વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1282-બેટા …હું લપસી ગયો છું… પણ પડ્યો નથી..

એક મિત્રએ એના વોટ્સ એપ સંદેશમાં કોઈ અજ્ઞાત લેખકની સુંદર વાર્તા મોકલી છે. એમના આભાર સાથે વાચકોને માટે શેર કરું છું.

આ વાર્તા ” બેટા …હું લપસી ગયો છું… પણ પડ્યો નથી…”  જરુર વાંચશો.

ગાડી ને વરસાદી વાતવરણમાં પાર્કિંગમાંથી મેં બહાર કાઢી…

અમારા વર્કશોપ સુપરવાઇઝર દવે સાહેબ ને…જેને હું પ્રેમ થી દવે કાકા કેહતો ધીમા પગે…વરસાદ મા તેમની જાત ને બચવતા તે ચાલતા હતા…

મેં કારને બ્રેક મારી.. દવે સાહેબ ને કહ્યું ”કાકા…ગાડી મા બેસી જાવ…તમે કહેશો ત્યાં ઉતારી દઇશ…”

કાર..રસ્તા વચ્ચે દોડતી હતી…

મેં આગળ કહ્યું ”કાકા..ખરાબ ના લગાડતા.. પણ આપ ની ઉમ્મર હવે આરામ કરવા ની નથી..?”

ધીરૂ પણ માર્મિક કાર ની બારી બહાર વરસાદ જોતા..કાકા ધીરે થી બોલ્યા….

”બેટા જરૂરિયાત વ્યક્તીને કા તો લાચાર બનાવે છે..અથવા..આત્મનિર્ભર થતાં શીખવાડે છે…
જીવવું છે..તો રડી..રડી…યાચના..અને યાતના ભોગવીને જીવવું તેના કરતાં સંઘર્ષ કરી લેવો.”

મતલબ હું સમજ્યો નહીં…દવે કાકા આપની ઉમ્મર…?

”બેટા…. મજબૂરી માણસ ને વગર ઉમ્મરે ઘરડું કરી નાખે છે…પણ હું ઉમ્મર લાયક હોવા છતાં…યુવાન જેવું કામ કરૂં છું.કારણ.. કે લાચારી સામે ફકત તમારી લાયકાત જ લડી શકે છે…અથવા તમારૂ મનોબળ અને જે મારી પાસે છે..મારે 72 પુરાં થયાં ”દવે સાહેબ મીઠું સ્માઈલ આપતાં બોલ્યા…

મારાથી બોલાઈ ગયું  ” સાહેબ…દીકરા પાસે અમેરિકા જતા રહો….આ ઉંમરે શાંતીથી જીવો.”

દવે સાહેબ થોડા ગંભીર થઈ બોલ્યા…

”કચ્છી ભાષાના સર્વકાલીન ઉત્તમ કવિ તેજપાલનું એક મુક્તક યાદ આવ્યું બેટા….

સંસાર સભર સ્વારથી કેંકે ડિને ડોસ ?
હલેં તેં સુંધે હકલ પેઓ, છડે હરખ ને સોસ…

અર્થ : સંસાર સ્વાર્થથી ભરપૂર છે. તુ કોને દોષ આપીશ ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હર્ષ અને શોક છોડીને ચલાવ્યે રાખ.”

કાકાની હસતી આંખો પાછળ દુઃખનો દરિયો છલકાતો હતો…

”બેટા.. મારે પણ ફેક્ટરી હતી.ભૂલ માત્ર એટલી કરી…મેં મારા પુત્ર ને ખોટા સમયે…વહીવટ કરવા સોંપી..હું નિવૃત થઈ ગયો.યુવાનીના થનગનાટમાં ખોટા નિર્ણયો લેવાથી…એક દિવસ ફેક્ટરીને મારી જાણ બહાર વેચી રૂપિયા રોકડા કરી..અમેરિકા ભેગો થઈ ગયો.!

એકાદ વર્ષ પછી અમેરિકા થી ફોન આવ્યો…પપ્પા ઘર કેમ ચલાવો છો ? દર મહિને જરૂર હોય તો રૂપિયા મોકલું?

મેં કહ્યું ”બેટા …હું લપસી ગયો છું …પણ પડ્યો નથી.તને એક વર્ષે તારા બાપાની યાદ આવી… એક વર્ષ તારો બાપ મંદિરે નથી બેસ્યો સમજ્યો.ફોન મુક..શરમ જેવું હોય તો બીજી વખત ફોન ના કરતો.”

તારા કાકીએ મારી સામે દયાની નજરે જોયું…

મેં..તારી કાકીને કહ્યું .”અરે ગાંડી મુંઝાાય છે શા માટે ?લૂંટવા વાળા તો ભલે લૂંટી જાય.એને તો ફક્ત બે હાથ જ છે.દેવા વાળો મારો મહાદેવ છે જેને હજારો હાથ છે.”

”દવે કાકા…તમને તમારા પુત્ર તરફ કોઈ ફરિયાદ.. ખરી ?”

”જો બેટા… બધા લેણાદેણી ના ખેલ છે.મારી પાસે પૂર્વજન્મનું કંઈક માંગતો હશે…તો…લઇ ગયો..કેમ લઈ ગયો તેનું દુઃખ નથી… આમે ય  …તે હક્કદાર અને મારો વારસદાર હતો પણ લેવા ની રીત, સમય અને વર્તન યોગ્ય ન હતું.”

બસ બેટા ગાડી આ મંદિર પાસે ઉભી રાખ…ભોળે ભંડારી ને સવાર..અને સાંજે..મળ્યા વગર ઘરે નથી જતો.”

”હવે…બોલતા સંબધો સાથે નફરત થઈ ગઈ છે…તેના કરતાં વગર બોલે કામ કરતો..મારો ભોળો ભંડારી સારો…”

દવે..કાકા ને ગાડી બંધ કરી..મેં હાથ પકડી..મંદિર સુધી લઇ જવા પ્રયતન કર્યો.પણ દવે કાકા બોલ્યા..

”બેટા… હું ઘણા વખતથી કોઈ નો હાથ પકડતો નથી કારણ કે ….પકડેલો હાથ કોઈ પણ વ્યક્તી…વગર કારણે જયારે છોડી દે છે એ સહન નથી થતું તેના કરતાં ધીરૂ અને સંભાળીને પણ આપણા પગે ચાલવું.”

એ ફરીથી હસતાં હસતાં બોલ્યા ”બેટા.. હું લપસી ગયો છું ..પણ હજુ પડ્યો નથી….
મારો….મહાદેવ છે ને…એ નહીં પડવા દે…ચલ બેટા…હર.. હર મહાદેવ.”

પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ અને પોતાની મક્કમ પણ ધીરી ગતિ થી ચાલતા દવે કાકાને હું જોઈ રહ્યો.

મિત્રો….

દુઃખએ અંદરની વાત છે.સમાજને તેનાથી મતલબ નથી….સમાજને હંમેશા હસતો ચેહરો ગમે છે.ગમે તેટલું દુઃખ પડે…અંદર થી તૂટી જશો તો ચાલશે….પણ બહારથી તો વાઘ જેવું વ્યક્તીત્વ રાખજો.સમાજ નીચોવી નાખવા બેઠો છે….

તૂટેલી ભગવાન ની મૂર્તિને તો લોકો ઘરમાં પણ નથી રાખતા..તો આપણી તો શું હેસિયત છે.રડવું હોય તો ભગવાન સામે રડી.લેજો..બધાના ખભા એટલા મજબૂત નથી હોતા…

જેમ સિંહણનું દૂધ ઝીલવા સુવર્ણ નું પાત્ર જોઈએ તેમ…આપણી આંખનાં આંસુ ઝીલવા..સજ્જન માણસનો ખભો જોઈએ .સમાજ અને કુટુંબમાં મંથરા..અને સકુની મામા ઘણા ફરે છે ત્યાં હળવા થવાની કોશિશ ના કરતા.

મેં ગાડી ચાલુ કરી….થોડો ફ્રેશ થવા FM રેડિયો ચાલુ કર્યો….

કિશોરકુમારનું ગીત……વાગતું હતું..

चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये

चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये
पतझड जो बाग़ उजाड़े, वो बाग़ बहार खिलाये
जो बाग़ बहार में उजड़े, उसे कौन खिलाये..

આપણી વ્યક્તિ જ જીંદગી ઉજ્જડ કરે તો દોષ કોને દેવો.

એક પિતાએ તેના પુત્ર ના નામે દોલત લખતાં પહેલાં કહેલા  શબ્દો..યાદ આવ્યા..

”બેટા….હું તારા ઉપર આંધળો વિશ્વાશ મુકું છું,જવબદારી તારી છે…મને આંધળો સાબિત ન કરવાની.જીંદગીમાં બધી ચાલ..ચાલજો..પણ કોઈનો વિશ્વાસ તોડતા નહીં….કારણ કે એ વ્યક્તિ માટે તો તમારા ઉપર મુકેલ વિશ્વાસ  જ તેની મરણ મૂડી હોય છે….અને એ ગુમાવ્યા પછી …મોતની રાહ જોવા સિવાય…તેની પાસે કશુ બચતુ નથી.”

સંકલન .. વિનોદ પટેલ  

6 responses to “1282-બેટા …હું લપસી ગયો છું… પણ પડ્યો નથી..

 1. Dharnidhar Thakore માર્ચ 6, 2019 પર 7:25 પી એમ(PM)

  બહુજ સરસ વાત કરી છે.

  Like

 2. અનામિક માર્ચ 6, 2019 પર 10:26 પી એમ(PM)

  બહુ સરસ મનનીય વિચાર. બધા વૃદ્ધોએ ચિંતન કરવા યોગ્ય.

  Like

 3. વિનોદ પટેલ માર્ચ 9, 2019 પર 1:25 પી એમ(PM)

  લેખ ગમ્યો એથી આનંદ. પ્રતિભાવ માટે આભાર.

  Like

 4. J. C. Shah માર્ચ 24, 2019 પર 10:51 પી એમ(PM)

  Very heart touching article. Most of the parents aged above 60 now a days experiencing the same. They have to manage their life without the support of their children. I became very emotional reading the article. I am also passing through the same story.

  Like

 5. ચંદ્રકાન્ત છગનલાલ પટેલ જુલાઇ 26, 2019 પર 10:45 એ એમ (AM)

  આ લેખ રસપ્રદ છે, સાથે સાથે કરૂણ અને હૃદય સ્પર્શી છે. દવે સાહેબે કહ્યું: “બેટા… હું લપસી ગયો છું…પણ પડ્યો નથી…”
  મોટી વયે પણ એમના સ્વાભિમાન અને હિંમતને સેંંકડો નમસ્કાર.
  બીજું, આ લેખના લેખક “Piyush Shah : Kavi, Kavita & Gazal” chhe. Google search box માં
  આ ભરવાથી તેમની આ રચના, વીડિયો અને ગઝલો મળશે.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: