વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: બરાક ઓબામા

1123 – હેપ્પી હેલોવીન ૨૦૧૭ / વાઈટ હાઉસમાં હેલોવીન -ટ્રીક ઓર ટ્રીટ !

પશ્ચિમના ખ્રિસ્તી ધર્મ પાળતા દેશોમાં દર વર્ષે ૩૧મી ઓક્ટોબરના દિવસે હોલોવીન-Halloween કે Hallows’ Day તરીકે ઉજવાય છે.

હેલોવીન પ્રસંગે ઘરના આંગણામાં બીહામણા દ્રશ્યો ઉભા કરાય છે , બાળકો સાંજે અવનવા બિહામણા પોશાકો ધારણ કરી મા-બાપ સાથે ઘર ઘર ફરીને ટ્રીક-ઓર-ટ્રીટ કહી કેન્ડી ભેગી કરી લે છે અને પછી એને આરોગવાનો આનંદ લે છે. ઘેર ઘેર પમ્પકિન ( નારંગી રંગનું કોળું !) ખરીદાય છે અને એને કલાત્મક રીતે કોતરીને ઘર આગળ મુકવામાં આવે છે .

એક રીપોર્ટ પ્રમાણે એકલા અમેરિકામાં જ હોલોવીનમાં જુદા જુદા બિહામણા પોશાકો અને કેન્ડીની ખરીદી પાછળ લોકો ૬ બિલીયન ડોલરનો ધૂમ ખર્ચ કરે છે.વેપાર ધંધાની દ્રષ્ટીએ હોલોવીન ક્રિસમસ પછીનો બીજા નંબરનો ખર્ચાળ તહેવાર ગણાય છે .

હોલોવીનનો ઈતિહાસ અને બીજી માહિતી નેશનલ જ્યોગ્રોફી ના આ વિડીયોમાંથી જાણવા મળશે.

વાઈટ હાઉસમાં હેલોવીન -ટ્રીક ઓર ટ્રીટ !

– નીચેના બે વિડીયોમાં નિહાળો 

પ્રેસીડન્ટ બન્યા પછીની એમની પ્રથમ હેલોવીન-૨૦૧૭ ડોનાલ્ડ ટ્રમ્પ એમની ઓવલ ઓફિસમાં ખુરશીમાં બેઠાં બેઠાં બાળકો સાથે વાતચીત કરીને અને કેન્ડી-ભેટ આપી મનાવી રહ્યા છે.એમની સાથે ફર્સ્ટ લેડી નથી જણાતાં !
President Trump Greets Media’s Kids for Halloween Trick or Treat in Oval Office

Halloween Mela in Obama’s White House

હવે આ વિડીયોમાં જુઓ પ્રેસીડન્ટ બરાક ઓબામા અને મિશેલ ઓબામા ઓવલ ઓફિસમાંથી બહાર નીકળી મીલીટરી ફેમિલીનાં બાળકો સાથે બાળક બની જઈને કેવાં આનદ સાથે હેલોવીનનો દિવસ મનાવી રહ્યાં છે !વાઈટ હાઉસમાં જાણે બાળકોનો હેલોવીન મેળો જામ્યો છે.

Trick-or-Treat with the President Obama and First Lady-
President Obama and First Lady Michelle Obama welcome area students and the children of military families to the White House for trick-or-treating on Halloween. October 31, 2015.

વેમ્પાયર ટ્રીક…Halloween Prank 

અંક ચેના હોલોવીન પ્રસંગોચિત વિડીયોમાં એક ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકોને કાઉનટરની સામે રાખેલા સિક્યોરીટી કેમેરામાં એક બિહામણો વેમ્પાયર બતાવવામાં આવ્યો છે.

આ વેમ્પાયર ક્યાં છે એની કોઈને ખબર નથી પડતી . આ સ્ટોરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને આ વેમ્પાયરનું દ્રશ્ય જોયા પછી કેવા ગભરાય છે.!

 હોલોવીન પ્રસંગે આ વેમ્પાયરની ટ્રીક  આ વિડીયોમાં માણો.

Scary | Spooky | Wishes | Ecards | Greetings Card | Video | 

વિનોદ વિહારના સૌ વાચક મિત્રોને હેપ્પી હોલોવીન

( 968 ) ઓબામાના માઠા દિવસો…… હૉલીવૂડ કી બાતેં …… જય ફર્નાન્ડિસ

ઓબામાના માઠા દિવસો

હૉલીવૂડ કી બાતેં – જય ફર્નાન્ડિસ

obama-articleએવું કહેવાય છે કે ઈશ્વર એક દરવાજો બંધ કરી દે ત્યારે બીજો ખોલી નાખતો હોય છે. બે ટર્મ સુધી મહાસત્તા અમેરિકાનું પ્રમુખપદ શોભાવનાર બરાક ઓબામા આવતે મહિને રાજકારણને અલવિદા કરી રહ્યા છે ત્યારે તેમની ચિત્રપટ કારકિર્દી શરૂ થવાના પડઘમ વાગી રહ્યા છે. અલબત્ત ૧૦મી સપ્ટેમ્બરે ટૉરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં એમની જીવનકથની પર આધારિત ફિલ્મ ‘બૅરી’નો પ્રીમિયર શો થઇ ગયો છે અને હવે ૧૬ ડિસેમ્બરે એ ફિલ્મ રિલીઝ થવાની છે. ઉપર જણાવેલી કહેવત તેમને એકદમ અનુરૂપ નથી, પણ એના અર્થનું તેમના માટે મહત્ત્વ છે ખરું.

રસપ્રદ વાત એ છે કે ટૉરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલો કરણ જોહર ઓબામાને ફિક્શન ફિલ્મ (માય નેમ ઇઝ ખાન)માં ચમકાવનાર કદાચ પહેલો નિર્માતા છે. કરણની ફિલ્મ ૨૦૧૦ના ફેબ્રુઆરીમાં આવી હતી. એ જ વર્ષે પહેલી જુલાઇએ ડેમિયન દીમિત્ર નામના ઇન્ડોનેશિયન ફિલ્મમેકરે બનાવેલી ઘઇઅખઅ અગઅઊં ખઊગઝઊગૠ ફિલ્મ રજૂ થઇ હતી. જોકે, આ ફિલ્મમાં ઓબામાના બાળપણની કથા માંડવામાં આવી હતી. હવે પખવાડિયામાં ઓબામા વ્હાઇટ હાઉસને બાય બાય કરી રહ્યા છે ત્યારે જાણે કે તેમની નવી કરિયરનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ઓબામા રૂપેરી પડદે જોવા મળશે. જોકે, આ વાત ઘણા લોકોને બહુ નવાઇ પમાડનારી નથી લાગી રહી. છેલ્લા કેટલાંક વર્ષોમાં સૌથી વધુ ગાજેલા અને સૌથી વધુ ચર્ચાસ્પદ પ્રમુખ તરીકે તેમની નામના છે. એનું મુખ્ય કારણ તેમને મળેલું જનતાનું પીઠબળ છે એમ ચોક્કસ કહી શકાય. પ્રમુખશ્રી રાત્રિના ટૉક શોમાં એટલા નજરે પડી રહ્યા છે કે તેમની તુલના ક્યારેક હૉલીવૂડના યંગ સ્ટાર્સ સાથે કરવામાં આવે છે. એક ખાસ વાત જણાવવી જોઇએ કે આ વર્ષે જ ઑગષ્ટ મહિનામાં ‘સાઉથસાઇડ વીથ યુ’ નામની ફિલ્મ રિલીઝ થઇ હતી જેમાં બરાક ઓબામા અને મિશેલ રૉબિન્સન (પરણ્યા પછી મિશેલ ઓબામા)ની ૧૯૮૯ની પહેલી પ્રણય સાંજ પર ફોકસ રાખવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં રજૂ થનારી ‘બૅરી’માં ૧૯૮૧માં યુનિવર્સિટીમાં ભણતા ઓબામાને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ફિલ્મનો નાયક કશાકની શોધમાં નીકળ્યો છે. મજાની વાત એ છે કે એના ૩૫ વર્ષ પછી પણ આ બાબત અમેરિકાને એટલી જ લાગુ પડે છે.

obama-cartoon-faceફિલ્મના દિગ્દર્શક છે ઇન્ડિયન અમેરિકન ડિરેક્ટર વિક્રમ ગાંધી. રસપ્રદ વાત એ છે કે ઓબામા ભણ્યા હતા એ કોલંબિયા યુનિવર્સિટીમાં જ વિક્રમ ગાંધીએ વિદ્યાભ્યાસ કર્યો હતો. આમાં ઉમેરણ એ છે કે ઓબામા એક સમયે રહેતા હતા એ ૧૦૯ નંબરની સ્ટ્રીટના બિલ્ડિંગની પડખેના મકાનમાં જ વિક્રમ પણ થોડો સમય માટે રહ્યો હતો. ફિલ્મની વાર્તાનું પોત ગંભીર છે, પણ દિગ્દર્શકે એને હળવી બનાવવાનો પ્રયાસ કર્યો છે જેથી દર્શકોને ફિલ્મ ભારેખમ ન લાગે. ફિલ્મોના અભ્યાસુઓના મતે આ ફિલ્મને વિવેચકો વખાણશે અને સાથે સાથે બૉક્સ ઑફિસ પર પણ ઠીક ઠીક આવકાર મળશે. હા, એકાદ બે અવૉર્ડ કદાચ લઇ જશે, પણ એ ધમાકો નહીં કરે. એમ તો ઓબામાએ પણ ક્યાં કોઇ ધમાકો કર્યો?

સૌજન્ય- મુંબઈ સમાચાર.કોમ 

( 709 ) મોદી ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ – બરાક ઓબામા/ જય જય ગરવી ગુજરાત

ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે

ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે

અમેરિકાના પ્રમુખ અને કમાન્ડર-ઇન-ચીફ બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ તરીકે ઓળખાવ્યા.

અમેરિકાના વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિનની આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) ની યાદીમાં જે ચાર મૂળ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગ્રેસર છે. મોદી ઉપરાંત આ યાદીમાં ૧૦૦  માંધાતાઓ, સ્થાપકો, કળાકારો, નેતાઓ, આઇકોનનો સમાવેશ થાય છે એમાં –

– આઇસીઆઇસીઆઇ બેન્કનાં મેનેજિંગ ડિરેક્ટર-સીઈઓ ચંદા કોચર, 

-માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલા અને

-એનજીઓ સંગાથના કો-ફાઉન્ડર વિક્રમ પટેલનો સમાવેશ થાય છે. 

મોદી સાથે વ્યક્તિગત ગાઢ મિત્રતા દર્શાવતા ઓબામાએ ‘ટાઇમ’ મેગેઝિન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની રૂપરેખા લખી છે. આ જીવન વૃતાંતને ‘ઇન્ડિયાઝ રિફોર્મર-ઇન-ચીફ’ એવું મથાળું આપ્યું છે .ભારતના ગતિશીલ અને તરવરાટથી ભરેલા મોદીના નેતૃત્વની અને ક્ષમતાની ઝાંખી રજૂ કરી છે અને તેમને જગતના સૌથી મોટા સુધારક લેખાવ્યા છે. 

આ લેખમાં ઓબામાએ લખ્યું હતું કે મોદીએ બાળપણમાં ચા વેચીને તેમના પરિવારને મદદ કરી હતી .મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા છે અને તેમની જીવનકથા ગરીબીમાથી વડા પ્રધાનપદ સુધીની છે, જેમાં ભારતના ઉત્થાનની ગતિશીલતા અને ક્ષમતાનાં દર્શન થાય છે.  ઓબામાએ લખ્યું હતું કે તેમણે ભારતની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ વચ્ચે સમન્વય ઊભો કર્યો છે, યોગની પ્રાચીન પદ્ધતિને આધુનિક રૂપ આપીને વિશ્વમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે, ટ્વિટર પર લોકસંપર્ક જાળવી રાખ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાની ઇમેજ ઊભી કરી છે. 

નરેન્દ્ર મોદીએ ‘ટાઇમ’ મેગેઝિનમાં લખેલા એમના લેખ બદલ ઓબામાનો ટ્વિટર દ્વારા આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આપના હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર.     

(આઈએએનએસ ન્યુઝ માંથી સાભાર )

=================

ટાઈમ મેગેઝીનનો હું સબસ્ક્રાઈબર છું. ટાઈમના April27/May 4,2015 આ અંકમાં પ્રગટ બરાક ઓબામાના આ પરિચય લેખનો અંગ્રેજી પાઠ નીચે પ્રમાણે છે.  

India’s reformer-in-chief

As a boy, Narendra Modi helped his father sell tea to support their family. Today, he’s the leader of the world’s largest democracy, and his life story—from poverty to Prime Minister—reflects the dynamism and potential of India’s rise.

Determined to help more Indians follow in his path, he’s laid out an ambitious vision to reduce extreme poverty, improve education, empower women and girls and unleash India’s true economic potential while confronting climate change. Like India, he transcends the ancient and the modern—a devotee of yoga who connects with Indian citizens on Twitter and imagines a “digital India.”

When he came to Washington, Narendra and I visited the memorial to Dr. Martin Luther King Jr. We reflected on the teachings of King and Gandhi and how the diversity of backgrounds and faiths in our countries is a strength we have to protect. Prime Minister Modi recognizes that more than 1 billion Indians living and succeeding together can be an inspiring model for the world.

Obama is the 44th President of the United States

 

ટાઈમ મેગેઝીનની નીચેની લીંક ઉપર આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) વિષે જાણો .

http://time.com/3823155/narendra-modi-2015-time-

  

જય જય ગરવી ગુજરાત 

Namo -gUJARATI

આજે મે ૧,૨૦૧૫ ,ગુજરાતનો ૫૬ મો જન્મ દિવસ – સ્થાપના દિવસ .

મે ૧, ૧૯૬૦ના મંગલ પ્રભાતે ગાંધી મુલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે એમના આશીર્વાદ સાથે ગુજરાતના અલગ પૂર્ણ રાજ્યનો મંગલ પ્રારંભ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતેના પવિત્ર સ્થળે રાખેલ સમારંભમાં થયો હતો. 

આખો લેખ મારા ફેસ બુક પેજ “મોતી ચારો “માં  અહીં ક્લિક કરીને વાચો.

( 695 ) ઓબામાની રમુજ વૃતિ

એક યુવાને ઓબામાને ચેતવ્યા, ‘મારી ગર્લ ફ્રેન્ડથી તમે દૂર રહેજો ’ 

ઓક્ટોબર ૨૦૧૪ માં થયેલ અમેરિકાની કોંગ્રેસની ચુંટણીમાં પોલીંગ બુથ ઉપર શિકાગોમાં મત આપવા ગયેલા વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખને એક સમાન્ય યુવાને તેની ગર્લ્ફેન્ડથી દૂર રહેવા જણાવી દીધું હતું.

જોકે આ આખીય ઘટના એક મજાક હતી.

શિકાગોમાં મતદાન કેન્દ્રમાં આઇયા કૂપર નામની યુવતી મત આપવા તેના બોયફ્રેન્ડ માઈક સાથે આવી હતી.બરાક ઓબામા પણ આ મત મથકે મત આપવા આવ્યા હતા.

મત આપી રહેલા ઓબામાની બાજુમાં આઇયા કૂપર પણ મત આપી રહી હતી.OBAMA VOTING

એની ગર્લ ફ્રેન્ડ આઇયા કૂપરની બાજુમાં ઉભેલા ઓબામાને જોઈ યુવતીના બોયફ્રેન્ડને ટિખળ કરવાનું સુજ્યું.એણે   ઓબામા તરફ હાથ ઉંચો કરીને કહીં દીધું, ”મિસ્ટર પ્રેસિડેન્ટ મારી ગર્લ ફ્રેન્ડને હાથ ન લગાડતા એનાથી દુર રહેજો.”

મત આપી રહેલા ઓબામા આ વાત પર હસવા લાગ્યા અને બાજુમાં મત આપી રહેલી આઈયાને એમણે કહ્યું, ”આ ભાઈના વર્તને કોઈ જ કારણ વિના મને શરમમાં મૂકી દીધો છે.”

આ દરમિયાન ખડખડાટ હંસી રહેલી કૂપરે ઓબામાની માફી માંગી.

ઓબામાએ પણ આ ટીખળનો જવાબ આપતાં કહ્યું:

“ હું માની શકતો નથી કે તારો ફ્રેન્ડ માઇક ખૂબ મુર્ખ છે. હું થોડી વાર માટે તો ડઘાઇ ગયો હતો. પરંતુ સારી વાત એ છે કે આ પ્રમુખને માટે આ સારી વાત છે.”

ઓબામાએ પછી આ છોકરીને કહ્યું “ચાલ તારા બોયફ્રેન્ડ માઈકને જલાવવા માટે તને કિસ કરું .” એમ કહી ઓબામાએ આ યુવતીના ગાલ ઉપર કિસ કરી લીધી .

બરાક ઓબામા ઘણા ફ્રેન્ડલી પ્રેસિડેન્ટ માનવામાં આવે છે. અન્ય અમેરિકન પ્રમુખોની સરખામણીએ સામાન્ય લોકો સાથેનો તેમનો રેપો ઘણો સારો હોય છે. તેઓ જાહેરમાં કોઈ પણ નાગરિકને ખૂબ સહજતાથી મળે છે.

શિકાગોમાં બનેલી આ ઘટનાએ અમેરિકન મીડિયાને એક મોટો મસાલો આપી દીધો હતો .

અમેરિકન મીડિયાએ કેવી રીતે આ ઘટનાની નોઁધ લીધી હતી એ CNN ટી.વી. ચેનલ ના  આ વિડીયોમાં જુઓ.આ વિડીયોમાં પ્રેસીડન્ટની મજાક કરવાની હિંમત કરનાર માઈક અને એની ગર્લ ફ્રેન્ડ નો ઈન્ટરવ્યું પણ જોવા/સાંભળવા મળશે.

Hilarious Moment: Chicago Voter Teases Obama: ‘Don’t Touch My Girlfriend’

 

સેન્સ ઓફ હ્યુમર અને રાજકીય નેતાઓ

ચાયનીઝ ફિલોસોફર લીન યુટાંગે  તેના પુસ્તક ‘ઈમ્પોર્ટન્સ ઓફ લીવીંગ’માં એણે સેન્સ ઓફ હ્યુમર વિશે લંબાણથી લખ્યું છે.

 લીન યુટાંગે લખ્યું છે કે, ‘માનવીની જીંદગીમાં સેન્સ ઓફ હ્યુમર હોવી જોઈએ. તેણે બધું જ રમૂજમાં હળવાશથી લેવું જોઈએ. સતત રમૂજમાં રહેવું તે ઈશ્વરી ગુણ છે.હ્યુમર માણસના શરીરમાં રાસાયણીક ફેરફાર કરે છે. પોલીટીકસ અને ફિલોસોફીમાં પણ હ્યુમર-રમૂજનું તત્વ હોવું જોઈએ.”

 લીન યુટાંગ વધુમાં લખે છે કે, અમેરિકન પ્રમુખ ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટને તમામ અમેરિકનો ચાહતા. કારણ કે રૂઝવેલ્ટમાં બહુ જ સેન્સ ઓફ હ્યુમર હતી, પણ કમભાગ્યે મોટા ભાગના જર્મન ડિરેક્ટરો- સરમુખત્યારો હસી શકતા નહીં, તેથી જર્મન સામ્રાજ્ય નષ્ટ થયું. હીટલર ખાનગીમાં રમૂજ કરતા, પણ એ પર્યાપ્ત નહોતું. “

(શ્રી કાંતિ ભટ્ટ ના એક લેખમાંથી સાભાર)

શ્રી નરેન્દ્ર મોદીએ ઓબામા પાસેથી રમુજ વૃતિ શીખવી  જોઈએ એમ તમને નથી લાગતું !

અમેરિકન  અને ભારતીય નેતાઓ !

આ ચિત્રમાં દુનિયાના સુપર પાવર અમેરિકાના પ્રેસીડન્ટ મત આપતી વખતે એમનું આઈ.ડી.બતાવી રહ્યા છે.એ વખતે ત્યાં ફરજ બજાવતી મહિલાઓમાંથી ઓબામાને જોઈને કોઈ ઉભું પણ થતું નથી.

obama showind  ID - FOR VOTING

હવે આ ચિત્ર જુઓ ભારતીય રાજકીય નેતા જય લલીતાને જોઇને પગે પડતા ખુશામતિયા લોકોની વ્યક્તિ પૂજાનો એક નમુનો .

Jay Lalita- People  falling in legs

અમેરિકન અને ભારતીય લોકશાહીનો આ છે એક જમીન આસમાન જેટલો ફરક !!!

 

 

( 636 ) અમેરિકાના ઓબામા વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર નીમાએલા બે ઇન્ડીયન અમેરિકનોનો પરિચય

 અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક  દિનની ઉજવણી માટે ૨૬ જાન્‍યુ ૨૦૧૫ના રોજ આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે એમનાં પત્ની મિશેલ ઓબામા સાથે અને એમના એમના વહીવટી તંત્રના મોટા કાફલા સાથે આવી રહ્યા છે. 

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતીયો ઉપર ઓળઘોળ

તાંજેતરમાં જ અમેરીકાના પ્રમુખ બરાક ઓબામાએ ભારતીય મૂળના – ઈન્‍ડિયન અમેરિકન ૩૭ વર્ષના ડૉ. વિવેક મૂર્તિની અમેરિ કાના સર્જ્યન જનરલ તરીકે અને બીજા એક ઈન્‍ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્માની ભારત ખાતેના અમેરિકાના નવા રાજદૂત તરીકે નિમણુક કરીને ભારત અમેરિકાના સંબંધોમાં એક નવા ઈતિહાસની શરૂઆત કરી છે.

ચાલો, પ્રેસીડન્ટ ઓબામાના વહીવટી તંત્રમાં ખુબ ઊંચા હોદ્દે નીમાએલા આ બે ભારતીય મૂળની વિશિષ્ઠ વ્યક્તિઓનો પરિચય મેળવીએ.

આખા અમેરિકાનો ડૉક્ટર – ઇન્ડિયન-અમેરિકન- ડૉ. વિવેક મૂર્તિ…. એક પરિચય

 અમેરિકાના સર્જ્યન જનરલ ડૉ. વિવેક મૂર્તિ – પ્રેસીડન્ટ ઓબામા સાથે 

માત્ર ૩૭ વર્ષના ડૉ. વિવેક મૂર્તિની ભારે રાજકીય વિવાદો અને વિરોધ વચ્ચે અમેરિકાના સર્જ્યન જનરલ તરીકે તાજેતરમાં  જ નિમણૂક થઈ છે . અમેરિકાના વહીવટી તંત્રમાં આ અગત્યનો હોદ્દો સંભાળનાર આજ સુધીના ડોકટરોમાં – ડૉ. વિવેક મૂર્તિ સૌથી યુવાન ડૉક્ટર છે.

 યુવાન વયે આ હાઈપ્રોફાઇલ પોસ્ટ પર બિરાજનારા વિવેક મૂર્તિ અને તેમને મળેલી આ પોસ્ટ વિશે જાણવા જેવું છે..

સર્જ્યન જનરલ એટલે સાદા શબ્દોમાં કહીએ તો અમેરિકાના ટૉપમોસ્ટ હોદ્દે રહેલો ડૉક્ટર જે તમામ અમેરિકનોના સ્વાસ્થ્ય પર અને  એને લગતી નીતિઓ પર ધ્યાન રાખે છે.

ડૉ. વિવેક મૂર્તિ : ઉજ્જ્વળ કારકિર્દીની TWENTY20ના અમેરિકાના આ ૧૯મા સર્જ્યન જનરલ કર્ણાટકના કન્નડ ભાષા બોલતા પરિવારના ફરજંદ છે.એમનામાં નાની ઉંમરે જ્વલંત અભ્યાસ અને ઝુંબેશકારનું ગજબ કૉમ્બિનેશન છે.

વિવેક મૂર્તિનો જન્મ ઇંગ્લૅન્ડના હડ્ર્સફીલ્ડમાં થયેલો, પરંતુ વિવેક જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર અમેરિકાના ફ્લૉરિડા રાજ્યના માયામીમાં શિફ્ટ થઈ ગયો, જ્યાં મૂર્તિએ પોતાનું બાળપણ પિતાના પ્રાઇમરી કૅર ક્લિનિકમાં રમતાં-રમતાં વિતાવ્યું. અહીંથી જ તેમનામાં મેડિકલ-લાઇનમાં જવાનાં બીજ વવાયેલાં. પ્રાથમિક શિક્ષણ વિવેક મૂર્તિએ માયામીમાં જ મેળવ્યું.

ત્યારબાદ પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરીને બાયોમેડિકલ સાયન્સમાં બૅચલર્સની ડિગ્રી મેળવી. ત્યાર પછી MD (ડૉક્ટર ઑફ મેડિસિન)નો અભ્યાસ કરવા માટે તેઓ અમેરિકાની જ બીજી પ્રતિષ્ઠિત સંસ્થા યેલ સ્કૂલ ઑફ મેડિસિનમાં ગયા. એ પછી ૨૦૦૩માં આ જ યેલ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાંથી હેલ્થ કૅર મૅનેજમેન્ટમાં સ્પેશ્યલાઇઝેશન સાથે MBA કર્યું.

ત્યારબાદ બૉસ્ટનમાં આવેલી બ્રિગહૅમ ઍન્ડ વિમેન્સ હૉસ્પિટલ સાથે ફિઝિશ્યન તરીકે તેઓ જોડાયા. અહીં તેમણે ધાર્યું હોત તો તેઓ શાંતિથી નોકરી કરીને ડૉલર રળી શક્યા હોત, પરંતુ નોકરીની સાથોસાથ તેમણે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પોતાની સેવા આપવાનું શરૂ કર્યું.

ત્યાર પછી તેમણે જે કામ કર્યું એણે તેમને અમેરિકાના સર્વોચ્ચ ડૉક્ટર બનાવવામાં ઘણે અંશે નિમિત્ત બન્યું છે. ૨૦૦૮માં તેમણે ડૉક્ટર્સ ફૉર અમેરિકા નામની ઝુંબેશ શરૂ કરી. દેશભરના તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ્સને સાંકળતી આ ઝુંબેશનો હેતુ સૌને રાહતના દરે સ્વાસ્થ્ય-સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ઝુંબેશની શરૂઆત ડૉક્ટર્સ ફૉર ઓબામાના નામે થયેલી અને સ્થાપનાના થોડા મહિનાઓમાં જ એમાં ૧૦,૦૦૦થી પણ વધુ સભ્યો જોડાઈ ગયેલા.

અત્યારે અમેરિકાનાં તમામ પચાસ રાજ્યોમાં થઈને આ ઝુંબેશમાં ૧૫,૦૦૦થી વધુ સભ્યો કાર્યરત છે. ડૉક્ટર્સ ફૉર અમેરિકાએ અમેરિકન કૉન્ગ્રેસને સમગ્ર દેશની હેલ્થ કૅર પૉલિસી બદલવા માટે પણ બહારથી દબાણ ઊભું કર્યું. તેમણે વૉઇસિસ ઑફ ફિઝિશ્યન્સ નામની વેબસાઇટ પણ શરૂ કરી, જ્યાં તબીબો અમેરિકાની હેલ્થ સિસ્ટમ સામે પોતાના બખાળા કાઢી શકતા હતા.

મૂર્તિને સર્જ્યન જનરલ બનાવવા માટે ત્યાંના વગદાર ભારતીયો ઉપરાંત અમેરિકાની ટોચની ૧૦૦ જેટલી સંસ્થાએ પોતાનો સપોર્ટ જાહેર કરેલો, પરંતુ મૂર્તિના વિરોધીઓ તેમને ઓબામાના માણસ કહીને ઉતારી પાડે છે. તેમને સર્જ્યન જનરલ બનાવવાના વિરોધમાં એવી દલીલ થતી હતી કે એક તો તેમનો અનુભવ તદ્દન ઓછો છે અને ઉપરથી તેમની અત્યાર સુધીની કારકિર્દી ગન-કન્ટ્રોલ માટે અને ઓબામા માટે પૉલિટિકલ કૅમ્પેન્સ કરવામાં જ વીતી છે. અમેરિકામાં છાશવારે થતા બેફામ ગોળીબારથી આખી દુનિયા વાકેફ છે. એનું કારણ છે ત્યાં અત્યંત સરળતાથી મળી જતાં બંદૂકનાં લાઇસન્સ. મૂર્તિ આનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે જાણીતા છે.

વળી અમેરિકામાં ગન-કન્ટ્રોલનો મુદ્દો એટલે ત્યાંના બે મુખ્ય રાજકીય પક્ષો ડેમોક્રૅટ્સ વર્સસ રિપબ્લિકનમાંથી કોઈ એકની પંગતમાં બેસી જવું. એટલા માટે જ ત્યાંની વગદાર ગન-લૉબી અને નૅશનલ રાઇફલ અસોસિએશને ત્યાંના સેનેટ મૅજોરિટી લીડર તથા સેનેટ રિપબ્લિકન લીડરને પત્ર લખીને મૂર્તિની નિમણૂક ન થાય એ જોવાની ભલામણ પણ કરી હતી. વિવેક મૂર્તિના એઇડ્સ અને સ્મોકિંગ વિશેના વિચારોથી પણ એ ખાસ્સા અળખામણા છે. કેરી ખાવાના શોખીન ડૉ. વિવેક મૂર્તિના શોખ વિશે તેમને પૂછો તો કહેશે કે ગ્લોબલ હૅપીનેસ ક્વૉશન્ટ વધારવાનો.

સૌજન્યગુજરાતી મીડ ડે,કોમ માં પ્રગટ શ્રી જયેશ અધ્યારુ ના લેખમાંથી સાભાર

==========================================

ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સૌ પ્રથમવાર નિમાયેલા

ભારતીય મૂળના ઈન્‍ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્મા

Richard Verma -2

અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરી સમક્ષ શપથ લેતા શ્રી રિચર્ડ વર્મા

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક  દિનની ઉજવણી માટે ૨૬ જાન્‍યુ ૨૦૧૫ના રોજ મુખ્‍ય મહેમાન તરીકે આવે એ પહેલાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સૌ પ્રથમવાર નિમાયેલા ઈન્‍ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્માએ ૨ જાન્‍યુ. ૨૦૧૫ના રોજ ન્‍યુ દિલ્‍હી ખાતે આવી એમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે.

મૂળ ભારતીય એવા અમેરિકન રાહુલ રિચર્ડ વર્મા હવે ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બની ગયા છે. અમેરિકાના ટોચના સેનેટરોએ પક્ષીય મતભેદોને ભૂલી જઈને રિચર્ડ રાહુલ વર્માને ભારત ખાતે નવા અમેરિકી રાજદૂત કરીકેની નિમણૂંકને ધ્વનિમતથી સમર્થન આપ્યું છે.

46 વર્ષના રાહુલ રિચર્ડ વર્મા ભારતના રાજદૂત બનતા પહેલા ભારતીય અમેરિકન છે. નોંધનીય છે કે અમેરિકાની કોંગ્રેસના રિપબ્લિકન તેમજ ડેમોક્રેટિક, બંને પાર્ટીના સંસદસભ્યોએ નવી દિલ્હીમાં ટોચના રાજદ્વારી પદ માટે વર્માની ઉમેદવારીને સર્વાનુમતે સમર્થન આપ્યું છે.

રાહુલ રિચર્ડ વર્મા હંમેશા ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બને એ માટે પ્રયત્નશીલ રહ્યા છે. હાલમાં જે સિવિલ ન્યૂક્લિયર ડીલ પાસ થઈ છે એમાં પણ રાહુલ રિચર્ડ વર્માનો રોલ મહત્વનો સાબિત થયો છે. હાલમાં જ તેમણે સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ માટે ઇન્ડિયા 2020 પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. 

રાહુલ રિચર્ડ વર્મા  2009થી 2011 સુધી વિદેશ વિભાગમાં હિલેરી ક્લિન્ટનના કાર્યકાળ વખતે વિદેશ મામલોમાં ઉપમંત્રી રહી ચૂક્યા છે. ભારતમાં અમેરિકન રાજદૂતનું પદ નેન્સી પોવેલના રાજીનામા પછી ખાલી હતું જે હવે ભરાઈ ગયું છે. નેન્સી પોવેલે અમેરિકામાં ભારતીય અધિકારી દેવયાની ખોબ્રાગડે સાથે બનેલી ઘટનાના વિવાદ પછી રાજીનામું આપી દીધું હતું.

રિચર્ડ વર્માના માતા-પિતા પંજાબ રાજ્યના વતની હતા એટલે તેમનો ભારત સાથે એક ખાસ સંબંધ છે એમ કહી શકાય.

રિચર્ડ વર્માના પિતા કમલ વર્મા 40 વર્ષ સુધી પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા હતા જ્યારે તેમના માતા સાવિત્રી વર્મા પણ ટીચર હતાં. રાહુલ રિચર્ડ સહિત પોતાના સંતાનોનો ઉછેર વર્મા દંપતીએ વેસ્ટર્ન પેન્સિલ્વેનિયામાં કર્યો હતો. રિચર્ડ વર્માના પત્ની પિન્કી વર્મા એટર્ની છે અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. 

રાહુલ -રીચાર્ડ વર્મા -અમેરિકાના નવા રાજદૂત

રાહુલ -રીચાર્ડ વર્મા -અમેરિકાના નવા રાજદૂત

એક પત્રકાર પરિષદમાં શ્રી વર્માએ જણાવ્‍યા મુજબ તેઓ બંને દેશઓ વચ્‍ચે સલામતિ, વિકાસ તથા સમૃધ્‍ધિનો નાતો દૃઢ બનાવશે. આ હેતુ માટે ભારતના પ્રજાજનો તથા સરકારી અધિકારીઓ સાથે વિચાર વિનિમત કરવાની ઉત્‍કંઠા એમણે દાખવી હતી.

સમાચાર સૌજન્ય- ગુગલ.કોમ 

ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજી બન્યાં

સ્‍વીડન ખાતેનાં અમેરિકન રાજદૂત

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજીની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી છે.

સુશ્રી અઝીતાએ ૨૦૧૨ની સાલમાં બરાક ઓબામાની ચૂંટણી સમયે ૩ મિલિયન ડોલર ઉપરાંત ફંડ એકત્રિત કરી આપ્‍યુ હતું.આ અગાઉ તેઓ વ્‍હાઈટ હાઉસમાં પ્રેસિડન્‍ટ કમિશનમાં સેવાઓ આપી ચૂકયા છે.

સુશ્રી અઝિતાની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેકિન રાજદૂત તરીકે થતાં તેઓ અમેરિકાના બીજા નંબરના ભારતીય પૂર્વના રાજદૂત બન્યાં છે.

આ પોસ્ટના સંદર્ભમાં ગુગલ.કોમની નીચેની લીંક પણ જુઓ 

 PERSONS OF INDIAN ORIGIN IN OBAMA ADMINISTRATION