વિનોદ વિહાર
ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Category Archives: કાવ્ય/ગઝલ
1270 પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ…..ભવેન કચ્છી
જાન્યુઆરી 26, 2019
Posted by on પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ ….ભવેન કચ્છી
પતંગ… માનો મેરા ગાયત્રી મંત્ર….
કટી પતંગ કે પાસ આકાશ કા અનુભવ હૈ,
હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાન હૈ
પતંગોત્સવનો કાવ્યોત્સવ પણ થઈ શકે…
ઉત્તરાયણનો પર્વ ગીતાના તત્ત્વજ્ઞાાનનો બોધ આપી જાય છે
Baby we two are like those kites sometime closer, Sometime fights.. still we love to fly high in the sky tangling in love; until we die !
પતંગ…
મેરે લીએ ઉર્ધ્વગતિ કા ઉત્સવ,
મેરા સૂર્ય કી ઓર પ્રયાણ.
પતંગ…
મેરે જન્મ- જન્માંતર કા વૈભવ,
મેરી ડોર મેરે હાથ મેં
પદચિહ્ન પૃથ્વી પર,
આકાશ મેં,
વિહંગમ દ્રશ્ય ઐસા.
મેરી પતંગ…
અનેક પતંગો કે બીચ,
મેરી પતંગ ઉલઝતી નહીં,
વૃક્ષો કી ગલિયો મેં ફંસતી નહીં.
પતંગ…
માનો મેરા ગાયત્રી મંત્ર.
ધનવાન હો યા રંક,
સભી કો,
કટી પતંગ કે પાસ
આકાશ કા અનુભવ હૈ,
હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાાન હૈ.
સ્વયં એક બાર ઉચાઈ તક ગઈ હૈ,
કહાં કુછ ક્ષણ રૂકી હૈ.
ઇસ બાત કા પ્રત્યક્ષ પ્રમાણ હૈ.
પતંગ…
મેરા સૂર્ય કી ઔર પ્રયાણ,
પતંગ કા જીવન ઉસકી ડોર મેં હૈ
પતંગ કા આરાધ્ય (શિવ) વ્યોમ (આકાશ) મેં હૈ,
પતંગ કી ડૌર મેરે હાથ મેં હે, મેરી ડોર શિવજી કે હાથ મેં હૈ.
જીવનરૂપી પતંગ કે લીએ
શિવજી હિમાલય મેં બેેેઠે હૈ.
પતંગ કે સપને (જીવન કે સપને)
માનવ સે ઉંચે.
પતંગ ઉડતી હૈ, શિવજી કે આસપાસ,
મનુષ્ય જીવન મેં બૈઠા- બૈઠા ઉસકો (ડોર) સુલઝાનેમેં લગા રહૈતા ઉપરોક્ત કવિતાના કવિનું નામ પછી જણાવીશું પણ કવિએ પતંગોત્સવ જોડે જીવ અને શિવના ગહન તત્ત્વજ્ઞાાનને સંગીનતાથી જોડીને એક નવી ઉંચાઈ બક્ષી છે.
પતંગોત્સવનો પર્યાય પણ કેવો ફક્કડ… ઉર્ધ્વગતિનો ઉત્સવ આપણે આકાશની ઉંચાઈ સર કરવાની છે. પણ પગ તો જમીન પર જ રાખવાના છે.
આપણી પતંગ એવી હોવી જોઈએ કે જેની દિશા અને ધ્યેય સ્પષ્ટ હોય. તે ગોથા ખાતી કે વૃક્ષોની ડાળીમાં ફસાઈ જતી ના હોવી જોઈએ. પતંગની કવિએ ગાયત્રી મંત્ર જોડે તુલના કરી છે. પતંગ ભગવાન સૂર્યને નજીકથી જઈને નમસ્કાર કરવા ઝંખે છે.
કવિ માનવ જગતની પ્રકૃતિનો પરિચય કરાવતા કહે છે કે કોઈને પડતા જોઈને કે પાડીને આપણને અનેરો આનંદ આવે છે. પણ આપણે તે કપાયેલી, લૂંટાયેલી પતંગ પાસે હવાની ગતિ અને દિશાનું જ્ઞાાન છે અને હતું તે ન ભૂલવું જોઈએ, યાદ રહે આ જ કપાયેલી પતંગ તેની જાતે ઉંચાઈ પહોંચી હતી એટલું જ નહીં ત્યાં તેનો ક્ષણિક મુકામ પણ હતો.
પતંગ માટે આકાશ જ તેનો ભગવાન અને સર્વેસર્વા છે. કવિ માને છે કે, પતંગની દોરી કે કારણ મારા હાથમાં છે. પણ મારી ખુદની દોરી પરમ તત્ત્વના હાથમાં છે પતંગ શિવજી જ્યાં બેઠા છે તે શિવજીની આસપાસ જવાનો ધ્યેય રાખી પ્રયત્ન કરે છે.
પતંગના સપના તો માનવ કરતાં પણ ઉંચા છે પછી એવું બને છે કે પતંગ ઉન્નત શિખરની ઉંચાઈએ પહોંચવા આકાશના ઉંડાણમાં ગરકાવ થઈ જાય છે અને આપણે જમીન (જીવન) પર ટકી દોરાઓની ગૂંચ ઉકેલવામાં ગુલતાન થઈ જઈએ છીએ.. વાહ પતંગની ઉંચી ઉડાણને શોભે તેવી કેટલી ઉંચી વાત કવિ કહી ગયા છે. હવે એ પણ જાણી લો કે આવી ઉન્નત કવિતાના સર્જક વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીની જેમ તેમણે પણ સાહિત્યિક પ્રદાન આપ્યું છે. તેમની આ કૃતિને હિન્દીના ઉત્કૃષ્ટ સાહિત્યકારોએ પણ બિરદાવી છે.
જાણીતા હિન્દી કવિ વિશાલ સહદેવે ‘ઉડતી પતંગ’ શીર્ષકથી કવિતા લખી છે જેના અંશો પણ આલાતરીન છે.
વો ઉડતી પતંગ તો દેખો,
ખુલ્લે આસમાન મેં બેખબર,
આવારા અલ્લહડ
કભી ઇધર, કભી ઉધર,
ઉસે ક્યા ખબર
કી ઉસકે આસમાન કે પરે,
આસમાન કઈ ઔર ભી હૈ,
ઉસે જૈસે કોઈ ઔર ભી હૈ,
લેકિન ઉસે ઇસ કી ફિક્ર ભી કહાઁ,
ઉસે તો બસ ઉડના હૈ,
ઉસે ક્યા પતા ઉસ કી મંજિલ કહા
બાદલો સે ખેલે, ઉનસે ટકરાએ
તુફાનો મેં ભી ફંસ
બાહર આ ઇતરાએ,
બેખબર હૈ ફીર, બારિશ સે ભી,
ઉસે માલુમ હી નહી
બાદલ ઉસકે સાથ તો હૈ,
લેકિન સાથી નહીં.
ના ઘર કી ફિક્ર
ના મંજિલ કી ટોહ
ન ડોરો કા ડર
ન અપનો કા મોહ
એક વક્ત આયા, ખુદ કો તોડ
વો ફીર સે ઉડા કીસી ઔર
મંઝિલ કી ઔર,
ગિરતા હુઆ, તૈરતા હુઆ,
દૂર કિસી ઔર આસમાન મેં,
પર યે ઉડાન ભી આખરી નહી
ઉડેગા ફિર સે લિએ નઈ ડોર.
અહીં પણ કવિ વિશાલે ગીતાના અધ્યાયના મર્મને પતંગની કવિતામાં વણી લીધો છે. આપણે દૈહિક મૃત્યુ બાદ નવા વસ્ત્રો ધારણ કરતા હોઈએ તેમ જન્મ લેવાનો છે. કપાઈ ગયેલા પતંગને તો તેનો નવો માલિક નવી દોરીથી ફરી આસમાનની ઉંચાઈ ચગાવશે.
આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો આપણે સૌ છીએ. સૌની પોતપોતાની આકાંક્ષાની ઉડાણ અને સ્પર્ધા છે. તમે મસ્તીથી ઉડતા હો તો પણ વિના કારણે પ્રકૃતિવશ માનવીઓ તમને કાપવા, નીચે લાવવા પ્રયત્નશીલ હશે.
તો ઘણા સ્પર્ધાની ધારણા અને પૂર્વ ઇરાદાથી જ મજબૂત તૈયારી સાથે અવકાશ (સંસાર) જંગમાં ઉતરશે. કપાશે અને જમીન પર ઝોલા ખાઈને પટકાશે. પંચમહાભૂતમાં જ આખરે તો વિલીન થઈ જવાનું છે ને… આ આખરી જન્મ કે ઉડાણ નથી હોતી. ફરી નવી દોરી, નવા વાઘા, રંગ અને નવું આકાશ લઈને આપણે ઉડવાનું છે.
અમેરિકામાં Mama Lisa Books શ્રેણીમાં બાળકોને જીભે ચઢી જાય તેવા જોડકણા, જ્ઞાાન-ગમ્મત અને કાવ્યો પ્રકાશિત થતા રહે છે. તેમાં બાળકને પતંગ બનવાની કેમ ઇચ્છા જાગે છે તેનું નિરૂપણ થયું છે.
Flying Kite
I often sit and wish i could be a kite up in the sky,
And ride upon the breeze, and go
whatever way it chanced to blow
And see the river winding down,
And follow all the ships that sail,
Like me before the merry gale,
Until at last with then I came
To some place with a forcing name.
આ ઉપરાંત Fox Smith, Andre Schamitz જેવા કવિઓએ પતંગ પર
જગવિખ્યાત બાળકૃતિઓ ભેટ ધરી છે.
…અને હા પતંગ પર જાપાનમાં હાઈકુ પણ લખાયા છે. હાન મીન ઓહનના હાઈકુનું અંગ્રેજી ભાષાંતર :
A kite flying high in the sky
string suddenly cut off
Glided down onto to the
ground, lying still.
બિનામ રેયેસનું હાઈકુ પણ જાણી લો.
I will be the kite
And the wind at the same time
Be my kite runner
..અને છેલ્લે માઈકલ મેકલીમોકનું હાઈકું…
With no kites in the sky
the wind
moves on
પતંગ પરના ફિલ્મી ગીતો તો છે જ .
ગુજરાતી ભાષામાં સર્જાયેલા પતંગ અને પતંગોત્સવના કાવ્યોનું સંકલન કરવા જેવું ખરૂ.
સૌજન્ય .. ગુ .સ, ..હોરાઈઝન …શ્રી ભવેન કચ્છી
1222 – ભારત રત્ન સ્વ. અટલ બિહારી બાજપાઈનાં કેટલાંક હિન્દી કાવ્યોનો આસ્વાદ
ઓગસ્ટ 18, 2018
Posted by on ૧૬ મી ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ જેમણે દુખદ વિદાય લીધી અને જેમનો દેહ ૧૭ મી ઓગસ્ટના રોજ પંચ મહાભૂતમાં ભળી ગયો એ ભારતના 13 મા લોકપ્રિય વડા પ્રધાન સ્વ.અટલ બિહારી બાજપાઈ એક વિચક્ષણ અને કાર્યદક્ષ રાજકીય નેતા હોવા ઉપરાંત એક સારા કવિ પણ હતા. આ હકીકતને બહું ઓછા લોકો જાણતા હશે.અટલજીની કવિતાઓ ઘણા કવિ સંમેલનોમાં કવિઓમાં પ્રચલિત બની હતી.
આજની પોસ્ટમાં એમનાં કેટલાંક હિન્દી કાવ્યો વાચકોના આસ્વાદ માટે મુક્યાં છે જે અટલજીની કવિત્વ શક્તિનાં દર્શન કરાવે છે.
૧.
आओ फिर से दिया जलाएँ
भरी दुपहरी में अंधियारा
सूरज परछाई से हारा
अंतरतम का नेह निचोड़ें-
बुझी हुई बाती सुलगाएँ।
आओ फिर से दिया जलाएँ
हम पड़ाव को समझे मंज़िल
लक्ष्य हुआ आंखों से ओझल
वतर्मान के मोहजाल में-
आने वाला कल न भुलाएँ।
आओ फिर से दिया जलाएँ।
आहुति बाकी यज्ञ अधूरा
अपनों के विघ्नों ने घेरा
अंतिम जय का वज़्र बनाने-
नव दधीचि हड्डियां गलाएँ।
आओ फिर से दिया जला
૨.
टूट सकते हैं मगर हम झुक नहीं सकते
सत्य का संघर्ष सत्ता से
न्याय लड़ता निरंकुशता से
अंधेरे ने दी चुनौती है
किरण अंतिम अस्त होती है
दीप निष्ठा का लिये निष्कंप
वज्र टूटे या उठे भूकंप
यह बराबर का नहीं है युद्ध
हम निहत्थे, शत्रु है सन्नद्ध
हर तरह के शस्त्र से है सज्ज
और पशुबल हो उठा निर्लज्ज
किन्तु फिर भी जूझने का प्रण
अंगद ने बढ़ाया चरण
प्राण-पण से करेंगे प्रतिकार
समर्पण की माँग अस्वीकार
અગાઉ વિનોદ વિહારની પોસ્ટ નંબર ( 465 )/ 1-6-2014 માં મુકેલ અટલજી ના હિન્દી કાવ્ય ‘’ કૌરવ કૌન , કૌન પાંડવ ? ” અને આ હિન્દી કાવ્યનો મારો ગુજરાતી અનુવાદ પણ કાવ્યના ચિત્ર નીચે મુક્યો છે .આશા છે આપને એ ગમશે.
અટલજીના આ કાવ્યનો ગુજરાતી અનુવાદ… વિનોદ પટેલ
આ કાવ્યમાં સાંપ્રત રાજકારણ અને ગરીબો પ્રત્યેની અટલજીના દિલમાં રમતી ઊંડી સંવેદનાનાં દર્શન થાય છે.એમની આ કવિતા બહું જ અર્થપૂર્ણ અને સમયોચિત છે . આજના સમયને પણ એ લાગુ પડે છે. જાણે કે આ કાવ્ય દ્વારા હાલના રાજકીય નેતાઓને તેઓ ટકોરા બંધ સંદેશ આપે છે કે દેશમાં હજુ કેટલું બધું કરવાનું બાકી છે .
કોણ કૌરવ, કોણ પાંડવ ? ……. અટલ બિહારી બાજપાઈ
કોણ કૌરવ , કોણ પાંડવ
એ આજે એક અકળ સવાલ છે
બન્ને પક્ષે જુઓ
મામા શકુનીના કપટની
કેવી માયાજાળ છે !
ધર્મરાજા જેવાઓ પણ આજે
જુગારની લત મુકતા નથી
પાંચ માણસે આજે જુઓ
દ્રૌપદી કેવી અપમાનિત છે .
આજે કોઈ સાચો કૃષ્ણ રહ્યો નથી
એટલે
મહાભારત તો થવાનું જ
કોઈ રાજા બને છે
ગરીબોના નશીબમાં તો રોવાનું જ છે !
-અટલ બિહારી બાજપાઈ .. અનુવાદ … વિનોદ પટેલ
નીચે મારી પસંદગીના વિડીયોમાં અટલજીને એમની જોશ ભરી વાણીમાં એમનાં કાવ્યો
રજુ કરતા જોઈ શકાશે.
Best of Atal Bihari Vajpayee Poem in Parliament
સ્વ. અટલજી પાર્લામેન્ટમાં કોઈ મુદ્દો સમજાવતી વખતે એમની કવિતાને સ્પીચમાં સરસ વણી લેતા હતા. આ વિડીયોમાં અમેરિકા પાકિસ્તાનને શસ્ત્ર સરંજામ આપી એની સાથે જે સમજુતી કરી હતી એની સામે દેશમાં જે વ્યાપક રોષ હતો એ આ કાવ્યમાં રાષ્ટ્રીય સંકલ્પને જોશથી રજુ કરતા અટલજીને જોઈ શકાય છે.
Vajpayee Forever : The Poet Prime Minister
Atal Bihari Vajpayee’s captivating poems:
Famous poem of Atal Bihari Vajpayee
Remebering one of Atal Bihari Vajpayee’s famous poems
અટલજીએ આ કાવ્યની રચના જવાહરલાલ નહેરુના અવસાન વખતે એમને શોકાંજલિ આપતાં કરી હતી .પરંતુ આ કાવ્ય આજની તારીખે અટલજીને માટે પણ આબાદ લાગુ પડે છે.
कविता संग्रह
प्रतिनिधि रचनाएँ
- पंद्रह अगस्त की पुकार / अटल बिहारी वाजपेयी
- क़दम मिला कर चलना होगा / अटल बिहारी वाजपेयी
- हरी हरी दूब पर / अटल बिहारी वाजपेयी
- कौरव कौन, कौन पांडव / अटल बिहारी वाजपेयी
- दूध में दरार पड़ गई / अटल बिहारी वाजपेयी
- क्षमा याचना / अटल बिहारी वाजपेयी
- मनाली मत जइयो / अटल बिहारी वाजपेयी
- पुनः चमकेगा दिनकर / अटल बिहारी वाजपेयी
- अंतरद्वंद्व / अटल बिहारी वाजपेयी
- जीवन की ढलने लगी साँझ / अटल बिहारी वाजपेयी
- मौत से ठन गई / अटल बिहारी वाजपेयी
- मैं न चुप हूँ न गाता हूँ / अटल बिहारी वाजपेयी
- एक बरस बीत गया / अटल बिहारी वाजपेयी
- आओ फिर से दिया जलाएँ / अटल बिहारी वाजपेयी
- अपने ही मन से कुछ बोलें / अटल बिहारी वाजपेयी
- झुक नहीं सकते / अटल बिहारी वाजपेयी
- ऊँचाई / अटल बिहारी वाजपेयी
- हिरोशिमा की पीड़ा / अटल बिहारी वाजपेयी
- दो अनुभूतियाँ / अटल बिहारी वाजपेयी
- राह कौन सी जाऊँ मैं? / अटल बिहारी वाजपेयी
- जो बरसों तक सड़े जेल में / अटल बिहारी वाजपेयी
- मैं अखिल विश्व का गुरू महान / अटल बिहारी वाजपेयी
- दुनिया का इतिहास पूछता / अटल बिहारी वाजपेयी
- भारत जमीन का टुकड़ा नहीं / अटल बिहारी वाजपेयी
- पड़ोसी से / अटल बिहारी वाजपेयी
Source Hindi Kavita Koshkoshદેશના સર્વ પ્રિય નેતા સ્વ.અટલ બિહારી બાજપાઈ અમર રહો .
વિનોદ પટેલ
1199 -મધર્સ ડે … માતૃ સ્મૃતિ … માતૃ વંદના …
મે 13, 2018
Posted by on દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે જન્મ દાત્રી માતા અને એના ઉપકારોને યાદ કરી એનું બહુમાન અને સન્માન કરવાના હેતુથી મધર્સ ડે-માતૃ દિન ઉજવવામાં આવે છે.
આજે ૧૩ મી મે ૨૦૧૮ નો રવિવારનો દિવસ મધર્સ ડે – Mother’s Day છે.એની વિગતે માહિતી વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
મા માત્ર એક જ અક્ષરનો શબ્દ છે પરંતુ આ શબ્દમાં રહેલા ભાવોનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે.કેટલાએ લેખકો, કવિઓ અને મહાન પુરુષોએ માની મહત્તા વિષે એમના કાવ્યો,લેખો અને પુસ્તકોમાં મન મુકીને ગાયુ છે કે લખ્યું છે.
શીતળતા પામવાને ,માનવી તું દોટ કાં મુકે ?
જે માની ગોદમાં છે,તે હિમાલયમાં નથી હોતી.
— કવિ મેહુલ
કહેવાય છે કે ઈશ્વર બધે હાજર રહી શકતો નથી એટલે એણે માતાનું સર્જન કર્યું.
મારા જીવનમાં મારાં સ્વ.માતુશ્રી શાંતાબેન મારા જન્મથી માંડી એમના જીવનના અંત સુધી મારી સાથે જ મારી નજર સામે રહ્યાં હતાં. એમના તરફથી મને જે અપાર પ્રેમ અને આશિષ પ્રાપ્ત થયાં છે એ કદી ભૂલી શકાય એમ નથી.
માતૃ સ્મૃતિ
( મોટા અક્ષરે વાંચવા નીચેના ચિત્ર પર ક્લિક કરશો.)
માતૃ સ્મૃતિ (બે જૂની યાદગાર તસ્વીરો )
મારી માતાની સ્મૃતિમાં એમના રંગુન, બર્માના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતી બહું જૂની બે યાદગાર તસ્વીરો નીચે મૂકી છે.
પ્રથમ તસ્વીરમાં મારાં માતુશ્રી શાંતાબેન -ઉભેલાં – અને એમનાં મોટીબેન હીરાબેન -ખુરશીમાં બેઠેલાં જણાય છે . (Rangoon,Burma-1935-1936)
બીજી તસ્વીરમાં મારા નાના ભગવાનદાસ સાથે બેઠેલાં મારા માતા શાંતાબેન,નાની,મારાં માસી હીરાબેન છે .(રંગુન ,બર્મા ..1920-21 )
માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની જીવન ઝરમર
”અય મા ,તેરી સુરત સે અલગ , ભગવાનકી સુરત ક્યા હોગી !”
મારાં માતાનો જન્મ રંગુનમાં થયો હતો .મારો જન્મ પણ રંગુનમાં થયો હતો.ઉપરની બન્ને તસ્વીરો મારા નાના ભગવાનદાસની રંગુનમાં જાહોજલાલી હતી,એ વખતની છે.બ્રહ્મ દેશનાં ત્રણ મોટાં શહેરો-રંગુન, મોન્ડલે અને બસીનમાં એમની પેઢીઓ ધમધોકાર રીતે ચાલતી હતી.જાપાને બર્મા ઉપર બોમ્મારો કર્યો ત્યારે બધી મિલકત ત્યાં છોડીને આખું કુટુંબ જીવ બચાવીને વતનના ગામ ડાંગરવામાં આવી ગયું હતું.
આ વખતે મારી ઉંમર ફક્ત ચાર વર્ષની હતી.મારા કમનશીબે ,થોડા વખત પછી ગામમાં ચાલતા પોલીઓના વાયરસમાં હું સપડાઈ ગયો હતો.પોલીયોની રસી તો એ પછી ઘણા વર્ષો પછી શોધાઈ હતી.મારી પોલીયોની બીમારીમાં અને એ પછી માતાના મૃત્યું પર્યંત મને માતાનો જે પ્રેમ મળ્યો હતો એનું વર્ણન કરવા મારા માટે શબ્દો બહુ ઓછા પડે એમ છે.
મધર્સ ડે નિમિત્તે મારાં સ્વ. માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની પ્રેરક સચિત્ર જીવન ઝરમર નીચેની ખાસ તૈયાર કરેલ પી.ડી.એફ. ફાઈલની લિંક ઉપર ક્લિક કરીને વાંચશો .
માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની જીવન ઝરમર-માતૃ સ્મૃતિ
માતૃ વંદના… પી.ડી.એફ. ( સૌજન્ય/સાભાર … શ્રી પુરણ ગાંડલીયા)
કવિ અનીલ ચાવડાની એક પ્રસંગોચિત ગઝલ
ગઝલ – અનિલ ચાવડા
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
આવાં બીજાં માતૃ ગીતો ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત નીચેની પી.ડી.એફ. ફાઈલમાંથી માણો.
માતૃ વંદના
”સીનીયર સીટીઝન તો તેને રે કહીએ …” – એક પેરડી કાવ્ય રચના …. સંકલિત
એપ્રિલ 27, 2018
Posted by on ” ગોદ્ડીયો ચોરો”બ્લોગથી જાણીતા મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલ -જેસરવાકર એ એમને વોટ્સેપ પર મળેલ ”સીનીયર સીટીઝન તો એને રે કહીએ ” એ નામનું પેરડી કાવ્ય મને વોટ્સેપ પર ફોરવર્ડ કર્યું એ મને ગમી ગયું.
દરેક સીનીયર સિટીઝનને ગમી જાય એવી આ કાવ્ય રચના આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.
ગાંધીજીના પ્રિય ભજન ”વૈષ્ણવ જનનો તેને રે કહીએ ” એના પરથી રચિત આ પેરડી કાવ્ય વિ.વિ.ના વાચકોને પણ જરૂર વાંચવી ગમશે.
આ કાવ્યને એક રીતે જોઈએ તો એમાં સીનીયરો માટેની આચાર સંહિતા -Dos & Don’ts – જોવા મળે છે.
આ પેરડી કાવ્યને આગળ વધારી એમાં મેં મારી થોડી પંક્તિઓ એમાં ઉમેરી છે. શ્રી ગોવિંદભાઈ પટેલ જેવા સીનીયર શીઘ્ર કવિ મિત્રોને પ્રતિભાવ પેટીમાં આ કાવ્યને હજુ પણ આગળ વધારવા આમન્ત્રણ છે.
વિનોદ પટેલ
અજ્ઞાત કવિની સીનીયર સિટીજનની આચાર સંહિતા સમી પેરડી કાવ્ય રચના
આ પેરડી કાવ્યમાં મારો ઉમેરો….
શરીર વ્યાધિગ્રસ્ત હોય ત્યારે, એનાથી ના ડરતો રે
મજબુત મનોબળથી દુખોનો સદા સામનો કરતો રે
તન-મનને સ્વસ્થ રાખી,પ્રભુનું સ્મરણ સદા કરતો રે,
ખોટા વ્યસનોને ત્યજી,યોગથી શરીરને સાચવતો રે
પરિવર્તનના આ યુગમાં,જુના બધા આગ્રહો ત્યજતો રે
નવી પેઢીને સમજી લઇને,સંપી હળી મળીને રહેતો રે
જીવનના આ સુવર્ણ કાળમાં,સદા પ્રવૃતિમય રહેતો રે
બાકી જીવનમાં બનતી જન સેવાથી,નામ મૂકી જતો રે.
વિનોદ પટેલ
સિનીયર સીટીઝનોએ ખાસ વાંચવા જેવો લેખ/કાવ્યો
સૌજન્ય- વાત્સલ્ય
સીનીયર સીટીઝનનું સ્વરાજ – ગુણવંત શાહ
1150- કાવ્ય-સાહિત્ય રસિકોમાં પ્રિય કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતની ચિર વિદાય… ભાવાંજલિ
ફેબ્રુવારી 3, 2018
Posted by on પ્રોફ. નિરંજન ભગત – મે ૧૮ ૧૯૨૬ – ફેબ્રુઆરી ૧, ૨૦૧૮
ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને ભગતસાહેબના નામથી પ્રખ્યાત એવા વરિષ્ઠ કવિ નિરંજન ભગતનું ગુરુવાર, તારીખ ૧લી ફેબ્રુઆરી ૨૦૧૮ નાં રોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. ટૂંકી માંદગી બાદ ૯૨ વર્ષની વયે તેમણે ગુરુવારે છેલ્લો શ્વાસ લીધો હતો.
ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને ‘હું તો બસ ફરવા આવ્યો છું’ જેવી કાવ્યરચનાઓથી ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા સ્વ.ભગત સાહેબના જીવન અને સાહિત્ય ક્ષેત્રે એમણે કરેલ પ્રદાનની શ્રી ભવેન કચ્છી દ્વારા અપાએલ માહિતી વાંચવા અને ઓડિયો સાંભળવા અહી ક્લિક કરો.
ચિત્રલેખામાં પરિચય ..
ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા નિરંજનભાઈએ ‘ચિત્રલેખા’ને ગયા વર્ષે (29 મેએ) વિસ્તૃત મુલાકાત આપી હતી.
વરિષ્ઠ સંવાદદાતા મહેશ શાહે ખાસ તૈયાર કરેલો પરિચય લેખ વાંચવા માટે આ લીંક પર ક્લિક કરશો . http://chitralekha.com/niranjanbhagat.pdf
સ્વ.ઉમાશંકર જોશી અને સુંદરમની કક્ષાના કવિ અને સાહિત્યકાર આદરણીય નિરંજન ભગત સાહેબને હાર્દિક શ્રદ્ધાંજલિ
ગુજરાતી સાહિત્યકાર….નિરંજન ભગત
સર્જક અને સર્જન….ગુજરાતી સાહિત્ય અકાદમી …
Niranjan Bhagat Prastavik-his contribution to Gujrati Sahitya and one man university -madhu kapadia
નિરંજન ભગતનાં કાવ્યોનો રસાસ્વાદ- મધુ કાપડિયા
વિનોદ વિહારની અગાઉની પોસ્ટ નંબર 675 ) હજુ થોડુંક ફરવાનું બાકી છે………. ટેક ઓફ : શ્રી શિશિર રામાવત લિખિત લેખમાં નિરંજન ભગતના અન્ય ગીતોનો પણ આસ્વાદ કરો.
નિરંજન ભગત….Niranjan Bhagat
રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ
कविताकोश पर एक रचना
વિકિપિડિયા પર
ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર
તેમના અવસાન નિમિત્તે ‘નીરવ રવે’ પર સરસ શ્રદ્ધાંજલિ
નામ
-
નિરંજન નરહરિભાઇ ભગત
જન્મ
-
૧૮ – મે , ૧૯૨૬ ; અમદાવાદ
અવસાન
-
૧, ફેબ્રુઆરી – ૨૦૧૮ ; અમદાવાદ
અભ્યાસ
-
એમ. એ.
વ્યવસાય
-
અધ્યાપન
જીવન ઝરમર
-
બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
-
‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
-
નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
-
ઉત્તમ વક્તા
-
પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
-
‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.
મુખ્ય રચનાઓ
-
કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
-
વિવેચન – કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
-
અનુવાદ – ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
-
સંપાદન – પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
-
ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
-
તંત્રી – ગ્રંથ, સાહિત્ય
સન્માન
-
૧૯૬૯ – રણજિતરામ સુવર્ણચંદ્રક *
-
૧૯૫૩ – ૫૭ – નર્મદચંદ્રક *
-
૨૦૧૫ – કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ
-
સૌજન્ય —ગુજરાતી પ્રતિભા પરિચય , શ્રી સુરેશ જાની
1145 – ઋતુરાજ વસંતનાં વધામણાં… એક અછાંદસ ગીત..
જાન્યુઆરી 23, 2018
Posted by on તારીખ ૨૧ મી જાન્યુઆરી ૨૦૧૮ એટલે કે માધ (મહા) સુદ પાંચમના રોજ આ વર્ષે વસંત પંચમીનું આગમન થયું છે.
વર્ષની ઋતુઓમાં વસંત ઋતુ એક લોકપ્રિય ઋતુ છે એટલે જ એ ઋતુરાજ વસંત કહેવાય છે.
સામાન્ય રીતે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે નજીક નજીકમાં જ આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !વસંત એટલે પ્રકૃતીનું યૌવન અને વેલેન્ટાઇન ડે એટલે યુવાનોમાં ખીલેલી વસંત.
કાકા કાલેલકરે વસંત વિષે સુંદર અવલોકન કર્યું છે કે …
“જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી,કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીના ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’
–કાકા કાલેલકર
વસંત ઋતુ આવતાં પ્રકૃતિમાં અને માનવ મનમાં અવનવા ફેરફારો નજરે પડે છે.વસંત ઋતુ આવ્યાની કઈ મુખ્ય નિશાનીઓ છે એ મારી નીચેની અછાંદસ કાવ્ય રચના ”ઋતુરાજ વસંતનાં એંધાણ ” માં જણાવી છે.
ઋતુરાજ વસંતનાં એંધાણ
વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર,
વાસંતી વાયરા વાય સવારથી સાંજ,
વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ,
આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર,
ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન,
યુવાની હોય છે જેમ જીવનની વસંત,
વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ,
ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન,
સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા,
પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ,
વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.વસંત પંચમીએ ઋતુરાજનું આગમન,
આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય,
કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.વિનોદ પટેલ,૧-૨૨-૨૦૧૮
વસંત પંચમી
વધુમાં, કવિ રાજેન્દ્ર શુક્લ રચિત નીચેની સુંદર ગઝલથી વસંતની પધરામણીને આવકારીએ.જાણીતા ગાયક અને સંગીતકાર અમર ભટ્ટ એ શાસ્ત્રીય રાગ વસંતમાં આ ગુજરાતી ગઝલ નું ગાન કર્યું છે.નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં એ સાંભળીને તમે જરૂર કશીશ અનુભવશો.
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી!ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી!ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી!સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!– રાજેન્દ્ર શુક્લ
ગઝલસંહિતા મંડલ-૨ (મેઘધનુના ઢાળ પર), પૃષ્ઠ ૮૩.
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!
સ્વર – સંગીત : અમર ભટ્ટ
રચના : રાજેન્દ્ર શુક્લ
કવિશ્રી નો પરિચય
રાજેન્દ્ર શુક્લ -વિકિપીડિયા
સૌજન્ય- ટહુકો.કોમ
વસંત પંચમી પ્રજ્ઞા-વિદ્યાની દેવી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસે લોકો આ બુદ્ધિની દેવીનું પૂજન-ગાન કરે છે .
જાણીતાં ગાયિકા અનુરાધા પૌંડવાલના સુરેલા કંઠે સરસ્વતી વંદના, સરસ્વતી ચાલીસા અને આરતી નીચેના વિડીયોમાં સાંભળી વિદ્યાની દેવીને અંતરના ભાવથી વંદન કરીએ અને વસંતને વધાવીએ.
Saraswati Vandana, Chalisa, Aarti By Anuradha Paudwal, Pranavi Full Audio Song Juke Box
વાચકોના પ્રતિભાવ