વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ચિત્ર કાવ્ય

( 979 ) પ્રભુ પ્રાર્થના… ભાવાનુવાદ

એક મિત્રએ વોટ્સ એપ પર અંગ્રેજીમાં એક પ્રાર્થના લખેલું ચિત્ર મોકલ્યું હતું એ મને ગમી ગયુ.એનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને ચિત્ર સાથે નીચે  પ્રસ્તુત કરેલ છે.

oh-god-enlaged-2

Dog-Prayer-Chitrku

પ્રભુ પ્રાર્થના

હે પ્રભુ,આ બધા ગુણોની ભેટ તારી પાસે હું માગું છું…

જેને બદલી ના શકાય એનો સ્વીકાર કરવાની સૌમ્યતા

જેને હું બદલી શકું એને બદલવા માટેની હિંમત , અને .

આ બન્ને વચ્ચેનો તફાવત યથાર્થ રીતે સમજવાનું ડહાપણ

ઇષ્ટ વસ્તુ મેળવતાં સમય લાગે એને માટે થોભવાની ધીરજ

અમારી પાસે જે કંઈ છે એ માટે તારા પ્રત્યેની આભારવશતા

જેઓ મારાથી જુદી રીતે સંઘર્ષ કરે છે એમને માટેની સહીષ્ણુતા

ભૂતકાળની મર્યાદાઓથી અતિરિક્ત થઇને જીવવા માટેની સ્વતંત્રતા 

તારો અમારા પ્રત્યેનો પ્રેમ અને અમારા એક બીજા પ્રત્યેના પ્રેમની અનુભૂતિ કરવા માટેની આત્મશક્તિ.

અને છેલ્લે ,

જીવનમાં કસોટીના સમયે  જો માનસિક રીતે પડી ભાંગું અને  

એમાંથી ઉભા થઇ શકવાની મને જરા એ આશા ના દેખાય,

ત્યારે પણ હું ઉભો થઇ જાઉં એવું મને મનોબળ

આપજે હે પ્રભુ !

ભાવાનુવાદ ..વિનોદ પટેલ …૧૧/૨૮/૨૦૧૬

 

 

( 895 ) આલ્બર્ટ આઈનસ્ટાઇનની ભવિષ્ય વાણી આજે સાચી પડી રહી છે !.. The day that Albert Einstein feared most has arrived!…

અંગ્રેજીમાં એમ કહેવાય છે કે A picture is worth a thousand words એટલે કે હજારો શબ્દો જે વાત અસરકારક રીતે સમજાવી નથી શકતા એ એક ચિત્ર સરળતાથી સમજાવી દે છે.

નીચે મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઇનનું એમના ચિત્ર સાથેનું એક સરસ અવતરણ છે એનો ગુજરાતીમાં અર્થ એ છે કે ….

“મને એક એવા દિવસનો ભય છે કે જ્યારે ટેકનોલોજી માનવોના અન્યોન્ય વહેવારની ઉપરવટ થઇ જશે.દુનિયા બબૂચકો-મૂર્ખાઓની પેઢીનાં દર્શન કરશે.”– આઈનસ્ટાઇન  

નીચે જે ચિત્રો મુક્યાં છે એવાં જ દ્રશ્યો જ્યારે આપણે આજે ઠેર ઠેર જોઈ રહ્યા છીએ ત્યારે તમને એમ નથી લાગતું કે આઈનસ્ટાઇનની એ ભવિષ્ય વાણી આજે સાચી પડી રહી છે !

વિનોદ પટેલ

Courtesy- Mr.Narsinhbhai  Patel / Mr.Chiman Patel 

The Day that ..1

આલ્બર્ટ આઈનસ્ટાઇનને જે દિવસનો ભય હતો એ દિવસ આજે આવી ગયો છે !

The day that Albert Einstein feared most has arrived!
          

It is Here 

નીચેનાં ચિત્રો એનાં ઉદાહરણો છે !

The Day that ..2

 Planning their honeymoon.

તાજુ પરણેલું યુગલ  હનીમુન ક્યાં કરીશું એની યોજનાઓ સ્માર્ટ ફોન પર કરી રહ્યું છે ! 

 

The Day that .3

A day at the beach.

બીચ પર જઈ દરીયાની મજા લેવાને બદલે જુઓ આ જુવાનીયાંઓ શું કરી રહ્યાં છે ? 


The Day that .4
Having dinner out with your friends.

મિત્રો સાથે રેસ્ટોરંટમાં ડીનર લેવા ગયેલ આ લોકોની નજર શેમાં સ્થિર થઇ ગઈ છે  !


The Day that .5
Out on an intimate date.

આ બે યુવક-યુવતી બહાર ડેઇટ પર ગયા છે અને આ શું કરી રહ્યા છે ?

The Day that .6
Having a conversation with your bestie.

આજુબાજુ બેઠેલા બે જણ વાતો તો કરે છે પણ ટેકષ્ટ મેસેજથી !

The Day that .7
A visit to the museum.

આ વિદ્યાર્થીઓ મ્યુઝીયમની મુલાકાતે  ગયા છે પણ ચિત્રો જોવાના બદલે એમના સ્માર્ટ ફોન પકડીને બીજે જ ક્યાંક વ્યસ્ત છે! 

આલ્બર્ટ આઈનસ્ટાઇન નું અવતરણ ફરીથી વાંચો ….  

“મને એક એવા દિવસનો ભય છે કે જ્યારે ટેકનોલોજી માનવોના અન્યોન્ય વહેવારની ઉપરવટ થઇ જશે.દુનિયા મૂર્ખાઓની પેઢીનાં દર્શન કરશે.”આઈનસ્ટાઇન   

Biodata of Albert Einstein
https://en.wikipedia.org/wiki/Albert_Einstein

:

( 787 ) ગાંધી જયંતી … શ્રધાંજલિ

Gandhi -message

(આ પેઈન્ટીગ -ચિત્ર પૂ. મહાત્મા ગાંધીજીએ એમના 79 સાથીઓ સાથે અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધીનીજે ઐતિહાસિક દાંડી કુચ યોજી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો એ પ્રસંગનું છે. )

આજે ૨ જી ઓક્ટોબર ૨૦૧૫ એટલે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની 146મી જન્મ જયંતી છે.આ દિવસે ઠેર ઠેર અનેક લોકો અને સરકારી તંત્ર પણ પૂ. બાપુને યાદ કરી તેમની જન્મ જયંતીને ઉજવશે .

આ દિવસે જ નહીં પણ હમ્મેશાં ગાંધીજીના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવા એમને સ્મરણમાં રાખવા જોઈએ.

આજે લાગે છે કે ગાંધી અને એમણે એમના જીવનમાં અપનાવેલાં મુલ્યો વિસરાઈ રહ્યાં છે. અહિંસાને બદલે હિંસા ચારે કોર જોવામાં આવે છે . સ્વ-શાયર શેખાદમ આબુવાલાની આ પંક્તિઓ થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે.

ગાંધી …

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-શેખાદમ આબુવાલા

ગાંધી સમાધિ પર

ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન
અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન

– શેખાદમ આબુવાલા

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ગાંધી યુગના જાણીતા સાહિત્યકાર-કવિ  સુંદરમની ગાંધી પરની એક સુંદર સોનેટ રચનાને મારા એક ગાંધી સ્કેચ ચિત્ર સાથે જોડીને નીચે પ્રસ્તુત કરેલ છે, એ આપને ગમશે.

Gandhi -Sonet

ગાંધીજીનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે. એમનું જીવન એ જ એમનો સંદેશ છે.

ગાંધીજીએ કહેલું કે “મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી, સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે .”

મહાત્મા ગાંધી એક વિશ્વ માનવ હતા.

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

અમેરિકામાં આફ્રિકન અમેરિકનોને સામાજિક ન્યાય મળે એ માટે લડતની આગેવાની લેનાર અને ગાંધીની માફક પોતાના ધ્યેય માટે શહીદ થનાર માર્ટીન લ્યુથર કિંગ જુનીયર, મહાત્મા ગાંધીને એમની અહિંસક લડતના એક પ્રેરણામૂર્તિ માનતા હતા.એમણે લખ્યું છે :

“God gave me message , Gandhi gave me method “

વિશ્વ વિખ્યાત વિચારક ‘ટોફલરે’ પણ ગાંધીજીની આવી વિશ્વ વ્યાપી અસર ને અંજલિ આપતાં કહ્યું છે :

“21 મી સદી ટેકનોલોજીની દૃષ્ટિએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને માનવમૂલ્યોની દૃષ્ટિએ ગાંધીને અનુસરતી હશે.”

૨ જી ઓક્ટોબર,૧૮૬૯ (ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫) ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલ એક બાળક ,મોહન કરમચંદ ગાંધી એક એવા પ્રકારનું ઉન્નત જીવન જીવી ગયો કે વિશ્વમાં એ મહાત્મા ગાંધીના નામે  અમર બની ગયો .ગાંધીએ ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે .

આવા વિશ્વ નેતા ગાંધીજીના જીવન અને કાર્યોની વિગતે ઝાંખી કરવા “સ્વચ્છ ભારત ” નો સંદેશ આપતી સ્વચ્છતાના આગ્રહી ગાંધીની નીચેની તસ્વીર ઉપર ક્લિક કરીને વિકિપીડીયામાં પહોંચી જાઓ.

Gandhi -svchha Bharat

મહાત્મા ગાંધી

યુ-ટ્યુબ ચેનલ પર ગાંધીજી ના જીવન ઉપરનો આ સુંદર વિડીયો જોવા લાયક છે .

Mahatma Gandhi-Documentary

ગાંધીની જન્મ જયંતીએ આપણે આ મહાન આત્માને યાદ કરી એમણે ચરિતાર્થ કરેલ જીવન મુલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એ જ એમને સાચી શ્રધાંજલિ આપી ગણાશે .

આ વિશ્વમાનવ – યુગવિભૂતિ ગાંધીને દેશસેવા, માનવસેવા અને એમના ત્યાગ અને સમર્પણ માટે વંદન કરી વિનોદ વિહારની આ પોસ્ટથી એમને હાર્દિક શ્રધાંજલિ આપતાં આનંદ થાય છે.

Lal bahaadur

ગાંધી જયંતીની ઉજવણીમાં આપણે એ ના ભૂલીએ કે ૨જી ઓકટોબર એટલે દેશને જય જવાન ,જય કિશાનનો મંત્ર આપનાર અને ટૂંકા સમયમાં પણ દેશની સુરક્ષા અને સન્માન માટે મૃત્યુ પર્યંત અભિનંદનીય કાર્ય કરી દેશને જાગૃત કરનાર દેશ નેતા લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે.

દેશ ભક્ત શાસ્ત્રીજી ના જન્મ દિવસે એમને પણ વંદન સાથે સ્મરણાંજલિ .

મારા પૌત્ર ચી. અર્જુનનો જન્મ દિવસ.

૨ જી ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતીના દિવસે જ મારા પૌત્ર અર્જુન નો પણ જન્મ દિવસ છે.આ શુભ દિવસે પૌત્ર અર્જુનને ગ્રાન્ડ પા નાં હાર્દિક અભિનંદન અને ઉજ્જળ ભાવી માટે અનેક શુભેચ્છાઓ .

આ જન્મ દિવસના પ્રસંગે ,અર્જુન અને મારાં પોતરાંઓનાં ચિત્રોને મઢી લઈને એમના ગ્રાન્ડ પા વિનોદભાઈ એ બનાવેલું એક ગ્રીટિંગ કાર્ડ …

HAPPY BD-ARJUN

 HAPPY BIRTH DAY DEAR ARJUN,

MANY HAPPY RETURNS OF THE DAY 
 

( 747 ) મારી અછાંદસ કાવ્ય રચનાઓ/ ચિત્ર કાવ્યો

આજે મારા ફેસ બુકના ગ્રુપ પેજ મોતી ચારો 

પર મુકેલ આ બે રચનાઓ વિ.વિ. ના વાચકો માટે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.

મારી આ બે સ્વ-રચિત અછાંદસ ભાવવાહી રચનાઓ માણો.

જિંદગીની સફળ સફર

જિંદગીની આ સફર “સફળ ” કરવાની હોય છે,
જિંદગીની સફરમાં ” સફર “પણ કરવું પડે છે.
સફર કરીને પણ સફરને જે સફળ બનાવે છે,
એ જ મનુષ્યનું જીવ્યું આ જગતમાં સફળ છે.

હું એક પતંગિયું !

એક રંગબેરંગી મનરંગી ઉડતું પતગીયું છું હું
પાંખોમાં મેઘ ધનુષ્યના રંગો લઈને ઉડું છું હું
ભર્યા બાગ જંગલોમાં મુક્ત વિહાર કરું છું હું
સુંદર ફૂલો ઉપર બેસી રોજ રસપાન કરું છું હું
રસાતુર પ્રેમી જનોને એ રસ પાઈ વિનોદુ છું હું
આ રીતે મારી જીવન યાત્રાને ગમતી કરું છું હું !

વિનોદ પટેલ

 

 ચિત્ર કાવ્યો 

મોતી ચારોમાં મુકેલ નીચેનું ચિત્ર કાવ્ય વાચકોને ખુબ પસંદ પડ્યું હતું .

આ ચિત્ર કાવ્ય માટે આજે જ ઈ-મેલમાં વાચક મિત્ર શ્રી Prabhulal Tataria એ લખ્યું છે:શ્રી વિનોદભાઇ,ખરેખર હ્રદય શ્પર્સી ચિત્ર છે અને અનુરૂપ શબ્દો પ્રયોજયા છે, આભાર.”

આ ચિત્ર કાવ્યને આપ પણ અહીં માણો.

વતન ભારતમાં આવાં ગરીબ અને મહેનત જીવી મહિલાઓનાં દ્રશ્યો જોવા મળે એ આર્થિક પાવર ની વાતો કરતા દેશના નેતાઓ માટે શરમ રૂપ ગણાવાં જોઈએ.

chitra kaavy-1

આ ચિત્ર જોઈ આ કાવ્ય સુઝ્યું ..

જીવતરનો બોજ

એના માથે ચણતરનો બોજ છે
એની કમરે જણતરનો બોજ છે
એના મનમાં જીવતરનો બોજ છે
પણ નેતાઓને ક્યાં કશું નડતર છે ?
આહ, આ તો કેવું માવતર હોય છે ?
ગરીબોનું આ તો કેવું કરુણ જીવતર છે ?
પેટનો ખાડો પુરવા કેવી વેઠ કરાવે છે !

વિનોદ પટેલ

એક ફૂલનો સંદેશ !chitr kaavy-2

કદાચ જો બરાબર વાંચી ના શકાય તો આ ચિત્રમાં જે લખાણ છે એ આ છે.

ધગતા લાવામાં ભસ્મીભૂત થયેલ ફૂલો વચ્ચે
ખીલી ઉઠ્યું છે કેવું આ એકલું રંગીન પુષ્પ !
આપી રહ્યું જાણે માનવીઓને એનો સંદેશ કે –
નીરાશાઓ વચ્ચે પણ એક આશા અમર છે .

એક ચિત્રકુ- ચિત્ર હાઈકુ chitr kaavy-3

( 710 ) જન્મોજન્મ નો સાથ !…. ( એક કરુણ ચિત્ર કાવ્ય )…..

 ફેક્ટરીનું મકાન માથા ઉપર તૂટી પડતાં એમાં દટાઈ ગયેલ પ્રેમી યુગલ

નું આ કરુણ દ્રશ્ય જોયું અને દિલમાં સંવેદનાઓ જાગી ઉઠી .

આ ચિત્ર મુગુ રહીને પણ કેટલી બધી વાતો  કહી જાય છે !

Couple in arms in death

 ચિત્ર કાવ્ય  

માંડ્યો હતો ઘર સંસાર પ્રેમથી અનેક આકાંક્ષાઓ સાથે ,

જીવવા મરવાના કોલ લીધા હતા લગ્ન ટાણે એક સાથે,

કુદરતનો કોપ પણ વિખુટા પાડી ના શક્યું આ યુગલને,

સાથે જીવ્યા ,સાથે મર્યા ,પ્રેમ દીપાવ્યો જીવનના અંતે ! 

વિનોદ પટેલ

—————–

ચિત્ર સૌજન્ય : Son Pari <son2nyc@gmail.co

( 655 ) બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

 હાસ્ય વેરી રહેલ એક નિર્દોષ કુમળા બાળકને હાથમાં પકડીને એવું જ નિર્દોષ હાસ્ય વેરી રહેલ યુગ પુરુષ મહાત્મા ગાંધીના નીચેના ચિત્રને જોઇને જે અછાંદસ કાવ્ય રચના પ્રગટી એ આ પોસ્ટમાં પ્રસ્તુત છે.- વિનોદ પટેલ 

Take time to laugh

  બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

દેશની આઝાદીની ચિંતાઓમાં ડૂબેલો આ ડોસો,

જુઓ કેવો બાળક શુ હાસ્ય વેરી રહ્યો છે !

ધન્ય થઇ ગયું આ હસતું ફૂલ કુમળું બાળક,

બોખા મુખે હસતા બાળક-બાપુના પાવન હાથોમાં.

અનેક વ્યસ્તતાઓના ઢેર વચ્ચે  ,હસવા માટે ,

આ મહાત્મા એનો સમય કેવો ફાળવી રહ્યો છે !

કહ્યું હતું આ રાષ્ટ્ર પિતાએ એક વાર કે,

જીવનમાં મારા હાસ્ય પ્રકૃતિ ના હોત તો,

ક્યારનો થઇ ગયો હોત હું એક પાગલ શો .

ઘણું ય છે શીખવાનું છે ,આ યુગપુરુષ પાસેથી ,

એની સાથે હાસ્યનું મહત્વ પણ શીખી લઈએ,

હાસ્ય તો છે જીવન મશીનરીનું એક પીંજણ,

વિના હાસ્ય જીવન ખોટવાઈ જવાનો છે સંભવ,

વિપદાઓ,વ્યસ્તતાઓ વચ્ચે પણ, સમય કાઢી,

હસતા રહી, હસાવતા રહેવાનો કરી લો સંકલ્પ.

વિનોદ પટેલ

 Life- laugh

સૌજન્ય- ફેસ બુક પેજ