વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: આજનો વિડીયો

( 580) આજનો વિડીયો- સુરીલી ગાયક અંધ બાળા પ્રેરણા / કર્ણાટકી સંગીતમાં રામ કીર્તન કરતો ચાઇનીઝ ગાયક

આ અંધ બાળાનું નામ પ્રેરણા છે અને નામ પ્રમાણે જ એ સૌને માટે – દેખતા અને ના દેખતા- લોકો માટે પ્રેરણા રૂપ છે એ તો તમે આજનો વિડીયો જોશો એટલે તમને પણ જરૂર લાગશે .

 હિન્દી ટી,વી ઉપર Indian idol junior નો સરસ પ્રોગ્રામ આવે છે એમાં નાની ઉંમરનાં બાળકો ભાગ લઈને પોતાની સંગીતની શક્તિઓ ની ઝાંખી કરાવતાં હોય છે. આ પ્રોગ્રામમાં ૧૨ વર્ષની એક અંધ બાળા પ્રેરણા પણ ભાગ લઇ રહી છે એનો આ વિડીયો છે. 

ભગવાને આ ચિંથરે વીંટયા રતન પ્રેરણાની આંખોનાં રતન છીનવી લીધાં છે પણ બદલામાં જન્મથી જ એનામાં અદભૂત  સ્વર અને અન્ય અચંબો પમાડે એવી બીજી શક્તિઓનું  એનામાં આરોપણ કર્યું છે.પ્રેરણા એક અસામાન્ય પ્રતિભા છે. 

વિશ્વ  વિખ્યાત અંધ, મુક અને બધીર પ્રતિભા હેલન કેલરએ પણ કહ્યું છે  કે ભગવાન જ્યારે તમારા સુખનું એક દ્વાર બંધ કરે છે ત્યારે  બીજું દ્વાર અવશ્ય ખોલી આપે છે. પરંતુ આપણે પેલા બંધ દ્વાર ઉપર જ લાંબા સમય સુધી જોયા કરીએ છીએ એટલે પ્રભુએ જે દ્વાર આપણા માટે ખોલી આપ્યું છે એ દેખાતું નથી.

Helen Keller

 

Indian idol junior amazing performance by prerna 

 સાભાર- શ્રી વિપુલ દેસાઈ ,સુરતી ઊંધિયું

====================================

કર્ણાટકી સંગીતમાં રામ કીર્તન કરતો ચાઇનીઝ ગાયક

શ્રી સાઈબાબાના એક ચાઇનીઝ ભક્તને ચીનમાં યોજાએલ શ્રી સાઈબાબાના કાર્યક્રમમાં એના સુરેલા સ્વરમાં કર્ણાટકી સંગીતમાં ભગવાન રામનું ત્યાગરાજ રચિત કીર્તન ગાતો નીચેના વિડીયોમાં સાંભળીને તમે તાજુબ થઇ જશો.

ચાઇનીઝ લોકો આપણને સસ્તી ઇલેક્ટ્રોનીક્સ ચીજ વસ્તુઓ વેચવામાં નિપુણ હોય છે એ તો આપણે જાણીએ છીએ  ,પરંતુ આ કીર્તનના ગાનથી આ ચાઇનીઝ ગાયક આપણને જે આધ્યાત્મિક ઉંચાઈએ લઇ જાય છે એ અદ્ભુત છે.  આવું પવિત્ર ઉર્ધ્વ ગમન ચાઇનીઝ ઇલેક્ટ્રોનીક્સ ચીજો જેવું સસ્તું નહીં પણ ભારતીય સંગીતની વિરાસત જેવું કિંમતી–અમુલ્ય છે. ભારતીઓએ આ ચાઇનીઝ ગાયક પાસેથી ધડો લેવા જેવો છે.      

A Chinese Singing Carnatic Music in Shri Sai Baba

Function in China 

Chong Chiu Sen Sings Thyagaraja keerthan  on Lord Rama
  

સાભાર -શ્રી યોગેશ કણકિયા , મુંબઈ  

( 568 ) આજનો વિડીયો ….વેમ્પાયર ટ્રીક….હેપ્પી હોલોવીન

 

પશ્ચિમના ખ્રિસ્તી ધર્મ પાળતા દેશોમાં દર વર્ષે ૩૧મી ઓક્ટોબરના દિવસે હોલોવીન-Halloween કે Hallows’ Day   તરીકે ઉજવાય છે.

ઉપરના ચિત્રમાં બતાવ્યું છે એમ ,ઘરના આંગણામાં બીહામણા દ્રશ્યો ઉભા કરાય છે , બાળકો સાંજે અવનવા બિહામણા પોશાકો ધારણ કરી મા-બાપ સાથે ઘર ઘર ફરીને ટ્રીક-ઓર-ટ્રીટ કહી કેન્ડી ભેગી કરી એને આરોગવાનો આનંદ લે છે. ઘેર ઘેર પમ્પકિન ( નારંગી રંગનું કોળું !) ખરીદાય છે અને એને કલાત્મક રીતે કોતરીને ઘર આગળ મુકવામાં આવે છે .

એકલા અમેરિકામાં જ હોલોવીનમાં જુદા જુદા બિહામણા પોશાકો અને કેન્ડીની ખરીદી પાછળ લોકો ૬ બિલીયન ડોલરનો ખર્ચ કરે છે.વેપાર ધંધાની દ્રષ્ટીએ હોલોવીન ક્રિસમસ પછીનો બીજા નંબરનો ખર્ચાળ તહેવાર છે .

હોલોવીનનો ઈતિહાસ અને બીજી માહિતી આ વિડીયોમાંથી જાણવા મળશે.

 

==========================

વેમ્પાયર ટ્રીક- આજનો વિડીયો 

આજનો વિડીયો કેટેગરીમાં આજની પોસ્ટમાં પ્રસ્તુત નીચેના હોલોવીન પ્રસંગોચિત વિડીયોમાં એક ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકોને કાઉનટરની સામે રાખેલા સિક્યોરીટી કેમેરામાં એક બિહામણો વેમ્પાયર બતાવવામાં આવ્યો છે  .

આ વેમ્પાયર ક્યાં છે એની કોઈને ખબર નથી પડતી . આ સ્ટોરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને આ વેમ્પાયરનું દ્રશ્ય જોયા પછી એમની રાતની નિંદર વેરણ થઇ ગઈ હોય તો નવાઈ નહિ. 

તમે પણ હોલોવીન પ્રસંગે આ વેમ્પાયરની ટ્રીક -ઓર-ટ્રીટ  આ વિડીયોમાં માણો. 

વિનોદ વિહારના સૌ સુજ્ઞ વાચકોને હેપ્પી હોલોવીન  

( 561) આજનો વિડીયો ….. ચા વેચનાર બન્યો સાહિત્યકાર/ નવા વર્ષનું મનોરંજક નજરાણું

જાણીતા સાહિત્ય પ્રેમી શ્રી ઉત્તમભાઈ ગજ્જરએ ફૂટપાથ ઉપર ચા વેચતાં વેચતાં હિન્દીના  સાહિત્યકાર બનેલ એક માણસ અને એની સાહિત્ય પ્રીતિની પ્રેરક વાત રજુ કરતા વિડીયોની લીંક એમના ઈ-મેલમાં મને મોકલી હતી . આ વિડીયો જોતા જ મને ખુબ ગમ્યો.  

આજની પોસ્ટમાં પ્રસ્તુત આ વિડીયોમાં આ અનોખા સાહિત્યકારની વાત જાણવા જેવી છે .

એમનું નામ છે લક્ષમણ રાવ, ઉંમર ૬૨ વર્ષ . જન્મે એ મરાઠા માનુસ છે.

કુટુંબના ભરણ પોષણ માટે દિલ્હીમાં ઇન્કમ ટેક્ષ ઓફિસની નજીક ફૂટ પાથ ઉપર જાતે ચા બનાવીને

વેચે છે, બાકીના સમયે પુસ્તક લેખન અને પ્રકાશન કરે છે અને ફૂટ પાથ ઉપર થી જ વેચે છે .

માન્યામાં ના  આવે એવી આ વાત છે.

ગ્રાહકોને ચા બનાવીને પાતાં પાતાં લક્ષમણ રાવએ સાહિત્યનો ગજબનો શોખ કેળવ્યો છે  .

એમના ચહેરા  ઉપરની ઉંમર દર્શક કરચલીઓમાં જીવનનો ભરપુર અનુભવ ડોકાય છે જેને  એમના

સર્જનોમાં તેઓ વ્યક્ત કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ચાનો સ્ટોલ ચલાવતાં ચલાવતાં એમણે હિન્દી ભાષામાં  ૨૪

નવલકથાઓ અને નાટકો લખ્યાં છે , જેમાંની ૧૨ નવલકથાઓ તો છપાઈ ગઈ છે.

સાહિત્ય માટેની એમની ધગસ અને લગની એટલી તીવ્ર છે કે જ્યારે પ્રકાશકોએ  એમનાં લખેલાં

પુસ્તકો છાપવા માટે ના પાડી તો એમણે એમના પૈસે પુસ્તકોનું પ્રકાશન કર્યું અને લોકોને વેચવાનું

શરુ  કર્યું  .

દિલ્હી વિસ્તારમાં લક્ષમણ રાવ ની એક સાહિત્યકાર તરીકેની કીર્તિ લોકોમાં ફેલાઈ ગઈ છે.

ભારતના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ પ્રતિભા પાટીલ અને ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી જેવી

ઉચ્ચ હોદાઓ ધરાવતી હસ્તીઓએ  આ ચા વાળા સાહીત્યકાર ની સિધ્ધિઓની કદર કરી છે અને એક

લેખક તરીકેના એમના કામને વખાણ્યું છે .

હાલ ૬૨ વર્ષની ઉંમરે તેઓ એમ.એ. ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે .

આવા અનોખા લેખક લક્ષમણ રાવ નાં પુસ્તકો- રામદાસ, રેણુ , નઈ દુનીયાકી નઈ કહાની અને બીજાં

પુસ્તકો દિલ્હીની પબ્લિક લાઈબ્રેરી અને શાળાઓનાં પુસ્તકાલયોમાં લોકોને વાંચવા માટે ઉપલબ્ધ છે .

જીવન સંઘર્ષ કરતાં કરતાં અને અનેક મુશ્કલીઓ વચ્ચે પણ આ અજુબા સાહિત્યકારએ જે રીતે એમના

સાહિત્યના શોખને પોષ્યો છે અને સર્વ માન્ય લેખકની સિદ્ધિ પ્રાપ્ત કરી છે  એ અભિનંદનીય છે  .

લક્ષ્મણ રાવની  સર્જન યાત્રા હજુ પણ ચાલુ છે .

લક્ષમણ રાવ નવોદિત લેખકો માટે ખરેખર એક પ્રેરણા સ્ત્રોત સમા છે  .

લક્ષ્મણ રાવ માને છે કે લેખકનો જન્મ ૫૦ વર્ષ પછી શરુ થાય છે અને એની ખરી જિંદગી એના મરણ

પછી .

નીચેના વિડીયોમાં લક્ષમણ રાવ ના મુખેથી જ એની સાહિત્ય સર્જન યાત્રાની પ્રેરક કથા સાંભળો .

માત્ર ૪ મીનીટ ને ૪૦ સેકંડ નો આ વિડીયો દરેક સાહિત્યકારે સમય ફાળવીને અચુક જોવા જેવો છે.

You will enjoy this motivational video 

This Is A Perfect Example Of ‘Chasing Passion’

 by A Roadside Chaiwala Author In Delhi 

A truly inspiring story of how passion transcends everything.

Go chase yours.

Source- http://www.storypick.com/laxman-rao-chaiwala-author/

======================== 

 નવા વર્ષનું નજરાણું ….ગુજરાતી ભાષાની મનોરંજન વેબ લિંક

 

એક નેટ મિત્ર એ ઈ-મેલમાં લગભગ સંપૂર્ણ કહી શકાય તેવી ગુજરાતી ભાષાની

મનોરંજન વેબ લિંક મોકલી આપી છે  .

તેમાં ગીતો,ગઝલો,ભાષણો, નાટકો અને ફિલ્મો નો સારો એવો મનોરંજન

અને ધાર્મિક વિડિયોનો ખજાનો છે,

TEST ખાતર ચકાસી જોયું તો તમારું નેટવર્ક જો બરાબર ચાલતું હશે તો

જે વિષય પરની શોધ કરશો એ તરતજ મળી રહેશે.

નીચેની લીંક ઉપર ક્લિક કરી તમારી જાતે જ તપાસી ખાતરી કરો .

CLICK ON THIS LINK AND ENJOY 

This site contains all the episodes of

Mahabharat

Chanakya episodes

Disney Cartoons

Bhagvad Gita

Hundreds of Hindi Movies

Almost all Gujarati Dramas and Jokes of famous artists

Bookmark this site and enjoy your favorites…

Complete Gujarati site for your entertainment

Enjoy…

http://www.gujtube.com/?m=1

 

 

( 555 ) આજનો વિડીયો …. એક અનોખો કલાકાર …. હાથીનું ચિત્ર દોરતો હાથી !

એક અનોખો ગજ કલાકાર …. હાથીનું ચિત્ર દોરતો હાથી !

કોઈ એમ કહે કે  એક હાથી કલર અને બ્રશથી  બોર્ડ ઉપર કાગળમાં એનું જ ચિત્ર દોરે છે તો 

તમે જરૂર ના માનો .ટાઢા પહોરનાં ગપ્પાં જેવું જ લાગે !

પરંતુ તમે નીચેના વિડીયોમાં ખરેખર એક હાથી ને એમ કરતાં જોશો તો તમારે જરૂર માનવું જ 

પડશે કે ના વાત તો સાચી છે  .

એક મનુષ્ય કલાકારની માફક જ ચિત્ર દોરતો આ હાથી એના કામમાં કેટલો મગ્ન થઇ જાય છે, બે ઘડી

વિચાર પણ કરે છે અને ખુબ જ શાંતિથી એનો બ્રશ કાગળ ઉપર એક કલાકારની અદાથી ફેરવે છે એ

જોઇને અચંબામાં પડી જવાય છે .

આ અનોખા અને અજુબા કલાકારને ચિત્ર  બનાવતાં જોઈ લાગે છે કે જાડી ચામડીના હાથીમાં પણ

ભગવાને કેવી સૂઝ અને બુદ્ધિ મૂકી છે. !

અંગ્રેજીમાં એમ કહેવાય છે કે Practice makes a man perfect . 

આ કલાકાર હાથીને જોઇને એ કહેવતમાં સુધારો કરવો પડે કે 

Practice makes a man and an  animal perfect .

જો ખંતથી સતત મહેનત કરીએ તો શું સિદ્ધ કરી શકાય છે એ આ ગજ કલાકાર આ વિડીયો

દ્વારા આપણે સૌ મનુષ્યોને શીખવે છે . 

અગાઉની એક પોસ્ટમાં આધુનિક યુગના ગણપતિ વિશેનું ચિત્ર કાવ્ય તમે વાંચ્યું હશે . ગણપતિ 

બુદ્ધિના દેવ તરીકે ઓળખાય છે એ આ વિડીયો પુરવાર કરે છે .

Elephant Painting An Elephant-Simlpy Amazing

( 553 ) આજનો વિડીયો ….”આઈ લવ યુ “..મનુષ્યની જેમ બોલતાં પ્રાણીઓ …..

વિનોદ વિહારમાં એક નવો વિભાગ ” આજનો વિડીયો ” આ પોસ્ટથી શરુ થાય છે  .

એમાં યુ-ટ્યુબ કે અન્ય વેબ સાઈટ ઉપર ગમી ગયેલ વિડીયો વાચકોના આસ્વાદ માટે રજુ થશે .

આજના વિડીયોનું શીર્ષક છે –    આઈ લવ યુ ……મનુષ્યની જેમ બોલતાં પ્રાણીઓ 

આજના નવા યુગમાં બિલાડી અને કૂતરાં મનુષ્યની સાથે એમના ઘરમાં સાથે રહે છે અને કુટુંબીજનો તરફથી એમને અનહદ પ્રેમ પ્રાપ્ત થાય છે  . આની અસરથી આ પાળેલાં પ્રાણીઓ પણ મનુષ્યની જેમ બોલવા માટે પ્રયત્ન કરે છે અને બોલે પણ છે .

નથી મનાતું ?

તો જુઓ આ વિડીયો જેમાં આ ૨૪ પ્રાણીઓ ” આઈ લવ યુ ” કેવું બોલે છે !

પ્રેમની અસર પ્રાણીઓ ઉપર પણ કેવી થતી હોય છે એનો છે આ એક નમુનો  .

24 Pets Who Can Talk Like Humans

I love you

( વિડીયો જોવા ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરો )