Daily Archives: ફેબ્રુવારી 15, 2020

દાદાનો હાર્ટ એટેક ! … એક બોધ કથા
એક 80 વર્ષના દાદાને હાર્ટ એટેક આવ્યો
દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું,ને ખુબ સુખી સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા,*
*ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવું પડશે….*
*દાદા કહે જેવી પ્રભુની ઇરછા…*
*ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં ,દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું આઠ લાખ રૂપિયા…*
*એ બીલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યાં ડોક્ટર દયાળુ હતા કહયું દાદા કેમ રડો છો ?,*
તમને બીલ વધારે લાગ્યુ હોય તો મને બે લાખ ઓછા આપો પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઇને રડો છો તેથી મને દુ:ખ થાય છે…*
દાદાએ કહ્યું ના ડોક્ટર ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બીલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું .
*પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો એ બોલતા દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં…*
*ડોક્ટરે કહ્યું દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે તમને કોઈ દુ:ખાવો કે બીજી કોઈ શારીરીક તકલીફ થાય છે…*
*દાદાએ કહ્યું ના ડોક્ટર તમે ખુબ સરસ ઓપરેશન કર્યુ છે,*
*ડોક્ટરે કહ્યું તો પછી દાદા કેમ રડો છો તમે?*
*દાદા કહે ડોક્ટર તમે નહીં સમજી શકો,*
*ડોક્ટરે કહ્યું પ્લીઝ ,જે હોય તે તમે મને જરૂર જણાવો,*
*દાદાએ કહયું, તો સાંભળો, “ડોક્ટર સાહેબ, તમે મારા હૃદયનું ઓપરેશન કર્યુ ,મારૂં હ્રદય ત્રણ કલાક સાચવ્યું અને ત્રણ કલાક ના આઠ લાખ રૂપિયા….*
*હું એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહયો છું કે જેમણે મારૂં હ્રદય 80 વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર ચલાવ્યું અને સાચવ્યું…*
*ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા થાય ?*
*એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર હું રડી રહયો છું…*
*આ સાંભળતા જ ડોક્ટર દાદાના પગમાં પડી ગયાં…*
*તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માગવા પહોંચી જઇએ છીએ…*
*શું નથી આપ્યું એણે ? આજ સુધીનું જે પણ જીવન જીવાયુ એ એની જ કૃપા, કરૂણા છે ને !!!!!!…*
*બોધ :*
*આપણ ને જે મફતમાં મળે છે એની કિંમત સમજવાની પણ અક્કલ જોઈએ.જે ઉપર વાળા એ આપ્યું છે તેની કદર કરતાં શીખવું જોઈએ.માગ્યા વગર ઘણું બધું આપ્યું છે છતાંય ,બીજું વધુ માગવા પાછા એની પાસે દોડી જઇએ છીએ…*
*ઉઠાડે,સુવાડે ,શ્વાસોશ્વાસ ચલાવે,ખાધેલું પચાવે, સ્મૃતિ પાછી આપે, શક્તિ આપે અને શાંતિ આપે, એ પરમકૃપાળુ પરમાત્માને ઉઠતાં, જમતા ને સુતાં કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ તો જ આપણે માણસ કહેવાઈએ.*
વોટ્શેપમાથી મળેલું ….
“ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર”
આંખરૂપી કૅમરા ગોઠવ્યા,
કાનરૂપી રિસીવર આપ્યા,
હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં,
હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,
લોહીને બનાવ્યુ ઈંધણ,
ને ઍન્જિન જ ટાંકી ઈંધણની,
ને પછી લાંબી પાઈપલાઈન,
હાડમાંસથી બૉડી બનાવી,
કવર ચઢાવ્યુ ચામડીનુ,
કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,
હવાની લેવડદેવડ માટે ફેફસા,
જે ઇનપુટની લાઈન મૂકી તે જ
આગળ જઈ આઉટપુટની લાઈન,
વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,
અને આ શરીરની બધીજ ક્રીયાઓ માટે
કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,
લાખ લાખ વંદન છે તમને !
આ બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી,
પણ લાગણી કેવી રીતે બનાવવી,
પ્રેમ કેવી રીતે બનાવવો,
આત્મા ક્યાંથી લાવવો ,
અમુક વસ્તુઓમાં હજુ મોનોપોલી છે ઈશ્વરની અને રહેશે સદા…!!!
—અજ્ઞાત
આટલું સાંભળ્યા પછી એટલું જ કહીશ,
“ગોડ તૂસી ગ્રેટ હો”
Thank God for what you have,
Trust God for what you need.
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ