વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: દશેરા -વિજયા દશમી

1325 – દશેરા -વિજયા દશમી ઉત્સવ ૨૦૧૯ – Happy Dussera

દશેરા ઉત્સવ 2019

આજે 8 મી ઓક્ટોબર,૨૦૧૯ મંગળવારે દશેરા એટલે કે વિજયાદશમી,હિંદુઓ માટેનો એક અગત્યનો તહેવાર છે.મહા શક્તિના પર્વ નવરાત્રીના નવ દિવસોની રાસ-ગરબાની રમઝટ અને ધમાલ પૂરી થઈ અને એના અંતે આવતો વિજયાદશમીનો તહેવાર જુદા જ પ્રકારના કાર્યક્રમો લઈને હાજર થઇ ગયો.હવે પછી આવી રહ્યું છે અંધકારથી પ્રકાશ તરફની ઉજવણીનું યાદગાર દીવાળી-નવા વર્ષનું પર્વ.ઉત્સવો જ બસ ઉત્સવો ..!!

વિજયા દશમી એટલે કે રાવણ રૂપી આસુરી તત્વો ઉપર રામ રૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીનું પર્વ મનાય છે .

વોટ્સેપમાંથી પ્રાપ્ત….

આ દિવસે જુદાજુદા શહેરોમાં વિજયા દશમીના તહેવાર ઉપર રાવણ દહનનો એટલે કે રાવણના પુતળાને સળગાવવાનો અનોખો પ્રોગ્રામ રાખવામાં આવે છે.

વિજયાદશમીએ દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અચૂક હાજરી આપે છે અને વિધિપૂર્વક પૂજન કરી રાવણ દહન ના કાર્યક્રમમાં સામેલ થાય છે.નીચેના વિડીયોમાં શ્રી નરેન્દ્ર મોદીને દિલ્હીમાં રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ લેતા જોઈ શકાય છે.

Vijaya Dashami પર Delhiમાં Ravan Dahan કાર્યક્રમમાં પહોંચ્યા PM Modi. ત્રણ નહીં ચાર પૂતળાનું કર્યું દહન. વિશેષ છે ગ્રાઉન્ડ પરનું મંચ.Oct 8, 2019.

દશેરા અને ફાફડા જલેબી

દશેરાના દિવસને ફાફડા જલેબી ખરીદી-આરોગીને ઉજવવાની એક ચીલા ચાલુ પ્રથા પડી ગઈ છે.આ દિવસ આવે એટલે અમદાવાદમાં ફાફડા જલેબી ખરીદવા લાંબી કતારના દ્રશ્યો નજર સમક્ષ સમક્ષ ખડા થઇ જાય છે.આ લખનાર જીવ પણ અમદાવાદી છે અને ઘણા વર્ષો અમદાવાદમાં રહેલો છે એ એમાંથી બાકાત નથી. આજે અમેરિકામાં રહ્યા રહ્યા યાદ આવે છે ઈન્કમટેક્સ ચાર રસ્તા ઉપર આવેલી ફરસાણની એક જાણીતી દુકાને આ લખનાર પણ થેલી લઈને લાઈનમાં ઉભો રહી ફાફડા-જલેબી ચહેરા ઉપર એક વિજયનો ભાવ ધારણ કરી ખરીદી લાવતો અને સપરિવાર વિજય દશમીની ઉજવણી કરવાનો એ અદ્ભુત અનુભવની યાદ તાજી થઇ આવે છે .

દશેરા ઉત્સવ પર થોડુંક   હળવું…

દશેરા સ્પેશ્યલ || સાંઈરામ દવે || SAIRAM DAVE

દશેરા -વિજયા દશમી ૨૦૧૯ ની શુભેચ્છાઓ

વિજયાદશમીના આજના શુભ પ્રસંગે,વિનોદ વિહારના (આજનો 832,730 મુલાકાતીઓનો અંક) સહિત અનેક ભાવિ વાચક મિત્રોને પણ અનેક શુભ કામનાઓ .

May this Dussera bring you loads of joy, success and prosperity,and may your worries burn away with the effigy of Ravana. Wishing you a year full of smiles and happiness.

May Lord Rama keep lighting your path of success and may you achieve victory in every phase of life.

Happy Dussera.

વિનોદ પટેલ, વિજયા દશમી