વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: મારી નોધપોથીમાંથી -નવનીત

( 415 ) મારી કેટલીક સ્વ-રચિત અછાંદસ કાવ્ય રચનાઓ – (મારી નોધપોથીમાંથી-નવનીત )

 SONY DSC

 

“મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં મારા વિચાર વલોણાની નીપજ એવી  

મારી સ્વ-રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ અગાઉ આ પોસ્ટમાં મૂકી હતી . 

આજની પોસ્ટમાં એવી  જ બીજી કેટલીક સ્વ-રચિત  અછાંદસ પ્રેરક કાવ્ય ક્ન્ડીકાઓ પ્રસ્તુત છે . 

આશા છે આપને એ ગમે . આપનો પ્રતિભાવ અપેક્ષિત છે  . 

વિનોદ પટેલ

———————————- 

અમીર અને ગરીબ 

ગરીબ ચાલે છે માઈલો , ભોજન મેળવવાને  કાજ,

અમીર ચાલે છે માઈલો, ભોજન પચાવવાને  કાજ .

 

ગરીબને વળે પરસેવો બહું કામ કરતી વખતે ,

અમીરને વળે પરસેવો ભોજન કરતી વખતે . 

 

ગરીબને ઓછો ખોરાક સંતોષથી પચી જાય છે,

અમીરને પકવાન પછી પણ સંતોષ  ક્યાં છે ?

 

ગરીબને ઉંઘવા માટે કોઈ પથારીની જરૂર નથી.

અમીરને ઊંઘવા માટે કોઈ પથારી પુરતી નથી.

 

ગરીબને બહું દવાઓ લેવાની જરૂર પડતી નથી,

અમીરને જીવવા માટે દવા સિવાય ચાલતું નથી.

——————————– 

અભિપ્રાય 

કોઈના વિષે તમારો કોઈ અભિપ્રાય આપતાં ખુબ વિચારજો ,

કેમ કે એ વખતે તમારી જાત વિષે પણ તમે કશુક કહી રહ્યા હશો .

 

——————————–

 

ઉંમરલાયક

 

લોકો કહે છે કે હું હવે ખુબ ઉંમરલાયક થઇ ગયો  છું ,

પ્રશ્ન થાય છે , શુ હું ખરેખર ઉંમરને લાયક થયો છું !

———————————- 

એક પ્રાર્થના 

પ્રભુ મને એવી આંખો દેજે કે જે

માણસોમાં પડેલ સર્વોત્તમ સત્વને જોઈ શકે .

પ્રભુ  મને એવું હૃદય દેજે કે જે

માણસોમાં પડેલ નીચ તત્વને માફ કરી શકે .

પ્રભુ મને એવું મન-મગજ દેજે કે જે

લોકોમાં પડેલ ખરાબીને ભૂલી જાય .

પ્રભુ મને એવો આત્મા દેજે કે જે

તારા પ્રત્યેનો મારો વિશ્વાસ ન ગુમાવે .

—————————————- 

સુખ અને શાંતિ 

વનમાં એક હરણું ખુબ દોડી રહ્યું ,સુગંધનું મૂળ શોધવાને, 

દોડી દોડી થાકી ગયું ,મેળવી ન શક્યું , અંતે ભાંગી પડ્યું,

ક્યાંથી મળે સુગંધ બીજે ક્યાય ,એતો હતી એની નાભિમાં ! 

કઈક એવું જ માનવો હર દિન  હર પળ શું નથી કરતા ?

સુખ અને શાંતિ પામવા બહાર બધે ઘાંઘા થઇ દોડતા રહ્યા,

સુખ શાંતિ તો પડી છે ભીતરમાં એ મુદ્દાની વાત જ ભૂલી ગયા !

—————————— 

આનંદ 

આનંદ કોને જોઈતો નથી હોતો ,આનંદ બધાને જ ખપે છે, 

ખરો આનંદ તો કોઈના આનંદમાં આનંદ ઉમેરવાનો છે .

—————————————– 

ફત્તેહ બહું દુર નથી . 

જિંદગી રોજે રોજ વહેતી નદી જેવી છે ,

કોઈની રોકાઈ કદી રોકાવાની નથી .

ખોટી  દલીલબાજી અને ભૂતકાળની ભૂલોની

વ્યર્થ ચિંતાઓ ઉપર વિચાર કરતા રહીને , 

વેડફી દેવા માટે  આ જિંદગી ખરેખર ટૂંકી છે .

 

જીવનમાં જે નથી મળ્યું એનું દુખ રડ્યા વિના , 

જે કઈ પણ  મળ્યું છે એને  આશીર્વાદ માની , 

તમને ચાહતા પ્રેમીજનોની કદર કરતા રહી ,

સૌના પર વ્હાલ વરસાવતા રહી , હસતા રહી ,

માથું ટટ્ટાર રાખી ખુલ્લા દિલે જીવન રાહ ઉપર

અડગતાથી એક એક કદમ માંડતા જાઓ ,

કેમ કે જ્યાંથી તમે અટકી જશો ત્યાંથી કદાચ

તમારા જીવનની ફતેહ બહું દુર નહિ હોય !

 

વિનોદ પટેલ

——————————————-

 

ચિત્ર હાઈકુ ( ફોટોકુ )

 

COW & bOY 

ઉપરનું ચિત્ર શ્રી પી.કે.દાવડાજીએ એમના ઈ-મેલમાં મને મોકલ્યું હતું  . 

આ ચિત્ર જોઈને મને જે બે હાઈકુ  ( ફોટોકુ ) રચવાની પ્રેરણા થઇ એને નીચે  પ્રસ્તુત છે 

 

બે ચિત્ર હાઈકુ ( ફોટોકુ )

 

ગાય માતા , આ

 

બાળક માટે જાણે ,

 

બની જનેતા !

——————————

 

ગાયને લોકો

 

માતા કહે એનો આ,

 

જુઓ પુરાવો !

————————

 

હાઇકુની સમજણ ( જેને એની જાણ નથી એમને માટે જ  )

 

•         હાઇકુ એ ત્રણ લીટીનું નાનકડું કાવ્ય છે. હાઈકુ એ જાપાનની દેન છે .

 

•         પહેલી અને ત્રીજી લીટીમાં પાંચ અક્ષ્રર(letter) હોવા જોઈએ

 

•         અને બીજી લીટીમાં સાત અક્ષ્રર.

 

•         અડધો અક્ષ્રર ગણાતો નથી. ( દા.ત. ધ્યાન – ત્રણ નહી પણ બે અક્ષર ગણાય છે )

 

હાઈકુની આ ત્રણ લીટી એવો વિચાર તણખો મૂકી જવી જોઇએ કે કવિ જે વાત

 

વાચક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે કરી શકાય .

 

 

રસ ધરાવનાર મિત્રોને કોમેન્ટ બોક્ષમાં વધુ હાઈકુ ઉમેરી હાથ અજમાવવા માટે નિમન્ત્રણ છે .

 

 

વિનોદ પટેલ

 

 

 

( 412 ) કવિવર રવીન્દ્રનાથ ટાગોરના એક અંગ્રેજી કાવ્યનો અનુવાદ( મારી નોધ પોથીમાથી )

 

આજની પોસ્ટમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર( Ravindra Nath Tagor  નું એક નીચેનું સરસ

 

અંગ્રેજી કાવ્ય અને એનો  ગુજરાતીમાં અનુવાદ કરીને આપેલ છે .

 

 

કવિવર રવીન્દ્રનાથ ટાગોરની મૂળ અંગ્રેજી કૃતિ નીચે પ્રમાણે છે .

 

Thoughts About Going to Temples:    

 

Go not to the temple to put flowers upon the feet of God,  

First fill your own house with the Fragrance of love ..

 

 Go not to the temple to light candles before the altar of God,  

First remove the darkness of sin from your heart…

 

Go not to temple to bow down your head in prayer,  

First learn to bow in humility before your fellowmen…

 

Go not to temple to pray on your knees,  

First bend down to lift someone who is down-trodden.

 

Go not to temple to ask for forgiveness for your sins,  

First forgive from your heart those who have sinned against you.

 

– Rabindranath Tagore

 

ઉપરના અંગ્રેજી કાવ્યનો મારો ગુજરાતીમાં કરેલ અનુવાદ આ પ્રમાણે છે .

 

મંદિરે જવા વિષે મારા વિચારો

 

મંદીરમાં જઈને ભગવાનના ચરણે ફળ- ફૂલો મુકવાની શી જરૂર , 

પ્રથમ તારા પોતાના ઘરને જ પ્રેમના પમરાટથી ભરી દે ને.

 

મંદીરમાં જઈને ભગવાનની વેદીએ દીપમાળા પ્રગટાવવાની શી જરૂર ,

પ્રથમ તારા હૃદયમાં પાપોનો જે અંધકાર છે એને જ દુર કરી દેને .

 

મંદીરમાં જઈને ભગવાનની સ્તુતિ કરતાં માથું નમાવવાની શી જરૂર ,

પ્રથમ તારા નજીકના સ્વજનો સમક્ષ માથું નમાવવાનું શીખને

 

મંદીરમાં જઈને ભગવાન સમક્ષ ઘૂંટણીએ પડી એને ભજવાની શી જરૂર ,

પ્રથમ વાંકા વળી નીચે પડેલ કોઈ ગરીબ જનને તું ઉભો કરી દેને .

 

મંદીરમાં જઈને તારા પાપો માફ કરવા ભગવાનને વિનવવાની શી જરૂર ,

પ્રથમ તારા વિરુદ્ધ જે લોકોએ ગુના કર્યાં હોય એ સૌને હૃદયથી માફ કરી દે ને .

 

 —-રવીન્દ્રનાથ ટાગોર

 

અનુવાદ – વિનોદ પટેલ

————————————————————————-

 

નીચેના ચિત્રમાં મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનું સુંદર ચિત્રમય અવતરણ આપેલું છે

 

Tagor-Quote-2

 

ઉપરના અંગ્રેજી અવતરણનો અનુવાદ 

 

મારી નિંદ્રાધીન અવસ્થામાં મને એક સ્વપ્ન આવ્યું કે જિંદગી એક આનંદ છે 

 

જાગીને જોયું તો લાગ્યું કે જિંદગી એ એક જાતની સેવા છે 

 

અને જ્યારે કામે લાગ્યો તો મેં અનુભવ્યું કે સેવા પણ એક આનંદ છે  .  

 

— રવીન્દ્રનાથ ટાગોર 

 

 

મારી જિંદગીમાં  વાદળોનો ઢેર રમતો ઝૂમતો આવી રહયો દેખું

 

એ વાદળોમાં નથી કોઈ વરસાદ વરસાવવાનો કે તોફાન મચાવવાનો આશય

 

કિન્તુ મારી જીવન સંધ્યાના આકાશમાં મેઘધનુષી રંગો ઉમેરવાનો છે એકમાત્ર આશય . 

રવીન્દ્રનાથ ટાગોર

 

 

 

( 389 ) જીવન – જિંદગી વિશે પ્રેરક અવતરણો -મુક્તકો ( મારી નોધપોથીમાંથી )

આપણે હર પળ જે જીવી રહ્યા છીએ એનું નામ જીવન-જિંદગી. આ વિષય ઉપર ઘણું લખાયું છે અને વક્તાઓના મુખે ઘણું કહેવાયું પણ છે .

આજની પોસ્ટમાં મારી નોધપોથીમાં ટપકાવેલાં મને ગમી ગયેલાં નામી-અનામી લેખકોનાં જીવન-જિંદગી ઉપરનાં કેટલાંક વિચારવાં ગમે એવાં પ્રેરક અવતરણો -મુક્તકો પ્રસ્તુત કર્યાં છે .

જે અવતરણો/મુક્તકોના કર્તાનાં નામ જ્ઞાત છે એમનાં નામ સાભાર જણાવ્યાં છે ,  નામ નથી એ સૌ અજ્ઞાત લેખકોનો પણ આભારી છું .

આજની પોસ્ટના અનુંસંધાનમાં ,અગાઉ મારા ૭૮મા જન્મ દિવસની વિનોદ

વિહારની પોસ્ટ નંબર 379 માં જીવન અંગેના મારા મનોવિચાર રજુ કર્યાં છે

એને આ લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે .  

વિનોદ પટેલ

————————————-

જીવન – જિંદગી વિશેના નામી -અનામી લેખકોના

પ્રેરક અવતરણો -મુક્તકો  ( મારી નોધપોથીમાંથી )

ગમતાનો કરીએ ગુલાલ …

Whai is life -1

–“જીંદગી ઝિંદાદીલી કા નામ હૈ , મુર્દાદીલ ક્યા ખાક જીયા કરતે હૈ ?”

 

-“જિંદગીમાં હસો, હસાવી લ્યો,

બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો;

શી ખબર કાલ મળ્યા કે ન મળ્યા,

આજ ને પ્રેમથી વધાવી લ્યો.”

–જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહી,

કારણ કે જીવન સમયનું જ બનેલું છે.

— જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય !

 

–હું કોણ છું ?  

પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,

ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..

ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,

નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું…

 “શુન્ય

–કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું

નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

-શેખાદમ આબુવાલા

 

— આપણી ઉંમરની પાછળ, આપણી હસ્તીની પાછળ કાળ ઊભો જ હોય છે,

પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. (સંસ્કૃત શ્ર્લોક)

–પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા

રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ,

સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે …

– રવીન્દ્રનાથ ટાગોર …

–“અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,

રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.

– સૈફ પાલનપુરી

–“મારું સઘળું છે – માની જીવનને સ્વીકારીશ :

મારું કાંઇ જ નથી – માની મૃત્યુ માટે તૈયાર રહીશ. “

–જિંદગી મળવી એ નસીબ ની વાત છે,

મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ

માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી.- થોમસ હકસલી …

Life is an opportunity. Benefit from it!

Life is a beauty. Admire it!

Life is a dream. Realize it!

Life is a challenge. meet it!

Life is a duty. complete it!

Life is a game. Play it!

Life is a promise. fulfill it!

Life is a sorrow.overcome it!

Life is a song. sing it!

Life is a struggle. Accept it!

Life is tragedy. Confront it!

Life is an adventure. Dare it!

Life is a luck. Make it!

Life is life. Fight for it!

LIFE IS BEAUTIFUL. LIVE IT!!!

Always try to take extra care of 3 things in your life  

1. Trust  

2. Promise  

3. Relation  

Because they don’t make noise when they break. 

What is life -2

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

 ગાંધીજીની યાદ

 ગાંધીજીએ એક ગરીબ માણસને કોર્ટના કેસમાં બચાવ્યો.

 કેસ પત્યા પછી ગરીબ બોલ્યો ”બાપુ, જ્યારે તમે નહિ હો ત્યારે

અમારા જેવાને કોણ બચાવશે ?’

બાપુએ રહસ્યમય સ્મિત કરીને કહ્યું ”મારા ફોટાવાળી નોટો !”

(374 ) મારી બે અછાંદસ કાવ્ય રચનાઓ – મારી નોધપોથીમાંથી –નવનીત ……

“મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં મારા વિચાર વલોણાની નીપજ એવી મારી બે સ્વ-

રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે .

આશા છે આપને એ ગમે . આપનો પ્રતિભાવ અપેક્ષિત છે  .

વિનોદ પટેલ —

_____________________________________ 

ફુલ અને માનવ

કુદરતની આ કેવી અજબ છે કમાલ કે 

એક કળીમાંથી રંગીન પુષ્પ ખીલી ઉઠે

આખો બગીચો પુષ્પોથી મ્હોરાઈ ઉઠે .

માનવોમાં પણ બાળક રૂપી પુષ્પ કળી ખીલીને

યથા સમયે એક સુંદર માનવ-પુષ્પ બને .

આ પ્રકૃતિની લીલામાં અનેક રંગ બેરંગી ફૂલો

લાંબી ટૂંકી જિંદગી લઈને આવેલાં આ પુષ્પો

ખીલતાં અને પછી સમય થતાં ખરી જતાં .

એમ જ આ જગતમાં જાત ભાતના માનવો

લાંબી ટૂંકી જીવન દોરી લઈને આવેલા એ સૌ  

જીવનમાં સારું કે બુરું કાર્ય કરી સમય થતાં

જગતની વિદાય લઈને ચાલી જતાં હોય છે .

જેમ ફૂલો હોય છે બે જાતનાં –

સુગંધવાળાં અને સુગંધ  વિનાનાં ,

એવુ જ માનવ પુષ્પનું પણ  –

સદ્કાર્યોથી જન જીવન સુગંધિત બની જાય છે  

દુષ્કાર્યોથી સમાજ-બગીચામાં દુર્ગંધ ફેલાય છે !

  એકલતા

જીવનમાં સંજોગો એવો મોડ પણ લે છે ,

જ્યારે જીવનસાથી વિદાય લઇ લે છે ,

અર્ધાંગના જતાં અર્ધું અંગ રહી જાય છે !

શરીર -મનથી એકલા પડી જવાય છે !

શરૂમાં અચાનક આવેલી એકલતા જરૂર ખૂંચે છે

ત્યારબાદ… જેનો બીજો કોઈ ઉપાય નથી

એને સહન કર્યે જ છુટકો એમ મન મનાવી 

જાત સાથે સમજણ થઇ જાય છે .

ધીરે ધીરે એકલતા પચવા લાગે છે

મનને ગમતી ચીજોમાં જીવ પરોવીને

એકલતા સાથે મૈત્રી સંબંધ બંધાય છે

શરીરથી એકલા ભલે હો પણ મનથી નહી

એકલા હોવું  અને એકલતા એ એક નથી

જાત સાથે વાતો કરવાની પણ એક મજા છે !

એમાંથી જ આવું કોઈ સર્જન થઇ જાય છે !

મને મારી જાત સાથે હવે ફાવી ગયું છે ,

મને મારી સોબત હવે ગમવા માંડી છે .

હું હવે એકલો નથી ,

પ્રભુ અને મારી મૈત્રી જામી ગઈ છે

જીવ અને જીવન માટેનું એ ઓસડ બની ગઈ છે

મિત્રો, રખે મારી દયા ખાતા,

એકલતા હવે મને પચી ગઈ છે !

એકલતા હવે મને ફાવી ગઈ છે !

એકલતા હવે મને ગમી ગઈ છે !

વિનોદ પટેલ 

________________________________

HA ...HA....HA....

હાસ્યેન સમાપયેત – નવા વર્ષની રમુજ  

Chiman -new year cartoon >>>>> નવા વર્ષનો એકજ સંકલ્પ <<<<<

* ન બોલવામાં નવ ગુણ!     * બોલે એના બોર વેચાય!

[ ચિત્ર પ્રાપ્તિ; સનત પરીખ…..શબ્દ સજાવટઃ ચીમન પટેલ ચમન ‘ ]

(૦૩ જાન્યુ.’૧૪)

આભાર- શ્રી ચીમન પટેલ ચમન  અને શ્રી સનત પરીખ

_____________________________

ઉપરનું ચિત્ર જોઇને – મારું એક ચિત્ર હાઈકુ 

સ્ત્રી પંખીઓના 

શોરમાં , પુરુષોની

બોલતી બંધ !

વિનોદ પટેલ

( 372 ) મારાં કેટલાંક સ્વ-રચિત વિચાર મુક્તકો — મારી નોધપોથીમાંથી ……

આ અગાઉ પોસ્ટ નમ્બર( 360 ) મારા વિચાર વલોણાનું નવનીત — મારી નોંધપોથીમાંથી

 એ નામે મારા કેટલાંક  વિચાર મુક્તકો પ્રસ્તુત કર્યાં હતાં .

આ શ્રેણીને આગળ વધારતાં મારી નોધપોથીમાંથી  કેટલાંક બીજાં મારાં સ્વ-રચિત

પ્રેરક વિચાર મુક્તકો આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે .

આશા રાખું છું કે આપને એ ગમે .

વિનોદ પટેલ

____________________________

SONY DSC

એક પ્રશ્ન !

એવું નથી કે તમે સદા સફળ થાઓ છો જિંદગીમાં

નિષ્ફળતાઓ પણ ઘણી મળતી હોય છે જીવનમાં

બેબાકળા બનાવી દે એવી કપરી કસોટીના સમયે

કપરા સંજોગો તમને પછાડી નાખે એવા સમયે

તમારે બેમાંથી એકની પસંદગી કરવાની રહે છે 

નિરાશ બનીને નીચે એદીની જેમ પડ્યા રહેવું

કે પછી ઉત્સાહી બની જાણે કશું બન્યું નથી એમ

જાતને સંભાળી લઇ , ઉભા થઈને આગળ વધવું .

એક પશ્ન , આવા સમયે કયો રસ્તો લેશો તમે ? 

————————————————-

એક આશ્ચર્ય !

બધાજ સમજે છે આ જિંદગી ક્ષણભંગુર છે

પણ વર્તી રહ્યા જાણે  કદી ન એમનું મરણ છે !

———————————————

વિચાર ઉપર વિચાર

વિચાર ઉપર કદી વિચાર તમને આવતો હોય છે !

મને તો વિચારો મનનો કબજો કરી લેતા હોય છે .

વિચારોનું તુમુલ યુદ્ધ મનમાં જામી પડતું હોય છે .

દરેક કાર્યની પાછળ વિચાર જ પડેલો હોય છે

પહેલો આવે છે વિચાર પછી કાર્ય શરુ થાય છે

વિચારમાં દમ હશે તો કામ પણ દમદાર થશે

ખોટા વિચાર અને સારું પરિણામ એવું બને કદી !

તમારો સ્વભાવ શાથી ઘડાય છે એ જાણો છો ?

તમે શું વિચારો છો ને એનો શું અમલ કરો છો

એનો જે ફેર એ જ છે તમારા સ્વભાવનું ઘડતર

—————————————

તકો

તકો અગણિત નજર સમક્ષથી પસાર થતી હોય છે

સવાલ માત્ર તકોને ઝડપીને કાર્ય કરવાનો હોય છે

જે તકોને તમે ઝડપો એ જ તમારી બનતી હોય છે 

બાકીની તકોનો ઉપયોગ બીજા બધા કરતા હોય છે 

—————————————————-

આશા ના છોડો

જુઓ,સૂરજ ડૂબ્યો , અંધકાર  છવાવા લાગ્યો

એથી નિરાશ શું કામ થાઓ છો મિત્ર ,

જુઓ, આકાશમાં તારા ચમકી ઉઠ્યા છે,

અને ચન્દ્રની ચાંદની રેલાવા લાગી છે .

કદી નિરાશ ના થાઓ, આશા અમર છે,  

—————————————————

મારી ખ્વાહિશ

હસતું મુખ જોઈ રખે માનતા કે જીવનમાં હંમેશાં સુખી છું

હસું છું એટલાં માટે કે કોઈ દુખ મને રડાવી નથી શકતું

જ્યાં સુધી દુખ સામે લડવાની દ્રઢ મનમાં તાકાત છે,

હર પળ હસીને જીવવાની જ્યાં સુધી મનમાં ખ્વાહિશ છે

ત્યાં સુધી કોઈ દુખ મને રડાવી શકે એમાં શું માલ છે ?

———————————-

પ્રભુનો પાડ

પ્રભુ પાડ માનું તારો કે સાચવ્યો અનેક કસોટીઓમાં આજસુધી

બસ જીવી લેવું છે મોજથી ,જીવાય એટલું ,સ્મરી તને હર ઘડી 

—————————————-

મારી બે હાઈકુ રચના

સુના ઘરમાં

રહી રહ્યો છું પણ

સ્મરણો ભૂલી!  

——-

પતંગિયું આ

શીખવે મનુષ્યને  

રંગીન બનો.

વિનોદ પટેલ

_____________________________________

હાસ્યેન સમાપયેત- રમુજી ટુચકા- જોક્સ

HA ...HA....HA....

American Culture !

Son : “Daddy, I fell in love and want to date this awesome girl”…

Father : That’s great son. Who is she ???

Son : It’s Sandra, the neighbor’s daughter…

Father : Ohhhh… I wish you hadn’t said that.

I have to tell you something son,

but you must promise not to tell your mother

. … Sandra is actually your sister…

The boy is naturally bummed out, but life goes on,

and indeed, a couple of months later…

Son : Daddy, I fell in love again and she is even hotter !!!

Father : That’s great son. Who is she ???

Son : It’s Angela, The other neighbor’s daughter…

Father : Ohhhh… I wish you hadn’t said that. Angela is also your sister.

This went on couple of times and the son was so mad,

he went straight to his mother crying.

Son : Mum I am so mad at dad !!! I fell in love with six girls

but I can’t date any of them because dad is their father !!!

The mother hugs him and says :

“My love, you can date whoever you want.

He isn’t your father…!!!

—————

THIS IS AMERICA ,

ANY DAMN THING IS POSSIBLE HERE

IN THE NAME OF LOVE ( OR LUST ?)!

WHO CARES FOR THE SOCIAL AND MORAL VALUES !

___________

From Forwarded E-mail -Thanks-Mr.BJ Mistry

 

 

 

( 363 ) જગતને બદલવા માગો છો ?.. શરૂઆત તમારાથી કરો…(મારી નોંધપોથીમાથી- ભાગ-3 )

અમેરિકાના ૧૬મા પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટનાં પત્ની એલેનોર રુઝવેલ્ટનું એક સુંદર અંગ્રેજી અવતરણ હમણાં વાંચવામાં આવ્યું –

” IT IS NOT FAIR TO ASK OF OTHERS WHAT YOU ARE UNWILLING TO DO YOUR SELF ” – Eleanor Roosevelt .

આ વિચાર પ્રેરક અવતરણ વાંચીને મારા મનમાં જાગેલા વિચાર મંથનો આ પ્રમાણે છે .

આ અંગ્રેજી વાક્યનો ગુજરાતીમાં અર્થ એ છે કે તમે પોતે જે કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા નથી એ કરવા માટે બીજાને કહેવું કે સલાહ આપવી એ અયોગ્ય છે .

આ એક વાક્યમાં મનુષ્યની એક મૂળભૂત આંતરિક નબળાઈની રજૂઆત કરવામાં આવી છે .

ઘણી વખત આપણે જે કામ કરવા માગતા ન હોઈએ એ કામ કરવા માટે બીજાને ખુબ જ સરળતાથી સલાહ આપી દઈએ છીએ પણ આવી બોદી સલાહની બહું અસર પડતી નથી .

કોઈ રાજકીય નેતા સિગારેટનો દમ લેતાં લેતાં બધાને સલાહ આપે કે સિગારેટ પીવી એ સ્વાસ્થ્યને હાનીકારક છે તો એ સલાહની  બીજાઓ ઉપર કેવી અને કેટલી અસર પડે !

એક મહાત્માને એના શિષ્યે એના કોઈ દર્દ માટે એમની સલાહ માગી , મહાત્માએ શિષ્યને કહ્યું કે એક અઠવાડિયા પછી તું મને મળજે હું તને સલાહ આપીશ . એક અઠવાડિયા પછી મહાત્માએ એને કહ્યું કે તું આજથી ગોળ ખાવાનું બંધ કર. ” શિષ્યે નવાઈથી ગુરુજીને કહ્યું ” ગુરુજી આ તો તમે અઠવાડિયા પહેલાં પણ કહી શક્યા હોત “

મહાત્માએ કહ્યું :” તને ગોળ ખાવાનું બંધ કરવાનું કહું એ પહેલાં હું ગોળ ખાવાનું બંધ કરીને જાતે અનુભવ લેવા માગતો હતો . હું ગોળ ખાઉં અને તને ન ખાવાની શિખામણ આપું એની કેટલી અસર પડે !”   

ઉપરના અંગ્રેજી અવતરણને બરાબર લાગુ થાય એવો એક વૃદ્ધના જીવનનો અનુભવ વાંચેલો એ યાદ આવે છે .

એક વૃદ્ધ એની કેફિયત કહેતાં કહે છે કે હું જ્યારે નવ જુવાન હતો ત્યારે મારી કલ્પના શક્તિને કોઈ હદ ન હતી . હું દુનિયાને બદલી નાખવાનાં સ્વપ્નાંઓ જોતો હતો .

પરંતુ જેમ જેમ હું ઉંમરમાં મોટો થતો ગયો એમ  મને  અનુભવથી વધુ ડહાપણ આવતું ગયું અને મને પ્રતીતિ થઇ કે હું ધારું છું એમ દુનિયાને બદલી શકાતી નથી .

હવે હું બિલકુલ વૃદ્ધ થઇ ગયો છું અને મૃત્યુંની નજીક આવી ગયો છું ત્યારે મને અનુભવથી જ્ઞાન લાધ્યું છે કે જો મેં સૌથી પ્રથમ મારી જાતને બદલવાનો પ્રયત્ન કર્યો હોત તો મારી અસરથી મારા કુટુંબીજનોમાં બદલાવ લાવી શક્યો હોત,  એમની પ્રેરણાથી મારા ગામ ,મારા સમાજ અને છેવટે દેશને બદલવા માટે જોઈતી અસર ઉભી કરી શક્યો હોત . આ પ્રમાણે યુવાનીમાં જે મારી મૂળ કલ્પના હતી એમ દેશ અને દુનિયામાં બદલાવ લાવવામાં કદાચ સફળ પણ થયો હોત !

Be the chang -Gandhiઆપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પણ એક જાણીતું અવતરણ છે કે –

” BE THE CHANGE , YOU WANT TO SEE IN THE WORLD “

એટલે કે તમે જગતમાં જે  બદલાવ લાવવા ઈચ્છો છો એની શરૂઆત તમારાથી કરો . ગુજરાતીમાં પણ એક કહેવત છે ” આપ મુવા વિના સ્વર્ગે ન જવાય !” 

આ દુનિયા એ એક વિશાળ અરીસો છે .આ અરીસામાં તમે જેવા છો એવું પ્રતિબિંબ દેખાય છે .જો તમે પ્રેમાળ છો, બીજાને મદદ કરવાની ભાવના ધરાવો છો ,મૈત્રીની ભાવના વાળા છો તો  અરીસામાં તમારું એવું જ પ્રતિબિંબ પડશે . તમે જે અને જેવા છો એ જ આ દુનિયા છે .