल ही में उनकी जीवनी लिखी- अटलबिहारी वाजपेयी- अ मैन फॉर ऑल सीज़न. विवेचना में रेहान फ़ज़ल नज़र डाल रहे हैं अटलबिहारी वाजपेयी के राजनीतिक सफ़र और उनसे जुड़े कुछ मानवीय पहलुओं पर.

Atal Bihari Vajpayee: Life of a Leader, Statesman and Prime Minister (BBC Hindi)

 

વિનોદ વિહારની સ્વ. અટલજીને હાર્દિક ભાવપૂર્ણ શ્રધાંજલિ 

 

 

3 responses to “1221- ભૂતપૂર્વ PM, ‘ભારત રત્ન’ વાજપેયી (93)નું નિધન-હાર્દિક શ્રધાંજલિ

  1. Vimala Gohil ઓગસ્ટ 16, 2018 પર 1:11 પી એમ(PM)

    કહેવાય છે કે પ્રત્યેક વ્યક્તિની ઉર્જા યુનિવર્સમાં પ્રસરીને પ્રત્યેક પર અસર કરતી હોય છે,આશા/પ્રર્થના કરીએ કે શ્રધ્ધેય અટલજીની સર્વ ઉર્જા
    ભારાતવર્ષને ઉજાળે અને દેશ માટે સમર્પિત એવી પ્રત્યેક વ્યક્તિમાં પરિવર્તિત થાય.
    ૐ શાંતિઃ

    Like

  2. vkvora Atheist Rationalist ઓગસ્ટ 17, 2018 પર 5:49 પી એમ(PM)

    આપે હાર્દીક શ્રદ્ધાંજલીમાં લગભગ બધી વીગતો આવરી લીધેલ છે.

    બીબીસી હીન્દીમાં એ સીવાય એમના વ્યક્તીગત જીવન, લગ્ન જીવન, બ્રહ્મચારી, ગુજરાતમાં બીજેપીમાં થયેલ બળવો અને વીરોધ, નરેંદ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે ગુજરાતના રમખાણો, વગેરે, વગેરે આવરેલ એમના જીવનના પાસા હતા.

    જાહેરજીવન, રાજકરણ અને સંસદમાં એમના વીશે જેટલું લખીએ એ ઓછું પડે..

    Like

Leave a reply to Vimala Gohil જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.