પ્રમુખ સ્વામી પ્રોફાઈલ નામ : શાંતિલાલ પટેલ જન્મ તારીખ : સાતમી ડિસેમ્બર ૧૯૨૧ જન્મ સ્થળ : ચાણસદ, વડોદરા બ્રહ્મલીન થયા : ૧૩મી ઓગસ્ટ ૨૦૧૬ બ્રહ્મલીન સ્થળ : અમદાવાદ-સાળંગપુર ગુરૂ : ગુણીતાનંદ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સંપ્રદાય : સ્વામી નારાયણ સંત બન્યા : ૧૭ વર્ષની વયે
છેલ્લા કેટલાક દિવસથી બીમાર રહેતા પ્રમુખ સ્વામી મહારાજે તારીખ ૧૩ મી ઓગસ્ટ ૨૦૧૬ ની સાંજે છ વાગે અંતિમ શ્વાસ લીધ્યા હતા.તેમનાં પાર્થિવ દેહને બે દિવસ સાળંગપુર હરિભક્તોના દર્શન માટે રખાશે.
તા.૧૩ ઓગસ્ટ : પ્રમુખ સ્વામી મહારાજ આજે સાંજે બ્રહ્મલીન થતા આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.ખાસ કરીને સ્વામી નારાયણ સંપ્રદાયના દેશ વિદેશના તેમના હરીભક્તોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમને જુદી જુદી તકલીફ થયેલી હતી. આજે સાંજે છ વાગે સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા.
બાપ્સના બ્રહ્મવિહારી દાસ સ્વામીએ હાલમાં જ કહ્યું હતું કે તેઓ બ્રહ્મલીન થયા છે.તેમણે એમ પણ કહ્યું હતું કે લાખો હરીભક્તો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. બે દિવસ બાદ તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યા છે.૯૫ વર્ષની વયે પહોૅચેલા પ્રમુખ સ્વામી મહારાજ હજુ પણ સક્રિય હતા. પરંતુ તેમની છાતીમાં ઈન્ફેકશન થયું હતું. સાળંગપુર સ્વામી નારાયણ મંદિરમાં છેલ્લા ઘણા સમયથી તેમને સારવાર આપવામાં આવી રહી હતી. ૧૦ તબીબોની ટીમ તેમના આરોગ્ય પર નજર રાખી રહી હતી.
શાંતિલાલનો જન્મ સાતમી ડિસેમ્બર ૧૯૨૧ના દિવસે ગુજરાતના ચાણસદ ગામમાં થયો હતો. તેમના માતા-પિતા મોતીભાઈ અને દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના હરીભક્ત હતા. સાથે સાથે અક્ષર પુરૂષોત્તમ સંપ્રદાયમાં વિશ્વાસ રાખતા હતા.મોતીભાઈ અને દિવાળીબેન બંને સ્વામી નારાયણમાં ખૂબ જ વિશ્વાસ ધરાવતા હતા.દિવાળીબેનના પરિવારના સભ્યો ભગતજી મહારાજના ગાળામાં પણ આગળ વધ્યા હતા. શાસ્ત્રી મહારાજે તે વખતે યુવા શાંતિલાલને જન્મ વખતે વિશેષ આશિર્વાદ આપ્યા હતા અને તે વખતે તેમના પિતાને શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે આ બાળક અમારો છે.જ્યારે સમય આવશે ત્યારે આ બાળકને અમને આપી દેજો.તેઓ ભગવાન પ્રત્યે લાખો લોકોને અગ્રેસર કરશે. ત્યારબાદથી જ પ્રમુખ સ્વામી મહારાજમાં લોકોની શ્રદ્ધા વધવા લાગી હતી.
શાંતિલાલની માતા તેમને શાંત અને ઓછા બોલનાર બાળક અને એક સક્રિય બાળક તરીકે ગણતા હતા. તેમના બાળપણના મિત્રો વાત કરતા કહે છે કે શાંતિલાલે સ્કુલમાં એક ઈમાનદાર વિશ્વાસપાત્ર વિદ્યાર્થી તરીકેની છાપ ઉભી કરી હતી. શાંતિલાલ છ વર્ષ સુધી જ સ્કુલમાં જઈ શક્યા હતા.સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ જ તેઓ ભોજન લેતા હતા.શાંતિલાલથી દુનિયાની ઘણી હસ્તીઓ પ્રભાવિત રહી હતી.
પ્રમુખ સ્વામી મહારાજ હાલમાં બાપ્સ સ્વામી નારાયણ સંસ્થાના પ્રમુખ અથવા તો ગુરૂ તરીકે હતા. બાપ્સ સ્વામી નારાયણ સંસ્થા ઈન્ટરનેશનલ હિન્દુ સોસાયટી તરીકે છે જે ધાર્મિક વિદેશીઓ સાથે જોડાયેલી રહી છે. બાપ્સને સ્વામી નારાયણના પાંચમા અનુગામી તરીકે ગણવામાં આવે છે. ગુણિતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બાદ પાંચમાં અનુગામી તરીકે તેમને ગણવામાં આવતા હતા.
સ્વામી નારાયણ સાથે જોડાયેલા અને અન્ય સમુદાય સાથે પણ જોડાયેલા તમામ લોકોને પ્રમુખ સ્વામી જુદા જુદા સૂચનો વારંવાર કરતા રહેતા હતા.તેમના સત્સંગમાં લાખો લોકો એકત્રિત થતા હતા.
તેમના મિત્રો પ્રમુખ સ્વામી મહારાજને હરીદાસ તરીકે પણ બોલાવતા હતા.નાની વયમાં પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજથી ખુબ જ પ્રભાવિત રહ્યા હતા.સાતમી નવેમ્બર ૧૯૩૯ના દિવસે જ્યારે શાંતિલાલ ૧૭ વર્ષના હતા ત્યારે તેમને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ તરફથી એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવાયું હતું કે તેમને સાધુ સંત તરીકે બનીને સેવામાં જોડાઈ જવું જોઈએ.
શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવેલા સૂચન બાદ તરત જ તેમના માતા-પિતાએ તેમને મંજુરી આપી દીધી હતી અને શાંતિલાલ ઘર છોડીને શાસ્ત્રીજી મહારાજ અને તેમના સાધુ સંતોની સાથે જોડાઈ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને જુદી જુદી પ્રાથમિક શિક્ષણની માહિતી આપી હતી જેમાં પ્રસાદ દિક્ષાનો સમાવેશ થાય છે.
૨૨મી નવેમ્બર ૧૯૩૯ના દિવસે અમદાવાદમાં આંબલી-વાડી પોળમાં પ્રસાદ દિક્ષા આપવામાં આવી હતી અને તેમને શાંતિ ભગત નામ આપવામાં આવ્યું હતું. શાસ્ત્રીજી મહારાજના આદેશ પૈકીના એક આદેશને સ્વીકારીને તેઓએ સંસ્કૃતમાં અભ્યાસ કરવા તૈયારી કરી હતી. શાંતિ ભગત તરીકે તેમની ઓળખ થવા લાગી ગઈ હતી. શાંતિ ભગતે ત્યારબાદ તેમની ઈચ્છાઓ પુરી કરી બતાવી હતી. ૧૦મી જાન્યુઆરી ૧૯૪૦ના દિવસે ગોંડલમાં અક્ષર ડેરી ખાતે શાંતિ ભગતને ભગવતી દિક્ષા આપવામાં આવી હતી અને તેમને સાધુ નારાયણ સ્વરૂપદાસ નામ આપવામાં આવ્યું હતું. આ નામ આપવામાં આવ્યા બાદ શાસ્ત્રીજી મહારાજે આ સંદર્ભમાં વધુ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તેમના ચહેરા ઉપર ભગવાનનું તેજ ચમકે છે. જેથી તેમને નારાયણ સ્વરૂપદાસનું નામ તેઓ આપી રહ્યા છે. યોગીજી મહારાજે તેમને નારાયણ સ્વરૂપદાસજી તરીકે આશિર્વાદ આપ્યા હતા.સાધુ નારાયણ સ્વરૂપદાસે આજીવન સેવા કરી હતી.
બાપ્સના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે બાપ્સ સંસ્થાને વિશ્વના દેશોમાં પહોંચાડી દેવામાં ભૂમિકા ભજવી હતી.તેઓ એમના લાખો અનુયાયીઓમાં પ્રમુખ સ્વામી કે “બાપા” ના હુલામણા નામથી જાણીતા હતા.ભારતમાં જ નહીં બલ્કે ભારત બહાર પણ એક પછી એક સ્વામી નારાયણ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.બાપ્સ સંસ્થાઓના સંદેશાઓ સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં આવ્યા હતા.
પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં માત્ર હરીભક્તોમાં જ નહી બલ્કે તેમના પ્રત્યે સંકળાયેલા જુદા જુદા સંપ્રદાયના લોકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજથી દુનિયાના ઘણા ટોચના નેતાઓ, તબીબો, વૈજ્ઞાનિકો પણ પ્રેરીત થયા હતા. સૌથી મોટો દાખલો ભારતના વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો રહેલો છે. અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજને અનેક વખત મળીને તેમના આશિર્વાદ લીધા હતા.સાથે સાથે તેમની પાસેથી ઘણું માર્ગદર્શન મેળવ્યું હતું.
ભારતના પરમાણુ વૈજ્ઞાનિકે પ્રમુખ સ્વામી મહારાજના સંદર્ભમાં પોતાના પુસ્તકમાં અનેક વાક્યોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે જેમાંથી સાબિત થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ સામાન્ય વ્યક્તિ તરીકે ન હતા. કોઈ પણ મોટી હસ્તી અમદાવાદમાં આવે અને પ્રમુખ સ્વામી મહારાજને ન મળે તે બાબત ક્યારેય શક્ય દેખાતી ન હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ગાળામાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત તેની સાથે ભેટ કરી હતી.અબ્દુલ કલામ સહિતની અનેક દેશની અને વિદેશની હસ્તીઓ પ્રમુખ સ્વામીથી પ્રભાવિત હતી.
(સમાચાર સૌજન્ય- અકિલા,રાજકોટ)
Divine memories of Dr APJ Abdul Kalam and his Spiritual guru Pramukhswami Maharaj.(2001 -2015)
સાભાર— શ્રી વિપુલ દેસાઈ
નીચે ક્લિક કરી પુ.પ્રમુખ સ્વામી વિષે જાણો અને માણો
Pujya Doctor Swami also added that four years ago, on 20 July 2012, His Holiness Pramukh Swami Maharaj had declared in a letter that His Holiness Mahant Swami Maharaj (Sadhu Keshavjivandas) would succeed him as the guru of BAPS. Thus, His Holiness Mahant Swami Maharaj is now the president of BAPS Swaminarayan Sanstha, as the sixth spiritual head in the gunatit guru parampara tradition of Bhagwan Swaminarayan. Henceforth, he will steer BAPS and further the great teachings and works of Bhagwan Swaminarayan and His Holiness Pramukh Swami Maharaj.
આ અગાઉની પોસ્ટ નમ્બર ૭૫૫ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલામને વધુ અંજલિ આપવામાં આવી છે .
ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ
જગતમાં એમ તો લાખ્ખો માણસો રોજે રોજ ,
જન્મે છે ,જીવે છે, અને અંતે મૃત્યુ પામે છે ,
પણ કલામ સાહેબ જેવા જુજ વિરલાઓ જ,
મર્યા પછી પણ નામ અમર કરી જાય છે.
ગરીબ માછીમારનો આ પુત્ર, ચિંથરે વીંટ્યું રતન ,
જીવન કાર્યોથી ભારતનું અણમોલ રત્ન બન્યો.
ધનથી ભલે ગરીબ પણ બુદ્ધિ ધનથી સમૃદ્ધ હતો,
વૈજ્ઞાનિક બની બુદ્ધીના પરચા બતાવતો જ રહ્યો ,
અવકાશ અને દેશ સુરક્ષણનાં આધુનિક યંત્રો શોધી ,
આ મિસાઈલ મેંન આખા વિશ્વમાં છવાઈ ગયો.
વિદ્યાર્થીઓનો આ આજીવન શિક્ષક કલામ સાહેબ,
છેલ્લી ક્ષણે પણ વિદ્યાર્થીઓને શીખવતાં જ મર્યા !
જેવું ભવ્ય એમનું જીવન એવું જ અદનું ભવ્ય મરણ .
૨૦૨૦ સુધીમાં વિશ્વમાં ભારતની આર્થિક યશ પતાકા ફરકે
એવું આ દેશ ભક્ત સ્વપ્ન દ્રષ્ટા વૈજ્ઞાનિકનું સ્વપ્ન હતું .
બીજા એક સ્વપ્ન દ્રષ્ટા દેશ ભક્ત વડા પ્રધાન મોદી
એમનું આ અધૂરું સ્વપ્ન સાકાર કરે એવી આશા
અબ્દુલ કલામ સાહેબને એ જ એક શ્રેષ્ઠ શ્રધાંજલિ.
વિનોદ પટેલ , ૭-૨૭-૨૦૧૫
‘Anmol Kalam’ – A Tribute to ‘People’s President’
Frankly Speaking : Remembering Dr.Abdul Kalam
Published on Jul 28, 2015
Former President Dr APJ Abdul Kalam in an interview to TIMES NOW’s Editor-in-Chief Arnab Goswami on Frankly Speaking in November 2007, talked about his Mission 2020, vision for India, empowering youth of the country, igniting the minds of the students, entrepreneurship, tenure as President, and more.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું 27/07/2015 ના રોજ સાંજે મેઘાલયના પાટનગર શિલોંગમાં ભાષણ આપતી વખતે પડી ગયા બાદ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.
૮૩ વર્ષીય કલામ સાંજે ૬.૩૦ કલાકે આઇઆઇએમ, શિલોંગ ખાતે તેમના ભાષણ દરમિયાન પડી જતાં તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાંના ડોક્ટર્સે જણાવ્યું હતું કે કલામને લવાયા ત્યારે તેઓ અચેતન અવસ્થામાં જ હતા. તેમની નાડીના ધબકારા બંધ હતા. ત્યાં એમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા .તેમનો નશ્વર દેહ આવતી કાલે સવારે દિલ્હી લવાશે.
શિલોંગ જતાં એમણેપહેલાં ટ્વીટ કર્યું હતું કે, ‘હું લિવેબલ પ્લેનેટ અર્થ વિષય પર લેક્ચર આપવા આઈઆઈએમ શિલોંગ જઈ રહ્યો છું.”
‘ભારત રત્ન’ અણુવિજ્ઞાની અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામએ પોખરણ અણુ ધડાકા તેમ જ ‘અગ્નિ’ અને ‘પૃથ્વી’ મિસાઇલો તૈયાર કરવામાં તેઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
સિવિલિયન સ્પેસ પ્રોગ્રામ અને મિલિટરી મિસાઇલ ડેવલપમેન્ટમાં સક્રિય ભૂમિકાના કારણે કલામે દેશના ‘મિસાઇલ મેન’નું બિરુદ મેળવ્યું હતું.કલામના માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.
ડૉ. અબ્દુલ કલામના જીવનના સીમાચિહ્નો
– ૧૯૩૧ – ૧૫ ઓક્ટોબરના રોજ અબ્દુલ કલામનો જન્મ થયો – ૧૯૫૪ – સેંટ જોસેફ કોલેજ, તિરુચિરપ્પલ્લીમાંથી સ્નાતક થયા – ૧૯૫૫ – એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લીધો – ૧૯૬૦ – ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપ્મેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના એરોનોટિકલ ડેવલોપ્મેન્ટ એસ્ટાબલિશમેન્ટમાં મુખ્ય વૈજ્ઞાાનિક તરીકે જોડાયા – ૧૯૬૯ – ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)માં ટ્રાન્સફર થઇ – ૧૯૯૨ થી ૧૯૯૯- વડાપ્રધાનના મુખ્ય વિજ્ઞાાન સલાહકાર અને ડીઆરડીઓના સચિવ તરીકે સેવા આપી – ૨૦૦૨ થી ૨૦૦૭ ઃ ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ તરીકે સેવા બજાવી
એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.
રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતા હતા .યંગ ઇન્ડિયા માટે બેસ્ટ સેલર પુસ્તકો લખનાર કલામ વીણા પણ સારી રીતે વગાડી લેતાં હતાં.વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ તરીકે કલામસૌથી પહેલાં દેશભક્ત હતા. કલામે તેમના જીવનમાં ફક્ત બે રજા લીધી હતી. તેમના માતા અને પિતાના નિધનના દિવસોએ.
સંકલન ..વિનોદ પટેલ
PM Narendra Modi condoles the passing away of former President of India, Dr. APJ Abdul Kalam
Biography Dr. APJ ABDUL KALAM by Mallika Sarabhai
બોલીવુડના પ્રખ્યાત ગીતકાર ગુલઝાર ડૉ. અબ્દુલ કલામની આત્મકથામાંથી એમની રસીલી ઝબાનમાં વાચન કરે છે એ નીચેના ઓડિયો-વિડીયોમાં સાંભળતાં તમને ખ્યાલ આવશે કે તેઓનું જીવન કેટલું ભવ્ય હતું.
Autobiography of Dr APJ Abdul Kalam By Gulzar Saab
An Inspirational and motivational speech “Address to the students of IIT Madras by Dr. A.P.J. Abdul Kalam”
વાચકોના પ્રતિભાવ