વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મારા વિશે

વિનોદ વિહારમાં આપનું  હાર્દિક સ્વાગત છે  . ભલે પધાર્યા  .


મારો  પરિચય 

આખું નામ ...વિનોદભાઈ  રેવાભાઈ પટેલ

જન્મ – ૧૯૩૭

  મૂળ વતનડાંગરવા , તાલુકો -કડી ,જીલ્લો -મહેસાણા,ઉત્તર ગુજરાત

  • હાલ નિવાસ – સાન ડિયાગો ,કેલીફોર્નિયા ,યુ.એસ.એ.

  • ધર્મપત્ની  – કુસુમ સ્ટ્રોક/પેરાલીસીસની માંદગીમાં અપ્રિલ ૧૯૯૨માં ૫૪ વર્ષની ઉમરે અમદાવાદમાં સ્વર્ગવાસી થયાં; એનો રંજ કેમ કરીને ભૂલાય?

સ્વ. કુસુમબેન અને વિનોદભાઈ ( ૧૯૬૨ )

સ્વ. કુસુમબેન અને વિનોદભાઈ ( ૧૯૬૨ )-લગ્ન વખતે

  • સંતાનો –( સારી રીતે સેટ થઇ સપરિવાર સુખી છે એનો આનંદ છે.)

    • બે પુત્ર -સાન ડીયાગોમાં

    • એક પુત્રી,લોસ એન્જેલસમાં

    • દરેક સંતાનને ત્યાં બે બાળકો છે એટલે કુલ છ પૌત્ર-પૌત્રીઓના દાદા બનવાનો સવિશેષ આનંદ છે.

    • VRP-WITH 6 G.K.-REVISED 
    •      ( છ પૌત્ર-પૌત્રીઓ સાથે વિનોદભાઈ- ઓગસ્ટ-૨૦૧૪ )
    • અભ્યાસ

  • ૧૯૫૫ – કડીની જાણીતી સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષણ પુરું કર્યું

  • ૧૯૫૯ – અમદાવાદની એચ.એલ. કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ. થયો

  • ૧૯૬૨ – એમ. કોમ.(જોબ સાથે )

  • ૧૯૬૩ -એલ.એલ.બી.ની અને કંપની સેક્રેટરી(ઈંટર)ની પરીક્ષાઓ પસાર કરી.(જોબ સાથે )

  • વ્યવસાય 

    • અમદાવાદ/વડોદરા કેમિકલ કંપનીઓમાં જોબ.

    • છેલ્લી જોબ-સીનીયર એક્ઝીક્યુટીવ, ડાયામાઈન્સ  એન્ડ કેમિકલ્સ લીમીટેડ,આશ્રમ રોડ ,અમદાવાદ.

    • ૧૯૯૪ – ૩૫ વર્ષની સળંગ જોબ પછી નિવૃત્તિ લઈને ૫૮ વર્ષની ઉમરે કેલીફોર્નિયા, અમેરિકામાં આવ્યો.

    • હાલ નિવૃતિનો સમય સાન ડીયાગોમાં મનગમતી પ્રવૃતિઓમાં પ્રવૃત રહીને સપરિવાર આનંદપૂર્વક વિતાવી રહ્યો છું.

ભારતમાં હાઈ સ્કુલમાં હતો ત્યારથી જ ગુજરાતી સાહિત્યમાં રસ કેળ્વાએલો .ગુજરાતી વાચન અને લેખનનો એ શોખ હવે જીવન સંધ્યાના નિવૃતિના આ સોનેરી દિવસોમાં સમય સારી રીતે પસાર કરવામાં બહુ કામ લાગ્યો છે.

મારો ગુજરાતી બ્લોગ વિનોદ વિહાર શરુ કર્યો એ પહેલાં , કેટલાક વર્ષોથી મારા ગુજરાતી લેખો,વાર્તાઓ,કાવ્યો વિગેરે ન્યુ જર્સીના ગુજરાત ટાઈમ્સ તથા અમદાવાદના ધરતી જેવાં સામયિકોમાં પ્રકાશિત થતા રહેતા હતા . 

નિવૃતિની એક પ્રવૃત્તિ તરીકે, સપ્ટેમ્બર ૧,૨૦૧૧થી મેં મારો બ્લોગ નામે વિનોદ વિહાર શરુ કર્યો છે.હાલ આ બ્લોગને વાચકોનો સારો પ્રતીસાત મળી રહ્યો છે એ મુલાકાતીઓની સંખ્યાનો આંકડો જુલાઈ ૨૦૧૫ સુધીમાં ૨.૨૫ લાખની સંખ્યા વટાવી ગયો છે એ બતાવે છે.  

મારા બ્લોગની લિંક 

http://www.vinodvihar75.wordpress.com

બ્લોગ ભ્રમણની વાટે …વિનોદ વિહારનો પરિચય….મૌલિકા દેરાસરી

 

વિનોદ વિહારમાં પોસ્ટ થયેલા આજસુધીના લેખોની અનુક્રમણિકાની

આ લીંક ઉપર ક્લિક કરીને નજર ફેરવીને

આપને ગમતો લેખ વાંચો  . 

આપને આ બ્લોગની મુલાકાત લઈને આપનો પ્રતિભાવ દર્શાવવા માટે મારું ભાવભીનું આમન્ત્રણ છે.

મારો ઈ-મેલ સંપર્ક

vinodpatel63@yahoo.com 

આપનો આભાર 

——————————————————

आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः’ આખી દુનિયામાંથી જે સારા વિચારો છે તે મારામાં આવો.

“Don’t let what you cannot do interfere with what you can do.”

~John Wooden

શ્રી પી.કે.દાવડાની પરિચય શ્રેણી “ મળવા જેવા માણસ “ માં મારો પરિચય,” નીચેની લીંક ઉપર ક્લિક કરી વાંચો .  

મળવા જેવા માણસ-વિનોદભાઈ રેવાભાઈ પટેલ -પી.કે.દાવડા pdf

 

મારી ચિંતન પ્રસાદી 

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં,

માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી,

અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

ભલેને આવતી મોટી મુશીબતો મારી વાટે,

શુળોમાં ખીલતા પેલા ગુલાબ જેમ ખીલીને,

સર્વત્ર ગુલાબી પમરાટ પ્રસરાવવાનું મને ગમે.

મનનું માગ્યું બધું ક્યાં મળે છે આ જગમાં ?

જે મળ્યું છે એનું જતન કરી, બને તો ઉમેરી,

મળેલાને સુપેરે સંતોષથી માણવાનું મને ગમે.

સાહિત્ય સાગરે ઊંડેથી હંસ જેમ મોતીઓ ખોજીને,

સૌ રસિકોને એનો પ્રેમથી મોતી ચારો કરાવીને ,

આનંદથી ઝૂમતા પેલા હોળૈયા થવાનું મને ગમે .

આ અમોલ જીવન ફક્ત એક વાર જ મળે છે,

જીવન સંઘર્ષો વચ્ચે પણ મનથી ધૈર્ય રાખીને ,

સમય પટ પર સુંદર છાપ છોડી જવાનું મને ગમે.

સંસાર સાગરના તોફાનો વચ્ચે, મારી જીવન નૌકાને,

સ્થિર રાખી સુપેરે હંકારવાની પરમ કૃપા કરવા માટે,

દીન દયાળુ પ્રભુનો આભાર માનવાનું મને ગમે.

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓને ત્યજી,

એક વહેતા ઝરણા જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું ગમે.

આ જીવન મહોત્સવની હર પળ ખુબ મોજથી માણીને,

જોશથી જીવન જીવી જવાનું મનથી મને બહું જ ગમે.

વિનોદ પટેલ

મારા ૭૯મા જન્મ દિવસે –ગત જીવન-ફલક પર એક નજર,થોડું આત્મ મંથન અને ચિંતન ….. વિનોદ પટેલ 

———————————-

પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે મને અપાર શ્રધા છે.એની કૃપાની અનુભૂતિ કરી રહ્યો છું ..

ભગવાનની પ્રાર્થના મન મંદિરને સ્વચ્છ રાખે છે ,મનને મજબુત બનાવે છે .

પ્રભુ સાથેનો અંતરનો સંવાદ અર્જુનની જેમ પ્રભુ સાથે સખા ભાવની અનુભૂતિ કરાવે છે .

આ અંગે મારી આ રચના અત્રે પ્રસ્તુત કરું છું .

શ્રધ્ધા !

કોઈ કાર્ય, કોઈ પ્રશ્ન ,એવો કઠિન નથી જીવનમાં,

જેને હું ને મારો પ્રભુ ભેગા મળી, ઉકેલી ના શકીએ .

પ્રભુ કૃપા સાથે મનમાં જો હોય પુરુષાર્થની ભાવના,

મુશ્કેલ કામ પણ સરળ બની જાય ,એમાં નવાઈ ના.

—વિનોદ પટેલ

“Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.”  

         ~ Mahatma Gandhi

The woods are lovely,dark and deep .

But I have promises to keep ,

And miles to go before I sleep,

And miles to go before I sleep.

— Robert Frost

ગુજરાતી અનુવાદ

તિમિર ઘેર્યું નિબીડ જંગલ ઘણું મોહક હશે કિન્તુ

વચનના રેશમી બંધનમાં બંધાઈ ગયો છું હું

કે જોજનો રે કાપવા નયન બિડાય તે પહેલાં

હા, જોજનો દુર જાવું છે આંખો મીંચાતા પહેલાં .

–રોબર્ટ ફ્રોસ્ટ

“ Learn from yesterday, live for today, hope for tomorrow.”

“Judge each day not by the harvest you reap but by the seeds you plant “

Butterfly on Flowers

74 responses to “મારા વિશે

  1. Vallabh Bhakta એપ્રિલ 15, 2017 પર 9:28 પી એમ(PM)

    Vinod bhai I always visit your site I like it very much I met your daughter while I was hiking with them i want to talk but I have no phone vallabh sumitra Bhakta

    Like

  2. Jignesh m vasani સપ્ટેમ્બર 30, 2017 પર 6:57 પી એમ(PM)

    વિનોદભાઇ સારા જીવન પરથી આપણને નવી વિચારશક્તિ મળે છે દરેક ને પ્રેમ મળે વિનોદભાઇ જેવો તેવી આશા…..

    Like

  3. Kishor Dadia જુલાઇ 8, 2018 પર 12:14 એ એમ (AM)

    Resp Vinodbhai,
    Extremely happy to know your dedication & DEVOTIONAL contribution for Gujarati Sahitya.
    In spirit of sharing, sending my books & activity details by e.mail.
    With wish to share more on subjects of common interest, request your phone nos. My mobile no. is 98216-28901
    With due regds – Kishor Dadia 🙏🌸😊🌹

    Like

  4. Pingback: આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ – NET–ગુર્જરી

  5. Pingback: આપણાબ્લૉગર “વિનોદવિહારી” - गिरा-गुर्जरी

  6. અમિતા દવે નવેમ્બર 22, 2019 પર 1:22 એ એમ (AM)

    માનનીય શ્રી વિનોદભાઈ,
    આપ બહુ જ સારી રીતે સમય પસાર કરી રહ્યા છો અને ગુજરાતી સાહિત્ય માટે ઘણું સુંદર પ્રદાન કરો છો તે જાણીને ખૂબ ખૂબ આનંદ થાય છે. આપને માટે ઘણી ઘણી શુભેચ્છાઓ.
    અમિતા દવે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: