Category Archives: અંગ્રેજી કાવ્યો
અમેરિકા અને કેનેડામાં આખો એપ્રિલ મહિનો નેશનલ પોએટ્રી મન્થ National Poetry Month તરીકે ૧૯૯૬ થી ઉજવવામાં આવે છે.આ ઉજવણીની વ્યવસ્થા એકેડેમી ઓફ અમેરિકન પોએટ્સ Academy of American Poets દ્વારા થાય છે. ઉજવણીનો હેતુ કવિતાના પ્રચાર, પ્રસાર, સર્જન અને સંવર્ધનનો છે.આ સંસ્થાની વેબ સાઈટ https://www.poets.org/ છે જેના પર એની પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી છે.
અંગ્રેજી કવિતાઓને પ્રોત્સાહિત કરતી એક બીજી સંસ્થા Poetry .com છે. તેઓ ઉગતા કવિઓ માટે હરીફાઈઓ યોજે છે .એની વેબ સાઈટ http://www.poetry.com/ છે.
કવિતા,કાવ્ય કે પદ્ય એટલે શું ?
काव्य, कविता या पद्य
કવિતાને કાવ્ય કે પદ્ય પણ કહેવામાં આવે છે.કવિતા,કાવ્ય કે પદ્ય શું છે એ હિન્દી વિકિપીડીયાની આ લીંક પર ખુબ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે.
મારી બે અંગ્રેજી કવિતાઓ
સપ્ટેમ્બર ૨૦૧૧થી મેં આ વિનોદ વિહાર બ્લોગ શરુ કર્યો એ અગાઉ નિવૃત્તિની નવરાશમાં કોઈ કોઈ વાર અંગ્રેજીમાં કાવ્યોની રચના માટે મેં હાથ અજમાવેલો.૨૦૦૮ માં મારું એક અંગ્રેજી કાવ્ય Train of life ને The International Library of Poetry ની વેબ સાઈટ www.poetry.com માં The International Who’s Who in Poetry માં મોકલ્યું હતું.
મારા આશ્ચર્ય વચ્ચે આ કાવ્યને poetry.COM તરફથી નીચે મુજબનો Editor’s Choice Award પ્રાપ્ત થયો હતો.

આ અંગ્રેજી કાવ્ય Train of life નીચે પ્રસ્તુત છે.
Train of life
Looking out of window of a speeding train,
My eager eyes see all things far and near,
Green trees, fields, flowers and flowing river ,
My mind contemplating on nature’s gifts.
Enjoying cool soothing breeze from out side,
When sleep took over me, I did not know.
When train stopped at my destination station,
I got down and headed towards my sweet home.
My mind all the time in contemplating mood,
Thought,is it not true,the journey of our life,
Is also like the journey of the train I just had?
When destination station of death arrives,
Do we not too get down from train of life ,
And heading towards holy home of God?
– Vinod Patel , March 4,2008
૨૦૦૬ માં લખેલું એક બીજું અંગ્રેજી કાવ્ય Lost Paradise મારી નોટબુકમાં છે એ નીચે પ્રસ્તુત છે.
આ કાવ્ય રચનામાં પોતાની પત્નીને ગુમાવનાર અને એના મૃત શરીરની બાજુમાં ઉભેલા અંદરથી રડી રહેલા એક પતિના હૃદયના ભાવ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
Lost Paradise
On that day when my dear wife passed away,
I stood still very near her lifeless cold body,
My misty eyes riveted on her closed eyes,
And her serene,still beautiful looking face,
Which now no longer be admired ever again!
A trail of memories unfolded in my mind,
As if mind’s eyes are seeing movie on screen.
On the day she gave birth to our first child,
What a boundless joy and bliss we had felt!
We basked in our jointly created paradise !
My world will now be changed profoundly.
Like a kite just cut off from its strings,
I too did not know which direction I will go,
Suddenly found me roaming in wilderness.
With heavy heart, head bowed,hands folded,
I prayed God to take her to His Holy Abode,
May her soul rest in peace she well deserved,
Yes,on that fateful and tragic day,
My beautiful paradise was lost for ever !
Vinod Patel ..9-27-2006
આ પોસ્ટની શરૂઆતમાં જણાવ્યું એમ આ એપ્રિલ મહિનો એ કવિતાઓ માટેનો મહિનો છે.આ એપ્રિલ મહિનામાં મારાં અથવા તો અન્ય કવિઓનાં મને ગમતાં કાવ્યો વિનોદ વિહારમાં મુકવા વિચાર છે.
–વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ