હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાસ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવે છે.
વર્ષ ૨૦૧૫માં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગુજરાત સ્ટેટ સંગીત નાટક અકાદમીએ એક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું .
આ પ્રસંગે શ્રી જય વસાવડા, શ્રી ભાગ્યેશ જહા ,શાહબુદ્દીન રાઠોડ અને શ્રી યોગેશ ગઢવીએ શ્રી કૃષ્ણ ઉપર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું એના યુ-ટ્યુબ વિડીયો નીચે પ્રસ્તુત છે. પ્રોગ્રામનું સંચાલન શ્રી દીપક અંતાણીએ કર્યું હતું.
ચાલો આજની પોસ્ટમાં વિડીયોના દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમ દ્વારા આ જ્ન્માસ્ટમી ૨૦૧૭ પર્વ પ્રસંગે મનમોહક શ્રી કૃષ્ણ સાથે શબ્દાનુંસંધાન સાધીએ.
Jay Vasavda on KRISHNA
Shahbuddin Rathod speaking about KRISHNA
Speech of Bhagyesh Jha on KRISHNA
Yogesh Gadhavi on KRISHNA
Krishna – A Most Beautiful Song… Wonderful Composition on Lord Krishna
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા વિષે અગાઉનીવિનોદ વિહારની પોસ્ટ નંબર ૭૬ની મુલાકાત લઈને આ પર્વની અંગેની વિવિધ માહિતી,ગીતા સાર , ભજનના વિડીયો વિગેરે સાથે માણો .
દર વર્ષે બને છે એમ જ આ વર્ષ ૨૦૧૬ ના છેલ્લા મહિનાના છેલ્લા દિવસોમાં ક્રિસમસનું પર્વ આવી પહોંચ્યું.ગત વર્ષ ૨૦૧૬ને વિદાય આપીએ અને નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૭ નું પ્રેમથી સ્વાગત કરીએ.
દર વર્ષની જેમ ક્રિસમસ પર્વની ઉજવણી આ લખાય છે ત્યારે ચીલા ચાલુ રીતે આપણા હિંદુ પર્વ દિવાળીની જેમ હર્ષ ઉલ્લાસથી ઊજવાઈ રહી છે.
નવા વર્ષ ૨૦૧૭ નું સ્વાગત
નવા વર્ષની મારી એક રચના અહી પ્રસ્તુત છે.
MERRY CHRISTMAS AND
HAPPY NEW YEAR 2017
May the New Year 2017 bring you lots of resons to celebrate life.May it be filled with joy,happiness,kindness, love and good cheers,frolic,fun and glee.
May peace and blessings of God be your gift all year through and always.
ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું,તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે.ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.
પુરાણોમાં કથા આવે છે કેઃમાતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો,તે જીવતું થયું.તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કેઃ કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી.હું સ્નાન કરવા બેસું છું.આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં.બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા.ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી..અટકાવે છે.પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન..? શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું.અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા.પાર્વતીજી પૂછે છે કેઃ તમે આ શું કરીને આવ્યા..? તો શિવજીએ કહ્યું કેઃ દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ(મસ્તક) શોધી લાવવા મોકલે છે.સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે.જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે તે ગણપતિ..! ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કેઃઆજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે.ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.
આ બધી વાતો રૂ૫કાત્મક છે.ખરેખર આવી કોઇ ઘટના બનેલી જ નથી,પરંતુ બુધ્ધિશાળીઓએ તેમાંથી સારગ્રહી ગૂઢતત્વનો ભેદ સમવજો જોઇએ.આ કથામાં શંકા થાય કેઃમાતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે કે જેનું એક પુતળૂં થઇ જાય..? ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે..! તેમછતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો..? જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે..? બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..? અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં..?
આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કેઃ પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી.આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ..પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે.આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ(બુધ્ધિ)..તેમાંથી અહંકાર અને શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધ…આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશ)..પાંચ જ્ઞાનેન્દ્દિયો (આંખ..કાન..નાક..જીભ અને ત્વચા)..પાંચ કર્મેન્દ્દિયો (હાથ..૫ગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) અને મન. આમ,પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે.આ બધામાં સૌ પ્રથમ મહતત્વ(બુધ્ધિ)નું નિર્માણ કરે છે.આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે.ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કેઃ હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે.પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે..ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે.યોગવશિષ્ઠ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે.. તે મનને જો જગાડી દેવામાં આવે તો તે ગણેશ થઇ જાય છે.
ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું..? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન..લાંબી સૂઢ..ઝીણી આંખો..મોટું પેટ..મોટું માથું..વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે..
ઝીણી આંખોઃ
ઝીણી આંખો સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.પોતાની દ્રષ્ટ્રિ સૂક્ષ્મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.
મોટું નાકઃ
મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ.પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.
મોટા કાનઃ
મોટા કાન બહુશ્રુત..ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.તેમના કાન સૂ૫ડા જેવા છે.સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા.વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી..
બે દાંતઃ
ગણપતિને બે દાંત છે. એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે.માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે. ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે..
ચાર હાથઃ
ગણપતિને ચાર હાથ છે.તેમાં અનુક્રમે અંકુશ..પાશ..મોદક અને આર્શિવાદ આપતો હાથ છે. અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.પાશ- એ જરૂર ૫ડ્યે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે.
મોદક –
જે મોદ(આનંદ) કરાવે તે..મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે.એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે..
વિશાળ પેટઃ
બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્ટ પ્રાપ્ત થાય છે.બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે..પોતાની આત્મકથા કહેતા હોય છે.હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે. તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ..
૫ગઃ
તેમના ૫ગ નાના છે.નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે- તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે.
વાહનઃ ઉંદરઃ
તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે. બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય. બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે..જે સારૂં હોય તે ચોરી લેવું..તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે.તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.
વિવેક બુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે,એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી,માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે. આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ..
ઉંદર એ માયાનું પ્રતિક છે.ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે.
ગણપતિને દુર્વા(દાભ) ઘણી જ પ્રિય છે.લોકોને મન જેની કોઇ કિંમત નથી એવા ઘાસને પણ તેમને પોતાનું માન્યું છે અને તેની કિંમત વધારી છે.તત્વવેત્તાઓ જેનું કોઇ મહત્વ નથી, જેને કોઇ રાખતું નથી એવાને આશરો આપે છે,તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપે છે.આ દુર્વાને કોઇ રંગ કે સુગંધ નથી.મહાપુરૂષોની પાસે જે કોઇ જે ૫ણ ભાવનાથી આવે,તેમને જે કંઇ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઇએ – એવું દુર્વાનું સૂચન છે.
ગણપતિને લાલ ફુલ પ્રિય છે.લાલ રંગ ક્રાંન્તિનો સૂચક છે.તત્વવેત્તા મહાપુરૂષોને દૈવી ક્રાન્તિ પ્રિય હોય છે.
ગણપતિની ઉ૫ર આપણે ચોખા (અક્ષત) ચઢાવીએ છીએ.અક્ષત એટલે જેનામાં ઘા નથી..જે ખંડીત નથી પણ અખંડ છે.મહાપુરૂષોની ૫ણ જીવન ધ્યેય માટે..પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઇએ.
ગણ૫તિને વક્રતુંડ કહે છે.રિધ્ધિ સિધ્ધિથી મુખ મરડીને ઉભા રહેનારને જ રીધ્ધિ સિધ્ધિ સાં૫ડે છે.વાંકા-ચૂંકા ચાલવાવાળાને..આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે તે વક્રતુંઙ..
દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.તત્વવેત્તાઓ અને શ્રેષ્ઠ મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે.કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્ઠ પુરૂષોનું પૂજન કરવાથી..તેમને બોલાવવાથી..તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.આધ્યાત્મિક દ્દષ્ટ્રિએ જોઇએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ(સમુહ) છે.આ ગણનો ૫તિ મન છે.કોઇપણ કાર્યને સિધ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ (મન) ઠેકાણે હોવો જોઇએ,એટલે મનને કાર્યના પ્રારંભ ૫હેલાં મન શાંત અને સ્થિર કરવું જોઇએ,જેથી કોઇ વિઘ્નો ઉભા થાય જ નહી અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.
ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે…?
જે શાંત છે તેને અનંતમાં..સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ..સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ..બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે..આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે.
સાર્વજનિક ગણેશ ઉત્સવ એ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે.
નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કેઃ તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ બુધ્ધિની સ્થાપના કર..વાસના નહી..પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ(૫રમાત્મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.
શિવ એટલે કલ્યાણ…શિવ પોતે અજન્મા..નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મ છે….!!!
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com
GANESH SCULPTURE IN PALITANA JAIN TEMPLE
મિચ્છામી દુક્કડમ
દર વર્ષે ગણેશ ચતુર્થી અને જૈનોનું પર્યુષણ પર્વ સાથો સાથ આવતા હોય છે.પર્યુષણ પર્વને અંતે જૈન ભાઈ-બહેનો એક બીજાને હેતથી મિચ્છામી દુક્કડમ કહીને હળે મળે છે.
નવા વર્ષ ૨૦૧૬ ની આ પ્રથમ પોસ્ટ શરુ કરું એ પહેલાં સૌ મિત્રોને નવા વર્ષનાં અભિનંદન અને આ નવું વર્ષ આપને સુખ,સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી મારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું.
દેશ વિદેશમાં અને પોતાના જીવનમાં પણ બની ગયેલા ઘણા અવનવા બનાવોની યાદોને પાછળ છોડી પસાર થયેલ ગત વર્ષ ૨૦૧૫ને પ્રેમથી વિદાય આપીએ અને નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૬ નું એવા જ પ્રેમથી સ્વાગત કરીએ.
માણસ વિશેનો સ્વ.કવિ સુરેશ દલાલનો આશાવાદ આ પંક્તિઓમાં કેવો ધબકે છે !
ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે
તોયે માણસ મને હૈયા સરસો લાગે
સમયની સાથે મનુષ્યના જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જુનું વર્ષ જાય છે અને એક નવું વર્ષ આપણી ઉંમરમાં ઉમેરાઈ જાય છે.ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે અને વર્ષ દરમ્યાન દર મહીને એ કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.
આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું કરવાનું મૂળભૂત રીતે જ ગમે છે.એટલા માટે એક વર્ષના સમય ગાળામાં જુદા જુદા સમયને કોઈ ઉત્સવ સાથે જોડીને જન સમાજ આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરવાની તક ઝડપી લે છે.આવો આનંદ અને ઉત્સાહ અને આશાવાદ આખું વર્ષ ટકી રહે તો કેવું સારું !
હિંદુ ધર્મમાં જેમ દિવાળી-બેસતા વર્ષનો મહિમા છે એમ જ ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ-ન્યુ યરનું પર્વ પણ ભીતરના ઉત્સાહ અને ઉલ્લાસને બહાર લાવી અવનવી રીતે એને વ્યક્ત કરી આનંદ અને નવીનતાનો અહેસાસ કરવાનું સાર્વજનિક પર્વ છે.
પ્રશ્ન એ છે કે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા છીએ ખરા ! ગત વર્ષોના અનુભવોમાંથી શીખીને નવા વરસે જો આપણી જાતને નવલી ના બનાવીએ તો ખરા અર્થમાં એને નવું વર્ષ ના કહી શકાય.
નીચેની મારી પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરી નવા વર્ષના લેવા જેવા કેટલાક સંકલ્પો ની વાત કરે છે.
નીચેનું અંગ્રેજી અવતરણ નવા વરસે જીવનમાં અપનાવવા જેવું છે.
You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis
નવા વર્ષના સંકલ્પો
નવું વર્ષ આવે એટલે નવા વર્ષના સંકલ્પો લેવાનો સ્વાભાવિક રીતે ઉત્સાહી લોકોના મનમાં ઉમંગ જાગે છે .શરુઆતનો ઉત્સાહ ઓસરી જતાં જો કે એ સંકલ્પો બહુ લાંબુ ટકતા નથી. એમ છતાં સારા સંકલ્પો લેવામાં કશું ખોટું નથી . નવી રીતે વિચારવાની એથી એક તક પ્રાપ્ત થાય છે અને લાભ કારક પણ બની શકે છે.
ચાલો નવા વર્ષની શરૂઆત હસીને કરીએ અને વર્ષ દરમ્યાન હસતા રહેવાનો સંકલ્પ કરીએ .જાણીતાં લેખિકા સુ.શ્રી.નીલમ દોશી અને હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલના નવા વર્ષના સંકલ્પો વિશેના મને ગમેલા હાસ્ય રસિક લેખો બન્નેના આભાર સાથે નીચે પ્રસ્તુત કરેલ છે.
નવા વરસની શરૂઆત હાસ્યથી થાય એનાથી વધારે રૂડું બીજું શું હોઇ શકે ? આપ સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ ભાવના સાથે આજે અહીં અત્તરકયારીમાં હાસ્યના અત્તરથી તરબતર થઇશું ?
આપ સૌ મિત્રોએ ગત વરસોમાં વિનોદ વિહારને જે સહકાર આપ્યો છે એ માટે આભાર વ્યક્ત કરી નવા વરસે પણ એથી વધુ સહકાર મળતો રહેશે એવી આશા સાથે નવા વર્ષની શુભકામનાઓ .
મારા મુંબઈ નિવાસી નેટ મિત્ર શ્રી યોગેશ કાણકિયાએ રામનવમી પર્વ નિમિત્તે ખાસ તૈયાર કરીને ભગવાન શ્રી રામનાં સરસ ચિત્રો અને M. S. Subbulakshmi એ ગાયેલ રામભજન સાથેની
એકppsx મોકલી આપી છે .
તમને એ જરૂર ગમે એવી છે.
Relax & Enjoy the PPS…
Keep your speakers ON, Auto advancing
The Ram Bhajan in this ppsx is sung by Legendary singer M. S. Subbulakshmi & is one of the rare songs. This was sung somewhere in fifties and was aired many a times in late fifties on Radio Ceylon in the morning at 7:50 AM
રામનવમીના આ પવિત્ર પર્વ પર નીચેની લીંક ઉપર ક્લિક કરી આ રામભજન નું શ્રવણ
યોગાનુયોગે ભગવાન શ્રી રામચન્દ્રજીનો જન્મ દિવસ એટલે કે ચૈત્ર સુદ નવમી- રામ નવમી -એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ જન્મ દિવસ છે ,જેને હરી જયંતિ તરીકે મનાવવામાં આવે છે .
દેશ વિદેશમાં એકાંતિક ધર્મનો પસાર અને પ્રચાર કરવા માટે જેમનું પ્રાગટ્ય થયું હતું એ સ્વામીનારાયણ ભગવાનના જન્મ દિવસ ને- હરી જયંતિને – એમના અનુયાયીઓ ભજન કીર્તન અને અવનવા કાર્યક્રમોનું આયોજન કરી મનાવે છે .
અગાઉ ૨૦૧૪ ની રામનવમી/હરી જયંતીની નીચેની પોસ્ટમાં મુકેલ વિડીયો માં હરી કીર્તન સાંભળવા મળશે.
હિન્દુ ધર્મમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણને ભગવાનના અવતાર તરીકે હિન્દુઓ પૂરી શ્રધા અને ભક્તિ પુર્વક આરાધે છે અને ગુણ ગાન ગાય છે . હરે રામ , હરે કૃષ્ણ મન્ત્ર જાપ કરે છે .
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ દિવસને રામ નવમી અને પૂર્ણ પુરુષોત્તમ ગણાતા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી તરીકે ધર્મિક હિન્દુઓ ખુબ ઉત્સાહથી ઉજવણી કરે છે .
શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી હિન્દુઓને મન રામનવમીનું માહાત્મ્ય અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.
રામનામ જપ એક અદભુત સંજીવનીરૂપ મન્ત્ર ગણાય છે . આ મન્ત્ર ઉપર રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીને પણ અપાર શ્રધા હતી . જીવનની અંતિમ પળે પણ એમના મુખમાં ” હે રામ ” શબ્દો હતા .
શ્રીરામનુ સમગ્ર જીવન એક આદર્શ જીવન છે . રામાયણમાં બતાવેલા શ્રી રામના જીવનના દરેક પ્રસંગો આપણને કોઈને કોઈ જીવન સંદેશ આપી જાય છે.
એમ કહેવાય છે કે ‘રામ’ “રામ ” ને બદલે ‘મરા…મરા…’ શબ્દથી જાપ કરનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો હતો !
ચાલો આપણે પણ આ રામ નવમીના પવિત્ર દિવસે કરોડો ધાર્મિક હિંદુ ભાઈ- બહેનો સાથે શ્રી રામચન્દ્રજીનું ભક્તિપૂર્વક
ગુણગાન કરવામાં જોડાઈએ.
સંત તુલસીદાસ રચિત આ ભક્તિ ગીત ” શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્ ” નીચે પ્રસ્તુત છે .
આ ગીતને નીચે વિડીયોમાં શ્રી રામની તસ્વીરો સાથે આ ભક્તિ ગાનને યુ-ટ્યુબ વિડીયોમાં માણશો.
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્
નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ. …. શ્રી રામચંદ્ર…
મમહૃદય- કુંજ નિવાસ કુરુ કામાદિ, ખલદલ ગંજનમ્ ……… શ્રી રામચંદ્ર….
( તુલસીદાસ )
Aarti refer to the song sung in praise of the deity. Aarti is performed and sung to develop the highest love for God. “Aa” means “towards or to”, and “rati” means “right or virtue” in Sanskrit language. In the other words, it is a song praising the virtues of the deity. Aarti is generally performed at the end of a puja or bhajan session. It is sung, as a part of the puja ceremony, on almost all Hindu ceremonies and occasions. While communal aarti is performed in the mandir; devotees also perform it individually, in their home. Hinduism has a long tradition of aarti songs and there are different aartis for different Hindu Gods. In this article we have listed the aarti of Lord Rama.
Ram Aarti
Shri Ramachandra kripalu bhaju man, haran bhav bhai darunam. Nav kanj lochan, kanj mukh, kar kanj pad kanjarunam Kandarp aganit amit chhavi, Navvnil jiraj sundaram, pat pit manahun tadit ruchi, Suchi naumi Janakasutavaram. Bhuj din bandu dinesh danav, dusht dalan nikandanam, Raghunand anand kand Kaushal, chandra Dashrath nandanam. Sir krit kundaltilak charu, udar ang vibhushanam, Ajanubhuj san-chap dhar, sangramajit kharadushanam. iti badit Tulasidas Shankar, shesh muni man ranjanam, Mam hridai kanj nivas kar, kamadi khal dal bhanjanam. Manujahi racheu milahi so bar sahaj sundarsanvaro, Karuna nidhan sujan silu sanehu janat ravaro. Ehi bhanti Gauri asis suni, Siya sahit hiya harshin ali, TuIsi bhavanihin puji-puni mudit man mandir chali. Go Premium Jani Gauri anukal, Siya hiya harshu na jai kahi, Manjul mangal mul, bam ang pharkan lage.
આભાર -સૌજન્ય- શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
———————————————–
શ્રી સ્વામીનારાયણ જન્મ જયંતી – હરિ જયંતી
Conceived in the Hindu scriptures and elaborated upon by Bhagwan Swaminarayan over 200 years ago, Ekantik Dharma is the perfect harmony of the spiritual elements of dharma, gnan, vairagya and bhakti. BAPS Mandirs across North America celebrated the 233rd birth anniversary of Bhagwan Swaminarayan with a laudable program, Ekantik Dharma Pravartak, presented by the children and youth.Read more on this link .
યોગાનુયોગે ભગવાન શ્રી રામચન્દ્રજીનો જન્મ દિવસ એટલે કે ચૈત્ર સુદ નવમી- રામ નવમી -એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ જન્મ દિવસ છે ,જેને હરી જયંતિ તરીકે મનાવવામાં આવે છે .
દેશ વિદેશમાં એકાંતિક ધર્મનો પસાર અને પ્રચાર કરવા માટે જેમનું પ્રાગટ્ય થયું હતું એ સ્વામીનારાયણ ભગવાનના જન્મ દિવસ ને- હરી જયંતિને – એમના અનુયાયીઓ ભજન કીર્તન અને અવનવા કાર્યક્રમોનું આયોજન કરી મનાવે છે .
સાન ડિયેગોમાં પણ તારીખ ૫મી એપ્રિલ , ૨૦૧૪, શનીવારના રોજ ભગવાન સ્વામીનારાયણના પ્રાગટ્ય દિવસે સંતોના પ્રવચનો , નાના બાળકો તથા કિશોરો દ્વારા તૈયાર કરેલ શ્રી હરિના જીવન સંદેશ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો , ભજન , કીર્તન તથા સમૂહ પ્રસાદ ગ્રહણ કરીને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી .આ કાર્યક્રમોમાં હાજરી આપવાનો મેં પણ લાભ લીધો હતો .બહુ જ ઉત્સાહપૂર્વક હરી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી .
સાન ડિયેગોમાં શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દર રવિવારે રવી સભામાં પણ હરિભક્તો બાળકો સહીત સૌ સારો રસ બતાવી રહ્યા છે।
KIRTAN…..VASMI VELAE SWAMI AAVJO RE LOL
—————————————————
સૌ વાચક મિત્રોને રામ નવમી અને શ્રી હરિ જન્મ જયંતીનાં
વાચકોના પ્રતિભાવ