વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1312 – ડો.જયંતી પટેલ ” રંગલો ” હવે આપણી વચ્ચે નથી !… હાર્દિક શ્રધાંજલિ

Jayanti Kalidas Patel ( May 24, 1925-May 26,2019)

પોર્ટલેન્ડ,ઓરેગોન નિવાસી મિત્ર આદરણીય ડો. કનકભાઈ રાવલ ના ઈ-મેલથી એમના બાળ ગોઠિયા મિત્ર ડો.જયંતી પટેલ ” રંગલો ” ના રવિવાર તારીખ ૨૬ મી મે ૨૦૧૯ ના રોજ ૯૪ વર્ષની વયે દેવલોક પામ્યાના સમાચાર જાણી દુખ થયું.

ડો. જયંતી પટેલનાં સુપુત્રી શ્રીમતી વર્ષાબેનએ પણ એમના ઈ-મેલમાં આ દુખદ સમાચાર આપતાં લખ્યું કે ”Dad passed away today (Sunday, May 26, 2019) at 5 pm.”

ડો.જયંતી પટેલનું આખું ય જીવન ખુબ વિવિધતાભર્યું હતું.તેઓ એક રેડિયો કલાકાર, નાટ્ય કલાકાર, નાટ્ય દિગ્દર્શક,હાસ્ય લેખક,કાર્ટુનિસ્ટ વિ. વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી હતી.લોકોમાં તેઓ ”રંગલો”નામથી ખુબ જાણીતા છે.

મારી ૨૦૦૭ ની અમદાવાદની મુલાકાત વખતે નારણપુરામાં મારા એક મિત્ર અને ડો.જયંતી પટેલના સાળા (શારદાબેનના ભાઈ)નટવરભાઈ પટેલના ત્યાં ડો. જયંતી પટેલ ને મળવાનો અને સહ ભોજન લેવાની તક મને મળી હતી.જૈફ ઉંમરે પણ સદા હસતા અને હસાવતા રંગલાજીના રંગીલા મિજાજનો મને એ વખતે પ્રત્યક્ષ અનુભવ થયો હતો એની યાદ તાજી થઇ ગઈ.હાસ્યને એમણે જીવનમાં જાણે કે વણી લીધું હતું.

ડો.જયંતી પટેલ”રંગલો” નો પરિચય ..

          ડો.જયંતી પટેલ- પરિવાર જનો સાથે

મારા પરમ મિત્ર શ્રી સુરેશ જાનીના જાણીતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં

ડો.જયંતી પટેલનો, વિડીયો સાથેનો, સરસ પરિચય..

અહીં ક્લિક કરીને વાંચો 

શ્રધાંજલિ 

પ્રભુ ડો.જયંતીભાઈ ના આત્માને પરમ શાંતિ આપે અને એમના કુટુંબીજનોને એમની ખોટ સહન કરવાની શક્તિ આપે એવી મારી પ્રાર્થના.મારી હાર્દિક શ્રધાંજલિ .

ડો. જયંતી પટેલ વિષે અન્ય પુરક માહિતી

૧.”ગુજરાત દર્પણ ”ના સૌજન્યથી .. એક સરસ પરિચય … 

ડો. જયંતી પટેલ (રંગલો )…ગુજરાત દર્પણ ..પ્રવીણ પટેલ ”શશી”

૨.– બાળમિત્ર શ્રી. કનક રાવળનાં સંસ્મરણો
( ‘ગુર્જરી ડાયજેસ્ટ’માંથી )

૩.– ‘ગુજરાત મિત્ર’માં તેમનો ઈન્ટરવ્યુ

૪.વિકિપીડિયા ..અંગ્રેજીમાં 

3 responses to “1312 – ડો.જયંતી પટેલ ” રંગલો ” હવે આપણી વચ્ચે નથી !… હાર્દિક શ્રધાંજલિ

 1. pragnaju મે 28, 2019 પર 4:05 એ એમ (AM)

  પ્રભુ ડો.જયંતીભાઈ ના આત્માને પરમ શાંતિ આપે અને એમના કુટુંબીજનોને એમની ખોટ સહન કરવાની શક્તિ આપે એવી મારી પ્રાર્થના.મારી હાર્દિક શ્રધાંજલિ .

  Liked by 1 person

 2. ગોવીન્દ મારુ મે 29, 2019 પર 4:19 એ એમ (AM)

  ડો.જયંતીભાઈને આદરપુર્વક ભાવાંજલી…

  Like

 3. હરીશ દવે (Harish Dave) મે 29, 2019 પર 5:47 એ એમ (AM)

  ‘રંગલો’ નથી! ડૉ જયંતીભાઈના સ્વર્ગવાસથી ગુજરાતે એક વિશિષ્ટ વ્યક્તિત્વ ખોયું છે.

  દાયકાઓ અગાઉ ‘અખંડ આનંદ’માં રંગલાએ જે નિર્ભેળ આનંદ આપ્યો છે, તેની તોલે કાંઈ ન આવે. અમારા બાળપણ અને જવાનીમાં રંગલાએ રમૂજ અને મસ્તી ભર્યાં!
  નિતનવા રંગરૂપથી જીવનને સજાવવાની જયંતિભાઈની ઝિંદાદિલી સૌને સ્પર્શી જતી. નજીવી બાબતમાંથી પણ આગવી દ્રષ્ટિથી હાસ્ય પ્રગટાવવાની તેમની આવડત બેમિસાલ હતી.
  જયંતીભાઈ સ્વર્ગમાં પણ હાસ્યની છોળો ઉડાડતા હશે તેમાં કોઈને પણ શંકા નહીં જ હોય !!!

  સ્વર્ગસ્થને સાદર શ્રદ્ધાંજલિ!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: