વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: કલા ગુરુ રવિશંકર રાવળ- અંજલિ

( 839 ) કાગળના માવાના ….મહોરાં દુનિયાની સફરે ફરી આવ્યાં!….(રી-બ્લોગ )

…….ઈ.સ. ૧૯૦૮ ( આશરે)

ગુજરાતના કલાગુરૂ સ્વ. રવિશંકર રાવળના જીવનની આ અદભૂત વાત છે.

Mask_RV_2

અને એ આખો પ્રસંગ આ રહ્યો ( તેમની જીવનકથામાંથી એક પાનું)

Mask_RV

‘કુમાર’ના સ્થાપક અને ગુજરાતમાં કળાના શ્રી ગણેશ કરાવનાર,  ગુજરાતના આવી અપૂર્વ વિભૂતિની તસ્વીર આ રહી.

આ ફોટા પર 'ક્લિક' કરી, તેમનો પરિચય વાંચો.

આ ફોટા પર ‘ક્લિક’ કરી, તેમનો પરિચય વાંચો.

આવા હતા ગુજરાતમાં લલિત કળાના પ્રથમ પ્રવાસી.

તેમના પુત્ર ડો. કનક રાવળ પર પણ પિતાના આવા સંસ્કારોની અસર રહી હતી. તેમના જીવનનો એક પ્રસંગ – તેમના જ શબ્દોમાં ….

     1949માં હું ફાર્મસિના પહેલાં વર્ષમાં હતો ત્યારે એકાએક  સ્વ.ડો.વિક્રમભાઈ સારાભાઈના સેક્રેટરીનો મારા પર સંદેશો આવ્યો કે મારે તેમને મળવું.વધારે પુછ તાછ  કરત્તાં જાણવા મળ્યું કે શ્રીમતિ.મ્રુણાલિનીબેન તેમની નૃત્ય મંડળીને પરદેશ લઈ જવાના હતાં અને તેમને તે માટે કથકલીના ન્રુત્યકારો માટે મ્હોરાંની જરુર હતી.
      . જુની પ્રથા પ્રમાણેતો દરેક નટને બે ત્રણ  કલાક બેસવું પડે અને મેકપમેન તેમના ચહેરા પર ચોખાની લુગદી વડે પાત્ર ઉપજાવે. પરદેશમાંતો આવો સમય ના ફાળવાય પણ મ્હોરાં હોયતો ફટાફટ બદલી શકાય.. તે માટે તમણે તપાસ કરતાં જસવંતભાઈ ઠાકર પાસેથી  મારી હોબીની ખબર પડી.. આ માટે મારે નટોના ચહેરાના માપ લેવા પડે તેમજ મ્હોરાંના રંગરોગાન માટે ફોટા જોઈએ.. મારે માટે તેમને મળવા મારા ઘરથી શાહિબાગ સુધી સાઈકલ પર જવું મુશ્કેલ હતું એટલે તેઓ શહેરમાં  માભાઈ હોલ આવે અને હું તેમને ત્યાં લોબીમાં મળું તેમ નક્કી કર્યું.ઠરાવેલા સમયે  હું ત્યાં પહોંચ્યો ત્યારે મૃણાલિનીબેન,વિક્રમભાઈ અને તેમની આખી નટ મંડળી આવી પહોંચી. તે સૌને જોઈને  અને હુંતો આભો જ  થઈ ગયો. થોડી પળો સ્વસ્થ  થતાં લાગી. ર, મેં નટોના ચહેરાં માપ્યા અને તેમણે મને કથકલીના ચોટી મેકઅપની કોડાક્રોમ સ્લાઈડ રંગ સજાવટ    માટે આપી અને અમે છુટા પડ્યાં.
      બેએક  અઠવાડિયામાં મ્હોરાં તૈયાર થયા. તેમને રંગી આપવા, મારા પ્રિય બાપુએ તે કામ ઉપાડી લીધું. રવિભાઈતો ભુતકાળમાં સારાભાઈ પરિવારના કલાગુરુ એટલે સારાભાઈ દંપતિ જાતે અમારે ઘેર ‘ચિત્રકુટ’ ખુબ ગુરુભક્તિ ભાવ  સાથે આવ્યાં અને બાપુએ બેએક કલાકમાં મ્હોરાં રંગી આપ્યાં.
      પછી સાંભળ્યું હતું કે તે મ્હોરાં દુનિયાની સફરે ફરી આવ્યાં

આવાં મહોરાં...

આવાં મહોરાં…

અને હવે કેમેરાની નજર અત્યારના વિશ્વ પર ફેરવીએ તો.
આવાં જ એક મહાન ડેનિશ કલાકાર મહિલા -ગગ્ગર પેટરની આવી કળા માણો….

અને તેમના વિશે વિશેષ – તેમની વેબ સાઈટ પર…… અહીં.

આ વિષય તરફ અંગુલિનિર્દેશ કરવા માટે મુંબાઈના નેટ મિત્ર અને હોબીકાર(!) શ્રી મહેન્દ્ર ઠાકરનો દિલી આભાર

આ જ લેખ ….

નિરવ રવે  અને ઈ-વિદ્યાલય માં પણ રી-બ્લોગ થયો છે.

( 774 ) કલા ગુરુ રવિશંકર રાવળની ૧૨૩ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ

ઓગસ્ટની 1લી તારીખે આદરણીય કલાગુરુ રવિશંકર રાવળનો 123મો જન્મદિવસ હતો.તેના અનુસંધાનમાં એમના ઓરેગન ,યુ,એસ.એ. નિવાસી સુપુત્ર ૮૫ વર્ષીય મિત્ર ડો. કનકભાઈ રાવળે શ્રી.રજનીભાઈ વ્યાસ લિખીત અંજલી પત્ર મને મોકલેલ એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .

Dr. Kanak Raval, Portland,Oreganઅગાઉ વિનોદ વિહારમાં ડો. કનક રાવળનો પરિચય અને એમના બે લેખો(1)What is Hinduism..અને.. (2)માણસાઈના દીવા પ્રગટ્યા(પ્રસંગ કથા)ને   પોસ્ટ નંબર ( 98) માં રજુ કરેલ હતા  એ વાંચશો.

કલાગુરુ ર.મ.રા. ની ૧૨૩મી જન્મ જયંતીએ એમને આ પોસ્ટ મારફતે  હાર્દિક સ્મરણાંજલિ પાઠવતાં વિનોદ વિહાર ગર્વ અનુભવે છે. 

વિનોદ પટેલ 

કળા ગુરુ 

કલા ગુરુ રવિશંકર રાવળની ૧૨૩ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ

 

Self portrait

​સામાન્ય પ્રજાજન રવિશંકર રાવળને માત્ર ચિત્રકાર તરીકે ઓળખે છે પરંતુ તે પર્યાપ્ત નથી. તેમનું શરીર દૂબળું-પાતળું અને નબળું હતું – નાજુક હતું. પરંતુ અંદરથી તેમનો આત્મા દૃઢ આત્મવિશ્વાસ ધરાવતો હતો.

મુંબઈમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હવે શું કરવું તેની તે દ્વિધામાં પડ્યા. તેમણે વિચાર્યું કે જો ચિત્તમાં સળવળી રહેલા સ્વપ્નોને સાકાર કરવા હોય તો ગુજરાતની સંસ્કૃતિના કેન્દ્રસમુ અમદાવાદ જ યોગ્ય ગણાય. અમદાવાદના જાહેરજીવનના બે અગ્રણી સજ્જનો ડૉ. હરિપ્રસાદ દેસાઈ અને શ્રી હીરાલાલ પારેખના સહકાર અને હૂંફે 1919માંતેઓ અમદાવાદ આવીને સ્થિર થઈ ગયા.

અમદાવાદ આવ્યાના એક જ વર્ષમાં એમની પીંછી જેટલી જ એમની કલમ દ્વારા પણ અભિવ્યક્તિની શક્તિ તથાકલા-સંસ્કારના ક્ષેત્રમાં એમની સૂઝ-સમજ જોઈને ઉપરના બંને મિત્રોએ એમને શહેરની સાહિત્યસભા, વર્નાક્યુલર સોસાયટી વગેરે સંસ્થાઓમાં મોખરાનું કાર્ય કરતા કરી દીધા, અને ત્યાં બીજે જ વર્ષે, ઈ. 1920માં ભરાએલાગુજરાત સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનના કલા પ્રદર્શનના આયોજનનું કામ એમને સોંપાયું, જે એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. એ પ્રદર્શન માત્ર ચિત્રકળાનું જ ન હતું, પરંતુ સાહિત્ય, અન્ય ચારુ કળાઓ આદિ જ્યાં જ્યાં ગુજરાતની સંસ્કાર-લક્ષ્મી વ્યાપી હતી તે સર્વક્ષેત્રસ્પર્શી ગુજરાત પ્રદર્શનહતું.

આ દરમિયાન વીસમી સદીના બંધ પડવાને કારણે ગુજરાતમાં કલાસંસ્કારના ક્ષેત્રે જાણે ખાલીપો લાગતો હતો. રાષ્ટ્રઘડતરના એક માધ્યમ તરીકે એ ક્ષેત્રનો કોઈને ખ્યાલ ન હતો. યુવાન વયે તેઓ અમદાવાદ આવીને સ્થિર થયા ત્યારથી તેમના ચિત્તમાં સળવળી રહેલાં સ્વપ્નો અને આદર્શો મૂર્તિમંત થાય તે માટે તેમણે કલા અને સાહિત્યનું એક નમૂનેદાર સામયિક પ્રગટ કરવાનો નિર્ધાર કર્યો –

૧૯૨૪નું વર્ષ રવિભાઈ માટે અને ગુજરાત માટે મહત્ત્વનું સાબિત થવાનું હતું. આ વર્ષના આરંભે તેમણે કુમારમાસિકનો આરંભ કર્યો. મર્યાદિત સાધનો અને સગવડ સાથે માસિક ચલાવવું ખૂબ મુશ્કેલ કાર્ય હતું. પણ આ પણ જાણે વિધિનો એક સંકેત હતો. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજના નિવૃત્ત થતા પ્રિન્સિપાલ સ્કોટ સાહેબનું તેમણે સરસ પોર્ટેઈટ દોરેલું. તે બદલ તેમને તે જમાનામાં ઘણી મોટી કહેવાય તેવી રકમ તેમને મળી હતી – જે તેમનેકુમારશરૂ કરવામાં કામ આવી. વળી એ જ નિમિત્તે પરિચય થયેલો તે બચુભાઈ રાવત જેવા હોનહાર સાથીદાર મળ્યા. રવિભાઈ અને બચુભાઈનો મેળાપ એ પણ એક સુખદ અકસ્માત હતો તે આપણે આગળ ઉપર જોઈશું.

ગુજરાતમાં કલાવિકાસ, કલાપ્રવૃત્તિમાં એક યુગનાં મંડાણ થયાં. માત્ર કલા જ નહિ, પણ શિષ્ટ સાહિત્યનું પણ તે પ્રહરી બન્યું. સર્જનાત્મક સાહિત્ય, માહિતીપ્રદ સાહિત્ય, ચિત્રો, તસવીરો સાથે ઉત્તમ કલા-આયોજન કરી કુમારેજે ગજું કાઢ્યું તે ગુજરાતી ભાષાના સામયિક પ્રકાશન ક્ષેત્રે જ નહિ, પણ અન્ય ભારતીય ભાષાઓમાં પણ એક સીમાસ્તંભરૂપ બની ગયું. ગુજરાતના હજારો યુવાનો માટે કુમારપ્રેરણાસ્રોત બની રહ્યું. રવિભાઈએ અનેક પ્રવાસો કર્યા છે. જ્યાં જ્યાં ગયા ત્યાં એમની પેન્સિલ સ્કેચબુક પર સદા ફરતી રહી છે. નાની મોટી ઘટનાઓ એમના ચિત્તમાં કંડારાઈ જતી હતી.

રવિભાઈ માત્ર ચિત્રકાર ન હતા. સારસ્વત પણ હતા. ચિત્રકળા અને લેખન પર એમનો એક સરખો કાબૂ હતો. તેમની ભાષા પ્રાસાદિક હતી. સામાન્યજ્ઞાનના વિષયોમાં એમને રસ હતો. એટલે તેમણે કુમારને માત્ર ચિત્રકળા પૂરતું મર્યાદિત ન રાખતાં કવિતા અને સાહિત્યની અભિવ્યક્તિનું માધ્યમ બનાવ્યું. એટલું જ નહિ પણ કુમારમાં વિજ્ઞાન અને સામાન્યજ્ઞાનના સાહિત્યનો પણ સમાવેશ થતો રહ્યો એટલે તેનો વાચક-ચાહક વર્ગ વ્યાપક થવા લાગ્યો.

કુમારેગુજરાતના સાહિત્ય-કલાના રસજ્ઞો પર ઘેલું લગાડ્યું. સચિત્રતા તેની આગવી ઓળખ હતી. ગુજરાતના લેખકો કે કલારસિકો જ નહિ પણ રસ ધરાવતાં અનેક યુવાનોને માટેકુમારપ્રેરણારૂપ બન્યું. તમને ગુજરાતમાં એવા હજારો લોકો મળશે કે જે કહેશે કે હા, અમને કુમારેઘડ્યા છે. અમે કુમારના ઋણી છીએ.આ કાંઈ નાની સૂની વાત નથી. રવિભાઈના વ્યક્તિત્વ તેમજ તેમણે કુમારને જે ઉચ્ચ કોટિએ મૂકી આપ્યું હતું તેને કારણે તેમને અનેક નીવડેલા સાહિત્યકારોનો સહકાર પ્રાપ્ત થયો. અને કુમારગુજરાતી ભાષાનું એક આદર્શ માસિક બની રહ્યું.કુમારના ગુજરાતની પ્રજા પર ખૂબ ઉપકાર છે.

૧૯૩૭માં કરાંચીમાં સાહિત્ય પરિષદના અધિવેશનના કલાવિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. આવખતે તેમનું અધ્યક્ષીય વ્યાખ્યાન સ્મરણીય છે. આ જ અરસામાં કુમારમાંના કલાવિષયક લેખો અને અજંતાની કલાયાત્રાના ફલસ્વરૂપ અજંતાના કલામંડપોનું પ્રકાશન એમની સુરેખ કલમ અને પીંછીની કીર્તિદા બન્યાં હતાં. સર્જનાત્મક ચિત્રો ઉપરાંત પોર્ટેઈટમાં તો તેમની અનોખી સિદ્ધિ હતી. પુસ્તકો માટે પણ તેમણે અનેક લાઈન ડ્રોઇંગ કર્યાં છે. મુનશી જેવા એમના પ્રિય લેખકનીપાત્રસૃષ્ટિની માળા એમનું મૂલ્યવાન સર્જન છે. 

સાભાર સ્વિકાર : લેખક રજની વ્યાસ ,”નવગુજરાત સમય” જુલાઈ 22,2015 

Kalaguru Ravishankar Raval 

Kalaguru Ravishankar Raval
Kalaguru Ravishankar Raval

Visit my father Kalaguru Ravishankar Raval’s web site:— Dr. Kanak Raval                    http://ravishankarmraval.org/

 ” મારા હ્રદયમાં મંત્ર રુપે ગુજરાત હતું.તે આજે
                           સજીવ રૂપે પોતાના હૃદયમાં મને સમાવે છે.”

                              ” Love LOVE and hate HATE “

-સ્વ.રવિશંકર રાવળ 

કલાગુરુ રવિશંકર રાવળ વિષે વિસ્તૃત પરિચય શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય માં કરાવ્યો છે એને નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને વાંચો.

Late Ravishankar M.Raval