વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: કાવ્ય

(907) “સેલ્ફી ” નું ભૂત !…. અછાંદસ રચના ….. વિનોદ પટેલ

hillary-selfie

   Hillary Clinton taking Selfie

સેલ્ફીનું ભૂત !…. એક અછાંદસ રચના 

અરે ભાઈ,જરા કોઈ મને કહેશો,

આ સેલ્ફી એ વળી શું બલા છે !

ક્યાંથી આવી હશે આ સેલ્ફી !

આજે દેખું એની જ બધે બોલબાલા !

બાળક હોય કે પછી કોઈ બુઢ્ઢો હોય,

સૌ કોઈ મંડી પડ્યા છે લેવા સેલ્ફી !

આધુનિક યુગનું આ ખરું છે એક તુત ,

જાણે વળગ્યું છે બધાંને સેલ્ફીનું ભૂત!

એમનો સ્માર્ટ ફોન હાથમાં પકડ્યો,

હાથ છેટેથી ઉંચો કર્યો,

ફોનમાં ચહેરાને બરાબર ગોઠવ્યો,

ચાંપ દબાવીને જે તસ્વીર લીધી,

એને કહેવા લાગ્યા સૌ કોઈ સેલ્ફી !

નેતાઓને પણ વળગ્યું સેલ્ફીનું ભૂત !

ચુંટણી સભાઓમાં,આ નેતાઓ સાથે,

સેલ્ફી પડાવવા કેવી થાય પડાપડી !

મો પર બનાવટી હાસ્ય રાખી,

વોટ માટે કઈ પણ કરવા તૈયાર,

આ નેતાઓ લોકો સાથે સેલ્ફી પડાવી,

ખુશ થતી પ્રજાને કેવી બનાવે મુર્ખ !

સેલ્ફીમાં વધુ ચિત્રો લેવા હવે તો,

ઊંચા ડાંડિયા પર ફોન ગોઠવી ,

ડાંડિયો ઉંચો કરી પાડે છે હવે સેલ્ફી,

લ્યો,સેલ્ફી પણ બની ગઈ હાઈટેક !

સેલ્ફી એટલે પોતે લીધેલું પોતાનું ચિત્ર ,

અરે ભાઈ,ચહેરાનું સેલ્ફી તો લઇ લીધું,

પણ તમારા અંતરનું સેલ્ફી લઇ લો ,

ત્યારે જ કહું, તમને ખરા સેલ્ફીકાર !

ચારેકોર બધાને સેલ્ફી લેતા જોઈને 

એંસીના આ ડોસાને પણ ચડ્યું ઝનુન,

હાથમાં સેલ ફોન કેમેરા ઓન કરી,

હાથ બરાબર ઉંચો કરી,

ચહેરાને કેમેરામાં ગોઠવી,ચાંપ દબાવી,

જુઓ લઇ લીધી મેં મારી આ બે સેલ્ફી !

મારી આ “સેલ્ફી” લઈને હું પણ બન્યો,

બધાંની જેમ જ સ્તો, એક “સેલ્ફીશ”!

વિનોદ પટેલ, સાન ડીએગો, ૫-૧૫-૨૦૧૬

( 735 ) મારું મન મોર બની થનગાટ કરે…રચનાઃ રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણી

ઇન્ટર નેટ ભ્રમણ દરમ્યાન કળા કરેલ આ મોરનાં ચિત્રો જ્યારે મેં જોયાં કે તરત મને કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની ખુબ ગવાતી રચના” મારું મન મોર બની થનગાટ કરે” નું સ્મરણ થયું.

આમે ય મને બાળપણથી જ મોર ખુબ ગમે છે.એના પીંછાંના રંગો મને ખુબ ગમતા .નાના હતા ત્યારે ખેતરમાંથી વેરાયેલાં મોરનાં પીંછાં વીણી ઘેર લાવીને એકઠાં કરતા અને એક જાગીરની માફક સાચવતા.મા એ પીંછાં બાંધીને એની નાની સાવરણી ભગવાનની મૂર્તિ સાફ કરવા માટે બનાવતી એ યાદ આવે છે.તમને તો ખબર હશે જ કે મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.

આ રહી રાષ્ટ્રીય શાયર મેઘાણીની એ આખી સુંદર કાવ્ય રચના .

મારું મન મોર બની થનગાટ કરે…રચનાઃ ઝવેરચંદ મેઘાણી

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે નવ બાદલને ઉર આગ બૂઝે
નદી પૂર જાણે વનરાજ ગુંજે હડૂડાટ કરી સારી સીમ ભરી
સરિતા અડી ગામની દેવડીએ ઘનઘોર ઝરે ચહું ઓર

મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

ઝવેરચંદ મેઘાણી

કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીને આ ગીત રચવાની પ્રેરણા ગુરુવર્ય શ્રી રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્ય Nav Dhan ઉપરથી મળી હતી .

મેઘાણીનું આ ગીત હિન્દી ફિલ્મ રાસલીલામાં જ્યારે ગવાયું એથી ખુબ મશહુર થઇ ગયું .

ફિલ્મમાં આ ગીત જાણતા ગુજરાતી ગાયક ઓસમાન મીરના કંઠે ગવાયું હતું. નીચેના વિડીયોમાં એમને આ ગીત ગાતા સાંભળીને તમને અહેસાસ થશે કે મેઘાણીના લોકગીતોમાં એમણે એમનું હૃદય નીચોવી દઈને ધરતીની મહેંકનો કેટલો સુંદર અહેસાસ કરાવ્યો છે.રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું એની યોગ્યતા મેઘાણીએ એમની આવી ઘણી અમર રચનાઓ મારફતે પુરવાર  કરી બતાવ્યું હતું.

આ ગીતને ફિલ્મ રાસલીલાનાં કેટલાંક દ્રશ્યો સાથે ગવાતું સાંભળો .

MOR BANI THANGHAT KARE(RaamLeela)

Music-by Osman Mir, Aditi Paul

મેઘાણીના આ લોક ગીતને લોક ગાયકો એમના ડાયરાના પ્રોગ્રામોમાં પણ ઘણી વાર ગાતા હોય છે.

આ વિડીયોમાં લોક ગાયક શ્રી ચેતનભાઈ ગઢવીને આ જ ગીતને ગાતા સાંભળો.આ વિડીયોમાં જે રીતે કળા કરતા મોરનાં અવનવાં ચિત્રો મુકાયાં એથી તમને પણ આ વિડીયો વિશેષ ગમી જશે.

===============

મન મોર બની થનગનાટ કરે નો સુંદર રસાસ્વાદ

અનાવૃત …….લેખક- શ્રી જય વસાવડા

માવજીભાઈ.કોમ ના સૌજન્યથી મેઘાણીના આ સદા બહાર ગીતનો જાણીતા લેખક શ્રી જય વસાવડાની એવી જ રસિક શૈલીમાં કરેલ રસાસ્વાદ નીચેની લીંક ઉપર માણો.

http://mavjibhai.com/MadhurGeeto/Jay-Article.pdf

( 722 ) હ્રદયમાં ઉતરી જાય એવી કવિતાઓ….. શ્રી પી.કે.દાવડા

મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડા એમની નિવૃતિનો સદુપયોગ કરી મનને ગમી જાય એવી સાહિત્ય સામગ્રી શોધીને એમના ઈ-મેલમાં મિત્રોના આસ્વાદ માટે નિયમિત રૂપે મોકલતા રહે છે.

આજની ઈ-મેલમાં એમણે હ્રદયમાં ઉતરી જાય એવી જાણીતા કવીઓ સ્વ.કરસનદાસ માણેક અને સ્વ.કૃષ્ણલાલ શ્રીધરાણી ની  બે કવિતાઓ મોકલી છે એ આજની પોસ્ટમાં એમના આભાર સાથે પ્રસ્તુત છે.

આ બે કવિતાઓ પછી આવા જ વિષયની મને ગમતી બે કવિતાઓ મેં ઉમેરીને મૂકી છે એ પણ તમને ગમે એવી છે .

વિનોદ પટેલ 

હ્રદયમાં ઉતરી જાય એવી કવિતાઓ

આપણા દેવસ્થાનો પાસે અઢળક સંપત્તિ છે, જ્યારે દેવે સર્જેલા માનવોને જીવતા રહેવા અન્ન પણ પ્રાપ્ત થતું નથી, આ હકીકતથી દુખી થઈ, આ બન્ને કવિયોએ પોતાના હૈયાની વેદના શબ્દોમાં ઠાલવી છે. 

જય જગન્નાથ, જય જગન્નાથ

ડુંગર ટોચે  દેવ બિરાજે, ખીણમાં ખદબદ  માનવકીટ

પરસેવે લદબદ ભગતો ને પ્રભુમસ્તક ઝગમગ કિરીટ

જય જગન્નાથ, જય જગન્નાથ

અવિનાશીને અન્નકોટના આવે  નિત અમૃત ઓડકાર

ખીણમાં કણકણ  કાજે મરતાં માનવજન્તુ રોજ હજાર

જય જગન્નાથ, જય જગન્નાથ

પ્રભુને નિત જરકશીના જામા પલક પલક પલટાયે ચીર

ખીણના ખેડું  આબરૂઢાંકણ  આયુભર પામે  એક લીર

જય જગન્નાથ, જય જગન્નાથ

ખીણના  ખાતર ખેડુ  પૂરશે  ધરતીમાં  ધરબી કૃશ કાય

ડુંગર દેવા  જમી  પોઢશે  ઘુમ્મટની  ઘેરી  શીળી  છાંય

જય જગન્નાથ, જય જગન્નાથ

કીડીને   કણ   હાથીને   હારો  સૌને  સૌનું  જાય  મળી

જગન્નાથ  સૌને   દેનારો   અર્ધવાણી   તો  આજ ફળી

જય જગન્નાથ, જય જગન્નાથ

જગન્નાથનો જય  પોકારો  કીડીને કણ પણ મળી રહેશે

ડુંગરનો  હાથી  તો  હારો  દ્યો  નવ  દ્યો  પણ લઈ લેશે

જય જગન્નાથ, જય જગન્નાથ

કરસનદાસ માણેક 

 

પૂજારી પાછો જા

ઘંટના નાદે  કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય

ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય

નૈવેદ્ય તારું , પૂજારી પાછો જા

મંદિરના ભવ્ય મહાલયો, બંધન થાય મને

રે, પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે

પ્રેમ નું ચિન્હ , પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર

દિન કે રાત  નીંદર લેતો, નૈવેદ્ય  તું ધરનાર

ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા

દ્વાર સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા

સ્વાર્થ  તણું  મંદિર  બાંધ્યું, પ્રેમ નહીં, પથરા

તું જો ને જરા, પૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં

ફૂલને  ધરે  તુંસહવા એણેટાઢ અને તડકા

તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા

રે પૂજારી મંદિર કાજે, મજૂર વહે પથરા

લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા

અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં

ધૂપ  ધર્યો  પરસેવો ઉતારી, ઘંટ  બજે   ઘણમાં

પૂજારી સાચો , પૂજારી પાછો જા

કૃષ્ણલાલ શ્રીધરાણી

— પી.કે. દાવડા 

 

ઉપરની કવિતાઓ જેવી જ આપણા હૃદયને સ્પર્શી જતી મારી પસંદની આ

બે કવિતાઓ પણ તમને જરૂર ગમશે. -વિ.પ.  

 

પ્રભુજીને પડદામાં રાખ મા

પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
ભળી જાશે એ તો ખાખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

આંખનાં રતન તારા છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
ખોટા હીરાને ખેંચી રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

– ઇન્દુલાલ ગાંધી

 

કવિ શ્રી કરશનદાસ માણેકનું એક જાણીતું કાવ્ય

 

“મને એ સમજાતું નથી “

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

– કરસનદાસ માણેક

 

 અગાઉ  વિનોદ વિહારમાં પ્રગટ શ્રી પી.કે.દાવડાજીના બધા લેખો 

આ લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

 

 

 

( 646 ) ત્રણ ચિત્ર કાવ્યો …… ચીમન પટેલ ….”ચમન “

હ્યુસ્ટન નિવાસી જાણીતા હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલએ નીચેનાં ત્રણ ચિત્રો એમની કાવ્ય રચનાઓ સાથે ઈ-મેલમાં મોકલેલ છે .

ચીમનભાઈના આભાર સાથે આ ચિત્રો/કાવ્યો આજની પોસ્ટમાં વાચકોના આસ્વાદ માટે પ્રસ્તુત છે.

ચીમનભાઈ નો પરિચય અને એમની સાહિત્ય કૃતિઓને માણવા માટે એમના બ્લોગ –“ચમન કે ફૂલ “  ની મુલાકાત અવશ્ય લેશો.

વિનોદ પટેલ

ત્રણ ચિત્રો/કાવ્યો 

Fire fighters

Fire fighters shave heads in support of chief’s ailing wife.

NEW CANEY, TX ,USA ના આ બહાદુર ફાયર ફાઈટરો છે .તમને મનમાં સવાલ થશે કે આ ચિત્રમાં દેખાય છે એમ બધાએ એક સામટા માથે મુંડન કેમ કરાવ્યું હશે !

આ ફાયર ફાઈટરોના બોસ -ચીફ નાં પત્ની કેન્સરની બીમારીથી પીડાય છે.એક કુટુંબી જનની જેમ તેઓ બધા એમને ચાહે છે. આ પરિસ્થિતિમાં એમને મોરલ સપોર્ટ આપવા માટે સૌએ એક સામટા માથે મુંડન કરાવીને ચીફ અને એમનાં પત્ની પ્રત્યે પ્રેમ અને સહાનુભુતિ પ્રદર્શિત કરી છે.

આ આખી વાત અંગ્રેજીમાં આ લીંક ઉપર વાચો. 

આ ચિત્ર જોઇને શ્રી ચીમન પટેલ રચિત એક તાન્કા કાવ્ય રચના

એક તાન્કાઃ

મમતા માટે

કર્યુ મૂંડણ સૌએ;

જાણી કેન્સર-

ફાયર ફાઈટર

‘ચીફ’ની એ પત્નીને!

*ચીમન પટેલ ‘ચમન’ (૧૧જન્યું’૧૫)

[તાન્કાનું બધારણઃ અક્ષ્રરો અનુક્રમે ૫/૭/૫/૭/૭]

(અડધો અક્ષ્રર ગણાતો નથી)

 બે બીલાડીઓનો સંપ 

Chiman patel -two cats

[ચિત્ર પ્રાપ્તિઃ વિજય ધારિયા ]

ઉપરનું ચિત્ર કેટલો સુંદર સંદેશ આપી જાય છે! લાકડાની કમ્પાઉન્ડ વોલ ની પાતળી ધાર ઉપર બે બિલાડીઓ કેવી સિફતથી ,સંપીને ,બેલેન્સ રાખીને એક બીજાને ક્રોસ કરે છે એ કાબિલે દાદ છે.

બિલાડી જેવા મુંગા પ્રાણીઓ પણ એક બીજાને સહકાર આપી સામે આવેલ પ્રશ્નને ઉકેલવાની કેટલી  આવડત ધરાવે છે અને કામમાં સફળતા મેળવે છે એનું આ સરસ ઉદાહરણ છે.આ બે બિલાડીઓ આપણને મનુષ્યોને મુશ્કેલીમાં એક બીજાના સહકારથી, ધીરજ રાખીને મુશ્કેલ લાગતો જીવનનો રસ્તો હોંશિયારીથી કેમ પાર કરાય એ શીખવી જાય છે.

આ ચિત્ર ચિત્ર પર શ્રી ચીમન પટેલ રચિત અછંદાસ કાવ્ય રચના  

                                  અછંદાસ કાવ્ય                                    

આ ચિત્ર જોઈ

સ્તબ્ધ ન થતા!

આ બેઉનો

સહકાર

સહિષ્ણુતા

ને

સફળતા

શીખવે સહુને;

સંપ ત્યાં સદા જંપ!

ચીમન પટેલ ‘ચમન’ (૨૩જાન્યુ’૧૫)

આજની જ ઈ-મેલમાં ચીમનભાઈએ એક બીજું આ સુંદર ચિત્ર  મોકલ્યું છે ,

અને બે શબ્દોના કાવ્ય જેવું  – દીર્ઘાયુ ભવ – એવું યોગ્ય શીર્ષક આપ્યું છે.

CHIMAN PATEL- DOG-BOY FRIEND

 દીર્ઘાયુ ભવ !

આ ચિત્ર પર મારી એક રમુજી હાઈકુ રચના- ચિત્રકુ !

ઓ મારા મિત્ર,

તું નીચો નમ,તારા 

વાળ કાપીએ !

આ ચિત્રનું બીજું કોઈ શીર્ષક અથવા હાઈકુ રચના-ચિત્રકુ- આ પોસ્ટની કોમેન્ટ

બોક્ષમાં લખી જણાવવા વિ.વિ. ના વાચકોને આમન્ત્રણ છે.

વિનોદ વિહાર 

આજ સુધીમાં 201,182 મુલાકાતીઓ !

આભાર દર્શન 

મને જણાવતાં ખુશી થાય છે કે સપ્ટેમ્બર ૨૦૧૧ થી વિનોદ વિહારની શરૂઆત થઇ ત્યારથી આજ સુધીમાં  બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૨૦૦૦૦૦ નો જાદુઈ આંકડો વટાવી ગઈ છે !

આવો સુંદર પ્રતીસાત દર્શાવવા માટે વી.વી.ના સૌ વાચકોનો

અંતરથી આભાર માનું છું. 

વિનોદ પટેલ 

( 642 ) “હું કોણ છું ?” … ચિંતન લેખ … ભાગ-૨ ….. (સંકલિત )

આ અગાઉની પોસ્ટ નમ્બર 641 – “હું કોણ છું ?” ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં આગળ ચર્ચા કરવામાં આવી છે.

“હું કોણ છું ?” વિશે તત્વના જાણકાર બે તત્વવેતાઓ ,અક્રમ વૈજ્ઞાનિક દાદા ભગવાન અને  મહા યોગી રમણ મહર્ષિના વિચારો સંકલિત કર્યા છે એ આપને માટે વિચારવા માટે મનનો ખોરાક બનશે એવી આશા છે.

સૌથી પ્રથમ રાજેશ વ્યાસ “મિસ્કીન “ નું આ સરસ કાવ્ય “માણસ છું  “ આસ્વાદ માટે પ્રસ્તુત છે .

માણસ છું  —–રાજેશ વ્યાસ “મિસ્કીન “

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલાં કાગળના આકાર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખુ પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 

“હું કોણ છું?” ઉપર દાદા ભગવાનના વિચારો .

“  હું કોણ છું?”નો જવાબ આપતાં દાદા ભગવાને સરસ કહ્યું છે કે …. 

એનો જવાબ મેળવવા માટે આપણા આત્માને ઓળખીને  અનુભવ કરો.

જીવન માત્ર જીવવા કરતાં કંઇક વધારે છે. જીવન માત્ર જીવી જવા સિવાય કશુંક વધારે હોવું જોઈએ. જીવનનો ધ્યેય ઉચ્ચ હોવો જોઈએ. મનુષ્ય જીવનનો ધ્યેય ‘હું કોણ છું?’ ની ઓળખાણ પામવી તે છે. અનંત અવતારથી ‘હું કોણ છું’ ની ઓળખાણ જ અટકી છે. ‘હું કોણ છું?’ની શોધની ખૂટતી કડીઓ જ્ઞાની પુરુષની વાણીમાં પ્રાપ્ત થાય છે.

હું કોણ છું?, હું કોણ નથી?, આત્મા કોને કહેવાય?, મારું શું છે?, મારું શું નથી?, બંધન શું છે? મોક્ષ(મુકિત) શું છે? ભગવાન ક્યાં છે? ભગવાન શું છે?, જગતનો ‘કર્તા’ કોણ છે?,

ભગવાન ‘કર્તા’ છે કે નથી?  ભગવાનનું ખરું સ્વરૂપ શું છે?’ આ જગતમાં રીયલ ‘કર્તા’ નો સ્વભાવ શું છે? જગત કોણ ચલાવે છે?, કેવીરીતે ચાલે છે? ભ્રાંતિનું ખરુ સ્વરૂપ શું છે? જે આપણે જાણીએ છીએ તે સાચું(રીયલ) છે કે ભ્રાંતિ છે? પોતાની પાસે જે જ્ઞાન છે તેનાથી પોતે મુક્ત થશે કે બંધનમાં રહેશે?

અહીં, તમને આ પ્રશ્નોની પાછળનાં સત્યની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત થશે. આ વિશાળ નવો ખજાનો છે. આ અક્રમ વિજ્ઞાનમાં અદ્‍ભૂત શકિત છે.

વધુ જાણવા માટે

નીચેની લીંક ઉપર આગળ વાંચો.

 http://www.dadabhagwan.in/vaignanik-ukel/aadhyatmik-vignan/hun-kon-chhu/#sthash.jba1Cze6.dpuf

” હું કોણ “Self-enquiry ઉપર મહા યોગી રમણ મહર્ષિ

વિકિપીડીયાની આ અંગ્રેજી લીંક મહા યોગી રમણ મહર્ષિ ઉપર એમના વિષે જે પુષ્કળ માહિતી આપી છે એમાં ” હું કોણ “(Self- Inquiry ) વિષે એમના વિચારોની ચર્ચા કરી છે એ નીચે પ્રસ્તુત છે.

Self-enquiry

See also: Self-enquiry and Hua Tou

At the highest level that could be expressed in words Ramana would say that “consciousness alone exists”; if this was met with doubt by the questioner, Ramana would say that this truth was being obscured by self-limiting ideas of the mind. For those followers who were so immersed in the self-limiting ideas of the mind that they could not experience the highest truth, Ramana prescribed an innovative method of self-attention which he called self-enquiry..

He recommended this technique so often and so insistently in response to questions on self-liberation and the classic texts on Yoga and Vedanta that it was regarded by many people as the most distinctive motif in his teachings:

Enquiry in the form “Who am I?” alone is the principal means. To make the mind subside, there is no adequate means other than self-enquiry. If controlled by other means, mind will remain as if subsided, but will rise again.

Self-enquiry is the constant attention to the inner awareness of “I” or “I am”. Sri Ramana Maharshi frequently recommended it as the most efficient and direct way of discovering the unreality of the ‘I’-thought.

Enquiring the “I”-thought, one realises that it raises in the hṛdayam (heart). The ‘I’-thought will disappear and only “I-I” or Self-awareness remains, which isSelf-realization or liberation:

What is finally realized as a result of such enquiry into the Source of Aham-vritti (I-thought) is verily the Heart as the undifferentiated Light of Pure Consciousness, into which the reflected light of the mind is completely absorbed.

Ramana warned against considering self-enquiry as an intellectual exercise. Properly done, it involves fixing the attention firmly and intensely on the feeling of ‘I’, without thinking. Attention must be fixed on the ‘I’ until the sense of “I” disappears and the Self is realised. Ramana’s written works contain terse descriptions of self-enquiry. Verse thirty of Ulladu Narpadu:

Questioning ‘Who am I?’ within one’s mind, when one reaches the Heart, the individual ‘I’ sinks crestfallen, and at once reality manifests itself as ‘I-I’. Though it reveals itself thus, it is not the ego ‘I’ but the perfect being the Self Absolute.

Verses nineteen and twenty of Upadesa Undiyar describe the same process in almost identical terms:

19. ‘Whence does the ‘I’ arise?’ Seek this within. The ‘I’ then vanishes. This is the pursuit of wisdom.

20. Where the ‘I’ vanished, there appears an ‘I-I’ by itself. This is the infinite.

Ramana considered the Self to be permanent and enduring, surviving physical death. “The sleep, dream and waking states are mere phenomena appearing on the Self”, as is the “I”-thought. Our “true nature” is “simple Being, free from thoughts”. Ramana’s own death experience when he was 16 already contains the practice of self-enquiry. After raising the question ‘Who am I?’ he “turned his attention very keenly towards himself”.

His earliest teachings are documented in the book Nan Yar? (Who am I?), in which he elaborates on the “I” and Self-enquiry:

  • “Of all the thoughts that rise in the mind, the thought ‘I’ is the first thought.”

  • “What is called mind is a wondrous power existing in Self. It projects all thoughts. If we set aside all thoughts and see, there will be no such thing as mind remaining separate; therefore, thought itself is the form of the mind. Other than thoughts, there is no such thing as the mind.”

  • “That which rises in this body as ‘I’ is the mind. If one enquires ‘In which place in the body does the thought ‘I’ rise first?’, it will be known to be in the heart [spiritual heart is ‘two digits to the right from the centre of the chest’]. Even if one incessantly thinks ‘I’, ‘I’, it will lead to that place (Self)’.”

  • “The mind will subside only by means of the enquiry ‘Who am I?’. The thought ‘Who am I?’, destroying all other thoughts, will itself finally be destroyed like the stick used for stirring the funeral pyre.”

  • “If other thoughts rise, one should, without attempting to complete them, enquire, ‘To whom did they arise?’, it will be known ‘To me’. If one then enquires ‘Who am I?’, the mind (power of attention) will turn back to its source. By repeatedly practising thus, the power of the mind to abide in its source increases.”

  • “Knowledge itself is ‘I’. The nature of (this) knowledge is existence-consciousness-bliss.”

  • “The place where even the slightest trace of the ‘I’ does not exist, alone is Self.”

  • “The Self itself is God.”

 

 છેવટે,જાણીતા લેખક અને વિચારક શ્રી મોહમદ માંકડનો એક ચિંતન લેખતમારો હું કોઈને વાગે નહી એ જોજો “ સંદેશ.કોમ ના સૌજન્યથી વાંચો . 

તમારો હું કોઈને વાગે નહી એ જોજો ……મોહમદ માંકડ

 

( 641 ) ” હું કોણ છું ?” ……એક ચિંતન લેખ …… વિનોદ પટેલ

મારા સુરત નિવાસી સાહિત્ય રસિક મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એક વાર એમના એક ઈ-મેલમાં નીચેનું ચિત્ર મને જોવા માટે મોકલ્યું  હતું .

 I - HU... Uttam Gajjar

મને એ ચિત્ર ખુબ ગમ્યું હતું એટલે એને મારા ગમતા ચિત્રોના ફોલ્ડરમાં સેવ કરી રાખ્યું હતું. આજે એ ફોલ્ડરમાં આ ચિત્ર જોતાં મનમાં વિચાર મંથન ચાલ્યું. એમાંથી જે કાવ્ય રચનાએ આકાર લીધો એ કાવ્ય રચના આ રહી …

હું કોણ છું ? 

હું નથી કોઈની સાથે કોઈ જાતની હરીફાઈમાં,

નથી પુરવાર કરવી મારી જાતને સહુથી અદકેરી,

નથી રમવી મારે એવી કોઈ રમત,

જેમાં મારી રમત જ બરાબર છે એવો ગર્વ હોય.  

અન્યો કરતાં ચડિયાતો છું એવી કોઈ ,

ભ્રામક રમત રમવાનો મને નથી અભરખો.

હું તો ફક્ત એવા પ્રયત્નમાં જ વ્યસ્ત છું ,

જે મારી જાતને આદર્શ આદમી બનાવી શકે .

  

મારી જે છે અને જેવી છે એ જાતને, 

ગઈકાલ હતી એના કરતાં આજે બહેતર બને,

એ માટે સતત કોશિશ કરી રહેલો, 

એક નમ્ર ,અદનો, અધુરો આદમી હું છું .

વિનોદ પટેલ

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલું જ કે “ હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? 

યાદ આવે છે આદિ શંકરાચાર્ય લિખિત ભજ ગોવિન્દમ નો આ શ્લોક ..

कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: ।

इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ 

(તું કોણ? હું કોણ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર)

એમના કહેવા પ્રમાણે આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે .જે દેખાય છે એ પણ નથી. प्रज्ञानं ब्रह्म । 

જીંદગી જીતવાની જડીબુટ્ટી શીખવતી એમની  ઝલક કોલમમાં કવી અને ચિંતક સ્વ. સુરેશ દલાલે “હું  છું કોણ ?” ના જવાબમાં સરસ લખ્યુંછે .

“હું વિચારોના વમળમાં ફસાયેલો હેમ્લેટ નથી. ટુ બી ઓર નોટ ટુ બીના સરકસી હિંચકા પર હું અહીંથી તહીં સામસામે અથડાતો અટવાતો નથી કે નથી હું ઑથેલો કે સીધો જ આચારમાં પકડાઈ જાઉં કે જકડાઈ જાઉં અને પછી પસ્તાયા કરું.

હું શંકા-કુશંકાથી ઘેરાયેલો અર્જુન નથી કે લડું કે ન લડું ની દ્વિધામાં રહેંસાતો, ભીંસાતો હોઉં. મારા સ્વારથ પર કૃષ્ણ તો હોય જ ક્યાંથી ?

હું રોમિયો નથી કે ભોમિયો નથી.

તો પછી, હું છું કોણ ?

હું છું આજનો માણસ. સવારથી રાત સુધી ઘણું બધું કરતો અને કશુંય ન કરતો. એના નામને અને ઈતિહાસને સ્નાન સૂતકનો સંબંધ નથી. એનું નામ તો રેશનકાર્ડમાં જ રોશન થાય. બહુ બહુ તો પાસપોર્ટમાં લખાય.

એને આંતરયુદ્ધ કે બાહ્ય્યુદ્ધનો પરિચય છે અને નથી. એ તો માત્ર મરણ સુધી જીવવું પડે એટલા માટે જીવે છે. એક વાર એનું નામ કંકોતરીમાં છપાયું તે છપાયું અને મરણનોંધમાં છપાશે ત્યારે એ હશે પણ નહીં.

જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.”

સ્વ. સુરેશ દલાલ 

આમ હું કોણ છું ” એ પ્રશ્નનો જવાબ શોધવા માટે  માણસની આખી જિંદગી પસાર થઇ જાય છે છતાં એનો સાચો ઉકેલ એ નથી મેળવી શકતો .

સંત સુરદાસે એના એક ભજનમાં ગાયું છે કે  ” મોસમ કૌન કુટિલ ખલ્કામી ” એટલે કે આ જગતમાં મારા જેવો કોઈ ખરાબ માણસ નથી .અભિમાનને –ઈગો -ને  મારવા માટે આ ફિલસુફી કામ લાગે એવી છે  .

જાતે ફુલાઈને ફાળકો થઇએ શું કામનું ! અભિમાન-ઇગો-નો ફુગ્ગો ફૂટતાં વાર લાગતી નથી એમાંથી હવા નીકળી જતાં જ આપણી મૂળ જાત ઉપર આપણે આવી જઈએ છીએ .

જ્યોતીન્દ્ર દવેએ એમની આત્મકથાનું નામ સરસ આપ્યું છે -” અલ્પાત્માનું આત્મ પુરાણ “

મહાત્મા ગાંધીએ એમની આત્મકથામાં એમની નબળાઈઓ અને ભૂલો છુપાવ્યા વિના જણાવી દીધી છે .ગાંધીજી પોતાની ભૂલોમાંથી શીખી , જાત પરીક્ષણ કરી, જીવનને બહેતર બનાવવાના પ્રયોગો કરતા રહ્યા હતા. એમણે લખેલ આત્મકથાનું નામ પણ “સત્યના પ્રયોગો “એવું રાખ્યું છે એ કેટલું સુચક છે  !

આવા સત્યને શોધવાના એમણે કરેલા સતત પ્રયોગોએ જ એમને પોરબંદરના અદના આદમી ” મોહનદાસ ગાંધી”માંથી વિશ્વના “મહાત્મા ગાંધી “ બનાવી દીધા. 

બીજું એવું જ એક ચિત્ર જે મેં સેવ કરેલ છે એ આ રહ્યું .એમાં પણ સરસ સંદેશ છે.

“ હું “ અને  “ અમે “

I -hu. -2

“ હું “ જ્યારે “ અમે “ સાથે મળે ત્યારે શક્તિઓનો સરવાળો થાય છે.

મિત્રોનો સાથ નવી શક્તિનો સંચાર કરે છે.

સંઘ શક્તિ જેવી શક્તિશાળી કોઈ ચીજ નથી. એક દાતણના તમે સહેલાઈથી બે ટુકડા કરી શકો પણ દાતણની ઝુડીના તમે બે ટુકડા તમારા હાથોની મદદ વડે કરી શકતા નથી.  

હમેશાં સૌને સાથે લઈને ચાલવું હિતકર હોય છે.

સબકા સાથ સબકા વિકાસ

અંગ્રેજી શબદ ILLNESS માંથી  I ને ખસેડી જો WE

મૂકીએ તો ILLNESS હોય એ WELLNESS બની જાય છે !

“હું” ની માંદગીને “ અમે “ એ કેવું આરોગ્યમાં બદલી નાખ્યું !  

વિનોદ પટેલ

 

( હવે પછીની પોસ્ટ – “હું કોણ છું ” ..ભાગ-૨ માં આ વિષય ઉપર અક્રમ વૈજ્ઞાનિક શ્રી દાદા ભગવાન અને મહર્ષિ રમણ મહર્ષિના વિચારો શું છે એ જાણવા મળશે . )