14મી એપ્રિલ એટલે ભારતીય બંધારણના ઘડવૈયા અને દેશના પ્રથમ કાયદા પ્રધાન, દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી, ભારત રત્ન ડો. બી.આર.આબેડકરની જન્મ જયંતી છે.
ભારતની ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. એમનુ જીવન એ જ માનવજાતને એમનો અમૂલ્ય સંદેશ હોય છે. આવા મહાન પુરૂષોમાંના એક ડો. બી.આર. આબેડકરનુ જીવન પણ ભારતના દબાયેલા, કચડાયેલા વર્ગને સ્વમાનભેર જીવવાનો જીવનમંત્ર આપે છે.
અસ્પૃશ્ય ગણાતી એવી મહાન જાતિમાં એમનો જન્મ થયો હતો. એ કારણે એમને અભ્યાસકાળથી જ આર્થિક ભીંસ, કૌટુબિક મુશ્કેલી અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. સ્નાતક થયા પછી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત થઈ શકે તેવી સ્થિતિ ન હતી. એ સમયે તેમની ઉજ્જવળ કારકીર્દીને નજર સમક્ષ રાખીને વડોદરાના શિક્ષણ પ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડની આર્થિક સહાયથી ઉચ્ચ શિક્ષણાર્થે અમેરિકા જઈ ત્યાંની કોલંબિયા યુનિવર્સિટીમાં ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ ‘ વિષય પર મહાનિંબંધ રજૂ કરી પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. આવી જવલંત વિદ્યાકીય કારકીર્દી હોવા છતાં પણ હિન્દુ સમાજ તરફથી અપમાનના કડવા ઘૂંટ જ મળ્યા.
વડોદરા સરકારે સંરક્ષણ મંત્રીનો હોદ્દો આપ્યો, આવા સ્થાને પણ તેમને તિરસ્કાર, અપમાન અને અસ્પૃશ્યતાનો જ અનુભવ થયો હતો. વડોદરા છોડી મુંબઈ આવી સિડનહોમ કોલેજમાં નોકરી સ્વીકારી. જાતિભેદના કડવા અનુભવ થયા પછી તેઓ પ્રતિજ્ઞા કરી કે ‘ જે સમાજમાં હુ જન્મયો છુ તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયીએ, ધૃણાજનક, ગુલામી મુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને એ અત્યાચારો દૂર કરવામાં હુ નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.
ડો. આબેડકરની દલિત હકો માટેની ચાલનારી આજીવન સંઘર્ષયાત્રા અહીંથી શરૂ થઈ હતી. એમની રાહબરી હેઠળ મહાડનો જળ સત્યાગ્રહ થયો. જે સદીઓથી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં અથડાતા અંત્યજનોને માણસ સાથે માણસની જેમ વર્તવાની પ્રેરણારૂપ છે. પછાત જાતિઓનો ઉપહાસ કરનાર ઘર્મગ્રંથ ‘મનુસ્મૃતિ‘ની જાહેરમાં હોળી કરી અને ‘મૂક નાયક‘ મરાઠી છાપુ શરૂ કરી દલિત સમાજની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રારંભ કર્યો હતો.
નાસિક પાસે એક નાના ગામમાં મહારાષ્ટ્રના અંત્યજોને હિન્દુ મંદિરમાં પ્રવેશ મેળવવાના એમના અધિકાર માટે તેમણે પાંચ વર્ષ સત્યાગ્રહ કર્યો. એ સ્થળે ડો. આંબેડકરે ઘોષણા કરી કે ‘હુ જન્મ્યો છુ હિન્દુ, પણ હિન્દુ તરીકે મરીશ નહી‘.
ડો. બાબાસાહેબ માનતા હતા કે અંગ્રેજો જ્યા સુધી દેશ નહી છોડે ત્યાં સુધી પોતાના અધિકાર સલામત નથી. જો અંગ્રેજો જતા રહેશે તો બહુજન સમાજનુ ભવિષ્ય યુરોપના શોષિતો કરતા પણ વધુ ભયાનક બની જશે. સ્વરાજ માંગનારની ઝાટકણી કાઢતા લખ્યુ કે ‘પોતાના ઘરની ગંદકી કાઢવા હજુ જે લોકો તૈયાર નથી તેમને સ્વરાજ માંગવાનો નૈતિક અધિકાર નથી. તેઓ એવુ પણ માનતા હતા કે આઝાદી થોડી મોડી મળશે તો ચાલશે પણ અસ્પૃશ્યોના મહાકાય પ્રશ્નો પહેલા ઉકેલવા જોઈએ. સામાજિક, આર્થિક સ્વતંત્રતા વગરની રાજકીય સ્વતંત્રતાનુ કોઈ મૂલ્ય નથી. જે બાબતે ગાંઘીજી સાથે પણ વૈચારિક સંઘર્ષ થયો હતો જેનુ પરિણામ પૂનાનો ઐતિહાસિક કરાર હતો.
ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે ભારતીય નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોની ભેટ આપી. એમના શબ્દો આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ એટલાજ પ્રસ્તુત લાગે છે.
‘ જો આપણે લોકોની લોકો માટેની અને લોકો વડેની સરકારના સિધ્ધાંતોને વરેલુ બંધારણ સાચવી રાખવુ હોય તો આપણા પથમાં વેરાયેલા અનિષ્ટોને ઓળખવામાં ઢીલ ન દાખવીએ‘
એમણે એક ચેતવણી એ પણ આપી હતી કે જો આપણે બે બાબતો તરફ વિશેષ ધ્યાન નહી આપીએ તો આ લોકશાહી પરંપરા તૂટી જશે. એક તો એ કે સમાનતા સામાજિક સ્તરે થવી જોઈએ અને બીજુ એ કે આર્થિક અસમાનતા દૂર કરવી જોઈએ. આપણો સમાજ સ્તરીય, અસમાનતા ઉપર આધારિત છે. એટલેકે એકને ઉપર ને ઉપર લઈ જવા અને બીજા સ્તરને નીચેની નીચે તરફ લઈ જવા.
ડો. આંબેડકરની આ ચેતવણી આજે પણ સાચી પડી છે. આઝાદી પછીના પાંચ દાયકાનો વિકાસ સાવ ઉલટી દિશામાં થયો છે.અસમાનતાની ખાઈ વધુને વધુ પહોળી થઈ ગઈ છે, થતી જાય છે.
સમગ્ર દલિત વર્ગના રાહબર બનેલા ડો. બી.આર. આંબેડકર માત્ર આપણા મુક્તિદાતા જ ન હતા પરંતુ પ્રેરણા સ્ત્રોત પણ હતા. ભારતના ઈતિહાસમાં ડો. આંબેડકરે એમના તેજસ્વી વ્યક્તિત્વ, મૂલ્યનિષ્ઠા અને સેવા દ્વારા ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યા સુધી માનવજાતના ઈતિહાસમાં અસમાનતા,શોષણ, દમન, અત્યાચાર અને અનાચાર રહેશે અને તેની સામેનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડો. બી.આર. આંબેડકરનુ નામ અમર રહેશે.
ભારતના જાહેરજીવન-રાજકારણમાં ઘણાને નાનો-મોટો અન્યાય થયો હશે, પરંતુ સરદાર પટેલ જેટલો અન્યાય ભાગ્યે જ કોઈને થયો હશે. એક જમાનામાં સરદાર ખ્યાતનામ ધારાશાસ્ત્રી હતા અને તેમણે અનેક લોકોને ન્યાય અપાવેલો, પણ તેમના પોતાના કિસ્સામાં કંઈક જુદું જ થયું. જીવનભર તેઓ સતત કામ કરતા રહ્યા અને અન્યાય સહન કરતા રહ્યા.
તેમના મૃત્યુ પછી પણ અન્યાયનો સિલસિલો બરકરાર રહ્યો. નવી દિલ્હીમાં આરૂઢ કોંગ્રેસી સલ્તનતે સતત એવો પ્રયાસ કર્યો કે સરદાર પટેલનું નામ ભારતીય ઈતિહાસમાંથી ભૂંસાઈ જાય. એમનું ચાલત તો એવી સ્થિતિનું નિર્માણ કરત કે સરદાર પટેલ નામનો કોઈ માણસ ક્યારેય ભારતના રાજકારણમાં હતો જ નહીં. પહેલાં તેમના પ્રદાન પર મોટી ચોકડી મારી, એ પછી કદાચ તેમના અસ્તિત્વ ઉપર જ ડસ્ટર ફેરવી નાખવામાં આવત. કદાચ કોઈને આ વાતમાં અતિશ્યોક્તિ લાગશે, પણ જો તમે ભારતના જાહેરજીવનનો ઈતિહાસ તટસ્થ રીતે તપાસશો તો તેમાં ભારોભાર તથ્ય લાગશે. સરદાર પટલેના નામ અને કામને ભૂલાવવા માટે થયેલા પ્રયાસનું એક સ્વતંત્ર પુસ્તક થાય.
૩૧મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ સરદાર સરોવર નર્મદા યોજના પાસે, સાધુબેટ પર વિશ્વમાં સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થશે એ ઔતિહાસિક અને વૈશ્વિક ઘટના છે.
સરદાર પટેલ ભારતની સ્વતંત્રતાની લડતના અગ્રણી હતા. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરાઈને તેઓ લડતમાં જોડાયા. એ પહેલાં એડવોકેટ તરીકે તેમના નામના ડંકા વાગતા. તેઓ સફળ ધારાશાસ્ત્રી હતા. ખૂબ કમાતા પણ હતા.
સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહનું સુકાન સફળતાથી સંભાળ્યું એ પછી ક્યારેય તેમણે પાછું વળીને જોયું નથી. ભારતની સ્વતંત્રતાની લડતમાં અનેક નાજુક ક્ષણો આવી, ગૂંચવણો ઊભી થઈ, મૂંઝવણો આવી, દર વખતે સરદારે પોતાની ભૂમિકા યોગ્ય રીતે અદા કરી. આજે કાશ્મીરની એક જ સમસ્યા સામે આપણે લડી રહ્યા છીએ, જો સરદાર ના હોત તો આવી અનેક સમસ્યાઓ આપણા રાષ્ટ્રને નડતી હોય. તેમણે પોતાને સોંપાયેલી દરેક સમસ્યાનો ઉકેલ શોધ્યો. સમયસર અને પાકો ઉકેલ શોધ્યો. તેઓ કદી મોડા ના પડ્યા કદી મોળા ના પડ્યા. તેઓ કદી કાચા ના પડ્યા કે ક્યારેય પાછા ના પડ્યા. તેમને જે જે કામ સોંપાયુ તે તેમણે સવાયું કરીને પૂર્ણ કર્યું. નિષ્ફળતા તેમના સ્વભાવમાં જ નહોતી.
સ્વતંત્રતાની લડત દરમિયાન પણ તેમને સતત અન્યાય થતો રહ્યો. તેઓ મહાત્મા ગાંધીની કસોટીમાંથી પાર ઉતરતા રહ્યા અને પાસ થતા રહ્યા.
આમ છતાં જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન નક્કી કરવાની સૌથી મહત્ત્વની ઘડી આવી ત્યારે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને નાપાસ કર્યા.
હિંદુસ્તાનની મોટાભાગની પ્રાંતિય સમિતિઓએ વડાપ્રધાનપદ માટે સરદાર પટેલનું નામ આપ્યું, પરંતુ ગાંધીજીના મનમાં તો જવાહરલાલ નેહરુનું નામ નિશ્ચિત હતું. તેઓ અગાઉ નેહરુને પોતાના વારસદાર જાહેર કરી ચૂક્યા હતા.
સરદાર પટેલને જ નહીં, સમગ્ર દેશને થયેલો આ મોટામાં મોટો અન્યાય હતો.રાષ્ટ્રપિતા ગાંધીજી માટે પૂરેપૂરો આદર રાખીને પૂછવાનું મન થાય કે તમને આવું કરવાનો અધિકાર હતો ? જો તમામ પ્રાંતિય સમિતિઓ સરદાર પટેલને વડાપ્રધાન બનાવવા ઈચ્છુક હોય તો તેમના મતનું સમર્થન ના થવું જોઈએ? જો તેમના મતની કોઈ કીમત નહોતી તો પછી તેમનો મત જાણવાની આવશ્યકતા કઈ હતી?
એના કરતાં પણ મોટો પ્રશ્ન એ છે કે એ વખતે જવાહરલાલ નેહરુએ કેમ કોઈ ચોક્કસ પ્રતિસાદ ના આપ્યો ? તેઓ કેમ ચૂપ રહ્યા ? તેમણે ગાંધીજીને સ્પષ્ટ કહેવું જોઈએ કે કોંગ્રેસ પક્ષની મોટાભાગની પ્રાંતિય સમિતિઓ જો સરદાર પટેલને વડાપ્રધાન બનાવવા માગતી હોય તો મારાથી કેવી રીતે વડાપ્રધાન બની શકાય ? હું નહીં બનું વડાપ્રધાન. સરદાર પટેલ જ વડાપ્રધાન બનવા જોઈએ.
સરદાર પટેલની આકાશને આંબતી પ્રતિભાને તે દિવસે ધરાર, હાડોહાડ, હલહળતો અન્યાય થયો, અને એકવીસમી સદીના પ્રારંભે, તેમની વિદાયનાં ૬૮ વર્ષ પછી, ૩૧મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ, તેમની ૧૪૩મી જન્મજંયતિએ, આકાશને આંબતી સરદારની વિશ્વવિક્રમી પ્રતિમાંનું સર્જન કરીને રાષ્ટ્ર અને ગુજરાત ચપટીક ન્યાય તોળવાનો પ્રયાસ કરી રહ્યું છે.જો સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન થયા હોત તો કાશ્મીર ભારતનું માથું હોત. આજે માથાનો દુઃખાવો છે. આટલો ફરક હોય છે એક સશક્ત નેતા અને એવરેજ નેતા વચ્ચે. સરદાર પટેલે મૂળમાં ઘા કરીને ૧૯૪૭માં જ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવી દીધું હોત.
જે માણસ જોતજોતામાં ૫૬૨ રજવાડાં એક છત્ર નીચે લાવી શકે તે માણસ અન્ય એક રાજ્યને ભારત સાથે ના જોડી શકે ? સરદાર પટેલ એ કરી જ રહ્યા હતા, પણ નેહરુએ એમ ના કરવા દીધું કારણ કે તેઓ વડાપ્રધાન હતા. તેમનો અહમ્ આડે આવ્યો. તેઓ પ્રશ્નને યુનોમાં લઈ ગયા. ત્યારથી કાશ્મીરનો પ્રશ્ન ઉનોને ઉનો એટલે કે ગરમ છે, એ પ્રશ્ન ક્યારેય ટાઢો પડ્યો જ નહીં.
સરદાર પટેલને થયેલા અન્યાયનો કોઈ હિસાબ નથી. કથા ઘણી લાંબી છે. ડગલેને પગલે તેમને મહાત કરવા પ્રયાસો થયા. હિમાલય જેવડા આ માણસને વારેવારે તોડી નાખવા પ્રયાસો કરાયા. ભારતના કરોડો લોકોના હૃદયમાં સ્થાન મેળવનારા આ મહામાનવને કોંગ્રેસ પક્ષે ૧૯૯૧માં ભારત રત્ન આપ્યો હતો.(એ જ વર્ષે રાજીવ ગાંધીને પણ ભારત રત્ન અપાયો હતો.) આનાથી મોટી મશ્કરી કઈ હોઈ શકે સરદારની? સરદાર પટેલનું મૃત્યુ થયું ૧૯૫૦માં અને તેમને ભારત રત્ન અપાયો છેક ૧૯૯૧માં. સરદાર પટેલ ભારત રત્ન હતા તે નક્કી કરવામાં કોંગ્રેસને ૪૧ વર્ષ લાગ્યાં. અને એ દરમિયાન કેવા કેવા લોકોને ભારત રત્ન અપાઈ ગયા ? તેની ચર્ચા ના કરવામાં જ સાર છે.
જો તટસ્થ રીતે ઈતિહાસ તપાસીએ તો સ્પષ્ટ વંચાય છે કે કોંગ્રેસ પક્ષે, જવાહરલાલ નેહરુએ, નેહરુ-ગાંધી પરિવારે સરદાર પટેલનું નામ ભૂંસવા માટે સતત પ્રયાસો કર્યા. જાણે કે ભારતની સ્વતંત્રતાની લડતમાં તેમનું કોઈ પ્રદાન જ નહોતું. આ અન્યાય આજે ૧૮૨ મીટરની ઊંચી પ્રતિમા બનીને હવે જવાબ આપી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષની માથું ઊંચું કરવાની પણ શક્તિ નથી. એ કબૂલવું જ રહ્યું કે ૧૮૨ મીટરની સરદારની પ્રતિમાનું નિર્માણ કરીને નરેન્દ્ર મોદીએ કોંગ્રેસે સરદાર પટેલને કરેલા અન્યાયનો બદલો લેવાનો પ્રયાસ કર્યો છે.
ભારતને સરદાર પટેલની વિશ્વવિક્રમી પ્રતિમાની ભેટ આપવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈતિહાસ સદાય યાદ કરશે. તમે નરેન્દ્ર મોદીના ગમે તેટલા કડક અને કટ્ટર વિરોધી હોવ તો પણ તેમના આ પ્રદાનને કદી ભૂલી નહીં શકો.
પ્રતિમા તો માત્ર પ્રતીક છે, તેમણે ભારતના એક મહામાનવ, સરદાર પટેલની સાચી પ્રતિભાનું, તેમના રાષ્ટ્રપ્રેમનું, તેમની રાષ્ટ્રભક્તિનું, તેમણે દેશ માટે આપેલા સમર્પણનું બહુમાન કર્યું છે. સરદાર પટેલની પ્રતિમાને પૂતળું કહીને હસી કાઢનારા લોકોએ યાદ રાખવું જોઈએ કે પ્રતિમાઓ માત્ર પૂતળાં નથી હોતી. રાષ્ટ્રનાયકોની પ્રતિમાઓ રાષ્ટ્રના લોકોમાં ગૌરવ અને સ્વાભિમાનનો મંત્ર ફૂંકે છે. તેઓ લોકોના હૃદયમાં નવી આશા, નવી હીંમત અને નવા પ્રાણ ભરે છે.
‘સાધુબેટ’ પર ઊભી ઊભી સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર ભારતવર્ષને તેમની હીંમત, તેમની ઉર્જા અને શક્તિ, તેમની સહિષ્ણુતા અને માનવતાના પાઠ યાદ કરાવતી રહેશે. અહીં ઊભા ઊભા સરદાર સમગ્ર રાષ્ટ્ર પર નજર રાખશે. દુબળા અને નબળા લોકોને સશક્ત અને મજબૂત થવા પ્રેરશે. હારી ગયેલાને બેઠા થવા કહેશે. બેઠા થયેલાને ઊભા થઈને આગળ ધપવા હાકલ કરશે. સરદાર પટેલની આ પ્રતિમા પાકિસ્તાન અને ચીન પર પણ કડક નજર રાખશે. સરદાર કહેશે કે સરહદ પર તમે હદમાં રહેજા. અમે તમારી મર્યાદા રાખીશું, પણ તમે મર્યાદા પણ રાખજો. જો તમે તમારી મર્યાદા ચૂકશો તો અમે મર્યાદા છોડીને આગળ વધીશું. કોઈને દુઃખી કરવાના અમારા સંસ્કાર નથી, પણ કોઈ અમને દુઃખી કરવા પ્રયાસ કરે તો અમે ચૂપ બેસીશું નહીં.
સરદાર પટેલની આ પ્રતિમા ભલે કેટલાકને નિર્જીવ લાગે, પૂતળું બનીને ઊભેલી એક આકૃતિ લાગે, પણ ખરેખર તો આ પ્રતિમા, નવો ઉત્સાહ, નવી શક્તિ, નવી ઉર્જા, નવા સંકલ્પો, નવો આનંદ બનીને ભારતના ૧૨૫ કરોડ લોકોના હૃદયમાં પ્રસરી જશે. જે લોકો એમ માનશે કે આ તો જુદાં જુદાં ધાતુઓથી બનેલી એક પ્રતિમા છે તે લોકો ખોટા પડશે. ખરેખર તો ભારતના સ્વાભિમાન અને ભારતના આત્મગૌરવે પ્રતિમાના સ્વરૂપમાં મૂર્ત દેહ ધારણ કર્યો છે. હવે અહીંથી રાષ્ટ્રચેતનાનો શંખ ફૂંકાશે જેનો ધ્વનિ ભારતના ખૂણે-ખૂણે સંભળાશે. એ ધ્વનિ નિરાશ-હતાશ થયેલાને પણ દોડતા કરશે. હારી ચૂકેલાને પણ તે પુનઃ રણમેદાનમાં મોકલશે.
એ ધ્વનિ રાષ્ટ્રના તમામ પ્રકારના ખાલીપાને ભરી દેશે.
તુલસીપત્રઃ
સરદાર પટેલની વિશ્વવિક્રમી પ્રતિમાના પાયામાં છે ક્રાંતિકારી અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદ. તેઓ જ્યાં સરદાર સરોવર નર્મદા યોજના થઈ છે ત્યાં કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની એકસો ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવા માગતા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને પોતાના હાથમાં લઈને તેને વિશ્વવિક્રમી બનાવી દીધો. વિશ્વવિક્રમી પ્રતિમાના અનાવરણ વખતે સ્વામી સચ્ચિદાનંદનું સ્મરણ પણ કરવું જોઈએ.
(પોઝિટિવ મિડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)
રમેશ તન્ના
ઓક્ટોબર ૨૪,
આજનો કચ્છમિત્ર અને ફૂલછાબમાં પ્રકાશિત થતી કોલમ ખુલ્લી બારીનો લેખ
૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ એટલે અખંડ ભારતના શિલ્પી અને ભારતના પૂર્વ નાયબ વડા પ્રધાન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૩ મી જન્મ જયંતીનો દિવસ .
આ દિવસે ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં દેશના પહેલા ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડથી બનાવેલી દુનિયાની ૧૮૨ મિટરની સૌથી ઉંચી એકતાની પ્રતિમા Statue of Unity નું અનાવરણ કરી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રંગારંગ કાર્યક્રમમાં દેશ અને દુનિયાને સમર્પિત કરી હતી.
PM Modi performs Rashtrarpan Puja & visits museum at ‘Statue of Unity’ in Kevadia, Gujarat
સરદારની પ્રતિમાના અનાવરણ વખતની કેટલીક યાદગાર તસ્વીરો
દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની Statue of Unity –એકતાની પ્રતિમા વિષે જાણવા જેવી માહિતી …
સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એ અત્યાર સુધી વિશ્વની સૌથી ઉંચી મુર્તિ તરીકે પ્રસિદ્ધ ચીન ખાતેની સ્પ્રિંગ ટેમ્પલની 153 મીટરની ઊંચી બૌદ્ધ પ્રતિમાનો રેકોર્ડ તોડયો છે.
વિશ્વની અન્ય ઉંચી પ્રતિમાઓ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું પ્રથમ સ્થાન આ તસ્વીર બતાવે છે.
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્ટેચ્યુ નર્મદા નદી પર બનાવેલ સરદાર સરોવર બંધથી 3.5 કિલોમીટર દુર આવેલું છે.દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા ડેમની સામે સ્થાપિત કરી ગુજરાતના પ્રવાસનને એક નવી ઊંચાઈએ લઈ જવાનું દુરંદેશી ભર્યું ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.ગુજરાત માટે આ ગૌરવની વાત છે.
નર્મદા ડેમ એ સરદારનું સપનું હતું અને આ ડેમની પરિયોજનાને પણ સરદારના નામ સાથે જોડવામાં આવ્યું છે.
આ સ્થળ પસંદ કરવા પાછળનો એક હેતુ આદિવાસી વિસ્તારને એક ઉત્તમ પ્રવાસન સ્થળની ભેટ આપવાનો પણ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ તેની પ્રવાસીઓને માહિતી આપવા માટે સ્થાનિક ૧૦૦ આદિવાસી યુવાનોને ગાઈડ તરીકે તૈયાર કરાયા છે. આસપાસના ૧૭ કિ.મી.ના એરિયામાં ફ્લાવર ઓફ વેલી પણ તૈયાર કરવામાં આવી છે, તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
કચ્છના રણની કાયાપલટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સરદારની સૌથી ઊંચી પ્રતિમાનો ડ્રીમ પ્રોજેક્ટ પણ સાકાર થયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. તેની ઊંચાઇ 522 ફુટ છે. સરદાર પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવવાનો કુલ ખર્ચ રૂ. 2,989 કરોડ થયો છે.
સ્ટેચ્યુના નિર્માતા કંપની લાર્સન એન્ડ ટુબ્રો અને અન્ય કંપનીઓને અલગ-અલગ કામ સોંપીને પ્રતિમાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રોન્ઝ આવરણ ધરાવતી વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં ૭૦ હજાર ટન તો સિમેન્ટ વાપરવામાં આવ્યો છે.
ભારતની ટેકનોલોજી અને એન્જીનીયરીંગ સામર્થ્યનું પણ આ એક પ્રતિક છે.
સરદારની પ્રતિમા તૈયાર કરવાનું કામકાજ ડિસેમ્બર ર૦૧૪માં શરુ કરવામાં આવ્યું હતું. ચાર વર્ષના રેકોર્ડ-બ્રેક સમયમાં સરદારની આ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.ચીન ખાતેની બુદ્ધની પ્રતિમાને પૂર્ણ કરતાં ૧૧ વર્ષ લાગ્યાં હતાં .
સરદારની આગવી ઇમેજ સાથે પ્રતિમા તૈયાર કરવામાં પડદા પાછળના કસબી અને અસલી હીરો મુખ્ય ડિઝાઇનર રામ સુતાર છે.દિલ્હી નજીક નોઈડા એરિયામાં રહેતા આ ૯૩ વર્ષીય મૂર્તિકાર દુનિયાભરમાં શિલ્પકળા માટે વિખ્યાત છે. એમને ભારતના શ્રેષ્ઠ એવા પદ્મભૂષણ, પદ્મશ્રી ઍવૉર્ડ મળી ચૂક્યા છે.
છેલ્લા પાંચ દસકામાં દુનિયાભરમાં તેમણે પ૦થી વધારે મૂર્તિઓ તૈયાર કરી છે. દિલ્હીમાં પાર્લામેન્ટની બહાર ૧૯૯૩માં મહાત્મા ગાંધીની જે પ્રતિમા મૂકવામાં આવી તે પણ રામ સુતારે તૈયાર કરેલ છે.
શ્રી રામભાઇ સાથે તેમના પુત્ર શ્રી અનિલભાઇ પણ શિલ્પકાર તરીકે કાર્યરત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટેનું રોમટીરીઅલ પસંદ કરવા આ પિતા-પુત્ર અનેક વખત ચીન જઇ આવ્યા છે.
હાલમાં તેઓ ૪૧૩ ફુટ ઊંચા છત્રપતિ શિવાજી મેમોરીઅલ સ્ટેચ્યુના નિર્માણ કાર્યમાં વ્યસ્ત છે. જે મુંબઇમાં મુકાવાનું છે.
આજે ૯૩ વર્ષે પણ શ્રી રામ સુતાર તેમના વર્કશોપમાં આઠ-આઠ કલાક કામ કરે છે અને દરેક કાર્ય પર બારીકાઈથી નજર રાખે છે.
આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ૬૮ મો જન્મ દિવસ છે.
આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ પાઠવે છે.
૧૭ મી સપ્ટેમ્બર, ૧૯૫૦ 1950 ના રોજ જન્મેલા શ્રી મોદી ભારતની સ્વતંત્રતા બાદ જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે.એમનું બાળપણ ગરીબ પરિવારમાં વીત્યું છે. પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબહેન મોદીના 6 સંતાનોમાં શ્રી નરેન્દ્ર મોદી ત્રીજું સંતાન છે.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં એમનો જન્મ થયો હતો. તેઓએ વડનગર રેલવે સ્ટેશને તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા.શ્રી મોદી ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ આરએસએસમાં જોડાયા હતા.
અમદાવાદના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કર ના સૌજન્યથી નીચેની લીંક પર ફોટાઓ સાથે શ્રી મોદીના જીવનની સુંદર ઝલક વાંચો.
RSSના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન મોદી આજે ૬૮ વર્ષના થયા. ભારતના આ લોકપ્રિય વડાપ્રધાનની વડનગરથી શરુ કરી દિલ્હી સુધીની મજલ દરમ્યાન બનેલા ૬૮ અગત્યના બનાવોને આવરી લેતા આ વિડીયોમાં શ્રી મોદીના જીવનની કેટલીક અજાણી બાબતો જાણવા મળશે.
Here are snippets from PM Narendra Modi’s life as he turns 68
શ્રી મોદીના જન્મ દિવસે થોડી રમુજ …
નીચેનો એક રાજકીય કાર્ટુન -વિડીયો માણો જેમાં શ્રી મોદીના વિરોધીઓની
ઠેકડી ઉડાવવામાં આવી છે.
OMG: PM Modi’s birthday celebrations with opposition Leaders
ભારતના અને અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓનાં શ્રી નરેન્દ્ર મોદી વિષેનાં પ્રસંશા વચનો ..
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું આજે અહીં નિધન થયું છે. એ 93 વર્ષના હતા. એમણે અહીં AIIMS હોસ્પિટલમાં આજે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.
વાજપેયી બે મહિનાથી પણ વધારે સમયથી હોસ્પિટલમાં કિડનીમાં ચેપ ઉપરાંત યુરિનરી તકલીફ, છાતીમાં કફનો ભરાવો થવા જેવી તકલીફો માટે સારવાર હેઠળ હતા. એઈમ્સ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં વાજપેયીના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા.
વાજપેયીના પાર્થિવ દેહને આજે સાંજે AIIMS હોસ્પિટલમાંથી એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે એ આવતીકાલે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર આવતીકાલે દિલ્હીમાં યમુના નદીના કિનારે કરવામાં આવશે.
વાજપેયીના માનમાં કેન્દ્ર સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
નાદુરસ્ત તબિયતને કારણે વાજપેયી એક દાયકાથી પણ વધારે સમયથી જાહેર જીવનથી દૂર રહ્યા હતા. એમને ડાયાબિટીસની બીમારી હતી. છેલ્લા 36 કલાક દરમિયાન એમની તબિયતમાં વધારે બગાડો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેલ્લા બે દિવસમાં બે વાર એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
વાજપેયીનો જન્મ 1924ની 25 ડિસેંબરે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. એમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી એક સ્કૂલ શિક્ષક હતા.
ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંના એક, વાજપેયી 1996થી 1999 વચ્ચે ત્રણ વાર વડા પ્રધાન બન્યા હતા. પહેલી વાર, 1996માં એ વડા પ્રધાન બન્યા હતા, પણ એમની સરકાર માત્ર 13 દિવસ જ ચાલી હતી. 1998માં એ બીજી વાર વડા પ્રધાન બન્યા હતા. ત્યારે એમની સરકાર 13 મહિના ચાલી હતી. 1999માં એ ફરી વડા પ્રધાન બન્યા હતા અને પાંચ વર્ષની મુદત એમણે પૂરી કરી હતી.
પાંચ વર્ષની મુદત પૂરી કરનાર એ પહેલા બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા.
વાજપેયી વિશે એવું કહેવાય છે એ ભારતીય રાજકારણના અજાત શત્રુ હતા. એમને કોઈ રાજકીય શત્રુઓ નહોતા.
વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને એમની પર ચારેબાજુએથી શ્રદ્ધાંજલિનો વરસાદ વરસી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં વાજપેયીના નિધનને એક યુગના અંત તરીકે ઓળખાવ્યું છે અને કહ્યું છે કે દરેક ભારતીય તથા ભાજપ કાર્યકર્તા વાજપેયીના દ્રષ્ટિકોણ પ્રમાણે જીવનમાં આગળ વધવાનું ચાલુ રાખશે.
મોદીએ અનેક ટ્વીટ્સ દ્વારા પોતાની શબ્દાંજલિ એમને અર્પણ કરી છે.
Narendra Modi-1 @narendramodi मैं नि:शब्द हूं, शून्य में हूं, लेकिन भावनाओं का ज्वार उमड़ रहा है।
हम सभी के श्रद्धेय अटल जी हमारे बीच नहीं रहे। अपने जीवन का प्रत्येक पल उन्होंने राष्ट्र को समर्पित कर दिया था। उनका जाना, एक युग का अंत है।
Narendra Modi-2 @narendramodi लेकिन वो हमें कहकर गए हैं- “मौत की उमर क्या है? दो पल भी नहीं, ज़िन्दगी सिलसिला, आज कल की नहीं मैं जी भर जिया, मैं मन से मरूं, लौटकर आऊँगा, कूच से क्यों डरूं?”
Narendra Modi-3 @narendramodi अटल जी आज हमारे बीच में नहीं रहे, लेकिन उनकी प्रेरणा, उनका मार्गदर्शन, हर भारतीय को, हर भाजपा कार्यकर्ता को हमेशा मिलता रहेगा। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे और उनके हर स्नेही को ये दुःख सहन करने की शक्ति दे। ओम शांति ! Narendra Modi-4 @narendramodi India grieves the demise of our beloved Atal Ji. His passing away marks the end of an era. He lived for the nation and served it assiduously for decades. My thoughts are with his family, BJP Karyakartas and millions of admirers in this hour of sadness. Om Shanti.
Narendra Modi-5 @narendramodi It was Atal Ji’s exemplary leadership that set the foundations for a strong, prosperous and inclusive India in the 21st century. His futuristic policies across various sectors touched the lives of each and every citizen of India.
Narendra Modi-6 @narendramodi Atal Ji’s passing away is a personal and irreplaceable loss for me. I have countless fond memories with him. He was an inspiration to Karyakartas like me. I will particularly remember his sharp intellect and outstanding wit.
પોતાના આદરણીય નેતા વાજપેયીના નિધન અંગે ભારતીય જનતા પક્ષે કરેલું ટ્વીટ… ओजस्वी वक्ता, जनकवि व अपने व्यक्तित्व और कृतित्व से मां भारती को विश्व में गौरवान्वित करने वाले भारतीय राजनीति के शिखर पुरुष महान जननेता श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को अश्रुपूर्ण श्रद्धांजलि। https://twitter.com/twitter/statuses/1030066306790223872
अटल बिहारी वाजपेयी पहले ग़ैरकाग्रेसी प्रधानमंत्री थे, जिन्होंने अपना पाँच साल का कार्यकाल बिना किसी समस्या के पूरा किया. मशहूर पत्रकार किंगशुक नाग ने हाल ही में उनकी जीवनी लिखी- अटलबिहारी वाजपेयी- अ मैन फॉर ऑल सीज़न. विवेचना में रेहान फ़ज़ल नज़र डाल रहे हैं अटलबिहारी वाजपेयी के राजनीतिक सफ़र और उनसे जुड़े कुछ मानवीय पहलुओं पर.
Atal Bihari Vajpayee: Life of a Leader, Statesman and Prime Minister (BBC Hindi)
“What counts in life is not the mere fact that we have lived. It is what difference we have made to the lives of others that will determine the significance of the life we lead.”
– Nelson Mandela
૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકાની ગોરી સરકાર સામે સવિનય વિરોધ અને અહિંસક સત્યાગ્રહ કર્યો હતો એ સાઉથ આફ્રિકામાં જ ગાંધીજીના પગલે ચાલીને નેલ્સન મંડેલાએ પણ ગોરી હકુમત સામે અહિંસક લડત ચલાવી હતી અને ૨૭ વર્ષનો લાંબો કારમો કારાવાસ ભોગવવો પડ્યો હતો. ગોરી હકુમતની રંગભેદની નીતિ અને અન્યાય સામે સંઘર્ષની આગેવાની લઈને છેવટે દક્ષિણ અફ્રિકાને વિદેશીઓની ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવવામાં તેઓ સફળ રહ્યા હતા.નેલ્સન મંડેલાને એટલે જ ‘દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા’ અને ‘દક્ષિણ આફ્રિકાના ગાંધી ‘તરીકે પણ સંબોધવામાં આવે છે.
એમનું પુરૂ નામ નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા (Nelson Rolihlahla Mandela) છે.નેલ્સન મંડેલાનો જન્મ ૧૮ મી જુલાઈ ૧૯૧૮ ના રોજ દક્ષીણ આફ્રિકાના ફ્રાંસકોઈ ગામમાં રોપલ ખોંસા ફેમિલીમાં થયો હતો. એમના પિતા હેનરી જગાડલા મંડલા ટેંબુલેડેમાં ચિફ કાઉન્સીલર હતા.તેઓ જ્યારે ૮ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ૨૧ વર્ષની ઉંમર થતાં તેમના પાલક પિતાએ લગ્નની તૈયાર કરી એટલે તેઓ ભાગીને જ્હોનિસબર્ગ શહેરમાં આવ્યા હતા .
મંડેલાએ સ્થાનિક મિશન સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું . મેટ્રિક સુધીની પરીક્ષા હીલ્ડટાઉન બોડિંગ સ્કૂલમાં રહીને પાસ કરી. બી.એ. માટે વધુ અભ્યાસ અર્થે કોર્ટ હેયર યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. નેલ્સન મંડેલાએ ત્યાં ફોર્ટ હેર વિશ્વ વિદ્યાલય અને વિટવોટર સ્ટ્રાન્ડ વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું.
કોલેજ જીવનના દિવસોથી તેઓ રાજનીતિમાં સક્રિય બન્યા હતા. જહાનિસબર્ગમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ સન ૧૯૪૨માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રાજનીતિક દળ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એ.એન.સી.)ના સદસ્ય બન્યા.તેઓ આ દળની યુવા પાંખના સ્થાપક સભ્ય હતા .
નેલ્સન મંડેલાએ એ.એન.સી .પક્ષના યુવા પાંખના વડા તરીકે શરૂઆતમાં ત્યાંની લઘુમતી ગોરી હકુમતના બહુમતી અશ્વેત પ્રજા માટેના અન્યાયી કાયદાઓ સામેની લડત મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને અહિંસક ચળવળથી શરૂઆત કરી હતી.પરંતુ જ્યારે આને નબળાઈ માનીને ગોરી હકુમતે અશ્વેત અહિંસક સરઘસો ઉપર ગોળીબાર કરીને સો ઉપરાંત માણસોને મોતને શરણ કર્યા ત્યારે અંગ્રેજોની આંખ ઉઘાડવા માટે અંગ્રેજ સરકારના હિતોની જગાઓ ઉપર બોમ્બ નાખેલા ભૂગર્ભમાં રહીને નેલ્સન મંડેલા અને એમના સાથીઓએ કામચલાઉ સમય માટે હિંસાનો રસ્તો અપનાવેલો.
૧૯૬૦માં સરકાર સામેની હિસક લડત માટે મંડેલાને ગુનેગાર ઠેરવવામાં આવ્યા. ધરપકડની બીક તથા પોલિસથી બચવા તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા પણ અંતે પકડાયા.એમની સામે દેશદ્રોહનો આરોપ લગાડી તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. એમના બચાવ માટે પોતે જ વકીલાત નામું દાખલ કર્યું. નેલ્સન મંડેલાએ કોર્ટમાં કહ્યું હતું કે ‘’મને જાણ છે કે આ સ્વાતંત્ર્ય લડત માટે મૃત્યુદંડ અપાય છે પણ સ્વાતંત્ર્ય ચળવળ એ જ અમારા માટે આદર્શ આશા છે. આ માટે જ મારે જીવવું છે ને અમારે જીવવાનો અધિકાર હાંસલ કરવો છે. ટૂંકમાં આ આદર્શ માટે જ મારે જીવનમાં જીવવું કે મરવું છે.’’
દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ ચળવળ શરૂ કરનાર મંડેલાને ૨૭ વર્ષ જેલમાં વીતાવવાં પડ્યાં હતાં જેમાંનાં ૧૮ વર્ષ કુખ્યાત ગણાતી રોબેન આયલેન્ડ પીનલ કોલોની જેલમાં પસાર કરવાં પડ્યાં હતાં.આ જેલમાં પણ રંગભેદની નીતિ ચાલુ હતી . જેલમાં મંડેલાને નાની કોટડી આપવામાં આવી હતી. છ ફૂટ લાંબી હતી. જેથી પગ અને માથું દિવાલે અડી જતાં હતાં. વળી, તે ઓરડી સતત ભીની રહેતી હતી અને નીચે પાથરવા માટે કંતાન કે કોથળા અપાતા હતા.મંડેલાની કોટડીની બહાર નામ અને કેદી નંબર 466/46 લખવામાં આવ્યું હતું.
Nelson Mandela’s prison cell on Robben Island
આ જેલમાં કેદીઓને આખો દિવસ તાપમાં પથ્થર તોડવાની મજુરી કરવી પડતી હતીઆ કારાવાસમાં રાજકીય કેદીઓનું સ્વમાન ઘવાય એવું વર્તન કરવામાં આવતું. જેલમાં કેદીઓને દર છ મહિને ફક્ત એક જ પત્ર મળતો. મંડેલાએ ગોરી હકુમત તરફથી અપાતો ત્રાસ સહન કરી લીધો હતો.મંડેલા આશાવાદી હતા કે એક દિવસ સૂર્યના પ્રકાશમાં ઊંચું માથું રાખીને ચાલવાનો સ્વતંત્ર દિવસ આવશે અને એ આશાએ જ તેઓ જીવતા હતા.
મંડેલાએ એમની આત્મકથા ‘લૉન્ગ વૉક ટુ ફ્રીડમ’ માં એમના ૨૭ વર્ષના કારાવાસની આપવીતી વિષે સવિસ્તાર લખ્યું છે.આ આત્મકથામાં એક જગાએ એમણે લખ્યું છે કે ‘’ મારી દીકરી ઝીડ્ઝીને એ ત્રણ વર્ષની હતી એ પછી મેં એને જોઈ જ ન હતી.એના પિતાને સ્મૃતિથી નહિ, પણ જૂના ફોટાઓ પરથી જ ઓળખતી હતી.(નેલ્સન મંડેલા : લૉન્ગ વૉક ટુ ફ્રીડમ : પૃષ્ઠ 471)
નેલ્સન મંડેલા ૧૯૬૨માં જ્યારે જેલમાં ગયા ત્યારે તેઓ ૪૫ વર્ષના એક તરવરીયા યુવાન હતા અને ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં જ્યારે તેમને જેલમુક્ત કરાયા ત્યારે તેઓ ૭૨ વર્ષના વૃદ્ધ બનીને મુક્ત બની જેલ બહાર ની મુક્ત હવામાં સ્વતંત્રતનો અહેસાસ કરી કુટુંબીજનો વચ્ચે રહી શક્યા હતા.દેશની સ્વતંત્રતા માટે અને વર્ષો જૂની રંગભેદની ગોરી લઘુમતી સરકારની અન્યાયી અને ક્રૂર નીતિ દુર કરવા માટે પોતાના જીવનનો આ કેટલો બધો મહાન ત્યાગ કહેવાય !
નેલ્સન મંડેલાને જે જેલમાં રાખવામાં હતા એ
Victor Verster Prison, emmershoek સામે
એમનું સ્ટેચ્યુ એમના પ્રમુખ બન્યા બાદ
ઉભું કરવામાં આવ્યું હતું એની એક તસ્વીર.
જેલમાંથી મુકત થયા બાદ નેલ્સન મંડેલાએ જોશીલા શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારૂ લક્ષ્ય દક્ષિણ આફ્રિકાને ગોરાઓથી મુકત કરાવવાનું છે. એના માટેઅમારી લડત ચાલુ રહેશે.’
મંડેલાની ગેરહાજરીમાં એમનાં પત્ની વીની મંડેલાએ અહિંસક લડતની આગેવાની સંભાળી લીધી હતી . મંડેલા એક હિંસક ચળવળના નેતા તરીકે જેલમાં ગયેલા અને ૨૭ વર્ષ પછી જ્યારે બહાર આવ્યા ત્યારે આંતરિક મનોમંથનોએ એમને સમ્પૂર્ણ રીતે અહિંસામાં માનતા ગાંધીવાદી બનાવી દીધા હતા.સરકારે આપેલ અસહ્ય ત્રાસ માટે એમણે એને માફ કર્યા હતા.જેલ બહાર આવી ગોરી હકુમત સાથે વાતચીતનો દોર ચાલુ રાખી ગોરી સરકારનું હૃદય પરિવર્તન કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી.
1990માં ફ્રેડરીક વિલિયન દ’કલાર્ક દક્ષિણ આફ્રિકાની રંગભેદવાળી સરકારના પ્રમુખ બન્યા તેમણે 1990માં મંડેલાને જેલમાંથી છોડવાની જાહેરાત કરી. આફ્રિકી નેશનલ કોંગ્રેસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. રંગભેદી પગલાં દૂર કરવાની પણ જાહેરાત કરી.
નેલ્સન મંડેલાના એમના આવા મહાન વ્યક્તિત્વ, ત્યાગ અને રંગભેદ દુર કરવાના એમના પુરુષાર્થની કદર તરીકે ૧૯૯૩ માં એમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું .
મંડેલા ૧૯૯૧ થી ૧૯૯૭ દરમ્યાન આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકેની સેવા બજાવી હતી.૧૯૯૪ માં યોજાએલી ચૂંટણીમાં એમની એ.એન.સી, પાર્ટી વિજયી બનતાં મે, ૧૦ ૧૯૯૪ ના દિવસે તેઓ દક્ષીણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ બન્યા .
સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા પછી દેશને અને વિશ્વને સંબોધીને નેલ્સન મંડેલાએ જે પ્રથમ ઐતિહાસિક પ્રવચન કરેલું એ નીચેના વિડીઓમાં સાંભળો .
Nelson Mandela’s Inauguration Speech (Full) – May 10, 1994
૧૯૯૪ થી ૧૯૯૯ સુધી દક્ષિણ આફ્રિકાના પ્રમુખપદે રહીને આઝાદ બનેલા દેશમાં જરૂરી સુધારા શરુ કરી દીધા હતા.નેલ્સન મંડેલા વધુ સમય માટે પ્રમુખ પદે રહી શક્યા હોત પરંતુ દેશની બાગડોર નવી પેઢીને સાંપીને 1999માં સ્વેચ્છાએ સત્તા ત્યાગ કરી બહાર રહીને દેશને માટે આજીવન કામ કરતા રહ્યા હતા.
આવા દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ અને પ્રખર ગાંધીવાદી વિચારસરણી ધરાવનાર નેતા નેલ્સન માંડેલાનું તારીખ ૫મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ, તેમના નિવાસસ્થાન હૌગટન, જહાનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે,પરીવારજનોની ઉપસ્થિતિમાં અવસાન થયું.હતું .ફેફસાંના ચેપને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી તેઓ હૉસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ હતા
નેલ્સન મંડેલાના અવસાનના સમાચારથી આખું દક્ષિણ આફ્રિકા જ નહી પણ સમસ્ત વિશ્વ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.૧૦ ડિસેંબરે જોહનિસબર્ગ સ્ટેડિયમમાં મંડેલાની શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી . આ સભામાં દુનીયાભરમાંથી લગભગ ૧૦૦ દેશોના સર્વોચ્ચ હોદ્દાધારીઓએ હાજરી આપી હતી .વરસતા વરસાદમાં લોકોની જંગી મદનીએ ગૌરવ પૂર્વક મંડેલાના જીવન અને કાર્યોને ભવ્ય અંજલિઓ આપી હતી.
દુનિયાભરના ટોચના નેતાઓ પણ દક્ષીણ આફ્રિકાના “ગાંધી ” મંડેલાના જીવન અને કાર્યોને યાદ કરીને દુઃખની લાગણી સાથે સુંદર શબ્દોમાં એમને શ્રધાંજલિ આપી હતી.અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બરાક ઓબામાએ પણ મંડેલાના નિધનના સમાચાર અંગે યાદગાર શબ્દોમાં દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
નેલ્સન મંડેલા 1990માં સત્તાવીશ વર્ષની કેદ બાદ મુકત થતાં પ્રથમવાર ભારત આવ્યા ત્યારે તેમને સર્વોચ્ચ આફ્રિકી નેતાના રૂપમાં સન્માન મળ્યું હતું. તદ્ ઉપરાંત ભારત તરફથી રાષ્ટ્રનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’થી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સમયે તેઓ આફ્રિકાના રાષ્ટ્રપતિ નહોતા બન્યા.આ ઉપરાંત વિશ્વ ભરમાંથી મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયાં હતાં.
આપણા રાષ્ટ્રપિતા ગાંધીના પગલે ચાલીને ૯૫ વર્ષનું લાંબુ કાર્યશીલ જીવનજીવીને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પિતાનું માન મેળવનાર દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ સ્વ. નેલ્સન મંડેલાને સાદર પ્રણામ અને ભાવભરી હાર્દીક શ્રધાંજલિ .
જીવનભર સંઘર્ષ કરી દક્ષિણ આફ્રિકાના એક નાના ગામમાં ઘેટાં ચરાવનાર બાળકથી શરુ કરી દેશના પ્રમુખ પદ સુધીની ..
વાચકોના પ્રતિભાવ