વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 31, 2018

1227 – વિનોદ વિહારની આઠમી વર્ષ ગાંઠ પ્રસંગે …..

                                                 

 વાચક મિત્રો ,

આજે સપ્ટેમ્બર ૧ ,૨૦૧૮ ના રોજ ”વિનોદ વિહાર ” નેટ જગતની એની સાત વર્ષની ભાતીગર આનંદયાત્રા પૂરી કરીને આઠમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે.

મારી ૭૫ વર્ષની ઉંમરે કમ્પ્યુટર અને ગુજરાતીમાં લખવાનું શીખી લઈને તારીખ સપ્ટેમ્બર ૧,૨૦૧૧ ના રોજ ‘’વિનોદ વિહાર’’ના નામે મેં આ ગુજરાતી બ્લોગની શુભ શરૂઆત કરી હતી.

વિનોદ વિહારની સૌ પ્રથમ પોસ્ટ (1) મારા ગુજરાતી બ્લોગ ”વિનોદ વિહાર ” ના શ્રી ગણેશ માં આ બ્લોગ શરુ કરવા માટેના ઉદ્દેશો અને સંજોગોનો પરિચય કરાવવામાં આવ્યો છે.

મને એ વાતની ખુશી છે કે ”વિનોદ વિહાર ” ને વાચક મિત્રો તરફથી જે પ્રોત્સાહન જનક પ્રતિસાત સાંપડ્યો છે એ નીચેના આંકડાઓ પરથી ફલિત થશે.

=======================================

સાત વર્ષને અંતે વિનોદ વિહાર….

ગત વર્ષ ૨૦૧૮ માં અગાઉના બે વર્ષની સરખામણીએ પ્રગતિસુચક આંકડાઓ.                              

     

 

માનવંતા મુલાકાતીઓ-                                           ૨૦૧૮         ૨૦૧૭         ૨૦૧૬                                  (ગત વર્ષ કરતાં 202552 નો વધારો)               

                                                                           595,552     393,000   288,484    

કુલ પોસ્ટની સંખ્યા                                                1226              1097    946                         

    3.દરેક પોસ્ટને ફોલો કરતા મિત્રો

      @ જેમાં બ્લોગર  110  છે.                              @  349         336         320       

વાચક મિત્રોએ આજદિન સુધીમાં આપેલ

  કુલ પ્રતિભાવની સંખ્યા                                          5791        5502        4,913

 

 ==========================================================                                                                                                       

ઉપર જણાવેલ આંકડાઓમાં ખાસ કરીને ગત વર્ષ એકલામાં જ મુલાકાતીઓની સંખ્યામાં 202552 નો વધારો થયો છે એને લઈને કુલ મુલાકાતીઓની સંખ્યા 595,552 સુધી પહોંચી ગઈ છે.આ સૂચવે છે કે વર્ષો વર્ષ વિનોદ વિહાર માટેના મારા પ્રયત્નોનો વાચકોનો સારો પ્રતીસાત મળી રહ્યો છે.  

હાલ મારી હાલની ૮૨ વર્ષની ઉંમરે કેટલાક શારીરિક પ્રશ્નો ઉભા થયા હોવાથી બ્લોગીંગ માટેના પહેલાંના ઉત્સાહમાં થોડી ઓટ તો વર્તાય છે.એમ છતાં મનોબળ હજુ સાબુત છે . મિત્રોનો અને સ્નેહી જનોનો સાથ,સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યો પ્રતિભાવ મારા માટે  બ્લોગમાં લખવા માટે અને પોસ્ટ તૈયાર કરવા માટેની  પ્રેરણા બને છે.

મેં તો અકેલા ચલા થા ,જાનીબે મંઝિલ મગર

લોગ સાથ આતે ગયે ,ઔર કારવાં બનતા ગયા !

માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહે છે.મારા માટે બ્લોગની પ્રવૃત્તિ આંતરિક આનંદ સાથે સદ સાહિત્ય વહેંચવા માટેનું ઉત્તમ સાધન બન્યું છે.

વિશ્વના ફલક પર વિનોદ વિહાર

વર્ડ પ્રેસ ના આંકડા પ્રમાણે આજ સુધીમાં વિનોદ વિહારના કુલ મૂલાકાતીઓ  595,552  છે એ મુખ્યત્વે 154 નાના મોટા દેશોમાં પથરાયેલા છે.

500  કરતાં વધુ મુલાકાતીઓ નીચેના દેશોમાં આ પ્રમાણે છે.

VIEWS                         COUNTRY          

415123                         India

144587                         United States

6109                             United Kingdom

7189                             Canada

1129                             Australia

1058                             Singapore   

1058                            United Arab Emirates

667                               Pakistan

506                              Hong Kong SAR China

 

Other 145  countries  with viewership from  1 to 500

===============================================

બ્લોગના માધ્યમથી વિશ્વભરમાં ફેલાયેલા કદી નજરે ના જોએલા અને અપરિચિત લાખ્ખો ગુજરાતી ભાષા પ્રેમી મિત્રો સાથે વિચાર વિનિમય થઇ શકે છે. અમેરિકામાં સાન ડીયેગો, કેલીફોર્નીયાના મારા ઘરના રૂમના એકાંતમાં જે પોસ્ટ મુકાય છે એ કોમ્પ્યુટર પર એક ક્લિક કરીએ એની  સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે એ ઈન્ટરનેટ વિશ્વની કેવી કમાલ કહેવાય !

આભાર દર્શન

વિનોદ વિહાર બ્લોગની સાત વર્ષની યાદગાર સફરમાં કોઇ પણ સ્વરૂપે સાથ અને સહકાર આપનાર સુજ્ઞ વાચક મિત્રો,લેખકો અને સ્નેહીજનોનો હું હૃદયથી આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ આપનો આથી પણ વધુ  સુંદર સહકાર મળતો રહેશે જ.

વિનોદ પટેલ , સંપાદક , વિનોદ વિહાર

તારીખ ૧લી સપ્ટેમ્બર ૨૦૧૮  

 કવિ નિરંજન ભગતની એક ગમતી કવિતા એમનાં જ હસ્તાક્ષરોમાં …