વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

જીવન દીપ બૂઝાઈ ગયો

વિનોદવિહારના સર્જક અને મારા પરમ મિત્ર – સાન ડિએગો નિવાસી વિનોદ ભાઈ પટેલ આપણી સાથે હવે નથી. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે .

29 responses to “જીવન દીપ બૂઝાઈ ગયો

  1. સુરેશ ડિસેમ્બર 21, 2020 પર 1:52 પી એમ(PM)

    વિનોદ ભાઈ પટેલના મારા પરિચયની શરૂઆત સાવ આકસ્મિક રીતે થયેલી. મેં એમને મારા બીજા જાણીતા વિનોદ પટેલ ધારી લીધેલા. એમના બ્લોગની શરૂઆતની ડિઝાઈન કરવાના સબબે એમને સાથે હું સંચાલક હતો અને હજુ છું.
    એમને મળવાની આરજૂ વાંઝણી જ રહી ગઈ.
    કેટલું બધું કામ સાથે કરેલું ? – વિનોદ વિહાર, ગુજરાતી સારસ્વત પરિચય, હાસ્ય દરબાર , ઈ-વિદ્યાલય અને એમની ઈ-બુકો….
    પણ બધું ——– વાદળોમાં .
    હવે વિનોદ ભાઈ એ વાદળોની પણ પેલે પારથી જો જોઈ શકતા હોય તો આ લાગણી વાંચી જરૂર ખુશ થશે .

    Liked by 1 person

  2. Devika Dhruva ડિસેમ્બર 21, 2020 પર 2:02 પી એમ(PM)

    ઘણી ઘણી યાદો..નવીનભાઈના સાચા મિત્ર… તેમની સાથે જઈ બેસી ગયા. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે..
    ૐ શાંતિ.. શાંતિ.. શાંતિ..

    Liked by 2 people

  3. nabhakashdeep ડિસેમ્બર 21, 2020 પર 2:54 પી એમ(PM)

    વડીલ ને માર્ગદર્શક, ગત માસે ગોવિંદભાઈ પટેલ(સ્વપ્ન) ને મેં Xoom મીટીંગમાં મળવા આમંત્રણ પાઠવેલ. તેમણે હવે થોડીક તકલીફ વધી છે ની વાત કરેલ, પણ અચાનક જ અમારા સૌ માટે ખાલીપો સર્જી છોડી ગયા. સેન્ડીઆગોથી , સેરીટોસ દીકરી જાગૃતિબેનન્ ઘેર આવે, એટલે ગોવિંદભાઈ ને હું પહોંચી જ જતા. વિનોદ વિહાર’ એટલે જાણે બીજું ઘર, શ્રી સુરેશભાઈ જાની ને વિનોદભાઈ સાથે , ઈ વિદ્યાલય માટે અમે શૈક્ષણિક આનંદ યાત્રા માણેલી. તેમના જન્મદિને અમે મળવા ગયેલ, એ યાદો હવે યાદ જ રહેવાની. અમારા કાવ્ય સંગ્રહમાં તેમની લખેલી પ્રસ્તાવના સદાય અમારી સાથે રહેશે. પરમાત્મા તેમને અક્ષર સુખિયા રાખે ને કુટુમ્બીજનોને આ વિરહ વેદના સહન કરવા શક્તિ આપે..ૐ શાન્તિ.
    રમેશ પટેલ(આકાશદીપ)
    ….
    હવે કેમ કરી ઉત્તરાયણ આવે ને વાત કરીશું? ગાશું
    તેમને ૭૯ મા વર્ષે મળવા ગયેલ ને આ રચના આપેલ…

    જાન્યુઆરી પંદર તિથિ; સાલ મુબારક……..આદરણીય

    શ્રી વિનોદભાઈ પટેલ.

    જાન્યુઆરી પંદર તિથિ; સાલ મુબારક

    સ્નેહ સભર આશિષ વતન ડાંગરવા નાયક

    હામ ભરી કૌવત સીંચી; જોમ ચખાડ્યું

    નામ વિનોદ જ પાડી; રંગુન દેખાડ્યું

    માત-પિતાની છાયા; કુસુમ જીવન સાથી

    એમ. કોમ. કેળવણી દે ગૌરવ ઝાંખી

    હૂંફ ભરી આત્મ-વિશ્વાસે હંકારી નૈયા

    જગ પડકારો ઝીલતાં આગળ વધ્યા ભૈયા

    ઘર દીવડા સમ વિહારી અજવાળું

    સાક્ષર સંસ્કારી હૈયુ બંધુ તમારું

    બે હજાર પંદર સાલે ઉર છલકાવું

    દોસ્ત …કુટુમ્બી પ્રેમે જન્મદિન હું માણું

    કવિ-રમેશ પટેલ(આકાશદીપ)

    કરોના, કેલિફોર્નીઆ

    Liked by 2 people

  4. અક્ષયપાત્ર/Axaypatra ડિસેમ્બર 21, 2020 પર 3:08 પી એમ(PM)

    એમના આત્માની પરમ ગતિ માટે પ્રાર્થના ! 🙏

    Like

  5. hirals ડિસેમ્બર 21, 2020 પર 4:03 પી એમ(PM)

    ક્યારેય મળ્યા નહોતા છતાંય જાણે આશીર્વાદ આપતો એક હાથ જાણે ઓછો થઇ ગયો એવો ખાલીપો આ દુઃખદ સમાચારથી અનુભવાય છે .

    ઇવિદ્યાલય શરુ કર્યું ત્યારે સુ.દાદા , વિનોદ કાકા અને રમેશકાકાએ માત્ર ૧૦ દિવસમાં દિવસ-રાત કામ કરીને બધા વિડીયો ની ગોઠવણ બ્લોગ પાર કરેલી,

    એ પછી અવાર – નવાર ઇવિદ્યાલય માટે – બાળકો માટે જેવું કંઈક મજાનું મળે તો મને મોકલાવે જ.
    બહુ લાગણીથી , આત્મીયતાથી , ઉમળકાથી પત્ર વ્યવહાર કરે.

    સાંજે જ એમની એક પોસ્ટ જોઈને વિચારતી હતી ઘણાં સમયથી વાત નથી થઇ, ખબર -અંતર પૂછું. તયાં તો આ સમાચાર મળ્યા.

    એમની આગળની યાત્રા સુખદ બની રહે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.

    Liked by 2 people

  6. gujaratigunjan ડિસેમ્બર 21, 2020 પર 5:32 પી એમ(PM)

    Dear Sureshbhai,Grim news.The blogger world will miss a meticulous blogger. Very fond of literature and philosophy.I met him several times at his birthdays and other places.A very successful man in his own right.- Anand Rao

    Liked by 2 people

  7. dave amita ડિસેમ્બર 21, 2020 પર 8:27 પી એમ(PM)

    વિનોદ વિહાર એક બહુ જ સુંદર અને વિવિધતાસભર સાઈટ છે. મને તેનાં લખાણો વાંચવાનું બહુ ગમે છે.
    પ્રભુ વિનોદભાઈના આત્માને શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે પ્રભુ એમની સાથે રહે. ઓમ શાંતિ.

    Like

  8. Vipul Desai ડિસેમ્બર 21, 2020 પર 8:51 પી એમ(PM)

    પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને કુટુંબીઓને આ આઘાત સહનકરવાની શક્તિ આપે એવી હ્રદયપુર્વકની પ્રાર્થના..ઓમ શાંતિ ઓમ 🙏👏💐🌹

    Liked by 1 person

  9. jugalkishor ડિસેમ્બર 22, 2020 પર 12:19 એ એમ (AM)

    વિનોદવિહારીનો ચિર-વિહાર !

    એક ઉત્તમ સાથીદારનો ખાલીપો આપણ સૌ જુના જોગીઓને સતાવતો રહેશે…..એમનું વ્યક્તિત્વ કુટુંબના વડીલ જેવું હતું. એમના વ્યક્તિત્વમાં કોઈ એક જ રંગનો પ્રભાવ નહોતો. શ્વેત રંગમા બધા રંગો સમાવિષ્ટ હોય તેમ તેઓનો શાંત વ્યક્તિત્વરસ શ્વેતરંગની સાથે અદભુત રીતે ભળી જનારો હતો.

    એમના બ્લૉગ પરના માતાપિતાના અને ધર્મપત્નીના ફોટાઓમાં મને હંમેશાં વિનોદભાઈના વ્યક્તિત્વનું રહસ્ય સમજાયું છે. આપણને જે વિનોદભાઈ મળ્યા તેમાં એ લોકોનાં દર્શન મને થયાં છે.

    બધા જ જાય છે એમ તેઓ પણ વિદાય લઈ ગયા પરંતુ બ્લૉગજગતમાંના એમની સુવાસને ક્યારેય વિદાય નહીં હોય…….સસ્નેહ વંદના સાથે,

    — જુ.

    Liked by 3 people

  10. Anila Patel ડિસેમ્બર 22, 2020 પર 1:10 એ એમ (AM)

    પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે એજ અભ્યર્થના.

    Like

  11. Hasmukh H Doshi ડિસેમ્બર 22, 2020 પર 6:12 એ એમ (AM)

    Lost an Elder brother and friend since 1956. God bless his soul and give peace. His contribution to Gujarati Sahitya is enormous. Ohm Shanti and Jay Shree Krishna

    Like

  12. Setu ડિસેમ્બર 22, 2020 પર 8:42 એ એમ (AM)

    ઓહ, આ વર્ષે ઘણા નજીકના, જાણીતા, સમસંવેદનશીલ માનવીઓને એક પછી એક છીનવી લીધા…. કારણો જુદા જુદા પણ ખોટ સરખી. વિનોદભાઈનો મને આમ આકાશી પરિચય. કોઈ અંગત નાટો નહીં. પણ એટલે જે મેં સમસંવેદનશીલ લખ્યું. એમના બ્લોગ દ્વારા મને એ સહયાત્રી લાગ્યા છે. એમની પસંદ માટે મને માન હતું. આમ જ ઈમેઈલ અને મેસેજ દ્વારા અમારો સંવાદ થતો. હવે એ બંધ !! દુખ થાય છે પણ નિયતિને સ્વીકારવી જ રહી….. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

    લતા હિરાણી

    Liked by 2 people

  13. pragnaju ડિસેમ્બર 22, 2020 પર 8:53 એ એમ (AM)

    મા વિનોદભાઈના નિધનથી અમે આત્મીય પથદર્શક અને પ્રેરણામુર્તિ ગુમાવ્યા છે.વિનોદ વિહારના હકારાત્મક લખાણ અને નીરવરવે પરના કોમેંટ સદા પ્રેરણાદાયી રહ્યા હતા.
    અમે અમારા બ્લોગ ના અંતનો વિચાર કરતા ત્યારે અમારા સહત્ંત્રી શ્રી સુરેશભાઈ જાની સૌ પ્રથમ તેમનો દાખલો આપતા .આજે તેમની વાત-‘જો કોઈ મિત્રને ઉમળકો હોય કે, વિનોદ વિહાર ચાલુ રહે તો , તેમને હું સંચાલક તરીકે ઉમેરી શકીશ ‘ વાત ગમી.,જેવી રીતે તમે “આતાવાણી” .જીજ્ઞેશભાઇએ રીડ ગુજરાતી અને બ્લોગ મિત્રોએ દાવડાનુ આંગણુ (હવે આપણું) વહેતુ રાખ્યું છે તેવી રીતે વિનોદ વિહાર જરુર ચાલુ રહે તે ઇચ્છનીય છે.
    અમારા જુ’ભાઇની વાત-‘ એક ઉત્તમ સાથીદારનો ખાલીપો આપણ સૌ જુના જોગીઓને સતાવતો રહેશે…..એમનું વ્યક્તિત્વ કુટુંબના વડીલ જેવું હતું.’ અનુભવાય છે.મા ચમનભાઇની વાત ‘અમે મસઈ (મોસાળ પક્ષે) ભાઈ થઈએ.અમારા બંનેનો જન્મ બર્મામાં થયેલ.’ તેમની પાસે જ જાણેલી.
    ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે.

    Liked by 2 people

  14. Laynal Parmar ડિસેમ્બર 22, 2020 પર 9:28 એ એમ (AM)

    સર્વ વિયોગીજનોને પ્રભુ સાંત્વના અને સહન કરવાનું સામર્થ્ય બક્ષે એવી શુભેચ્છા અને પ્રાર્થના.

    Like

  15. Rajul Kaushik ડિસેમ્બર 22, 2020 પર 12:08 પી એમ(PM)

    વિનોદવિહાર દ્વારા સતત આપણી વચ્ચે રહેતા શ્રી વિનોદભાઈ આપણી સાથે નથી એ જાણીને અત્યંત દુઃખ થયું .
    સરળ અને સ્મિતભર્યો ચહેરો હંમેશા સ્મૃતિમાં રહેશે .
    ઈશ્વર એમના આત્માને શાંતિ આપે .🙏🏼🙏🏼
    રાજુલ કૌશિક

    Liked by 1 person

  16. Pravina ડિસેમ્બર 22, 2020 પર 1:24 પી એમ(PM)

    વિનોદભાઈની ખોટ સાલશે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. ૐ શાણ્તિઃ શાંતિઃ શાંતિઃ

    Liked by 1 person

  17. Kalpana Desai ડિસેમ્બર 22, 2020 પર 6:13 પી એમ(PM)

    વિનોદભાઈને હાર્દિક ભાવાંજલિ 🙏

    Like

  18. Atul Jani (Agantuk) ડિસેમ્બર 25, 2020 પર 8:05 પી એમ(PM)

    આમ તો ઘણાં વખતથી બ્લોગ-જગત સાથે મારે છેટું પડી ગયું છે. પરંતુ વિનોદભાઈના અગમ્ય લોકમાં વિહાર કરવા જવાની વાત સાંભળીને જુના સંસ્મરણો માનસ પટ માં સપાટી પર ઉભરી આવ્યાં. શ્રી વિનોદભાઈ આપનો નવા અગમ્ય લોકનો વિહાર આનંદપ્રદ રહેશે જ તેવી ખાત્ર્રી સાથે શ્રદ્ધા સુમન.

    Like

  19. Pingback: જીવન દીપ બૂઝાઈ ગયો - ભાષા અભિવ્યક્તિ - Bhasha Abhivyakti

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.