વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: શબ્દોનું સર્જન

(952 )શેરને માથે સવા શેર – હાસ્ય સપ્ત રંગી- વિનોદ પટેલ

બે એરિયાની બેઠક સાહિત્ય સંસ્થાના વિષય “હાસ્ય સપ્ત રંગી ” ના જવાબમાં તૈયાર કરેલ અને સુ.શ્રી પ્રજ્ઞા દાદભાવાલાના બ્લોગ “શબ્દોનું સર્જન”માં પ્રગટ મારો એક હાસ્ય લેખ “શેરને માથે સવા શેર “

"બેઠક" Bethak

“સ્ત્રીનીબુદ્ધિપાનીએ”જેવીસ્ત્રીઓનેઉતારીપાડતીકહેવતોનો જમાનોઆજે તોક્યારનોય પાછળ વહીગયોછે. આજેમહિલાઓપુરુષસમોવડીનહીપરંતુકેટલાક સ્થાનોએ તો એમનાકરતાંએકકદમઆગળચાલી રહેલી જોઈ શકાય છે.એમ છતાં સદીઓજૂનીટેવનામાર્યાકેટલાક પુરુષોહજુ પણ સ્ત્રીઓતરફનિમ્ન અને અપમાનિત દ્રષ્ટીએજોતાહોયછે

સ્ત્રીઓની બુદ્ધિનેપડકારવાનીહરકતકોઈવારપુરુષોને કેવી ભારેપડીશકે છેઅને એના જવાબમાં સ્ત્રીઓ શેરને માથે સવા શેર કેવી રીતે સાબિત થાય છે એ નીચે આપેલ બે રમુજી હાસ્ય કથાઓમાં જોઈ શકાશે.આ બે કથાઓ રમુજપીરસીહળવાતો કરે છે જ એની  સાથે  સાથેસ્ત્રીશશક્તિકરણની ભાવનાને પણ ઉજાગર કરે છે. 

શેરને માથે સવા શેર …. રમુજ કથા -૧

અમેરિકાના૪૨માપ્રેસીડન્ટબીલક્લીન્ટનનાંપત્નીઅને૨૦૧૬નીપ્રેસીડન્ટનીચુંટણીમાંડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર હિલરીક્લીન્ટનબુદ્ધિચાતુર્યમાંએમનાપતિની ચોટીમંત્રેએવાંચબરાકછે.અમેરિકાની

View original post 645 more words

( 849 ) “બેઠક” પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.

બે એરિયા ,સાન ફ્રાંસીસ્કોની સુ.શ્રી. પ્રજ્ઞાબેન દાદભાવાળા અને એમના ઉત્સાહી સહયોગીઓ સંચાલિત બેઠકની પ્રવૃતિઓમાં થોડા સમયમાં જ ખુબ જ પ્રગતિ થયેલી જણાઈ આવે છે એ ખુબ જ આનંદની વાત છે. એનું નામ તો છે બેઠક પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.આજે બેઠકનું નામ સાહિત્ય જગતમાં ગાજતું થયું છે.આ માટે વડલાની જેમ ફાલતી એની પ્રવૃતિઓમાં એના યુવાન અને વૃદ્ધ એમ સૌ સભ્યો ઉત્સાહથી ભાગ લઈને એમનો જે અમુલ્ય ફાળો આપી રહ્યા છે એ સૌને હું બિરદાવું છું .

આ અંગેનો શબ્દોનું સર્જન બ્લોગમાં પ્રગટ મારો એક લેખ….. વિનોદ પટેલ

 

"બેઠક" Bethak

vinod patel“બેઠક” નો મારો અનુભવ …… 
 
ગુજરાતી ભાષામાં બેઠક એક અનેકાર્થી શબ્દ છે. મોહનભાઈની કાન્તીભાઈ સાથેની  રોજની બેઠક ઉઠક છેએમ આપણે કહીએ છીએ . અમુક પક્ષ ચુંટણીમાં અમુક બેઠક પર ચૂંટાઈ આવ્યો એવો રાજકારણમાં શબ્દ પ્રયોગ થતો હોય છે.ભગવદગોમંડળ શબ્દકોશ ફંફોસતાં એમાં બેઠકના બીજા અનેક શબ્દાર્થો જોવા મળશે .
 
પરંતુ બે એરિયા ,મીલ્પીતાસ  ખાતે સાહિત્ય રસિકોની લગભગ દર મહીને જે બેઠક એટલે કે સભા મળે છે એની તો વાત જ ન્યારી છે.આ બેઠક એટલે યુવાન અને વૃદ્ધ સમેત સહુનો સહિયારો ઉત્સાહથી છલકાતો સાહિત્ય મેળો. 
 
આવી નિરાળી અર્થભરી બેઠકનો સૌ પ્રથમ પરિચય મને સુ.શ્રી પ્રજ્ઞાબેનના “શબ્દોનું સર્જન” બ્લોગ મારફતે થયો .એમાં પ્રગટ થતા બેઠકની પ્રવૃતિઓના સમાચારોમાં મને રસ પડતાં મેં મારાં કાવ્યો અને લેખો વી. મારો પોતાનો બ્લોગ હોવા છતાં પ્રજ્ઞાબેનને મોકલવાં શરુ કર્યાં જે એમના “શબ્દોનું સર્જન “માં પ્રગટ થતાં રહ્યાં. પ્રજ્ઞાબેનએ ફોન દ્વારા બેઠકના વિષયો ઉપર લખવા મને આગ્રહ કર્યે રાખ્યો કે તમે સારું લખો છો…

View original post 221 more words

(820 ) જીવનની જીવંત વાત …( એક સ્મૃતિ ચિત્ર )… વિનોદ પટેલ

ગુજરાતી બ્લોગ વિશ્વ સાથે જેઓ પરિચિત છે તેઓ કેલીફોર્નીયામાં સાન ફ્રાંસીસ્કો ,બે એરીયામાં “બેઠક “ની સભાઓ મારફતે ચાલતી સુંદર સાહિત્ય પ્રવૃતિઓથી વાકેફ હશે જ.

Smt. Pragna Dadbhavala

Smt. Pragna Dadbhavala

આવી પ્રસંશનીય પ્રવૃતિઓના મુખ્ય કર્તા હર્તા ખુબ જ ઉત્સાહી સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાલા (પ્રજ્ઞાજી) અને એમના અન્ય સાહિત્ય પ્રેમી સહયોગીઓ જેવાં કે કલ્પના રઘુ “બેઠક ” માં ખુબ રસથી ભાગ લઇ રહ્યાં છે.એંસી વર્ષના મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાજી , જેઓ એમની દીકરી સાથે સાન ડિયેગોમાં મારા નિવાસ સ્થાને આવીને મને મળી ગયા છે, તેઓ પણ ખુબ રસથી બેઠકની પ્રવૃતિઓમાં  ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે.

બેઠકની સભાઓમાં સભ્યો એમની રચનાઓ વાંચે છે અને બહારથી કોઈ સારા વક્તાને આમંત્રિત કરી સભાઓ પણ ગોઠવે છે.પુસ્તક પરબ દ્વારા સાહિત્યનો પ્રસાર કરવાની પ્રવૃત્તિ પણ ચાલે છે.આ રહી બેઠકના કેટલાક ઉત્સાહી સભ્યોની એક તસ્વીર .

Bethak -3

“બેઠક”(Bethak Gujarati 019 at ICC, Milpitas, CA)ની તારીખ 2015-11-27 ની સભાનો આ વિડીયો જોવાથી એનો ખ્યાલ આવી જશે. આ વિડીયોમાં લેખિકા Kalpana Raghu એમની “સ્વરચિત રચના” વાંચી રહ્યાં છે.બાજુમાં પ્રજ્ઞાજી છે.

“બેઠક”ની સુંદર સાહિત્ય પ્રવૃતિઓમાંની એક સૌને ગમતી પ્રવૃત્તિ દર મહીને કોઈ એક વિષય નક્કી કરી એમના પર કોઈ ધારા વાહી વાર્તા , વાર્તા, નિબંધ , કાવ્ય રચના દ્વારા લેખકોને લખવા માટે આમંત્રિત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે.પછી આ બધી કૃતિઓનું ચયન કરી એને ઈ- બુકમાં ગ્રંથસ્થ કરવામાં આવે છે.

સુ.શ્રી પ્રજ્ઞાબેને એમના ફોનમાં આજે મને વાત કરી એ ઉપરથી એ જાણીને ખુબ આનંદ થયો કે અત્યારે હાલ તેઓ અમેરિકાના લેખકોની ચૂંટેલી સાહિત્ય રચનાઓને સમાવીને એક “મહા ગ્રંથ “ટૂંક સમયમાં બહાર પાડી રહ્યાં છે અને એના માટે ભારતની મુલાકાત માટે જઈ રહ્યાં છે.આવો બૃહદ મહા ગ્રંથ ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે જરૂર એક સુંદર માધ્યમ બનશે .આવી પ્રવૃતિ હાથ ધરવા માટે પ્રજ્ઞાજી અને બેઠકના અન્ય ઉત્સાહી મિત્રોને અભિનંદન.

અગાઉ “બેઠક”દ્વારા નિશ્ચિત થયેલા ઘણા વિષયો ઉપર મેં મારા ગદ્ય નિબંધો, વાર્તાઓ,કાવ્ય રચનાઓ વી. લખી મોકલ્યા છે જે એમની પ્રકાશિત ઈ-બુકોમાં ગ્રંથસ્થ પણ થયેલ છે.પ્રજ્ઞાજી મને ફોનમાં અવાર નવાર લખવા માટે પ્રોત્સાહિત કરે છે એ માટે એમનો આભાર માનું છું.

આ મહિના માટે “બેઠક”નો વિષય “બેઠક”નો વિષય “જીવનની જીવંત વાત “ રાખવામાં આવ્યો હતો. 

આ વિષય ઉપર મેં પણ મારો લેખ લખી મોકલ્યો હતો જે પ્રજ્ઞાજીએ એમના બ્લોગ “શબ્દોનું સર્જન ” માં પ્રકાશિત કર્યો છે.

આ લેખને વિનોદ વિહાર ના વાચકો માટે નીચે પ્રસ્તુત કરું છું.

જીવનની જીવંત વાત …….(7)……વિનોદ પટેલ

એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …

અમેરિકાના આ ઝાકમઝોળ અને વૈભવી વાતાવરણમાં જિંદગીનો બાકીનો નિવૃત્તિકાળ હું માણી રહ્યો છું ત્યારે મારા અમદાવાદના રહેવાશ દરમ્યાન મારા ચિત્તના ચોપડામાં જડાઈ ગયેલું નજરે જોએલું ગરીબાઈનું એ વરવું ચિત્ર હજુ એવું ને એવું મને સ્પષ્ટ યાદ છે.

આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં મારી જોબમાંથી નિવૃત્તિ લઈને મને વ્હાલા અમદાવાદને રામ રામ કરી હું કાયમ માટે અમેરિકામાં વસવાટ કરવાના  ઈરાદા સાથે કેલીફોર્નીયામાં આવી સ્થાયી થયો એ પહેલાંની આ વાત છે…

આ વાત સુ.શ્રી પ્રજ્ઞાબેનના બ્લોગ “શબ્દોનું સર્જન ” ની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

જીવનની  જીવંત વાત(7)……વિનોદ પટેલ … શબ્દોનું સર્જન 

 

“બેઠક ” જેવું જ અગત્યનું ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસા નું સુંદર કાર્ય સહિયારા સાહિત્યના બ્લોગ “સહિયારું સર્જન – ગદ્ય” મારફતે હ્યુસ્ટન,ટેક્સાસ,નિવાસી જાણીતા લેખક શ્રી વિજયભાઈ શાહ,અન્ય લેખક મિત્રોના સહયોગમાં કરી રહ્યા છે .એમની પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન ધરાવે છે.

શ્રી વિજયભાઈ શાહના આ બ્લોગ “સહિયારું સર્જન – ગદ્ય”માં પણ એમણે મારી ઉપરની સ્વ-રચના “જીવનની જીવંત વાત -એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …”પ્રકાશિત કરી છે એ બદલ એમનો આભારી છું.

નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને બેઠક માટે લખેલી મારી આ સ્વ-રચના અહીં પણ વાંચી શકશો.

Vijay Shah

 

 

(749 ) મળવા જેવા માણસ…. સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા…..પરિચય….શ્રી.પી.કે.દાવડા

આદરણીય બહેન પ્રજ્ઞાબેન સાથેનો મને પ્રથમ પરિચય એમના બ્લોગ “શબ્દોનું સર્જન ” ને હું ફોલો કરું છે એટલે એમાં પોસ્ટ થતા લેખો દ્વારા એમની સાહિત્ય પ્રીતિ અને સાહિત્યની પ્રવૃતિઓથી થયો હતો.

ત્યારબાદ એમની સાથેની ફોનમાં લંબાણથી જે વાતો થઇ એના ઉપરથી એમના માયાળુ સ્વભાવ અને ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવવા માટેની બે એરીયામાં થતી બેઠકોની સભાઓના મુખ્ય સંચાલિકા તરીકેની એમની  સરાહનીય સાહિત્ય સેવા પ્રવૃતિઓ વિષે વધુ જાણીને એમની સાથેનો પરિચય વધુ દ્રઢ થતો ગયો.

સુ.શ્રી પ્રજ્ઞાબેનના પ્રોત્સાહનથી મેં કેટલાક લેખો અને કાવ્યો એમના બ્લોગ શબ્દોનું સર્જન માટે એમને લખી મોકલ્યા હતા.આમાંનાં ત્રણ કાવ્યો/લેખો એમણે કલર ફોટાઓ સાથે  જે ત્રણ ઈ-બુકો વાંચકો માટે બહાર પાડી એમાં ગ્રંથસ્થ પણ થયાં છે. 

મારા મિત્ર અને બે એરીયાના જ રહેવાસી શ્રી.પી.કે.દાવડા એ મળવા જેવા માણસની એમની જાણીતી પરિચય શ્રેણીમાં આવાં સાહિત્ય સેવી  સુ.શ્રી પ્રજ્ઞાબેનનો  પરિચય કરાવતો એક લેખ મને ઈ-મેલમાં લખી મોકલ્યો છે એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણીના  આ અંતિમ લેખ મારફતે સુ.શ્રી પ્રજ્ઞાબેનનો મને વધુ પરિચય કરાવવા માટે શ્રી પી.કે.દાવડાનો હું આભાર માનું છું. 

વિનોદ પટેલ

==========================  

મળવા જેવા માણસ…મણકો ૫૦ ….સુ.શ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાળા

પરિચયકાર … શ્રી.પી.કે.દાવડા  

PRAGNA-D-1

શ્રીમતિ પ્રજ્ઞાબહેન દાદભાવાળા

પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૫૭ માં રાજકોટમાં થયો હતો. એમના પિતાશ્રી જયંતિલાલને કોલેજના બે વર્ષ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થયેલું, જ્યારે માતા અનસુયાબહેન પાંચ ધોરણ સુધી ભણેલાં હતાં . પિતા બ્રૂક બોન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા.

પ્રજ્ઞાબહેનનું પ્રાથમિક શાળાનું શિક્ષણ મુંબઈની જાણીતી અમુલખ  અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયમાં થયેલું. અહીં ભણતર ઉપરાંત બાળકોની પ્રતિભા નિખારવા, વિવિધ વિષયો શીખવવામાં આવતા, અને છઠા ધોરણ થી વિવિધ લાઈન પસંદ કરવા મળતી. આ શાળામાંથી પ્રજ્ઞાબહેને ૧૯૭૫ માં SSC પરીક્ષા પાસ કરી. SSC ની પરીક્ષા પાસ કરી, પ્રજ્ઞાબહેન મુંબઈની SIES કોલેજમાંથી ફિલોસોફી અને સાઈકોલોજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયાં .

કોલેજ કાળ દરમ્યાન એમણે કવિતાઓ લખી, જેમાની કેટલીક કુમાર માસિકમાં પણ પ્રગટ થઈ. આ સમય દરમ્યાન જ એમણે SNDT યુનિવર્સીટીમાંથી પત્રકારિતાનો કોર્સ પણ કર્યો, અને એ દરમ્યાન હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને પ્રદીપ તન્ના  જેવા નામી સાહિત્યકારોના સંપર્કમાં આવ્યાં. આ ઉપરાંત એમણે જુદા-જુદા ઘણાં ક્ષેત્રોમાં અભ્યાસ  કર્યો. જેવા કે કોમર્સિયલ આર્ટ,  ફેશન ડીઝાઈનીંગ, નૃત્ય અને પછી બ્યુટી પાર્લરનો કોર્ષ. એકવાર પુરૂષોત્તમ ઉપાધ્યાયને હસ્તે સંગીત સ્પર્ધામાં ઈનામ પણ મેળવ્યું. ત્યારબાદ નાટક-સિનેમાના કલાકાર દીના પાઠકની દોરવણી નીચે અભિનય શિખવાનું શરૂ કર્યું,ત્યારે  એક બે વાર રેડિયોમાં નાટકના પાત્રો પણ નિભાવ્યાં. એમના પિતાએ એમની કારકિર્દી ઘડવામાં ખુબ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું, અને માતાએ ઘરકામની સમજ આપી.

૧૯૮૦ માં પ્રજ્ઞાબહેનના લગ્ન એક મોભાદાર દાદભાવાળા કુટુંબના સુપુત્ર શરદભાઈ સાથે થયાં . શરદભાઈ વ્યવસાયથી Chartered Accountant છે.આધુનિક વિચાર શ્રેણીવાળા આ કુટુંબમાં પ્રજ્ઞાબહેનને પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ કરવાની પુરેપુરી છૂટ અને સગવડ હતી. નોકરી કે વ્યાપાર આ બે પર્યાયમાંથી પ્રજ્ઞાબહેને વેપારને પસંદગી આપી. વિમા એજંટ ના કામ ઉપરાંત એમણે ફેશન ડિઝાઈનીંગ અને મેન્યુફેકરીંગનું કામ ઘરમાંથી જ શરૂ કર્યું. આ કામ ખૂબ જ ધીરજ અને પરિશ્રમ માગી લે તેવું છે, પણ પ્રજ્ઞાબહેને ઉત્સાહ અને ખંતથી આ કામમાં સારી સફળતા મેળવી. સાડી, દુપટ્ટા વગેરે ઉપર જાતે ડીઝાઈન કરી તૈયાર કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ ગોઠવી સફળતા મેળવી. મોટા ઓર્ડર હોય ત્યારે કારીગરો રોકી, સમયસર માલ ગ્રાહકોને પહોંચતો કર્યો. લંડન જઈ ત્યાં પ્રદર્શન કરી ઓર્ડર લઈ આવતાં  અને વસ્ત્રો સપ્લાય કરતાં . આ બધા કામની વચ્ચે ૧૯૮૩ માં એમની પહેલી દિકરી નેહાનો અને ૧૯૮૬ માં એમની બીજી દિકરી ભૂમિકાનો જન્મ થયો હતો.

દિકરીઓને સારૂં શિક્ષણ મળે અને જીવનમાં પ્રગતી કરવાની તક મળે એટલે ૧૯૯૯ માં ગ્રીનકાર્ડ મેળવી પ્રજ્ઞાબહેન સહકુટુંબ અમેરિકા આવ્યાં. એકવર્ષ સુધી અન્ય કામકાજને લીધે શરદભાઈ લંડનમાં રહ્યા. લંડનમાં એક વર્ષ રોકાયા બાદ શરદભાઈ અમેરિકા આવ્યા અને એમને કેલિફોર્નિયામાં નોકરી મળી., એક વર્ષ એકલા હાથે ,બે દિકરીઓ સાથે પ્રજ્ઞાબહેન નોર્થ કેરોલીનામાં રહ્યાં.  

અજાણી ધરતી અને અજાણ્યા લોકો અને તદન અલગ સંસ્કૃતિ માં American Way of Life સમજવાની મથામણમાં કરતાં રહ્યાં. કાર ચલાવતાં શીખ્યાં, બાળકોને શાળામાં દાખલ કર્યા, અને સાથે સાથે સેફ વે માં આઠ કલાક ઊભા રહીને કામ કરવાની નોકરી પણ કરી. આમ અહીં આવનારા બધાને જે સ્ટ્રગલ કરવી પડે છે તેવી સ્ટ્રગલ એમને પણ કરવી પડી. કેલીફોર્નીયામાં આવ્યા બાદ એમને બેંકમાં નોકરી મળી, જે એમણે છ-સાત વર્ષ સુધી જાળવી રાખી. બન્નેની આવક હોવા છતાં ભાડાના એપાર્ટમેન્ટમાંથી પોતાના ઘર સુધી પહોંચવામાં સાત વર્ષ લાગ્યા. શરદભાઈ અત્યારે ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ડિરેક્ટર ઓંફ ફાઈનાન્સ તરીકે કામ કરે છે.

અમેરિકામાં આવ્યા બાદ પણ પ્રજ્ઞાબહેનનો તરવરિયો સ્વભાવ એમને પગવાળીને બેસવા દે એવું ક્યાં હતું? એમણે વૃધ્ધ નાગરિકોને માર્ગદર્શન આપવા અને મદદ કરવાની ટ્રેનીંગ લીધી, અને સમાજ સેવામાં લાગી ગયાં . આ વિષય ઉપર એમણે અમેરિકાના રેડિયો જીંદગી ઉપરથી વાર્તાલાપ પણ આપેલો. વિદેશની ધરતી પર ભારતના પારંપારિક સાંસ્‍કૃતિ અને પારિવારીક સંસ્‍કારોને અવિરત ધબકતું રાખવા  “ડગલો” અને “બેય એરિયા ગુજરાતી સમાજ” આ બે ગુજરાતી સંસ્થાઓ Bay Area માં જાણીતી  છે. ”DAGLO” એટલે Desi Americans of Gujarati Language Origin. ‘ડગલો’ સંસ્થા બે એરીઆમાં ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહી છે. (કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો અને એની આજુબાજુનો વિસ્તાર બેય એરીઆ કહેવાય છે). આ  બન્ને સંસ્થાઓમાં પ્રજ્ઞાબહેન અને શરદભાઈ ખૂબ જ સક્રિય ભાગ ભજવી રહ્યા  છે. છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત ગૌરવ દિનની ઉજવણી માટે સંસ્થાના અગ્રણી કાર્યકર તરીકે પજ્ઞાબેન સાહિત્ય સભર સુંદર પ્રોગ્રામનું આયોજન કરે છે. ૨૦૧૪ માં એમણે રજૂ કરેલો કાર્યક્રમ “નરસૈંયો” એમની કલા કુશળતાનો પૂરાવો હતો. પ્રજ્ઞાબહેન  બેય એરીઆમાં  ‘પુસ્તક પરબ’ નું સંચાલન પણ સક્રિય રીતે સંભાળે છે. આમ માતૃભાષા જીવંત રાખી, કલા-સંગીત પ્રત્યેની અભિરૂચીને વાચા  આપી, ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અને  ભાષાને ધબકતી રાખવાનું ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યાં છે.

PRAGNA-D-2

 (બેય એરિયા ગુજરાતી સમાજના વાર્ષિક કાર્યક્રમમાં ડાબી બાજુ શ્રી શરદભાઈ દાદભાવાળા, જમણીબાજુ શ્રિમતી પ્રજ્ઞાબહેન દાદભાવાળા, વચ્ચે મુખ્ય અતિથીઓ)

PRAGNA -D-3

  (બેઠકનું સંચાલન કરતાં પ્રજ્ઞાબહેન) 

છેલ્લા એક વર્ષથી એમણે મિલપીટાસમાં ગુજરાતીઓનો  સાહિત્યમાં રસ  જાણી લઈ, એમને મૌલિક લખાણ માટે ઉત્તેજન આપવા પુસ્તક પરબને નવું સ્વરૂપ આપી,  “બેઠક” નામે એક પ્રવૃતિ શરૂ કરી છે.  અહીં  લેખક, પ્રેક્ષક, અને  કલાકાર વચ્ચે સુંદર સેતુ બંધાય છે. દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતીઓ ત્રણ કલાક માટે ભેગા થાય છે અને કોઈપણ એક વિષય ઉપર એમના મૌલિક વિચારો, લેખ અને કવિતા દ્વારા રજૂ કરે છે. બેય એરિયામાં  ગુજરાતી ઉત્સવના સંચાલન માટે,અને ખાસ કરીને એમની વક્તૃત્વ કલા માટે પ્રજ્ઞાબહેનની ખૂબ જ પ્રસંશા થાય છે.જે વિષય ઉપર એમને બોલવાનું હોય છે એ વિષયનું તેઓ ઊંડું અધ્યયન કરે છે અને સચોટ માહિતી રજૂ કરે છે.

સીનિઅર સિટિઝન ને પ્રેરણા આપવા, તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના  અનુભવોને   અભિવ્યક્તિ આપવા ,તેમજ  તેમની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા, અને નવોદિત લેખક-કવિઓને પ્રોત્સાહન આપવા પ્રજ્ઞાબહેન “શબ્દોનું સર્જન” નામના બ્લોગનું સંચાલન કરે છે. એ સિવાય “ડગલો”, “બેય એરિયા ગુજરાતી સમાજ” નીપ્રવૃતિઓની માહિતી આપવા  અને સીનીયર્સને માર્ગદર્શન કરતા  બ્લોગ્સનું સંચાલન પણ કરે છે.

અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવેલા ગુજરાતી કુટુંબોને અહીં મળતી સરકારી સગવડોની માહિતી આપી, એમને જોઈતી મદદકરવા માટે પ્રજ્ઞાબહેન કાયમ ઉત્સુક રહે છે. હું ગ્રીનકાર્ડ લઈ, કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો, ત્યારે મને પણ પ્રજ્ઞાબહેનનું ઉપયોગી માર્ગદર્શન મળેલું. બેય એરિયાના જાણીતા ગુજરાતીઓ સાથે મારો સંપર્ક કરાવી આપવામાં પણ પ્રજ્ઞાબહેનનો મોટો ફાળો છે. તમે પ્રજ્ઞાબહેનનો સંપર્ક pragnad@gmail.com માં કરી શકો છો.

-પી. કે. દાવડા

P.K.DAVDA

P.K.DAVDA

શ્રી દાવડાજીએ અગાઉ કરાવેલા  ૪૯ વ્યક્તિઓના પરિચય

વાંચવા માટે શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ 

ગુજરાતી પ્રતિભા પરિચય ની આ લીંક ઉપર ક્લિક કરો.

( 679 ) છબી એક ,સ્મરણો અનેક ….પ્રિયતમને દ્વાર …અછાંદસ …. વિનોદ પટેલ

છબી એક ,સ્મરણો અનેક વિષય ઉપર સહિયારું સર્જન-ગદ્ય અને શબ્દોનું સર્જન  તરફથી માગવામાં આવેલ છબી આધારિત સાહિત્ય રચનાઓના જવાબમાં મોકલેલ મારી  એક અછાંદસ કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે.

છબી એક ,સ્મરણો અનેક 

પ્રિયતમને દ્વાર ….અછાંદસ 

kanya

લગ્નના શણગાર સજી ,હાથમાં શ્રીફળ ગ્રહી,

આવી ઉભી છે બારણે કન્યા તૈયાર બની.

 

વિચારોનો વંટોળ જામ્યો છે એના ચિત્તમાં, 

યાદો પિતૃ ગૃહની મનમાં ધસી આવે આજે,

આ દિવસ માટેતો ગોરમા પૂજ્યાં હતાં,

છતાં દીલમાં ઉદાસી કેમ પિતૃ ગૃહ છોડતાં.

 

મિશ્ર ભાવો આજે ઉમટ્યા છે એના ચિત્તમાં,

સુખ-દુખની મિશ્ર લાગણીઓ છે દિલમાં, 

માવતર મૂકી નવાં માવતર બનાવવાનાં છે,

પતિ સાથેનો ભાવી રાહ સાથે કંડારવાનો છે.

 

કેવી રહેશે નવી જિંદગીની એ નવી મજલ?

પિયરનો પ્રેમ ફરી મળશે કે નહિ મળે?

આશાઓ જરૂર છે,કેમ નહી મળે ત્યાં પણ?

 છતાં મનમાં છે આશંકાઓ દિલમાં અવનવી.

 

સૌ સારું વાનું જ થશે એવી મહેચ્છાઓ સાથે,

દિલમાં થતી અનેક મિશ્ર લાગણીઓ સાથે, 

આજે તો ઉભી છે આ લગ્નોત્સુક કન્યા, 

આવી દ્વારે,રાહ જોતી,હાથમાં શ્રીફળ લઇ.

 

વિનોદ પટેલ,સાન ડીયેગો,કેલીફોર્નીયા   

આ કાવ્ય રચના સહિયારું સર્જન-ગદ્ય અને શબ્દોનું સર્જન માં પણ પ્રકાશિત થઇ છે .

( 672 ) એક નવતર પ્રયોગ !… તસવીર બોલે છે …..દેડકા –દેડકીની પ્રેમ કથા ! …. વિનોદ પટેલ

“સહિયારું સર્જન”ના શ્રી વિજયભાઈ શાહ અને “શબ્દોનું સર્જન”નાં શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલા બહું ઉત્સાહી સાહિત્ય પ્રેમીઓ છે.

દર મહીને કઇંક ને કંઇક વિષય પસંદ કરી સૌને એમની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને એમની સાહિત્ય રચનાઓ મોકલવા માટે પ્રોત્સાહિત કરતાં રહે છે.

આ મહીને એક નવતર પ્રયોગ તરીકે “તસ્વીર બોલે છે “ અન્વયે ફેસબુક ઉપરથી જડી આવેલી એક દેડકા-દેડકીની નીચેની તસ્વીર જોઇને સુઝતી કોઇક લઘુકથા કે લઘુ નવલકથા,કાવ્ય કે કોઇક કથા લખી મોકલવા માટે “શબ્દોનું સર્જન “ બ્લોગની આ પોસ્ટ  પ્રમાણે સૌને જણાવવામાં આવ્યું હતું.

“તસ્વીર બોલે છે “ના આ નવતર પ્રયોગના જવાબમાં મેં એક લઘુ કથા ” દેડકા -દેડકીની પ્રેમ કથા ” લખી મોકલી હતી .

આ રહી એ લઘુ કથા ……

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે …..

દેડકા –દેડકીની પ્રેમ કથા !…વિનોદ પટેલ

એક સરોવરમાં એક દેડકો અને એક દેડકી એક બીજાના પરિચયમાં આવ્યાં.દેડકો દેડકીને પ્રથમ નજરે જ ગમી ગયો .સુંદર સપ્રમાણ કસરતી બદન,ચળકતી ત્વચા અને લાંબા ગમી જાય એવા પગ ઉપર દેડકી મોહિત થઇ ગઈ .દેડકાની પણ દેડકી જેવી જ સ્થિતિ હતી.એ પણ દેડકીની સુંદરતા ઉપર વારી ગયો હતો. ધીમે ધીમે બન્નેનો પરિચય પ્રેમમાં પરિવર્તિત થતો ગયો.

આ આખી નવતર પ્રેમ કથા વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને “સહિયારુ સર્જન-ગદ્ય “બ્લોગમાં પહોંચી જાઓ

Dedka-dedki love story

આ દેડકા-દેડકી ની પ્રેમ કથાને તમે એક રૂપક કથા પણ કહી શકો !