વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની

( 674 ) ચોર પોલીસ અમેરિકન સ્ટાઈલ …શ્રી હરનીશ જાની-

આ અગાઉની પોસ્ટ નમ્બર ૬૭૩ માં પોસ્ટ થયેલ અમેરિકા વિશેના લેખો તમે વાંચ્યા હશે . એના અનુસંધાનમાં આજની પોસ્ટમાં ગુજરાત મિત્રમાં શ્રી હરનીશ જાનીની લોકપ્રિય ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ કોલમમાં પ્રકાશિત એમના બીજા લેખો આપના આસ્વાદ માટે આજે પ્રસ્તુત કર્યા છે.

સૌ પથમ લેખ ” ચોર પોલીસ અમેરિકન સ્ટાઈલ ” માં હરનીશભાઈએ અમેરિકાની પોલીસ વ્યવસ્થા ઉપર સરસ પ્રકાશ પાડયો છે.

આ લેખના સંદર્ભમાં વિનોદ વિહારની પોસ્ટ નમ્બર ૬૫૭ માં બિચારા સુરેશભાઈ ભારતથી એમના પુત્ર પરિવારને મળવા થોડા સમય માટે અમેરિકા આવ્યા અને અમેરિકન પોલીસના અમાનવીય વર્તનથી જીવનભર માટે અપાહિજ બની ગયા એનો એમને થયેલ એક કડવો અનુભવ વિડીયો સાથે રજુ કર્યો છે એ વાંચ્યો ના હોય તો જરૂર વાંચશો.

 

American police

હવે નીચે વાચો શ્રી હરનીશ જાનીનો અભ્યાસ પૂર્ણ લેખ એમની પોતાની સ્ટાઈલમાં …..

ચોર પોલીસ અમેરિકન સ્ટાઈલ …હરનીશ જાની-GM-DP-2014-12-10

શ્રી હરનીશ જાનીના ગુજરાત મિત્રની બુધવારીય કોલમ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની માં પ્રગટ અમેરિકા વિશેના બીજા લેખો પણ નીચે પ્રસ્તુત છે એ પણ તમને ગમશે.

મન પાંચમનો મેળો-અમેરિકા …હરનીશ જાની- GM-DP-i-2015-01-15

હવસુધૈવ કુટુંબકમ -અમેરિકા ..હરનીશ જાની- GM-DP-2015-01-28

ભાષાને વળગે ભૂર ..હરનીશ જાની-GM-DP-2015-02-18  

 

અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ શ્રી હરનીશભાઈના આવા ઘણા મજાના લેખો વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો.

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની … શ્રી હરનીશ જાની 

( 673 ) ” સ્કાય ઈઝ ધ લીમીટ- અમેરિકા ” ..શ્રી હરનીશ જાની/ “અમેરિકામાં સારું કે ભારતમાં – શું કયો છો? ” … શ્રી વિપુલ દેસાઈ

અમેરિકન ડાયાસ્પોરા લેખકોમાં એમના હાસ્ય લેખોથી ખુબ જાણીતા,ન્યુ જર્સી નિવાસી સહૃદયી મિત્ર શ્રી હરનીશભાઈ જાની અને એમના નેટ જગતમાં ખુબ વંચાતા હાસ્ય લેખોથી તો કોઈ અપરિચિત હોય એવું ભાગ્યે જ કોઈ હશે.

એમ છતાં હાસ્ય/ વ્યંગ લેખક શ્રી હરનિશભાઈ નો અનોખી રીતે અપાયેલ પરિચય ગુજરાતી પ્રતિભા પરિચય ના સૌજન્યથી અહીં ક્લિક કરીને વાચો..

શ્રી હરનીશ જાની

શ્રી હરનીશ જાની

સુરતના જાણીતા દૈનીક અખબાર ‘ગુજરાતમીત્ર’ ની બુધવારીય પુર્તી ‘દર્પણ’માં હાસ્ય–લેખક શ્રી હરનીશ જાનીની પ્રખ્યાત કોલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં સપ્ટેમ્બર ૨૦૧૪ થી દર સપ્તાહે નિયમિત એમના લેખો પ્રકાશિત થતા રહે છે.

આ લેખોમાં શ્રી  હરનીશભાઈ એમની આગવી હાસ્ય સભર શૈલીમાં લગભગ ૪૦ વર્ષના એમના અમેરિકાના અનુભવો આધારિત અમેરિકાનાં વિવિધ પાસાંઓનું રસસ્પદ બયાન કરે છે.એમના આ રસિક લેખો જે વાંચવા એ એક લ્હાવો છે.

આ બુધવારે એટલે કે તારીખ ૧૧મી માર્ચ ૨૦૧૫ ની ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ કોલમમાં એમનો ‘સમયની રામાયણ : અમેરીકા’ નામનો અને તારીખ ૩જી માર્ચ ,૨૦૧૫ ના રોજ એમનો “સ્કાય ઈઝ ધ લીમીટ -અમેરિકા “નામનો લેખ પ્રકાશિત થયો છે .

આ બન્ને લેખો  નીચેની પિ.ડી.એફ.ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને વાચો.  

સ્કાય ઈઝ ધ લીમીટ- અમેરિકા …હરનીશ જાની-GM-DP-2015-03-04

સમયની રામાયણ…હરનીશ જાની- GM-DP-2015-03-11

સંપર્ક 

harnishjani5@gmail.com

Phone 609-585-0861 * Cell 609-577-7102

આભાર- શ્રી ઉત્તમભાઈ ગજ્જર- પિ.ડી.એફ. ફાઈલની લીંક મોકલવા બદલ 

==================

 “અમેરિકામાં સારું કે ભારતમાં – શું કયો છો? ” … શ્રી વિપુલ દેસાઈ

ભારતથી અમરિકા થોડા દિવસો માટે ફરવા માટે આવતી વ્યક્તિઓ અહીં ફરીને જે જુએ છે એનાથી અંજાઈ જાય છે .એ પછી ભારત જઈને અમેરિકા વિષે લેખો લખી ત્યાં સૌને આંજી નાખવાના ધખારા કરતા હોય છે.

આ મુખ્યત્વે મોટાં શહેરોના થોડા અનુભવ આધારિત અધકચરા જ્ઞાન ઉપર લખાયેલ એમના લેખ એ અમેરિકા વિષે સાચી કે પૂરી માહિતી આપતા નથી .

અહીં અમેરિકામાં ઉપર જેમના લેખો તમે વાંચ્યા એ શ્રી હરનીશભાઈ જેવા લેખકો જેઓ અમેરિકામાં અને ભારતમાં પણ ઘણા વર્ષો રહ્યા છે અને અમેરિકાને બારીકાઈથી જોયું,જાણ્યું અને અનુભવ્યું છે એવા લેખકો જ અમેરિકાનું સાચું ચિત્ર રજુ કરી શકે .

શ્રી વિપુલ દેસાઈ

શ્રી વિપુલ દેસાઈ

એવા એક બીજા મારા સુરતી મિત્ર શ્રી વિપુલ દેસાઈ ,જેઓ ઘણા વરસોથી અમેરિકામાં ન્યુ જર્સીમાં જ રહે છે અને નિવૃતિના શોખ તરીકે એમના ખુબ વંચાતા બ્લોગ સુરતીનું ઊંધિયું નું ખુબ કુશળતાથી સંપાદન કરી રહ્યા છે . તેઓ પણ અમેરિકાનો સારો જાત અનુભવ ધરાવે છે.

થોડા દિવસો અગાઉ એમણે અમેરિકા અને ભારતનું સુંદર તુલનાત્મક વિશ્લેષણ કરતો એક સરસ લેખ લખી એમના બ્લોગમાં પોસ્ટ કર્યો છે એ પણ વાંચવા જેવો છે.

આ લેખનું નામ છે “અમેરિકામાં સારું કે ભારતમાં – શું કયો છો “

આ લેખના અંતે એમણે મારો એક લેખ “અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ? “ પણ એમને ગમતાં એમના લેખ સાથે એને એમણે મુક્યો છે.

 “અમેરિકામાં સારું કે ભારતમાં – શું કયો છો ”

શ્રી વિપુલભાઈનો અને મારો લેખ 

વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરવા વિનંતી છે.

India-Amerika

( 596 ) થેંક્સ ગીવિંગ ડે નાં અભિનંદન / શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખો

 (Pl. Click and watch video of your Thanks Giving Greeting Card Messages 

અમેરિકામાં અને કેનેડામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે ઉજવવાનો રીવાજ વર્ષોથી ચાલ્યો આવે છે .

થેંક્સ ગીવીગ ડે નો આવિર્ભાવ કેવી રીતે થયો એનો ઈતિહાસ આ વિડીયોમાંથી જાણવા મળશે.  

આ દિવસે લોકો મા -બાપ , કુટુંબી જનો અને સ્નેહી-મિત્રોને હળે મળે છે અને ખાવા-પીવાની મિજબાનીઓ યોજી રજાનો આનંદ માણે છે.આ દિવસથી ક્રિસમસ સુધી અમેરિકામાં ઉત્સવ જેવો માહોલ છવાઈ જાય છે.રજાઓના  આનંદ પ્રમોદ સાથે સ્ટોરોમાં અવનવી ચીજ વસ્તુઓની  ખરીદી માટે ગીર્દી જોવા મળે છે.

આ દિવસે ગરીબો તથા હોમલેસ લોકોને માટે ભોજન વ્યવસ્થા તથા દાન કરી પ્રભુનાં આ કમનશીબ બાળકો પ્રત્યે દયા  ભાવ દર્શાવાય  છે.બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે પણ કહ્યું છે “ જેની પાસે આપવાની હીંમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.”

સંત તુલસીદાસના આ દુહામાં પણ દયાભાવ રાખવાની  શીખ એમણેઆપી છે.

દયા ધરમકા મૂલ હૈ , પાપ મૂલ અભિમાન

 તુલસી દયા ન છાંડીએ, જબ લગ ગટમેં પ્રાન

આ દિવસે પરમ કૃપાલુ પરમાત્માએ મનુષ્ય જાતને  આપેલ અગણિત ભેટો અને કરેલ ઉપકારો બદલ એને યાદ કરી એનો આદરથી આભાર માનવાનો પણ દિવસ છે .

થેંક્સ ગીવીગ ડે (આભાર પ્રગટ દિવસ)ના સ્પીરીટને  વ્યક્ત કરતી મારી આ કાવ્ય રચના આપને વાંચવી ગમશે.

ઓ પ્રભુ ,તારો આભાર !

અન્ન અને વસ્ત્ર આપવા માટે પ્રભુ તારો આભાર,

સવારે સૂર્યપ્રકાશમાં જગાડવા માટે તારો આભાર,

માથે છત્ર અને રાત્રે આરામ માટે તારો આભાર,

સ્નેહીજનો અને મિત્રોના પ્રેમ માટે તારો આભાર,

આમ અગણિત ઉપકારો છે જીવનમાં ,પ્રભુ તારા,

કેટલા ઉપકારો માટે માનું આભાર,એ સમજાય ના .

-વિનોદ પટેલ 

આ થેન્ક્સ ગીવિંગ ડે (આભાર પ્રગટ દિવસ )નો સ્પીરીટ

અને એનો આનંદ સૌને મુબારક હો.

HAPPY THANKSGIVING DAY 2014  

===============================

 ‘ગુજરાતમીત્ર’ દૈનીક માં શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખો 

થેંક્સ ગીવીંગના આ જન ઉત્સવ પ્રસંગે સુરતના અખબાર ‘ગુજરાતમીત્ર’ દૈનીકની બુધવારીય પુર્તી ‘દર્પણ’માં ન્યુ જર્સી નિવાસી હાસ્ય–લેખક હરનીશ જાનીની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં તારીખ ૨૬ મી નવેમ્બરના રોજ પ્રકાશીત એક હળવો લેખ નીચેની પી.ડી.એફ ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને માણો

થેંક યુ ફોર શોપીંગ -થેંકસ ગીવીંગ -હરનીશ જાની -G.M.-DP-2014-11-26 

હરનીશભાઈના હાસ્ય લેખો દર બુધવારે ગુજરાત મિત્રમાં એમની  ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ કોલમમાં નિયમિત પ્રકાશિત થતા રહે છે.

આ બધા લેખોની પિ.ડી.એફ.ફાઈલની લીંક મોકલવા માટે સુરતના મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો અને હાસ્ય લેખક શ્રી હરનીશભાઈનો આભારી છું. 

ગુ.મી.માં  આ અગાઉ પ્રગટ એમના આ ત્રણ લેખ પણ તમને વાંચવા ગમશે.

ક્રિસમસ એક અમેરિકન દિવાળી -હરનીશ જાની ..ગુ.મી…૧૧-૧૯-૧૪

 અમેરિકામાં પોલીસ સામે પાકીટ ખોલો તો જેલ ભેગા થવાનો વારો આવે.-હરનીશ જાની ..ગુ.મી. ..૧૧-૧૨ -૧૪ 

 ‘મેરા લાલ દુપટ્ટા ખાદી કા...હરનીશ જાની..ગુ.મી….૧૧-૫-૧૪

 સંપર્ક  

harnishjani5@gmail.com

Phone 609-585-0861 * Cell 609-577-7102

 

 

 

( 570 ) મારા ભટ્ટ સાહેબ …..પરિચય લેખ / ચલતી કા નામ ગાડી ….હાસ્ય લેખ …- હરનીશ જાની

હરનીશ જાની

હરનીશ જાની

ન્યુ જર્સી નિવાસી જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીના બે મજાના લેખ “મારા ભટ્ટ સાહેબ ”  અને “ચલતી કા નામ ગાડી “લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે. 

ઈ-મેલમાં મને મોકલેલ “મારા ભટ્ટ સાહેબ “લેખમાં હરનીશભાઈએ ભારતમાં વલસાડ નજીક આવેલી કસ્તુરભાઈ શેઠની કંપની અતુલમાં એમના જીવનની પ્રથમ જોબના એમના બોસ ભટ્ટ સાહેબનું એમની  આગવી હાસ્ય પ્રેરિત  શૈલીમાં પાત્રાલેખન કર્યું છે .

હરનીશભાઈએ એમના ઈ-મેલમાં જણાવ્યા પ્રમાણે આ ભટ્ટ સાહેબનું તાંજેતરમાં જ અવસાન થયું છે .ભટ્ટ સાહેબ વિષે એમના ભીતરમાં વાસ કરીને પડેલી સ્મૃતિઓને બહાર લાવીને આ લેખ એમણે લખ્યો છે. આમ આ લેખ મારફતે હરનીશભાઈએ એમના સૌથી પ્રથમ જોબના બોસ ભટ્ટ સાહેબને યોગ્ય સ્મરણાંજલિ આપી છે.સદગત ભટ્ટ સાહેબના આત્માને પ્રભુ શાંતિ બક્ષે એવી પ્રાથના.  

મારા ભટ્ટ સાહેબ …એક રસિક પરિચય લેખ ….હરનીશ જાની 

 

ચલતી કા નામ ગાડી ….હાસ્ય લેખ 

તારીખ ૨૪ મી ઓક્ટોબરના રોજ સુરતના ખ્યાતનામ અખબાર ગુજરાત મિત્રની નુતન વર્ષની ખાસ પૂર્તિમાં શ્રી હરનીશ જાનીનો આ હાસ્ય લેખ પ્રગટ થયો છે  .આ લેખને નીચેની પિ.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને માણો.  

ચલતી કા નામ ગાડી”..હાસ્ય લેખ …. ગુજરાત મિત્ર …હરનીશ જાની

ગુજરાત મિત્રમાં શ્રી હરનીશભાઈની હળવા લેખોની કોલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં એમના આ અગાઉ પ્રગટ થયેલા લેખોને વિનોદ વિહારમાં પણ સંપાદિત કર્યા હતા .

 

આ લેખોને ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ કેટેગરીની આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

( 560 ) “આપણે સ્વચ્છ તો ભારત સ્વચ્છ ” …. લેખક- શ્રી હરનીશ જાની

આજની ઈ-મેલમાં ,સુરતના આદરણીય મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે જાણીતા ડાયસ્પોરા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીએ સુરતના અખબાર ગુજરાત મીત્રની દર્પણ પૂર્તિમાં શરુ કરેલ મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં તારીખ 22મી ઓક્ટોબરે પ્રગટ એક વધુ લેખ “આપણે  સ્વચ્છ તો ભારત  સ્વચ્છ “ ની પી.ડી.એફ. ફાઈલની લીંક  મોકલી આપી છે .

લેખક શ્રી હરનીશભાઈ અને ઉત્તમભાઈના આભાર સાથે આ લેખને આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે  .

આ લેખમાં એક જગાએ લેખક કહે છે :

“મોદીજી કહે છે કાંઈ અને લોકો સમજે છે કાંઈ .  યાદ છે ને થોડા વખત પહેલાં એમણે” વાંચે ગુજરાત  “ની ઝુંબેશ સાથે ” તરે ગુજરાત “ની ઝુંબેશ ચાલું કરી હતી જેમાં એક જણ પુસ્તક વાંચી લે કે બીજાને આપે.આમ પુસ્તક તરતું રાખવાનું હતું. ત્યારે કેટલીક સ્કુલોમાં પ્રિન્સીપાલો પુસ્તકને પ્લાસ્ટીકમાં વીંટીને પાણીની ડોલમાં તરાવવા પ્રયત્ન કરતા હતા ,  “ક્યાંકી  મોદી સાહેબને કહા હૈ !”

દીપોત્સવીના આ સપરમા દિવસોમાં આ લેખમાં હરનીશભાઈના મનોરંજક હાસ્યના ફટાકડા,  ફૂલ ઝરીયો અને તારામંડળનો આનંદ લુંટવા તમારે નીચેનો લેખ વાંચવો જ રહ્યો.

 તારીખ ૨૨મી  ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ જાણીતા અખબાર ગુજરાત મિત્રની દર્પણ પૂર્તિમાં પ્રગટ   આ રહ્યો એમનો એ મજાનો લેખ.

Clean india -modi

 

“આપણે સ્વચ્છ તો  ભારત સ્વચ્છ ” લેખક -હરનીશ જાની 

આ અગાઉ વિનોદ વિહારની આ પોસ્ટ ( 554 ) શ્રી હરનીશ જાની અને એમની ગુજરાત મિત્રમાં શરુ થયેલ મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’  માં ગુજરાત મિત્રમાં શરુ થયેલ મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં હરનીશભાઈના પ્રથમ ચાર લેખો સંપાદિત કર્યા હતા  .

આ બધા લેખોને વાચકોને એક જગાએ વાંચવામાં સરળતા રહે એટલા માટે ફરી એક વાર નીચે પ્રસ્તુત કરેલ છે.નીચેની પી.ડી.એફ ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને એને  વાંચી શકાશે. આનંદો.

તારીખ ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૧૪ નાં રોજ શુભ શરુઆતનો પ્રથમ લેખ  

હરનીશ જાની- ગુજરાત મિત્રની કોલમમાં પ્રથમ લેખ ‘આ અમેરીકા; આ NRI’

તારીખ ૧લી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ બીજો લેખ .

૨. દાને દાને પે લિખા હૈ  -હરનીશ જાની

તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ ત્રીજો લેખ

૩.‘બાપા કરે તે યોગ અને બાબો કરે તે યોગા !..’

તારીખ ૧૫મી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ ચોથો લેખ
આ લેખમાં ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિષે વાત કરવામાં આવી છે .

૪. ‘ખાતો નથી, ખાવા દેતો નથી..’ હરનીશ  જાની

 

==================

“The most beautiful thing is to see a person smiling 

and even more beautiful, 

is to know that you are the reason behind it”

 

Keep smiling in the New Year and always,

and keep giving your comments,

with a big smile ,of course !

સૌ સુજ્ઞ વાચકોને ફરી ફરી નુતન વર્ષાભિનંદન-સાલ મુબારક  

( 554 ) શ્રી હરનીશ જાની અને એમની ગુજરાત મિત્રમાં શરુ થયેલ મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’

ન્યુ જર્સી નિવાસી જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીની કારકિર્દીની યશ કથામાં તાંજેતરમાં જ નીચેનાં ત્રણ પ્રકરણોનો ઉમેરો થયો છે .

૧. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્ય રચના વિશ્વ’ પુસ્તક પ્રકાશન

૨.૨૦૧૪ના વર્ષનો ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ

૩.સુરતના જાણીતા અખબાર ગુજરાત મિત્રની બુધવારીય પૂર્તિ દર્પણમાં માં શરુ થયેલ શ્રી હરનીશ જાનીની મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’

ચાલો, આ દરેક વિષે થોડો વધુ પ્રકાશ પાડીએ ,

૧. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્ય રચના વિશ્વ’ પુસ્તક પ્રકાશન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડૉ. બળવંત જાની એ દરિયાપારી ગુજરાતી સાહિત્યનાં અનેક પાસાંઓમાં થતી રચનાઓનું સંપાદન કરીને ૨૧ પુસ્તકોની શ્રેણી આપી છે. આ શ્રેણીમાં તેઓએ શ્રી હરનીશભાઈ લિખિત ચુનંદા હાસ્ય લેખો નું ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્ય રચના વિશ્વ’ એ નામે પુસ્તક પ્રકાશન કરી આ શ્રેણીમાં ઉમેરો કર્યો છે .

જાણીતા બ્લોગ વેબ ગુર્જરીમાં મિત્ર શ્રી દીપક ધોળકિયાએ આ પુસ્તકનું રસ દર્શન કરાવતો એક સરસ લેખ “ મારી બારી (૨૦) – સ્ટ્રેસહર્તા હરનિશાય જાનીમહોદયાય નમઃ”  લખ્યો છે એ વાંચવા જેવો છે .

આ લેખમાં શ્રી ધોળકિયા લખે છે :

“મન પરથી ઓચિંતો જ ભાર ઓછો થઈ જાય, ઉદાસીનાં વાદળો વિખેરાઈ જાય ત્યારે અનુભવાતી હળવાશની લાગણી પ્રસન્નતાના અનેક પ્રકારોની માતા છે. હરનિશભાઈના લેખોમાંથી હાસ્યની માતાનાં કંકણોનો ‘ખન’કાર સંભળાય છે. એટલે જ હું હરનિશભાઈને હાસ્યલેખક કહેવા કરતાં પ્રસન્નતાના લેખક કહેવાનું પસંદ કરીશ. ઉપર મથાળામાં મેં એમના માટે ‘સ્ટ્રેસહર્તા’ વિશેષણ બનાવીને વાપર્યું છે તેનું કારણ એ કે આ પુસ્તકમાં લેવાયેલા લેખો વાંચીને સ્ટ્રેસ ઓછો થાય છે.”

આ પુસ્તક પહેલાં એમનાં બે પુસ્તકો ‘સુધન’ અને ‘સુશીલા’ પ્રકાશિત થઈ ગયાં છે અને એ બન્ને પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એવોર્ડ વિજેતા થયાં છે .એમના હાસ્યનિબંધોના પુસ્તક ‘સુશીલા’ને 2009નું ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું ‘શ્રી જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ પણ મળ્યું છે.

હરનિશભાઈના હાસ્ય રસના નમુના તરીકે રીડ ગુજરાતી નાં સૌજન્યથી  એમનો લેખ

“શ્રી જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક મળ્યા પછી….’ વાંચો .)

૨.૨૦૧૪ના વર્ષનો ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ

ગુજરાતી હાસ્ય સાહિત્યના ક્ષેત્રે શ્રી હરનીશભાઈ એ બતાવેલ તેજસ્વિતાની કદર રૂપે ગુજ, લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા – GLAofNA-એ એમના ૧૨-૧૪ સપ્ટેમ્બરના નવમા સાહિત્ય સંમેલનમાં એમને ૨૦૧૪ના વર્ષનો ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો .

આ પ્રસંગની આ રહી બે બોલતી તસ્વીરો

Harnish Jani- award-1

Harnish Jani award-2

એવોર્ડ સ્વીકાર પ્રવચન કરી રહેલ શ્રી હરનીશ જાની 

આ પ્રસંગે એમને અભિનંદન આપતાં મેં અંગ્રેજીમાં મારા ઈ-મેલમાં લખ્યું હતું કે ….

Dear Harnishbhai

My Hearty Congratulations to you on your winning

Chunilal Velji Mehta 2014 award at GLAofNA.

This is one more feather in the cap of your literary achievements,

which you rightly deserve.

With regards,

Vinodbhai

હરનીશભાઈ એ આના જવાબમાં લખ્યું હતું ,

આભાર,વિનોદભાઈ,

આવો જ પ્રેમભાવ હમેશાં રાખશો . તમારી કોમેંટ કાયમ મને પ્રોત્સાહિત કરે છે.

હરનીશ જાની

૩.ગુજરાત મિત્રમાં શ્રી હરનીશ જાનીની મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’

સુરતના ‘ગુજરાતમીત્ર’ની બુધવારીય ‘દર્પણ પુર્તી’માં તારીખ Sept 10. 2014 થી ન્યુ જર્સી નિવાસી આ અમેરીકાના લોક પ્રિય હાસ્ય–લેખક હરનીશ જાનીની મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ શરુ થઇ ચુકી છે .આ કોલમને વાચકોનો સારો પ્રતીસાત મળી રહ્યો છે .

૫મી એપ્રિલ, ૧૯૪૧માં ગુજરાત, રાજપીંપળામાં જન્મેલ હાલ ૭૩ વર્ષના હરનીશભાઈએ એમના જીવનનો લગભગ અડધો સમય વતન ભારતમાં વિતાવ્યો છે . આથી તેઓ અમેરિકા અને ભારતમાં જીવાતા સમાજ જીવનનો વિશદ અનુભવ ધરાવે છે .આને લીધે એમની આ અખબારી કોલમમાં તમને બે દેશોના એમના અનુભવોના નીચોડનો આસ્વાદ એમની આગવી મજાની આકલન શૈલીમાં ચાખવા મળશે .

સુરતના જાણીતા અખબાર ગુજરાત મીત્રની બુધવારીય ‘દર્પણ પુર્તી’માં એમની આ કોલમમાં તારીખ ૧૦મી સપ્ટેમ્બરે પ્રગટ થયેલો એમનો પ્રથમ લેખ ‘આ અમેરીકા; આ NRI’ ને નીચેની પી.ડી.એફ ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને વાચો .

હરનીશ જાની- ગુજરાત મિત્રની કોલમમાં પ્રથમ લેખ- ‘આ અમેરીકા; આ NRI’

ત્યારબાદ આ બુધવારીય ‘દર્પણ પુર્તી’માં હરનીશ ભાઈ બીજા ત્રણ લેખો પ્રગટ થયા છે એનો આસ્વાદ પણ નીચેની લીંક ઉપર ક્લિક કરીને લઇ શકાશે .

તારીખ ૧લી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ બીજો લેખ .

૨. દાને દાને પે લિખા હૈ  -હરનીશ જાની

તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ ત્રીજો લેખ

૩.‘બાપા કરે તે યોગ અને બાબો કરે તે યોગા !..’

તારીખ ૧૫મી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ ચોથો લેખ
આ લેખમાં ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિષે વાત કરવામાં આવી છે .

૪. ‘ખાતો નથી, ખાવા દેતો નથી..’ હરનીશ  જાની

આશા છે એમના ઉપરના લેખો વાંચીને આપને શ્રી હરનીશભાઈની નિવૃતિની સકારત્મક પેદાશ સમા ગુજરાત મિત્રની બુધવારીય પૂર્તિ દર્પણ કોલમ” ફિર ભી દીલહૈ હિન્દુસ્તાની” માં નિયમિત રીતે પ્રગટ થતા એમના વધુ લેખો વાંચવાનું મન કરશે .

=======================

શ્રી હરનીશભાઈનો પરિચય

Harnis Jani-3

Harnish Jani

મારા મિત્ર શ્રી સુરેશ જાની સંપાદિત બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય માં હરનીશભાઈ એ મજાકિયા અદાથી કરાવેલ પરિચય ઉપરનાફોટા ઉપર ક્લિક કરીને વાંચો અને જાતે જ ખાત્રી કરી લ્યો.

“ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી.

એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી !

અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું.

વાતો ગમે છે. માણસો ગમે છે…”-હરનીશ જાની

હરનીશભાઈનું નામ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય જગતમાં અજાણ્યું નથી .

એમના હાસ્ય લેખો/કાવ્ય રચનાઓ ઘણા ગુજરાતી બ્લોગોમાં અને સામયિકોમાં જોવા મળે છે.

છેલ્લે , ઘણા ગુજરાતી બ્લોગોમાં અને નવનીત સમર્પણ અને લંડનના ઓપીનીયન જેવાં જાણીતાં પ્રકાશનોમાં સ્થાન પામેલ હરનીશભાઈની આ કાવ્ય રચનાને પણ સાથે સાથે માણો.

ફોર્થ ઓફ જુલાઈ

વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.
વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

તમારા બાળકોનું વતન છે આ તો .
ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.
બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .
સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.

જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.
જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.

વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.
કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં

આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો
કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.

હરનિશ જાની-યુ.એસ.એ.
(રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–

સંપર્ક :

harnishjani5@gmail.com

Phone 609-585-0861

* Cell 609-577-7102

==============================

 આ લેખમાં પ્રસ્તુત ગુજરાત મિત્ર ની કોલમ માં પ્રગટ શ્રી હરનીશ ભાઈના લેખોની પિ.ડી.એફ. ફાઈલો ઈ-મેલમાં મોકલવા માટે સુરતના આદરણીય મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો હું આભારી છું.