પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? ‘મરીઝ’ ‘તબીબ’ કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ?
લોગ ઇન થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ. પીતા બધા થઈ ગયા, શૂરાની આબરૂ ગઈ. ‘મરીઝ’ બની ગયા ‘તબીબ’ અને પતી ગયો ઇલાજ. રહી ના શાન દર્દની, દવાની આબરૂ ગઈ. શૂન્ય પાલનપુરી
આજે ગુજરાતી ભાષાના આલા દરજ્જાના શાયર શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ. જેમણે એમ કહ્યું કે અમે તો કવિ કાળને નાથનારા… કવિ ખરેખર કાળને નાથનારો હોય છે. કાળને નાથવાનો અર્થ અહીં તેની સાથે બાથંબાથી કરવાનો નથી કે ઈશ્વર પેટલીકરની નવલકથામાં ચંદા નામની સ્ત્રી જે રીતે સાંઢને નાથે છે તે રીતે નાથવાનો પણ નથી. વાત સમયના પ્રવાહની છે.
કવિ કાળને એ રીતે નાથે છે કે તે કાળગ્રસ્ત થતો નથી. તેનું શરીર ચોક્કસ નાશ પામે છે. તેનું સર્જન જીવતું રહે છે. આપણે આપણા પ્રાચીન કવિઓને તેમના શરીરથી ઓળખતા પણ નથી.તેમના ચહેરા કેવા હતા તેની પણ જાણ નથી. પરંતુ તેમનું સર્જન આજે પણ આપણી વચ્ચે જીવે છે. કેમ કે તેમણે સર્જનથી કાળને નાથ્યો છે.
ગુજરાતી ગઝલના મોભાદાર આ શાયરનો જન્મ ૧૯૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામે થયો હતો અને અવસાન ૧૭ માર્ચ ૧૯૮૭ના રોજ થયું હતું ૧૬ વર્ષની વયે ગઝલ લખવાની શરૂ કરનાર આ શાયરે આજીવન ગઝલની સાધના કરી.
એક વખત હરીન્દ્ર દવેને લખેલા પત્રમાં ગઝલસર્જન વિશે તેમણે જે લખેલું તે આજે પણ અનેક શાયરોને ઉપયોગી થાય તેમ છે. તેમણે લખ્યું હતું. ‘ગઝલકાર એ શબ્દનો શિલ્પી છે. એક શિલ્પકાર સુંદર પ્રેરણા થાય તો એ પ્રેરણાને આકાર દેવા તત્પર થાય છે.
પણ એ માટે એને શરીરશાસ્ત્ર (ચહર્ચાસઅ)નો અભ્યાસ હોવો જોઇએ. નહીંતર ક્યાંક પગ કરતા હાથ જાડો થઇ જાય. ક્યાંક દેહના પ્રમાણમાં માથું નાનું થઇ જાય. બાકી પ્રેરણા તો દૈવી જ હોય છે. ગઝલકારને ગઝલ લખવાની પ્રેરણા એ દૈવી ઘટના છે.
યાંત્રિકતા લાવવાની છે ફક્ત ગઝલ-કલા પૂરતી. એનાથી વધુ સપ્રમાણ લખી શકાય. ‘તેમની આ વાત પર ઘાયલ સાહેબે પણ મહોર મારી અને લખ્યું. ‘શૂન્ય દૈવી પ્રેરણાથી અધિક મહત્ત્વ સજ્જતાને આપે છે.’ અને તેમના ગઝલસર્જનમાં આપણે તે સજ્જતા જોઈ શકીએ છીએ.’
શૂન્ય સાહેબના ઉપરોક્ત મુક્તક પાછળ ગુજરાતી શાયરીનો એક છુપો પ્રસંગ પણ વણાયેલો છે. આ મુક્તક ખરેખર તો ચાર પંક્તિમાં સમાયેલી એક ઘટના સ્વરૂપે છે. જો કે હવે તે પ્રસંગ જગજાહેર છે.
સાહિત્યજગતનો ભાગ્યે જ કોઈ માણસ આ પ્રસંગથી અજાણ હશે. તેના વિશે ઘણી વાર વર્તમાનપત્રોમાં પણ લખાઈ ગયું છે. ચંદ્રશેખર ઠક્કુર નામના એક જ્યોતિષીએ રૂપિયા બે હજારમાં મરીઝની ગઝલો ખરીદી અને ‘દર્દ’ નામથી પોતાના નામે સંગ્રહ પ્રકાશિત કર્યો. ગઝલનો છંદ ન તૂટે તે માટે ‘મરીઝ’ની જગ્યાએ ઉપનામ ‘તબીબ’ રાખી દેવામાં આવ્યું. હવે થયું એવું કે આખી ઘટનાની જાણ શૂન્ય પાલનપુરીને થઈ.
આ વાત જાણી ગઝલને બંદગી માનનાર શાયર શૂન્ય સાહેબ ગુસ્સાથી રાતાચોળ થઇ ગયા. તે વખતે તે મુંબઇના અખબારમાં નોકરી કરતા હતા. ગુસ્સે ભરાયેલા શૂન્ય સાહેબે અખબાર માટે આ આખી ઘટનાની એક સ્ટોરી લખી. પછી તંત્રી દ્વારા ચંદ્રશેખર ઠક્કુરને ઓફિસમાં બોલાવ્યા. શૂન્ય સાહેબે લખેલી સ્ટોરી તેમને વાંચવા આપીને કહ્યું કે આવતી કાલે આ સ્ટોરી છપાવાની છે.
આ વાત સાંભળી ચંદ્રકાન્ત ઠક્કુર રડવા જેવા થઇ ગયા અને માફી માગવા લાગ્યા. ત્યારે શૂન્ય પાલનપુરીએ કહ્યું કે તમે અત્યારે જ એક ખુલાસો લખીને જાહેર કરો કે મારી ભૂલ થઇ ગઈ છે અને મારી તમામ ગઝલો મરીઝે લખેલી છે. ચંદ્રશેખર ઠક્કુર તૈયાર થઇ ગયા. બીજા દિવસે છાપામાં માફીનામું છપાયું અને આમ મરીઝની તમામ ગઝલો પાછી મળી. આ કામનો બધો યશ શૂન્ય પાલનપુરીને જાય છે.
આ ઘટના પછી શૂન્ય સાહેબે ઉપરોક્ત મુક્તક લખ્યું અને એક કાર્યક્રમમાં રજૂ કર્યું. પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? ‘મરીઝ’ ‘તબીબ’ કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ? તે બધી જ વાત માત્ર ચાર જ પંક્તિમાં તેમણે સાંકેતિક રીતે કહી દીધી. સમજનારા શાનમાં સમજી ગયા હતા.
આ તો એક પ્રસંગની વાત થઈ. તે સિવાય શૂન્ય સાહેબની અનેક ગઝલો, મુક્તકો અને શેર એટલા બધા લોકપ્રિય છે કે તેની યાદી માત્રથી લેખ પૂરો થઇ જાય. આજે જ્યારે તેમની પુણ્યતિથિ છે ત્યારે તેમની જ એક સુંદર ગઝલથી તેમને વંદન કરીએ.
લોગઆઉટ
કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ. વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો. જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ. દ્રષ્ટિની સાથ સાથ પડણ પણ છે આંખમાં. જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ. આવ્યા તમાશો જોયો અને લીન થઇ ગયા. ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ. શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે. આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
વારંવાર માણવી ગમે તેવી મરીઝ સાહેબની એક બેનમુન ગઝલ.
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ; પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
બ્લોગ વિશ્વમાં જાણીતા મારા સહૃદયી મિત્ર અને આ બ્લોગના સહ સંપાદક શ્રી સુરેશ જાનીની પસંદગીની બે ગઝલ રચનાઓ અને એનું સુંદર ગઝલાવલોકન જાણીતા બ્લોગ ”વેબ ગુર્જરી”ની બે પોસ્ટમાં પ્રકાશિત થયું છે .મને એ વાંચતાં જ ગમી ગયું.
વેબ ગુર્જરી અને અવલોકનકાર સુરેશભાઈના આભાર સાથે એને વિ.વિ.ના વાચકો માટે અત્રે પુનઃ પ્રગટ કરેલ છે.
આમે ય શ્રી સુરેશભાઈ આંખો ઉઘાડી રાખી અવલોકન કરવાનો કુદરતી શોખ ધરાવનાર જાગૃત વ્યક્તિ છે એ એમની ”મારાં અવલોકનો ” ની ઈ-બુકોના લેખો વાંચવાથી સહેજે ખ્યાલ આવી જશે.
વિનોદ પટેલ
બે ગમતીલી ગઝલો અને એનું સુંદર ગઝલાવલોકન … સુરેશ જાની
સૌજન્ય/સાભાર … વેબ ગુર્જરી …
ગઝલાવલોકન – ૧ :
ગઝલ ..”ગમતાંનો કરીએ ગુલાલ”…. મકરંદ દવે
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી ખાડા ખાબોચિયાને બાંધી બેસાય આ તો વરસે ગગનભરી વ્હાલ ગમતાંનો કરીએ ગુલાલ
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી આવે તે આપ કરી પળમાં પસંદગી મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ ગમતાંનો કરીએ ગુલાલ
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ ગમતાંનો કરીએ ગુલાલ
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ
મશહુર કવ્વાલ અઝીઝ નાઝા Aziz Naza ની એક પ્રખ્યાત પ્રેરણાદાયી કવ્વાલી- ગઝલના શબ્દો તથા એનો કરેલો મારો રસાસ્વાદ નીચે પ્રસ્તુત છે.
Lyrics —
हुए नामवर … बेनिशां कैसे कैसे … ज़मीं खा गयी … नौजवान कैसे कैसे …
आज जवानी पर इतरानेवाले कल पछतायेगा – ३ चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा – २ ढल जायेगा ढल जायेगा – २
तू यहाँ मुसाफ़िर है ये सराये फ़ानी है चार रोज की मेहमां तेरी ज़िन्दगानी है ज़र ज़मीं ज़र ज़ेवर कुछ ना साथ जायेगा खाली हाथ आया है खाली हाथ जायेगा
जानकर भी अन्जाना बन रहा है दीवाने अपनी उम्र ए फ़ानी पर तन रहा है दीवाने
किस कदर तू खोया है इस जहान के मेले मे तु खुदा को भूला है फंसके इस झमेले मे आज तक ये देखा है पानेवाले खोता है ज़िन्दगी को जो समझा ज़िन्दगी पे रोता है मिटनेवाली दुनिया का ऐतबार करता है क्या समझ के तू आखिर इसे प्यार करता है अपनी अपनी फ़िक्रों में
जो भी है वो उलझा है – २ ज़िन्दगी हक़ीकत में क्या है कौन समझा है – २ आज समझले … आज समझले कल ये मौका हाथ न तेरे आयेगा ओ गफ़लत की नींद में सोनेवाले धोखा खायेगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा – २ ढल जायेगा ढल जायेगा – २
मौत ने ज़माने को ये समा दिखा डाला कैसे कैसे रुस्तम को खाक में मिला डाला याद रख सिकन्दर के हौसले तो आली थे जब गया था दुनिया से दोनो हाथ खाली थे अब ना वो हलाकू है और ना उसके साथी हैं
जंग जो न कोरस है और न उसके हाथी हैं कल जो तनके चलते थे अपनी शान-ओ-शौकत पर शमा तक नही जलती आज उनकी तुरबत पर अदना हो या आला हो सबको लौट जाना है – २ मुफ़्हिलिसों का अन्धर का कब्र ही ठिकाना है – २
जैसी करनी … जैसी करनी वैसी भरनी आज किया कल पायेगा सरको उठाकर चलनेवाले एक दिन ठोकर खायेगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा – २ ढल जायेगा ढल जायेगा – २
मौत सबको आनी है कौन इससे छूटा है तू फ़ना नही होगा ये खयाल झूठा है साँस टूटते ही सब रिश्ते टूट जायेंगे बाप माँ बहन बीवी बच्चे छूट जायेंगे तेरे जितने हैं भाई वक़तका चलन देंगे
छीनकर तेरी दौलत दोही गज़ कफ़न देंगे
जिनको अपना कहता है सब ये तेरे साथी हैं कब्र है तेरी मंज़िल और ये बराती हैं ला के कब्र में तुझको मुरदा बक डालेंगे अपने हाथोंसे तेरे मुँह पे खाक डालेंगे तेरी सारी उल्फ़त को खाक में मिला देंगे तेरे चाहनेवाले कल तुझे भुला देंगे इस लिये ये कहता हूँ खूब सोचले दिल में क्यूँ फंसाये बैठा है जान अपनी मुश्किल में कर गुनाहों पे तौबा आके बस सम्भल जायें – २ दम का क्या भरोसा है जाने कब निकल जाये – २
मुट्ठी बाँधके आनेवाले … मुट्ठी बाँधके आनेवाले हाथ पसारे जायेगा धन दौलत जागीर से तूने क्या पाया क्या पायेगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा – ४
ઉપરોક્ત કવાલીનું રસ દર્શન …. વિનોદ પટેલ
આ પ્રેરક કવાલીમાં માણસના જીવનની ક્ષણ ભંગુરતા તથા માનવીય સંબંધોની વાત માનવીને ઉદ્દેશીને કહેવામાં આવી છે.
કોઈ માણસ ભલે ખુબ જ પ્રખ્યાત હોય, એના નામના સમાજમાં ડંકા પડતા હોય પરંતુ જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે એનું નામ કે નિશાન એના મૃત્યુ સાથે જ નાશ પામે છે.યુવાનીનો ગર્વ રાખનાર ભલ ભલા યુવાનો આજે કબરોમાં પોઢી ગયા છે,જાણે કે જમીન એમને ખાઈ ગઈ ના હોય !
સૂર્યોદય વખતનો રમણીય સૂર્ય દિવસ દરમ્યાન બરાબર એનું રૂપ બતાવી સાંજે આથમીને વિદાય થઇ જાય છે એમ જ જે લોકો એમની યુવાની પર ગર્વ કરે છે એ લોકો સૂર્યની માફક ઘડપણ પછી મૃત્યુ પામી વિદાય થવાના છે એ નક્કી જ છે.
આ દુનિયા એક મુસાફર ખાનું -ધર્મશાળા છે અને એમાં તું એક મુસાફર છે.એમાં તારી જિંદગી ચાર દિવસ માટેના મહેમાન જેવી જ છે.તું જ્યારે મૃત્યુ પામીશ ત્યારે તારી માલ મિલકત, જર,જમીન કે જોરુ તારી સાથે આવવાનાં નથી. ખાલી હાથે જ તું આવ્યો હતો અને ખાલી હાથે જ તું એક દિવસ વિદાય લેવાનો છે. તો એ બધી ચીજો માટે તું શાનો ગર્વ કરે છે.અરે મુર્ખ, તું આ જાણે છે છતાં અજાણ બનવાનો ઢોંગ કરે છે.તારી આ નાશવંત જિંદગી પર શાનો છાતી કાઢીને ફરી રહ્યો છે.આ મૂર્ખાઈ નથી તો શું છે !
જિંદગીના આ મેળામાં તું ખોવાઈ ગયો છે.આ બધા તારા જમેલાઓમાં તું ફસાઈ ગયો છે અને જેને યાદ રાખવા જોઈએ એ ભગવાનને તું ભૂલી ગયો છે.
આજ સુધી તો એવું જોયું છે કે જેણે મેળવ્યું છે એ સદા સાથે રહેવાનું નથી.આ નાશવંત દુનિયા નો વિશ્વાસ કરવા જેવો નથી.શું સમજીને એને તું આખર સુધી પ્રેમ કરે છે એ સમજાતું નથી.
જે લોકો એમની ચિંતાઓમાં ઉલઝાઈ ગયા છે એવા લોકો હકીકતમાં જિંદગી શું છે એ કોણ સમજ્યું છે ! તું આજે જ એને બરાબર સમજી લે પછી આવો કાલે મોકો નહિ આવે.ગફલતથી જે લોકો આળસ કરી સુતા રહેશે એ લોકો છેતરાઈ જવાના છે.ચઢતો સુરજ જેમ ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે એમ જિંદગીનું પણ એવું જ છે. એક દિવસ એ પણ ક્ષીણ થવાની જ છે.
દુનિયાને મૃત્યુએ એ બતાવી આપ્યું છે કે ભલ ભલા મોટા રુસ્તમ પણ મૃત્યુની ઝપટમાં આવીને રાખ થઇ ગયા છે.સિકન્દરને યાદ કર એનું શું થયું.આખી દુનિયાને જીતવાના ઈરાદાથી નીકળેલો સિકંદર પણ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જવું પડ્યું હતું.હવે ક્યાં ગયું એનું જોરદાર લશ્કર, એ કોરસ , એ હાથી અને એના સાથી લડવૈયાઓ. કોઈ જ રહ્યું છે ખરું !
ગઈ કાલે જે લોકો એમની શાન અને ખ્યાતી પર છાતી કાઢીને ચાલતા હતા એ લોકોના પાળીયાઓ ઉપર કોઈ દીવો પણ કરતું નથી.કોઈ રંક હોય કે કોઈ રાય બધાને એક દિવસ આવ્યા હતા એમ ચાલી જવાનું છે.મોટા રુસ્તમો માટે પણ કબર એજ એમનું એક આખરી ઠેકાણું છે.
જેવું કર્મ કર્યું હશે એવું જ એનું ફળ મળવાનું છે.આજે સારું કર્મ કર્યું હશે તો કાલે વહેલા માંડા સારું ફળ મળવાનું જ છે.ગર્વથી માથું ઊંચું રાખીને ચાલનાર માણસો એક દિવસ ઠોકર ખાવાના જ છે.યાદ રાખો, સવારનો ઉગેલો પૂર્ણ સુરજ ધીરે ધીરે સાંજે ઢળી જવાનો છે.
બધાને ત્યાં મૃત્યુ એક દિવસ વહેલું કે મોડું આવવાનું જ છે.એનાથી કોઈનો છુટકારો થવાનો નથી. તું ફના થવાનો નથી એવો જો તારો ખ્યાલ હોય તો એ તદ્દન ખોટો છે.તારો શ્વાસ ચાલ્યો જતાંની સાથે જ તારા બધા સંબંધો કપાઈ જવાના છે.મા,બાપ,બહેન,પત્ની, બાળકો,ભાઈ, ભોજાઈ વિગેરે સંબંધીઓ તારી બધી મિલકત વહેંચી લેશે અને તને તો ફક્ત બે ગજ જમીન કફન માટે જ આપવાના છે.
તારા જીવનની આખરી મંઝીલ તારી કબર સુધી જ છે.તું જેને તું પોતાના માને છે અને એ બધા જેમને તારા સાથી તરીકે ગણતો હતો એ તારી કબર સુધી જ એક બરાતીની જેમ આવવાના છે. તને એક મડદું ગણીને કબરમાં સુવડાવી એમના હાથોથી જ તારા એક દિવસના સુંદર મોઢા પર માટી નાખીને તારા મડદાને દાટી દેશે.આખી જિંદગીથી સાચવેલી તારી કાયાને માટીમાં મેળવી દેશે.તને જે લોકો આજે ચાહતા હતા એ બધા કાલે તને ભૂલી જશે.
એટલા માટે હું કહું છે તારા દિલ અને દિમાગમાં બરાબર વિચારી લે. તારી જાતને કેમ મુશ્કેલીઓમાં ફસાવીને તું બેઠો છે.ખરાબ કામો-દુષ્કર્મો કરવાનું છોડી દે.તારી જાતને સંભાળી લે.આ શ્વાસ ક્યારે ચાલ્યો જશે એનો શું ભરોંસો. બંધ મુઠીથી આવ્યા હતા અને હાથ પસારીને ખાલી મૂઠીથી જવાના છીએ.તારી એ બધી ધન દોલત,માલ મિલકત મેળવીને આખરે તને શું મળ્યું એનો કદી વિચાર કર્યો છે ખરો !
યાદ રાખ સવારનો ચઢતો સુરજ સાંજે વિદાય લેવાનો જ છે. એવું જ તારી જિંદગીનું છે.તારું જીવન નાશવંત છે.
આ પ્રેરણાદાયી ગઝલને મશહુર કવ્વાલ અઝીઝ નાઝા અને સાથીઓના સુર સંગીત સાથે માણો
શબ્દનાં આજીવન ઉપાસક – આરાધક અને શબ્દની સાથે જીવનાર ઘાયલ સાહેબ ખુદને શબ્દ સાધક પણ કહેતા હતા. કોઇ અલૌકિક શકિતનાં સહારે – જ આ શબ્દની સાધના – આરાધના થતી એવું તેઓનું માનવું હતું.
‘સૂરથી શબ્દનો, શબ્દથી સૂરનો,
મોક્ષ જાણે અહીં થાય છે હરઘડી
મોજથી પીઉં છું: મારી જાણે બલા,
કોણ મુજને સતત પાય છે હરઘડી.’
ખુદના જીવનમાં પોતે સંતુષ્ટિથી જીત્યાને જીવન – મૃત્યુ વચ્ચેની લડાઇ વખતે તેઓનાં શબ્દો કંઇક આ પ્રમાણે હતા.
‘જીવનમાં એક કરતાં પણ અધિક બહુમાન પામ્યો છું,
મને તો એમ કે હું મૃત્યુંજય વરદાન પામ્યો છું,
વિચારૂં છું – છતાં એકાન્તમાં તો એમ લાગે છે,
ઘણું જીવી ગયો છું પણ સતત અવસાન પામ્યો છું.’
તેમની ભાષા સમૃધ્ધિ વિશે ‘સ્વામી આનંદ’એ ઇ.સ. ૧૯૭૩ ભૂમિપુત્રમાં ખાસ ઉલ્લેખ કરેલો કે ઘાયલ સાહેબ સાથેની એક મુલાકાત દરમિયાન ભાષા પ્રયોગ અંગે એમણે કરેલી વ્યાખ્યા તેમને સોંસરી ઊતરી ગયેલી જેમાં કહેલું કે, ‘હું મોટે ભાગે ચોખલિયા સાક્ષર વર્ગની અણમાનીતી એવી ગઝલ શૈલીમાં મારા મનના ભાવ – આવેગની અભિવ્યકિત શોધતો હોઉ છું. મારા છૂટેદોર અવલોકનોમાં સાક્ષરી ચીલાઓની ઘૂંસરી ન સ્વીકારતા ગુજરાતી, હિન્દી, ફારસી, સંસ્કૃત કશાનો ટાળો કર્યા વગર જે કોઇ ભંડોળનો શબ્દ હૈયે ચડે કે ઊગે તેને જોતરી લઇને ધસ્યો જાઉં છું. અને તેની જિંદગી જનતાની જીભને ભળાવું છું. જનતાની જીભે વસે તે શબ્દ સાચો ને નરવો. એ જ પ્રાણદાયી ભાષા ખોરાક છે ને જનસમાજ શરીર, સારો, નબળો ચાહે તે ખોરાક શરીરમાં નાંખો, શરીર ખપનો હોય તેટલો પચાવી લેશે અને મળ તેટલો કાઢી નાખશે.’
અમૃત ઘાયલ સાહેબનાં સમગ્ર ગઝલસંગ્રહ ‘આઠોં જામ ખુમારી’ નામે પ્રગટ થયેલ જેમાં તેમની સમગ્ર ગઝલયાત્રાનો સમન્વય છે. પ્રવિણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત આ ગ્રંથ ન માત્ર એક ગઝલસંગ્રહ પરંતુ તેમના મુક્તકો – ગઝલો અને સમગ્ર રચનાઓને આપણી સમક્ષ ધરે છે. આ પુસ્તક ગુજરાતી ગઝલનો સીમાસ્તંભ કહી શકાય. મકરંદ દવે એ આ ગઝલસંગ્રહનાં પ્રકાશનને ગુજરાતી કવિતાના પ્રાંગણમાં એક વિશેષ ઘટના બતાવી હતી. જેમાં…
‘ચટકીલો ચાકમચૂર ભર્યો, આ રંગ કસુંબી ઘાયલનો,
વિદ્રોહી, વેધૂકો, વિફર્યો આ રંગ કસુંબી ઘાયલનો,
લે આવ તને જીવનને તાલે – તાલે આજ ઝુલાવી દે,
દરવેશી નૂરમનૂર નર્યો, આ રંગ કસુંબી ઘાયલનો.’
રૂસ્વા મઝલુમી ‘ઘાયલ’ સાહેબને ફક્ત શાઇર શિરોમણી જ ન ગણતા – એક મહાન ઇન્સાન – માણસ માનતા હતા. તેમની નજરે ઘાયલસાહેબ સૂફી સંત હતા અને આવા મહાન સર્જકનું – તેમની સર્જન પ્રતિભાનું – અભિવાદન કરવું એ આપણી ગુજરાતી સંસ્કૃતિનું, ગરવી ગુર્જર ગિરાનું, ગુજરાતની ગઝલનું, સરવાળે ગુજરાતની સાહિત્ય અસ્મિતાનું જ સન્માન કરવું ગણતા… ઘાયલ સાહેબનું એક મુક્તક…
‘બસ, આમ આનબાનથી જિવાય તો ય બસ,
અંઘેરો ફફડતા, શાનથી સિવાય તોય બસ,
આ જામમાં છે એથી વધારે ન જોઇએ,
આ જામમાં છે એટલું પિવાય તોય બસ…!’
જિંદગીના મેળામાં ને ધમસાણમાં એ બરાબર મેદાને પડે છે પણ તમામ પાછળ પેલા વેરાગી એકતારો વાગતો સંભળાય છે કોઇ જાતની આશા, નિરાશા કે હતાશા કે હારજીતના સુખ – દુઃખને ધૂળ ખંખેરીએ એમ ખંખેરી હરહંમેશ હર હાલમાં ખુશરહેનાર હતા.
‘વલણ હું એક સરખું રાખું છું આશા – નિરાશામાં,
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં,
સદા જીતું છું એવું કૈં નથી, હારૂં છું બહુધા પણ,
નથી હું હારને પલટવા દેતો હતાશામાં.’
ઘાયલ સાહેબની સાથે મારે તો પત્ર વ્યવહારનો નાતો રહેલો નાનપણમાં એ સમયે શબ્દની એટલી ઊંડાઇ – ગહેરાઇ મને પણ ખબર ન હતી કે ન હોતી એટલી પરિચીત શબ્દોથી પણ એમનો એક શેર એમના પત્રમાં લખી મોકલાવેલ ને મેં જીવનમંત્ર બનાવ્યો…
‘રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં મરી જવાના !
નિજ મસ્ત થઇ જીવન આ પૂરું કરી જવાના,
બિંદુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના !
કોણે કહ્યું કે, ખાલી હાથે મરી જવાના !
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.’
એમને પોતાના જીવનમાં બહોડા અનુભવો – સંઘર્ષો વેઠયા. એમના શબ્દમાં તેમના જીવન સંઘર્ષની ઝાંય પડે ઝાંખી દેખાય આવે પરંતુ ખુમારી – આનબાન – શાન સાથે જીવેલા વ્યકિત આમ તો તખલ્લુસ ‘ઘાયલ’ એટલે જ સમજી શકાય કે આ ‘ઘાવ’ કેવા – કેટલા હશે કે તેઓ કાયમ ઘાયલ જ રહ્યા. ને નામ અમૃત એમની એક રચના…
‘મિલાવ હાથ રોપિયે નવી નકોર જિંદગી,
ખપે નહી કઠોર કે હવે નઠોર જિંદગી – મિલાવ હાથ…’
તથા અન્ય રચનામાં…
‘કશું ના નડયું આજ આヘર્ય વચ્ચે,
અચાનક જડયું આજ આヘર્ય વચ્ચે,
અમે શોધમાં જેની ભટક્યા જીવનભર,
એ પગમાં પડયું આજ આヘર્ય વચ્ચે.’
આ પણ જિંદગીમાં જીવનભરના સંઘર્ષ બાદ આヘર્ય વચ્ચે અચાનક મળી આવતા અનુભવની વાત એમની ગઝલોમાં જીવન અને મૃત્યુ વિેશનું ચિંતન વારંવાર પડધાય પરંતુ એમણે કયાંય જીંદગીના રોદણા નથી રોયા, જીંદગી જીવવા માટે છે રોદણા રોવા, બડાપા મારવા કે માથાકુટવા માટે નથી જીવન અને મૃત્યુ વિશેનુ જે ચિંતાન મનન કર્યુ એમાંથી એમણે જવાનોને એક દિશા ચિંધેલ હતી.
‘તને કોણે કહી દીધુ મરણની બાદ મુકિત છે
રહે છે કેદ એની એ ફકત દિવાલ બદલે છે’
‘મૃત્યુ’ પર એમના ઘણા શેર છે. મૃત્યુ વિશે એમની વિભાવના અલગ હતી. જીવનની અંદર મૃત્યુ જેવી કોઇ ચીજ જ નથી. આ તો માત્ર વષાો બદલવાની વાત છે. આપણે ડરીએ છીએ કારણ કે આપણે જીવવુ હોય છે મૂળ તો જિજી વિષા આપણને ડરાવે છે. બાકી તો મોત મંગલતત્વ છે
‘મળવા આવ્યુ છે ભલે આવ્યુ, મિલન કરવા દે,
ધન્ય અસ્તિત્વ અને ધન્ય જીવન કરાવા દે,
આંગણે સામેથી આવી અને ઉભુ છે તો,
મોતથી આ હસી હસી ધુન કરવા દે,’
સતત જીવનમાં સર્વ મુશ્કેલીઓ-મુસીબતોનો હસતા ચહેરે સામનો કરનાર ઘાયલ સાહેબે મોતનો સામનો પણ આજ રીતે કરવા આપેલ શેર.
જિંદગી પેઠે જ ‘ઘાયલ’ મોતનો,
આવશે તો ટાણે કરશુ સામનો.
સતત ખુમારીથી જીવનારને ખુમારીનું બીજુ નામ એવા ઘાયલ સાહેબે તા.રપ-૧ર-ર૦૦રમાં આ ફાની દુનિયાને અલવિદા કહી પરંતુ તેઓ આપણા માનસમાં અજર-અમર છે. ગુજરાતી ગઝલ વિશ્વના આ વિરલ તારલાનું તેજ કાયમ ઝગમગતુ રહેશે. તેઓ સ્થૂળ શરીરથી વિદાય પામ્યા પણ તેમનો શબ્દ દેહ આપણા હૃદયમાં સદાય જીવતુ ધબકતુ રહેશે.
એમને મળેલા અનેક સન્માનોમાં ૧૯૯ર-૯૩માં શેખાદુમ આબુવાલા એવોર્ડ, રણજીતરામ સુર્વણચંદ્રક (૧૯૯૩) ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૯૪) અને ૧૯૯૭માં કલાપી એવોર્ડ મુખ્ય છે.
‘હું નથી આ પાર કે તે પારનો,
મુકત યાત્રી છુ હું પારાવારનો,
વૃદ્ધ છુ કિન્તુ નીરસ કે જડ નથી,
રૂક્ષ છું પણસ્ત્રોત છુ રસધારનો.’
અંતે એક એમની રચના કે,
‘કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઇમારતનો હુંય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધો પડધો જ ઓળખાયો છું.
મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.’
આવા આપણા ગુજરાતી રાજવી કવિ… ગઝલગઢ ગુજરાતી ગઝલના મિજાજ શહીદે ગઝલ તથા ગઝલ સમ્રાટ અજોડ અદ્વિતીય ગુજરાતી ગઝલના બેતાજ બાદશાહને કોટિ કોટિ વંદન…
ભારતના લોક પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાજ પુરુષ હોવા ઉપરાંત એક સારા કવિ અને વક્તા પણ છે.બહારથી ભલે બીજાઓને કઠોર જણાતા હોય પણ એમનામાં કવિ હૃદય ધબકે છે એની પ્રતીતિ વખતો વખત લોક સભા કે રાજ્ય સભામાં એમનાં વક્તવ્યોમાંથી દેખાઈ આવે છે.
તાંજેતરમાં રાજ્ય સભામાં રાષ્ટ્રપતિના ભાષણ ઉપર Motion of Thanks ની ચર્ચામાં એમની ટીકાઓ કરતા વિરોધ પક્ષોને કડો જવાબ આપતાં એમણે હિન્દી અને ઉર્દુ ના જાણીતા કવિ અને ગીતકાર Nida Fazliની જાણીતી ગઝલ ‘Safar Mein Dhoop To Hogi’ ગાઈ સંભળાવી હતી.
આ રહ્યો એનો વિડીયો … PM Modi Recites ‘Safar Mein Dhoop To Hogi’ Poem By Nida Fazli in Rajya Sabha
નિદા ફાઝલીની આ જાણીતી ગઝલ નો સંપૂર્ણ હિન્દી પાઠ અને રસાસ્વાદ
सफर मैं धुप तो होगी जो चल सको तो चलो सभी हैं भीर में तुम भी निकल सको तो चलो
इरहार उधर कई हैं चल सको तो चलो बने बनाये हैं सांचे जो ढल सको तो चलो
किसी के वास्ते राहें कहाँ बदलती हैं तुम अपने आप को खुद ही बदल सको तो चलो
यहाँ किसी को कोई रास्ता नहीं देता मुझे गिराके अगर तुम सम्भल सको तो चलो
यहीं है ज़िन्दगी कुछ ख़्वाब चन्द उमीदें इन्हीं खिलोने से तुम भी बहल सको तो चलो
हर इक सफर को है महफूस रास्तों की तलाश हिफ़ाज़तों की रिवायत बदल सको तो चलो
कहीं नहीं कोई सूरज ,धूं धूं है फ़िज़ा खुद अपने आप से बहार निकल सको तो चलो
ગઝલાવલોક્ન ….. વિનોદ પટેલ
આ ગઝલમાં કવિ કહે છે કે આપણી આ જિંદગી એક સફર રૂપ છે.આ સફર ના રાહમાં હમેશાં સુખનો છાંયડો નથી આવતો નથી પણ મુશ્કેલીઓ રૂપી તડકો સહન કરવાનો પણ આવે છે.જો એ સહન કરવાની તૈયારી હોય અને આ સફરમાં જો જોડાઈ શકો એમ હોય તો આવી જાઓ.આ સફરમાં ઘણા લોકો જોડાએલા છે,ઘણી ભીડ જામેલી છે.મુશ્કેલીઓથી ડરીજઈને ઘેર બેસી રહેવું છે કે આ સફરમાં સૌની સાથે ચાલી નીકળવું છે એ પ્રથમ નક્કી કરી લો.આ રસ્તામાં અડચણો ઘણી છે અને એના માટે નિયમો ઘડેલા છે.આ નિયમોના ઢાંચાને સ્વીકારવાની તારી તૈયારી હોય તો ચાલ આ સફરમાં જોડાઈ જા.
જિંદગીનો આ રાહ અગાઉથી નક્કી કરેલો છે.કોઈની પણ અનુકુળતા પ્રમાણે રસ્તો બદલી શકાતો નથી રસ્તો બદલાશે એવી ઈચ્છા છોડીને જો તારી જાતને બદલી શકવાની તારી માનસિક તૈયારી હોય તો ચાલ આ રાહના અન્ય મુસાફરો સાથે તું પણ જોડાઈ જા.
બીજું,અહી કોઈના માટે કોઈ રસ્તો નથી કરી આપતું.સૌ સૌની ગતિ પ્રમાણે રાહમાં પ્રગતિ કરી રહ્યું હોય છે.રસ્તામાં કોઈ પણ મુસાફરને નીચે પાડીને ચાલવા જઈશ તો તું તારી જાતને સંભાળી નહિ શકે તું પણ પડી જઈશ.કોઈને ગબડાવીને જો તારી જાતને તું સંભાળી શકે એમ તને લાગતું હોય તો જ આવજે.આપણી આ જીંદગીની રાહમાં કેટલાંક સ્વપ્નોને સાકાર કરવાનાં છે અને મનની ઘણી ઈચ્છાઓ અને આશાઓની પૂર્તિ કરવાની છે.આ માટે જે સાધનો રૂપી રમકડાં છે એનાથી તારું પણ મન બહેલાઈ શકતું હોય તો ચાલ આવી જા.
જીવનની દરેક સફર માટે એક મુકરર કરેલો રસ્તો હોય છે અને એના નિયમો અગાઉથી જ નક્કી કરેલા હોય છે અને એની હિફાજત કરવાની હોય છે.જો આ નિયમોને તું બદલી શકે એમ હોય તો ચાલ રાહમાં જોડાઈ જા.
જિંદગીની આ રાહમાં ઘણીવાર વાર સુરજનું અજવાળું જોવા મળતું નથી.વાતાવરણમાં બધે ધુમ્મસ છવાઈ ગયેલું જોવા મળે છે.આવી પરિસ્થિતિમાં પણ કોઈ કહે એટલે નહિ પણ તારી મેળે જો ઘર બહાર નીકળીને આવવાની મનમાં તારી તૈયારી હોય તો ચાલ અને સૌ મુસાફરોની સાથે જોડાઈ તું પણ એક મુસાફર બની જા.ધુમ્મસમાં પણ તારો રસ્તો શોધીને જીવનની રાહમાં ગતિપૂર્વકની પ્રગતિ કરતો રહે.
હવે, ચિત્રાસિંહ ના સુરીલા કંઠે નીચેના વિડીયોમાં આ ગઝલ માણો
सफ़र में धूप तो होगी, जो चल सको तो चलो गीतकार : निदा फ़ाज़ली, गायक : चित्रा सिंग
નિદા ફાઝલીની ઉપરની ગઝલ જેવી એમની એક બીજી ગઝલ कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता પણ ખુબ પ્રખ્યાત છે.
આ ગઝલનો સંપૂર્ણ પાઠ ….Lyrics: Nida Fazli
कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता कहीं ज़मीन तो कहीं आसमान नहीं मिलता
जिसे भी देखिये वो अपने आप में गुम है ज़ुबाँ मिली है मगर हमज़ुबाँ नहीं मिलता कभी किसीको मुकम्मल……
बुझा सका है भला कौन वक़्त के शोले ये ऐसी आग है जिसमे धुआँ नहीं मिलता कभी किसी को मुकम्मल……
तेरे जहाँ में ऐसा नहीं कि प्यार न हो जहाँउम्मीद हो इसकी, वहाँ नहीं मिलता कभी किसी को मुकम्मल……
ગઝલ કિંગ સ્વ. ભુપેન્દ્રસિંહ ના કંઠે આ ગઝલને પણ માણો.
શ્રી સુરેશભાઈ એક વિચારક અંતર યાત્રી છે.જીવન કળા અને આઝાદ બની વિહરવાની ફિલસૂફી એમણે સ્વ અનુભવે પચાવી છે.ઉપરની રુસ્વા મઝલૂમીની ગઝલનું એમણે ટૂંકું પણ મનને ગમી જાય એવું અવલોકન એમના બ્લોગ સૂર સાધનામાં કર્યું છે એ નીચેની લીંક પર સાભાર વાંચી શકાશે.
ઉપરની ગઝલમાં સ્વ.રુસ્વા મઝલૂમીએ એમને ” શું નથી ગમતું ” વિષે એમના વિચારો મુક્યા છે.આ ગઝલે મને મારી એક કાવ્ય રચનાનું સ્મરણ કરાવ્યું જેમાં ” મને શું ગમે ” એ વિષે વાત મેં કરી છે. આ કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે.આ કાવ્ય મારા પરિચયના પેજ પર પણ જોવા મળશે.
વાચકોના પ્રતિભાવ