સંત કબીરનાં અનેક ભજનો છે જે ભજનીકો અને ભાવકોના કંઠે સદીઓથી ગવાતાં રહ્યાં છે.
ઘૂંઘટ કા પટ ખોલ રે… ભજન કબીરનાં સૌ ભજનોમાં મારું એક પ્રિય ભજન છે.હાઈસ્કુલમાં વિદ્યાભ્યાસ સમયે વિદ્યાર્થી આશ્રમ (બોર્ડીંગ)માં હતો ત્યારે સાંજની રોજની પ્રાર્થના થતી એમાં આ ભજન હું ગવડાવતો હતો એની યાદ તાજી થાય છે.
આ સુપ્રસિદ્ધ ભજનમાં કબીર ઘૂંઘટ ઉઠાવવાનું કહે છે.આ ઘૂંઘટ શાનો છે? અંતરમનના ચક્ષુ સામે રાગ, દ્વેષ, દંભ, ઇર્ષ્યા, મોહ, માયા, લાલચ, કડવાશનો જે પડદો પડેલો છે તેને ઉઠાવી લેવાની આપણને કબીર શીખ આપે છે.
કબીર કહે છે કે તમે આ મનો-જંજાળમાંથી મુક્ત બનીને તમારા ભ્રમનો પડદો ઉઠાવીને જોશો તો તમારી નજર સામે પિયા એટલે કે પ્રિય ઇશ્વર હાજરાહાજુર દેખાશે એ નક્કી છે.જો તમારી દૃષ્ટિ કલુષિત હશે, તમારો અભિગમ હકારાત્મક નહીં હોય તો તમે દુન્યવી દૂષણોના પડદાની પાર જોઈ નહિ શકો.માટે આ પડદાના ઘેરામાં લપટાયા સિવાય એમાંથી સવેળા મુક્તિ મેળવી સતેજ બની જાઓ એ આવશ્યક બાબત છે.
જ્યાં સુધી તારા આંતરચક્ષુ સમક્ષ ઘેરાએલો આ પડદો હઠાવીશ નહિ ત્યાં સુધી તને સાચા સ્વરૂપે ઈશ્વરનાં દર્શન નહી થઇ શકે.દરેકના ઘટ ઘટમાં પ્રભુનો વાસ છે માટે તું કડવાં વચનો બોલીશ નહિ ,એને એ નહી ગમે.પ્રભુને ગમે એવાં સદવચનો બોલીશ તો જ તું એનો પ્રિય ભક્ત બની શકીશ.
તારા ધન અને યુવાની માટે તું ખોટો ગર્વ કરીશ નહિ કેમ કે એ કામચલાઉ છે, હમેશને માટે ટકવાનાં નથી. તારા સુના મહેલ રૂપી દેહમાં ગર્વ રૂપી દીવો બાળીને ખોટા ભ્રમમાં ના પડ, સવેળા ચેતી જા .
કબીર કહે કે મારા રંગમહેલ રૂપી અંતરાત્મામાં મને મારા પ્રિય પ્રભુ મળી ગયા છે.મારા માટે તો એ અણમોલ ધન સમાન છે.એના મંગલ આગમનથી મારા અંતરમનમાં આનંદ આનંદ છવાઈ ગયો છે,જાણે કે દુર દુર સુધી ઢોલ અને શરણાઈના સુરો સંભળાઈ ના રહ્યા હોય એવી મારા આંતરમનમાં મને અનુભૂતિ થઇ રહી છે.મારા આનંદનો કોઈ પાર નથી.
જ્યુથિકા રોય- Juthika Roy ના કંઠે આ ભજન માણો અને તમારા અંતરમનમાં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરો.સંત કબીરના આ સુંદર ભજનને જ્યારે જાણીતી ગાયિકા જ્યુથિકા રોય ગાય છે ત્યારે એ કેટલું દીપી ઉઠે છે.
જ્યુથિકા રોયને ગાંધીજીએ ‘’આધુનિક મીરાં ‘’ કહીને બિરદાવ્યા હતાં.
ગાંધીજી આશ્રમમાં એમને ભજન ગવડાવવાનું કહેતા.જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીનાં પણ એ પ્રિય ગાયિકા હતાં.એમને ૧૯૭૨માં પદ્મશ્રીનો ખિતાબ પણ મળ્યો હતો. .
A tribute to Juthika Roy – Ghunghat Ka Pat Khol Re Tohe Piya Milenge
આ જ કબીર ભજનને બીજાં પ્રખ્યાત ગાયિકા સ્વ.ગીતા દત્તના સુરીલા કંઠે માણો.
Ghunghat ke pat khol re …. Geeta Dutt
A Tribute to Padma shree Juthika Roy -Devotional Bhajan Singer
(20 April 1920 — 5 February 2014)
જ્યુથિકા રોય એ ગાયેલાં બીજાં ભજનો આ વિડીયોમાં સાંભળી ભક્તિ ભાવમાં તરબોળ બનો.
A Tribute to Juthika Roy Hindi Geet | Best Devotional Songs
વાચકોના પ્રતિભાવ