ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
1276 – બાપ રે, 200 વર્ષ જીવવાનું શક્ય બનશે!…… કવર સ્ટોરી..અગસ્ત્ય પુજારા.
સૌજન્ય.. મુંબઈ સમાચાર ..
બાપ રે, 200 વર્ષ જીવવાનું શક્ય બનશે!..કવર સ્ટોરી … અગસ્ત્ય પુજારા.
સમગ્ર વિશ્વમાં અત્યારે વૈજ્ઞાનિકો એ બાબત પર સંશોધન કરી રહ્યા છે કે મનુષ્ય તેની વૃદ્ધાવસ્થાને ટાળી શકે અને 100થી વધારે એટલે કે કદાચ 200 વર્ષ પણ જીવી શકે! આ સંશોધનમાં ભારત પણ પાછળ નથી.

તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે શું મનુષ્ય 200 વર્ષ જીવી શકે? પણ હા, એવું કદાચ થોડાક વર્ષો પછી બની પણ શકે, કારણ કે અત્યારે ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે કે માણસ વધારે જીવી શકે અને પોતાની વૃદ્ધાવસ્થાને ટાળી શકે. આપણા શરીરમાં રહેલા માઇક્રોબાયોમ (નાના કિટાણુ, બેક્ટેરિયા, ફફૂદ કે વાયરસ) આપણા સ્વાસ્થ્ય પર બહુ અસર કરે છે. આ માઇક્રોબાયોમજ બીમારીઓનું કારણ બને છે. આમ છતાંય આ માઇક્રોબાયોમ સ્વસ્થ રહેવા માટે પણ જરૂરી છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકાની બલજર કોલેજ ઓફ મેડિસિનના પ્રોફેસર મેંગ વાગ આ માઇક્રોબાયોમની મદદથી બુઢાપાને રોકવા પર સંશોધન કરી રહ્યાં છે. તેના માટે શરૂઆતમાં તેમણે ખાસ પ્રકારના એવા કીડાઓની પસંદગી કરી, જેની ઉંમર બહુ ઓછી હોય છે. તેમણે આ કીડાઓની આડમાં પોષાતા બેક્ટેરિયાને બીજા પ્રકારના કીડાઓમાં નાંખી દીધા. તે પછી જે કીડાઓ ત્રણ સપ્તાહમાં મરી જવા જોઇતા હતા, તે આ બેક્ટેરિયાની મદદથી જીવતા હતા એટલું જ નહીં, પણ તે એકદમ સ્વસ્થ પણ હતા. હવેપ્રોફેસર મેંગ વાગ આ જ સંશોધન ઉંદરો પર કરી રહ્યા છે. જો ઉંદરો પર પણ આ સંશોધન સફળ રહ્યું તો આ બેક્ટેરિયાની મદદથી એવી ગોળિયો બનાવવામાં આવી શકે છે કે જેના પ્રયોગથી માણસની ઉંમર 100થી 200 વર્ષ સુધીની થઇ શકે છે.
ઉંમર વધારવા માટેના પ્રયોગો
વિશ્ર્વમાં કોઇ મનુષ્ય એવો નથી જેનું મૃત્યુ ન થાય કે તેને બુઢાપો ન આવે. સિવાય કે યુવાનીમાં કે પ્રૌઢાવસ્થામાં તેનું મૃત્યુ થાય. દરેકના જીવનમાં વૃદ્ધાવસ્થાનો તબક્કો આવવો નિશ્ર્ચિત છે. ખાસ વાત એ છે કે કોઇ પણ મનુષ્યને આ તબક્કો જીવવો નથી ગમતો. બુઢાપામાં લોકો શારીરિક રીતે બહુ કમજોર થઇ જતા હોય છે અને બીજા પર નિર્ભર થઇ જતા હોય છે. આવું જીવન કોઇ મનુષ્ય જીવવા નથી માગતું. આથી જ મનુષ્યને બદલે હવે રોબોટ કામ કરતા થઇ ગયા છે તેવી ઘણી શોધો કર્યા પછી પૂરી દુનિયાના વૈજ્ઞાનિકો હવે મનુષ્ય પોતાને લાંબો સમય યુવાન રાખી શકે તેના પર ઘણું બધું સંશોધન કરી રહ્યા છે. જો તેમને આ સંશોધનમાં સફળતા મળે તો એવું ભવિષ્ય જોવા મળશે જ્યારે લોકો તેમની વૃદ્ધાવસ્થાને ટાળી શકશે. લો બોલો, છે ને આનંદ વિભોર થવાની વાત?
વિશ્ર્વમાં રોજ એક લાખ મૃત્યુ થાય છે
એક અહેવાલ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં કેન્સર, અલ્જાઇમર, હાડકાંની વિવિધ બીમારીઓ અને અંગોના ખરાબ થવાના કારણથી દુનિયાભરમાં પ્રતિદિવસ લગભગ એક લાખ લોકોના મોત થઇ જાય છે. એ જ કારણે બુઢાપાને રોકવા માટે ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો શોધ કરી રહ્યા છે. અત્યાર સુધીના સંશોધનમાં એટલું જાણવા મળ્યું છે કે બુઢાપાને રોકવા માટે કેટલાક ખાસ પ્રકારના કીડાઓ એને થ્રીડી પ્રિન્ટેડ ઑર્ગન્સ (આર્ટિફિશિયલ એન્ડ પોર્ટેબલ ઓર્ગન્સ)ની મુખ્ય ભૂમિકા હોઇ શકે છે.
મૃત્યુ વિશે વિજ્ઞાનીઓનો મત
મૃત્યુ અંગે વિજ્ઞાનીઓનો એક જ મત છે. તેમનો સ્પષ્ટ મત છે કે મૃત્યુને ટાળી શકાય નહી. જીવનને લંબાવવા પર સંશોધન થઇ શકે છે, પણ મૃત્યુને ટાળીને અમર બનવાની કલ્પના પણ કરી શકાય નહીં. એવામાં આ બધી શોધોનો મુખ્ય ઉદૃેશ એ છે કે જિંદગી ભલે જેટલી લાંબી કેમ ન હોય પણ તે સ્વસ્થ અને ખુશહાલ હોવી જોઇએ.
બુઢાપોમાણસને કેમ કમજોર કરી દે છે?
ચિકિત્સકોના જણાવ્યા અનુસાર એક ખાસ ઉંમર સુધી શરીરમાં કોશિકાઓ બનવાનો સિલસિલો ચાલતો રહે છે. ઉંમર વધવાથી કોશિકાઓને બનવાનો એ સિલસિલો ધીમો પડી જાય છે. એવામાં શરીરમાં બેકાર કોશિકાઓ એકત્ર થવા લાગે છે, જે બુઢાપાનું કારણ બને છે. ચિકિત્સકો એવું પણ કહે છે કે વધારે બીમાર રહેનાર લોકોને બુઢાપો જલદી આવી જાય છે.
કોશિકાઓને સ્વસ્થ રાખવા માટે સંશોધન
આથી કેટલાક દેશોમાં એવા રસાયણોની શોધ ચાલી રહી છે જેની મદદથી વૃદ્ધ થઇ રહેલી મનુષ્યની કોશિકાઓને ફરીથી જવાન કરી શકાય. તે સાથે જ હયાત કોશિકાઓને લાંબા સમય સુધી બુઢી થવાથી રોકી શકાય. તેનાથી માણસની ઉંમર બહુ લાંબી થઇ શકે છે. સાથે જ ઘણી બધી બીમારીઓથી પણ તેને નિપટાવી શકાય છે.
અત્યારે પણ મનુષ્યની ઉંમર બે ગણી વધી ગઇ છે
વિશ્ર્વભરમાં માણસની સરેરાશ ઉંમર 19મી સદી સુધી લગભગ 40 વર્ષ હતી. ઘણી બધી જટિલ બીમારીઓ પર કાબૂ મેળવ્યા પછી દુનિયાભરમાં માણસની ઉંમર વધી છે. પહેલા એવી ઘણી બીમારીઓ હતી, જેનો ઇલાજ થઇ શક્તો નહોતો. આથી મોટી સંખ્યામાં લોકોનું એ બીમારીઓને કારણે વહેલી ઉંમરમાં મૃત્યુ થઇ જતું હતું. ઉત્તરીય યુરોપના લોકોની સરેરાશ ઉંમર 80 વર્ષ સુધી પહોંચી ચૂકી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર બહુ જલદી પૂરી દુનિયામાં માણસની સરેરાશ ઉંમર 80 વર્ષ સુધીની થઇ જશે. આ રીતે ભવિષ્યમાં માણસ બુઢાપાને લાંબો સમય સુધી ટાળવામાં સક્ષમ થઇ જશે, જેનાથી સરેરાશ ઉંમરમાં તેનો વધારો થશે.
દાંતોમાં છુપાયેલું છે લાંબી ઉંમરનું રહસ્ય
ચિકિત્સકોના જણાવ્યા અનુસાર સ્વસ્થ તબિયત અને લાંબી ઉંમરનું રહસ્ય દાંતોમાં છુપાયેલું છે. જો દાંત મજબૂત હોય તો તમે કોઇ પણ સારું ખાવાનું સરળતાથી ચાવીને ખાઇ શકો છો. સારું ખાવાનું ખાવાથી સેહત અને યાદશક્તિ લાંબા સમય સુધી સારી રહે છે. અત્યારે પણ લાંબી ઉંમર સુધી જીવનાર વડીલોના દાંત ઘણી ઉંમર સુધી મજબૂત રહે છે. ભવિષ્યમાં તેમાં વધારે સુધારો થવાની આશા છે. વર્તમાનમાં દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા હોવાનો રેકોર્ડ ફ્રાંસની જ્યાલુઇ કાલમેન્ટના નામે છે. વર્ષ 1997માં જ્યારે તેનું મૃત્યુ થયું, ત્યારે તે 122 વર્ષની હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તેના પછીના 21 વર્ષમાં માણસને સ્વસ્થ રહેવા માટેની રીત-રસમોમાં ઘણો વિકાસ થઇ ગયો છે.
બુઢાપાને રોકવા માટે મદદરૂપ થશે આર્ટિફિશિયલ અંગ ટ્રાન્સપ્લાન્ટ
બુઢાપાને મહાત આપવા માટે કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે વૃદ્ધોના મૃત્યુનું એક મોટું કારણ એ પણ છે કે તેમના શરીરના નાજુક અંગો ખરાબ થઇ જાય છે. તેમાંહૃદય,લિવર અને કિડની જેવા મહત્ત્વપૂર્ણ અંગો શામેલ હોય છે. અંગોને જેટલો લાંબો સમયસ્વસ્થ રાખી શકાય, તેટલો સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકાય. તેમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સૌથી સફળ કારણ બની શકે છે. પૂરા વિશ્ર્વમાં વૃદ્ધોની સંખ્યા બહુ વધારે અને અંગદાનકર્તાઓની સંખ્યા ઘણી ઓછી હોવાને કારણે તે બહુ જટિલ પ્રક્રિયા સાબિત થાય છે. દાનવીરો અને લેનાર વ્યક્તિના અંગો મેચ ન થાય તો તે વધુ પડકારરૂપ બની જાય છે.
ભારતમાં થઇ રહ્યું છે આનું મહત્વનું સંશોધન
આર્ટિફિશિયલ અને પોર્ટેબલ અંગ બનાવવાની દિશામાં ભારતના બાયોફિજિસ્ટ તુહિન ભૌમિક એક મહત્ત્વના સંશોધન પર કામ કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેમના મત અનુસાર દર્દીનું એમઆરઆઇ અને સિટી સ્કેન કરીને તેના અંગોના અંદરથી ચોક્કસ કદ જાણીને તે એમઆરઆઇ અને સિટી સ્કેનથી પ્રાપ્ત થયેલા ડેટાને કમ્પ્યુટરમાં ફીડ કરીને તે જ આકારના ખાસ થ્રીડી પ્રિંટિંગ દ્વારા અંગ બનાવી શકાય છે. તેના માટે થ્રીડી પ્રિંટિંગમાં ઉચ્ચ ગુણવત્તાવાળી શાહીનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રોટીન અને દર્દીના શરીરની કોશિકાઓથી બનેલી હોય છે. તુહિન ભૌમિકનું માનવું છે કે એવામાં આ વાતનો અણસાર બહુ ઓછો આવે છેકે આ રીતે શાહીથી બનેલા થ્રીડી પ્રિન્ટેડ આર્ટિફિશિયલ અંગ દર્દીના શરીરમાં સાચી રીતે કામ ન કરે. આ શાહીના થ્રીડી પ્રિંટિંગમાં ઉપયોગ કરવા માટે તુહિન ભૌમિકે એક ખાસ પ્રકારનું સાધન બનાવ્યું છે.
આ સંશોધનથી 135 વર્ષનું થઇ શકે છે આયુષ્ય
તુહિન ભૌમિક અને તેમની ટીમ પહેલુંહ્યુમન લિવરબનાવી ચૂકી છે. હવે તેઓ પોર્ટેબલ મિનિએચર લિવર બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે, જેની મદદથી દર્દી સ્વસ્થ માણસની જેમ ક્યાંય પણ આવી જઇ શકે છે. આગામી 10 વર્ષમાં તેમનો પ્રયાસ આ આર્ટિફિશિયલ લિવર બનાવવાનો છે, જેને દર્દીના શરીરમાં પ્રાકૃતિક લિવરની જેમ ફીટ કરી શકાશે. ભૌમિકનું અનુમાન છે કે તે જો આ લિવર બનાવવામાં સફળતા મેળવશે તો માણસની ઉંમર 135 વર્ષ સુધીની થઇ શકે છે.
સ્રોત..સૌજન્ય..
Like this:
Like Loading...
Related
સરસ વૈજ્ઞાનિક માહિતીસભર લેખ
Sent from my iPhone
>
LikeLike