વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: મહાત્મા ગાંધી

( 655 ) બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

 હાસ્ય વેરી રહેલ એક નિર્દોષ કુમળા બાળકને હાથમાં પકડીને એવું જ નિર્દોષ હાસ્ય વેરી રહેલ યુગ પુરુષ મહાત્મા ગાંધીના નીચેના ચિત્રને જોઇને જે અછાંદસ કાવ્ય રચના પ્રગટી એ આ પોસ્ટમાં પ્રસ્તુત છે.- વિનોદ પટેલ 

Take time to laugh

  બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

દેશની આઝાદીની ચિંતાઓમાં ડૂબેલો આ ડોસો,

જુઓ કેવો બાળક શુ હાસ્ય વેરી રહ્યો છે !

ધન્ય થઇ ગયું આ હસતું ફૂલ કુમળું બાળક,

બોખા મુખે હસતા બાળક-બાપુના પાવન હાથોમાં.

અનેક વ્યસ્તતાઓના ઢેર વચ્ચે  ,હસવા માટે ,

આ મહાત્મા એનો સમય કેવો ફાળવી રહ્યો છે !

કહ્યું હતું આ રાષ્ટ્ર પિતાએ એક વાર કે,

જીવનમાં મારા હાસ્ય પ્રકૃતિ ના હોત તો,

ક્યારનો થઇ ગયો હોત હું એક પાગલ શો .

ઘણું ય છે શીખવાનું છે ,આ યુગપુરુષ પાસેથી ,

એની સાથે હાસ્યનું મહત્વ પણ શીખી લઈએ,

હાસ્ય તો છે જીવન મશીનરીનું એક પીંજણ,

વિના હાસ્ય જીવન ખોટવાઈ જવાનો છે સંભવ,

વિપદાઓ,વ્યસ્તતાઓ વચ્ચે પણ, સમય કાઢી,

હસતા રહી, હસાવતા રહેવાનો કરી લો સંકલ્પ.

વિનોદ પટેલ

 Life- laugh

સૌજન્ય- ફેસ બુક પેજ  

 

 

( 644 ) ગાંધી બાપુને યાદ કરવાની સીઝન……..—ચન્દ્રકાંત બક્ષી….

Gandhi- Rich and Poor -Quote

 (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮)

૩૦મી જાન્યુઆરી એટલે વિશ્વ માનવ મહાત્મા ગાંધી  ની પુણ્યતિથિ.

જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ ની એ કમનશીબ સાંજે દિલ્હીમાં બિરલા હાઉસની દૈનિક પ્રાર્થના સભામાં જતી વખતે એક માર્ગ ભૂલ્યા દેશવાસીના હાથે પિસ્તોલની ત્રણ ગોળીઓનો શિકાર બનીને રાષ્ટ્રપિતા સદાને માટે પોઢી ગયા.

ગાંધી દેશ માટે જીવ્યા અને દેશ માટે શહીદ બની વિશ્વમાં અમર બની ગયા .

જબ તક સુરજ ચાંદ રહેગા , ગાંધી તેરા નામ રહેગા .

આજની પોસ્ટમાં ગુજરાતી ભાષાના જાણીતા લેખક સ્વ. ચન્દ્રકાન્ત બક્ષીનો મને ગમેલો એક લેખ “ગાંધી બાપુને યાદ કરવાની સીઝન” પ્રસ્તુત કરી મહાત્મા ગાંધીજીને એમની પુણ્યતિથી પ્રસંગે શ્રધાંજલિ આપીએ.

વિશ્વ માનવ મહાત્મા ગાંધીને હાર્દિક પ્રણામ.

વિનોદ પટેલ 

==============================================

ગાંધી બાપુનેયાદ કરવાની સીઝન—ચન્દ્રકાંત બક્ષી

અમેરિકામાં એકવાર ‘સ્પીરો ટી. એગન્યુ’ નામના એક લગભગ અજ્ઞાત રાજકારણી ઉપરાષ્ટ્રપતિપદ માટે ઊભા રહ્યા. અમેરિકામાં ભાગ્યે જ કોઈએ એમનું નામ સાંભળ્યું હતું. તરત જ ત્યાંનાં છાપાંઓમાં રમૂજમાં પૂછાવા માંડયું : ‘સ્પીરો..હૂ?’ (સ્પીરો કોણ?) .પછી તો ‘સ્પીરો હૂ’ ચૂંટાયા અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા (અને પૈસા ભેટ લેવાનાઆરોપ નીચે એમને ત્યાગપત્ર પણ આપવું પડયું. એ આડવાત છે).

અજ્ઞાત માણસની મજાકરૃપે આ પ્રયોગ હવે પ્રસિદ્ધ થઈ ગયો છે. ગાંધીજીને સદેહે જોયા હોય એવા મારા જેવા બૂઢીયાઓ હજી જીવે છે. એ ‘દીનબંધુ’ હતા. દીનબંધુ એટલે ગરીબોના બેલી! એમના સંપર્કમાં ચિત્તરંજન દાસ જેવા એ સમયના અત્યંત ધનાઢય માણસો આવ્યા અને ખાદીનાં કુર્તા-ધોતિયાં પહેરીને ‘દેશબંધુ’ થઈ ગયા. હવે દીનબંધુ કે દેશબંધુ રહ્યા નથી અને મોહનદાસ ગાંધી પણ રહ્યા નથી!

ઉત્તમચંદ ગાંધીના પુત્ર કરમચંદ ઉર્ફે કબા ગાંધીની ચોથી વારની પત્ની પૂતળીબાઈના પુત્ર મોહનદાસે આખી જિંદગી થર્ડ ક્લાસના ડબાઓમાં પ્રવાસ કર્યો. (એ વખતે હિન્દુસ્તાની ટ્રેનોમાં ફર્સ્ટ, સેકન્ડ, ઈન્ટર અને થર્ડ એમ ચાર વર્ગ હતા. થર્ડક્લાસ સૌથી કનિષ્ઠ વર્ગ હતો) સરોજિની નાયડુ હસીને કહેતાં કે બાપુને થર્ડ ક્લાસમાં પ્રવાસ કરાવવો અમને બહુ મોંઘો પડી જાય છે! શા માટે? કારણ કે દરેક સ્ટેશને હજારો ભારતવાસીઓ બાપુનાં દર્શન માટે ઊમટી પડતા.એ લોકો મોટરોમાં નહીં, પણ માઈલો દૂરથી ચાલતાં કે ગાડાંમાં આવતા. અહમદ પટેલે સ્વયં મોહનદાસ ગાંધીએ પ્રબોધેલા સિદ્ધાંતો અને મૂલ્યોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને થર્ડ ક્લાસ તો નથી, પણ આજના સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરવો જોઈએ! સ્ટેશનો પર ભીડ નહીં થાય અને જે આવશે એ પોત પોતાની મારુતિ કે ફિયાટ કે સરકારી જીપો-વેનોમાં આવશે, એટલે ગાંધીજીને પડી હતી એવી ‘તકલીફ’ એમને નહીં પડે.

ગાંધીજીના જીવનમાંથી કયા સિદ્ધાંતો અને મૂલ્યો શોધીશું? ગાંધીજી લંડનમાં ‘રોમન લો’લેટિનમાં ભણ્યા હતા. ૧૯૨૨માં જેલમાં બયાન આપતાં એમણે કહ્યું હતું કે મારો વ્યવસાય ખેડૂતનો અને વણકરનો છે. ૬૦ વર્ષે ર૪ દિવસમાં ર૪૧ માઈલ ચાલીને એમણે દાંડી કૂચ કરેલી. એ વખતે નિમક પરનો કર દરેક હિન્દુસ્તાનીના ભાગે વર્ષે ફક્ત પાંચ પૈસા આવતોહતો!

સાદગી કહો કે દેશપ્રેમ કહો, પણ ફાંસી પહેલાંના અંતિમ ચાળીસ દિવસ ભગતસિંહે અંગ્રેજી સરકારનો નિમક વિનાનો ખોરાક ખાધો હતો! વાત સિદ્ધાંતની હતી, વાત મૂલ્યની હતી…

ગાંધીજીની તબિયત બગડી એટલે કસ્તૂરબાની સલાહથી ગાંધીજીએ બકરીનું દૂધ પીવાનીશરૃઆત કરી (બાય ધ વે, કસ્તૂરબા એ ગાંધીજીનાં બા નહીં, પણ ધર્મપત્નીનું નામ છે).એકવાર મદુરાઈમાં એક સભામાં એક વિદ્યાર્થીએ શિકાયત કરી કે ખાદી બહુ મોંઘી પડે છે એટલે ગાંધીજીએ ઉત્તર આપ્યો, ‘ખાદી મોંઘી લાગતી હોય તો ઓછાં કપડાં પહેરવાં ’. એ સભામાંથી ઘેર આવીને ગાંધીજીએ કહ્યું, ‘હવે હું એક ‘લોઈન-ક્લોથ (પોતડી) જ પહેરીશ’. અહમદ પટેલે હાકલ કરી છે એ બરાબર છે : શક્ય એટલી સાદગીથી જીવો!’

એકવાર એક સભામાં એક ગરીબ વૃદ્ધાને અત્યંત ગંદી સાડીમાં જોઈને ગાંધીજીએ સ્વચ્છતા વિશે ટકોર કરી. ગરીબ ડોશીએ કહ્યું કે એની પાસે એક જ સાડી છે! આ ભયાનક ગરીબીએ ગાંધીજીની આંખો ખોલી નાંખી. એમણે કોટ, પાઘડી, ટોપી, કુર્તા આદિનો ત્યાગ કરીને ધોતી અને ચાદર અપનાવી લીધાં.
ગાંધીજી ક્યારેય અમેરિકા ગયા નહોતા.

ગાંધીજીના સિદ્ધાંતો અનુસરવાની હાકલ કરવામાં એક ભયસ્થાન પણ છે. ગાંધીજીએ કેટલું બધું લખ્યું છે એ ગાંધીવાદીઓને પણ ખબર નથી! ૧૮૯૮માં ગાંધીજીએ હિન્દુસ્તાની માટે ‘ગાઈડ ટુ લંડન’ લખી હતી, અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ એમની હત્યા થઈ ત્યાં સુધીએ પ્રવૃત્ત રહ્યા હતા.

બે હાથે લખી શકતા હતા. એમના વિચારો એટલા બધા ફેલાયેલા છે કે અહમદ પટેલથી ઝીણાભાઈ દરજી સુધી (ગુજરાતી રાજકારણના ‘એ’થી ‘ઝેડ’ સુધી) ગમે તે માણસ ગાંધીજીના નામે ગમે તે હાકલ કરી શકે છે.

ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યો માટે હિંદ સ્વરાજ ‘ઈન્ડિયન હોમરૃલ’ નામનું લગભગ ભૂલાયેલું પુસ્તક જોવું પડશે. ‘ઈન્ડિયન ઓપિનિયન’માં એ ધારાવાહિક પ્રકટ થયું હતું. લેખક અને વાચક વચ્ચેના સંવાદરૃપે! ગાંધીજીએ ૧૪મી ઓક્ટોબર, ૧૯૦૯ને દિવસે એચ.એસ. પોલોકને લખેલા પત્રમાં ‘હિંદ સ્વરાજ’ વિશેનો સારસંક્ષેપ પોતાના શબ્દોમાં જ આપ્યો છે. પુસ્તકમાં પણ એમના વિચારો ફેલાયેલા છે.

Seven sins - Gandhiગાંધીજી પાર્લમેન્ટને ‘વાંઝિયણ અને વેશ્યા’ કહે છે. એમનું કહેવું છે કે વકીલોએ ભારતને ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યું છે. હોસ્પિટલો પાપને ટકાવી રાખવા માટે છે. મશીન એ સૌથી મોટું પાપ છે, એનાથી ઘણાં દૂષણો ઉત્પન્ન થાય છે. આધુનિક સંસ્કૃતિનું પ્રતીક છે. ગાંધીજીના મતે મનુષ્ય શરીર એ સર્વશ્રેષ્ઠ મશીનછે.

ગાંધીજીએ સ્વયં પોલોકને લખેલા સંક્ષેપમાં આ વિશે સ્પષ્ટતાઓ છે. મુંબઈ, કોલકતા અને અન્ય નગરો પ્લેગનાં કેન્દ્રો છે. અંગ્રેજો ભારત પર રાજ ચલાવતા નથી, પણઆધુનિક સંસ્કૃતિ રાજ ચલાવી રહી છે – રેલવે, ટેલિગ્રાફ, ટેલિફોન અને આધુનિક શોધોદ્વારા! મેડિકલ સાયન્સ એ ‘બ્લેક મેજિક’નો અર્ક છે.

ઉચ્ચ કક્ષાની મેડિકલ ક્ષમતા કરતાં તો ઊંટવૈદું (ક્વેકરી) વધારે સ્વીકાર્ય છે. હોસ્પિટલો શયતાનનાં ઉપકરણો છે. જાતિગત રોગો (વેનીરીઅલ ડીસીઝીસ) માટે હોસ્પિટલો ન હોત તો આપણામાં એ રોગો પણ ઓછા હોત. રેલવે, ટેલિગ્રાફ, હોસ્પિટલો, વકીલો, ડૉકટરો અને એમના જેવા બધાએ જવું પડશે અને તથા કથિત બધા જ ઉચ્ચ વર્ગોએ સભાન થઈને ર્ધાિમક અને સાદું જીવવું પડશે. ભારતે મશીનોમાંથી બનેલાં કપડાં નહીં પહેરવાં જોઈએ, એ મશીનો યુરોપિયન હોય કે ભારતીય હોય, બંને વર્જ્ય છે.

ગાંધીજીના વિચારોને અનુસરવાનું કહેવું એક ખતરનાક ધંધો છે. ગાંધીજીના સેક્સ વિશેના વિચારોથી જવાહરલાલ નેહરુ પણ ચમકી ગયેલા! સપ્ટેમ્બર, ૧૯૧૯માં ગાંધીજીએ ‘નવજીવન’ શરૃ કર્યું ત્યારે ‘અમારો ઉદ્દેશ’ નામનો એક લેખ લખ્યો હતો. એ લેખમાંથી એકલીટી આ પ્રમાણે હતી : ‘…જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિંદની શુદ્ધ સેવા કરી શકું.’

ગુજરાતની વિધાનસભાની મોંઘી મોંઘી દીવાલો બગડી જવાનો ભય ન હોય તો આ વાક્ય સભાકક્ષમાં મોટા અક્ષરે કોતરી લેવા જેવું છે!

ગાંધીજી વિશે વિદેશી પત્રકારો અને વિચારકોએ હંમેશાં લખ્યું છે અને આદરભાવથી લખતા રહ્યા છે. જ્હોન ગંથરે ‘ઈનસાઈડ એશિયા’માં લખ્યું છે : એ માણસે કિસ્મત સામે યુદ્ધ કર્યું.. અને જે કિસ્મતથી પણ વધારે સમર્થ છે એવા બ્રિટિશ સામ્રાજ્ય સામે યુદ્ધ કર્યું (પૃષ્ઠ ૩૮૪). એ એક અસામાન્ય આપખુદશાહ છે, જે પ્રેમથી રાજ ચલાવે છે (પૃ. ૩૮૪). આત્મકથાને અંતે મિ. ગાંધી લખે છે કે મારે મારી જાતને શૂન્ય બનાવી દેવી છે. જ્હોન ગંથરે ચીનની માઓત્સે તુંગની ‘લોંગ માર્ચ’ અને ગાંધીજીની દાંડીકૂચની તુલના કરી છે. એ લખે છે : (ગાંધીજીની) દાંડીકૂચ, એ ચીનના રેડ આર્મીની ‘લોંગ’ માર્ચના એક અપવાદને બાદ કરી દઈએ તો આધુનિક ઈતિહાસની સૌથી યશસ્વી ઘટના હતી. દાંડીકૂચને અંતે ગાંધીજીએ કહ્યું હતું : હું કુત્તાને મૌતે મરીશ, મારાં હાડકાં કુત્તાઓ ચાટી જાય એ કબૂલ છે, પણ હું તૂટેલો,ભગ્ન હૃદય પાછો નહીં આવું!

અંતે પૃષ્ઠ ૪૦૯ પર પત્રકાર જ્હોન ગંથર ગાંધીજીને અંતિમ અંજલિ આપે છે :

“અને કેવી ભવ્ય, જાજ્વલ્યમાન કારકિર્દી (ગાંધીજીની) હતી! એમની મહાનતમ સિદ્ધિ એ છે કે એમણે હિન્દુસ્તાની પ્રજાને નવો સ્પિરિટ, નવી એકતા આપ્યા. એમનો ઈશ્વર, જે પણ હોય, જ્યારે ગાંધી આવશે ત્યારે એનો બહુ પ્યારથી સ્વીકાર કરશે.”

ડેલ કાર્નેગીના ‘હાઉ ટુ સ્ટોપ વરીયિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ’માં પ્રાર્થના વિશે એક પ્રકરણ છે અને એમાં ડેલ કાર્નેગીએ ગાંધીજી અને એમની પ્રાર્થનાસભાઓ વિશે બહુ અહોભાવથી લખ્યું છે. ગાંધીજીનું એક ઉદાહરણ પણ ટાંક્યું છે : હું પ્રાર્થના ન કરતો હોત તો ક્યારનો ય મરી ગયો હોત! નેપોલિયન હીલની થિંક એન્ડ ગ્રો રિચ એક એવી કૃતિ છે, જેણે લાખો વાચકોને માર્ગદર્શન આપ્યું છે. એમાં નેપોલિયન હીલે બે પાનાં ગાંધીજી વિશે લખ્યાં છે અને તે બે પાનાં ખૂબ જ પ્રશંસાત્મક છે. શ્રદ્ધા (ફેઈથ)નો વિજય જોવો હોયતો ગાંધીજીનું જીવન જુઓ! આ નિઃશસ્ત્ર, નાના માણસે બ્રિટિશ મહાસત્તા સામે શ્રદ્ધાથી કેટલી વિરાટ અને અહિંસક સેના ઊભી કરી છે… જે સેના માટે લાખો ડોલર ખર્ચ્યા હોત તોપણ નિષ્ફળ જાત.

લૂઈ ફિશરે હિન્દુસ્તાન આવીને ગાંધીજી સાથે સેવાગ્રામમાં રહીને ગાંધીજી વિશે એક પુસ્તક લખ્યું હતું, પર્લ બક અને એડગર સ્નોએ ગાંધીજી વિશે ભાવુક આદરથી લખ્યું છે. નવેમ્બર ૧૩, ૧૯૫૦ ‘ટાઈમ’ સાપ્તાહિકે જ્યોર્જ બર્નાર્ડ શોને અંજલિ આપતા નોંધ કરી હતી : એ અર્થશાસ્ત્રના ગાંધી બની ગયા!

અને કદાચ સૌથી પ્રવાહી આદરાંજલિ ‘રાષ્ટ્રપિતા’ પુસ્તકના આમુખમાં જવાહરલાલ નેહરુએ આપી છે, જે હિંદી પત્રિકા ‘આજકાલ’ના ઓક્ટોબર,૧૯૫૦ના અંકના બાવનમા પૃષ્ઠ પર છે (એ અંજલિ નેહરુના શબ્દોમાં):

“હરજગહ ગાંધીજી કા નામ પહૂંચા થા, ગાંધીજી કી શોહરત પહૂંચી થી. ગૈરોં કે લિયે ગાંધી હિંદુસ્તાન ઔર હિંદુસ્તાન ગાંધી. હમારે દેશ કી ઇજ્જત બઢી. દુનિયાને તસલીમ કિયા કિ અજીબ ઊંચે દર્જે કા આદમી હિંદુસ્તાન મેં પૈદા હુઆ. ફિરસે અંધેરે મેં રોશની આઈ…”

ક્લોઝ અપ

સંત અને પાપી વચ્ચે એક જ ફરક હોય છે. દરેક સંતને એક ભૂતકાળ હોય છે અનેદરેક પાપીને એક ભવિષ્ય હોય છે. – ઓસ્કાર વાઈલ્ડ

(સ્વ-ચંદ્રકાન્ત બક્ષીના ઉત્કૃષ્ઠ નિબંધો’માંથી સાભાર )

================================================

અંગ્રેજો ભારત છોડો- ક્વિટ ઇન્ડિયા -ગાંધીજીની આ ઐતિહાસિક હાકલ એટલે  

દેશની આઝાદીની લડતની ચરમ સીમાનો સમય-એ દિવસ હતો ૮મી

ઓગસ્ટ,૧૯૪૨ નો દિવસ .આ વખતના મહાત્મા

ગાંધીને નિહાળો આ વિડીયોમાં .

TRUTH IS GOD- GANDHI 

Gandhi-truth  is God

(103 ) ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો – ગાંધી જયંતી ભાગ-4

 

ગાંધી જયંતી સપ્તાહ

મને યાદ છે કે હું જ્યારે હું હાઈસ્કુલમાં કડી સર્વ વિદ્યાલયમાં પાટીદાર આશ્રમમાં રહીને ભણતો હતો ત્યારે ગાંધી જયંતી -રેન્ટીયા બારસ -નીએક સપ્તાહ સુધી  ઉજવણી કરવામાં આવતી.ગાંધી કુટીર બનાવવામાં આવતી.વિદ્યાર્થીઓમાં રેન્ટીયા ઉપર સુતર કાંતવાની  હરીફાઈઓ યોજાતી.ગાંધીજીના જીવન ઉપર વકતૃત્વ સ્પર્ધાઓ યોજાતી.આમંત્રિત વક્તાઓ ગાંધીજીના જીવન ઉપર પ્રવચનો આપતા.આ રીતે આખું સપ્તાહ ગાંધીમય બની જતું.સર્વ વિદ્યાલય -કડી ગાંધી મુલ્યોને વરેલી જાણીતી રાષ્ટ્રીય શાળા  હતી. પ્રકૃતિમય  વિશાળ પરિસરમાં ફેલાયેલી આ સંસ્થા ઉત્તર ગુજરાતનું શાંતિ નિકેતન કહેવામાં આવતી હતી.

આ યાદગીરીને અનુરૂપ વિનોદ વિહારના ગાંધી સપ્તાહમાં આજની  પોસ્ટમાં  ગાંધી-ગંગા”પુસ્તકમાંથી   ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો ,વાચકો ગાન્ધીજીના જીવનનાં કેટલાંક પાસાઓની ઝલક મેંળવે એ હેતુસર મુકેલ છે.

ગાંધીજીના જીવનના પ્રસંગો પુરા થાય એ પછી -ઓક્ટોબર ૨૦૦૮ ગાંધી સેવાદિન નિમિત્તે ગાંધીનાવિચારો તેમજ કાર્યોથી પ્રભાવિત અમેરિકાના હાલના પ્રમુખ બરાક ઓબામાનું વક્તવ્ય વાંચી શકાશે.

વિનોદ આર. પટેલ, સાન ડિયેગો .

_________________________________________________________________

 ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો (ગાંધી-ગંગા”પુસ્તકમાંથી)

‘તેથી એકલો આવ્યો છું’/કાકાસાહેબ કાલેલકર

ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.

કોઇએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર સૌથી દુષ્ટ છે. તે આપનું ખૂન કરાવવા માગે છે ને તેને માટે તેણે મારા રોક્યા છે.”

આ સાંભળીને બાપુ એક દિવસ રાત્રે એકલા પેલા ગોરાને બંગલે પહોંચ્યા ને કહેવા લાગ્યા: “મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા માટે તમે મારાઓ રોક્યા છે, એટલે કોઇને કહ્યા વગર હું એકલો આવ્યો છું.”

પેલો બિચારો સ્તબ્ધ થઇ ગયો.

(ગાંધી-ગંગા:1/પાનું:22)

નાની નાની બાબતો

એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. અમારો આશ્રમ તે વખતે કોચરબમાં ભાડાના બંગલામાં હતો. પત્રમાં લખ્યું હતું:

“હવે ત્યાં વરસાદ શરૂ થયો હશે, નહીં થયો હોય તો થશે. હવાની દિશા હવે બદલાઇ જશે. એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાનાના ડબા ખાલી કરતા તેમાં ન કરવા. નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે. એટલે જૂના ખાડા પૂરી દઇને અમુક જગ્યાએ નવા ખાડા ખોદવા.”

આ પત્રની મારા મન પર ઊંડી અસર થઇ. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે, છતાં આશ્રમની આવી નાની નાની બાબતોની પણ કાળજી રાખે છે !‘જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુધ્ધમાં વિજયી થાય છે.’ એ મતલબનાં નેપોલિયનનાં વચનો મને યાદ આવ્યાં.

(ગાંધી-ગંગા:1/પાનું-૨૮)

બે ખાનાંનો પરિગ્રહ / મનુબહેન ગાંધી

નોઆખલી ને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી 1947ની 30મી માર્ચના રોજ બાપુજીને લૉર્ડ માઉંતબૅટનને મળવા જવાનું થયું. વાઇસરૉયે તો બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. પણ “જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય?” એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો. અને “ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ.” એવો નિશ્ચય કર્યો.

ગરમી અસહ્ય હતી. ચોવીસ કલાકનો રસ્તો હતો. એમણે મને બોલાવીને કહ્યું; “ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો.”

મેં સામાન તો ઓછામાં ઓછો લીધો. પણ સ્ટેશને સ્ટેશને બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીયે એમને આરામ નહીં મળે; આમ વિચારીને મે બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો.એકમાં સામાન રખાવ્યો અને બીજામાં બાપુજીને સૂવાબેસવાનું રાખ્યું.

પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9-30 વાગ્યે ઊપડે. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. હું બીજા ખાનામાં જઇ સામાન ખોલી બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઇ. થોડી વારે બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું.”ક્યાં હતી?” મેં કહ્યું, “અહીં ખાવાનું તૈયાર કરતી હતી.” તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો:”આ બીજા ખાનાનું તેં કહ્યું હતું ?”

મેં કહ્યું :”હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું-સ્ટવ પર દૂધ ગરમ કરું,વાસણો સાફ કરું, તેથી આપને તકલિફ પડશે એમ જાણીને મેં બીજા ખાનાનું કહ્યું.”

“કેવો લૂલો બચાવ છે ! આંધળો પ્રેમ તે આનું નામ. એક સ્પેશિયલ પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઇ પડે? એ મને કેમ પોસાય? હું જાણું છું કે તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઇને કરે છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઇએ. અને સમજી હો તો હું તને કહી રહ્યો છું અને તારી આંખમાંથી પાણી પડી રહ્યાં છે તે ન પડવાં જોઇએ. હવે એનું પ્રાયશ્ચિત્ત એ જ કે, તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન-માસ્તરને મારી પાસે બોલાવજે.”

હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ અમને બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે?વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ !જેટલું ઘરમાં બેઠાં કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે !

અંતે સ્ટેશન આવ્યું. સ્ટેશન-માસ્તરને બોલાવ્યા. બાપુજીએ એને મારું પરાક્રમ કહ્યું કે, “આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. હજુ મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાનાં પસંદ કર્યાં.એમાં એનો દોષ નથી. દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને? હવે મારે અને એણે બંની પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પૅસેંજર લટકે છે તેને માટે કરો; તો જ મારું દુ:ખ હળવું થશે.”

સ્ટેશન-માસ્તરે ઘણી આજીજી કરી,પણ બાપુજી ક્યાં માને તેવા હતા? સ્ટેશન-માસ્તરે ત્યાં સુધી કહ્યું કે, “હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી લઉં.”

બાપુએ કહ્યું:’બીજો ડબ્બો તો જોડવો જ જોઇએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઇતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું, તેમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો?” બિચારા સ્ટેશન-માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું.

(ગાંધી-ગંગા:1/પાનું:54-55)

(અહીં વાંચો વિનોદ વિહારની તા.૩૦મી જાન્યુઆરી,૨૦૧૨ની આ પોસ્ટ ગરીબોના બેલી મહાત્મા ગાંધીની પુણ્યતિથીએ એક ભાવાંજલિ )

___________________________________________.

૨-ઓક્ટોબર ૨૦૦૮,ગાંધી સેવાદિન

મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારો તેમજ કાર્યોથી પ્રભાવિત

પ્રેસીડન્ટ બરાક ઓબામાનું વક્તવ્ય

પ્રિય મિત્રો,

આજે સમગ્ર અમેરિકા અને વિશ્વભરમાં ઉજવતા મહાત્મા  ગાંધી ના જન્મ દિવસે તેમની સેવા – તેમના કાર્યો ના સ્મરણોત્સવ માં જોડાવા નો મને આનંદ છે.  લોકો ને એકત્રિત કરી ને શાંતિપુર્ણ રીતે પોતાની માંગણીઓ અને સામર્થ્યપુર્વક હકારાત્મક પરિવર્તનો લાવવાની ગાંધીજી ની પ્રતિબદ્ધતા આજે પણ એટલી જ સામર્થ્યશીલ છે.

તેમની શક્તિ અને અપ્રતિમ હીંમતના  ઉદાહરણે  લોકોમાં અત્યાચાર સામે લડવા , શાસન થી મુક્તિ મેળવવા ની ચિનગારી પેટાવી .તેમના સ્વતંત્રતા મેળવવાના સુત્રીકરણ માં અનેક વ્યુહરચનાઓ હતી પરંતુ ગાંધીજી એ ધાક સામે હિંમત નો માર્ગ અપનાવ્યો.

આપણે આજના સમયમાં પડકારો નો સામનો કરવા જે પુરુષાર્થ કરી રહ્યા છીએ તે માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે ..આપણે પણ આપણી શક્તિ અને અટલ શ્રદ્ધાથી નવપ્રાપ્તિ ના ઉચ્ચ માર્ગ તેમજ નૈતિક નેત્રુત્વ માટે ની પરિસ્થિતિની પરિભાષા એ સંયુક્ત રાજ્ય ને – {યુનાઇટેડ સ્ટેટ } ને ઉચ્ચ કક્ષાએ મુક્યુ છે.

ગાંધીજી ના વિચારો સાર્વભૌમિક છે .વિશ્વભરના અગણિત લોકો તેમની શક્તિ અને ચારિત્ર્ય થી પ્રભાવિત છે.

તેમના સ્વાતંત્ર સંગ્રામ થી પ્રેરીત અમેરિકા ની યુવાન પેઢી સદીઓ થી ચાલ્યા આવતા પૂર્વ યુરોપ તેમજ દક્ષિણ આફ્રિકા ના સમાન હિતો પ્રત્યેની ઉદાસીન સમાજ રચના દૂર કરવા ના અધિકાર માટે શાંતિપૂર્ણ ક્રાંતિ તરફ દોરાયા છે. નેલ્સન મંડેલા ,દલાઈ લામા ,તેમજ ડો.માર્ટીન લ્યુથર કીંગે પોતાના વક્ત્યવમાં ગાંધીજી ના ભારે રૂણ નો સ્વીકાર કર્યો છે.  મારા કાર્યાલય માં મુકાયેલુ તેમનુ તૈલચિત્ર મને હંમેશા યાદ અપાવે છે કે સાચુ પરિવર્તન વોશિંગટન થી નથી આવવાનુ પણ એ ત્યારે જ આવશે જ્યારે લોકો તેને વોશિંટન સુધી લઈ આવશે.

આ ચુનાવ અતિ મહત્વનો નો છે. આ આપણા માટે પરિવર્તન નો સમય છે.આપણે એ જોવાનુ છે કે ઘણે દુર સુધી માં સામાન્ય  અમેરીકન નાના માં નાની વાત માટે વધુ માં વધુ મહેનત કરે.આપણે જોયુ છે કે વિશ્વ માં ક્ષીણ થતા જતા આપણા અસ્તિત્વ માટે યુધ્ધમાં  અમેરિકનો એ જીંદગી ગુમાવવી પડે તે માન્યતા ને વધુ સમય માટે સહન કરી શકાય નહી.હું માનુ છું કે પરિવર્તન માટે તમે સજાગ બનો ,કાર્યશીલ બનો. ગાંધીજીની માન્યતા ને અનુરૂપ વિશ્વ ના પરિવર્તન માટે આજ રોજ થી જ  ૪ નવેમ્બર સુધી અને તેથી પણ આગળ વધી ને આપણી જાત ને ફરી સમર્પિત કરીએ.

આપનો વિશ્વાસુ,


બરાક ઓબામા

(સૌજન્ય –અનુવાદ-રાજુલ શાહ)

_______________________________________________________________

 

 

(102)The last day of Mahatma Gandhi-Friday, January 30, 1948 (ગાંધી જયંતી – ભાગ 3)

The author of this article V Kalyanam,is a one time personal secretary of Mahatma Gandhi. Kalyanam worked with Gandhiji from 1944 until his assassination shortly after the India’s independence.

In this article he recounts Friday, January 30, 1948, moment-by-moment—the day when the Mahatma was shot.V Kalyanam was just behind Gandhi when Naturam Godse fired his shots.The article is very interesting.

The Last Meeting with Sardar Patel –  January 30, 1948

Prayer was scheduled to start at 5 pm. The discussion between Gandhiji and Patel continued beyond 5 pm. In view of the importance and seriousness of the talk, none of us dared to disturb them. The girls gestured to Sardar’s daughter Maniben and the talk ended at 5.10 pm. After that, Gandhi went to the toilet and immediately proceeded to the prayer ground, which was nearly 30-40 yards away. There were four or five steps and then there was a big lawn. Gandhiji was late by fifteen minutes for the prayer meeting. There were about 250 people anxiously awaiting his arrival. I could see from the distance that the attention of the gathering was focused on Gandhiji’s room. And, as he emerged, I heard people saying, ‘There comes Gandhiji’. The word went round when all necks craned and eyes stared in his direction. Gandhiji walked briskly as usual with his head bent and his glance glued to the ground, supporting himself on the shoulders of the two grand nieces. I was following closely to his left. I heard him admonishing the girls for not telling him that it was getting late for the prayer meeting. He told them that they were his time-keepers. “I am late. I do not like all this,” he added. When Manu replied that they did not want to interrupt because of the serious nature of their talks, Gandhiji shot back, “It is the duty of a nurse to give medicines at the right time to a patient. If there is delay the patient may die”.

——————————————————————————–

When Nathuram Godse Fired His Shots…..

Nathuram Godse Right after Shooting Gandhi

We ascended the steps leading to the prayer platform. People stood with folded hands and Gandhiji reciprocated. They made way for him to go to the rostrum, about 25 feet from the steps, where he would sit on a one-foot-high wooden dais. The assassin (Nathuram Godse) had obviously been waiting in this crowd hiding a revolver in his pocket. Gandhiji had walked hardly five or six paces when the assassin fired some shots in quick succession from close range resulting in the Mahatma’s instantaneous death. He fell behind bleeding profusely and in that melee, his spectacles and footwear were thrown asunder. I was too shocked and dumb-founded to react. Later, in loneliness, tears came to my eyes. The news spreads fast. Within minutes, a crowd started gathering outside Birla House and the gate had to be closed to prevent people entering the premises. Patel had already left. I rushed to my room and conveyed the news to Nehru’s office by phone. In those days we had free access to Ministers’ residences. I pushed my way through the crowd, got into a waiting car and sped to Patel’s house, hardly five minutes drive, to inform him of the calamity. Meantime, his body was lifted and carried to his room. There he lay on the mat with people around him. He looked as if he was asleep. His body was warm for quite some time. Night was passed with distress and tears—not for a few chosen ones, but for the millions all over the world for whom he lived and died. Immediately after Gandhiji’s body was carried away to his room, there was a scramble from the public to possess something belonging to Gandhiji as a souvenir. They started removing a handful of earth from the place where Gandhiji fell to the assassin’s bullet, leaving a big pit there within hours. Arrangements were then made to have the area cordoned and a guard was posted there. In this connection, detailing the precautions taken by the government to protect Mahatma Gandhi prior to and after the bomb explosion at his prayer meetings, the Home Minister, Sardar Patel declared, “I had personally pleaded with Bapu to permit the police to do their duty in regard to his protection but without success. To my profound regret and utter sorrow and to the irreparable loss of all of us, the nation and the world, the weak spot both I and the police had apprehended was deceitfully and successfully exploited by the assassin and Gandhiji’s prophetic words that, if he had to die, no precaution could save him, came true”

——————————————————————————–

“Gandhi never uttered ‘Hey Ram’ when he was shot at”

It is widely stated that Gandhiji invoked God saying, “Hey Ram” as he was assassinated. There was no possibility at all of his uttering a single syllable although he had often proclaimed that he would like to die with the name of Ram on his lips. This speculative comment by some enterprising, shrewd reporter has gained worldwide currency, the authenticity of which has never been verified. A monumental falsehood has been thrust into the mouth of the apostle of truth. Had he been sick or bed-ridden, he would have surely invoked Ram. But here he was denied that opportunity. It is indeed very strange that the commission that was appointed to probe into Gandhiji’s killing never thought of making any enquiries from any one of us who were so close to him on that day. In his last few days in his post-prayer speeches, Gandhiji had been repeatedly expressing the wish that God take him away since he did not want to be a silent witness to the monstrous barbarities that were going on in the country. I thought God had answered his prayer through the assassin. He had a glorious death while he was walking towards God and not on sick bed. He died without anguish, without pain for a moment.

See the complete account of the last day of Mahatma Gandhi on following link.

(Source- http://www.mkgandhi.org/last%20days/glastday.htm )

              GANDHI’S LETTERS TO AMERICANS

Message To The United States

http://www.mkgandhi.org/letters/unstates/index.htm

_______________________________________________________

AN INTERESTING VIDEO REGARDING CORRUPTION IN INDIA

V Kalyanam, a one time personal secretary of Mahatma Gandhi blamed Pandit Jawaharlal Nehru for the present situation of corruption. Kalyanam worked with Gandhiji from 1944 until his assassination shortly after the India’s independence.

NEHRU RESPONSIBLE FOR GROWING CORRUPTION: MAHATMA GANDHI’S AIDE

(101) ગાંધી જયંતિ (ભાગ-૨)- ગાંધીજીનાં પૌત્રી સુમિત્રા ગાંધીની એમના દાદા વિશેની કેટલીક રસપ્રદ વાતો

ગાંધીજી ક્યારેય પોતાનો જન્મદિવસ ઊજવતા નહોતા’

 આખો દેશ રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી, જેને દેશવાસીઓ મહાત્મા ગાંધી તરીકે ઓળખાવે છે, તેમની ૧૪૩મી જન્મજયંતિ ઊજવી રહ્યો છે અને સમગ્ર દુનિયામાં આ દિવસને ‘વિશ્વ અહિંસા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગાંધીજીના પૌત્રી સુમિત્રા ગાંધી-કુલકર્ણીએ એમનાં દાદા વિશે કેટલીક રસપ્રદ વાતો કહી છે.

ગાંધીજીના ત્રીજા નંબરના પુત્ર રામદાસના પુત્રી સુમિત્રા ગાંધી-કુલકર્ણી અમદાવાદમાં જે.પી. નગરના ફ્લેટમાં એમનાં પતિ પ્રો. જી.આર. કુલકર્ણી સાથે સાદગીભર્યું જીવન વિતાવે છે. પ્રો. કુલકર્ણી આઈઆઈએમ-અમદાવાદના સ્થાપક ફેકલ્ટી મેમ્બર છે.

૮૩ વર્ષનાં સુમિત્રાએ એક મુલાકાતમાં કહ્યું કે, ગાંધી બાપુ મને સુમી કહીને બોલાવતા .

ગાંધીજીએ દેશની આઝાદીની લડત દરમિયાન સુમિત્રાને અનેક પોસ્ટકાર્ડ લખ્યા હતા. એમાંના એકમાં દાદા અને પૌત્રી વચ્ચેનાં મજબૂત લાગણીભર્યાં સંબંધો જોવા મળ્યા હતા. ગાંધીજીએ એમને એક સલાહ આપેલી: ‘સુમી, તારે તારા અક્ષર સુધારવાની જરૂર છે.’

સુમિત્રાએ કહ્યું કે, મારો ઉછેર સાબરમતી આશ્રમમાં થયો હતો. ૧૯૨૯માં મારો જન્મ થયો ત્યારે બાપુજી ૬૦ વર્ષના હતા. એમણે જ મારું નામ સુમિત્રા રાખ્યું હતું. એમને રામાયણમાં લક્ષ્મણનાં માતાનું પાત્ર ખૂબ ગમ્યું હતું એટલે મારું નામ એ રાખ્યું. એ બધા કાગળોમાં મને સુમી કહેતા. એ કહેતા કે ‘મને મારા ૬૦મા જન્મદિન નિમિત્તે ભગવાન તરફથી તું ગિફ્ટમાં મળી છો.’ આશ્રમમાં એમને ખૂબ કામ રહેતું છતાં એ મારો હાથ પકડીને આશ્રમના વરંડામાં ચાલતા. મારે શું ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ અને ક્યારે ખાવું જોઈએ એની બાપુ ખૂબ કાળજી લેતા. શિસ્ત એમના જીવનનો એક હિસ્સો હતી. હું કાયમ સાચા માર્ગે રહું એવો તે પૂરો ખ્યાલ રાખતા.

ગાંધીજીનાં જન્મદિનનો ઉલ્લેખ કરતાં, સુમિત્રાએ કહ્યું કે, બાપુ ક્યારેય એમના જન્મદિનને મહત્વ આપતા નહોતા. માત્ર આશ્રમના સભ્યો એમનો જન્મદિવસ ઊજવતા. મોટા ભાગના લોકો એ દિવસે ઉપવાસ કરતા. અમે પણ ઘરમાં ક્યારેય જન્મદિવસ ઊજવતા નથી. કારણ કે જન્મદિવસોએ બાળકો બહુ લોભી અને લાલચું બની જતા હોય છે. મારાં બાળકો (રામ, ક્રિસ અને સોનાલી) તથા અમારાં પૌત્ર-પૌત્રીઓનો જન્મદિવસ પણ અમે ઊજવતાં નથી.

ગાંધીજીની જ્યારે હત્યા થઈ ત્યારે તમે ક્યાં હતાં? એ સવાલના જવાબમાં સુમિત્રાએ કહ્યું, હું ૧૯૪૮ના એ દિવસે હું બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. બાપુજીની હત્યા કરાયાના સમાચાર સાંભળીને હું અવાચક્ થઈ ગઈ હતી. ગમગીન અવસ્થામાં ટ્રેન પ્રવાસ કરીને હું રાજઘાટ પહોંચી હતી. ત્યાં લાખો લોકો ભેગા થયા હતા. મારા પિતા રામદાસ ગાંધીએ અગ્નિદાહ આપ્યો હતો. એ વખેત હું ૧૯ વર્ષની હતી. મને ઘણી વાર થાય કે બાપુજી કમસે કમ એક વર્ષ તો જીવવા જ જોઈતા હતા. એમને મારું કન્યાદાન કરવાની તક મળત, કારણ કે એ જમાનામાં ૧૯મા વર્ષે છોકરીનાં લગ્ન સામાન્ય વાત હતી.

Be Sociable, Share!

(સૌજન્ય-ચિત્રલેખા)

(100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

એમનો જન્મ કબીર પંથી અને ધાર્મિક વિચારો ધરાવતી માતા પુતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધીને ત્યાં પોરબંદરરમાં, ૨જી ઓકટોબર ૧૮૬૯ ના દિવસે થયો હતો.

મહાત્મા બન્યા એ પહેલાનું એમનું આખુ નામ મોહનદાસ કરમચંદ ગાંધી.

ગાંધીજીના જીવન વિષે જેટલું કહીયે કે લખીએ એટલું ઓછું છે. એમનું જીવન એક દંતકથા જેવું બની ગયું છે.

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શોએ મહાત્મા ગાંધી વિશે યોગ્ય જ કહ્યું હતું કે-

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા, નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”. 

વિશ્વના બીજાં એક પ્રખર વૈજ્ઞાનિક આઈનસ્તાઈને ગાંધીજીના વ્યક્તિત્વને નીચેના સુંદર શબ્દોમાં ભવ્ય અંજલિ અર્પી છે :   

Einstein on Gandhi

Mahatma Gandhi’s life achievement stands unique in political history. He has invented a completely new and humane means for the liberation war of an oppressed country, and practised it with greatest energy and devotion.

The moral influence he had on the consciously thinking human being of the entire civilized world will probably be much more lasting than it seems in our time with its over estimation of brutal violent forces.

We may all be happy and grateful that destiny gifted us with such an enlightened contemporary, a role model for the generations to come. “

( Source: The Hebrew University of Jerusalem)

મારું જીવન એ જ મારી વાણી— ઉમાશંકર જોશી

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ  પાણી. મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો  જય. મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો  શ્વાસ. એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.

જન્મી પામવો મુક્ત  સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.

– ઉમાશંકર જોશી

ગાંધીજીને ટાઈમ મેગેજીને સદીની મહાન વ્યક્તિઓમાં ટોચનું સ્થાન આપ્યું છે.

આવી વિશ્વ વંદનીય વિભૂતિને એમના જન્મ દિવસે વંદન કરીએ અને એમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરીએ.

ગાંધી જયંતીના દિવસે વિનોદ વિહાર ૧૦૦ લેખોની પોસ્ટ પૂરી કરે છે એ કેવો શુભ સંકેત કહેવાય !    

વિનોદ આર.પટેલ, સાન ડિયેગો

___________________________________________

ગાંધીજી ઉપર દુલા ભાયા કાગનું એક સરસ લોક ગીત

ઝાઝી વાતુંનો ઝીલનારો

ડગલે ડગલે હાલ્યા કરે ઈ

ઊંચાણમાં ન ઊભનારો

 

એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે

ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો

ઢાળમાં નવ ધ્રોડનારો ગાંધીડો મારો

સો સો વાતુંનો જાણનારો

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો

મેલાંઘેલાંને માનનારો ………….. 

દુલા ભાયા કાગનું આ પ્રખ્યાત ગીત આખે આખું ટહુકો.કોમની આ લીંક ઉપર વાંચો અને એમનાં સ્વરમાં ઓડિયો ઉપર

સાંભળો.

રચના અને સ્વર – દુલા ભાયા ‘કાગ’

http://tahuko.com/?p=10607

________________________________________________________________