વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1333…બે સામાજિક ટૂંકી વાર્તાઓ ..[૧ ]…”કંપની “[૨ ]…’પહેલી નજરે પ્રેમ

[૧ ]…”કંપની “

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો.શહેર ના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી.

અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા *પિતા હસમુખરાય* સાથે ભવ્ય વીલામાં રહેતો હતો.

એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે *હસમુખરાયે* કહ્યું *”બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવને !!”*

અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું ?

અજયે કહ્યું *”કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?*

*હસમુખરાયે* હંસતા હંસતા કહ્યું-: *”ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ?* પણ *હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે.*

અજયે તરત જ કહ્યું-: *”પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે, ૫-૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ .*

*હસમુખરાય* પણ માની ગયા.વાત વિસરાઈ ગઈ.

અજયે *વિલા* ની બાજુમાં જ એક *નાનું આઉટ હાઉસ* બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું *આઉટ હાઉસ* તૈયાર થઇ ગયું.

*હસમુખરાયે* પૂછ્યું ; *બેટા, આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને !!*

અજયે કહ્યું કે *મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે.*
રવિવાર આવી ગયો.ફેમિલી મેમ્બર્સ* અને થોડા *મિત્રો* ને બોલાવવામાં આવ્યા હતા, *આઉટ હાઉસ* પર રીબીન બાંધવામાં આવી હતી,

*હસમુખરાયે* તાળીઓનાં ગડગડાટ સાથે રીબીન કાપી.

અજયે કહ્યું-: *”પપ્પા દરવાજો પણ તમે જ ખોલો.*

*હસમુખરાયે* બારણું ખોલ્યું,

સામે ખુરશી પર તેમના *ત્રણ મિત્રો* બેઠા હતા, *હસમુખરાય* ખુશી થી ઝૂમી ઉઠ્યા અને *ત્રણે મિત્રો* ને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો *ચારે વડીલો* એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે *પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઇ આવ્યો,* આજ થી આ *ઘર* તમારૂ જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે, અને હા, મેં એક કેર ટેકર *શંભુકાકા* ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે.

ચારે *વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્રુઓ* વહી ગયા.

અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી *ખડખડાટ હાસ્ય* નાં અવાજો આવવા લાગ્યા.

અજય મનોમન બોલી ઉઠ્યો “મિત્રો ની *”કંપની “* સ્ટીરોઈડ જેવી હોય છે” !!!

*મિત્રતા* થી ઉત્તમ કોઈ ટોનીક નથી. *હસતા રહો* અને *હસાવતા રહો.*

 

સૌજન્ય ..વોટ્સેપ /સુરેશ જાની 

🙏🏻💐 🙏🏻 💐🙏🏻

[૨ ]…’પહેલી નજરે પ્રેમ

હવે સામાજિક સિક્કાની બીજી બાજુ ,

નીચેની સત્ય ઘટનાત્મક વાર્તામાં વાંચો.

લેખક ..ભાર્ગવ પરીખ,સૌજન્ય ..બીબીસી ગુજરાતી

‘પહેલી નજરે મને એ ડોસી સાથે પ્રેમ થઈ ગયો’

 

2 responses to “1333…બે સામાજિક ટૂંકી વાર્તાઓ ..[૧ ]…”કંપની “[૨ ]…’પહેલી નજરે પ્રેમ

  1. chaman ફેબ્રુવારી 16, 2020 પર 7:09 પી એમ(PM)

    સરસ વિષય લઈ આવ્યા. ગમ્યો.

    Like

  2. pragnaju મે 3, 2020 પર 6:54 એ એમ (AM)

    અમેરિકામાં હમણાં લવ રિલેટેડ બે સર્વે બહાર આવ્યા. બંને એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે છે. લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું હોય છે? ૭૨ ટકા અમેરિકન યુવકોએ હા પાડી કે પહેલી નજરે જ પ્રેમ થઇ જતો હોય છે. ૬૧ ટકા યુવતીઓએ પણ કહ્યું કે હા, પ્રેમ પહેલી નજરે જ થઇ જાય છે. હવે બીજા સર્વેની વાત. અમેરિકાની કોલેજમાં જ થયેલા આ સર્વેનું તારણ એવું હતું કે, પ્રેમ પહેલી નજરે થતો નથી. પહેલી નજરે જે થાય છે એ આકર્ષણ હોય છે. કોઇ ગમી જાય પછી તેની સાથે મુલાકાત થાય પછી સાચો પ્રેમ ચોથી નજરે થાય છે. પહેલી ત્રણ મુલાકાતમાં આકર્ષણ વધે અને વિચારો તથા વાતો મળતી આવે તો ચોથી નજરે પ્રેમ થાય છે. એવું પણ થઇ શકે કે પહેલી નજરે કોઇ ગમી જાય. બીજી મુલાકાતમાં વાતો થાય. ત્રીજી મુલાકાતમાં એવું પણ થાય કે આની સાથે ફાવે તેવું નથી. આકર્ષણ વધવાને બદલે ઘટે અને પ્રેમ ઉપર પૂર્ણવિરામ મુકાઇ જાય!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: