વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સ્થળ વિશેષ

( 951 ) ૯/૧૧ ના આતંકી હુમલાની ૧૫ મી સંવત્સરીએ …..

સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ નો દિવસ અમેરિકાના ઇતિહાસમાં એક સીમાચિન્હ રૂપ બની ગયો છે. આ દિવસે ઓસામા બિન લાદનના આતંકવાદી સંગઠનના અમેરિકામાં જ રહી વિમાની હુમલાની તાલીમ લઇ રહેલા ૧૯ યુવાન ઇસ્લામિક આતંકવાદીઓએ ન્યુયોર્કના નાક સમા ૧૧૦ માળના બે વર્લ્ડ ટ્રેડ ટ્વીન ટાવર્સ પર બે વિમાનોને અથડાવીને એને જમીન દોસ્ત કરી નાખ્યા હતા .ત્રીજું પ્લેન -American Airlines Flight 77 પેન્ટાગોનના હેડ ક્વાર્ટર્સ પર ત્રાટકીને મોટી જાન હાની કરી હતી.ચોથું પ્લેન -United Airlines Flight 93 ના બહાદુર પેસેન્જરોએ આતંક વાદીઓનો સામનો કર્યો અને જમીનદોસ્ત થયેલા વિમાનમાં શહીદ થયા . આ ત્રણ હુમલાઓમાં કુલ ૩૦૦૦ માણસોએ જાન ગુમાવ્યા અને૬૦૦૦ માણસોને નાની મોટી શારીરીક ઈજાઓ થઇ હતી.

૯/૧૧ ના આતંકી હુમલા અંગેની વિગતે માહિતી વિકિપીડિયા (અંગ્રેજી) ની આ લીંક પર આપેલી છે.

નીચેની History.com ની લીંક પર 9/11 ATTACKS વિષે વિડીયો સાથેની માહિતી  છે.  
http://www.history.com/topics/9-11-attacks

૯/૧૧ ના હુમલા પછીના ૧૫ વર્ષોમાં ઈરાક અને અફગાનિસ્તાન અને મિડલ ઈસ્ટના દેશોમાં યુધ્ધોમાં અને અનેક શહેરોમાં આતંકવાદી હુમલાઓમાં ઘણા માણસોએ જાન ગુમાવ્યા છે. લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

નીચેના વિડીયોમાં આ ગોઝારા દિવસ ૯/૧૧ નાં દ્રશ્યો જોવાથી એ દિવસની ગંભીરતાનો ખ્યાલ આવે છે.

9/11 Video Timeline: How The Day Unfolded

9/11 Museum Virtual Walking Tour

૯/૧૧/ ૨૦૦૧ ના આતંકવાદી હુમલામાં  ન્યુયોર્ક અને અમેરિકાની શાન ગણાતાં   ૧૧૦ માળનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ના  ટ્વીન ટાવર જમીન દોસ્ત થયા હતા એ જ જગ્યાએ  આજે  One World Observatory નું એથી વધુ ઊંચાઈનું બિલ્ડીંગ ઉભું થઇ ગયું છે . આ વિડીયોમાં એની વિના મુલ્યે મુલાકાત  લો.

Take a tour of new One World Observatory

( 795 ) આયર્લેન્ડનો ગણેશ પાર્ક અને એના નિર્માતા વિક્ટર લેંગહેડ (Victor Langheld)ની રસસ્પદ કહાની

Ganesh Park- murtio

(These are some of the image sculptures located in Ganesh park in Raundvudas,Ireland.)

ગણેશ પાર્ક અને એ પણ દુર આયર્લેન્ડમાં ! આ માન્યામાં ના આવે એવી નવાઈની વાત લાગે છે પરંતુ એ એક આજે નજરે જોઈ શકાય એવી હકીકત છે.

ચાલો આપણે આયર્લેન્ડ(Republic of Ireland )ના રાઉન્ડવુડ પરગણામાં આવેલ આ ગણેશ પાર્ક વિષે અને એના નિર્માતા વિક્ટર લેંગહેડ (Victor Langheld) વિષે વધુ વિગતે જાણીએ.

આયર્લેન્ડમાં, રાઉન્ડવુડ ખાતે આવેલો પ્રવાસીઓના આકર્ષણના કેન્દ્ર સમો આ આ ગણેશ પાર્ક ૨૨ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે.આ પાર્કમાં ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરતી બીજી સ્થાપત્ય મૂર્તિઓ ઉપરાંત ગણપતિ-ગણેશની ૯ આકર્ષક મૂર્તિઓ પણ મુકેલી છે.આ બધી મૂર્તિઓ બ્લેક ગ્રેનાઈટ પથ્થરની બનેલી છે.કેટલીક મૂર્તિઓ નૃત્ય કરતી,પુસ્તક વાંચતી, સંગીતનાં વાજિંત્રો વગાડતી ત્યાં જોવા મળે છે.

Ganesh Sculpture reading Book- Meditation !

 Ganesh Sculpture reading Book- Meditation !

આ પાર્કમાં મુકવામાં આવેલી સ્થાપત્ય કળાના નમુનારૂપ  મૂર્તિઓનો અદભૂત નજારો ગુગલ.કોમ ની આ લીંક પર ક્લિક કરીને જોઈ શકાશે.

ગણેશની આ  મૂર્તિઓ ભારતમાં તામિલનાડુમાં બનાવવામાં આવી છે.પાંચ કારીગરોએ એક મૂર્તિ પર કામ કરી એક વરસે એક મૂર્તિ બનાવી છે. એ રીતે ગણેશની નવ મૂર્તિઓ બનાવતાં નવ વર્ષનો સમય લાગ્યો હતો !

સ્થાપત્યના નમુના રૂપ આ નવ મૂર્તિઓનું વજન ૨ થી ૫ ટન વચ્ચે અને એની ઊંચાઈ – સાઈઝ ૫ ફૂટ ૬ ઇંચ થી ૯ ફૂટ વચ્ચેની છે. ભારતથી આયર્લેન્ડ આ મૂર્તિઓને દરિયાને રસ્તે વહાણમાં લાવવા માટે થોડા ટન વજન માટે ખુબ ખર્ચ કરવો પડે છે તો ભારતમાંથી આટલી બધી વજનદાર મૂર્તિઓને આયર્લેન્ડ પહોંચાડવા માટે કેટલો ખર્ચ કરવો પડ્યો હશે એ કલ્પી શકાય એમ છે.

ગણેશની આ મૂર્તિઓની કલ્પના કરનાર , તામીલનાડુમાં પ્રખ્યાત શિલ્પકારો પાસે એના વિચાર પ્રમાણે તૈયાર કરાવનાર અને એ સ્થાપત્ય મૂર્તિઓને આયર્લેન્ડ લઇ આવનાર ભારતીય સંસ્કૃતિના ગજબના પ્રેમી ભારત પ્રવાસી વિક્ટર (Victor Langheld)ને સલામ.

(Creator of Ganesh Park -Victor Langheld)

(Creator of Ganesh Park –               Victor Langheld)

વિક્ટર નો જન્મ ૧૯૪૦માં જર્મનીમાં જર્મન-જ્યુઈસ માતા-પિતાને ત્યાં થયો હતો.

વિકટર એની ૧૪ વર્ષની ઉમરથી જ ભારતમાં જઈને સાધુ બનીને બાકીની જિંદગી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરી મોક્ષ મેળવવાનો માર્ગ અપનાવવાના આશયથી ભારત જઈને વસવાનો વિચાર કર્યા કરતો હતો.પચીસ વર્ષની યુવાન વયે એના આ વિચારને અમલમાં મુકીને એ ભારત આવી ગયો હતો .

ત્યારબાદ ભારતમાં એને બીજાં ૨૫ વર્ષ સાધુ બની ભારતમાં પરિભ્રમણ કર્યું .ભારતની સંસ્કૃતિ,વેદ, ઉપનિષદ ,બુદ્ધ સંસ્કૃતિ , યોગ વિગેરે વિષયોનો ઊંડો અભ્યાસ કર્યો.પાંડીચેરીમાં આવેલ અરવિંદ આશ્રમમાં જઇને થોડો સમય ત્યાં સાધનામાં વિતાવ્યો.ત્યારબાદ વિક્ટર ભારતમાં ખુબ ફર્યો અને બીજા ઘણા જાણીતા ગુરુઓના આશ્રમોમાં જઇને રહ્યો.દુર પૂર્વના દેશોની પણ એણે મુલાકાત લીધી .

વિક્ટર ઘણા વરસો સુધી ભારતમાં રહ્યો એ દરમ્યાન એ ભારત અને વૈદિક સંસ્કૃતિ ના પ્રેમમાં પડી ગયો હતો. ખાસ કરીને અન્ય દેવ-દેવીઓ કરતાં ભગવાન ગણેશ પ્રત્યે એને ખુબ ભક્તિ ભાવ જાગ્યો હતો .આ ગણેશ ભક્તિએ એને આયર્લેન્ડમાં જઈને ગણેશ પાર્ક ઉભો કરવા માટે પ્રેર્યો.

વિક્ટરના આ વિચાર અને પ્રેરણાનું મૂર્ત સ્વરૂપ એટલે આજનો પ્રવાસી આકર્ષણ ધરાવતો આયર્લેન્ડનો પ્રખ્યાત ગણેશ પાર્ક .

લંડનમાં રહેતા એક એન.આર.આઈ. શ્રી મનોહર રાખે (Manohar V. Rakhe) મૂળ મહારાષ્ટ્રના વતની છે .તેઓનું કુટુંબ લન્ડનમાં ઘણા વરસોથી રહે છે અને ગણેશ પ્રત્યે ઊંડો ભક્તિભાવ ધરાવે છે.

શ્રી મનોહર રાખેએ આયર્લેન્ડમાં આવેલ ગણેશ પાર્કની યાત્રા કરી અને એના સ્થાપક વિક્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી .ત્યારબાદ એમણે લખેલ પ્રવાસ વર્ણન અને વિક્ટર વિશેની રસસ્પદ માહિતી આપતો અંગ્રેજી લેખ નીચેની લીંક પર વાંચવા મળશે.

Pilgrim Journey of Ireland’s Ganesh Park 

Also,see this video of Ganesh park in Ireland

Indian Sculpture Park, Raundvudas,

Wicklow, Ireland…

Victor has this to say about his magical garden….

This park is for people who, at around age 30, are beginning to wake up. Oscar Wilde said that ‘Youth is wasted on the young’. It’s the same idea. At 30 people begin to realise ‘Hey, there’s more to life than pubs and booze’ and they go through a crisis.

“Jesus was 30, the Buddha was 30; all these guys were around that and in order to become themselves truly they had to break themselves up, start over again. And that brings huge internal psychological problems with it. And these sculptures show some of these stages.”

The stages portrayed by the seven main sculptures of Victoria’s Way are: Birth (waking up), Separation (letting go of the given), Crash (return to start-up), Focusing (selecting the problem), Enlightenment (problem solving), Creation (solution application) and Death (sustaining a redundant solution).

I have done my bit. Now whether people see it or not depends on context. It could very well be that everything I have done is rubbish – a risk for an artist. It could also be that I’m way ahead of my time. My job is to produce the best of what I can, put it into the public domain and leave it there. The rest is not up to me.”

( 630 ) હાલ ગુજરાત બન્યું છે ત્રણ ઇન્ટરનેશનલ ઇવેન્ટનું યજમાન

ગુજરાત હાલમાં એના આંગણે યોજાનાર ત્રણ આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી ઇવેન્ટ, સાતમી વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ઈન્વેસ્ટર સમિટ ,પ્રવાસી ભારતીય દિવસ અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના યજમાન બનતાં ગુજરાતનાં મુખ્ય શહેરોમાં એક વિશ્વ ઉત્સવનું જેવું વાતાવરણ બરાબર જામ્યું છે.

સાતમી વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ઈન્વેસ્ટર સમિટ ,ગાંધીનગર (૧૧-૧૩ જાન્યુઆરી,૨૦૧૫)

Vibrant Gujarat

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રવિવાર,તારીખ 11 મી જાન્યુઆરી ૨૦૧૫ થી 13 મી જાન્યુઆરી ૨૦૧૫ દરમ્યાન યોજાનાર સાતમી વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ઈન્વેસ્ટર શિખર સંમેલનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે

વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ની આ અંગ્રેજી વેબ સાઈટ ઉપર છેલ્લામાં છેલ્લી માહિતી ફોટાઓ, વિડીયો પ્રવચનો સાથે મેળવી શકાશે.

વાઈબ્રન્ટ ગુજરાત વિષેનો  પ્રમોશનલ વિડીયો આ લીંક ઉપર જુઓ.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫નું  સ્વાગત ઉદબોધન કરશે.શ્રી મોદીએ  જ ૨૦૦૮માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે આ સમિટનો આરંભ કરાવ્યો હતો.

આ શિખર સંમેલનમાં સૌથી મોટું બિઝનેસ પ્રતિનિધિમંડળ અમેરિકામાંથી 

આ સમિટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, વિશ્વના પ્રથમ નંબરના ધનિક બિઝનેસમેન બિલ ગેટ્સ અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગ જેવા દિગ્ગજો એક મંચ પર જોવા મળશે.

એક સમાચાર પ્રમાણે આ રવિવારથી શરૂ થનાર વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ ઈન્વેસ્ટર શિખર સંમેલન માટે અમેરિકામાંથી સૌથી મોટું બિઝનેસ પ્રતિનિધિમંડળ આવનાર છે, એવી જાહેરાત યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલે (USIBC)  આજે કરી છે.USIBCના કાર્યવાહક પ્રેસિડન્ટ ડાએન ફેરલે કહ્યું કે આ વખતે અમે વાઈબ્રન્ટ ગુજરાત માટે ગયા વખતના સમિટની તુલનાએ ત્રણ ગણું મોટું પ્રતિનિધિમંડળ લાવવાના છીએ. માસ્ટરકાર્ડના સીઈઓ અને પ્રેસિડન્ટ અજય બંગ, જે યુએસઆઈબીસીના ચેરમેન છે, તે અમેરિકામાંથી એક્ઝિક્યૂટિવ બિઝનેસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેશે. તેમાં અનેક ફોર્ચ્યૂન 500ના સીઈઓ અને સિનીયર એક્ઝિક્યૂટિવ્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભારતના આ સૌથી મોટા ઈન્વેસ્ટર સમિટમાં અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરી અને યુનાઈટેડ નેશન્સના મહામંત્રી બાન કી-મૂન હાજર રહેશે.તે ઉપરાંત દેશ-વિદેશની અનેક આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓના સીઈઓ અને કોર્પોરેટ મહારથીઓ પણ હાજર રહેશે.આ જ દર્શાવે છે કે અમેરિકાને ભારતના આર્થિક વિકાસમાં સહભાગી થવાનો કેટલો બધો રસ છે.

જાપાન, કેનેડા, ઈંગ્લેન્ડ, હોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને સાઉથ આફ્રિકા બાદ અમેરિકા વાઈબ્રન્ટ ગુજરાતમાં જોડાનાર આઠમો દેશ છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૩ની વાઈબ્રન્ટ સમિટમાં માત્ર બે જ દેશો જોડાયા હતા.ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કામગીરી દરમિયાન વર્ષ ૨૦૦૫માં સૌપ્રથમ આ સમિટની શરૂઆત થઈ હતી.

વર્ષ ૨૦૧૫ની સમિટમાં લગભગ ૧૨૦ દેશોના પ્રતિનિધિ સામેલ થાય એવી ધારણા છે.આ રીતે આ વર્ષની વાઈબ્રન્ટ ગુજરાત સમિટ  પર 11થી 13 જાન્યુઆરી સુધી વિશ્વ આખાની નજર રહેશે અને અનેક અર્થમાં એ એક ઐતિહાસિક ઇન્ટરનેશનલ ઇવેન્ટ બનશે.

આ પ્રસંગે પધારનાર ખાસ આંતર રાષ્ટ્રીય મહેમાનોના સ્વાગત અને એમની સુરક્ષા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જબરદસ્ત તૈયારીઓ હાથ ધરાઈ છે. 

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી (૭-૮-૯ જાન્યુઆરી ૨૦૧૫ )

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી સાથે જોડવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકામાં ૨૫ વર્ષ ગાળ્યા પછી પ્રવાસી મહાત્મા ગાંધી ૯ મી જાન્યુઆરી ૧૯૧૫ ના રોજ સદાના માટે ભારતમાં પાછા ફર્યા હતા એના ૧૦૦ વર્ષ નિમિત્તે ગુજરાતમાં પહેલી વાર પ્રવાસી ભારતીય કાર્ય મંત્રાલય દ્વારા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી યોજાઈ છે .

સાતમી જાન્યુઆરી મંગળવારના રોજ ગાંધીનગરમાં જ મહાત્મા મંદિર ખાતે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો પ્રારંભ થયો એ કેટલું સૂચક છે.

Pravasi bhartiy - modi  lmp

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગાંધીનગરમાં 13મા પ્રવાસી ભારતીય દિવસ સમારંભનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુયાનાના પ્રમુખ રોનાલ્ડ રામોટોર અને વિદેશમંત્રી સુષમા સ્વરાજ સહિત અન્ય મહાનુભાવો મંચ પર હાજર હતા.

મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલના બ્લોગ આકાશદીપની આ લીંક ઉપર  પ્રવાસી ભારતીય દિવસ વિષે વધુ જાણો.સાથે સાથે એમના એક પ્રસંગોચિત કાવ્યને પણ માણો.

PM Modi’s Inaugural Address at Pravasi Bharatiya Divas in Gandhinagar

કાંકરિયા ખાતે પ્રવાસી ભારતીય દિવસની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

kankaria-pravaasi BD.

વિશ્વ પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા આવેલા વીવીઆઇપી અને ડેલિગેટસ માટે અમદાવાદ મ્યુનિ. અને રાજ્ય સરકારના સંકલન સાથે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને જમણવારનું આયોજન કરાયું હતું એ પ્રસંગની એક તસ્વીર.

પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ સમિટના કારણે સરકારી તંત્ર પણ વાઇબ્રન્ટ બન્યું છે. આ બે મેગા ઇવેન્ટના કારણે ગાંધીનગરના મહાત્મા મંદિરને દુલ્હનની જેમ શણગારાયું છે.

 અમદાવાદના કેટલાક ખખડધજ રસ્તા રાતોરાત નવા બની ગયા છે. લોકો પણ ઇચ્છે છે કે સરકાર આવા કાર્યક્રમો કરે એટલે કમ સે કમ તંત્ર સજાગ બને અને શહેર પણ ચોખ્ખું થાય !!!

  દિવ્ય ભાસ્કરની આ લીંક ઉપર  ગાંધીનગર અને તેની આસપાસ જોવાલાયક સ્થળોની સુંદર તસ્વીરો  અને ગુજરાતની રાજધાની ગાંધીનગર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જાણવા મળશે.

૮ મી જાન્યુઆરીથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય

પતંગોત્સવનો આરંભ

લોકપ્રિય બનેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ)નું ૮ જાન્યુઆરીથી ગુજરાતના ચાર શહેરમાં આયોજન કરાશે. તેનો આરંભ વડોદરામાં કરવામાં આવશે.

તે ઉપરાંત રાજકોટ, અમદાવાદ અને સુરત જિલ્લાઓમાં પણ આ પતંગોત્સવ યોજવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા જિલ્લા કચેરી, ગુજરાત ટૂરિઝમના સહયોગમાં નવલખી કમ્પાઉન્ડમાં પતંગોત્સવનું આયોજન કરશે.

ગુજરાતના ટૂરિઝમ પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું મહત્વ દર વર્ષે વધતું રહ્યું છે. ગુજરાતની સંસ્કૃતિનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવા માટે આ એક મોટું મંચ બન્યો છે. આ વર્ષે પણ પતંગોત્સવ માટે વિદેશીઓ તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. મલેશિયા, આર્જેન્ટિના, યુકે, બેલ્જિયમ, પોલેન્ડ, ફ્રાન્સ, યુક્રેન અને અમેરિકમાંથી પતંગપ્રેમીઓ એક મહિનો ચાલનારા મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે.

કયા શહેરમાં કયા દિવસે ઉજવાશે પતંગોત્સવ

-વડોદરા- 8 જાન્યુઆરી
-અમદાવાદ- 10થી 13 જાન્યુઆરી
-રાજકોટ – 13 જાન્યુઆરી
-સુરત- 13 જાન્યુઆરી

( 625 ) મારાં સંસ્મરણો…..સાંકડીશેરી, સાયકલ અને કુટુંબ ……. શ્રી નવીન બેન્કર

હ્યુસ્ટન,ટેક્સાસ,નિવાસી મારા મિત્ર શ્રી  નવીન બેન્કરએ એમનાં અમદાવાદનાં ભૂતકાળનાં સંસ્મરણો વિષેનો એક સરસ લેખ ખાસ વિનોદ વિહાર માટે લખી એમના તારીખ ૧૨-૧૨-૫૦ના ઈ-મેલથી મોકલ્યો છે. આ માટે હું એમનો આભારી છું.
જે વાચકો અમદાવાદમાં રહેલા છે અને હાલ રહે છે એ સૌને આ લેખમાં વિશેષ રસ પડશે.

આજે તો અમદાવાદના રસ્તાઓ ઉપર મોટર ગાડીઓ ખુબ દેખાય છે અને સાઈકલ સવારો દિવસે દિવસે ખુબ ઓછા થતા જાય છે.

આજથી ૫૦ વર્ષ પહેલાનું અમદાવાદના રસ્તાઓ ઉપરનું ચિત્ર કઇંક જુદું જ હતું. શાળા,કોલેજ, નોકરી તથા એક જગાથી બીજી જગાએ જવા માટે સાઈકલ એ ઘર ઘરનું અગત્યનું વાહન હતું. મને બરાબર યાદ છે કે ત્યારે સાઈકલનું ખુબ જતન કરવામાં આવતું.નવી સાઈકલ જોતરાય એ વખતે અને દશેરાના દિવસે સાઈકલને કંકુનો ચાંલ્લો કરી ફૂલનો હાર પહેરાવવામાં આવતો.

શ્રી બેન્કરે ભૂતકાળમાં એમની સાઈકલ પ્રત્યે એમને કેવો લગાવ હતો એ વિષે લખ્યું છે:

“૧૯૬૦માં લીધેલી એ સેકન્ડહેન્ડ સાઇકલ મેં છેક ૨૦૦૮ સુધી ચલાવી હતી.આજે અમેરિકામાં, ટોયોટા કોરોલા ચલાવતાં જે આનંદ નથી આવતો એ સાયકલ ચલાવતાં આવતો હતો.”

મને આશા છે, શ્રી બેન્કરે ભૂતકાળમાં અમદાવાદની સાંકડી શેરીની પોળનું એમનું જીવન, એમની સાયકલ અને કુટુંબીજનો વિષે એમના આ રસસ્પદ લેખમાં જે સરસ શબ્દ ચિત્રો ઉપજાવ્યાં છે એને માણવાની મજા પડશે.

શ્રી નવીન બેન્કર નો પરિચય.

અગાઉ વિનોદ વિહારની નીચેની બે પોસ્ટમાં શ્રી નવીનભાઈ બેન્કર નો વિશદ પરિચય કરાવવામાં આવ્યો છે .

 

નવા વર્ષ ૨૦૧૫ની અનેક શુભેચ્છાઓ સહીત,

વિનોદ પટેલ 

—————————————————–

( 603 ) ઇન્ડિયન ? અમિતાભ બચ્ચન ?…..આપણી વાત ….. વર્ષા પાઠક

 Amitabh Bachchanભારતીય ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન ની ખ્યાતી માત્ર દેશમાં જ નહી પણ વિદેશોમાં પણ ખુબ પ્રસરી ગઈ છે.ઓક્ટોબર ૧૧,૨૦૧૪ ના રોજ એણે ૭૨ વર્ષ પૂરાં કર્યાં પણ હજુ એની અદાકારીનો જાદુ નવી નવી ફિલ્મોમાં હજુ છવાયેલો રહ્યો છે.સુપર સ્ટાર તરીકેની એની ખ્યાતિનો સિતારો ચરમ સીમાએ પહોંચી ગયો છે.

અમિતાભ બચ્ચન બોલીવુડના હિન્દી ફિલ્મ જગતની એક અજાયબી છે.

લેખિકા વર્ષા પાઠક જ્યારે ઈજીપ્તના મશહુર પીરામીડો જોવા જાય છે ત્યારે લોકોની વાતચીતમાંથી એમને એ જાણીને નવાઈ લાગે છે કે ઈજીપ્તમાં પણ અમિતાભ બચ્ચનનો જાદુ બરકરાર છે. ત્યાં પણ એ સૌનો માનીતો ફિલ્મી સુપર સ્ટાર છે. 

દિવ્ય ભાસ્કર.કોમ માં પ્રગટ સુ.શ્રી વર્ષા પાઠકના લેખ “ઇન્ડિયન ? અમિતાભ બચ્ચન ?”માં એમણે એમના ઈજીપ્તના અનુભવોનું વર્ણન કર્યું છે .આજની પોસ્ટમાં પ્રસ્તુત એમનો આ લેખ આપને વાંચવો ગમશે.

વિનોદ પટેલ 

============================

ઇન્ડિયન ? અમિતાભ બચ્ચન ?…. વર્ષા પાઠક

Egypt Piramid

ઈજિપ્ત સાથે આપણા પોલિટિકલ અને બિઝનેસ રિલેશન્સ કેવા છે, એ વિષે મને ઝાઝું જ્ઞાન નથી, પણ ભૂલે ચૂકેય કોઈ મને પૂછી લે કે એ આફ્રિકન દેશ સાથે સંબંધ વધુ સારા કરવા માટે શું કરવું જોઈએ તો હું બેધડક જવાબ આપી દઉં કે, અમિતાભ બચ્ચનને ત્યાં વરસમાં એકાદ-બે વાર મોકલવાથી કામ થઇ જાય એવી પૂરેપૂરી સંભાવના છે.

સ્વિટ્ઝરર્લેન્ડ માં સ્વર્ગીય યશ ચોપરા ના નામની એક સ્ટ્રીટ હોવાનું સાંભળ્યું છે. એમણે પોતાની ઘણી ફિલ્મોનાં શૂટિંગ ત્યાં કરીને, લાખો ભારતીયોને ત્યાં જવાની પ્રેરણા આપી, એની કદરરૂપે સ્વિસ સરકારે એક આખો રસ્તો એમના નામે કરી આપ્યો, એ સમજી શકાય.

બીજી તરફ અમિતાભે ઈજિપ્શિયન ઈકોનોમી સુધારવામાં કેટલો ફાળો આપ્યો, એ હું નથી જાણતી,અને ત્યાંના કોઈ સ્થળ પર હજી સુધી અમિતાભ હરિવંશરાય બચ્ચનના નામનું પાટિયું નથી મુકાયું, પણ ગલીએ ગલીએ એ માણસનું નામ જાણીતું છે, ખાસ કરીને બજારોમાં. અને બચ્ચનસાહેબ ત્યાં જઈને ‘યે દોસતી હમ નહીં તોડેંગે’ જેવું કંઈ ગાઈ નાખે તો એમના ઈજિપ્શિયન ફેન્સ, કદાચ એકાદ પિરામિડ પણ એમના નામે કરી નાખે. અને જય, આઈ મીન ઇન્ડિયા સાથે મરતાં સુધી દોસ્તી નહીં તોડવાનું વચન પણ આપી દે.

અને આ ફેન્સ એટલે, ઈજિપ્તમાં વસતા મૂળ ભારતીયો નહીં, પણ હિન્દી ભાષાનો એકાદ શબ્દ પણ સરખો નહીં સમજતા ઈજિપ્શિયન આરબો.

હમણાં હું ઈજિપ્તમાં અગિયાર દિવસ ફરી આવી, એ દરમ્યાન ઓછામાં ઓછા પચ્ચીસવાર અમિતાભ બચ્ચનનું નામ મારા કાને અથડાયું. હોટેલ રૂમમાં લગેજ મૂકવા આવેલો છોકરો, નાઇલ રિવર ક્રુઝમાં વેજ ફૂડ બનાવી રહેલો શેફ, ટુર ગાઈડ, ટેક્સી ડ્રાઈવર, રણમાં ઊંટ ચલાવનારો, દુકાનમાંથી પોતાનો માલ વેચવા સાદ પડી રહેલો વેપારી… કૈરો, આસવાન, લક્ઝર… જાતજાતનાં સ્થળે આવા ભાતભાતના લોકોને મોઢેથી મેં અમિતાભ બચ્ચનનું નામ સાંભળ્યું.

મળતાંની સાથે પહેલો સવાલ થાય, ‘ઇન્ડિયન?’ અને હા પાડીએ એટલે જાણે આપણું નામ બોલતા હોય એમ કહે, ‘અમિતાભ બચ્ચન..!’ હજારો વર્ષ જૂનાં, અદ્્ભુત મંદિરો ધરાવતાં લક્ઝરનું મોડર્ન રૂપ જોવા માટે હું ઘોડાગાડીમાં બેસીને ફરવા નીકળી તો અડધે રસ્તે તાનમાં આવી ગયેલા મારા લોકલ ગાઈડે ગાવાનું શરૂ કર્યું અને મેં જે સાંભળ્યું તે કઈ આવું હતું, ‘એખ્દોસે કેરટે પાર…’ મને લાગ્યું કે હશે કોઈ અરેબિક સોંગ, પણ એણે તો ભારે હરખાઈને મારી સામે જોતાં કહ્યું, ‘ઈન્ડી સોંગ.’ મેં માથું ખંજવાળ્યું, આવું ઇન્દી, હિન્દી ગીત મેં તો પહેલીવાર સાંભળેલું. થોડીવાર પછી જોકે બત્તી થઇ કે ‘એક દુસરે સે કરતે હૈં પ્યાર હમ…’ મારો હોંશીલો ગાઈડ ‘હમ’ ફિલ્મનું ગીત ગઈ રહ્યો હતો, રાધર ગીતનું મર્ડર કરી રહ્યો હતો! હું પણ કઈ કમ નહોતી. મેં એની સાથે મોટે સાદે ગાવાનું શરૂ કર્યું, એનાથીયે વધુ બેસુરા સાદે. સ્થાનિકોને જોણું થયું, પણ અમને મજા આવી.

હિન્દીનો કક્કો નહિ જાણતા ઈજિપ્તવાસીઓમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા જોઇને હું ખરેખર આભી થઇ ગઈ. આ હતો રિયલ સ્ટારપાવર, જેને દેશ,ભાષા, ધર્મ કોઈ સીમાડા નહોતા નડતા.

ત્યાંની ટીવી ચેનલો પર અરેબિક સબ ટાઈટલ્સ સાથેની હિન્દી ફિલ્મો રસપૂર્વક જોવાય છે અને એમાં આમિર, સલમાન, રિતિક, શાહરુખ આ બધાની ફિલ્મો હોય છે, પણ ધેર ઈઝ સમથિંગ અબાઉટ અમિતાભ બચ્ચન, કે ત્યાંના યુવાનો અને બાળકોને પણ સહુથી વધુ યાદ તો એ સેવન્ટી પ્લસ એક્ટર રહે છે. જોકે બીજા બધા ત્યાં સાવ અજાણ્યા નથી.

આસવાનમાં મને મિથુન ચક્રવર્તીનો પ્રેમી મળ્યો, તો લક્ઝરમાં મને હોટ એર બલૂન રાઈડ માટે લઇ જતા, એક ટુર ઓપરેટરે એના ફોન પર સાચવી રાખેલો જેકી શ્રોફ સાથેનો ફોટો બતાવ્યો, અને ચાર વાર કહ્યું,
‘વેરી ગુડ મેન.’

હવે જોવાનું એ કે, આ લોકોમાંથી કોઈએ આપણી કોઈ એક્ટ્રેસનું નામ ન લીધું. એમને પૂછ્યું પણ કોઈને યાદ નહોતું. કરીના, ઐશ્વર્યા ને પ્રિયંકાનો અહમ્ ઘવાય એવી વાત થઇ ને? હા, કૈરોના મારા ગાઈડ યાસીરે એટલું કહ્યું કે આરબ દેશોમાં, સહુથી મોટી અને પોપ્યુલર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઈજિપ્તની છે અને ત્યાંના પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સ ઇન્ડિયન ફિલ્મોને જોઈજોઈને હવે એમની ફિલ્મોમાં પણ વધુ ને વધુ ગીત સંગીત ઉમેરતા થઈ ગયા છે. ભવિષ્યમાં આપણી આઇટેમ ગર્લ્સ ને ઈજિપ્ત ફિલ્મોમાં ઠુમકા લગાવવાનું આમંત્રણ મળે એવી ઊજળી શક્યતા છે.

એક જમાનામાં ખુદને વેરી એજ્યુકેટેડ, કલ્ચર્ડ, ઇન્ટેલેક્ચુઅલ ગણાવતાં ઘણાં ભારતીય બંધુ-ભગિનીઓ એવું કહેતાં કે, અમે હિંદી ફિલ્મો નથી જોતાં. એમાં શું જોવા જેવું હોય વગેરે. હવે આ વાયડી પ્રજાની સંખ્યા ઘટી છે. જોકે સાવ નાબુદ નથી થઇ. ખુદને બુદ્ધિવંત ગણાવતા આ લોકોને ખરેખર ભાન નહિ હોય કે હિન્દી ફિલ્મોની પહોંચ અને અસર કેવી છે? સામાન્ય પ્રજાની વાત કરીએ બહારના લોકો આપણા વડાપ્રધાન કરતાં આપણા ફિલ્મસ્ટારને વધુ ઓળખે છે. એશિયન અને આફ્રિકન દેશોમાં આ વધુ જોવા મળ્યું. કારણ ગમે તે હોય.

અને માણસને માત્ર રોટી, કપડાં ને મકાનની જ જરૂર નથી હોતી. રોજબરોજની તકલીફોની વચ્ચે ઘડીક રાહત, થોડીક મોજ પણ એને જોઈતી હોય છે. ઈજિપ્ત અત્યંત સુંદર દેશ છે. ઐતિહાસિક સ્મારકોની સંખ્યા જુઓ તો એ બાબતે, દુનિયાનો સહુથી શ્રીમંત દેશ કહેવાય, પણ રાજકીય અસ્થિરતાને પરિણામે, એ છેલ્લા થોડા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. એવા સમયે, આપણા અમિતાભ કે મિથુન ત્યાંના થોડા લોકોને થોડું પણ મનોરંજન આપે તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તો ગૌરવ લેવા જેવું જ કહેવાય ને?

કોઈને સિલી લાગે એવો વિચાર મને આવે છે કે, મંત્રીઓ અને બાબુઓને બદલે તો નહિ પણ એમની સાથે વારતહેવારે આપણા ફિલ્મ કલાકારોને પણ ઓફિશિઅલ વિદેશી યાત્રા પર મોકલીએ તો ત્યાના લોકો વધુ રાજી ન થાય?

સૌજન્ય…. દિવ્ય ભાસ્કર.કોમ 

=======================================

Amitabh Bachchan-on road

ચિત્રમાં હાઇવે પરના ઢાબા ઉપરના શૂટિંગ વખતે ખાટલા ઉપર સાવ દેશી સ્ટાઇલમાં આરામ ફરમાવતા અમિતાભ બચ્ચન નજરે પડે છે.

મહાનાયક અમિતાભ બચ્ચન એ ૭૨ વર્ષની ઉંમરે પણ હજુ નવી ફિલ્મો માં કામ કરવાનું ચાલુ રાખ્યું છે.અમિતાભ બચ્ચન હાલ સુરેન્દ્રનગર નજીક માલવણ ચોકડી પાસે ‘પીકુ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.

સંદેશ.કોમના સૌજન્યથી આ અંગેના સમાચાર નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો.

અમદાવાદના મહેમાન બનેલા બીગ-બીની ક્યાંય ન વાંચી હોય એવી વાતો

 

અમિતાભ બચ્ચનના અને હિન્દી ફિલ્મોના ચાહકો માટે

એક મજાની વેબ સાઈટ.

નીચેની લીંક ઉપર અમિતાભ બચ્ચનની જૂની નોસ્ટાલ્જીક ફિલ્મોના ગીતો અને બીજી ઘણી બધી માહિતીનો ખજાનો જોવા મળશે.

The Greats: Amitabh Bachchan

( 498 ) વૈશ્વિક ધરોહર- પાટણ ની રાણીની વાવ -રાણકી વાવ ….( પરિચય )

રાણીની વાવ -પાટણ,સૌજન્ય-શ્રી કલ્યાણ શાહ, અમદાવાદ

રાણીની વાવ -પાટણ,સૌજન્ય-શ્રી કલ્યાણ શાહ, અમદાવાદ

( અમદાવાદના જણીતા તસવીરકાર શ્રી કલ્યાણ શાહના કેમેરામાં ઝડપાયેલ આ તસ્વીર પાટણની રાણકી વાવમાં આવેલ અનેક સ્થાપત્ય કલાત્મક મૂર્તિઓમાંની એક છે .)

——————————–

પાટણની રાણીની વાવ-રાણકી વાવ

 Patan

ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણની રાણીની વાવને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર – હેરીટેજ

સ્થળ જાહેર કરવામાં આવેલ છે.

ચાંપાનેર-પાવાગઢ પછી ગુજરાતનું આ બીજું સ્થળ યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર – હેરીટેજ

સ્થળ તરીકે જાહેર કરાયેલ છે,જે  ગુજરાત માટે ગૌરવની વાત છે.

ઇસવી સન ૧૦૨૨માં આ વાવનું બાંધકામ ચાલુ થયું હતું અને તે લગભગ ૪૦ વર્ષ ચાલ્યું હતું.

વાવની દીવાલો પર ભગવાન વિષ્ણુના દશાવતારની ઝલક જોવા મળે છે.

સોળ શૃંગારધારી અપ્સરાઓનાં  શિલ્પ ત્યારના શિલ્પલાલીત્યનો ખ્યાલ આપે છે.

સાત મજલા અને ૩૪૦ થાંભલા પર રચાયેલું આ ભવ્યાતિભવ્ય સ્થાપત્ય મધ્યયુગીન ભારતની

અને ખાસ કરીને ગુજરાતની અવરણીય સ્થાપત્ય કલાની છડી પોકારે છે.

સાથે સાથે તેમાં સોલંકી યુગમાં ગુજરાતની સાંસ્કૃતીક સમૃદ્ધિની ઝલક પણ વર્તાય છે.

ગુજરાત રાજ્યના પાટણ જીલ્લાના પાટણ શહેરમાં આવેલી આ વાવ રાણકી વાવ

તરીકે પણ લોકોમાં જાણીતી છે.

આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે , જેને જોવા દેશ-વિદેશથી

હજારોની સંખ્યામાં પર્યટકો પાટણની મુલાકાત લેતા હોય છે .

રાણી કી વાવનો ઇતિહાસ

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ-૧ ની રાણી

ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી

કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું..

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ

જમીનમાં દફન થઈ ગઈ હતી  જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની

નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી

આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં

વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા

ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.

સ્થાપત્ય – અપ્સરાઓ, નાગ કન્યાઓ કલાત્મક મૂર્તિઓ

Rani vav-4

રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે-સાથે અનુચરતી

અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

આ વાવના અદ્ભુત સ્થાપત્યની કલાત્મક મૂર્તિઓનાં અન્ય ચિત્રો વિકિપીડિયાના સૌજન્યથી

આ લીંક ઉપર ક્લિક કરીને નિહાળો .

———————————

ગુગલ -ઈમેજીઝ ની આ લીંક ઉપર પણ રાણકી વાવનાં ઘણાં ચિત્રો જોઈ શકાશે .