વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન …..

૮ મી માર્ચ ના વિશ્વ મહિલા દિન નિમિત્તે કેટલીક પ્રસંગોચિત હાઈકુ રચનાઓ દ્વારા દેશ વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને બિરદાવી એનું ગૌરવ કરીએ.

૧.

આઠમી માર્ચ,

વિશ્વ મહિલા દિન 

અભિનંદન.

૨.

અબળા નથી,

સબળા બની આજે,

વિશ્વ નારી.

૩.

પુરુષ સમી

બની આજે આગળ,

મહિલા ધપે .

પ્રગતિશીલ,

મહિલા દર્શનથી,

હૈયું હરખે

કોઈ બંધન,

નથી, નારીને હવે,

પ્રગતી પંથે.

બેટી બચાઓ,

બેટી પઢાઓ મંત્ર,

બધે ફેલાઓ.

૭ .

એક દીકરી,

દસ દીકરા સમી,

એને જાણીએ.

 

દીકરી એતો,

ઘરમાં પ્રકાશતી,

તેજ દિવડી.

૯ .

કરો વંદના,

વિશ્વ નારી શક્તિને,

મહિલા દિને.

વિનોદ પટેલ.

એક કાવ્ય

જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..

જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી

સર્જનહારનું અનોખું, સર્જન નારી

દિનેશભાઈ નાયક

 

સૌજન્ય શ્રી ગોવિંદ મારૂ સંપાદક ”અભિવ્યક્તિ” બ્લોગ 

આજે મહીલા દીન’ નીમીત્તે,

લેખક શ્રી. જય વસાવડાનો લેખ :

સ્ત્રીઓની મુક્તી… વીજ્ઞાનની શક્તી!

 લેખમાં વીજ્ઞાન અને વીજ્ઞાનની શક્તી દ્વારા સ્ત્રીઓની જીન્દગી ખરેખર કેટલી પ્રેશરમુક્ત અને આસાન બની છે! સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છેઆવોજયભાઈના દૃષ્ટીકોણથી આ લેખને જોઈએ અને સમજીએ…

આખી પોસ્ટ માણવા માટે લીન્ક નીચે આપી છે

https://govindmaru.com/2020/03/06/jay-vasavda-2/.

 

.એટલે સ્ત્રી | …Atle Stree | Women’s Day Special | Ankit Trivedi

Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi’s hilarious Speech in his inimitable style.
Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.

https://youtu.be/XT8MYjEdHLg

 

4 responses to “1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન …..

  1. ગોવીન્દ મારુ માર્ચ 9, 2020 પર 2:03 એ એમ (AM)

    ધન્યવાદ… વીનોદભાઈ 🙏

    Like

  2. HASMUKHRAI RAMNIKLAL PATEL માર્ચ 9, 2020 પર 10:16 એ એમ (AM)

    OM Shanti Vinodbhai I am speechless for your great work I should say SEVA if you don’t mind I love to speek to you please provide me your contact number, thanks.

    Like

  3. વિનોદ પટેલ માર્ચ 9, 2020 પર 11:20 એ એમ (AM)

    Dear Hasmukhbhai,
    Thank you for your encouraging words for me and and my blog.
    You can contact me by email .My email add. is vinodpatel63@yahoo.com.

    Like

  4. pragnaju મે 3, 2020 પર 6:17 એ એમ (AM)

    આઠમી માર્ચ – મહિલા દિન ધન્યવાદ
    વર્ષોથી આ દિવસે ઊગતો સૂર્ય દરેક નારીને નવી પ્રેરણા, નવી ચેતના આપી રહ્યો છે, પરંતુ આજે વર્ષો પછી, સદીઓથી નવી સમજણને મેળવીને નારી નવી જાગૃતિનો સૂર્ય ચમકાવે એટલી સમર્થ થઈ ગઈ છે, એની પાસે શું નહોતું એની રટણા એને પચી ગઈ છે અને એ નકારાત્મક દુનિયા એને હકારાત્મક જગત તરફ વાળવા નિમિત્ત બની ગઈ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: