આ તસ્વીરમાં અમિતાભ સાથે આ ખાસ અવસર પર પત્ની જયા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન, વહૂ ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન નંદા, પૌત્રી નવ્યા નવેલી અને આરાધ્યા ની સાથે બર્થ ડે ઉજવતા નજરે પડે છે.(તસ્વીર સૌજન્ય- દિવ્ય ભાસ્કર )
અમિતાભ બચ્ચનને એમના ૭૫મા જન્મ દિવસે અભિનંદન અને હજી પણ વધુ ઉજ્જવળ કારકિર્દી અને આરોગ્યમય ભાવી જીવન માટેની હાર્દિક શુભેચ્છાઓ .
અમિતાભના આ ખાસ દિવસે નીચેના પસંદ કરેલા યુ-ટ્યુબ વિડીયો પ્રસ્તુત છે.
Boliwood actors’ wishes Amitabh Bachchan on his 75th birthday
Amitabh Bachchan Turns 75: Unforgettable Dialogues From The Man Himself
Amitabh Bachchan’s Interview for 75th Birthday Special with Vickey Lalwani | SpotboyE
અમિતાભ બચ્ચન અભિનીત હિન્દી મુવી પિંક ઘણાએ જોયું હશે. એમાં ઘણાં સારાં ગીતો છે .પરંતુ આ ફિલ્મની આખરમાં ગીતકાર તનવીર ગાઝી લિખિત ગીત જે અમિતાભ બચ્ચન ગાય છે એ ખુબ જ પ્રેરક છે.
આ હિન્દી કાવ્ય અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે પ્રસ્તુત છે.એની નીચે વિડીયોમાં પણ તમે આ ગીતને માણી શકશો.
तू खुद की खोज में निकल तू किसलिए हताश है, तू चल, तेरे वजूद की समय को भी तलाश है,
जो तुझसे लिपटी बेड़ियां; समझ ना इनको वस्त्र तू ये बेड़िया पिघाल के; बना ले इनको शस्त्र तू
तू खुद की खोज में निकल…
चरित्र जब पवित्र है, तो क्यों है ये दशा तेरी? ये पापियों को हक नहीं; कि लें परीक्षा तेरी!
तू खुद की खोज में निकल…
जला के भष्म कर उसे; जो क्रूरता का जाल है, तू आरती की लौ नहीं; तू क्रोध की मशाल है,
तू खुद की खोज में निकल…
चुनर उड़ा के ध्वज बना; गगन भी कंपकपाएगा, अगर तेरी चुनर गिरी; तो एक भूकंप आएगा
तू खुद की खोज में निकल; तू किसलिए हताश है, तू चल; तेरे वजूद की समय को भी तलाश है।
ગુજરાતી અનુવાદ …
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
ચાલ,તારી ખોજમાં નીકળી પડ, નિરાશા શાને ઘેરી વળી તને, ચાલવા માંડ,સમય પણ તારા, અસ્તિત્વને શોધી રહ્યો છે.
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
જે બેડીઓથી ઘેરાયો છું તું , એને વસ્ત્ર માની ના લેતો, એ બેડીઓને પીંગળાવી દઈ, તારું હથિયાર એને બનાવી દે.
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
તારું ચારિત્ર્ય જ્યારે પવિત્ર છે, તો આવી દશામાં કેમ જીવે છે? જે પાપી હોય છે એ લોકોને, હક્ક નથી તારી પરીક્ષા લેવાનો
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
ક્રૂરતાની જાળ ફેલાઈ છે એને , તું બાળીને ભસ્મ કરી દે, આરતીની પવિત્ર જ્યોત તું નથી પણ તું ક્રોધની એક મશાલ છે.
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
તારા વસ્ત્રને ધ્વજની જેમ ફરકાવ, જોઈ એને આકાશ પણ હાલી જશે. તારા એ વસ્ત્રનું જો પતન થશે તો, ધરતીકંપથી ધરા ધણધણી ઉઠશે.
ચાલ,તારી ખોજમાં નીકળી પડ, નિરાશા શાને ઘેરી વળી તને, ચાલવા માંડ,સમય પણ તારા, અસ્તિત્વને શોધી રહ્યો છે.
સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ( બીગ-બી)ના પિતાશ્રી સ્વ.હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યના મશહુર કવિ તરીકે જાણીતા છે. નેટ યાત્રા કરતાં કરતાં એમની એક હિન્દી કાવ્ય રચના વાંચી જે મને ગમી ગઈ.
મૂળ હિન્દી રચના અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે પ્રસ્તુત છે.ત્યારબાદ આ કાવ્ય પઠનનો વિડીયો પણ મુક્યો છે, એમાં આખું કાવ્ય સાંભળી શકાશે.
A beautiful poem by हरिवंशराय बच्चन
बैठ जाता हूं मिट्टी पे अक्सर…
क्योंकि मुझे अपनी औकात अच्छी लगती है..
मैंने समंदर से सीखा है जीने का सलीक़ा,
चुपचाप से बहना और अपनी मौज में रहना ।।
ऐसा नहीं है कि मुझमें कोई ऐब नहीं है
पर सच कहता हूँ मुझमे कोई फरेब नहीं है
जल जाते हैं मेरे अंदाज़ से मेरे दुश्मन क्यूंकि एक मुद्दत से मैंने
न मोहब्बत बदली और न दोस्त बदले .!!.
एक घड़ी ख़रीदकर हाथ मे क्या बाँध ली..
वक़्त पीछे ही पड़ गया मेरे..!!
सोचा था घर बना कर बैठुंगा सुकून से..
पर घर की ज़रूरतों ने मुसाफ़िर बना डाला !!!
सुकून की बात मत कर ऐ ग़ालिब….
बचपन वाला ‘इतवार’ अब नहीं आता |
शौक तो माँ-बाप के पैसो से पूरे होते हैं,
अपने पैसो से तो बस ज़रूरतें ही पूरी हो पाती हैं..
जीवन की भाग-दौड़ में –
क्यूँ वक़्त के साथ रंगत खो जाती है ?
हँसती-खेलती ज़िन्दगी भी आम हो जाती है..
एक सवेरा था जब हँस कर उठते थे हम
और आज कई बार
बिना मुस्कुराये ही शाम हो जाती है..
कितने दूर निकल गए,
रिश्तो को निभाते निभाते..
खुद को खो दिया हमने,
अपनों को पाते पाते..
लोग कहते है हम मुस्कुराते बहोत है,
और हम थक गए दर्द छुपाते छुपाते..
“खुश हूँ और सबको खुश रखता हूँ,
लापरवाह हूँ फिर भी सबकी परवाह
करता हूँ..
मालूम है कोई मोल नहीं मेरा,
फिर भी,
कुछ अनमोल लोगो से
रिश्ता रखता हूँ…!
–हरिवंशराय बच्चन
ગુજરાતી અનુવાદ
આ ધરતીની માટી પર હું બેસી જાઉં છું હમેશાં ,
કેમ કે મારા મૂળ સાથે જોડાએલી હોઈ મને એ ગમે છે.
સમુદ્ર પાસેથી જીવવાની રીતનો એ પાઠ હું શીખ્યો છું કે,
ચુપચાપ વહેતા રહેવું અને પોતાની મોજમાં જ રહેવું,
એવું રખે માનતા કે મારામાં કોઈ દોષ નથી,
પણ સાચું કહું છું કે મારામાં કોઈ દગો નથી.
મારી રહેણી કરણીથી મારા દુશ્મનો ઈર્ષ્યાથી બળી જાય છે,
કેમ કે, ઘણો સમય થયો,મેં નથી બદલ્યા મારા મિત્રો
કે નથી બદલ્યો મારો એમના પ્રત્યેનો મારો પ્રેમ,
એક ઘડિયાળ ખરીદીને મારા હાથે બાંધી ત્યાં તો,
સમય મારી પાછળ જ પડી ગયો છે જાણે !
વિચાર્યું હતું કે એક ઘર બનાવીને આરામથી બેસીશ,
પરંતુ ઘરની જરૂરીઆતોએ તો મને એક મુસાફર જ બનાવી દીધો !!
ઓ ગાલીબ તું આરામની તો વાત જ ના કરતો,
બાળપણની રવિવારની રજાની મજાનો સમય હવે નથી રહ્યો.
મા-બાપની કમાણીમાંથી તમારા મોજશોખ પુરા થાય છે,
ફક્ત જરૂરીઆતો જ માંડ પૂરી થાય છે,પોતાના કમાયેલા પૈસામાંથી.
જીવનની આ ભાગ-દોડ પાછળ, સમય સાથે,
જીવનનો આનંદ કેમ ખોવાઈ જતો હશે ?
હસી-ખુશીની જિંદગી પણ કેમ ખાટી બની જાય છે?
એવી પણ સવારો હતી જીંદગીમાં, જ્યારે હસીને ઉઠી જતો,
અને આજે હવે, એક સ્મિત કર્યા વિના જ સાંજ પડી જાય છે.
સંબંધો જાળવવામાં જ કેટલો દુર નીકળી ગયો છું હું ,
સ્વજનોને મેળવવામાં મારી જાતને જ હું ખોઈ બેઠો છું.
લોકો એમ કહે છે હું હંમેશા ખુબ હસતો દેખાઉં છું,
પણ એમને ક્યાં એ ખબર છે કે,મારું દર્દ
છુપાવતાં છુપાવતાં જ હું બહુ થાકી ગયો છું !
હું ખુશ છું અને બીજાઓને ખુશ રાખું છું ,
હું પોતે બેદરકાર છું એમ છતાં બીજાઓની દરકાર રાખું છું,
મને ખબર છે કે મારૂ કોઈ મુલ્ય નથી ,એમ છતાં,
કેટલાક મુલ્યવાન લોકો સાથે સંબંધો જાળવી રહ્યો છું.
— હરિવંશરાય બચ્ચન
અનુવાદ … વિનોદ પટેલ
આ હિન્દી કાવ્યને હિન્દીના જાણીતા મોટીવેશનલ વક્તા Simerjeet Singh ના મુખેથી નીચેના વિડીયોમાં સાંભળીને તમે ખુશ થઇ જશો.એમના આ કાવ્ય પઠનના હેતુ વિષે તેઓ કહે છે :” Hindi is our national langauge, we want to promote our rich culture and literature. “
Baith Jata Hoon Mitti pe Aksar by Harivansh Rai Bachchan | Hindi Inspirational Poem
હિન્દી સાહિત્યની બીજી પ્રેરક રચનાઓનું પઠન કરતા મોટીવેશનલ વક્તા Simerjeet Singh ને એમની વેબ સાઈટ ની નીચેની લીંક પરના વિડીયોમાં સાંભળી શકશો.
અગાઉ વિનોદ વિહારની પોસ્ટ નંબર ( 698 ) માં આ જ હિન્દી કવિ સ્વ.હરિવંશરાય બચ્ચનના એક બીજા જાણીતા કાવ્ય जो बीत गई सो बात गई એના ગુજરાતી અનુવાદ સાથે અને બીજાં કાવ્યો પોસ્ટ કરવામાં આવ્યાં હતાં.
નીચેની લીંક પર ક્લિક કરીને એ કાવ્યો પણ માણી શકાશે.
કેન્સર ગ્રસ્ત લોકો પ્રત્યે હમદર્દી વ્યક્ત કરવા અને કેન્સરના રોગ માટે લોકોમાં જાગૃતિ લાવવા, હું જે શહેરમાં રહું છું એ અમેરિકાના સુન્દરતમ શહેર સાન ડીયેગોમાં તાંજેતરમાં Rock ‘n’ Roll Marathon -મેરેથોન દોડ -નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં લગભગ ૨૫૦૦૦ માણસોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
આ મેરેથોન દોડમાં નોર્થ કેરોલીનાનાં ૯૨ વર્ષીય Harriette Thompson પણ કેન્સર ગ્રસ્ત લોકો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરવા આ Rock ‘n’ Roll Marathon -દોડની રેસમાં અંત સુધી સતત દોડી પૂરી કરી એક નવો વિક્રમ નોધાવ્યો હતો.
Harriette Thompson પોતે એક કેન્સરમાંથી મુક્ત થયેલ મહિલા છે.એના કુટુંબમાં ઘણી વ્યક્તિઓ કેન્સર ગ્રસ્ત બની મૃત્યુ પામી છે.હાલ એનો પુત્ર કેન્સરની બીમારી ભોગવી રહ્યો છે.
At 92, Harriette Thompson became the oldest woman to finish a marathon.
આ પ્રસંગના બે વિડીયોમાં એને નિહાળો .
Harriette Thompson finishes San Diego Rock ‘n’ Roll Marathon
San Diego’s News Source – 10 News, KGTV
હેરીયતની આ જીન્દાદીલી અને અથાક સક્રિયતા સૌને માટે બોધ દાયક નથી શું ?
યાદ આવે છે આ મુક્તક …
જિંદગી જીન્દાદીલી કા નામ હૈ ,
મુર્દાદીલ ક્યાં ખાક જીયા કરતે હૈ ?”
૯૨ વર્ષીય Harriette Thompson ની જવાંમર્દી અને જીંદાદિલીને સલામ
આપણા હાલના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પિતાશ્રી અને હિન્દી સાહિત્યના પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની આ જાણીતી કાવ્ય રચના “કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી ” નું સ્મરણ થાય છે .આ રહ્યું એ કાવ્ય …..
આ કાવ્યમાં “કોશિશ ” શબ્દને બદલે “હિંમત ” શબ્દ લખાયો છે , એ શબ્દ પણ બરાબર બંધ બેસતો છે .
આ કાવ્યને આ વિડીયોમાં અમિતાભ બચ્ચનના મુખે ગવાતું સાંભળો અને માણો. Koshish Karne walon ki haar nahi hoti by
સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ( બીગ-બી) ના પિતાશ્રી હિન્દી સાહિત્યના મશહુર કવિ સ્વ.હરિવંશરાય બચ્ચન ની પ્રથમ પત્ની શ્યામાના અવસાન પછી તેઓ એક વર્ષ સુધી ઊંડી હતાશા ,નીરાશા અને ખાલીપાની મનોસ્થિતિમાં સરી પડ્યા હતા.જીવન જીવવાનો નશો એ ગુમાવી બેઠા હતા.
પત્નીના અવસાનના થોડા સમય પછી હરિવંશરાય બચ્ચનને એ સત્ય હકીકતનો અહેસાસ થયો કે છેવટે એમને જેવું પણ હોય એવું જીવન પસાર તો કરવું જ રહ્યું. પત્નીની વિદાયનો શોક કરવો તો ક્યાં સુધી ?
એમના જીવનમાંથી ગયેલો નશો (Passion) જ્યારે પાછો આવ્યો ત્યારે એમણે જે કાવ્ય રચનાઓ કરી એ ખુબ જ અદભૂત છે. એક કાવ્ય રચના जो बीत गई सो बात गई ખુબ વખણાઈ છે.
આબહુ જ પ્રસિદ્ધ હિન્દી રચના નીચે પ્રસ્તુત છે. આ હિન્દી કાવ્યનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ પણ એ પછી મુક્યો છે.
એમનાં બીજી વારનાં પત્ની તેજી બચ્ચન અને હિન્દી ભાષાના આ પ્રિષ્ઠિત કવિના દામ્પત્યના છોડ ઉપર ખીલેલું પ્રથમ પુષ્પ એટલે આજનો આપણો સુપર સ્ટાર અમિતાભ બચ્ચન . એમના બીજા પુત્રનું નામ છે અજીતાભ બચ્ચન .
અમિતાભ બચ્ચનએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એ એક આશ્ચર્ય જનક બાબત છે કે કવી હરિવંશરાયનાં મધુશાલા જેવાં કાવ્યોમાં શરાબ અને નશા વિષે એમણે ખુબ લખ્યું છે પરંતુ એમના જીવનમાં એ શરાબ પીવામાંથી હમેશાં દુર રહ્યા હતા .
जो बीत गई सो बात गई કાવ્યમાં માં પણ શરાબ,શરાબ ખાના અને નશા વિષેનો ઉલ્લેખ તેઓએ કર્યો છે એ જોઈ શકાય છે.
जो बीत गई सो बात गई
जो बीत गई सो बात गई
जीवन में एक सितारा था
माना वह बेहद प्यारा था
वह डूब गया तो डूब गया
अम्बर के आनन को देखो
कितने इसके तारे टूटे
कितने इसके प्यारे छूटे
जो छूट गए फिर कहाँ मिले
पर बोलो टूटे तारों पर
कब अम्बर शोक मनाता है
जो बीत गई सो बात गई
जीवन में वह था एक कुसुम
थे उसपर नित्य निछावर तुम
वह सूख गया तो सूख गया
मधुवन की छाती को देखो
सूखी कितनी इसकी कलियाँ
मुर्झाई कितनी वल्लरियाँ
जो मुर्झाई फिर कहाँ खिली
पर बोलो सूखे फूलों पर
कब मधुवन शोर मचाता है
जो बीत गई सो बात गई
जीवन में मधु का प्याला था
तुमने तन मन दे डाला था
वह टूट गया तो टूट गया
मदिरालय का आँगन देखो
कितने प्याले हिल जाते हैं
गिर मिट्टी में मिल जाते हैं
जो गिरते हैं कब उठतें हैं
पर बोलो टूटे प्यालों पर
कब मदिरालय पछताता है
जो बीत गई सो बात गई
मृदु मिटटी के हैं बने हुए
मधु घट फूटा ही करते हैं
लघु जीवन लेकर आए हैं
प्याले टूटा ही करते हैं
फिर भी मदिरालय के अन्दर
मधु के घट हैं मधु प्याले हैं
जो मादकता के मारे हैं
वे मधु लूटा ही करते हैं
वह कच्चा पीने वाला है
जिसकी ममता घट प्यालों पर
जो सच्चे मधु से जला हुआ
कब रोता है चिल्लाता है
जो बीत गई सो बात गई।।
—हरिवंशराय बच्चन
આ હિન્દી કાવ્યનો મારો ગુજરાતી અનુવાદ
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
મારા જીવન માટે તો એ એક તારો હતી એ તારો બહુ વ્હાલો હતો એની ના નહિ એ સિતારો હવે ખરી ગયો તો ખરી ગયો
આ આકાશના આનંદને જ નિહાળોને આકાશમાં કેટલાએ તારા ખર્યા હશે
આકાશને કેટલા બધા એ વ્હાલા હતા
પણ હવે ખરી ગયા એ ખરી ગયા
તમે જ કહો,જે ખર્યા એ તારાઓ પર આકાશે કદી શોક કર્યો છે ખરો ? જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
જીવનમાં એક કુસુમ-પુષ્પ સમ હતી
જેના પર તમે સદા સમર્પિત હતા
એ પુષ્પ હવે સુકાઈ ગયુ તો સુકાઈ ગયું આ ફૂલવાડીની ધરતીને જ જુઓને એની ઘણી ખીલેલ કળીઓ સુકાઈ ગઈ
પુષ્પો પણ એના ઘણાં સુકાઈ ગયાં
જે સૂકાયાં એ ફરી ખીલવાનાં છે ખરાં ? સુકાઈ ગયેલ કળીયો કે ફૂલો પર,બોલો ફૂલવાડીએ કદી બુમરાણ મચાવી છે ? જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
જીવનમાં શરાબના પ્યાલા જેવી હતી એ એના પર તન મન તમારું અર્પિત હતું એ પ્યાલો હવે તૂટી ગયો તો તૂટી ગયો
શરાબખાનામાં શું થાય છે એ જ જુઓને
કેટલાએ પ્યાલા ત્યાં હલી જાય છે નીચે પડી માટી ભેગા થાય છે જે પડ્યા એ પછી ઉભા ક્યાં થાય છે? બોલો, તૂટેલા એ પ્યાલાઓ ઉપર કદી શરાબાલય ક્યાં પસ્તાવો કરતું હોય છે? જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
કોમળ માટીના બનેલા એ પ્યાલા સદા તૂટતા ફૂટતા જ રહેવાના છે
ઓછો આવરદા લઈને આવેલા એ પ્યાલાઓ તૂટ્યા કરવાના છે એમ છતાં પણ શરાબાલયની અંદર શરાબના ઘડા સાથે પ્યાલા પણ મોજુદ છે જેને નશો જ કરવો છે એ શરાબીઓ શરાબની લૂંટ ત્યાં કરતા જ રહે છે એ પીનારો ખરો નહી,કાચો પોચો છે જેનો મોહ ફક્ત પ્યાલાઓ પર જ છે મનમાં જેને ખરી શરાબની આગ છે
એ ક્યાં રડતો કે બુમરાણ કરતો હોય છે
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ
-હરિવંશરાય બચ્ચન … અનુવાદ- વિનોદ પટેલ
એક જાતની એકલતામાં સરી પડેલા આ હિન્દી કવિની આવી જ બીજી બે કાવ્ય રચનાઓનો પણ આસ્વાદ લેવા જેવો છે.
क्या भूलूँ, क्या याद करूँ मैं!
अगणित उन्मादों के क्षण हैं,
अगणित अवसादों के क्षण हैं,
रजनी की सूनी घड़ियों को
किन-किन से आबाद करूँ मैं!
क्या भूलूँ, क्या याद करूँ मैं!
याद सुखों की आँसू लाती,
दुख की, दिल भारी कर जाती,
दोष किसे दूँ जब अपने से
अपने दिन बर्बाद करूँ मैं!
क्या भूलूँ, क्या याद करूँ मैं!
दोनों करके पछताता हूँ,
सोच नहीं, पर मैं पाता हूँ,
सुधियों के बंधन से कैसे
अपने को आज़ाद करूँ मैं!
क्या भूलूँ, क्या याद करूँ मैं!
एकांत संगीत
तट पर है तरूवर एकाकी,
नौका है, सागर में,
अंतरिक्ष में खग एकाकी,
तारा है अंबर में,
भू पर वन, वारिधि पर बेड़े,
नभ में उडु-खग मेला,
नर नारी से भरे जगत में
कवि का हृदय अकेला।
Amitabh Bachchan Family
બચ્ચન પિતા પુત્રનો એક રમુજી પ્રસંગ
” મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? “-અમિતાભ બચ્ચન
આ આખી વાત અમિતાભે એક ટી.વી. પ્રોગ્રામમાં પોતાના મોઢે કહી છે!
સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ગ્રેજ્યુએટ થયા પછી નોકરી મળતી ન હતી . આથી એ ઘણો નિરાશ થઇ ગયો .આવી નિરાશાની પળોમાં એક વાર એક વાર એને મનમાં એવો વિચાર આવ્યો હતો કે મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? એના મિત્રોએ પણ કહ્યું કે આપણાં મા-બાપે આપણને જન્મ જ આપવો જોઈતો જ ન હતો. આ વાત સાંભળીને તેમણે પિતા હરિવંશરાય બચ્ચનને મોઢામોઢ કહી દીધું કે,આપને મુજે પૈદા હી ક્યું કિયા?
અમિતાભે પિતાના મોઢે આવું બોલતાં તો બોલી દીધું, પણ તેના જવાબમાં પિતા હરિવંશરાય બચ્ચન કંઈ જ ન બોલ્યા. તેઓ મહાન કવિ હતા. બીજા દિવસે સવારે અમિતાભ ઊઠયા ત્યારે તેમના બેડ ઉપર એક કાગળ પડયો હતો, જેમાં હરિવંશરાયે એક કવિતા લખી હતી. આ કવિતા કદાચ થોડીક રમૂજી લાગે પણ તેના ગુઢાર્થ ઘણું બધું કહી જાય છે…
જિંદગી ઔર જમાને કી કશ્મકશ સે ગભરા કે,
મેરે બેટે મુજસે પૂછતે હૈં કી હમેં પૈદાક્યું કિયા થા?
વાચકોના પ્રતિભાવ