વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1320 -વિનોદ વિહાર નવમા વર્ષમાં પ્રવેશે છે….એક વિહંગાવલોકન …….

નદીના પાણીના વહેણની જેમ સમય તો વહેતો જ રહે છે. જોત જોતામાં આઠ વર્ષની આનંદ યાત્રા પૂરી કરીને વિનોદ વિહાર સપ્ટેમ્બર, ૨૦૧૯ ની ૧ લી તારીખે  નવમા વર્ષમાં કદમ માંડે છે ત્યારે સંતોષ અને આનંદની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.પોતાના માનસિક બાળકને સારી રીતે ઉછરતું જોઇને કઈ બ્લોગર માને આનંદ ના થાય!

મારી ૭૫ વર્ષની ઉંમરે કમ્પ્યુટર અને ગુજરાતીમાં લખવાનું શીખીને તારીખ સપ્ટેમ્બર ૧,૨૦૧૧ ના રોજ ‘’વિનોદ વિહાર’’ના નામે એની એ જ તારીખની પ્રથમ પોસ્ટમાં જણાવેલ ઉદ્દેશ્ય સાથે  મેં આ ગુજરાતી બ્લોગની શુભ શરૂઆત કરી નેટ જગતમાં પગ માંડ્યાં હતાં.

ગત આઠ વર્ષો દરમ્યાન આ બ્લોગના માધ્યમથી વાચકોને પ્રેરણાદાયી અને સત્વશીલ સાહિત્ય પીરસી સંતોષ  આપવાનો મારી અલ્પબુદ્ધિ પ્રમાણે શક્ય એટલો  પ્રમાણિકતાથી  મેં પ્રયત્ન કર્યો છે.

મારા આ નમ્ર પ્રયત્નને વાચક મિત્રો તરફથી જે પ્રોત્સાહક પ્રતિસાત સાંપડ્યો છે એ નીચેના આંકડાઓ પર નજર કરવાથી જોઈ શકાશે.

આઠ વર્ષને અંતે વિનોદ વિહાર….

ગત વર્ષ ૨૦૧૯ માં અગાઉના બે વર્ષની સરખામણીએ પ્રગતિસુચક આંકડાઓ આ પ્રમાણે છે.

=======================================================

 ૨૦૧૯          ૨૦૧૮         ૨૦૧૭
 ૧. માનવંતા મુલાકાતીઓ                         
  (*ગત વર્ષ કરતાં 201,167 નો વધારો)
  * 796,719     595,552     393,000 
૨ કુલ પોસ્ટની સંખ્યા   
 
                1319             1226         1097                          
 1. દરેક પોસ્ટને ફોલો કરતા મિત્રો
                             @ જેમાં બ્લોગર મિત્રો  118 છે.                                 
@ 361              349           336        
૪. વાચક મિત્રોએ આજદિન સુધીમાં આપેલ
                                   કુલ પ્રતિભાવની સંખ્યા                                              
5984             5791        5502       
                                                                                                        

====================================================    

ઉપર જણાવેલ મુલાકાતીઓના આંકડા જોતાં જણાશે કે આઠ વર્ષની કુલ મુલાકાતીઓની 796,719 ની સંખ્યામાં ગત બે વર્ષમાં જ મુલાકાતીઓની સંખ્યામાં 403,719 જેટલી   આશ્ચર્ય જનક વૃદ્ધિ થઇ છે! આ સૂચવે છે કે વર્ષો વર્ષ વિનોદ વિહારને વાચકોનો સારો પ્રતીસાત સાંપડી રહ્યો છે જે માટે એમનો હું આભારી છું.

જો કે મારી હાલની ૮૩ વર્ષની ઉંમરે કેટલાક શારીરિક પ્રશ્નો ઉભા થયા હોવાથી પહેલાંની માફક પોસ્ટ તૈયાર કરી બ્લોગમાં મુકવાના બ્લોગીંગ માટેના ઉત્સાહમાં થોડી શીથીલતા જરૂર આવેલી વર્તાય છે.એમ છતાં મિત્રો અને સ્નેહી જનોનો સહકાર,પ્રેમ અને ઉષ્માભર્યો પ્રતિભાવ મારા માટે  બ્લોગમાં લખવા માટે અને પોસ્ટ તૈયાર કરવા માટેની  પ્રેરણા બને છે.

ઉદાહરણ તરીકે,સુરત નિવાસી ‘’સંડે-ઈ-મહેફીલ’’ ના જાણીતા સંપાદક  આદરણીય મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરએ અગાઉ એમના ઈ-મેલ સંદેશમાં લખ્યું છે કે .

‘’વહાલા વીનોદભાઈ,

શારીરીક મર્યાદા છતાં; તેને ગાંઠ્યા વીના, તમે જે સ્ફુર્તી ને સમજદારીથી ગુજરાતી ભાષાને જે જે સામગ્રી અને જે અંદાજથી તમે સમર્પીત કરતા રહ્યા છો તે અમર છે. આપણે સૌ ભલે નાશવંત છીએ.

સ્વસ્થ રહો ને લીખતે રહો.. સો વરસના થાઓ ત્યાં સુધી.

તમને ખુબ ખુબ અભીનન્દન !

..ઉ.મ..

આપણા બ્લૉગર વિનોદવિહારીવિનોદભાઈ પટેલ… બ્લૉગજગતમાં વિનોદવિહાર !!”… – જુગલકિશોર વ્યાસ

જુગલકિશોર વ્યાસનું નામ ગુજરાતી બ્લૉગ અને સાહિત્ય જગતમાં ખુબ જ જાણીતું છે.એમના જાણીતા બ્લોગ ”નેટ ગુર્જરી ”ની તારીખ ૩૦ મી નવેમ્બર ૨૦૧૮ ની પોસ્ટ માં  વિનોદ વિહાર વિષે વિશદ સમીક્ષા કરતો ઉપર મથાળે જણાવેલ અભ્યાસપૂર્ણ લેખ લખી જુભાઈએ ખુબ પ્રોત્સાહિત કર્યો એ માટે હું એમનો ખુબ જ આભારી છું. આ લેખ મારા માટે એક એવોર્ડ મળ્યા સમાન છે.

આવી રીતે મારી પ્રત્યેનો એમનો હૃદયનો સદભાવ ઠાલવીને પ્રતિભાવ આપવા માટે શ્રી ઉત્તમભાઈ ,શ્રી જુગલ કિશોર ભાઈ અને જેમને નજરે નિહાળ્યા નથી પણ હૃદયથી નજીક છે એવા એમના જેવા મારા અનેક સહૃદયી પ્રેમાળ મિત્રોનો હું આભારી છું.

WordPress.com એ પાઠવેલ   શુભેચ્છા સંદેશ

 

8 Year Anniversary Achievement

Happy Anniversary with WordPress.com!

You registered on WordPress.com 8 years ago.

Thanks for flying with us.

Keep up the good blogging.

 આ શુભેચ્છા સંદેશ માટે વર્ડ પ્રેસ સંસ્થાનો પણ ખુબ આભાર

ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ છે કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો બ્લોગમાં મુકાય છે એ કોમ્પ્યુટર પર એક ક્લિક કરીએ એની થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે,એ કેટલુ આશ્ચર્ય કહેવાય.!

જીવન સંધ્યાએ નિવૃતિમાં બ્લોગ એ એક કરવા જેવી રચનાત્મક અને સકારાત્મક પ્રવૃત્તિ છે.સારી રીતે સમય પસાર કરવાનું એ ઉત્તમ સાધન છે.યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે એમ મારું માનવું છે .

 આભાર દર્શન

વિનોદ પટેલ… ફોટો તારીખ ૮-૨૮-૨૦૧૯

વિનોદ વિહારની આઠ વર્ષની યાદગાર સફરમાં આ   બ્લૉગના સર્વ લેખક મીત્રો, વાચકમીત્રો, પ્રતીભાવક મીત્રો તથા એમના બ્લોગમાં આ  બ્લૉગેની પોસ્ટ શેર કરનારા તમામ મીત્રો/સ્નેહીજનોનો હું હૃદયથી આભાર માનું છું.મને આશા છે કે આવતા દિવસોમાં પણ આપનો આથી પણ વધુ  સુંદર સહકાર મળતો રહેશે જ.

વિનોદ પટેલ , સંપાદક , વિનોદ વિહાર

તારીખ ૧લી સપ્ટેમ્બર ૨૦૧૯  

8 responses to “1320 -વિનોદ વિહાર નવમા વર્ષમાં પ્રવેશે છે….એક વિહંગાવલોકન …….

 1. Anila Patel સપ્ટેમ્બર 4, 2019 પર 8:40 પી એમ(PM)

  ખૂબ ખૂબ અભિનંદન. સારુ,સ્વચ્છ ,ઉપયોગી, રસિક અને માહિતીપ્રદ

  વાંચન કોને ના ગમે? અને એમાંય તમારી મહેનતે રંગ રાખ્યો છે.
  તમે પીરસતા રહો અમે આરોગતા રહીએ અને તૃપ્તિનો ઓડકાર લેતા રહીએ.
  ફરી ફરી અભિનંદન.

  Like

 2. kanakraval સપ્ટેમ્બર 4, 2019 પર 8:52 પી એમ(PM)

  આનન્દો,આનન્દો, ઘણા ઘણા અભિનંદનો અને વિનોદ વિહારને ચિરજીવી રાખો

   

  Like

 3. ગોવીન્દ મારુ સપ્ટેમ્બર 5, 2019 પર 4:25 એ એમ (AM)

  અઢળક અભીનન્દન….

  Like

 4. chaman સપ્ટેમ્બર 5, 2019 પર 1:00 પી એમ(PM)

  પ્રગતિ માટે દિલથી શુભેચ્છાઓ.

  Like

 5. વિનોદ પટેલ સપ્ટેમ્બર 5, 2019 પર 9:59 પી એમ(PM)

  From Shri Pravinbhai Shashtri on FB Page MOTICHARO

  Pravinkant Shastri શિષ્ટ સાહિત્યનો ઉત્તમ બ્લોગ. આપ એક આદર્શ સ્માજ સેવક તરીકે બ્લોગ દ્વારા સાહિત્ય સેવા પણ કરી રહ્યા છો.

  Like

 6. nabhakashdeep સપ્ટેમ્બર 7, 2019 પર 4:55 પી એમ(PM)

  આ. શ્રી વિનોદભાઈ

  આપના’ વિનોદ વિહાર’ ની યાત્રા , સૌ વાચક મિત્રોની આનંદ સફર બની ગઈ છે. આપે વિષય વસ્તુનું સંકલન એટલી ચીવટ ને ખંતથી કર્યું છે કે , આપનો બ્લોગ સાહિત્ય ઉપવન બની ચૂક્યો છે. આપની આ યશોગાથા મલકતી સંવરતી રહે એવી શુભેચ્છા સહ જય યોગેશ્વર.

  રમેશ પટેલ (આકાશદીપ)

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: