વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: Uncategorized

( 525 ) નિવૃત્તિ પછીની પ્રવૃત્તિની ગઝલ… રિષભ મહેતા…. રસાસ્વાદ … વિનોદ પટેલ

ફેસબુક પેજ ઉપર શ્રી પંચમ શુક્લએ પોસ્ટ કરેલ નીચેની ગઝલ

વાંચતાં જ  મને એ ગમી ગઈ .

આજની પોસ્ટમાં વી.વી. નાં વાચકો માટે એને અત્રે પ્રસ્તુત કરું છું.

આ ગઝલનો મારો લખેલ  રસાસ્વાદ ગઝલની નીચે છે .

OLD AGE 

નિવૃત્તિ પછીની પ્રવૃત્તિની ગઝલ… • રિષભ મહેતા

ફરી એકડો ઘૂંટીશ; કક્કો લખીશ પાછો,
જૂનું બધુંયે નવી રીતથી ભણીશ પાછો.

ઘણુંય કાચું રહી ગયું છે હવે જણાયું,
બધું ફરીથી બહુ જ પાકું કરીશ પાછો.

ઘણીય વેળા ઊઠા ભણાવી ગયા છે લોકો,
બધા જ ઘડિયા, બધા દાખલા ગણીશ પાછો !

જૂની પુરાણી નિશાળ છે ને હું પણ છું જૂનો,
જૂની કવિતા ઊભો ઊભો ગણગણીશ પાછો !

હવેથી નરસિંહ, હવેથી મીરાં, કબીર, તુલસી,
શબદ બધાનો ધીરે ધીરે હું પઢીશ પાછો.

પિતાજી લાવ્યા હતા રેડિયો બહુ જ સુંદર,
વીતેલ વર્ષો ફરીથી એમાં ભરીશ પાછો!

હવે ભલેને કપાઈ જાઉં નથી જરા ડર,
પતંગ સાથે ગગનમાં ઊંચે ઊડીશ પાછો.

હવે રહ્યું ના સમય કે સ્થળનું કોઈ જ બંધન,
હવે હું અટકી અટકી આગળ વધીશ પાછો…

સૌજન્ય: “નવનીત સમર્પણ”, ઑગસ્ટ 2014, પૃષ્ઠ: 20

===================

 રસાસ્વાદ

પોતાના વ્યવશાય અને અન્ય સામાજિક કામોમાં ખુબ જ પ્રવૃત્તરહી, સંઘર્ષ અને ભાગ દોડની જિંદગી જીવ્યા પછી જ્યારે માણસ નિવૃત્ત થાય છે ત્યારે એક રાહતનો દમ લે છે .પોતાની જવાબદારીઓ પૂરી કર્યાનો એને મનમાં આનંદ હોય છે.

હવે એની પાસે જ્યારે સમયની કોઈ પાબંધી નથી ત્યારે એની કમાયેલી નીવૃતીના સમયમાં જીવનમાં અગાઉ જે કઈ ના કરી શકાયું હોય એ કરવાના મનમાં મનસુબા નિવૃત્ત માણસ કરતો હોય છે .

આ ગઝલમાં આવા એક નિવૃત માણસના મનના મનસુબા ગઝલકાર શ્રી રિષભ મહેતાએ આબાદ પ્રસ્તુત કર્યા છે . 

નિવૃત્ત માણસ કહે છે કે જીવનની જે બારાખડી હું ભણ્યો હતો એને ભૂલીને હવે  વૃદ્ધાવસ્થામાં એક બાળકની જેમ નવો કક્કો મારે ઘૂંટવો છે અને એકડે એકથી નવા આંક લખવા છે . જુનું બધું હવે નવી રીતથી ભણવું છે .જીવનના શિક્ષણમાં જે કઈ કાચું રહી ગયું હોય એને ફરી પાકું કરવું છે .

જીવનમાં મારે ઘણા કડવા અનુભવો થયા છે , ઘણા લોકો મને ઉઠાં ભણાવી ગયા છે એ ભૂલીને જીવનના અનુભવના દાખલા હવે મારે ફરી ગણવા છે .

સમયના અભાવે નરસિંહ, મીરાં, કબીર, તુલસી જેવા સંતો વિષે જે ઊંડાણથી જાણવાનું રહી ગયેલું હવે એમના અમર શબ્દોને હું આ નીવૃતીમાં ફરી ભણીને જીવનમાં ઉતારીશ.પિતાજી હોંશથી રેડિયો લાવેલા એ સાંભળવાનો પહેલાં સમય ન હતો અને એ સંગીત સાંભળવાનું રહી ગયેલું એ ગુમાવેલું સંગીત હવે નિરાંતે મારે સાંભળવું  છે .

હવે મારે સમય કે સ્થળનું કોઈ બંધન નથી. હવે હું મારી કલ્પનાઓના પતંગોને આધ્યાત્મના આકાશમાં લહેરથી ઉડાવ્યા કરીશ .ભલેને મારો પતંગ કપાઈ જાય તો પણ એની હવે મને કોઈ ચિંતા નથી. મારે હવે પહેલાં કરતો હતો એમ ઝડપથી આગળ ધસવાના કોઈ ધખારા નથી. મારી પાસે હવે ઘણો સમય ફાજલ છે . હવે પછીની જિંદગીમાં ઘીમે ધીમે અટકી અટકીને મારા જીવનના અંતિમ લક્ષ્ય મોક્ષ તરફ ગતી કરવાની મારા મનમાં ખ્વાહીશ છે

વિનોદ પટેલ

—————————-

આભાર-સૌજન્ય- શ્રી રિષભ મહેતા , શ્રી પંચમ શુક્લ 

( 523 ) મોદી સરકારના પ્રથમ ૧૦૦ દિવસનાં લેખાં જોખાં …….રીપોર્ટ કાર્ડ

૧૫મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્ર ધ્વની સાથે પાઘડીનું છોગું લહેરાવી દેશની જનતાને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

૧૫મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્ર ધ્વજની સાથે પાઘડીનું છોગું  લહેરાવી દેશની જનતાને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

અબકી બાર મોદી સરકાર ” ના નારા સાથે ભારતની જનતાએ ભાજપ પક્ષને જંગી બહુમતીથી ચૂંટીને  નરેન્દ્ર મોદીને એમની ઈચ્છા પ્રમાણે દેશના વડા પ્રધાનને પદે મોકલી આપ્યા .

નરેન્દ્ર મોદીએ તારીખ ૨૬મી મેં ૨૦૧૪ ના રોજ એક રંગારંગ સમારોહમાં શપથ લઈને દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશ ભારતના વડા પ્રધાન તરીકેની બાગડોર સંભાળી એને તારીખ ૩ જી સપ્ટેમ્બર ,૨૦૧૪ના રોજ ૧૦૦ દિવસ પુરા થયા .

આજ કાલ અખબારો અને વિજાણું માધ્યમોમાં એક પ્રશ્ન ચચાઈ રહ્યો છે કે  મોદી સરકારે આ ૧૦૦ દિવસોમાં જૂની સરકારની સરખામણીમાં કઈ નવું  કર્યું છે ? જો કર્યું છે તો શું કર્યું છે ?

કોંગ્રેસ પક્ષ અને મોદી ના વિરોધીઓ ” અચ્છે દિન આને વાલે હૈ ‘ સૂત્રની યાદ અપાવી દેશમાં હજુ મોંઘવારી , ભ્રષ્ટાચાર  માં કોઈ ફેરફાર થયો નથી વિગેરે વિગેરે વાતો કરે છે એ સમજી શકાય એમ છે .

આમ હોવા છતાં મોદીની આગેવાની નીચે દેશમાં દેખાતી નવી આશાજનક હવાના બદલાયેલા નવા માહોલમાં આ ૧૦૦ દિવસના ટૂંકા સમયમાં સૌનું ધ્યાન ખેંચે એવી કેટલીક બાબતો બની છે જેની મોદીના વિરોધીઓને પણ નોધ લેવાની ફરજ પડે એવી છે .

આ બધાથી લોકોને પણ લાગી રહ્યું છે કે આ જૂની સરકારની જેમ નિષ્ક્રિય સરકાર નહીં પણ એક કામ કરતી સરકાર છે .દેશના આ નવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રીમોટ કન્ટ્રોલથી કામ કરતા નિષ્ક્રિય વડા પ્રધાન નથી પરંતુ જાતે નિર્ણય લઈને સૌ સાથીદારો અને પ્રજાને વિશ્વાસમાં લઈને પોતાને પ્રથમ દેશ સેવક માનનારા સવારથી સાંજ સુધી સખ્ત કામ કરતા વડા પ્રધાન છે .

આ ૧૦૦ દિવસની કામગીરી ની ટીકા કરતા કોંગ્રેસીઓ અને મોદીના વિરોધીઓને ફેસબુક ઉપર વાંચેલી એક મિત્રની આ પોસ્ટમાંથી  જવાબ મળી રહેશે કે નવી સરકારે શું કર્યું છે .

जब 3 महीनो में पेट्रोल की कीमते 7 रुपये तक कम हो जाये,

जब  3 महीनो में डॉलर 68 से 60 हो जाये,

जब 3 महीनो में सब्जियों की कीमते कम हो जाये,

जब 3 महीनो में सिलिंडर की कीमते कम हो जाये,

जब 3 महीनो में बुलेट ट्रैन जैसे train भारत में चलाये  जाना को सरकार की हरी झंडी मिल जाये,

जब 3 महीनो में सभी सरकारी कर्मचारी समय पर ऑफिस पहुचने लग जाये,

जब 3 महीनो में काले धन पर एक कमिटी बन जाये,

जब 3 महीनो में पाकिस्तान को एक करारा जवाब दे दिया जाए,

जब 3 महीनो में भारत के सभी पडोसी मुल्को से रिश्ते सुधरने लग जाये,

जब 3 महीनो में हमारी हिन्दू नगरी काशी को स्मार्ट  सिटी बनाने जैसा प्रोजेक्ट पास हो जाये,

जब 3 महीनो में विकास दर 2 साल में सबसे ज्यादा हो जाये,

जब हर गरीबो के उठान के लिए जान धन योजना पास हो जाये.

जब इराक से हज़ारो भारतीयों को सही सलामत वतन वापसी हो जाये!

तो भाई अछे दिन कैसे नहीं आये???

ઇન્ડિયા ટી.વી.ના નીચેના વિડીયોમાં  મોદી સરકારની ૧૦૦ દિવસની કામગીરીનો સરસ રીપોર્ટ આપ્યો છે .

100-Day Report Card: Modi Govt Achievements – Special Report – India TV

================

India Today ના એક લેખમાં  પત્રકાર રાજીવ કુમારનું કહેવું છે કે આ ૧૦૦ દિવસમાં નરેન્દ્ર મોદીએ ભારતના આર્થિક વિકાસ માટેનો પાયો મજબુત કર્યો છે .

100 days of Modi

 

Rajiv Kumarનો  ભારતના આર્થિક વિકાસ અંગેનો આ રસસ્પદ લેખ અંગ્રેજીમાં નીચેની લીંક ઉપર વાંચો.

100 days of Modi sarkar:Rajiv Kumar’s Article  

( 522 ) શેરને માથે સવા શેર — બીલ ક્લીન્ટન-હિલરી જોક/ પતિ-પત્ની જોક્સ ( હાસ્ય યાત્રા )

અમેરિકાના ૪૨મા પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનની ૬૮મી જન્મ જયંતી  એ  બોલીવુડના એક એકટરે ક્લીન્ટન સાહેબના અવાજની નકલ કરીને એમના પત્ની ઉપર ફોન કરીને એમની મજાક કરી હતી એનો એક વિડીયો અગાઉ પોસ્ટ નંબર  509 માં તમે માણ્યો હશે .

આ પોસ્ટને અંતે મુકેલ આ બે વિખ્યાત પતી- પત્નીને લગતી એક મિત્રના ઈ-મેલમાં મળેલ એ સરસ અંગ્રેજી જોકનો ગુજરાતીમાં અનુવાદ કરીને નીચે આપેલ છે .

પ્રેસીડન્ટ ક્લીન્ટનનાં પત્ની અને ૨૦૧૬ ની પ્રેસીડન્ટની ચુંટણીમાં એક સંભવિત ઉમેદવાર મનાતાં હિલરી ક્લીન્ટન બુદ્ધિ ચાતુર્યમાં એમના પતિની ચોટી મંત્રે એવાં ચબરાક છે . અમેરિકાની જનતા અને દુનિયાની નજર જેમની તરફ હમ્મેશાં તકાયેલી રહે છે એવાં આ બે પતી- પત્નીને લગતી જોક આજની આ પોસ્ટમાં આપને જરૂર માણવી ગમશે .

સ્ત્રીની બુદ્ધિ પાનીએ જેવી સ્ત્રીને ઉતારી પાડતી કહેવતોનો જમાનો તો ક્યારનો વહી ગયો છે. સદીઓ જૂની ટેવના માર્યા પુરુષો સ્ત્રીઓ તરફ હીણપતની દ્રષ્ટીએ જોતા હોય છે . આજે મહિલાઓ પુરુષ સમોવડી જ નહી પરંતુ એમના કરતાં એક કદમ આગળ રહેતી થઇ ગઈ છે .સ્ત્રીની બુદ્ધિને પડકારવાની હરકત પુરુષોને કોઈ વાર ભારે પણ પડી જાય છે એ તમે નીચેની ત્રણ જોક્સમાં જોઈ શકશો .

આજની પોસ્ટનો હેતુ વાચકોને રમુજ પીરસી હળવા બનાવવાનો તો છે જ એની સાથે  સાથે સ્ત્રી શશક્તિકરણને આવકારવાનો પ્રયત્ન પણ છે .  

– વિનોદ પટેલ 

=================================================

શેરને માથે સવા શેર – જોક નમ્બર-૧

 પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટન અને હિલરી ક્લીન્ટનની એક લાજવાબ જોક  

hILLARY-bILL

ઉનાળાની એક બપોરે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટન એમના વતન

આર્કાન્સાસ સ્ટેટના એક સ્થળે ઉનાળુ વેકેશન માણતાં હતાં . 

રોડ ઉપર કારમાં લાંબી મુસાફરી કર્યા પછી રસ્તામાં આવતા એક ગેસ સ્ટેશન ઉપર તેઓ

ગાડીમાં ગેસ પુરાવવા માટે અટક્યાં. 

ગેસ સ્ટેશન ઉપર એના માલિક સાથેની વાતચીત દરમ્યાન હિલરીને આશ્ચર્ય સાથે

માલુમ પડ્યું કે એનો માલિક અને હિલરી ક્લીન્ટન બન્ને હાઈસ્કુલમાં એક સાથે અભ્યાસ 

કરતાં હતાં અને એ વખતે એ એમનો બોય ફ્રેન્ડ હતો.   

આ ગેસ સ્ટેશનના માલિકની સાથે થોડી ઔપચારિક વાતચીત પતાવી ભૂતકાળમાં

વાઈટ હાઉસમાં રહેતી આ પ્રખ્યાત બેલડીએ ફરી રોડ ઉપર એમની મુસાફરી શરુ કરી દીધી .  

એમનું કામ પતાવી જ્યારે તેઓ બન્ને એમની ગાડીમાં એ જ રસ્તે પાછાં ફરતાં હતાં ત્યારે

બીલ ક્લીન્ટને દુરથી પેલું અગાઉ નીચે ઉતરી ગેસ પુરાવેલો એ ગેસ સ્ટેશન જોયું .

એ જોઇને એમને એમની પત્નીની થોડી મજાક કરી ચીડવવાનું મન થયું . 

બીલ ક્લીન્ટને પ્રેમથી હિલરીના ખભે પોતાનો હાથ વીંટાળીને  કહ્યું : 

” હની, જો તું હાઈસ્કુલના તારા બોય ફ્રેન્ડ પેલા ગેસ સ્ટેશનના માલિક સાથે વધુ સમય

રહી હોત તો તું એક ગેસ સ્ટેશનના માલિકની પત્ની બની ગઈ હોત !”

ક્લીન્ટનના શબ્દો સાંભળી હિલરી થોડો આંચકો તો ખાઈ ગઈ પણ પછી થોડા સ્મિત સાથે

ક્લીન્ટનને  લાગલું જ ચોપડાવ્યુ : 

” ના બીલ , ત્યાં જ તારી ભૂલ થાય છે . જો હું એ બોય ફ્રેન્ડ સાથે વધુ સમય ટકી હોત તો

એ એક દિવસ અમેરિકાનો પ્રેસીડન્ટ બની ગયો હોત ! ” 

મૂળ અંગ્રેજીમાંથી અનુવાદ …..વિનોદ પટેલ  

————————————-

શેરને માથે સવા શેર – જોક નમ્બર-૨ 

આ જોક મેં હાસ્ય દરબારમાં લખી મોકલી હતી એને અહીં ફરી પ્રસ્તુત છે.

સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું કેમ બોલે છે ?

આનંદ અને મંજરી સાંજનું ડીનર પતાવીને હંમેશના નિત્યક્રમ પ્રમાણે નિરાંતે પોતાના હાઉસમાં સોફા ઉપર 

અલકમલકની વાતો કરતાં બેઠાં છે.આનંદ સોફ્ટવેર  એન્જીનીયર છે અને મંજરી પણ એક લેબમાં

મેનેજરની જોબ કરે છે. નવે નવાં પરણેલાં છે. દિવસે તો જોબને લીધેવાતો કરવાનો બહું સમય મળતો નથી

એટલે સાંજે ડીનર પતાવીનેદિવસ દરમ્યાનની ગતિવિધિઓ અંગે વાતો કરી 

ટીવી જોઇને સુઈ જવાનો  નિત્યક્રમ થઇ ગયો છે.

મંજરી આનંદને પૂછે છે : બોલ આજની શી નવાજુની.?”

આનંદ : અરે હા, મંજરી આજે જોબ પર રીસેસમાં મેં ન્યુજ પેપરમાંવાંચ્યું  કે સામાન્ય રીતે પુરુષો દરરોજ

જેટલા શબ્દો બોલે છે એનાથી બમણા શબ્દો  સ્ત્રીઓ બોલતી હોય છે.

હું જાણું ને ,દરેકસ્ત્રી સ્વભાવે જ બોલકી  હોય છે.”

મંજરી થોડી વારચુપ રહી ,

પછી કઇક વિચારીને આનંદ તરફ જોઇને બોલી : 

“આનંદ ,સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું  બોલે છે એનું એક કારણ છે .”

આનંદ:બોલ, શું કારણ છે ?”

મંજરી :કારણ એ કે સ્ત્રી જ્યારે એક વાર પોતાના પતિને કોઈ વાત કરે છે ત્યારે પહેલી વખત

તો જાણે એને કશુંસમજાતું ન હોય એમ એજ વાત ફરી પૂછે છે. 

પછી પત્નીને એજ વાત ફરી કહેવી પડે છે.”

આનંદ :શું કહ્યું ?”

મંજરી :જો, મારી વાત સાચી નીકળી ને ?”

હવે ચુપ રહેવાનો વારો આનંદનો હતો!

__________________________________________

શેરને માથે સવા શેર – જોક નમ્બર-૩ 

પતિ-પત્ની સંવાદ

એકવાર પતિએ પત્નીને કહ્યું :“મને એ નથી સમજાતું કે તું એક સાથે આટલી સુંદર

અને બુધ્ધુ બન્ને કઈ રીતે હોઈ શકે ?”

પત્નીએ જવાબ આપ્યો :“જુઓ હું તમને સમજાવું, ભગવાને મને સુંદર બનાવી કે જેથી તમે

મારા તરફ આકર્ષાવ  અને ભગવાને મને બુધ્ધુ એટલા માટે બનાવી

જેથી હું તમારા તરફ આકર્ષાઉં !”

HA...HA....HA....HUMOUR

 

 

 

( 521) પદ્મશ્રી ડૉ.સુનિલ કોઠારીને અર્પણ થયો ૨૦૧૨નો રણજીતરામ સુવર્ણચંદ્રક ( સંકલિત અહેવાલ )

ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ , તરફથી ઇ. સ. ૨૦૧૨નો શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ અમદાવાદ ખાતે ૮૦ વર્ષના ભારતીય ક્લાસિકલ ડાન્સ ક્રિટિક ડો .સુનિલ કોઠારીને અર્પણ કરવામાં આવ્યો હતો .તેઓ મૂળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે  પરંતુ નૃત્ય પ્રત્યે લગાવને લીધે શાસ્ત્રીય નૃત્યના લેખન-વિવેચન ક્ષેત્રે ઝંપલાવીને ૧૨ જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે .

Dr Sunil Kothari

Dr Sunil Kothari

શ્રી કોઠારીનો અંગ્રેજીમાં પરિચય આ લીંક ઉપર વાચો .

રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ૧૯૨૮ થી દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર શ્રી રણજિતરામની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે.

૧૯૨૮માં આ ચન્દ્રક પહેલીવાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને અર્પણ થતો હતો. . છેલ્લો ૨૦૧૧ નો ચંદ્રક ધીરેન્દ્ર મહેતાને અર્પણ થયો હતો .

એક શિરસ્તા પ્રમાણે દર વર્ષે કોઈ ને કોઈ શ્રેષ્ઠ સાહિત્યકારને આ ચંદ્રક એનાયત કરવામાં આવે છે.પરંતુ, આ વખતે એક ક્લાસિકલ નૃત્યના ક્ષેત્રે સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર અને પ્રદાન કરનાર ડૉ. સુનીલ કોઠારી જેવી બહુમુખી પ્રતિભાને આ સન્માન મળ્યું છે.

મારા મિત્ર સુરત નિવાસી શ્રી ઉત્તમભાઈ ગજ્જર ઉપર અમદાવાદથી એમના સ્નેહી શ્રી ઉપેન્દ્રભાઈ ગુર્જરએ આ સુવર્ણ ચન્દ્રક અર્પણ પ્રસંગનો અહેવાલ મોકલ્યો છે એને ઈ-મેલમાં મારી જાણ માટે મોકલવા માટે એમનો અને શ્રી ઉપેન્દ્રભાઈ ગુર્જર નો પણ આભારી છું .

‘ગુજરાતીલેક્સિકોન’ ના  પ્રતિનિધિ તરીકે એમણે આ સમારંભમાં હાજરી આપી હતી . 

શ્રી ઉપેન્દ્રભાઈના આ અહેવાલને વિનોદ વિહારના સાહિત્ય રસિક વાચકોની જાણ માટે આજની પોસ્ટમાં નીચે સહર્ષ પ્રસ્તુત કરું છું. 

આ અહેવાલમાં શ્રી ઉપેન્દ્રભાઈ ગુર્જર લખે છે :

 
આદરણીય મહાનુભાવો
 
નમસ્કાર. 
 
અમદાવાદ અનેક સાહિત્યકારોની નગરી છે. અહીં રોજબરોજ સાહિત્યના અનેક કાર્યક્રમો – સમારંભો થયા કરે છે. તેમાંનો એક વિશેષ સમારંભ ગઈ કાલે સાંજે યોજાયો.
 
સમારંભની વિગત આ મુજબ છેઃ
 
ગુજરાત સાહિત્યસભા ( અમદાવાદ ) તરફથી ઈ. સ. ૨૦૧૨નો 
 
શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો કાર્યક્રમ. 
 
સમયઃ સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ 
 
સાંજના ૫-૩૦ વાગ્યે 
 
સ્થળ 
 
શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ ,ગુજરાત વિશ્વકોષ ,રમેશપાર્ક સોસાયટી પાસે,
 
ઉસ્માનપુરા અમદાવાદ. 
 
♦●♦♦
 
કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોઃ 
 
પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈ, જાણીતા આર્કિટેક્ટ શ્રી બી.વી. દોશી, ખ્યાતનામ નૃત્ય સાધિકા સુશ્રી કુમુદિનીબેન લાખિયા તથા કવિશ્રી પ્રફુલ્લ રાવલ
 
કાર્યક્રમમાં શહેરના ૧૦૦થી વધુ સાહિત્ય અને કલારસિકો શ્રી સુનિલભાઈ કોઠારીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા પઘાર્યા હતા.
 
‘ગુજરાતીલેક્સિકોન’ તરફથી હું ગુર્જર ઉપેન્દ્ર ત્યાં હાજર રહ્યો હતો અને શ્રી સુનિલભાઈને મળીને અભિનંદન તથા હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. 
 
કાર્યક્રમની ઝલકઃ 
 
ક્લાસિકલ ડાન્સ ક્રિટિક સુનિલ કોઠારીને શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાના પ્રસંગે નૃત્યસાધિકા કુમુદિની લાખિયાએ તેમનો વિશેષ પરિચય આપ્યો હતો.

મૂળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ; પરંતુ નૃત્ય પ્રત્યે લગાવને લીધે શાસ્ત્રીય નૃત્યના લેખન-વિવેચન ક્ષેત્રે ઝંપલાવીને ૧૨ જેટલાં પુસ્તકો આપનાર સુનિલ કોઠારીને ગુજરાત સાહિત્ય સભાના ઉપક્રમે ૮૩મો રણજિતરામ સુવર્ણચંદ્રક ગુજરાત વિશ્વકોષ ખાતે સોમવારે એનાયત કરવામાં આવ્યો હતો. 

જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીએ જણાવ્યું કે સુનિલ કોઠારી ઊડતો માણસ છે. તેમની ભાળ મેળવવી મુશ્કેલ છે. આજે દિલ્હી તો કાલે પેરિસ. જો કે એક પગ તો અમદાવાદમાં હોય જ. જો કે ડાન્સમાં સ્થિર થવું પડે તે સાધના તેમણે સારી રીતે પાર કરી છે. સ્વૈરવિહારી આ માણસમાં કુદરતના ભાવ છે. 
 
 
પદ્મશ્રી સુનિલભાઈ કોઠારીના ઉદ્ગારોઃ  
 
ડૉ . સુનીલ કોઠારી

ડૉ . સુનીલ કોઠારી

મારી પસંદગી માટે હું આભારી છું.

રણજિતરામ એવોર્ડ મારા માટે એક નોબેલ પ્રાઈઝ સમાન છે. ગુજરાતી સાહિત્ય અને અસ્મિતા માટે આજીવન કામ કરનાર રણજિતરામની યાદમાં આ એવોર્ડ અપાય છે. આ વર્ષે તે માટે મારી પસંદગી થઈ છે તે બદલ હું હદયના ઉમળકા સાથે આ માટે આભાર માનું છું. ૧૯૬૪માં મેં એમ.એ. અને સી.એ. પછી મારે ડાન્સમાં જ આગળ વધવું હતું એટલે ૧૯૭૭માં નૃત્યનાટકો અને રસસિદ્ધાંત પર પીએચ.ડી. કર્યુ. પછીથી મારી આ ડાન્સયાત્રા શરૂ થઈ જે આજે પણ અવિરત ચાલુ છે. 

 
 
ફોટોસ્મૃતિઃ 
 


Inline image 3Inline image 2
 
આભારઃ
ઉપેન્દ્ર ગુર્જર

 

( 516 ) “મિચ્છામી દુક્કડમ :” ….ક્ષમાપના…. સૌએ અપનાવવા જેવી ભાવના

mahaavir-sandesh

 જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો અંતિમ દિવસ  મિચ્છામી દુક્કડમ :  એટલે કે અન્યોન્ય ક્ષમાપના માટેનો દિવસ છે .

આ દિવસની મહત્તા દર્શાવતો મારો એક લેખ ” મિચ્છામી દુક્કડમ – જૈન ધર્મનો અપનાવવા જેવો ક્ષમાપનાનો ગુણ ‘વિનોદ વિહારમાં અગાઉ તારીખ ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૨ ની પોસ્ટમાં મુકાયો હતો એમાં સહેજ સાજ ફેરફાર કરી આજની પોસ્ટમાં મુક્યો છે .

આશા છે આ પોસ્ટ માંના વિચારો આપને ગમશે અને મનનીય જણાશે .

વિનોદ પટેલ

============================

મિચ્છામી દુક્કડમ ….ક્ષમાપના….સૌએ અપનાવવા જેવી ભાવના

વિનોદ પટેલ

ગણેશચતુર્થી અને જૈનોનું પર્યુષણ પર્વ દર વર્ષે મોટે ભાગે સાથો સાથ આવતા તહેવારો છે .

ગણેશચતુર્થીથી એક સપ્તાહનો ગણેશોત્સવ ઘણાં સ્થળોએ ખુબ ધામધૂમ થી ઉજવાય છે . ગણપતિ બાપ્પા મોરિયા .. જેવા નાદો તેમ જ અવનવા કાર્યક્રમોથી વાતાવરણ ગુંજી ઉઠે છે . ધાર્મિક જનો વિઘ્નહર્તા દેવ ગણપતિનું,સ્થાપન,અર્ચન અને પૂજન કરે છે .

પર્યૂષણ પર્વ પણ જૈન સમાજનો એક સપ્તાહનો ધાર્મિક ઉત્સવ છે. આ પર્વના છેલ્લા દિવસે જૈન બંધુઓ અને ભગિનીઓ દેરાસરોમાં સાંજે પ્રતિકમણ બાદ એક બીજાને મિચ્છામી દુક્કડમ : પાઠવે છે .

જૈન ધર્મનો મિચ્છામી દુક્કડમનો વિચાર બધા જ ધર્મના લોકોએ અપનાવવા જેવો સુંદર વિચાર છે. આમાં મન ,વચન અને કાયાથી કર્મ કરતાં, કરાવતાં જાણે ,અજાણે થયેલા દોષોમાટે એક બીજાની માફી એટલે કે ક્ષમા માગવાનો અને આપવાનો ઉમદા ભાવ સમાયેલો છે.

ખરા દોષી,ખરા વેરી અને ખરા અપરાધીને પણ ક્ષમા આપવી એટલે મિચ્છામી દુક્કડમ.

ક્ષમા એ સંયમનો સર્વોપરી પ્રકાર છે.ક્ષ એટલે ગાંઠ અને મા એટલે નષ્ટ કરવું.આમ માનવ સંબંધોમાં પડેલી ગાંઠને દુર કરવાનું ક્ષમાપના કામ કરે છે.

આજે એકવીસમી સદીમાં વ્યક્તિ સ્વાર્થી બનતો જાય છે.વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ખોટા અહમને લીધે ગાંઠો પડતી જાય છે.એનાથી જીવન શુષ્ક બની રહ્યું છે.

ક્ષમા ભાંગેલાં હૈયાને સાંધવાનું કામ કરે છે. શાસ્ત્ર ગ્રંથોમાં ક્ષમાના પાંચ પ્રકાર દર્શાવ્યા છે.

૧. ઉપકાર ક્ષમા

૨.અપરાધ ક્ષમા

૩.વિપાક ક્ષમા

૪.વચન ક્ષમા અને

૫.ધર્મ ક્ષમા .

વળી, એમ પણ કહેવાયું છે કે “ ક્ષમા વીરસ્ય ભૂષણમ “ એટલે કે ક્ષમા આપનાર વ્યક્તિ એક વીર જેવો છે અને ક્ષમા એ એનું ઘરેણું –ઝવેરાત છે.આપણને કોઈના પ્રત્યે ફરિયાદ,દોષ કે વાંક દેખાતો હોય ત્યારે એના પ્રત્યે નકારાત્મક વિચારો લાવવાને બદલે જો ક્ષમાની ભાવના મનમાં કેળવીએ તો એના પ્રત્યેની નકારત્મક ભાવના દુર થતાં સકારત્મક વિચારોથી આપણી દ્રષ્ટિ સ્ફટિક શી ઉજ્જવળ થતાં આપણું હૃદય હલકું ફૂલ થઇ જાય છે.

જ્યારે પણ કોઈ એના વ્યક્તિગત સંબંધોમાં ભૂલ કરે ત્યારે ઉપરથી ભલે ન બતાવે પણ કરેલ ભૂલ માટે એનો અંતરાત્મા અંદરથી દુભાતો હોય છે .મનમાં એ કૈક હીણપતની લાગણી અનુભવતો જ હોય છે.આવા સમયે આપણા અહમને ભૂલીને આવી વ્યક્તિને ક્ષમા આપવાથી ક્ષમા આપનાર અને મેળવનાર એમ બન્નેના દિલમાં શાંતિની લાગણી જન્મે છે.એનો એ દિવસ નિરાશાને બદલે ઉત્સાહમય અને આનંદમય બની જાય છે.હૃદયમાં નવો પ્રકાશ રેલાય છે.

જ્યારે આપણે ક્ષમા આપીએ છીએ ત્યારે આપણો એ વ્યક્તિ તરફનો ગુસ્સો ગાયબ થઇ જાય છે .એના માટેની હીન લાગણી ઓછી થાય છે,એટલે ખરી રીતે ક્ષમા આપનારને પણ એટલો જ ફાયદો થાય છે જેટલો ક્ષમા લેનારને થાય છે.

કોઈના પણ પ્રત્યે ગુસ્સો કરવો એ બહું ખરાબ વસ્તુ છે. ગુસ્સાથી હૃદયના ધબકારા વધુ જાય છે ,મનની શાંતિ હણાઈ જતા તમારો સમય વિસંવાદિત રીતે પસાર થાય છે.ક્ષમા આપવાથી ગુસ્સાને લીધે હૃદય ઉપર જે ખોટું દબાણ હોય એ દુર થતાં રાહતનો અનુભવ થાય છે.

ગુસ્સો  કરવો એ ખરાબ ગુણ છે.કામ, ક્રોધ .લોભ ,મોહ,માયા અને મત્સર એ માણસો માટે છ દુશ્મનો  છે.ક્રોધથી દુર રહેવામાં મજા છે.ભૂલથી જો કોઈવાર ક્રોધ થઇ  જાય તો અહમને ભૂલી તરત  એને માટે ક્ષમા આપવાની તૈયારી બતાવવી જોઈએ.

બધાં પ્રત્યે પ્રેમ રાખવાથી પ્રભુ રાજી રહે છે.પ્રેમ આપો, પ્રેમ લ્યો અને ક્ષમા કરો તો જીવનમાં નિરાશાને બદલે નવો ઉત્સાહ જણાશે અને એથી શારીરિક અને માનસિક રીતે ફાયદો થશે.

પરમ કૃપાલુ પરમાત્મા તમારી ઘણી ભૂલો માટે તમને માફ કરતો હોય છે તો એના બદલામાં આપણે પામર માનવો એક બીજાની ભૂલો માટે એક બીજાને માફ કેમ ન કરી શકીએ ?

મનુષ્યનું  આ જીવન ક્ષણ ભંગુર છે .આપણે આ જગતમાંથી ક્યારે વિદાય લઈશું એ કોઈ જાણતું નથી.તો નાહકનાં વેર ઝેર ઉભાં કરી જીવનને કલુષિત બનાવીને જવાથી શો ફાયદો છે ?    

જૈન ધર્મની આ ઉમદા પરંપરા અપનાવીએ અને  મન,વચન અને કર્મથી જાણે  કે અજાણે થયેલ ભૂલથી  કોઈની લાગણી દુભાયી હોયતો એને માટે  માફી માગીએ.કેટલો સરસ મિચ્છામી દુક્કડમ  નો સંદેશ છે !

અંતે ,

પેનથી નહીં, પ્રેમથી

હોઠથી નહીં,હૈયાથી ,

અક્ષરથી નહીં,અંતરથી

શબ્દોથી નહીં,સ્નેહથી

ફક્ત વચન અને કાયાથી નહીં,

પણ મનથી …..

સહુને દિલથી મિચ્છામી દુક્કડમ 

વિનોદ પટેલ ,સાન ડિયેગો

Ganesh

વેબ ગુર્જરી અને શ્રી મહેન્દ્રભાઈ  શાહના સૌજન્યથી લાભ લ્યો
 ગણેશ પેઈંટીગ્સનું ઇ-પ્રદર્શન  જોવાનો -નીચેની લીંક ઉપર ક્લિક કરીને.

ગણેશ ચતુર્થીને અનુલક્ષીને મહેન્દ્ર શાહનાં ગણેશ પેઈંટીગ્સનું ઇ-પ્રદર્શન

( 515 ) અફલાતૂન તબીબ – કંટાળો …..સુરેશ જાની

આજની પોસ્ટમાં મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ સૂર સાધના માં પોસ્ટ થયેલ લેખ અફલાતૂન તબીબ – કંટાળો  એમના આભાર સાથે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .

આ લેખમાં એમના જીવનના  અનુભવનું  વિચારવા જેવા ચિંતન સાથેની શીખ  છે તો મને ગમતા મનહર ના સુરીલા કંઠે ગવાયેલ ગીતો ના મનહર સંગીતની રસલ્હાણ છે .

આશા છે મને ગમી એમ તમોને પણ એમની આ પોસ્ટ જરૂર ગમશે.

વિનોદ પટેલ

=========================

સૂરસાધના

       આ તબીબ બહુ વિશિષ્ઠ છે! એ ગળે સ્ટેથોસ્કોપ લટકાવતા નથી; કે દેશી વૈદની જેમ નાડી પણ પારખતા નથી. કોઈ દવા પણ નથી આપતા કે, ચરી પાળવાની કોઈ પરેજી પણ નથી ફરમાવતા!

      કોણ છે એ અફલાતૂન તબીબ?

       એમના નામનું રહસ્યોદ્ઘાટન કરું એ પહેલાં વાતમાં થોડુંક મોયણ નાંખી દઉં તો?

      વાત જાણે એમ છે કે, આ ગલઢા ગાલ્લાને હાલતું કરવાના અભિયાનની વાત આ અગાઉ કરી હતી. એ તબીબની દોરવણીના અમલના કારણે આ ગાડું પાટે તો ચઢ્યું હતું; ઠીક ઠીક ચાલી શકાતું હતું. મને કમને… આગળની જિંદગી સુધારવાના શુભાશયથી(!) જીવ કાઠો કરીને પણ આ જીવ કોચ કે ચેર પોટેટો બની રહેવાને બદલે, હાલવા તો લાગ્યો હતો.

      પણ કંટાળાનો કોઈ ઈલાજ હાથવગો ન હતો. ઘરમાંથી બહાર નીકળતાં પણ જીવ બળી જાય! રસ્તાનો અંત કેટલો છેટે છે – એ જ ફિકર સતત સતાવતી રહે.

વે આ નવા તબીબ મહાશયે…

View original post 200 more words