વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સુવિચારો

1146- જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ

જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ

કેટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે.
૧.
કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પરંતુ થોડું મન દઈને વાંચતાં સમજાય છે કે એમાં જીવનને સુખી બનાવવાનું રહસ્ય સમાયેલું છે. માણસ જો દલપતરામ કહે છે એમ વર્તે તો પોતે સુખી રહી શકે છે અને બીજાઓ પણ સુખી રહી શકે છે. વળી, આ પંક્તિઓમાં જીવનની, કુદરતની, દુનિયાની જે વિશાળતા અને વિવિધતા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. આપણે તો એનો એક સાવ સામાન્ય એવો નાનકડો ભાગ છીએ.

જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.
કવિ શ્રી દલપતરામની પંક્તિઓ આ મુજબ છે :

જેને જેવો ભાવ, તેને તેવી કવિતા છે એમાં,
બેસીને જુઓ આ બડાભાગના બહારને
ગમે ત્યાં ગમ્મત કરો, ન ગમે તે નિંદશોમાં
રાખજો તે જગા બીજા રમનારને.

૨.
એક વાર ઈસુ યહૂદીઓના લત્તામાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા. એથી કોઈએ એમને પૂછ્યું, ‘આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો ? તેમના પર ગુસ્સો કેમ કરતા નથી ?’

ઈસુએ કહ્યું : ‘મારી પાસે જે (મૂડી) હોય તેમાંથી જ હું વાપરી શકું ને !’

૩.
એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા :

‘મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’

મુલ્લાએ કહ્યું : ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે.’

૪.
ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુના એક નાનકડા ગામડામાંથી બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓના જુલમથી બચીને અમેરિકા આવીને વસેલા અને પોતાની રીતે વિશિષ્ટ અને સુખી જીવન જીવતા ડૉ. પાપાડેરોસને રોબર્ટ કુલહેમે પૂછ્યું, ‘ડૉ. પાપાડેરોસ જીવનનો અર્થ શું ?’

ડૉ. પાપાડેરોસે પોતાના પાકીટમાંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસો કાઢીને બતાવ્યો અને કહ્યું : ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હું જ્યારે નાનકડો છોકરો હતો, ત્યારે રસ્તા પરથી આ ટુકડો મને મળ્યો હતો. તરત જ મેં એનાથી રમવાનું શરૂ કર્યું હતું. એને તડકામાં રાખીને સૂર્યના પ્રકાશને અંધારી જગ્યાઓમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. સૂર્યનું અજવાળું જ્યાં પહોંચી ન શકે એવા અંધારા, અગોચર ખૂણાઓને આ અરીસાના ટુકડાથી પ્રકાશ ફેંકીને અજવાળવામાં મને અનહદ આનંદ મળતો હતો. હું મોટો થયો ત્યારે મારી એ રમતનો મને જુદો જ અર્થ સમજાયો. હું પોતે જાણે કોઈક મોટા અરીસાનો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે, એની મને ખબર નહોતી, પણ એના એક ટુકડા તરીકે મારું કાર્ય હું જાણી શક્યો હતો. મારું કામ અંધારી, અગોચર જગ્યાઓમાં સત્ય, સહાનુભૂતિ, સમજણ અને જ્ઞાનનો ઉજાસ પહોંચાડવાનું હતું. અને, મારું જોઈને કદાચ બીજા પણ એવું જ કામ કરે. એમ માનીને હું એ ચાલુ રાખું છું.’

હવે બે પ્રાર્થનાઓ :

૧.
હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ. બીજી વ્યક્તિઓના જીવનને ઠીકાઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો આપ.

બીજાના દુઃખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ, બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુઃખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ.

ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ. માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ. અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.

૨.(બીજી પ્રાર્થના)

હે પરમકૃપાળુ પરમાત્મા,

તારા દિવ્ય શાણપણથી તું મારી મદદ કર. તું સર્વશક્તિમાન છે. હું પ્રાર્થના કરું છું કે, મારામાં તારી શક્તિ પ્રેરી મને કામ કરવા તું સમર્થ બનાવ. હું કશું જાણતો નથી પણ તું તો સર્વજ્ઞ છે. સર્વ રહસ્યોને જાણે છે.

હે પ્રભુ, હું જે કાર્ય હાથ ઉપર લઈ રહ્યો છું એ જો મારા મનુષ્ય તરીકેના ધર્મ, જીવન અને ભવિષ્ય માટે શુભ હોય તો તેને મારા માટે સરળ બનાવજે. મને એમાં સમૃદ્ધિ આપજે. પરંતુ જો એ મનુષ્ય તરીકેના મારા ધર્મ, જીવન અને ભવિષ્ય માટે અશુભ હોય તો મારાથી એને દૂર રાખજે અને મારા માટે જે શુભ હોય એ મને બતાવજે.

અને છેલ્લે….
થોમસ કાર્લાઈલની એક વાત :

તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એક વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.સૌજન્ય-રીડગુજરાતી,કોમ ]

મોહમ્મદ માંકડ,Mohammad Mankad

ચિંતન લેખો અને પરિચય –સૌજન્ય-ગુજરાતી પ્રતિભા પરિચય 

1119 – નવા વર્ષમાં મનન કરવા જેવાં સુવાક્યો- વિચારો ….નવા વર્ષનું નઝરાણું ..

નવું સંવત વર્ષ જ્યારે શરુ થઇ રહ્યું છે ત્યારે આજની પોસ્ટમાં નવા વર્ષમાં મનન કરવા જેવાં કેટલાંક સંકલિત સુવાક્યો અને અંતે – મારું નવા વર્ષમાં મમળાવવા જેવું વિચાર મંથન પ્રસ્તુત કરું છું.

યુ-ટ્યુબ ચેનલો પર ભ્રમણ કરતાં સુંદર સુવાક્યોનો નીચેનો વિડીયો -સ્લાઈડ શો જોવામાં આવ્યો જે મને ગમી ગયો.આ સ્લાઈડ શોમાંના દરેક સુવાક્યો ધ્યાનથી વાંચી એને જીવનમાં ઉતારવા જેવાં છે.

જીવન પ્રેરક સુવાક્યો નો સ્લાઈડ શો.(સાભાર ..Nilesh Sukhadia)

નીચેના વિડીયોમાં સુખ ઉપર કેટલાંક અંગ્રેજી સુવાક્યો પણ બહુ જ પ્રેરક છે.

The Road to Happiness

નવા વર્ષ માટેનું મારું વિચાર મંથન –નવા વર્ષ માટેનું નઝરાણું

ભૂતકાળ અને ભવિષ્ય કાળની ચિંતા સાથે જીવવું,એટલે
હાથની આંગળીઓમાંથી જીવનને પસાર થતું જોઈ રહેવું,
વર્તમાન કાળની દરેક પળને સારી રીતે જીવીએ
એટલે આખો દિવસ સારી રીતે જીવી લીધા બરાબર થશે,
દરેક આખો દિવસ આનંદથી જીવી લઈએ.
એટલે આખું વર્ષ આનંદથી જીવી લીધા બરાબર થશે .

માટે ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓ છોડી,
આજ આજ ભાઈ અત્યારે જ નો અભિગમ રાખી,
વર્તમાનની દરેક પળને આનંદથી જીવી લઈએ,
અને આખા વર્ષને આનંદથી –‘’હેપ્પીનેસ’’થી ભરી દઈએ .
ડાહ્યા માણસનો એ જ એક સદગુણ અને સુલક્ષણ છે.

વિનોદ પટેલ ,૧૦-૧૮-૨૦૧૭

==============

જીવન અને સુખ …. વિનોદ પટેલ

સુખ તમારા જીવનમાં મીઠાસ લાવે છે.

જિંદગીની કસોટીઓ તમને મજબુત બનાવે છે.

દુખ અને શોક તમારી માનવતાને ટકાવી રાખે છે.

નિષ્ફળતા તમને નમ્ર બનાવે છે.

પરંતુ માત્ર અને માત્ર તમારામાંનો વિશ્વાસ જ તમને ગતિશીલ રાખે છે.

કોઈવાર તમે જે અને જેવી જિંદગી જીવી રહ્યા છો એનાથી તમને સંતોષ નથી.પરંતુ તમે નથી જાણતા કે આ વિશ્વમાં ઘણા લોકો તમારા જેવી જિંદગી જીવવા માટે સ્વપ્ન સેવી રહ્યા હોય છે.

કોઈ ફાર્મ હાઉસ પાસે ઉભેલું બાળક આકાશમાં ઉડતા એરોપ્લેનને જોઇને એની જેમ હવામાં ઉડવાનાં સ્વપ્ન સેવે છે જ્યારે એજ પ્લેનનો પાઈલોટ ઉપરથી એ જ ફાર્મ હાઉસને જોઇને જલ્દી એના ઘેર પહોંચી જવાનાં સ્વપ્ન જોતો હોય છે.

આવી છે આપણી આ જિંદગી.

જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના !

તમારી પાસે જે પડેલું છે એનો ઉત્સવ મનાવો.જો પૈસાથી જ સુખ મળતું હોત તો બધા ધનિકોને રસ્તામાં આનંદથી નાચતા તમે જોતા હોત !

રસ્તામાં આનંદથી નાચવાનું સુખ તો માત્ર ગરીબ અર્ધ નગ્ન બાળકોના ભાગ્યમાં જ લખેલું હોય છે.

તમે શક્તિશાળી છો એટલે સલામત છો એ સાચું નથી .જો એવું જ હોત તો વી.આઈ.પી. માણસોને બોડી ગાર્ડ રાખવાની જરૂર ના પડતી હોત !

જે લોકો સાદગી ભરી જિંદગી જીવે છે એમના ભાગ્યમાં જ શાંતિથી ઊંઘવાનું સુખ લખેલું હોય છે.

જો સુંદરતા અને કીર્તિ આદર્શ સંબધો સર્જી શકતી હોત તો નટ નટીઓ જેવી સેલીબ્રીટીઝ નું લગ્ન જીવન સર્વોત્તમ અને આદર્શ હોવું જોઈએ,પણ એવું ક્યાં હોય છે !

સાદગીથી જીવો

નમ્રતાથી ચાલો

બધાંને

હૃદયથી

સાચો પ્રેમ કરતા રહો.

આનંદ ….. પરમાનંદ …..સત્ચિદાનંદ …એ જ મહા સુખ !

( 718 ) “જુનવાણી ભાભી” વાર્તા પર બે પ્રતિભાવો….

આજે બ્લોગ વિશ્વમાં ચોમાસામાં ફૂટી નીકળતા અળશિયાની જેમ ઘણી વાર્તાઓ રોજે રોજ લખાતી હોય છે, એમાં મોટા ભાગની વાર્તાઓ ચીલા ચાલુ રીતે પ્રેમલા-પ્રેમલીની વાતો કરતી મુવી સ્ટાઈલની વાર્તાઓ હોય છે.

વાચકના દિલને સ્પર્શી જાય, એને વિચારતો કરી મુકે એવો ચોટદાર જેમાં સંદેશ હોય ,જે સમાજ જીવનમાં બનતા બનાવોનું પ્રતિબિબ પાડતી હોય અને કાલ્પનિક હોવા છતાં માનવ જીવનના સંઘર્ષોને વાચા આપતી કોઈ સત્યકથા ના હોય એવો અહેસાસ કરાવે એવી મુલ્યવાન વાર્તાઓ ઓછી જોવામાં આવે છે.

વિનોદ વિહારની પોસ્ટ નંબર 717 માં પ્રગટ વાર્તા “જુનવાણી ભાભી ના લેખક શ્રી કાશીરામભાઈ પટેલ એક વેપારી જીવ છે એમ છતાં એમની આ વાર્તા હૃદયસ્પર્શી  અને વાચકને વિચારતા કરે એવી ચોટદાર બની છે.

આ વાર્તા વાંચ્યા પછી મારા વિદ્વાન મિત્ર શ્રી સુરેશ જાનીએ એમનો પ્રતિભાવ ઈ-મેલમાં મોકલ્યો છે . આ પ્રતિભાવમાં એમણે આ વાર્તા અંગે એમના નિખાલસ વિચારો વ્યક્ત કરી આ વાર્તાના બે સંભવિત અંત-આશાવાદી અને નિરાશાવાદી અંત  પણ સૂચવ્યા છે.આ પ્રતિભાવને કોમેન્ટ બોક્ષમાં મૂકવાને બદલે એને એક જુદી પોસ્ટ રૂપે એમના આભાર સાથે મુક્યો છે..

વિદુષી બહેન સુ.શ્રી પ્રજ્ઞાબેનએ પણ હંમેશની જેમ આ વાર્તા અંગે એમનો મુલ્યવાન પ્રતિભાવ આપ્યો છે એને પણ સુરેશભાઈના પ્રતિભાવ પછી એમના આભાર સાથે મુક્યો છે.

==========================

“જુનવાણી ભાભી” વાર્તાના બે શક્ય અંત…. શ્રી સુરેશ જાની

‘વિનોદ વિહાર’ પર શ્રી. આનંદરાવ લિંગાયતએ તમોને મોકલેલ શ્રી કાશીરામભાઈ પટેલની વાર્તા વાંચી.

સામાન્ય રીતે સત્યકથા ન હોય તો, આવી સુખાંત વાર્તાઓ ઉપર પ્રતિભાવ આપવાનું ટાળું છું. પણ એ વાંચી મન વિચારે ચઢી તો ગયું જ.

કારણ સાવ સાદું સીધું જ હતું – આ કથાના અંત જેવો અંત ભાગ્યે જ વાસ્તવિક જીવનમાં આવતો હોય છે. આવા કિસ્સા નથી બનતા એમ નહીં, પણ એમ જવલ્લે જ બનતું હોય છે. અને ત્યારે આપણે અવશ્ય ‘પૂણ્ય પરવાર્યું નથી.’ એમ બબડીને સંતોષ માની લેતા હોઈએ છીએ. બાકી આમ તો પૂણ્ય પરવારી ગયું હોય એવો જ માહોલ વાસ્તવિક જીવનમાં જોવા મળતો હોય છે ને?

પણ એ વિચારોની ગડભાંગમાં આ વાર્તામાંના માનવ જીવનના સંઘર્ષોને વાચા આપતી કલ્પનાને થોડોક જુદો વળાંક આપવા મન લલચાયું.

લો ત્યારે, આ બે શક્ય અંત, આ ઘટના પછી….

BHABHI

અંત -૧

ભાભી આ વજ્રાઘાત પડતાં જ ફર્શ પર ઢળી પડી અને એનું પ્રાણપંખી આવું ન બનતું હોય તેવા સ્વર્ગની તલાશમાં ઊડી ગયું.

અંત -૨

ભાભીએ આ વજ્રાઘાત પણ જીરવી લીધો. મદન અને નયનાએ વિદાય લીધી. ભાભી સમસમીને ભાંગી પડી. પણ કોઈક અકળ તત્વે તેના અંતરમાં હળવો ટકોરો કર્યો. એ ટકોરાના ઈશારે તેણે આંખો મીંચી દીધી અને ઊંડા શ્વાસ લેવાનું શરૂ કર્યું. હવે શ્વાસ પરના ધ્યાનના પ્રતાપે, તેના ચિત્તમાં ખદબદી રહેલા, તુમૂલ યુદ્ધ કરી રહેલા સઘળા વિચારો એક એક કરીને શમવા લાગ્યા. વીસેક શ્વાસ..અને ભાભીએ આંખો ખોલી.

તે ઊઠી અને કબાટમાં રહેલો ઊનનો દડો અને સાથે ગૂંથવાના બે સળિયા લઈ આવી. તેણે મદન અને નયનાના ભાવિ બાળક માટે સ્વેટર ગુંથવાનું શરૂ કર્યું.”

======================

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસનો પ્રતિભાવ  

સ રસ વાર્તા

અબ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત !…
એવું છેલ્લા ત્રણ ચાર વાર અનુભવાયું !
ગુજરી ગયા બાદ લાગ્યું કે તેમની સાથે પુરો સમય સત્સંગ પણ ન કર્યો! જીવનના અનુભવો પણ ન સાંભળ્યા !! મરતા સુધી ધ્યાન કરતા જોયા પણ તેમની પાસે પ્રાણાયામ/ધ્યાન શીખ્યા નહીં!!! અને માએ શારીરિક,માનસિક કે આર્થિક તકલીફની ફરીઆદ કર્યાં વગર…. ડુમાથી

આગળ………………….

=========================

વાચક મિત્રોને આ વાર્તા વિષે એમના પ્રતિભાવ દર્શાવવા વિનંતી છે.

વિનોદ પટેલ

INSPIRING QUOTE 

Good quote-try again

 

 

 

 

 

( 485) કેટલાંક મનનીય સોનેરી સુવાક્યો ……..( સંકલિત )

 

 

‘કોઈ તમારા માટે ફૂલ લઈને આવશે એવી રાહ જોઈને બેસી રહેવા કરતાં તમારો પોતાનો જ 

બગીચો શા માટે નથી બનાવતા?’ 

 

‘ક્યારેક આંખ જે નથી જોઈ શકતી તે હૃદય જોતું હોય છે.’ 

ઉંમર વધવાની સૌથી મોટી મઝા એ છે

કેજુવાનીમાં જે વસ્તુઓની તીવ્ર ઈચ્છા હતી પણ પોસાતી નહોતી તે વસ્તુઓની

હવે જરૂર પણ જણાતી નથી.’

‘ખરાબ મૅનર્સવાળા લોકોને નભાવી લેવાની

ઉદારતા પણ કેટલીક વખત સારી મૅનર્સ

તરીકે ઓળખાતી હોય છે.’

 

‘કુટુંબમાં સંબંધોનાં સમીકરણ ક્યારેક જટિલ

બની જતાં હોય છે’.

‘સગાંઓ અને મિત્રો વચ્ચે ફરક હોય છે.

સગાં તમારી પસંદગીનાં નથી હોતાં,

મિત્રો હોય છે’. 

 

 ‘તમારા વિશે બધું જ જાણે છે છતાં જે તમને

ચાહે છે એ જ વ્યક્તિ તમારી મિત્ર છે.’

 ‘બધું જ બદલી નાખવા માટે માત્ર તમારી

દૃષ્ટિ, તમારો અભિગમ બદલવાની જરુર છે.

  

‘ખરાબ શબ્દો ગળી જવાથી કોઈને પેટનો

દુખાવો થયો હોય એવું હજુ સુધી બન્યું નથી.’

‘બણગાં ના ફૂંકો. ટ્રેન કંઈ વ્હિસલ વાગવાને

કારણે આગળ વધતી નથી.’

 

જિંદગીને  આનંદમય  અને ભરી ભરી

બનાવવા માટે જુદા જુદા લોકો

જુદો જુદો માર્ગ લેતા હોય છે.

 

કોઈ વ્યક્તિ તમે ચાલો છો એ માર્ગે ચાલતી ન

હોય તો એવું નહીં માની લેતા કે એ રસ્તો ભૂલી ગઈ છે.’

 

 ‘કોઈ જોતું નથી એવું લાગે ત્યારે આપણે જે

કંઈ કરીએ છીએ એ જ આપણું સાચું ચારિત્ર્ય.’

—————————————————–

Thanks – Mr,, Navin Banker – From his e-mail dated 7-2-14
=======================
મિત્ર શ્રી વિપુલ દેસાઈએ  બનાવેલ આકર્ષક સ્લાઈડ  શો માં
જીવન માટે ઉપયોગી  સુંદર સુવાક્યો વાચવા અને વિચારવા જેવાં છે .
પિ.ડી.એફ.ફાઈલની નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો .
=================================

 

“God, When I lose hope, Help me to remember that your love is greater than my disappointments and your plans for my life are better than my Dream.” 

—Un known

 

 

10 Painfully Obvious Truths

Everyone Forgets Too Soon

1.  The average human life is relatively short.

2.  You will only live the life you create for yourself.

3.  Being busy does NOT mean being productive.

4.  Some kind of failure always occurs before success.

5.  Thinking and doing are two very different things.

6.  You don’t have to wait for an apology to forgive.

7.  Some people are simply the wrong match for you.

8.  It’s not other people’s job to love you; it’s yours.

9.  What you own is not who YOU are.

10.  Everything changes, every second.

 

 

HAVE A STUNNING DAY!!!