ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ,પ્રખર સાહિત્યકાર,જાણીતા નિબંધકાર, સંપાદક અને આજીવન અક્ષરના ઉપાસક ડો સુરેશ દલાલનું નામ ગુજરાતીભાષીઓને માટે અજાણ્યું નથી.તા.૧૦મી ઓગસ્ટ,૨૦૧૨ના રોજ જન્માષ્ટમીના પવિત્ર દિવસે મુંબઇ ખાતે તેઓના નિવાસ સ્થાને હૃદય બંધ પડી જવાથી ડો.સુરેશ દલાલનું અવસાન થયું હતું.એ વખતે એમની વય ૮૦ વર્ષની હતી.
ડો.સુરેશ દલાલે એમનાં ૮૦ વર્ષના સક્રિય જીવન દરમ્યાન ઘણા વિષયો ઉપર એમની આગવી શૈલીમાં પુષ્કળ દિલચસ્પ અને લોક પ્રિય કાવ્યોનું સર્જન કર્યું હતું.આ કાવ્યોમાં ડોસા-ડોસી કાવ્યોજેવો હળવો વિષય પકડીને કે મૃત્યુ જેવા ગંભીર વિષય ઉપર પણ એમની કલમ ચલાવી હતી.
“મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.
શબ પર ફૂલ મુકીએ છીએ
એ પહેલાં
હૃદય પર પથ્થર મુકવો પડે છે.”
–સુરેશ દલાલ
જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એ વ્યક્તિના જીવનનો અંત આવી જાય છે,જીવન પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. કોઈ સ્વજનના મૃત્યુ બાદ એના શબ પર ફૂલ મુકવાનું કામ નજીકના સંબંધી માટે સહેલું હોતું નથી. હૃદય ઉપર પથ્થર મુકીને એટલે કે ફૂલ મુકનાર હૃદયને કઠીન બનાવીને જ ફૂલ મુકવાનું કાર્ય કરતો હોય છે.
જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે.એક વખત જે શરીર મિત્ર જેવું હતું અને માગ્યું કામ કરી આપતું હતું એ શરીર ઘડપણમાં નબળું પડે છે, અનેક રોગોનું ઘર બની જાય છે.જાણે કે એ મિત્ર મટીને વેરી એટલે કે દુશ્મન બની જાય છે.એક વખતનો શરીરનો અમૃત કુંભ અંતે ઝેરી બને છે.જીવનમાં જે મનોરથો હતા એ ઘડપણના દાવાનળમાં વધેરાઈ જાય છે.એક વખત દોડતા પગ હવે ઢીલા પડી જાય , આંખે ઝાંખપ આવી જાય છે વિગેરે અનેક ફેરફારો વિષે એમનાં નીચેનાં અછાંદસ કાવ્યોમાં એમના વિચારો ડો.સુરેશ દલાલે રજુ કર્યા છે.
મૃત્યુ અગાઉ ડો.દલાલની તબિયત ઘણો વખત માટે નાદુરસ્ત રહી હતી.જીવનની ઢળતી ઉંમરે એમણે ઘડપણ અને મૃત્યુ જેવા ગંભીર વિષય પર એમના મનોમંથનમાંથી જન્મેલ અછાંદસ કાવ્યો રચ્યાં એમાંથી મને ગમેલ કેટલાંક ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત કાવ્યો આજની પોસ્ટમાં નીચે રજુ કરેલ છે.
દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો. ક્યારેક ક્યારેક અહીં ઉગે છે ચંદ્ર પૂર્ણ, મધુરો.
આમ ને આમ આ શૈશવ વીત્યું ને વહી ગયું આ યૌવન, વનપ્રવેશની પાછળ પાછળ ધસી આવતું ઘડપણ.
સ્વાદ બધોયે ચાખી લીધો : ખાટો, મીઠો, તૂરો. દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
હવે બારણાં પાછળ ક્યાંક તો લપાઈ બેઠું મરણ, એણે માટે એકસરખા છે વાઘ હોય કે હરણ.
ઝંખો, ઝૂરો, કરો કંઈ પણ : પણ મરણનો માર્ગ શૂરો, દિવસ તો હમણાં શરુ થયો ને સાંજ પડે કે પુરો.
ઉપર મુજબનાં ઘડપણ અને મૃત્યુ જેવા ગંભીર વિષય વિશેનાં કાવ્યો ડો.સુરેશ દલાલે રચ્યાં હતાં તો એમની બીમારી વચ્ચે પણ મસ્તીના મિજાજ સાથે જીવનની સકારાત્મક બાજુને રજુ કરતાં જીવન પ્રેરક કાવ્યોમાંથી બે કાવ્યો કાવ્ય નીચે પ્રસ્તુત છે.
કાવ્ય-૪ મરણ તો આવે ત્યારે વાત
મરણ તો આવે ત્યારે વાત અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત.
ખીલવાનો આનંદ હોય છે, ખરવાની કોઈ યાદ નથી. સુગંધ જેવો ભીનો ભીનો વરદાન સમો વરસાદ નથી.
સોના જેવો દિવસ, રૂપા જેવી રાત મરણ તો આવે ત્યારે વાત
બ્લોગીંગની એક નવી સ્ટાઈલ અપનાવીને એમણે એમના આ બ્લોગમાં અગાઉ લખેલા પ્રકાશિત અને અપ્રકાશિત લેખો,કાવ્યો,પરિચય લેખો વી.સાહિત્ય સામગ્રીને વિષયવાર ગોઠવી એની નવ ઈ-બુકો બનાવીને વાચકોને વાંચવા માટે મૂકી છે.
આજની પોસ્ટમાં એમની ઈ-બુક કવિતામાંમાંથી મને ગમેલો એક લેખ ઉદાહરણ રૂપે નીચે પ્રસ્તુત છે.આશા છે આપને એ ગમશે. એમના આવા બીજા ઘણા લેખો તમોને એમની ઈ-બુકોમાંથી વાંચવા મળશે.
દાવડાજીની અત્યાર સુધી પ્રકાશિત ૯ ઈ-બુકો આ પોસ્ટના અંતે મુકવામાં આવી છે જેનો જરૂર લાભ લેશો અને આપનો પ્રતિભાવ પણ જણાવશો .
વિનોદ પટેલ
કવિતા અને ગઝલોમાં “જીવન”
ગુજરાતી કવિતામાં કવિઓએ જીવન શબ્દનો ઉપયોગ પોતપોતાની કલ્પના પ્રમાણે કર્યો છે.આ બધી રચનાઓમાંથી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ મને સૌથી વધારે ગમે છે.
“સપનાનોવાણો, નેસ્નેહનોતાણો
બેનુંગૂંથેલુંજીવનજાણો;
આનીકોરેરમણા, પેલીકોરેભ્રમણા
વચ્ચેવહ્યાંજાયજીવનજમના.”
જીવનની આનાથી વધારે સુંદર પરિકલ્પના હોઈ જ ન શકે.
મકરંદ દવેને જીવન સિતાર જેવું લાગે છે. તેઓ પૂછે છેઃ
મૃત્યુ આવે ત્યાં સુધી જીવતા રહ્યા કરવું એ ઘણાને માટે નિવૃત્તિની વ્યાખ્યા છે. નિવૃત્તિ એટલે, મારી દૃષ્ટિએ, કોઈના આદેશ કે હુકમથી હું કામ કરું છું એ અંતિમ ક્ષણ પસાર થઈ ગયા પછીની પ્રવૃત્તિ, જેમાં હું જ માલિક છું અને હું જ નોકર છું. હું મનસ્વી રીતે, સ્વેચ્છાથી, મને ગમે એ કામ કરતો રહું. પહેલાં પાંચ કલાક કામ કરીને થાક લાગતો હતો, હવે દસ કલાક કામ કરીને સંતૃપ્તિ મળે છે.નિવૃત્તિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરી લેવાની હોય છે.
લંડનના ‘ટાઈમ્સ’માં જૂન ર,ર૦૦૩ના અંક માં એક વિજ્ઞાપન હતું.એ લોકો માટે જે આંખોની રોશની ખોવાના હતા,જેમની આવતી કાલ અંધકારમાં ડૂબી જવાની હતી.પણ આજ તમારા અંકુશમાં છે, અને આજે જીવી શકાય છે. શું શું કરી શકાય છે?
આજે લોંગ ડ્રાઈવ પર જાઓ. બાળકોને વાર્તા વાંચી સંભળાવો.ઈન્ટરનેટને સર્ફ કરો.બારમાં જઈને બારમેઈડને જોયા કરો. પતંગ ઉડાવો. સ્ટોરમાં જઈને ભાવતાલ કરો. રૂમ સજાવો.ટોળામાં ખોવાઈ જાઓ.સુપર માર્કેટમાં ફરો. ઈલેક્ટ્રિકનો બલ્બ બદલો. પ્રદર્શનમાં જાઓ.રસ્તો ક્રોસ કરીને પાછા આવો.સાઈકલ ચલાવો.લોટરીની ટિકિટ ખરીદો. ટીવી જુઓ. ચા બનાવો. બગીચામાં ફરી આવો. તાશ રમો. વાળને જુદી રીતે ઓળો. ચેક લખો, અને ફાડી નાખો. લોકલ ટે્રનમાં આંટો મારી આવો. સીધા સૂઈને એક પુસ્તક વાંચો. રૂમમાં વસ્તુઓ સાફ કરો. એમની જગ્યાઓ બદલો. કોઈ પણ અણ જાણ સ્ત્રીને ફોન કરો. ચહેરા પર હલકો મેક-અપ લગાવો. કોઈને કહો કે એ સરસ લાગે છે.હસો આવતી કાલે કદાચ આંખોની રોશની ચાલી જશે! આ પૂરી સૂચિ અંગ્રેજ જીવનની છે, પણ આમાં ભારતીય પરંપરા પ્રમાણે ફેરફાર કરી શકાય છે.
પાન ખાઓ. છાશ પીઓ.ખરખરે જઈ આવો. સવારે મંદિરમાં જઈને આરસની ફર્શ પર ખૂણામાં બેસીને જે વિધિઓ થાય છે એ જુઓ, સાંભળો.પત્નીએ બનાવેલા બટાટાના શાકની તારીફ કરો. આ પત્યા પછી ઊંઘી જાઓ! ડાબી તરફ પડખું ફરીને. ઘસઘસાટ.
ઘણા માણસો ૮૫મે વર્ષે આવનારા મૃત્યુ સુધીનું પ્લાનિંગ કરતા હોય છે. ઘણાને ૫૮મે વર્ષે નિવૃત્ત થયા પછી શું કરીશું એ ખબર હોતી નથી.રૂપિયા કમાઈ લીધા, હવે એમાંથી બહાદુરી અને કુનેહ અને હિમ્મતનાં તત્ત્વો પસાર થઈ ગયાં છે. હવે જે છોકરાને તમે છઠ્ઠે મહિને તકિયાઓ ગોઠવીને બેસતાં શીખવ્યું હતું એ હવામાં ઊડી રહ્યો છે. હવે લોકોના સ્મિતમાંથી તમને ઉપહાસ દેખાયા કરે છે. હવે ટેલિફોન અને ડોરબેલ ઓછા વાગે છે.
હવે ગઈ કાલનો પશ્ર્ચાતાપ અર્થહીન છે, હવે આવતી કાલની ચિંતા અપ્રસ્તુત છે. હવે આજને પણ શોધતા રહેવું પડે છે. અને એક વર્ષના ૩૬૫ દિવસો છે અને એક દિવસના ર૪ કલાકો છે અને એક વર્ષના ૮૭૬૦ કલાકો થાય છે. જર્મનીમાં વૈજ્ઞાનિક સંશોધન કરીને નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે એક જર્મન માણસ વર્ષના ૮૭૬૦ કલાકોમાંથી ર૯૦૦ કલાકો સૂઈ રહે છે, એટલે જાગૃત અવસ્થામાં એની પાસે પ૮૬૦ કલાકો બાકી રહે છે. વૃદ્ધ અવસ્થાની કરુણતા એ છે કે આ એક કલાક પણ ૧૨૦ મિનિટ જેટલો લાંબો હોય છે.
વીસમી સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈનને અંતિમ ઓપરેશન કરવાનું હતું. એમણે કહ્યું: બનાવટી રીતે જિંદગી લંબાવ્યે રાખવી અર્થહીન છે. મેં મારું કર્મ કરી લીધું છે. હવે વિદાયનો સમય થઈ ગયો છે! મૃત્યુ સામાન્ય માણસને હલાવી નાખે છે. જીવતાં આવડવું એક વાત છે. મરતાં આવડવું બીજી વાત છે. ઘણા એવા પણ હોય છે, જેમને શોખથી જીવતાં આવડે છે, અને શાનથી મરતાં આવડે છે…
અને ઘણા એવા હોય છે જે જિંદગીના છેલ્લા કલાકો કે દિવસો સુધી ઈશ્વરે આપેલી બધી જ ઇંદ્રિયોની ભરપૂર મજા લૂંટતા હોય છે.ગર્દિશે-આસમાની ત્રાટકે ત્યારે બડી મહર્બાની, બડી મહર્બાની…નાં ગીતો ગાઈ શકનારા ખુશદિલ લોકો પણ હોય છે.શરીરના સેંકડો અંગો અને ઉપાંગો આપણી ઈચ્છા પ્રમાણે સક્રિય થવાનાં નથી કે મરવાનાં નથી. જમણી આંખની ઉંમર ૪૦ વર્ષની હશે, ડાબી આંખ ૬૦ની થઈ હશે. જમણો કાન ૩૦ ટકા સાંભળતો હશે, અને ડાબા કાનની શ્રવણશક્તિ હજી ૮૦ ટકા રહી હશે.
હિંદુ માણસે શુભ અને અશુભની જુદી જુદી જવાબદારીઓ જમણા અને ડાબા હાથને સોંપી દીધી છે. મૃત્યુની મજા એ છે કે ચિતા ઉપર નિશ્ર્ચેતન દેહની સાથે સાથે બધાં જ વિશેષણો સળગી જાય છે.અને વિશેષણોની રાખ પડતી નથી, વિશેષણોમાંથી ધુમાડો ઊઠતો નથી…
પ્રશ્ર્ન એક જ છે: જિંદગી, તારી નર્મ બાંહોમાં હું કેટલો બુઝાઈ શકું છું? જન્મની ક્ષણથી મૃત્યુનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે! દરેક જિવાતી ક્ષણ માણસને મૃત્યુ તરફ ધકેલતી રહેતી હોય છે.કાળધર્મ પામ્યા અને દેહલીલા સમાપ્ત કરી અને અવસાન પામ્યા અને નિર્વાણ થયું જેવા શબ્દપ્રયોગો વાંચું કે સાંભળું છું ત્યારે કોઈ અરુચિકર વ્યંજન ઉપર આકર્ષિત કરવા માટે ગાર્નિશ કર્યું હોય એવી ફીલિંગ થયા કરે છે.
મૃત્યુ વિશેની મારી માન્યતા જુદી છે. જિંદગી ફાની છે, લા-ફાની નથી,બેક્ટેરિયા અને વાયરસ જીવનશાસ્ત્રના શબ્દો નથી, એ જીવશાસ્ત્રના શબ્દો છે, અને મારો એવા શબ્દો સાથેનો સંબંધ અત્યંત સીમિત છે. જીવનને મૃત્યુના સંદર્ભમાં જોવું એ દર્શન છે. મારી ‘સમકાલ’ નામની નવલકથાના અંત તરફ નાયક રનીલ કથાની નાયિકા આશ્નાને કહે છે, એ મને જીવન અને મૃત્યુ વિશેના સૌથી પ્રામાણિક વિચારો લાગ્યા છે. આશ્ના! સાથે સુખી થવા કરતાં સાથે દુ:ખી થવામાં વધારે આત્મીયતા છે… બે દુ:ખોનો સરવાળો સુખ બની જાય છે… કેટલાના તકદીરમાં સાથે દુ:ખી થનાર મળે છે? સાથે સાથે દુ:ખો જીવવાની ઉષ્મા કેટલાના ભાગ્યમાં હોય છે? આશ્ના! ખુશીથી રડી લે! ખૂબ ખુશીથી રડી લે! આંસુઓ ભીંજવી શકે એવી છાતી મળતી નથી… અને એક દિવસ એકલા રડવું પડે છે, રડી લેવું પડે છે!…
જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે.પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે. મુક્તિનું બીજું નામ.
મૃત્યુ આવે ત્યાં સુધી જીવતા રહ્યા કરવું એ ઘણાને માટે નિવૃત્તિની વ્યાખ્યા છે. નિવૃત્તિ એટલે, મારી દૃષ્ટિએ, કોઈના આદેશ કે હુકમથી હું કામ કરું છું એ અંતિમ ક્ષણ પસાર થઈ ગયા પછીની પ્રવૃત્તિ, જેમાં હું જ માલિક છું અને હું જ નોકર છું. હું મનસ્વી રીતે, સ્વેચ્છાથી, મને ગમે એ કામ કરતો રહું. પહેલાં પાંચ કલાક કામ કરીને થાક લાગતો હતો, હવે દસ કલાક કામ કરીને સંતૃપ્તિ મળે છે.નિવૃત્તિ અને પ્રવૃત્તિની વ્યાખ્યાઓ દરેક વ્યક્તિએ પોતે નક્કી કરી લેવાની હોય છે. અને આંકડાઓનું યથાર્થ ધ્રુજાવે એવું છે.
સન ૨૦૧૬ સુધીમાં દર ૧૦૦૦ ભારતીયોમાંથી ૮૬ની ઉંમર ૬૦ વર્ષ ઉપરની હશે. અને આજે ભારતની વયસ્ક વસતિમાંથી માત્ર ૧૧ ટકા લોકોને જ વૃદ્ધાવસ્થા માટે સોશ્યલ સિક્યુરિટી કે સામાજિક સલામતીનું કવર છે. નિવૃત્તિનુંં આયોજન એક એવો વિષય છે, જે હજી આપણને સ્પર્શ્યો નથી!
અને જીવતા માણસને મૃત્યુનો અનુભવ હોતો નથી પણ ઊંઘ એ મૃત્યુનો ‘ડ્રાય રન’ છે, રિહર્સલ છે. કદાચ માટે જ સંસ્કૃતમાં મૃત્યુ માટે ‘ચિરનિદ્રા’ જેવો શબ્દ અપાયો છે.
ક્લોઝ અપ
ભગત જગત કો ઠગત હૈ, ભગતહિં ઠગૈ સો સંત
જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત.
ઉત્તર ભારતની લોકોક્તિ
(અર્થ: ભક્તો જગતને ઠગે છે, ભક્તોને ઠગે છે એ સંત છે. જે સંતોને ઠગે છે એને મહંત કહેવાય છે.)
વિનોબા ભાવેના ભુદાન આંદોલનને જીવન સમર્પી દેનાર મીરા ભટ્ટનું ૮૪ વર્ષની વયે વડોદરામાં દુખદ અવસાન થયું છે.
સિદ્ધહસ્ત લેખિકા, અનુવાદિકા, સંપાદિકા, કોલમ રાઈટર,સ્ત્રી શકિત જાગરણના કાર્યને સક્રિય રીતે આગળ ધપાવનાર ૮૪ વર્ષના મીરાબેન ભટ્ટ વિનોબાજીના ભુદાન આંદોલનના સમયથી જીવન સમર્પિત હતા અને મીરાબહેનનું ૮૪ વર્ષની ઉંમરે વડોદરા ખાતેના નિવાસસ્થાને અવસાન થયું છે.
એમનો જન્મ તા. ૨૭ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ કડી મુકામે થયેલો. નાનપણથી સાહિત્યપ્રેમી હોવા છતાં સાયન્સ અને એલ. એલ. બી.નો અભ્યાસ કરી પ્રેકિટસ કરેલી પરંતુ વિનોબાજીના સંપર્કમાં આવતા એમના સર્વોદય આંદોલનને પોતાનું જીવન મિશન માન્યું.
દરમિયાન ભાવનગરના ગાંધીજન શ્રી આત્મારામ ભટ્ટના દીકરા શ્રી અરૂણભાઈ ભટ્ટ સાથે લગ્ન થયા.ગૃહસ્થી ધર્મ નિભાવતા ભાવનગર અને આખા ભારતમાં જીવનભર સર્વોદય કાર્યની ધુણી ધખાવી ભુદાન, શાંતિસેના,ગૌરક્ષાકાર્ય,સ્ત્રી શકિતમાં જાગૃતિ, આચાર્યકુલ તેમજ ગ્રામ સેવાનું ક્ષેત્ર તેમના મુખ્ય કાર્ય રહ્યા.
અનેક મેગેઝીનો તેમજ છાપાઓમાં એમના જીવન પ્રાસંગિક લેખો તથા સરળ – સાચુકલી જીવન સ્પર્શી વાતો મૂકી લોકશિક્ષણ અને લોકજાગૃતિની વાતો કરી ‘જન્મભૂમિ પ્રવાસી’માં નિયમિત લેખ આવતા. બાળકો, યુવાનો, વૃદ્ધો માટેની તેમની નિસ્બત આ સાહિત્ય દ્વારા જણાય છે. એમણે અનુવાદિત અને મૌલિક લગભગ ૫૫ જેટલા પુસ્તકો આપ્યા છે. સર્વોદય વિચારને વરેલા માસિકો, ભૂમિપુત્ર અને મૈત્રીમા વર્ષો સુધી સંપાદન કર્યુ. લેખની તેમની જીવનસંગીની હતી. જીવનની અંતિમ વેળાએ સાથ આપેલો.
મીરાબેનને છેલ્લે પોણા બે મહિના પહેલા પેનક્રીયાઝ (સ્વાદુપીંડ)નું કેન્સર નિદાન થયેલું. આજે સવારના ૯ વાગ્યે તેઓનું નિધન થયુ હતું.
સદ્દગતની પ્રાર્થનાસભા કાલે તા.૬ને રવિવારે સાંજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાને ૭૩, રાજસ્થંભ સોસાયટી, બગીખાના પાછળ, વડોદરા ખાતે રાખેલ હોવાનું વડોદરા જીલ્લા સર્વોદય મંડળના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કપિલભાઈ શાહ (મો. ૯૪૨૭૦ ૫૪૧૩૨)એ જણાવ્યુ છે.
મીરાબેન ભટ્ટ લિખિત મને ગમેલા નીચેના ત્રણ લેખો દ્વારા એમને શ્રધાંજલિ અર્પીએ
૧.જીવન સંધ્યાનું સ્વાગત લેખિકા-મીરાબેન ભટ્ટ
૧૯૮૨ માં પ્રકાશિત સ્વ.મીરાબેન ભટ્ટ લિખિત પુસ્તક ” જીવન સંધ્યાનું સ્વાગત” મારા પુસ્તક સંગ્રહમાં છે.આ અદભુત પુસ્તિકામાં એમણે વૃદ્ધત્વને કેવી રીતે ઉજ્જવળ બનાવી શકાય એ વિષે સરસ માર્ગદર્શન આપ્યું છે.
૧૯૮૪ નું ભગીની નિવેદિતા પારિતોષિક વિજેતા આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ લખે છે :
” જીવન સંધ્યા એટલે ઇન્દ્રિયોના વ્યાપારને સંકેલવાનું ટાણું, ઇન્દ્રિયોનો ભોગવટો નહી, તેના પર વિજય.સાંજ પડ્યા પછીનું જે કાંઈ જીવન વહે ,તેની દિશા નિશ્ચિત હોય પ્રભુ…..”
મૃત્યુને પણ એમણે સંજીવી વિદ્યા કહી છે.
પહેરી પીળાશ આવ્યા ખરવાના દિન હવે ક્યાં સુધી ઝૂલું હું શાખમાં ? ઝંઝા શું પહોળાતું પંખી આવીને મને લઇ જશે ક્યાંક એની પાંખમાં.
અને એ પંખી છેવટે આવીને મીરાંબેનને એની પાંખમાં લઇ જ ગયું !
અગાઉ વિનોદ વિહારમાં પ્રકાશિત આ વૃદ્ધાવસ્થા અંગેનો મીરાબેનનો મનનીય લેખ નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.
તાજેતરમાં એક શિબિરમાં બોલવા માટે મને વિષય સોંપાયો- ધડપણના સંબંધો ! હવે સંબંધ એ સંબંધ છે, તેમાં વળી ઘડપણ શું કે બાળપણ શું ? જિન્દગી આખું ગાયું કે- અસ્ત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે લઈ જા !’ તો હવે આ ઉતરાવસ્થામાં એ પરમસત્યનાં કોઈ એંધાણ મળ્યાં કે નહીં એનો તાગ તો મેળવવો પડે ને ! ઉતરાવસ્થા એ કાંઈ જીવનસંધ્યા સ્વાગતનું ટાણું નથી. સૂરજ ક્ષિતિજમાં ડૂબી જાય પછી ક્ષિતિજમાં છવાતાં અંધકારમાં ડૂબવાનો આ સમય છે. શાસ્ત્રોએ કહ્યું કે- સ્થૂલાત્ત્ સૂક્ષ્મમ્ પ્રપધે ! સ્થૂળમાંથી સૂક્ષ્મમાં પ્રવેશવાનું આ ટાણું છે. હવે ઊતરતી રાતનાં ઓળામાં અંધકારના ઉજાશને પાળવાનો છે.
ઉતરાવસ્થા એટલે હિમાલયની નિશ્ચળતા, ભવ્યતા અને શાંતિની અસીમતાને અનુભવવાની યાત્રા ! હિમાલય એટલે ‘અચલાયતન’. જીવનનું એવું કોઈ અચલધામ, જયાંથી કશે આવવા-જવાનું ન રહે ! વૃદ્ધાવસ્થાની ચેતના એ ધસાઈ ગયેલી, ચીમળાઈ- કરમાઈ ગયેલી, ધરેડે ચઢી ગયેલી યાંત્રિક ચેતના ન હોય. વૃદ્ધાવસ્થાની ચેતના અનુભવસમૃદ્ધ ચેતના છે. વિધવિધ સંબંધોમાં આરપાર જીવી જઈને એની પાસે હવે સાચા સફળ સંબંધ જીવવાની કળા પહોંચી ગઈ છે. વૃદ્ધાવસ્થાના સંબંધો બોદા ન હોય, એ તો ખણખણતા સિક્કાના ટંકારા જેવા હોય. જે સંબંધ પરસ્પર સમૃદ્ધ ન કરે તે સંબંધ કેવો ?
વૃદ્ધાવસ્થા એ ચેતનાના બદલાતા સ્તરની અવસ્થા છે. એક અર્થમાં હવે આ નવું બાળપણ જીવવાનું ટાણું છે, કારણ ભીતર એક નવો ચૈત્ય-પુરુષ જન્મયો છે. એટલે સાધકો તો વૃદ્ધાવસ્થાને નવયૌવનની વસંત કહે છે. નવું બાળપણ, નવું યૌવન, નવો પ્રદેશ, નવી ચેતના અને નવો પ્રવેશ ! આ એક નવું આરોહણ છે. પ્રદેશ પણ ઓછો ખેડાયેલો છે. આ નવપ્રયાણમાં ઈન્દ્રિયો સાથેના પુરાણા વ્યવહાર ન ચાલે. આ મનની પેલો પારનો પ્રદેશ છે. એટલે અહીં ‘ઈચ્છા’ નામનું રમકડું નહીં જડે. ન સંતતિ, ન સંપતિ, ન કીર્તિ- કશાયની ખેવના નહીં. હવે ન કશું ઝંખવાનું છે, ન કશું પાળવાનું છે. ફકત ‘હોવા’ નું છે.
શા માટે આ બધી ઘરડે-ઘડપણ-ઘડપણ ? કારણ એક જ કે મૃત્યુમાં ડૂબી જવું નથી, મૃત્યુને તરી જવું છે. પ્રાર્થનામાં ગાતાં રહ્યાં કે મહામૃત્યુમાંથી અમૃત સમીપે, નાથ, લઈ જા ! અમૃતના પ્રદેશમાં દાખલ થવા માટે મૃત્યુને મહામૃત્યુ બનાવવું પડે. અખો કહે છે તેમ-મરતાં પહેલા મરી જવું પડે. વિકાસક્રમની, ઉત્ક્રાંતિની આ અનિવાર્ય શરત છે. ઈંડું ફૂટે તો જ પાંખ ફફડે.
એટલે જ આ અવસ્થામાં સંબંધોને પણ નવો આયામ આપવો પડશે. સંબંધોને ક્રિયા-પ્રતિક્રિયા, રાગ-દ્વેષ, વગેરે દ્વંદ્વોંને પેલે પાર લઈ જવા પડશે. કેવળ વિકાર મુકિત નહીં, સંસ્કારોથી પણ ઉપર ઊડવું પડશે. ચેતનાને સંસ્કારમુકત પ્રવાહમાં વહેવડાવવી પડશે. આ એક શૂન્યતાનો પ્રદેશ છે. જયાં સઘળું શમી જાય છે. આપણે દ્રષ્ટા બનીને તમામને શમી જતું જોવાનું છે. આવો સાક્ષીભાવ કેળવવો આ જ આ અવસ્થાની સાધના છે.
આપણે શમીશું, મટીશું તો જ કશુંક ઊગશે, આવિર્ભાવ પામશે. જેને ફૂટી નીકળવું છે તે રાહ જોઈને બેઠો છે. હું મરે આવે. અસ્મિતા શમે તો પારમિતા પ્રગટે. આ નિર્વાણનો પ્રદેશ છે. દીવો બુઝવવાનો નથી. દીવાની જયોત સીધી ઉપરની દિશામાં એક્ધારું અજવાળું ફેંકી શકે તે માટે આસપાસના પ્રદેશને નિર્વાત, હવા વગરનો કરવો જરૂરી છે.
શૂન્યતાનો આ એક એવો પ્રદેશ છે, જયાં પ્રભુતાની પૂર્ણતાના એક નવા ચહેરાની ઝાંખી થઈ શકશે. આપણે વિજ્ઞાનયુગમાં જન્મયા છીએ. આપણને હવે સ્થૂળ જગતમાં પણ ગોડ-પાર્ટીકલ હોવાના સમાચાર મળી ગયા છે. એટલે પ્રાચીન અધ્યાત્મવાદીઓની જેમ આપણે જગતને માયા-મિથ્યા ગણી નમસ્કાર કરી લેવાના નથી. આપણે તો ભગવાન ઈશુ કહે છે તેમ- ઈશ્વરના સામ્રાજયને નીચે લાવવું છે. ગાંધી કહે છે તેમ સાવ છેવાડાના માણસ સુધી પહોંચવું છે. વિનોબા કહે છે તેમ સામૂહિક મુક્તિ સાધવી છે. આપણે વૈશ્વિક ચેતનામાં વિહરવા માગીએ છીએ. તે માટે આપણને સત્યની ખોજ છે. વિકાસક્રમમાં શૂન્યતાનાં ક્ષેત્રને ખેડીને અનંતતા મળતી હોય તો તે પણ આપણું કર્તવ્ય જ છે. આપણે હવે કશું બનવું નથી, કશું પાળવું પણ નથી, પરંતુ આપણે જે હોઈએ તે તો હોવુ જ જોઈએ. એક વાર સ્વરૂપની ઝાંખી થાય, પછી એ સ્વરૂપ પર સ્થિર થઈ આગળની યાત્રાનાં મડાંણ કરવાનાં છે, પરંતુ જૂનાં કપડાં ઉતાર્યા વગર નવાં કપડાં પહેરતાં નથી. એટલે આ વચગાળાની સાધનામાંથી પસાર થવું અનિવાર્ય છે.
સાક્ષી બનીને જોવાતી-અનુભવાતી આ નિરવતામાં એક સક્રિય શાંતિનો આપણને અનુભવ થાય છે. ભીતર કશોક સૂક્ષ્મ સળવળાટ અનુભવાય છે. કશુંક વહી જતું આપણને વીંટળાઈ વળે છે. સાધકે આ નવા અવતરણને નિર્વિધ્ને અવતરવા દેવાનું છે. અવતરિત થતી આ નવી શક્તિને શબ્દોમાં બાંધવી અશક્યવત્ત્ છે. જેટલો સાક્ષીભાવ ઉત્કટ થશે, તેટલી અવતરણ-પ્રકિયા વધુ સધન બનશે. ચેતનાનું ઉર્ધ્વારોહણ અને કોઈ અજ્ઞાત શક્તિનું નિમ્ન-અવતરણ એવી આ બેવડી પ્રકિયા છે. રાંધેલી વાનગીઓના રંગરૂપ- આકારનું વર્ણન કરી શકાય, પણ કદી સ્વાદનું વર્ણન ન કરી શકાય. ગૉળની મીઠાશ અનુભવવા ગૉળ ખાવો જ પડે ! એવું આ અનુભૂતિનું છે.
આપણે તો ભીતર અનુભવાતાં શાંત આંદોલનોને વધુ ને વધુ ઝીલતાં રહેવાનું છે. આપણે કોઈ ‘વદન્તિ’ ને અનુસરવાનું નથી. આપણે શૂન્યવત્ત્ બનીને માત્ર જોતાં રહેવાનું છે. મન ઉધામા કરે તો તેને ‘ચૂપ’ કહેવાનું છે, ‘વિચારો’ માટે તો ‘નો એડ્મિશન’ નું પાટિયું જ લગાડી દેવાનું છે. આપણે હવે કોઈ કાર્યો પાર પાડવાનાં નથી કે આયોજનો કરવાં પડે. હવે તો અંતઃપ્રેરણાઓને જ બોલવા દેવાની છે. શરૂ શરૂમાં તો આપણું હંમેશનું મનોજગત અને વિચારજગત આ નવા વિચારો સાથે વાદ-વિવાદમાં ઊતરવા પણ તૈયાર થઈ જાય, પરંતુ આપણે તો મન-બુદ્ધિને પૂરેપૂરાં કામ કરતાં જ બંધ કરી દેવાનાં છે. મન-બુદ્ધિ શાંત થાય ત્યારે જ આપણાથી જુદી એવી કોઈ પરાચેતનાના જગતનું કશુંક આવિર્ભાવ પામે !
3.જનારાને શ્રદ્ધાંજલિ – મીરાબેન ભટ્ટ
રીડ ગુજરાતી.કોમ ના જનક સ્વ. મૃગેશ શાહ ના યુવાન વયે થયેલ અકાળ અવસાન પછી સ્વ. મીરાબેનએ ભાઈ મૃગેશને સુંદર શબ્દોમાં અંજલિ અર્પતો લેખ “જનારાને શ્રદ્ધાંજલિ”એ શીર્ષક સાથે લખ્યો હતો જેમાં એમણે માનવ દેહની નશ્વરતા અને મૃત્યુની અનિવાર્યતા અંગે એમનું ચિંતન રજુ કર્યું છે .લેખના અંતે તેઓ લખે છે કે …
“વિશ્વની ઘણી ભાષામાં અનેક પ્રકારના તહેવારોની ઉજવણી થાય છે, પરંતુ ભારત સિવાય બીજા કોઈ પણ દેશમાં મૃત્યુને ડેથ-ફેસ્ટિવલ, એટલે કે ‘પ્રયાણોત્સવ’ કહેવાયો નથી. આ ભારતીય સંસ્કૃતિ છે જ્યાં મૃત્યુનો પણ મહોત્સવ રચાય છે. અને મૃતકને આપવાની અંજલિને ‘શ્રદ્ધાજંલિ’ કહેવાય છે ! આ જ તો ખૂબી છે ભારતીય સંસ્કૃતિની. અહીં મરણાંજલિ પણ શ્રદ્ધાંજલિ બની જાય છે. આ શ્રદ્ધાંજલિ માનવીની આ શ્રદ્ધાને રૂઢ કરવા માટે છે કે જે ગયું છે, તેનો માત્ર દેહ ગયો છે. એની અનંત યાત્રા હજુ ચાલુ જ છે અને પ્રભુનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક એ જ નિવેદન છે કે એની યાત્રાને એની મંઝિલ સુખરૂપેણ પ્રાપ્ત થઈ જાય ! જનાર માટેની આવી શ્રદ્ધા એ જ સાચું શ્રાદ્ધ છે. એ જ સાચું તર્પણ છે !”
આ આખો લેખ રીડ.ગુજરાતીના સૌજન્યથી નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.
જિંદગીના બે છેડા જન્મ અને મૃત્યુ વચ્ચે માનવીની જીવન યાત્રા ચાલતી રહે છે.જન્મ સાથે ઉપડેલી જીવન રૂપી રેલ ગાડી મૃત્યુંના અંતિમ સ્ટેશને અટકીને વિરામ પામે છે. સામાન્ય રીતે આપણે જીવન વિષે જેટલું વાંચીએ ,જોઈએ કે વિચારીએ છીએ એટલું જીવનના અંતિમ પડાવ વખતે માનવીને અનિવાર્ય રીતે ભેટતા મૃત્યુના વિષયને જોઈએ એવું મહત્વ આપવામાં આવતું નથી.
શ્રી રમેશભાઈ સંઘવી લિખિત એમના સંકલિત પુસ્તક “અંતિમ પર્વ”માં મૃત્યુંને પણ એક પર્વ તરીકે એમણે સરસ પ્રસ્થાપિત કર્યું છે.મૃત્યું પણ જીવન જેટલો જ મહત્વનો વિષય છે અને એના પર પણ વિચાર કરવો જોઈએ એવો ભાવ આ સંકલન વાંચતાં એકંદરે ઉપસે છે.
ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડતા વાંચક પ્રિય બ્લોગ વેબ ગુર્જરીમાં રમેશભાઈના આ પુસ્તકમાંથી દર રવિવારે હપ્તાવાર પ્રકાશિત થતા “અંતિમ પર્વ ” લેખ શ્રેણીનો છેલ્લો મણકો-૫ શ્રી રમેશભાઈ અને વેબ ગુર્જરીના સંપાદકોના આભાર સાથે વિ.વિ.ની આજની પોસ્ટમાં રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.
મરમ ધનાનિ ભૂમિ પશયશ્ચ ગોષ્તે, ભાર્યા ગૃહહાદ્વારિ જના: સ્મશાને I દેહશ્હ્ચિતાયાં પરલોક માર્ગે કર્માનુયુગો ગચ્છતિ જીવ એકા II
ધનસંપત્તિ જમીનમાં દાટેલી પડી રહેશે, ઢોરઢાંખર કોઢમાં બાંધ્યા રહેશે. પત્ની દરવાજા સુધી જ આવશે અને દેહ ચિતામાં ભસ્મ થઈ જશે. સારાં-નરસાં કર્મો સાથે જ જીવ એકલો જશે. ********** નહીં વિદ્યા જસ શીલ ગુન, ગયો ન સાધુ સમીપ, જનમ ગયો યોંહી વૃથા, જ્યાં સુને ઘર દીપ. ****** દશ દુવાર કો પીંજરો, તામેં પંછી પૌન, રહત અચંભો હૈ જશા, જાત અચંભો કૌન? *********** મૌક્તિકમ્ આપણે એ દિવસે મૃત્યુ પામીએ છીએ, જે દિવસે- તર્કબુદ્ધિથી પાર રહેલા અગમ સ્ત્રોતમાંથી આવતા વિસ્મય વડે રોજ રોજ નવીન બનતા સ્થિર તેજથી આપણું જીવન પ્રકાશિત થતું અટકી જાય છે. — દાગ હેમરશિલ્ડ *************** મૃત્યુ સમયે પ્રશ્ન: જન્મમરણની ઝંઝટમાંથી કેમ છૂટવું? દાદા: શું નામ છે તમારું? તમારું નામ ચંદુભાઈ છે, પણ તમે કોણ? અત્યારે તો ચંદુભાઈના નામ ઉપર જ બધું ચાલ્યા કરે છે. તમારા પર થોડુંક રાખવું’તું ને !
નનામી એટલે કુદરતની જપ્તી. કેવી જપ્તી? બધું જ જપ્તીમાં ગયું. ત્યારે કહે, ‘સાહેબ, હવે મારે ત્યાં જોડે શું લઈ જવાનું?’ ત્યારે કહે, ‘લોકો જોડે ગૂંચો પાડી હતી. એટલી લઈ જાવ.’ એટલે આપણે આ નામ પરનું બધું જપ્તીમાં જવાનું. એટલે આપણે પોતાના હારું કશું કરવું જોઈએ ને ! ના કરવું જોઈએ? ************ આ શરીર પણ ક્ષણે ક્ષણે મરી રહ્યું છે, પણ લોકોને કંઈ કશી ખબર છે? પણ આપણા લોકોને તો લાકડાના બે ટુકડા થઈ જાય ને નીચે પડી જાય, ત્યારે કહેશે: ‘કપાઈ ગયું ! અલ્યા, આ કપાતું જ હતું. આ કરવતી ફરતી જ હતી.’ *********** આ હિન્દુસ્તાનના બધા વહેમ મારે કાઢી નાખવા છે. યમરાજ નામનું જીવડું નથી એમ ગેરંટીથી કહું છું. ત્યારે લોકો પૂછે છે કે ‘પણ શું હશે? કંઈક તો હશેને ?’ મેં કહ્યું: ‘નિયમરાજ છે.’ *************** એક એંશી વરસના કાકા હતા. એમને દવાખાનામાં દાખલ કર્યા હતા. હું જાણતો હતો કે બે-ચાર દહાડામાં જવાના છે. તોય મને કહે: ‘પેલા ચંદુલાલ જોવાય નથી આવતા’. આપણે કહીએ કે : ‘ચંદુલાલ તો આવી ગયા’, તો કહેશે: ‘પેલા નગીનદાસનું શું?’ એટલે પથારીમાં પડ્યો પડ્યો નોંધ કર્યા કરે કે કોણ કોણ જોવા આવ્યું છે. અલ્યા, તારા શરીરની કાળજી રાખ ને ! આ બે-ચાર દહાડામાં તો જવાનું છે. પહેલાં તું તારાં પોટલાં સંભાળ. આ નગીનદાસ ના આવે, તો એને શું કરવો છે?
આ આખો મનનીય લેખ નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.
અંતિમ પર્વ …. મણકો ૧ થી મણકો ૫ વાંચવા વેબ ગુર્જરીની આ લીંક પર ક્લિક કરો.
વ્રુદ્ધાવસ્થા’ શબ્દનો ડર ? ના, ના… મને એવો ડર જરીકે લાગતો નથી. મને આ શબ્દોની લેશમાત્ર બીક નથી, કારણ કે ઘડપણ મારા જીવનનાં બારણાં ખખડાવે તે પહેલાં, તેના સ્વાગતની મેં તૈયારી કરી લીધી છે. કેવી છે આ તૈયારી ?
વ્રુદ્ધાવસ્થા સામે તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો, તેનું ખુબ મહત્વ છે. તમારા જીવનના આંગણે તીથી આપીને આવનારો એ મહેમાન, તમારો જીગરજાન દોસ્ત પણ બની શકે; અને તમારો જીવલેણ શત્રુ પણ બની શકે. એનો આધાર તમારા અભીગમ પર છે, તમારા દ્રષ્ટિકોણ પર છે. કોક વહેલી સવારે, અચાનક અરીસામાં જોતાં માથા પર હરતો ફરતો કોઈ સફેદ વાળ તમારા હૃદયમાં હાહાકાર વર્તાવે છે કે હાશકારો કરાવે છે, તેનો આધાર છે તમારા દ્રષ્ટિકોણ પર. તમારી માનસીક તૈયારી થઈ ગઈ હશે, તો તમે એ વ્રુદ્ધાવસ્થાને આવકારવા તત્પર થઈને ઉભા રહેશો. જીવનના મહામુલાં વર્ષો ખરચીને આગણે આવેલી આ વ્રુદ્ધાવસ્થા તમારા માટે અણમોલ રતન બની જશે.
ગુજરાતના એક સુપ્રસીદ્ધ સ્વર્ગસ્થ લેખકનો આ દાખલો છે. સદગત શ્રી રસિકભાઈ ઝવેરી ઈન્ગ્લેન્ડના પ્રવાસે જાય છે. લંડનની શેરીઓમાં ભટકતાં ભટકતાં એ અલગારી પ્રવાસી એક નાનકડી ગલીમાં પ્રવેશે છે. જ્યાં સામે નજરે પડે છે – એક કેશગુંફન તથા કેશસુશોભનની દુકાન. દુકાનમાં બેઠેલી બહેને એમને બોલાવ્યા એટલે કુતુહલવશ એ ત્યાં ગયા. પેલાં બહેન બોલ્યાં : ‘જુઓ મહાશય, તમારા વાળ ધોળા થઈ ગયા છે. તમે આ ખુરશીમાં બેસો, ઘડીકમાં હું આ તમારા ધોળા વાળને કાળાભમ્મર કરી દઈશ. મુંઝાશો નહીં, આ માટે તમારે કોઈ કિંમત ચુકવવી નહીં પડે. ડેમોન્સ્ટ્રેશન કરવા માટે સામેથી હું તમને વાળ રંગવાની એક શીશી ભેટ આપીશ.’
ખુબી લેખકના જવાબમાં છે. એ સફેદ વાળ હેઠળ એક ગજબનું સ્વસ્થ વ્યક્તીત્વ બેઠેલું છે, તેનું ભાન આ જવાબમાં થાય છે. રસિકભાઈ કહે છે, ‘માવડી મારી, માથાના કાળા વાળને ધોળા કરવા માટે મેં મારી જીંદગીનાં મહામુલાં પચાસ પચાસ વર્ષો ખર્ચ્યાં છે , તે આમ પાણીના મુલે ઘડીકમાં કાળા કરાવી દઉં ! ના માવડી ના !’
કાળા વાળનું સફેદ વાળમાં રુપાંતર એ કેવળ કોઈ સ્થુળ રુપાંતર નથી. આપણા કાન જો સાબદા હોય તો આ રુપાંતર કેવળ વાળનું નથી, આપણી વ્રુત્તીઓનું પણ છે. ભીતર કશુંક બદલાવા માંગે છે. અંદર કોઈ ક્રાંતી સર્જાવાની છે; તેનો આ સળવળાટ છે, પણ આપણે આપણી દોડધામવાળી, કોલાહલભરેલી જીંદગીમાં અંદરના અવાજ, અંદરના સળવળાટ તરફ ધ્યાન આપવા નવરાં જ પડતાં નથી અને પછી ચાલતી રહે છે – ‘વો હી રફતાર બેઢંગી !’
શ્રી રસિકભાઈ ઝવેરીના આ જવાબમાં માનવના જીવનનું એક પરમ સુંદર સત્ય છુપાયેલું છે. વ્રુદ્ધાવસ્થા એ માનવજીવનને ઈશ્વર તરફથી મળેલો અભીશાપ નથી, બલકે વરદાન છે. જીવનની અત્યંત કીંમતી મુડી ખર્ચીને પ્રાપ્ત થતી એ કમાણી છે. એટલી વાત સાચી કે તે ચીંથરે વીંટ્યું રતન છે, પણ મોટા ભાગનાં લોકોનું એ રતન ધુળભેગું થઈ જતું હોય છે. ઘડપણ બહારથી ઉપલક દ્રશ્ટીએ તો, જેમ ચીંથરું જોવું ન ગમે, તેવી જીવનની અણગમતી ચીંથરેહાલ સ્થીતી જ છે. માથાના વાળ ધોળાભખ્ખ, ચામડી લબડી જાય, ઠેર ઠેર કરચલીઓ, મોઢું સાવ બોખલું અને પગ તો જાણે ગરબે ઘુમે ! પણ સવેળા ચેતી જવાયું હોય, અને સમગ્ર જીવન અંગેની સાચી સમજ કેળવાઈ હોય તો ઉપરનાં આ બધાં ચીંથરાં સરી પડે છે અને અંદરનું ઝળહળતું રતન ઝગમગી ઊઠે છે.
દીવસ-રાતના ચોવીસ કલાક, એમાં મોંસુઝણું થાય, આભા પ્રગટે, ઉશા આવે, પ્રભાત પ્રસરે, સુરજ ઉગે, સવાર પડે. સુરજ માથે ચઢે, બપોર થાય, વળી પાછું મધ્યાહ્ન થાય અને સલુણી સંધ્યા અને સમીસાંજ પ્રગટે; અને પછી રાત, મધરાત અને પાછું પરોઢ ! દીવસ-રાતના આ એકએક સમયનું – કાળખંડનું પોતાનું એક આગવું સૌંદર્ય છે!
પ્રત્યેકનો એક આગવો આનંદ હોય છે. આવું જ જીવનનું ! શું શીશુઅવસ્થા, શું બાળપણ, કીશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા કે શું ઘડપણ ! દરેક અવસ્થાને પોતાનું સૌંદર્ય અને પોતપોતાની સમસ્યાઓ હોય છે. સમસ્યાઓ હોવી એ કાંઈ જીવનઘાતી વસ્તુ નથી. એ તો જીવનનો પડકાર છે. સમસ્યાઓને કારણે જીવનના ઉંડાણ અને સૌંદર્યો ખુલતાં હોય છે. વ્રુદ્ધાવસ્થામાં કદાચ સમસ્યાઓ વધારે હશે અને એ સમસ્યાઓના ઉકેલમાં જ એનો આનંદ અને સર્જકતા માટે વધારે અવકાશ ભર્યો પડ્યો છે.
આપણામાંનાં મોટાભાગનાં લોકોએ શ્રી રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિન્દ કે વિનોબાને વૃદ્ધાવસ્થામાં જોયા ન હોય, પણ એમની તસ્વીર તો મોટાભાગનાં લોકોએ જોઈ હશે ! ગુરુદેવની એ વયોવૃદ્ધ છબી કેટલી મનોહર છે! માથાના રુપેરી વાળ જાણે એમના સૌંદર્યની વસંત બનીને ફરફરે છે ! એમની આંખોનું તેજ ! ચહેરા પર સ્મીતમાં તો જાણે ત્રણેય ભુવનનો આનંદ ઘુંટાઈ ઘુંટાઈને કાલવાયો ન હોય! ક્યાંથી પ્રગટ્યું આ સૌંદર્ય !
વિનોબાની 85 વર્ષની વયે ચામડી જુઓ, જાણે હમણાં જ તાજા જન્મેલા બાળકની સ્નીગ્ધ સુંવાળી, માખણ જેવી મ્રુદુ ચામડી ! શું આ મહાનુભાવો કોઈ બ્યુટી પાર્લર (સૌંદર્ય પ્રસાધન કેન્દ્ર) માં જઈ કોઈ પાવડર, ક્રીમ કે કોસ્મેટીક લઈ આવતા હશે ? શું છે આ સૌંદર્યનું રહસ્ય ?
રહસ્ય છે – જીવન અંગેની સમજ ! સાચી સમજણમાંથી જ જીવનનું સાચું સૌંદર્ય અને સાચું શીલ પ્રગટી ઉઠે છે ! અને આપણા દેશની ખુબી તો જુઓ ! અંગ્રેજીમાં ઘરડા માણસને કહેશે ‘ધ ઓલ્ડ મેન’ – જુનો માણસ. જ્યારે ભારતીય ભાશા એને કહે છે – ‘વૃદ્ધ !’ આ ખખડી ગયેલા દેહવાળો મનુશ્ય જુનો મનુશ્ય નથી. એ તો વ્રુદ્ધ છે. વ્રુધ્ધી પામેલો અને વળી સતત વ્રુધ્ધી પામનારો, નીત્યનુતન, નીત્યવર્ધમાન વ્રુધ્ધ છે. શું આ વ્રુધ્ધાવસ્થાના ટોપલામાં કેવળ વર્ષોનો ઢગલો જ ભરેલો છે ?
જી નહીં, એમાં તો છે જીવનનો અમુલ્ય અનુભવ ! ભાતભાતના અનુભવોથી સીંચાઈને પ્રાણવંત બનેલા જ્ઞાનના તાણા અને જીવનની આકરી તાવણીમાંથી અણીશુદ્ધ તવાઈ, તવાઈને બહાર નીકળેલા તપના વાણાથી વણાયેલી જીવનની આ ચાદર છે. વ્રુધ્ધના પ્રત્યેક સફેદ વાળમાં અને એના દેહ પર પડતી પ્રત્યેક કરચલીમાં વીતેલાં વર્શોનો એક ઈતીહાસ છુપાયો છે. જીવાયેલા શ્વાસોછ્વાસનો ધબકાર ગોપાયો છે. જીવનમાં કેટલાંક શાશ્વત સત્યોને આત્મસાત કરી પાલવમાં સંતાડીને આ વ્રુધ્ધાવસ્થા આવતી હોય છે. વ્રુધ્ધાવસ્થામાં પ્રગટતી શરીરની ક્ષીણતા એક પલ્લામાં મુકો અને બીજા પલ્લામાં જીવનભરના અનુભવોનું ભાથું મૂકો; તો બીજું પલ્લું નમી જશે.
આમ વ્રુધ્ધાવસ્થા એ તો જીવનની વ્રુધ્ધી સમ્રુધ્ધી અને સીધ્ધીનો સંકેત છે. વ્રુધ્ધાવસ્થા એટલે કેવળ વર્શોનો, ક્ષણોનો સરવાળો નથી, એ તો પશુજીવનમાં પણ થાય છે. પણ માનવીની વ્રુધ્ધાવસ્થામાં તો ક્ષણોની સાથોસાથ જીવનભરના જ્ઞાન, અનુભવ, તપ, સ્નેહ, સેવા અને સુજનતાના સરવાળા થતા હોય છે.
આનો અનુભવ આપણને વનસ્પતી સૃષ્ટિમાં પણ થાય છે. આંબાની જ વાત કરીએ. લીલીછમ્મ કાચી કેરી ખાટી લાગશે. કોઈને માથામાં મારો તો લોહીની ધાર છુટી જાય તેવી સખત હોય છે, પણ એ જ લીલીછમ્મ કેરી જ્યારે પાકટ બનીને સોનેરી થાય ત્યાર પછીના તેના રસની મધુરતાને કોની સાથે સરખાવી શકીશું ? જાણે પ્રુથ્વી પરનું અમૃત! તો આંબો જો વયોવ્રુદ્ધ થઈને આવો અમ્રુતરસ રેલાવી શકે તો મનુશ્યમાં તો વીશેષ ચૈતન્ય પ્રગટે છે ! જીવનના આંબાવાડીયામાં વ્રુધ્ધાવસ્થા આવે તો કેવળ મીઠોમધ મધુર રસ રેલાવવા માટે જ આવે. માણસમાં રહેલ અંધકાર જ્યારે સાવ ગળી જાય છે; ત્યારે તેમાંથી રસસુધા ઝરે છે. આ જ છે માણસનું સત્વ. માણસ એટલે નર્યો દેહ નથી. મન, બુધ્ધી, ચીત્ત, અંત:કરણ એ માનવીનો આંતરદેહ છે. વ્રુધ્ધાવસ્થામાં બહારનો સ્થુળ દેહ ખખડી જાય છે, પણ જીવનભરના તપથી શુદ્ધ થઈ, અગ્નીમાંથી પસાર થયેલા સુવર્ણની જેમ વ્રુધ્ધ માણસનું આંતરીક વ્યક્તીત્વ ઝળહળી ઉઠે છે.
આમ વ્રુધ્ધાવસ્થા અંગેની આવી સાચી, સ્વસ્થ પાકટ સમજ કેળવવી – તે બની જાય છે પુર્વતૈયારી. મોટાભાગના લોકો માટે વ્રુધ્ધાવસ્થા એ પોતાના સમસ્ત જીવનના ફળરુપે, પરીપાકરુપે, આવી મળેલું પરીણામ છે, નીશ્પત્તી છે. પુર્વજન્મનાં કર્મો, ટેવો, વ્રુત્તીઓ, વલણો જેવાં હશે તે મુજબની વ્રુધ્ધાવસ્થા ઘડાતી આવે છે. એટલે જ વ્રુધ્ધાવસ્થાનું સમસ્ત સૌંદર્ય પ્રગટ થાય એ માટે પુર્વજીવનમાં થોડો અભ્યાસ થાય, થોડું ઘરકામ (હોમવર્ક) થાય એ જરૂરી છે. વ્રુધ્ધાવસ્થામાં માથે ચમકતા રુપેરી વાળની પોતાની એક સુંદર અને પવીત્ર સ્રુશ્ટી છે. એ રુપેરી વાળ હેઠળના મસ્તીશ્કમાં એક ભવ્ય હીમાલય સર્જી શકાય છે. જ્યાંથી સૌને પાવન કરનારી પુણ્યસલીલા ગંગા વહી શકે.
વાચકોના પ્રતિભાવ