વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ફિલ્મ જગત

1303 – તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો?

મિત્રો,

અત્યારે દેશમાં ચાલી રહેલ ચૂંટણીની ભારે રાજકીય હલચલના માહોલ વચ્ચે સુપર રાજકીય હીરો લોક પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીને જગતના હીરો અક્ષય કુમાર વચ્ચેનો ૬૮ મીનીટના ઈન્ટરવ્યુંનો વિડીયો દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા માધ્યમોમાં વાઈરલ થઇ ગયો છે.

આ ઈન્ટરવ્યું ની ઉડીને આંખે વળગે એવી  ખાસિયત એ છે કે એમાં કોઈ રાજકારણ ની વાત કરવામાં આવી નથી પણ મોદીજી એ એમના અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો કરી છે એ જાણવા જેવી અને પ્રેરક છે.

મારા અમદાવાદી મિત્ર અને હાલ કેરો,ઈજીપ્ત નિવાસી શ્રી મુર્તઝા પટેલ એ એમના બ્લોગ ”નાઇલને કિનારેથી ”માં આ ઈન્ટરવ્યુંના અગત્યના અંશો વિષે એમના આગવા અંદાજમાં જે સુંદર નિરૂપણ કર્યું છે એ મને ગમી ગયું.

વિનોદ વિહારના વાચકો માટે મુર્તઝાભાઈ ના આભાર સાથે એને રી-બ્લોગ કરું છું.

વિનોદ પટેલ,

નાઇલને કિનારેથી....

Akshay-Modi

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય અને જીન પ્રગટ થઇને તમને તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહે તો તમે શું માંગો?

જો એ મને મળી જાય અને તેનામાં સાચા જ એવી કોઈ તાકાત હોય તો હું એને કહું કે “આખી દુનિયામાં રહેલા જેટલાં પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલી દરેક વ્યક્તિના મગજમાં એમ ભરી દે કે ભાવિ પેઢીને અલાદ્દીન અને ચિરાગની વાર્તા સંભળાવવાનું બંધ કરે.

ચૂંટણીના માહોલની વચ્ચે (અમેરિકાના બધાં ‘જીનો’, મિડલ-ઇસ્ટના બધાં ‘અલાદ્દીનો’ અને એશિયાના બધાં ‘ચિરાગો’ને પંચ મારતો) એક અલગ અંદાઝ અને અદામાં પૅડમેન અભિનેતાએ સુપરમેન નેતાસાહેબનો ‘મેંગો પીપલ’ યુકત ઇન્ટરવ્યૂ લઇ જ લીધો.

તેમની કિશોરાવસ્થાથી લઇ અત્યારની ૬૮ વર્ષીય પછી આવનાર નિવૃત્તિની રસીલી અને મજેદાર સફરની ફેક્ટ વાતો અને ટિપ્સ જાણવા-માણવા આ ૬૮ મિનિટ્સની વિડીયો યુટ્યુબ પર ટાઈમ કાઢીને ખરેખર જોવા જેવી રહી. બેશક! બૉડી લેન્ગવેજ પરથી બંનેવ ધૂરંધરો વડીયેવડીયા દેખાય છે.

જે ચોકીદાર કરોડો લોકો માટે માત્ર ‘હાડા તૈણ કલ્લાક’ની…

View original post 227 more words

1242 તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે… શિશિર રામાવત

તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે…શિશિર રામાવત 

ગાંઘીજી અને કસ્તૂરબાના સૌથી મોટા પુત્ર હરિલાલે એમને ખૂબ દુખ આપ્યું હતું, ખૂબ દુભવ્યા હતા. લોહીના સંબંધોમાં, દિલના સંબંધોમાં કોણ કેટલું સાચું કે ખોટું હોય છે?

બીજી ઓક્ટોબરે એટલે કે ગઈ કાલે ગાંધીજીનો 149મો જન્મદિવસ હતો. ગાંધીજી જન્મ્યા 1869માં, જ્યારે એમના સૌથી મોટા પુત્ર હરિલાલનો જન્મ થયો 1888માં. બાપ-દીકરા વચ્ચે ઉંમરમાં ફક્ત ઓગણીસ વર્ષનો ફરક હતો.

    Gandhi and his son, Harilal

ગાંઘીજી અને હરિલાલ વચ્ચેના વિસ્ફોટક સંબંધ વિશે સાહિત્ય રચાયું છે, ફિલ્મો અને નાટકો બન્યાં છે. ગાંધીજી રાષ્ટ્રપિતા તો બની ગયા, પણ હરિલાલને પોતાના સગા બાપ પ્રત્યે ભયાનક અસંતોષ રહી ગયો. સામે પક્ષે ગાંધીજી પણ હરિલાલને કારણે પુષ્કળ ઘવાયા હતા. દિલના સંબંધમાં, લોહીના સંબંધમાં કોણ ક્યાં કેટલું સાચું કે ખોટું છે એ સમજી શકાતું નથી, કદાચ શક્ય પણ નથી. ગાંધીજી અને કસ્તૂરબાને સૌથી મોટો ઘા ત્યારે પડ્યો જ્યારે એમના આ બેજવાબદાર, અવિચારી અને વિદ્રોહી દીકરાએ 26 મે 1936ના રોજ ગુપચુપ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લીધો.  અઠવાડિયા પછી ગાંધીજીએ છાપામાં નિવેદન આપ્યુઃ

‘જો એણે આ ધર્મસ્વીકાર હૃદયપૂર્વક અને કશાં દુન્યવી લેખાં માંડ્યા વગર કર્યો હોય તો મારે એમાં કંઈ કહેવાપણું ન હોય, કેમ કે ઈસ્લામને હું મારા ધર્મ જેવો જ સત્ય માનું છું… (પણ) એનો (એટલે કે હરિલાલનો) આર્થિક લોભ નહોતો સંતોષાયો અને એ સંતોષવા સારું એણે ઈસ્લામ સ્વીકાર્યો છે… મારા મુસ્લિમ મિત્રોને ઉદ્દેશીને લખું છું તે એ ઇરાદાથી કે જો તેનું ધર્માંતર આધ્યાત્મિક નથી તો તમે એને સાફ સાફ કહેજો ને એનો અસ્વીકાર કરજો.’

એક દિવસ સમાચાર મળ્યા કે હરિલાલ દારૂ પીતાં પકડાયા છે ને એમને દંડ પણ થયો છે. કસ્તૂરબા માટે આ બધું અસહ્ય હતું. એક વાર તેઓ એકલાં એકલાં પોતાની જાત સામે બળાપો કાઢી રહ્યાં હતાં. એમના સૌથી નાના પુત્ર દેવદાસે આ સાંભળ્યું ને એ જ દિવસે મોડેથી કસ્તૂરબાની હૈયાવરાળ કાગળ પર ઉતારી લીધી. આ લખાણમાંથી પછી ‘એક માતાનો પુત્રને ખુલ્લો પત્ર’ તૈયાર થયો, જે 27-9-1936ના રોજ પ્રસિદ્ધ થયો. કસ્તૂરબા કહે છેઃ

‘તું તારાં વૃદ્ધ મા-બાપને તેમના જીવનની સંધ્યાએ જે અપાર દુખો આપી રહ્યો છે તેનો તો વિચાર કર! તારા પિતા કોઈને કંઈ કહેતા નથી પરંતુ તેનાથી તેનું હૃદય કેટલું તૂટી રહ્યું છે તે હું જાણું છું. અમારી લાગણીઓને વારંવાર દૂભવવાનું તું મોટું પાપ કરી રહ્યો છે. તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે…

‘…તું ક્યાંથી સમજે કે તારા પિતાનું ભૂંડું બોલી બોલીને માત્ર તું તારી જાતને જ હલકો પાડી રહ્યો છે? તારા પિતાના દિલમાં તો તારા માટે પ્રેમ સિવાય બીજું કશું નથી… એમણે તને રાખવા, ખોરાક-કપડાં પૂરાં પાડવા, અરે તારી માવજત સુધ્ધાં કરવા સ્વીકાર્યું છે… તેમને આ જગતમાં બીજી ઘણી જવાબદારીઓ છે. તારા માટે બીજું વિશેષ શું કરે?… પ્રભુએ એમને તો વિશેષ મનોબળ આપેલું છે… પણ હું તો ભાંગીતૂટી કાયાવાળી વૃદ્ધ સ્ત્રી છું. હું આ કષ્ટ-ક્લેશ સહી શકવા અસમર્થ છું… પ્રભુ તારું વર્તન સાંખશે નહીં… તારી બદનામીના કયા તાજા ખબરો છાપામાં આવશે એ વિચાર સાથે દર સવારે ઊઠતાં મને ધ્રાસ્કો પડે છે… ધર્મ વિશે તું શું જાણે છે?… તું પૈસાનો ગુલામ છે. જે લોકો તને પૈસા આપે તેઓ તને ગમે છે. પરંતુ તું પીવામાં પૈસો વેડફે છે… તું તારો અને તારા આત્માનો નાશ કરી રહ્યો છે… હું તને વિચાર કરી જોવા અને તારા મૂરખવેડામાંથી પાછા ફરવા આજીજી કરું છું.’

           Kasturba and his son, Harilal

કસ્તૂરબાએ આ પત્રમાં જે મુસ્લિમોએ હરિલાલના ધર્મપરિવર્તન તેમજ ત્યાર પછીની પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો હતો એમને ઉદ્દેશીને લખ્યું કે, ‘કેટલાક તો મારા પુત્રને ‘મૌલવી’ની ઉપાધિ આપવાની હદ સુધી પહોંચ્યા છે. એ શું વાજબી છે? તમારો ધર્મ દારૂડિયાને મૌલવી તરીકે ઓળખવાની અનુજ્ઞા આપે છે?’

કસ્તૂરબાના આ પત્રનો હરિલાલે સીધો જવાબ તો ન આપ્યો, પણ 1-10-1936ના રોજ કાનપુરની એક જાહેર સભામાં તેઓ બોલ્યા કે, ‘હું અબ્દુલ્લા છું, હરિલાલ નથી. એટલે આ પત્ર સ્વીકારતો નથી. મારી માતા અભણ છે. તે આવું લખી શકે એ હું માની શકતો નથી… મારી તો એક જ ઇચ્છા છે, અને તે, ઇસ્લામ ધર્મના એક કાર્ય કરનાર તરીકે મરવાની…’

હરિલાલ અહીંથી ન અટક્યા. બીજી એક જાહેર સભામાં તેમણે મંચ પર ત્યાં સુધી કહ્યું કે, ‘મારી માતા કસ્તૂરબાઈએ મને દારૂ છોડવાની વિનંતી કરી છે. મારો તો એમને આ જવાબ છે કે હું દારૂ છોડીશ પણ ક્યારે? કે જ્યારે પિતાજી અને એ બન્ને જણાં ઇસ્લામનો અંગીકાર કરે.’

અમુક સંબંધો શું કેવળ પીડા આપવા માટે સર્જાતા હોય છે? સંતાન કપાતર પાકે એની પાછળ શું ગણિત હોય છે? જો ઉછેરનો જ વાંક હોય તો એક જ ઘરમાં ઉછરેલાં બીજાં સંતાનો કેમ સરળ અને સંસ્કારી મનુષ્યો બની શકે છે? હરિલાલની જે કંઈ હાલત હતી એ બદલ ગાંધીજીને ગિલ્ટ હતું. 3-10-1936ના રોજ ગાંધીજી પુત્ર દેવદાસને પત્રમાં લખે છેઃ

‘…હરિલાલના પતનમાં જાણ્યે-અજાણ્યે મેં અથવા અમે બન્નેએ (માબાપે) કેવો ને કેટલો ભાગ ભજવ્યો હશે એ કોણ કહી શકે? ‘તુખમાં તાસીર’ કથનમાં તો શાસ્ત્ર ભર્યું છે. (તુખ એટલે ફળ, શાકભાજી વગેરેની છાલ.) એવું જ ગુજરાતી છે ‘વડ તેવા ટેટા, બાપ તેવા બેટા’. આવા વિચારો આવતાં હરિલાલનો દોષ કાઢવાનું થોડું જ મન થાય છે… તે કાળનું મારું વિષયી મન જાણું છું. બાકીની ખબર નથી પડતી. પણ ઈશ્વરી સૂક્ષ્મ રીતો કોણ જાણી શકે છે?’

હરિલાલની સગી દીકરીની દીકરી નીલમ પરીખે લખેલા ‘ગાંધીજીનું ખોવાયેલું ધનઃ હરિલાલ ગાંધી’ નામના પુસ્તકમાં આ સઘળો પત્રવ્યવહાર છપાયો છે. અસ્થિરતા એ હરિલાલનો સ્થાયી ભાવ હતો. આર્ય સમાજના કાર્યકર્તાઓએ એમને પુનઃ હિન્દુ ધર્મમાં પાછા લાવવાના પ્રયત્નો કર્યા ને ફક્ત પાંચ મહિના અને તેર દિવસ બાદ, 14-11-1936 ના રોજ, તેઓ મુસ્લિમમાંથી પુનઃ હિંદુ બની ગયા. ગાંધીજીની હત્યા થઈ એના પાંચ મહિના બાદ ટીબીનો ભોગ બનેલા હરિલાલે પણ દેહ છોડ્યો.

હરિલાલ એક દુખી અને દુભાયેલા જીવ હતા. તેમને ખરેખર કેટલો અન્યાય થયો હતો? તેઓ કેટલી હમદર્દીને પાત્ર હતા? અમુક માણસો એક કોયડો બનીને રહી જતા હોય છે. અમુક સંબંધો પણ!

Source-

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 3 ઓક્ટોબર 2018 બુધવાર

કોલમઃ ટેક ઓફ 

http://shishir-ramavat.blogspot.com/2018/10/blog-post.html


ગાંધીજી અને એમના વરિષ્ઠ પુત્ર હરીલાલ વચ્ચેના વણસેલા સંબંધો  ઉપર આધારિત એક હિન્દી ચલચિત્રની એક ઝલક 

Gandhi My Father – Hindi Movie-Trailer 

“Gandhi My Father” paints the picture of Gandhi’s intricate, complex and strained relationship with his son Harilal Gandhi.
Actors: Akshaye Khanna, Bhumika Chawla, Darshan Jariwala
Director: Feroz Abbas Khan

Gandhi My Father-Trailer

1117 – સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ૭૫ મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ

૧૧મી ઓક્ટોબર ૨૦૧૭ નો દિવસ એટલે વિશ્વ વિખ્યાત સુપર સ્ટાર અમિતાભ બચ્ચન  નો ૭૫ મો જન્મ દિવસ.જીવનના અમૃત પર્વનો દિવસ. 

અમિતાભ બચ્ચને એમનો 75મો બર્થ ડે મુંબાઈથી દુર માલદિવ ખાતે સપરિવાર શાંત વાતાવરણમાં ઉજવ્યો હતો.માલદીવ ટ્રીપનું આયોજન દીકરા-વહૂ અને દીકરીનું હતુ.

આ તસ્વીરમાં અમિતાભ સાથે આ ખાસ અવસર પર પત્ની જયા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન, વહૂ ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન નંદા, પૌત્રી નવ્યા નવેલી અને આરાધ્યા ની સાથે બર્થ ડે ઉજવતા નજરે પડે છે.(તસ્વીર સૌજન્ય- દિવ્ય ભાસ્કર )

અમિતાભ બચ્ચનને એમના ૭૫મા જન્મ દિવસે અભિનંદન અને હજી પણ વધુ ઉજ્જવળ કારકિર્દી અને આરોગ્યમય ભાવી જીવન માટેની હાર્દિક શુભેચ્છાઓ .

અમિતાભના આ ખાસ દિવસે નીચેના પસંદ કરેલા યુ-ટ્યુબ વિડીયો પ્રસ્તુત છે.

Boliwood actors’ wishes Amitabh Bachchan on his 75th birthday

Amitabh Bachchan Turns 75: Unforgettable Dialogues From The Man Himself

Amitabh Bachchan’s Interview for 75th Birthday Special with Vickey Lalwani | SpotboyE

Amitabh Bachchan – Biography

Amitabh Bachchan’s official Blog 

( 948 ) શ્રી રીતેશ મોકાસણા અને એમની ગુજરાતી ફિલ્મ “ઓલ્વેઝ રહીશું સાથે ” – એક પરિચય

 કૈંક નવું કરવાનાં સ્વપ્ન જેને બરાબર સુવા ના દે એનું  નામ જ યુવાની. આવા એક સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતી યુવાન શ્રી રીતેશ મોકાસણાનો અલ્પ ઝલપ પરિચય વિનોદ વિહારની કોઈ પોસ્ટમાં એમના પ્રતિભાવથી હતો પણ એમની દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ”ઓલ્વેઝ રહીશું સાથે ” વિષે એમના ઈ-મેલ મારફતે જાણી એમનો વધુ પરિચય મેળવીને ખુબ આનંદ થયો.

રીતેશ જણાવે છે એમ આ ફિલ્મના મૂળમાં એમના બ્લોગને લીધે બે ગુજરાતી બ્લોગરોનો અનાયાસે થયેલ પરિચય છે એમાં જરા પણ અતિશયોક્તિ નથી. આ ફિલ્મના ડીરેક્ટર યુવરાજ જાડેજા અને નિર્માતા રીતેશ બંને એમના બ્લોગને લીધે મિત્રો બન્યા અને પહેલી જ મુલાકાતમાં એમણે સાથે ફિલ્મ બનાવવાનું નક્કી  કર્યું.આમ બે નવ લોહિયા સ્વપ્નશીલ બ્લોગર મિત્રોનો અનાયાસે થયેલ પરિચય એક નવતર અર્બન ગુજરાતી ફિલ્મ”ઓલ્વેઝ રહીશું સાથે “ના સર્જનમાં પરિણમ્યો.

આ ગુજરાતી ફિલ્મ શ્રી રીતેશ મોકાસણા લિખિત પુસ્તક “મારી ઉમ્મર તને મળી જાય “થી પ્રેરિત છે.આ ફિલ્મનું નિર્દેશન એમના બ્લોગર મિત્ર શ્રી યુવરાજ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે.

FILM : Always Rahishu Saathe

Producer-Writer : Ritesh Mokasana

Director : Yuvraj Jadeja

Star cast : Bharat Thakkar, Sonali Nanavati, Umang acharya, Tillana desai Harsh Vyas etc.

All stars belong to Theatre/Drama. 

આ ફિલ્મનું મ્યુઝીકલ  લોન્ચ થયું એ વખતનો અખબારી અહેવાલ નીચે પ્રસ્તુત છે જેમાં આ ફિલ્મની વિગતે માહિતી આપવામાં આવી છે .

Ritesh mokaana- Press news

આ ફિલ્મને અમેરિકા રહેતા ગુજરાતીઓ પણ જુએ એ માટે શ્રી રીતેશભાઈ ખુબ ઉત્સુક છે.આ  વિષે એમના ઈ-મેલમાં તેઓએ લખ્યું છે કે …

મુરબ્બી શ્રી
કુશળ હશો !
રમેશભાઈએ, મારા વિષે તમને લખેલું તે સંદર્ભે આપને ઇ-મેઇલ કરું છું.

ફિલ્મ વિષે જણાવું તો ફિલ્મ ઓલવેયઝ રહીશુ સાથે એક મેડિકલ ડ્રોપ બ્રેક વાળી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.જેમાં સ્કૂલમાં સાથે ભણતા બે પ્રેમીનો અધૂરો પ્યાર હોસ્પિટલમાં ફરી જીવંત બને છે. દર્દી ને ડોક્ટર સાજી કરવા ચેલેન્જ ઉપાડે છે અને ફરી દર્દી-ડોક્ટરને સારો કરવા પ્રેમિકા ચેલેન્જ ઉપાડે છે.

ફિલ્મને સિનેમા હોલમાં રિલીઝ કરવા માટે ઘણી મહેનત માંગે છે. મેં અહીંયાં કતારમાં ટ્રાય કરેલો પણ પછી અમે એક ક્લબના સિનેમા હોલમાં મુવી બતાવેલું. ફિલ્મ ને મોટા હોલમાં પ્રોજેક્ટર પર પણ બતાવી શકાય,જે એકદમ સરળ રસ્તો છે. ગુજરાતીઓએ પહેલી વાર ગુજરાતી મુવી જોયેલું. મિત્રો બહુ ખુશ થઇ ગયેલા.

બીજું એ પણ હતું કે આ ફિલ્મ નીટ એન્ડ ક્લીન ઇમેજ વાળી એક પારિવારિક ફિલ્મ છે. ઘણા નોન ગુજરાતી મિત્રોએ પણ આ ફિલ્મ જોયેલી અને ગમેલી.

તમે જે રીતે પણ ફિલ્મને ત્યાં રજુ કરશો તેમાં હું ખુશ છું. મારો ધ્યેય એટલો જ કે ત્યાંના બધા મિત્રો ફિલ્મ જુએ, વળતર રૂપે મને જે મળશે એમાં હું સંતોષ માનીશ.

એમના એક બીજા ઈ-મેલમાં યુ ટ્યુબમાં ફિલ્મનું ટ્રેલર,ટીઝર અને સોન્ગ્સ છે તથા ફેસબુક પર મુકેલા ચિત્રોની લિંક એમણે આપી હતી એ પણ નીચે સૌની જાણ માટે આપેલ છે જેના ઉપરથી આ ગુજરાતી ફિલ્મની  ગુણવતાનો પરિચય મળી રહેશે.

( 616 ) ‘PK’ ફિલ્મમાં આમિરના પાત્રનો અસલી કિરદાર એટલે ભારતીય-શ્રીલંકન ડૉ.અબ્રાહમ કવુર

Amir-1

(તસવીરઃ ડાબેથી પીકેમાંઆમિર ખાન અને ડૉ.અબ્રાહમ કવુર)

 Rajesh Vora|Dec 19, 2014, 

મુંબઈઃ  આમિરખાનની બહુચર્ચિત ફિલ્મ ‘પીકેઆજે રીલિઝ થઈ ગઇ છે.  પીકે તરીકે આમિર ખાને નિભાવેલુ આ પાત્ર એકદમ રોચક છે.પીકેના પાત્ર વિશે ઘણી બધી ચર્ચાઓ હતી જે આજે દર્શકો સામે આવી ગઇ છે. બીજી એક હકીકતનો પણ ખુલાસો થયો છે કે પીકેનું પાત્ર એકસુધારાવાદી શ્રીલંકન અને ભારતીય એવા અબ્રાહમ કવુરથી પ્રેરિત છે. ખરા પીકે તો અબ્રાહમ કવુર છે. પીકેધર્મો અને સમાજમાં વ્યાપેલી બદીઓ પર ‘WRONG’ નંબર કહીને સવાલો ઉઠાવે છે.લોકોને ડર બતાવી છેતરતા ધર્મના મેનેજેરો(ધર્મગુરૂઓ) અને દુકાનો(મંદિરો) સામે મેદાને પડે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી ધર્માંધતા સામે બળવો

પીકેપર જેનો પ્રભાવ છે, એવા અબ્રાહમ કવુર કોણ હતાં? તેઓ કેરળના સુધારાવાદી અને મનોવૈજ્ઞાનિક હતા. તેઓ લોકોને વિવિધ વૈજ્ઞાનિક કારણો દ્વારા સમજ આપીને પ્રપંચોને ઉઘાડા પાડતા હતા. તેમનો જન્મ10 એપ્રિલ 1898ના રોજ કેરળના ક્રિશ્ચિયન પરિવારમાં થયો હતો. તેમણે કોલકાતાની બેંગાબાસી કોલેજમાંમાંથી બોટની અને ઝુલોજીનો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ કેરળમાં જુનિયર પ્રોફેસર તરીકે નોકરી કરવા લાગ્યા; પણ થોડાં સમયમાં જ તેઓ શ્રીલંકા ચાલ્યા ગયા હતાં. જ્યાં તેઓ બોટની શીખવતા હતાં. ડૉ. કવ્વુર બુદ્ધના સુધારાવાદી વિચારોથી પ્રભાવિત હતાં; પણ હિન્દુ ધર્માંધતા સામે બળવાખોર હતાં. તેઓ લોકોને સહિષ્ણુતા અને વૈજ્ઞાનિક દૃષ્ટીકોણ શીખવતા હતા.

Amir-2

ડૉ.અબ્રાહમ કવુર

ડૉ. કવુર શ્રીલંકામાં હિન્દુ ગુરૂઓની જેમ ઘણીવાર તથાકથિત પવિત્ર રાખનું વિતરણ કરી  ઢોંગી બાબાઓની પોલ છતી કરવા માટે જાગૃતિ ફેલાવતા રહેતા. તેઓએ જ્યોતિષિઓ, ગોડ-મેન અને અલૌકીક શક્તિ હોવાનો દાવો કરતા લોકો સામે અનેકવાર મેદાને પડ્યા હતા. ત્યાર બાદ તેઓ એક નિષ્કર્ષ પર આવ્યા અને લખ્યું કે, ‘કોઈપણ પાસે ક્યારેય અલૌકીક શક્તિઓ હતી નહીં અને છે પણ નહીં‘. તે માત્ર ગ્રંથો અને સનસનાટી ફેલાવતા સમાચાર પત્રોમાં જ છે. તેનું પુસ્તક બેગોન ગોડમેન એન્ડ ગોડ્સએટલે કે બાબાઓ અને ઈશ્વરથી દૂર રહો.’

Amir-3

 પીકેશું કરે છે ?

ફિલ્મમાં પીકે‘(આમિર ખાન) પણ ઢોંગી બાબા(સૌરભ શુક્લા)સામે પડે છે અને ન્યૂઝ ચેનલ પર તેના સવાલોના જવાબો આપીને જાહેરમાં ઉઘાડા પાડે છે. પીકેદરેક વાત વિવેકબુદ્ધિથી વિચારે છે અને ત્યાર બાદ તેના પર પોતાનો મત વ્યક્ત કરે છે. લોકોને ડર બતાવીને ધર્મનો ફેલાવો કરીને તેના નામે એક મોટો બિઝનેસ ચાલી રહ્યો છે. આ માટે ફિલ્મમાં તે એક પ્રયોગ કરે છે, એક કોલેજમાં પરિક્ષા ચાલી રહી હોય છે, આ દરમિયાન પીકેત્યાં જઈને એક પથ્થરને લાલ રંગથી રંગે છે અને તેની પાસે થોડા પૈસા મુકી દે છે. ત્યાર બાદ પરિક્ષાથી ભયભીત વિદ્યાર્થીઓ ત્યાં આવીને વધુ પૈસા ધરાવી દર્શન કરે છે. આમ તે રોકાણનું બમણું વળતર અને વેપાર ધંધામાં ગ્રાહકને બોલાવવા પડે છે જ્યારે અંહી સામેથી આવીને પગમાં પડે છે. આ પ્રકારના ઉદાહરણથી તે લોકોનો ભય દૂર કરે છે. તેનો એક જ સંદેશ છે કે: ‘ઈશ્વરને મેળવવા માટે કોઈ ધર્મગુરૂની જરૂર નથી ત્યાં સુધી સીધા જ પહોંચી શકાય છે.’

સત્યસાંઈસામે બંડ

ડૉ.કવુર જન્મે ક્રિશ્ચિયન હોવા છતાં ઈશ્વરના શબ્દો તરીકે બાઈબલને સ્વીકારી શક્યા ન હતાં. ખાસ કરીને તેમના નિશાને સત્યસાંઈ બાબારહેતા અને તેમના ભભૂતિ અને તેની સામે બળવા રૂપે જ શ્રીલંકામાં કથિત પવિત્ર રાખનું વિતરણ કરતા હતાં. તેમની કેસ ડાયરી પરથી મલયાલમમાં પુનર્જન્મ (1972), તમિલમાં મારુ પીરાવી (1973) અને તેલુગુમાં નીન્થાકથા નામની ફિલ્મ્સ બની ચુકી છે. વર્ષ 2008માં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ગોડ, ડેમોન્સ એન્ડ સ્પીરીટના પંજાબીમાં અનુદીત બાસવાપ્રેમાનંદ પર પ્રતિબંધ મુકી દીધો હતો. પરંતુ તેમના વિચારોને હજુ પણ લાખો લોકો અનુસરે છે. તેમનાથી દેશમાં ઘણા લોકો પ્રભાવિત હતાં. તેમનાથી અભિનેતા ડૉ.શ્રીરામ લાગુ,અભિજાત જોશી અને રાજકુમાર હિરાણી સહિત અનેક દિગ્ગજ લોકો પ્રભાવિત હતાં. ડૉ. કવુરનું 80ની વયે1978માં શ્રીલંકાના કોલંબોમાં અવસાન થયું હતું.

Source :

http://bollywood.divyabhaskar.co.in/article-ht/ENT-BOL-here-is-the-real-pk-who-was-free-thinker-and-rationalist-4845039-NOR.html

સાભાર – શ્રી ઉત્તમભાઈ ગજ્જર